કન્ફ્યુશિયસ

કુન્ગ ફુત્સુ અથવા કન્ફ્યુશિયસ કન્ફયુસીયસ ધર્મના સ્થાપક હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦માં થયો હતો. ચીનના સૌથી પ્રાચીન ધર્મને તેઓએ એક મુખ્ય ધર્મનું સ્વરૂપ આપ્યું, તેઓએ પ્રાચીન ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. લોકોમાં એની ઊંડી અસર હતી. આ સમય પછી બૌદ્ધ ધર્મ પ્રચલીત થયો હતો.

કન્ફ્યુશિયસનું ઇ. સ. ૧૯૨૨ના વર્ષમાં બનાવવામાં આવેલું ચિત્ર, ચિત્રકાર E.T.C. Werner)

જે સમયે ભારત દેશમાં ભગવાન મહાવીર અને બુદ્ધ ધર્મ સંબધિત નવા વિચારોનો પ્રસાર કરી રહ્યા હતા, તે સમયે ચીન પ્રાંતમાં પણ એક સુધારકનો જન્મ થયો હતો, જેમનું નામ કન્ફ્યુશિયસ હતું. આ સમયે ચીનમાં ચાઊ વંશનું શાસન હતું. આ શાસકની શક્તિ શિથિલ પડવાને કારણે ચીનમાં ઘણાં રાજ્યો અલગ પડી કાયમ થઇ ગયાં હતાં, જે સદાય માંહોમાંહે લડતાં રહેતાં હતાં. અતઃ ચીનની પ્રજા ખૂબ જ કષ્ટ ઝીલી રહી હતી. આવા સમયમાં ચીનવાસીઓને નૈતિકતાનો પાઠ ભણાવવાનો હેતુથી મહાત્મા કન્ફ્યૂશિયસ નો આવિર્ભાવ થયો.
એમનો જન્મ ઈસા મસીહના જન્મથી આશરે ૫૦ વર્ષ પહેલાં ચીન દેશના શાનટુંગ પ્રદેશમાં થયો હતો. બાળપણમાં જ એમના પિતાજીનું મૃત્યુ થયું હતું. એમની જ્ઞાન મેળવવાની આકાંક્ષા અસીમ હતી. ઘણાં અધિક કષ્ટ સહન કરી એમણે જ્ઞાન મેળવ્યું હતું. ૧૭ વર્ષની ઉમરમાં એમને એક સરકારી નોકરી મળી હતી. થોડાં જ વર્ષો પછી સરકારી નોકરી છોડીને તેઓ શિક્ષણ કાર્યમાં લાગી ગયા હતા. ઘરમાં જ એક વિદ્યાલય શરૂ કરી એમણે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો. તેઓ મૌખિક રૂપે વિદ્યાર્થીઓને ઇતિહાસ, કાવ્ય, તેમ જ નીતિશાસ્ત્રના વિષયમાં શિક્ષણ આપતા હતા. કાવ્ય, ઇતિહાસ, સંગીત તેમ જ નીતિશાસ્ત્ર પર તેમણે અનેક પુસ્તકોની રચના પણ કરી હતી.

૫૩ વર્ષની ઉમરમાં લૂ રાજ્યમાં એક શહેરના તેઓ શાસનકર્તા તથા પછીથી તેઓ મંત્રી પદ પર નિયુક્ત થયા હતા. મંત્રી હોવાને નાતે એમણે દંડને બદલે મનુષ્યના ચારિત્ર્ય સુધારવા પર જોર આપ્યું હતું. કન્ફ્યૂશિયસજીએ પોતાના શિષ્યોને સત્ય, પ્રેમ અને ન્યાયનો સંદેશ આપ્યો હતો. તેઓ સદાચાર પર અધિક ભાર મૂકતા હતા. તેઓ લોકોને વિનયી, પરોપકારી, ગુણવાન અને ચારિત્ર્યવાન બનવાની પ્રેરણા આપતા હતા. તેઓ વડીલો તેમ જ પુર્વજોનું આદર-સન્માન કરવા માટે કહેતા હતા. તેઓ કહેતા હતા કે બીજા સાથે એવો વર્તાવ ન કરો જેવો તમે સ્વંય પોતાની સાથે નહીં થાય એવું ચાહતા હો.

કન્ફ્યૂશિયસ એક સુધારક હતા, ધર્મ પ્રચારક નહીં. એમણે ઈશ્વર બાબતમાં કોઈ ઉપદેશ આપ્યો ન હતો, છતાં પણ પાછળથી લોકો એમને ધાર્મિક ગુરૂ માનવા લાગ્યા હતા. એમનું મૃત્યુ ૪૮૦ ઈ. પૂ.ના વર્ષમાં થયું હતું. કન્ફ્યૂશિયસના સમાજ સુધારક ઉપદેશોના કારણે ચીની સમાજમાં એક સ્થિરતા આવી હતી. કન્ફ્યૂશિયસજીનું દર્શન શાસ્ત્ર આજે પણ ચીની શિક્ષણ માટે પથદર્શક બની રહ્યું છે.

ધર્મ

કન્ફયુસીયસ ચીનનો પ્રાચીન ધર્મ છે. કુન્ગ ફુત્સુ આ ધર્મના સ્થાપક હતા. તેમનો જન્મ ઇસવીસન પુર્વે ૫૫૦ના વર્ષમાં થયો હતો. તે સમયે ચીન દેશમાં ચાઉ નામના રાજાનું શાસન હતું. તેમના નામ પરથી આ ધર્મને કન્ફયુસીયસ ધર્મ તરીકે ઓળખવામાં આવ્યો હતો. તેઓ તત્વજ્ઞાની હતા, તેમની પોતાની તત્વજ્ઞાનીક વિભાવના હતી. આ ધર્મનો ઇતિહાસ ખૂબ જ જુનો છે. બીજીંગ શહેરમાં આ ધર્મનું ધર્મસ્થાન આવેલું છે. આ ધર્મમાં જીવનમાં સત્યનું મહત્વ અને સાદગીનું મહત્વ ઘણું છે. આ ધર્મમાં વ્યવહારમાં બીજાના એટલે કે અન્ય વ્યક્તિઓના હક્કોનું પણ ખુબ જ મહત્વ છે. આ ધર્મમાં જીવનમાં નિયમ પાલન અને આજ્ઞાપાલનનું પણ વિશેષ મહત્વ છે. તેને ધર્મ કરતાં જીવન જીવવાની રીત કહી શકાય. આ ધર્મમાં દેવી-દેવતાનું સ્થાન નથી. આ ધર્મ અંતર્ગત નિયમ પાલનમાં વધુ ભાર મુકવામાં આવે છે.

બાહ્ય કડીઓ

🔥 Top keywords: