સલામત મૈથુન

સલામત મૈથુન એ એવી સંભોગ ક્રીડા છે કે જેમાં ભાગ લેનાર વ્યક્તિઓએ જાતીય રોગો જેવા એઈડ્સ વગેરેનો ચેપ ન લાગે તેની તકેદારી રાખી હોય છે. [૧] આને સંરક્ષીત મૈથુન કે સાવચેત મૈથુનપણ કહેવાય છે. અસલામત કે અસંરક્ષીત મૈથુન એ એવી સંભોગ ક્રીડા છે કે જેમાં સાવચેતી ન રખાઈ હોય. સલામતીના પગલા લેવાં છતાં પણ રોગનું સંક્રમણ રોકાશે તેની ૧૦૦% ખાત્રી હોતી નથી. [૨] હાલના વર્ષોમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ડીસિસ અટલેકે જાતીય રોગ માટે સેક્સ્યુઅલી ટ્રાન્સમીટેડ ઈન્ફેક્શન અર્થાત્ જાતીય સંક્રમણ શબ્દ વધુ પ્રચલીત બન્યો છે. સંક્રમણ કે ચેપ શબ્દનો અર્થ વધુ બહોળો છે. કોઈ વ્યક્તિ ચેપી હોઈ શકે અને તે ચેપ અન્યોને લગાડી શકે પન કદાચ કોઈ રોગના લક્ષણ ન ધરાવતો હોય.

સજ્જન બનો પોસ્ટ કાર્ડ

૧૯૮૦ના દાયકામાં એઈડ્સનો રોગ ચાળો ફાટી નીકળ્યો ત્યાર બાદ આ પદ્ધતિ વધુ પ્રચલિત બની. સલામત મૈથુનનો પ્રસાર એ આજ કાલ જાતીય શિક્ષણનો એક ઉદ્દેશ્ય છે. સલામત મૈથુન એ એક જોખમ ઘટાડતો વ્યૂહ ગણવામાં આવે છે.[૩][૪]

સલામત મૈથુનમાં જોખમનો સંપૂર્ણ ઘટાડો નથી હોતો; દા.ત કોન્ડૉમ પહેરીને એઈડ્સ ધરાવતા વ્યક્તિ કરાતા સંભોગ થકી તેના સાથીને ચેપ ન લાગવાની શક્યતા ચાર થી પાંચ ગણી હોય છે. [૫]

અમુક સલામત મૈથુનની પદ્ધતિઓ ગર્ભ નિરોધ તરીકે પણ ઉપયોગી હોય છે. મોટા ભાગની ગર્ભ નિરોધ પદ્ધતિઓ જાતીય રોગના સંક્રમણ સામે રક્ષણ આપતી નથી. આ સિવાય સલામત મૈથુનની અમુક પદ્ધતિઓ જેમકે યોગ્ય મૈથુન સાથિની પસંદગી, ઓછું જોખમી મૈથુન વર્તન આદિ ગર્ભ નિરોધ માટે અસરકારક નથી.

શબ્દો-અર્થ

અમેરિકા અને કેનેડામાં આને માટે સેફર સેક્સ (safer sex "સરખામણીએ વધુ સલામત મૈથુન") શબ્દ વપરાય છે કેમકે આ પ્રકારનું મૈથુન ૧૦૦% સલામત તો નથી, આ સંજ્ઞા એક પ્રમાણ કે સરખામણી ભર્યો શબ્દ છે. જો કે યુનાઈટેડ કિંગડમ અને ઓસ્ટ્રેલિયામાં સલામત મૈથુન શબ્દ જ પ્રચલિત છે.[સંદર્ભ આપો]

હાલમાં સલામત મૈથુન શબ્દનો ઉપયોગ ગર્ભાધાન, એચ. આઈ. વી. / એઈડ્સ અને અન્ય જાતીય રોગો સામેના રક્ષણ ના સંદર્ભમાં વાપરવામાં આવે છે. "સલામત મૈથુન" શબ્દનો સર્વ પ્રથમ ઉપયોગ ૧૯૮૪ના એક સંશોધન પત્રમાં થયો હતો. આ સંશોધન પત્ર સમલિંગી પુરુષો પર એચ. આઈ.વી. / એઈડ્સ ની માનસિક અસર વિષે હતો. સમલિંગકામી પુરુષોના સમૂહને એઈડ્સના સંક્રર્મણ લાગીશકે તેવું સંવેદનશીલ જૂથ માનવામાં આવે છે, તેની માટે ના અભ્યાસ કાર્યક્રમના સંદર્ભમાં આ શબ્દ વપરાયો હતો. આના એક વર્ષ બાદ ન્યૂ યોર્ક ટાઈમ્સ નામના અખબારના એક લેખમાં પણ આ શબ્દ વપરાયો હતો. આ લેખમાં એ વાત પર જોર મૂકાયું હતું કે દરેક તજ્જ્ઞ તેમના એઈડ્સ પીડિત દર્દીઓને સલામત મૈથુન ની જ સલાહ આપતાં હતાં. આ સલામત મૈથુનની વિભાવનામાં નર્યાદિત સંખ્યામાં સંભોગ સાથીઓ રાખવા, કોન્દોમ સમાન અવરોધી સાધનનો ઉપયોગ, શારિરીક સ્ત્રાવો/પ્રવાહીની અદલાબદલી નથાય તેની સાવચેતી અને એવી દવા ઔષધો ઉપર રોક કે જે જોખમી ગણાતા કામુક વ્યવહરને પ્રોત્સાહીત કરે જેવા ઉપાયો શામિલ હતાં.[૬] ૧૯૮૫માં કોઆલિશન ઓફ સેક્સ્યુઅલ રિસ્પોન્સીબીએલિટીસ એ નિર્દેશનો બહાર પાડ્યાં હતાં .[કોણ?] આ નિર્દેશનો અનુસાર ગુદા મૈથુન અને મુખ મૈથુન સમયે પણ કોન્ડોમ વાપરવું એ સલામત મૈથુન હતું. [સંદર્ભ આપો]

શરુઆતમાં સલામત મૈથુન આ શબ્દનો પ્રયોગ સમલિંગકામી પુરુષોના સંદર્ભમાં થયો હતો પણ ૧૯૮૬થી આને સામાન્ય જન સમુદાય માટે વાપરવામાં આવ્યો. કોલેજમાં જતાં યુવાનો માં સલામત મૈથુનનો પ્રચાર કરવા ખાસ કાર્યક્રમો ગોઠવવામાં આવ્યાં. આ કાર્ય ક્રમોમાં કોન્ડોમના વપરાશ, સાથીની મૈથુન ઇતિહાસ સંબંધી વધુ જાણકારી મેળવવી અને મર્યાદિત અસંખ્યામાં સંભોગ સાથી રાખવા પર જોર મુકાયું. આ વિષય પર પ્રથમ પુસ્તક પણ તે જ વર્ષે બહાર પડ્યું. આ પુસ્તકનું નામ "સેફ સેક્સ ઈન ધ એજ ઓફ એઈડ્સ" હતું, આમાં ૮૮ પાના હતાં અને આમાં મૈથુનનની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અભિગમ આપવામાં આવ્યાં.[સંદર્ભ આપો] મૈથુન વર્તન યાતો સલામત હોય છે (ચુંબન, આલિંગન, માલિશ, શરીર આલિંગન, પરસ્પરિક હસ્તમૈથુન, પ્રદર્શન અને દર્શન મૈથુન, ટેલિફોન મૈથુન, પીડા મૈથુન (Sadomasochism) રક્ત સ્ત્રાવ કે ચીરા વગર, અને જુદા જુદા મૈથુન રમકડાં રાખવા) અને યા તો તે અસલામત હોય છે. .[૬]

૧૯૯૭માં આ બાબતના તજ્જ્ઞોએ જણાવ્યું કે મૈથુન પરહેજી સિવાય કોન્ડોમનો વપરાઅશ એ સલામત મૈથુનનો સૌથી સરળ માર્ગ હતો. તેજ વર્ષે અમિરિકાના કેથોલિક ચર્ચે પન સલામત મૈથુનનના માર્ગદર્શન જાહેર કર્યાં જેમાં કોન્ડોમ પણ શામિલ હતું. જોકે તેની વિરોધમાં બે વર્ષ બાદ વેટિકન એ માત્ર મૈથુન પરહેજી અને વિજાતીય લગ્ન જ આ માર્ગદર્શિકાઅમાં શામિલ કર્યાં.

૨૦૦૬માં કેલીફોર્નિયામાં એક અભ્યાસ હાથ ધરાયો તે અનુસાર સલામત મૈથુનની પોરૈભાષા લોકોને પુછવામાં આવી. તેના પરિણામોમં ૬૮ લોકો કોન્ડોમના વપરાશને સલમ ત મૈથુન ગણતા, ૩૧.૧% મૈથુન પરહેજને, ૨૮.૪% એક પત્ની (કે સમ્ભોગ સાથી) પ્રત્યે વફાદારીને અને ૧૮.૭% સલામત સંભોગ સાથીને સલામત મૈથુન ગણતા હતાં. [૬]

"સલામત મૈથુન" એ શબ્દ પ્રયોગ એક ગંભીરતા સૂચક શબ્દ છે જે દર્શાવે છે કે કોઈ પણ પ્રકારનું મૈથુન એ સલામત હોતું નથી તેમાં અમુક હદે જોખમ હોય જ છે.

આની માટે સલામત પ્રેમ જેવો શબ્દ પ્રયોગ પણ થયો છે ખાસ કરીને સીડેક્શન નામના ફ્રેન્ચ ધર્માદા ઉત્સવમાં લાલ રીબિન ધરાવતી માણસોના અંદરના વસ્ત્રો ના વેચાણ માટે.

સલામત મૈથુન સાવધાનીઓ

કુનિશદ દ્વારા રચિત એક શુંગ ચિત્ર જેમાં હસ્તમૈથુન દર્શાવાયું છે.

સ્પર્શ / સંપર્ક ટાળવો

સ્વલૈંગિકોત્તેજના તરીકે ઓળખાતી, એકલ મૈથુન ક્રીડાઓ સરખામણીએ વધુ સલામત હોય છે. હસ્તમૈથુન, એક સૌથી સામાન્ય ક્રીડા કે જેમાં પોતાના ગુપ્તાંગને કે જનનાંગને ઉત્તેજીત કરવામાં આવે છે. આ ક્રીડામાં અન્ય વ્યક્તિના શારિરીક દ્રાવણો સાથે સંપર્ક ન કરવામાં આવે ત્યાં સુધી તે સલામત હોય છે. અમુક અન્ય મૈથુન ક્રીડાઓ જેમકે "ટેલિફોન સેક્સ" અને "સાયબર સેક્સ", આદિ સંભોગ સાથીના એક જ ઓરડામાં ન હોવાં છતાં રતિ ક્રીડામં મદદ કરે છે , આમ કરતા શારિરીક દ્રવ્યોની અદલા બદલી થવાની શક્યતા અને તેથી ચેપની ઘટી જાય છે. [૭]

બિન-વેધક મૈથુન

જોહાન નેપોમુક ગેઈગર દ્વારા રચિત "લિંગનું હાથ વડે ઉત્તેજન" , ૧૮૪૦, પાણી રંગો

આ પ્રકારની મૈથુન ક્રીડાઓને ગર્ભાધાન કે જાતીય રોગના સંક્રમણના જોખમ વગર માણી શકાય છે. સંયુક્ત રાજ્ય અમિરેકાના પ્રમુખ બિલ ક્લિંટનની સરાઅરના સર્જન જનરલ જોયસેલીન એલ્ડરએ આવી ક્રીડાઓના પ્રસાર પર જોર આપ્યું પણ તેમને વ્હાઈટ હાઉસ સહીત અન્ય ઘણી જગ્યાએથી વિરોધ નો સામનો કરવો પડ્યો અને છેવટે બિલ ક્લિંટને તેમને ડિસેંબર ૧૯૯૪માં બરખાસ્ત કરવા પડ્યાં.[૮][૯][૧૦]

બિન-વેધક મૈથુનમાં ચુંબન, પારસ્પારિક હસ્તમૈથુન, ચોળવું અને ધસરકા મારવા આદિનો સમાવેશ હોય છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના સ્વાસ્થ્ય ખાતા અનુસાર આ પ્રકારનું મૈથુન ગર્ભાધાન અને મોટાભાગના જાતીય સંક્રમણને રોકે છે. પરંતુ ત્વચાના સમ્સર્ગ દ્વારા ફેલતા અમુક જાતીય રોગ જેવા કે હર્પિસ અને જાતીય વાર્ટને રોકી શકવા સમર્થ નથી.[સંદર્ભ આપો]

અવરોધ /રોક સંરક્ષણ

રક્ત, યોનિના સ્ત્રાવ, વીર્ય કે અન્ય સંક્રમિત ભાગો (જેમકે ત્વચા, વાળ કે સહીયારા સાધનો) વડે લાગતં સંક્રમણને રોકવા માટે ઘણાં સાધનો ઉપલબ્ધ છે. સંરક્ષણ આપનારા સાધનો કે પદ્ધતિ વાપરી કરાતે મૈથુન ક્રીડા એ સલામત મૈથુન છે.

કોન્ડોમ યંત્ર
  • કોન્ડોમ મૈથુન દરમ્યાન લિંગને ઢાંકે છે. મોટા ભાગના કોન્ડોમ લેટેક્સમાંથી બનેલા હોય છે. તેસિવાય અન્ય કૃત્રીમ પદાર્થો જેવા કે પોલીયુરેથીનમાંથેએ પણ તેમને બનાવવામાં આવે છે.
  • સ્ત્રી કોન્ડોમને સંભોગ પહેલાં યોનિમાં ઉતારી વપરવામાં આવે છે.
  • દંત બંધ (મૂળ રૂપે તે દાંતના ઈલાજમાં વપરાતો)એ એક લેટેક્સની ચાદર હોય છે. અને મુખ મૈથુન સમયના સંરક્ષણ માટે પહેરાય છે. આને ખાસ કરીને મુખ મૈથુન કરતી વખતે મોં દ્વારા યોનિમુખને ઉત્તેજીત કરતી વખતે અથવા મોં-ગુદા મૈથુન સમયે પહેરવામાં આવે છે.
  • લેટેક્સ, વિનાઈલ નાઈટ્રાઈલ જે પોલીયુરેથીનમાંથે બનેલા વૈદકીય હાથમોજાંનો ઉપયોગ મુખ મૈથુન સમયે હંગામી દંત બંધ તરીકે અથવા હસ્તમૈથુન સમયે હાથમાં પહેરી શકાય છે. હાથમાં ઘણી વખત અદ્રશ્ય ચીરા પડેલાં હોય છે જેન દ્વારા શરીરમાં હાનિકારક કીટાણુઓ દાખલ થઈ શકે છે કે શરીરના અન્ય ભાગોને સંક્રમણ લગાડી શકે છે.
  • જો મૈથુન દરમ્યાન ડીલ્ડો કે અન્ય મૈથુન રમકડાં વાપરતા હોય તો સંક્રમણ રોકવાનો અન્ય માર્ગ છે તેઓની યોગ્ય સફાઈ. જો આવા રમકડાં ને એક અથવા વધારે શારીરિક છીદ્રોમાં ઘૂસાડવાના હોય કે એક અથવા વધુ વ્યક્તિઓ સાથીઓ તેનો પ્રયોગ કરવાના હોય ત્યારે તેને પર કોન્ડોમ ચઢાવવો જોઈએ અને બીજા ઉપયોગ પહેલા તેને બદલી દેવો જોઈએ.

જ્યારે લેટેક્સ આધારિત અવરોધકો વાપરવામાં આવે ત્યારે જો તેલ આધારિત નિજી ઉંજકો કે ચીકણા પદાર્થો લેટેક્સનું બંધારણ તોડી ને મૈથુનનું જોખમ વધારે શકે છે. જાતીય રોગ સામેના સંક્રમણ રક્ષણ માટે કોંડોમ (સ્ત્રી કે પુરુષ)નો ઉપયોગ કરવામાં આવે છે. ગર્ભાધાન સામે તેને વધુ અસરકારક બનાવવા માટૅ અન્ય ગર્ભનિરોધકોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દા.ત. કોન્ડોમ અને વીર્યહારક પદાર્થનો સહીયારો ઉપયોગ.[૧૧] પણ જો બે કોન્ડોમ સાથે વાપરવામાં આવે (એક પુરુષ કોન્ડોમ પર બીજો , અથવાતો સ્ત્રી અને પુરુષ બંને પ્રકારના કોન્ડૉમ તો કોન્ડોમ નિષ્ફળતાની શક્યતા વધુ રહે છે.[૧૨][૧૩]

અવરોધી ગર્ભ નિરોધકોનો યોગ્ય વપરાશ વપરાશ કર્તાની નીજી સ્વચ્છતા. જો પૂરતી તકેદારી રાખવામાં ન આવે તો કોન્ડોમ આદિને અસ્વચ્છ કે તકેદારી વિનાહાથમાં લેવા મૂકવાથી પણ જોખમ ઊભૂં થઈ શકે છે.

અભ્યસ પરથી જણયું છે કે લેટેક્સ કોન્ડોમના ફાટવા કે સરકી જવાનુમ્ પ્રમાણ ૧.૪૬% થી ૧૯.૬૦% જેટલું રહેલું છે. [૧૪] શારિરીક સ્ત્રાવ એક બીજાના સંપર્કમાં આવે તે પહેલાં કોન્ડોમ પહેરી લેવું જોઈએ અને મુખ મૈથુન દરમ્યાન પણ તેને વાપરવા જોઈએ. [૧૫]

સ્ત્રી કોન્ડોમ બે લચકદાર પોલીયુરેથીનની કડી અને તેની વચ્ચે ઢીલી બંધબેસતી પાતળા પ્લાસ્ટીક પાનાની બનેલી હોય છે. [૧૪] પ્રયોગ શાળામાં કરાયેલા અભ્યાસ પરથી જણાયું છે કે સ્ત્રી કોન્ડોમ શારિરીક સ્ત્રાવને ગળતા રોકવામાં પ્રભવશાળી હોય છે અને આથી તે જાતીય રોગનું સંક્રમણ રોકવામાં મદદ કરે છે. અમુક અભ્યાસમાં જણાયું છે કે ૫૦%થી ૭૬% મહિલાઓને સ્ત્રી કોન્ડોમ, પુરુષ કોન્ડોમ ની સરખામણીએ વધુ આરામદાયક લાગે છે. બેજે બાજુએ પુરુષ જગતમાં આ પ્રકારના કોન્ડોમ ઓછા પસંદ કરાય છે લગભગ ૪૦% જેટલું. પુરુષ કોન્ડોમની અપેક્ષાએ સ્ત્રી કોન્ડોમ મોંઘા હોવાથી સ્ત્રી કોન્ડોમના ફરી ફરી ઉપયોગ કરી શકાવા પર સંશોધન ચાલુ છે. સંશોધનો માં જણાયું છે કે પોલીયુરેથીન કોન્ડોમને પાણી અને ઘરગથ્થુ બ્લીચથી જંતુ રહીત કરી ફરી વાપરવામાં આવે તો તેને પાંચ વખત સુધી સલમત રીતે વાપરી શકાય છે. જોકે, તજ્જ્ઞો સ્ત્રી કોન્ડોમને એક વખત વાપરીને નિષ્કાશીત કરવાની સલાહ આપે છે.

અન્ય સાવચેતીઓ

અન્ય વ્યક્તિ સાથે મૈથુન સંભોગ ક્યારેપણ સંપૂર્ણ રીતે સલામત તો ન જ હોઈ શકે તેમ છતાં પણ જતીય રોગન સંક્રમણ અનીચ્છીત ગર્ભાધાનને ટાળવા માટે તજ્જ્ઞો અમુક સાવચેતી રાખવાની સલાહ આપે છે:

  • મૈથુન્ દ્વારા ફેલાતા જાતીય રોગો સામે રસી મુકાવી શકાય છે. આમાંસૌથી સામાન્ય રસીઓ છે એચ.પી.વી. રસી, આ સસી સર્વીકલ કેન્સર કરનાર મોટા ભાગના માનવ પેપીલો વિષાણુ સામે રક્ષણ આપે છે. એક અન્ય રસી છે હેપેટીટીસ બી ની રસી. મૈથુન ક્રીડાઓનેસહ્રુઆત કરતં પહેલા લેવાતી રસીઓ વધુ અસરકારક હોય છે.
  • પુરુષ ખસીકરણ અને એચ.આઈ.વી :અમુક દેશોમાં થય્લ સંશોધન પરથી જણાયું છે કે પુરુષ ખસીકરણ એચ.આઈ.વી. સંક્રમણ ગટાડવામાં મદદ કરે છે. આ પદ્ધતિને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે સંક્રમણ રોકવાની એક પદ્ધતિ તરીકે તેને મન્યતા મળી છે. અમુક આફ્રીકન સંશોધનમઅં જણાયું છે કે ખસીકરણ દ્વારા એચ. આઈ. વી. સંક્રમણ નું જોખમ ૬૦% જેટલું ઘટ્યું હતું. [૧૬] Some advocacy groups dispute these findings.[૧૭][૧૮] સહારા ઉપમહાદ્વીપના ભાગમાં કોન્ડોમનો વપ્રાશ અન્ય વાઢકાપ ધરાવતા ઉપાયો કરતાં સસ્તી અને વધુ અસરકારક સાબિત થઈ છે. [૧૯]
  • ક્યુબામાં અશ્લીલ ફીલ્મોમાં કામ કરતા કલાકારો દ્વારા કાલાંતરે વૈદકીય તપાસ કરાવીને જાતીય ચેપી રોગ પર નિયંત્રન રાખતાં. [૨૦] સંયુક્ત રાજ્ય અમેરિકામાં ઘણી અશ્લિલ ફીલ્મ નિર્માતા કંપનીઓ કલાકારની ક્લેમિડીયા, એચ. આઈ. વી. અને ગોનોરિયા ચકાસણી કર્યાં સિવાય તેમને કામ આપતી નથી. વળી તે તપાસણી ૩૦ દિવસથી વધુ જુની ન હોવી જોઈએ તેવી પણ શરત હોય છે. આ સિવાયના અન્ય જાતીય રોગની તપાસણી ૬ મહિનાથીએ જુની ન હોવી જોઈએ. AIM મેડિકલ ફાઉન્ડૅશન અનુસાર આ વર્ગમાં સંક્રમણનું પ્રમાણ સામાન્ય જતસમુદાય કરતાં ૨૦% જેટલું ઓછું હોય છે. [૨૧] સાબુ કે પાણીની ધાર યોનિની જીવાણુ સૃષ્ટીને વિક્ષેપ કરે છે, તેને કારણે સંક્રમણનું જોખમ વધે છે. [૨૨][૨૩]
  • એકપત્નીવ્રત (કે એક સાથી) અથવા બહુ સાથી પ્રત્યેની વફાદારી, જો વિશ્વાસ પૂર્વક જળવાય તો તે ઘણી સલામત હોય છે, (જાતીય રોગના સંદર્ભમાં) જ્યારે દરેક સંભોગ સાથી ચેપ રહિત હોય. પરંતુ ઘણં એકપત્ની કે પતિવ્રતા લોકોનો સાથી જો વફાદાર નહોય તો તેમને પણ ચેપ લાગવાની શક્યતા હોય છે. તે સિવાય જો તેઓ સંક્રમિત ઈંજેક્શન કે અન્ય ઉપકરણો વાપરે તો પણ ચેપ લાગવાની સંભાવના રહેલી હોય છે. એક કરતા વધુ સાથે પણ વફાદાર રહેતં લોકોને પણ તે જ ભય રહેલો છે પણ તે વધુ જોખમી હોય છે. તેનો આધાર તેમના બધુ સાથેઓ નું વર્તુળ કેટલું મોટું છે તેના પર છે.
  • એક પત્ની કે વ્યક્તિ કે અમુક વ્યક્તિઓ સાથે વફાદાઅર ન રહી શકનારા વ્યક્તિઓ જો સંભોગ સાથીઓ ની સમ્ખ્યા ઘટાડે અને ખાસ કરીને અજ્ઞાત વ્યક્તિઓ સાથે સંભોગ ટાળે તો જાતીય રોગોનો ભય ઘણો ઓછો થાય છે. આ આધારે કોઈ એક્ અ વ્યક્તિ પોતાની સંભોગ સાથીની સંખ્યને મર્યાદામાં રાખે, માત વિશ્વાસ પાત્ર વ્યક્તિ સાથે જ સંબંધ રાખે તો તે જોખમ ઘટાડે છે. ઘણાં અશ્લિલ ફીલ્મ કલાકારો આ નિતી અપનાવે છે.
  • પસંદ કરાયેલ સંભોગ સાથી ના અમુક ગુણો અનુસાર જાતીય રોગના ચેપનું જોખમ બદલે છે.[૨૪] જેમકે ઊંમરમાં પાંચ વર્ષ થી વધુનો ફરક;[૨૪] ગયા વર્ષમાં લાગેલો જાતીય રોગનો ચેપ, [૨૪] દારૂની સંગત;[૨૪] અન્ય અજણી વ્યક્તિઓ સાથે કરેલ આસંભોગ વગેરે.[૨૪]
  • સંભોગ સાથી સાથેની સંભાષણ કે વાતચીતએ સલામતી તરફ દોરતો ઉત્તમ માર્ગ છે. સંભોગમં પડવા પહેલાં બનેં વાતચીત દ્વારા નક્કી કરી શકે કે કેવા પ્રકારની ક્રીડા કરવી અને કેવા પ્રકારની નહીં, કેવા સાઅમતીના ઉપયોગો તેવો કરશે કે કય સાધન વાપરશે. આની કારેણે "ઉત્તેજનાની પરાકાષ્ઠા" એ લેવા પડતાં કોટા નિર્ણયથી બચી શકાય છે.
  • કો કોઈ વ્યક્તિ વિવિધ અજ્ઞાત સંભોગ સાથી ઓ સાથે સક્રીય હોય તો તેણે નિયમિત વૈદકીય તપાસ કરાવડાવી લેવી જોઈએ. એચ. આઈ.વી અને અન્ય જાતીય રોગો ઘણી વખતે લક્ષણો સહીત અને ઘણી વખત લક્ષણો રહિત હોય છે. જાતે તપાસતાં ઓહોટી રીતે દોરવાઈ જવાનો ભય હોય છે આથી દાકતરી તપાસ કરાવી જોઈએ. .[૨૫][૨૬]

મર્યાદાઓ

કોન્ડોમ એચ આઈ વી અને અન્ય સંક્રામક પદાર્થોનો ચેપ ઘટાડે છે પણ સંપૂર્ણ રીતે તેમને રોકી શકતો નથી. એક અભ્યાસ માં જણાયું કે કોન્ડોમનો વપરાશ એચ.આઈ.વી. નું સંક્રમણ ૮૫%થી ૯૫% સુધી ઘટાડે છે; ૯૫%થી વધુ ચોકસાઈ શક્ય નથી કેમકે કોન્ડોમ ફાટી જવા , સરકી જવાની કે અયોગ્ય વપરાશનેએ શક્યતા રહેલી હોય છે. [૨૭] એમ પણ કહેવય છે, "સામાન્ય વપરાશમાં અનિયમિતતાને કારણે કોન્ડોમની અસરકારકતા ઘટીને ૬૦%-૭૦% જેટલી થઈ જાય છે.[૨૭]p. 40.

પ્રત્યેક કોન્ડોમ રહિત ગુદા મૈથુન સમયે એચ આઈ વી સંક્રમિત સાથી દ્વારા ગ્રાહક સાથીને એચ આઈ વી સંક્રમણ લાગવાનો ભય ૧૨૦માં ૧ જેટલો હોય છે. કોન્ડોમ વાપરનારા સાથી સાથે થતું આવું મૈથુન સંક્રમણનો ભય ૫૫૦ માં ૧ જેટલો ઘટાડી દે છે. જેચાર થી પાંચ ગણું હોય છે.[૫]

બિનસરકારક પદ્ધતિઓ

બિન વેધક પૈથુન અને અવરોધી ગર્ભ નિરોધકો સિવાયના મોટા ભાગના ગર્ભ નિરોધકો જાતીયરોગનો ચેપ રિકવામાં નિષ્ફળ રહે છે, જેમ કે his includes the ગર્ભનિરોધક ગોળીઓ, નસબંદી, નલિકા બંધ, સમયવર્તી બ્રહ્મચર્ય અને અન્ય બધા બિન અવરિધી પદ્ધતિઓ.

એવો દાવો કરવામાં આવે છે કે વીર્યહારક રસાયણ નોનોક્સીમોલ - ૯ જાતીય રોગના સંક્રમણ ઘટાડે છે. હાલમાં વિશ્વ આરોગ્ય સંસ્થા [૨૮] દ્વારા કરવામાંઆવેલ સંશોધનમાં એવું જણાયું છે કે નોનોક્સિનોલ -૯ એ ખંજવાળ પેદા કરે છે અને તે શરીરની શ્લેષ્મ અન્તરત્વાચા પર જીણા ચિરા પાડી દે છે. આવા ચિરા થકી જીવાણુને શારિરીક પ્રણાલીમાં પ્રવેશવાની સરળ તક મળતાં ગુપ્તરોગ સંક્રમણનો ભય રહે છે. નોનોક્સિનોલ-૯ ધરાવતાં કોન્ડોમ માં નોનોક્સિનોલ પૂરતાં પ્રમાણમાં નથી હોતું જેથી તેની હાજરી ના પરિણામે અસરકારકતા પર કોઈ પરિણામ આવતું નથી. [સંદર્ભ આપો]

ગર્ભ નિરોધક પડદો કે વાદળી અમુક સ્ત્રીઓને અમુક જાતીય રોગ સામે મર્યાદિત સંરક્ષણ આપી શકે છે ,[૨૯] પણ દરેક પ્રકારન જાતીય રોગ સામે તે અસરકારક નથી.

હોર્મોન વાપરતી ગર્ભ નિરોધ પદ્ધતિઓ અનીચ્છીત ગર્ભાધાન રોકવામાં ૯૫% જેટલી અસરકારક હોય છે પણ જાતીય રોગનું સંક્રમણ તેઓ રોકી શકતી નથી. સૌથી સામાન્ય હોર્મોન ગર્ભ નિરોધક છે મોમ્વાટે લેવાતે ગર્ભનિરોધક ગોળીઓ, ડીપોપ્રોગેસ્ટીરોન, યોનિ કડી અને ચકતું.

તાંબાનું આંતરગર્ભાશય સાધન અને હોર્મોન આંતરગર્ભાશય સાધન ગર્ભાધાન રોકવામાં લગભગ ૯૯% જેટલી અસરકાકતા ધરાવે છે પણ જાતીય રોગ સામે કોઈ પણ સંરક્ષણ નથી આપતાં. આથી વિપરીત તાંબાના આંતરગર્ભાશય સાધન ધરાવતી મહિલાઓને જાતીય રોગના સંક્રમણનું જોખમ વધુ હોય છે, ખાસ કરીને ગોનોરિયા કે ક્લેમિડિયાનો. [સંદર્ભ આપો]

અસ્ખલન મૈથુન કે જેમાં સ્ખલન સમયે પુરુષ પોતાનું લિંગ યોનિ, ગુદા કે મુખમાંથી બહાર કાઢી લે છે તે પદ્ધતિ સલામત મૈથુન નથી અને તે જાતીય રોગો પ્રત્યે સંરક્ષણ નથી આપતી. મુખ્ય સ્ખલન પહેલાં મૂત્રનલિકા માંથી ઝરતાં સ્ત્રાવ એચ આઈ વી જેવા જીવાણુઓ ધરાવી શકે છે.[૩૦][૩૧] વધારામાં અમુક જાતીય રોગોના જીવાણુઓ તો ત્વાચાતી ત્વચાના સંસર્ગ દ્વારા પણ ફેલાય છે જેમકે ગુપ્તાંગ મસા, સિફીલીસ. મુખ, ગુદા કે યોનિ મૈથુન ન કરનારા યુગલ પણ આવા રોગનો શિકાર બની શકે છે.

બ્રહ્મચર્ય

બ્રહ્મચર્ય કે મૈથુન પરહેજ એ મૈથુન સંપર્કના જોખમોને ટાળવાનો એક ઉપાય છે. જો કે એ જરૂરી નથી કે મૈથુન કે અસહેમત મૈથુન દ્વારા જ એચ. આઈ. વી. કે ગુપ્તરોગો ફેલાય છે. એચ. આઈ. વી. જેવા સંક્રમણ છુંદણું કરવા વપરાતી સોય, શરીરમાં છીદ્ર વીંધવા અને ઈંજેક્શન દ્વારા પણ ફેલાઈ શકે છે. અસ્વચ્છ સાધનો વાપરતી વૈધકીય પદ્ધતિઓ દ્વારા પણ એચ.આઈ.વી. ફેલાઈ શકે છે. અમુક વૈદકીય ક્ષેતમામ્ કામ કરનારાઓ ને અક્સ્માત ઈજા પહોંચતા અજાણ પણે સંક્રમણ ની સંભાવના પન રહેલી હોય છે. [૩૨]

જાતીય શિક્ષણ પર માત્ર "બ્રહ્મચર્ય રાખવું" એ વાત પર જોર મુકવા આવે તેવો કોઈ પુરાવો મળતો નથી. [૩૩] વિકસિત દેશોમાં મૈથુન પરહેજ પર આધારિત જાતીય શિક્ષણના કાર્યક્રમો જાતીય રોગનું સંક્રમણ ઘટાઅડવા કે ગર્ભાધાન નિયંતણમાં સફળ રહ્યાં નથી. [૩૪] [૩૩]

અમુક સમાજો એવાન્જેલિકલ ખ્રિસ્તીઓ અને રોમન કેથોલિક ખ્રિસ્તીઓ લગ્ન બહારના કોઈ પણ મૈથુન સંબંધને અનૈતીક ગણે છે અને તે અનુસાર જાતીય શિક્ષણના કાર્ય ક્રમોનો પણ વિરોધ કરે છે, તેમના મતે આવા કાર્યક્રમો સમાજને મૈથુન કેંદ્રી બનાવે છે. જોકે આવા ભયથી વિપરીત સર્વગ્રાહી જાતીય શિક્ષણ, ગર્ભ નિરોધકોની ઉપલબ્ધતા અને કુટુંબ નિયોજન કાર્યક્રમો મૈથુન ક્રિયામાં વધારો કરતા હોવાનું જણાયું નથી. [સંદર્ભ આપો] સલામત મૈથુન અને ગર્ભનિરોધ સંબંધી જાતેય સિક્ષણ કરતાં કૌમાર્યની પ્રતિજ્ઞાઓ અને બ્રહ્મચર્ય સંબંધી કાર્યક્રમ પ્રાયઃ યોજવામાં આવે છે. આને કારણ અમુક કુમાર વયના બળકોમાં જાતીય રોગ નું જોખમ વધી જાય છે. એવું નોંધાયું છે કે કૌમાર્યની પ્રતિજ્ઞા કરના ૬૦% લોકો લગ્ન પહેલાં સંભોગ માણી લે છે અને સામાન્ય જાતીય શિક્ષિત કુમારો કરતાં ત્રીજા ભાગના કુમાર/કુમારિકાઓ જ ગર્ભ નિરોધકો વાપરે છે. .[૩૫]

ગુદા મૈથુન

બિનાવરણ ગુદા મૈથુન એ અત્યંત જોખમી ક્રીડા છે. યોનિ મૈથુન કરતાં પણ ગુદા મૈથુન વધુ જોખમી ગણાય છે કેમકે મળાશય અને ગુદાની પેશીઓ પતળે હોય છે અને તેમને જલ્દી નુકશાન પહોંચે શકે છે.[૩૬][૩૭] હલકી ઈજા ઘા લાવી શકે છે જેના દ્વારા એચ આઈ વી સહિતના જીવાણુને શરીરમાં પ્રવેશ મળી જાય છે. આમાં મૈથુન રમકડાનો પણ સમાવેશ છે. યોનિ મૈથુન ને અપેક્ષાએ ગુદા મૈથુન દરમ્યાન કોંડોમ ફાટવાની સંભાવના વધુ હોય છે અને તેથે જોખમ પણ. [૩૮] ઘણાં સમલિંગ કામી અને વિજાતીય યુગલો ગુદા મૈથુન કરતાં હોય છે. પુરુષો અને સ્ત્રીઓ બંનેના ગુદા ક્ષેત્રમાં ઉત્ત્જનાપ્રદાયી મજ્જાતંતુઓના છેડાં આવેલાં હોય છે. આને કારને ઘણાં યુગલો આક્ષેત્રને ઉત્તેજીત કરી મૈથુન આનંદ મેળવે છે. [૩૬] જ્યારે વિજાતીય યુગલ વચ્ચે સંભોગ સમયે પણ સલામતીના ઉપાયો જરૂરી હોય છે. ગુપ્ત રોગ ના સંક્રમણ સિવાય પણ આંતરડાની દીવાલને અન્ય સંક્રમણ ના લાગી શકે છે. ગુદા મૈથુન સંબંધી સૌથી મોટા જોખમો એચ.આઈ.વી. સંક્રમણ, હેપેટીટીસ સી, હેપેટીટીસ એ, એસ્ચેરિચિયા કોલી અને એચ.પી.વી આદિના સંક્રમણ સંબંધે હોય છે. [સંદર્ભ આપો]

અમુક સંશોધનો બતાવે છે કે સમલિંગકામી પુરુષો ગુદા મૈથુન વધુ પ્રમાણમાં વાપરે છે પણ વિજાતીય યુગલો આને કોઈ પણ સંરક્ષણ વિના વધુ પ્રમાણમાં કરતાં હોય છે. [૩૯] અન્ય એક સંશોધન એમ કહે છે કે સમલિંગ કામી પુરુષ યુગલો વિજાતીય યુગલોના પ્રમાણમાં વધુ ગુદા સંભોગ કરે તે જરૂરી નથી. [૩૬]

સાવચેતી

યુગલમાં જ્યાં સુધી કોઈ પણ એક સાથી જાતીય રોગથી પીડાતો હોય ત્યાં સુધી તેમણે ગુદા મૈથુન કરવું જોઈએ નહીં.

ગુદા મૈથુનને સલામત બનાવવા માટે યુગલે તે વાતની તકેદારી રાખવી જોઈએ કે તે સમયે આંતરડા ખાલી હોવા જોઈએ, ગુદા ક્ષેત્ર સ્વચ્છ હોવું જોઈએ, જે સાથીની ગુદામાં વ્ધન થાય તેને આરામ મળવો જોઈએ. ગુદાનું ભેદન લિંગ દ્વારા થાય કે આંગળી દ્વારા, કોંડોમનો વપરાશ એ જાતીય રોગને રોકવાનો સૌથી સલામત ઉપાય છે. મળાશયનેએ દીવાલ ને ખુબ જ ઝડપથી ઈજા પહોંચવાની શક્યતા હોય છે માટે ચીકણા પદાર્થનો ઉપયોગ હિતાવહ છે. આંગળી દ્વારા ભેદન સમયે પણ ચીકણું દ્રવ્ય વાપરવું જોઈએ. મોટાં ભાગના કોન્ડોમ આવા ચીકણાદ્રવ્ય સહીએત હોય છે અને તેને કારણે વેધન ઓછું પીડાદાયક બને છે. તેલ આધારીક ચીકણા દ્રવ્યો કોન્ડોમને નુકશાન પહોંચાડી શકે છે તે માટે પાણી આધારિત કોન્ડોમ વાપરવા જોઈએ. લેટેક્સ પ્રત્યે સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકો માટે અન્ય પદાર્થો જેમકે પોલીયુરેથીન માંથી બનતા કોન્ડોમ પણ ઉપલબ્ધ છે, પોકીયુરેથેનમાંથેએ બનેલા કોન્ડોમમાં તેલ આધાતિત ચીકણાં પદાર્થો વાપરી શકાય છે.[સંદર્ભ આપો]

ગુદા ઉત્તેજના માટે વપરાતાં મૈથુન રમકડા સંબંધે પણ લિંગ ભેદન સમયે લેવાતી સાવચેતી જેટલી જ સાવચેતી લેવી જોઈએ. મૈથુન રમકડાં પર કોન્ડોમ ચઢાવીને વાપરવા જોઈએ.

જો સંભોગ દરમ્યાન ગુદા મૈથુન કર્યા પછી લિંગ-યોનિ ભેદન કરવું હોય તો યોનિ ભેદન પહેલાં લિંગને સંપૂર્ણ રીતે ધોઈને સ્વચ્છ કરવુંઅત્યંત મહત્વપૂર્ણ અને જરૂરી છે. આમ ન કરતાં ગુદા ક્ષેત્રના જીવાણું સરળતાથી યોનિમાં પ્રવેશે છે અને ત્યાં સંક્રમણ ઉત્પન્ન કરે છે.[૪૦]

ગુદા-મુખ મૈથુન એ અત્યંત જોખમી મૈથુન ક્રીડા છે. આવા મૈથુનમાં સાવચેતી રાખવી જોઈએ. આવા પ્રકારના મૈથુનને પરિણામે હેપેટેટીસ એ અને અન્ય જાતીય રોગ અને આંતરડાના સંક્રમણનો ભય રહેલો છે. ગુદા-મુખ મૈથુન સમયે સંરક્ષણ માટે દંત-બંધ વાપરવું જોઈએ.

મૈથુન રમકડાં

મૈથુન રમકડાં પર કોન્ડોમ ચઢાવીને વાપરવા એ સારી મૈથુન સ્વચ્છતાની નિશાની છે. ઘણી વક્તિઓ દ્વારા વપરાતા મૈથુન રમકડાના દરેક વપરાશ પછી કોન્ડોમ બદલવામાં આવે તો તે જાતીય રોગોના સંક્રમણથી પણ રક્ષણ આપે છે. અમુક મૈથુન રમક્ડાં છીદ્રાળુ પદાર્થના બનેલા હોય છે , આમના છીદ્રોનાણ્ જીવાણું, વિષાણુ ભરાઈ રહે છે. આને કારણે આવા મૈથુન રમકડાના વપરાશ પછી તેમને સંપૂર્ણ સ્વચ્છ કરવા અત્યંત આવશ્ય ક છે , આ માટે ખાસ દ્રાવણો મળે છે, તેમના દ્વારા સફાઈ કરવી જોઈએ. કાંચ માંથી બનેલા મૈથુન રમ્કડાં ઓછા છેદ્રાળુ હોય છે અને તેમને બે વપરશનેએ વચ્ચે જંતુ રહીત કરવા વધુ સરળ હોય છે. [સંદર્ભ આપો]

કોઈ યુગલમાં જો એક સાથીનો જાતીય રોગ સંબંધે ઈલાજ ચાલતો હોય તો તેમણે ઈલાજ પૂરો થાય ત્યાં સુધી મૈથુન રમકડાં ન વાપરવા જોઈએ.

વપરાશ બાદ દરેક મૈથુન રમકડાને સાફ કરવા જોઈએ. આની સાફ કરવાની પદ્ધતિનો આધાર તે કયા પદાર્થમાંથેએ બનેલ છે તેના પર રાખે છે. અમુક મૈથુન રમકડાને ડીશ વોશરમાં ઉકાળી કે સ્વચ્છ કરી શકાય છે. મોટા ભાગના મૈથુન રમકડાં પર તેમને સાફ કરવાની અને સંગ્રહ કરવાની પદ્ધતિનું વર્ણન હોય છે તેને અનુસરવી જોઈએ.[૪૧] જ્યારે મૈથુન રમકડું અલગ અલગ વ્યક્તિઓ દ્વારા સહિયારી વપરાતી હોય ત્યારે તો તેને સાફ કરવી જ જોઈએ, અને જો તેની દ્વારા શરીરના જુદા જુદા ભાગમાં ભેદન (જેમકે મોઢું, યોનિ, ગુદા)કરાય તો પ્રત્યેક વપરાશ પહેલાં તેને સ્વચ્છ કરવું જોઈએ.

મૈથુન રમ્કડાં પર જો ઉઝરડા પદ્યાં હોય કે તિરાડ પડી હોય તે તપાસતં રહેવું, આવા સ્થળોએ જીવાણુઓનું ભરાઈને વિકસે છે. આવા સંજોગોમાં જુના તૂટેલા રમકડાને ફગાવી નવું રમકડું વસાવવું સલાહ યોગ્ય છે. સગર્ભા મહિલાઓએ મૈથુન રમકડાં વાપરતી વખતે વધુ સાવધાની રાખવી જોઈએ. કોઈપણ પ્રકારના રમકડાં જે ઈજા કે રક્ત સ્ત્રાવ લાવે શકે તે ન વાપરવા જોઈએ.

સંભોગ કે મૈથુન દરમ્યાન કોઇના દ્વારા સંક્રમિત થવું કે સંક્રમણ આપવાથી બચવાનો શ્રેષ્ઠ માર્ગ છે સંરક્ષક નો વપરાશ. [૪૨]

આ પણ જુઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: