ઇસ્લામાબાદ

પાકિસ્તાનની રાજધાની
ઇસ્લામાબાદ
Islamabad

દેશ:પાકિસ્તાન
વિસ્તાર:૯૦૬.૫૦ ચોરસ કિલોમીટર
વસ્તી:૧૦,૧૪,૮૨૫ [૧]
ભાષાઓ:પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી

ઇસ્લામાબાદ પાકિસ્તાનની રાજધાની છે. ભારતના ભાગલા બાદ પાકિસ્તાનને એક રાજધાની નગરની જરૂર હતી, અને તેની પાસે બે પસંદ હતી, એક તો લાહોર અને બીજું કરાચી જેવા નગર આ હેતુ માટે યોગ્ય મનાયા. અંતે એક નવા નગરની સ્થાપનાનો નિર્ણય લેવાયો, જો પૂરી રીતે પૂર્વનિયોજિત હોવાથી આ માટે ફ્રેંચ નગર નિયોજક તથા વાસ્તુકાર લી કાર્બૂસ્યીર ની સેવા લેવાઇ. આજ મહોદયે ભારતમાં ચંડીગઢની સ્થાપનાનું પણ આયોજન કર્યું હતું. આ કારણે આ બન્ને નગર દેખાવમાં એક જેવા લાગે છે.

ઇસ્લામાબાદની ફૈસલ મસ્જિદ

૨૦૧૭ની વસ્તી ગણતરી મુજબ આ શહેરની વસ્તી લગભગ ૧૦,૧૪,૮૨૫ છે.[૨]ઇસ્લામાબાદની ગણતરી અમુક સુંદર ત્રિકોણ શહેરોમાં થાય છે. આ શહેરને ૧૯૬૪માં પાકિસ્તાને પ્રજાસત્તાક દરજ્જો અપાયો તે પહેલાં કરાંચી રાજધાની હતી. આના જોવાલાયક સ્થળો છે ફૈસલ મસ્જીદ, શુકર પુડીઆં, દામન કોહ અને છિત્તર બાગ. આ સિવાય પીર મહેર અલી શાહની મજાર જે ગોલડા શરીફમાં છે અને બડી ઇમામની મજાર જે મુગલ બાદશાહ ઔરંગઝેબે પોતાના શાસનકાળમાં બનાવડાવી હતી, તે પણ ઇસ્લામાબાદના અમુક જોવાલાયક સ્થળોમાંનું એક છે.

ઇતિહાસ

૧૯૫૮ સુધી પાકિસ્તાનની રાજધાની કરાચી રહ્યું. કરાચીની અતિ ઝડપે વધતી વસ્તી અને વાણિજ્ય પ્રવુત્તિઓને કારણે રાજધાનીને કોઇ બીજા શહેરમાં સ્થળાંતરીત કરવાનો વિચાર કરવામાં આવ્યો. ૧૯૫૮માં આ સમયના રાષ્ટ્રપતિ અયુબ ખાન એ રાવલપિંડી નજીક આ જગ્યાનો વિચાર કર્યો અને અહીં શહેર બનાવવાનો આદેશ આપ્યો. હંગામી રીતે રાવલપિંડીને રાજધાની ઘોષિત કરાઇ અને ૧૯૬૦માં ઇસ્લામાબાદના બાંધકામની શરૂઆત થઇ. ૧૯૬૮માં ઇસ્લામાબાદ રાજધાની ઘોષિત કરાયું.

ભૂગોળ

ઇસ્લામાબાદમાં ઇસ્લામાબાદ રાજધાની ક્ષેત્રમાં માર્ગલહ હિલ્સનું પૈરમાં પોઠવાર પઠારના કિનારાઓ પર સ્થિત છે. આની ઊંચાઈ 507 મીટર (1663 ફીટ) છે. આ શહેર રાવલપિંડી ની નજીક છે.

ભાષા

ઇસ્લામાબાદમાં ૭૦% લોકો પંજાબી બોલે છે. ઉર્દૂ, પશ્તો, સુનતી, અને અંગ્રેજી ઇત્યાદિ ભાષાઓ પણ અહીં બોલાય છે.

પાર્ક

ઇસ્લામાબાદ ઉદ્યાનોનું શહેર ગણાય છે. કેટલાક મુખ્ય ઉદ્યાન આ છે : શકરપડ઼ીઆં, દામન કોહ, ફ઼ાતમા જિનાહ પાર્ક પ્રસિદ્ધ છે.

ચિત્રમાલા

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: