હોકી

હોકી ભારતની રાષ્ટિય રમત છે. આ રમતમાં બે ટુકડીઓ સામસામે રમે છે.હોકી નામ વડે ઓળખાતી અંગ્રેજી જે (J) આકારની લાકડી વડે દડાને સામેની ટુકડીની જાળી(ગોલપોસ્ટ)માં દાખલ કરાવવાનો હોય છે.

મેદાની હોકીની રમત.

માહિતી

મેદાની હૉકી પથ્થરીયા, ઘાસના, રેતીના કે પાણી આધારીત નકલી સપાટી પર એક નાનકડા સખત બૉલ થી રમવામાં આવે છે. આ રમત પુરિષો અને સ્ત્રીઓમાં સમ્ગ્ર વિશ્વમાં ખાસ કરીને યુરોપ ઍશિયા, ઑસ્ટ્રૅલિયા અને દક્ષિણ આફ્રીકા માં પ્રખ્યાત છે. મોટે ભાગે આ રમત સમ્જાતીય ટીમો વચ્ચે રમાય છે. પણક્યારેક તે પુરુષો અને મહિલાઓ ની મિશ્ર તીમો વચ્ચે પણ રમાય છે. આ રમતની નિયંત્રણ સંસ્થા એ ૧૧૬ સદસ્ય ધરાવતી ઍન્ટરનેશનલ હૉકી ફેડરેશન તરીકે ઓળખાય છે. પુરોષોની હૉકી દરેક ઉનાળુ ઑલમ્પિકમાં ૧૯૦૮થી (૧૯૧૨ અને ૧૯૨૪ સિવાય)રમાય છે. જ્યારે મહિલા હૉકી ૧૯૮૦માં શરૂ થઈ હતી.આધુનિક ફીલ્ડ હૉકી સ્ટીક અંગ્રેજી ના અક્ષર J આકારની હોય છે. તે લાકડું, ફાયબર ગ્લાસ કે કાર્બન ફાયબરને મિશ્ર કરીને બનાવાય છે.રમવાના છેડા પર એક અંકોડા જેવો ભાગ હોય છે. મેદાની હૉકી સમાન દેખાતી રમતના ૪ હજાર વર્ષ જૂના ચિત્ર ઈજીપ્તમાં મળી આવ્યાં છે. અર્વાચીન હૉકીને શરુઆત ઈંગલેંન્ડમાં ૧૮મી સદીના મધ્ય ભાગમાં ખાસ કરીને શાળાઓમાં થઈ. ૧૯મી સદીના પ્રથમ અર્ધ ભાગ દરમ્યાન તે સર્વત્ર પ્રસિદ્ધી પામ્યો. ૧૮૪૯માં બ્લેકીથ ઈશાન લંડનમાં સૌ પ્રથમ હૉકી ક્લબ સ્થપાયું. મેદાની હૉકી ભારત અને પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત છે.[૧].

હોકીનો ઇતિહાસ

  • એ એજાણ છે કે હૉકીની શરૂઆત ક્યાં અને ક્યારે થઈ.
  • ઐતિહાસિક પુરાવા પરથી જણાય છે કે હૉકી જેવી રમત પ્રાચીન સભ્યતામાં રમાતી હતી
  • નાઈલનઅ ખીણ પ્રદેશમાં બેની હાસન ના મકબરામાં મળી આવેલા ચિત્રોમાં માણસો હૉકી જેવી રમત રમી રહ્યાં હોવાનું દેખાય છે.
  • અન્ય અમુક ચિન્હોથી જનાય છે કે આરબ, પર્શિયન, રોમન (પૅગાનીકા), ઈથિયોપિયન અને અત્ઝેક લોકો પન ભિન્ન પ્રકારની હૉકી રમતા હતાં
  • આ ખેલના સૌથી પ્રથમ તોળી બનાવીને રમવાનો ઉલ્લેખ થેમીસ્ટોક્લ્સ દ્વારા ઈ.પૂ.૪૭૮માં બંધાવાયેલ પૂતળાની દીવાલ પર મળી આવે છે.
  • ૧૬મી સદીના આર્જેન્ટીનામાં સ્થયી થયેલા યુરોપીય લોકો દ્વારા ત્યાંના અરૉકાનો લોકો દ્વારા રમાતી રમત ચ્યુકાનો ઉલ્લેખ છે જેનો અર્થ વાંકી વળેલી એવો થાય છે આ શબ્દ તે રમતમાં વપ્રાતી વાંકા છેડા વાળી લાકડીને આધારે પડ્યો હોવો જોઈએ.
  • મધ્ય યુગમાં સમગ્ર યુરોપમાં આ રમત રમાતી હતી. તે ઈંગલેન્ડમાં કમ્બુકા (કે કોમોક કે કિમોકકે કીમોજી)તરીકે ઓળખાતી, સ્કોટલે ન્ડમાં શીન્ટી, ફ્રાન્સમાં જ્યૂ દે મેલ, અને નેધરલે ન્ડમાં હેટ કોલ્વેન નામે ઓળખાતી.
  • આધુનિક હૉકી બ્રિટિશ ઈશ્લેસ માં નિર્માંણ થઈ. ૧૯મે સદીના પ્રથમ અર્ધ ભાગમાં તે પ્રચલીત બની.

હોકીનું મેદાન

હોકીનું મેદાન
  • ૯૧.૪ મી.× ૫૫ મી. લંબચોરસ મેદાન.(૧૦૦ × ૬૦ યાર્ડ)
  • ગોલ ૭ ફીટ(૨.૧૪ મી.) ઉંચો અને ૧૨ ફીટ (૩.૬૬ મી.) પહોળો.
  • અર્ધ-વતૃળ,ગોલથી ૧૪.૬૩ મી (૧૬ યાર્ડ) દુર.જે શુટીંગ સર્કલ કે ડી(D) તરીકે પણ ઓળખાય છે.
  • મધ્યરેખા (The dotted line) અર્ધ-વતૃળથી ૫ મી. દુર.
  • મેદાની રેખાઓ,અંતિમ રેખાથી ૨૨.૯ મી. દુર અને મેદાનની મધ્યમાં.
  • પેન્લ્ટી સ્પોટ દરેક ગોલનાં કેન્દ્રથી ૬.૪ મી. દુર.

ઓલિમ્પિક માં હોકી

વિજેતા ભારતીય હોકી ટીમ,૧૯૩૬ નાં બર્લિન ઓલિમ્પિકમાં.

ચંદ્રક સુચિ

રેંકદેશસુવર્ણ ચંદ્રકરૌપ્ય ચંદ્રકકાંસ્ય ચંદ્રકકુલ ચંદ્રક
ભારત૧૧
નેધરલેન્ડ૧૪
ઓસ્ટ્રેલિયા૧૧
પાકિસ્તાન
ગ્રેટ બ્રિટન
જર્મની
સ્પેન
પશ્ચિમ જર્મની
ન્યુઝિલેન્ડ
ઝિમ્બાબ્વે
૧૧દક્ષિણ કોરિયા
૧૨આર્જેન્ટિના
૧૩ચીન
૧૩ઝેકોસ્લોવેકિયા
૧૩ડેનમાર્ક
૧૩જાપાન
૧૬સોવિયેત યુનિયન
૧૬યુ.એસ.એ.
૧૮બેલ્જીયમ
૧૮જર્મની
કુલ ચંદ્રક૨૯૨૯૨૮૮૬

સંદર્ભ


🔥 Top keywords: