અમદાવાદ જિલ્લો

મધ્ય ગુજરાતનો જિલ્લો

અમદાવાદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક મહત્વનો જિલ્લો છે અને સાબરમતી નદીના કિનારે આવેલું તેમ જ રાજ્યનું સૌથી મોટું શહેર, અમદાવાદ તેનું વડુંમથક છે. અમદાવાદ શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલા 'જિલ્લા પંચાયત ભવન' ખાતે જિલ્લા પંચાયતની વહીવટી કચેરીનું વડુમથક છે. ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી ૭૨,૦૮,૨૦૦ છે.[૧]

અમદાવાદ જિલ્લો
જિલ્લો
અમદાવાદ જિલ્લા પંચાયત
અમદાવાદ જિલ્લા પંચાયત
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન
ગુજરાતમાં અમદાવાદનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
સરકાર
 • જિલ્લા કલેક્ટરસંદીપ જે. સગાલે
વિસ્તાર
 • કુલ૭,૧૭૦ km2 (૨૭૭૦ sq mi)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૭૨,૦૮,૨૦૦
 • ઉનાળુ બચત સમય (DST)IST (UTC+05:30)
વાહન નોંધણીGJ-1, GJ-27, GJ-38
વેબસાઇટahmedabad.gujarat.gov.in

અમદાવાદ જિલ્લાની ઉત્તર દિશામાંની સીમાઓ પર મહેસાણા, અને ગાંધીનગર જિલ્લાઓ આવેલા છે. પૂર્વ દિશામાંની સીમા પર ખેડા જિલ્લો, આણંદ, દક્ષિણ દિશામાંની સીમા પર ખંભાતનો અખાત અને ભાવનગર જિલ્લો તથા પશ્ચિમ દિશામાની સીમાઓ પર સુરેન્દ્રનગર જિલ્લો આવેલા છે.

ઇતિહાસ

૧૮૭૭માં બ્રિટિશ શાસન સમયનો અમદાવાદ જિલ્લાનો નકશો

આજથી એક હજાર વર્ષ પૂર્વ આશાવલ નામનું સમૃઘ્ધ નગર અસ્તિત્વમાં હતુ. આશા નામના ભીલોના રાજાના નામ ઉપરથી આશાવલ નામ પડયું હતું. આ નગર પાટણ અને ખંભાતથી ઉત્તર ગુજરાતનું એક સારું નગર હતું. આશાવાલમાં જૈન અને બ્રાહ્મણોનાં મંદિરો હતા. કાળક્રમે વેપારની દ્રષ્ટિએ અને લશ્કરી વ્યૂહત્મકતાની દ્રષ્ટિએ આ નગર અગત્યનું સ્થાન બન્યું.

અમદાવાદ જિલ્લો બ્રિટિશ શાસન સમયે બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો.

વસ્તી

વસ્તી૭૨,૦૮,૨૦૦ (૨૦૧૧ની ગણતરી પ્રમાણે)
વસ્તીની ગીચતા૮૯૦ માણસો પ્રતિ વર્ગ કી.મી.
સ્ત્રી-પુરૂષનો ગુણોત્તર‌૯૦૩ સ્ત્રીઓ દર ૧૦૦૦ પુરૂષોએ
સાક્ષરતાનો દર૮૬.૬૫%

તાલુકાઓ

અમદાવાદ જિલ્લાના તાલુકાઓ

અમદાવાદ જિલ્લામાં ૧૧ તાલુકાઓનો સમાવેશ થાય છે.

તાલુકો[૨]વસ્તીવિસ્તાર (ચો.કિમી.)ગામોની સંખ્યાગ્રામ પંચાયતની સંખ્યાસાક્ષરતા દર
૨૦૧૧૧૯૯૧
અમદાવાદ શહેર પૂર્વ૫,૫૭૦,૫૮૫૪૬૪.૧૬૮૯.૬૨%
અમદાવાદ શહેર પશ્ચિમ
બાવળા૧૨૪૦૦૦૯૦૪૦૮૪૧૪.૮૦૪૮૪૮૭૭.૧૨%
દસ્ક્રોઇ૨૩૩૯૨૫૧૭૫૦૮૦૩૫૭.૪૪૬૪૬૩૮૦.૦૧%
દેત્રોજ-રામપુરા૭૬૫૫૫૬૮૭૩૪૪૫૦.૦૦૫૧૪૬
ધંધુકા૭૪૯૬૦૬૬૧૦૩૪૬૪૦
ધોલેરા૫૦૮૨૧૯૪૨૧૩૩૩૪
ધોળકા૧૬૬૬૪૧૧૪૦૧૧૩૮૨૮.૫૮૭૧૬૫૭૨.૪૫%
માંડલ૫૮૦૬૪૪૯૯૭૭૩૨૫.૨૯૩૭૩૬૭૬.૨૦%
સાણંદ૧૯૫૦૦૫૧૩૬૭૭૭૪૪૩.૫૨૬૭૬૯૮૩.૯૧%
વિરમગામ૧૩૧૬૮૦૯૩૯૮૨૧,૨૫૫.૭૨૬૮૬૫૭૧.૫૬%

રાજકારણ

વિધાનસભા બેઠકો

અમદાવાદ જિલ્લામાં ૨૧ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.

મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
૩૯વિરમગામહાર્દિક પટેલભાજપ
૪૦સાણંદકનુભાઇ પટેલભાજપ
૪૧ઘાટલોડિયાભુપેન્દ્રભાઇ પટેલભાજપમુખ્યમંત્રી ઉમેદવાર[૩]
૪૨વેજલપુરઅમીત ઠાકરભાજપ
૪૩વટવાબાબુસિંહ યાદવભાજપ
૪૪એલિસબ્રિજઅમિત શાહભાજપ
૪૫નારણપુરાજીતુ ભગતભાજપ
૪૬નિકોલજગદીશ વિશ્વકર્માભાજપ
૪૭નરોડાપાયલ કુકરાણીભાજપ
૪૮ઠક્કરબાપા નગરકંચનબેન રાબડિયાભાજપ
૪૯બાપુનગરદિનેશસિંહ કુશવાહાભાજપ
૫૦અમરાઇવાડીડો. હસમુખ પટેલભાજપ
૫૧દરિયાપુરકૌશિક જૈનભાજપ
૫૨જમાલપુર-ખાડિયાઇમરાન ખેડાવાળાકોંગ્રેસ
૫૩મણિનગરઅમુલ ભટ્ટભાજપ
૫૪દાણીલીમડા (SC)શૈલેષ પરમારકોંગ્રેસ
૫૫સાબરમતીહર્ષદ પટેલભાજપ
૫૬અસારવા (SC)દર્શના વાઘેલાભાજપ
૫૭દસક્રોઇબાબુભાઇ પટેલભાજપ
૫૮ધોળકાકિરિટસિંહ ડાભીભાજપ
૫૯ધંધુકાકાળુભાઇ ડાભીભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: