કોળું

કોળું એક સ્થાનિક, દ્વિબીજપત્રી વનસ્પતિ છે. આ વનસ્પતિનો વેલો લાંબો, કમજોર અને લીલા રંગનો હોય છે. આ વેલા પર નાના નાના ઉભા ખાંચા હોય છે. આ વેલ પોતાના આકર્ષોંની સહાયતા વડે વિકાસ કરી આગળ વધે છે અથવા ઉપર ચઢે છે. તેનાં પાંદડાં લીલાં, પહોળાં અને વૃત્તાકાર હોય છે. એનાં ફૂલ પીળા રંગનાં સવૃંત, નિયમિત તથા અપૂર્ણ ઘંટાકાર હોય છે. નર તથા માદા પુષ્પ અલગ-અલગ હોય છે. નર તથા માદા બન્ને પુષ્પોમાં પાંચ જોડી બાહ્યદળ અને પાંચ જોડી પીળા રંગનાં દળપત્ર હોય છે. નર પુષ્પમાં ત્રણ પુંકેસર હોય છે. જેમાંથી બે મળી એક જોડી બનાવે છે અને ત્રીજું સ્વતંત્ર રહેતું હોય છે. માદા પુષ્પમાં ત્રણ સંયુક્ત અંડજ હોય છે. જેને યુક્તાંડપ કહેવામાં આવે છે. આ વનસ્પતિનું ફળ લંબગોળાકાર અથવા ગોળાકાર હોય છે. ફળની અંદર ઘણાં બીજ રહેલાં હોય છે. ફળનું વજન ૪ થી ૮ કિલોગ્રામ સુધી હોય શકે છે. સૌથી મોટા ફળ હોય એવી પ્રજાતિ મૈક્સિમાનું વજન ૩૪ કિલોગ્રામ કરતાં પણ વધારે હોય છે.[૧] કોળું લગભગ સંપૂર્ણ વિશ્વમાં ઉગાડવામાં આવે છે.

કોળું
કોળુ બીજ (પરિપક્વ)

સંદર્ભ

🔥 Top keywords: