ડિસ્કવરી ચેનલ

ઢાંચો:Infobox TV channel

ડિસ્કવરી ચેનલ (અગાઉની ધી ડિસ્કવરી ચેનલ ) એ એક અમેરિકન સેટેલાઇટ અને કેબલ ટીવી ચેનલ (વિશ્વના અન્ય ભાગોમાં IPTV, ટેરેસ્ટરિયલ ટેલિવિઝન અને ઇન્ટરનેટ ટેલિવિઝન પર પણ ઉપ્લબ્ધ) છે,જેની સ્થાપના જોહ્ન હેન્ડ્રિક્સ દ્વારા અને તેનું વિતરણ ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ દ્વારા કરવામાં આવ્યું હતુ. તે સીઇઓ, ડેવિડ ઝેસ્લેવ દ્વારા સંચાલિત જાહેર વેપારી કંપની છે. તે પ્રાથમિક રીતે લોકપ્રિય વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇતિહાસ પર કેન્દ્રિત દસ્તાવેજી કાર્યક્રમો આપે છે. યુ.એસ.માં, મુખ્ય ડિસ્કવરી નેટવર્ક માટેનું પ્રોગ્રામીંગ પ્રારંભિક રીતે અનુમાનિત તપાસ (મિથબસ્ટર્સ , અનસોલ્વ્ડ હિસ્ટરી , અને બેસ્ટ એવિડન્સ જેવા કાર્યક્રમો સાથે) જેવી વાસ્તવિકતા આધારિત ટેલિવિઝન થીમ, ઓટોમોબાઇલ્સ, અને ધંધારોજગાર (ડર્ટી જોબ્સ અને ડેડલિએસ્ટ કેચ ) પર ધ્યાન કેન્દ્રીત કરતું હતું; તે કુટુંબો અને યુવાન દર્શકોને લક્ષ્ય બનાવતા દસ્તાવેજી ચિત્રપટ પણ દર્શાવતી હતી. લોકપ્રિય વાર્ષિક ચિત્રપટ શાર્ક વિક છે.[૧]

ઇતિહાસ

17મી જુન, 1985ના રોજ, બીબીસી (BBC), અમેરિકાની રોકાણ કંપની એલન એન્ડ કોમ્પેન, વેન્ચર અમેરિકા અને ઘણા અન્ય રોકાણકારોની 5 મિલિયન ડોલરની પ્રારંભિક મૂડી સાથે ડિસ્કવરી ચેનલની રજુઆત થઇ હતી. શરૂઆતમાં તે 1,56,000 ઘરોમાં પ્રદર્શિત થતી હતી અને તેનું પ્રસારણ બપોરે 3 વાગ્યાથી રાતના 3 વાગ્ય સુધી એમ 12 કલાક માટે થશે જેમાં 7 ટકા કાર્યક્રમો અમેરિકાના દર્શકો માટે નવા હશે.[૨] આ ચેનલ અને તેની મુખ્ય કંપનીની સ્થાપનના શ્રેય જોહ્ન હેન્ડ્રિક્સને આપવામાં આવે છે, જે તે સમયે 1982માં કેબલ એજ્યુકેશનલ નેટવર્ક ઇન્ક તરીકે ઓળખાતી હતી.[૩] તેના પ્રારંભિક વર્ષોમાં, ચેનલે સમાચાર કાર્યક્રમ રેમ્યા સહિતના કેટલાક સામ્યવાદી કાર્યક્રમો પ્રસારિત કર્યા.[૪] 1988માં, ચેનલે ક્રિસ્ટીયન સાયન્સ મોનિટર દ્વારા રજુ કરવામાં આવેલા રાત્રી કાર્યક્રમ વર્લ્ડ મોનિટર નું પ્રિમીયર કર્યું. આ ઉપરાંત 1988માં પ્રથમ વાર શાર્ક વિક ની પણ રજુઆત કરવામાં આવી, જે ત્યારથી વર્ષે દર્શાવવામાં આવે છે. પાંચ વર્ષના સમયગાળામાં, ચેનલ 50 મિલિયન ઘરો સુધી વિસ્તરણ પામી.

4 જાન્યુઆરી, 2006ના રોજ, ડિસ્કવરી કોમ્યુનિકેશન્સે એવી જાહેરાત કરી કે ટેડ કોપ્પલ, લાંબા સમયથી એક્ઝક્યુટિવ પ્રોડ્યુસર રહેલા ટોમ બેટ્ટાગ અને નાઇટલાઇન ના અગાઉના સ્ટાફના આઠ સભ્યો ડિસ્કવરી ચેનલમાં જોડાઇ રહ્યાં છે. નેટવર્કનું રેટિંગ મોન્સ્ટર ગેરેજ અને અમેરિકન ચોપર જેવી થોડી લોકપ્રિય શ્રેણીઓ પર વધુ પડતા વિશ્વાસને કારણે નીચે ગયા બાદ 2006માં[૫] સુધર્યું હતું. કેટલાક ટીકાકારોએ એવું જણાવ્યું કે આ શ્રેણીઓ આજુબાજુના વિશ્વ વિષે જાણવામાં દર્શકોને મદદ કરવાના ડિસ્કવરીના હેતુથી તેને દુર રાખે છે. 2005થી શરૂ કરી, ડિસ્કવરીએ લોકપ્રિય વિજ્ઞાન, ઇતિહાસ અને ભૂગોળ જેવા તેના પરંપરાગત વિષયો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા નવી યોજનાનું ઘડતર કર્યું[૬]. નેટવર્કને ધી ફ્લાઇટ ધેટ ફોટ બેક (યુનાઇટેડ એરલાઇન્સ ફ્લાઇટ 93 વિષે) અને ડેડલિએસ્ટ કેચ સહિતના કાર્યક્રમો માટે 2006માં કુલ સાત પ્રાઇમટાઇમ એમી પુરસ્કારના નામાંકનો મળ્યા.

2007માં, ડિસ્કવરીની ટોચની શ્રેણીઓમાં ડર્ટી જોબ્સ સાથે માઇક રોવ, એમી પુરસ્કાર વિજેતા પ્લેનેટ અર્થ , મિથબસ્ટર્સ, અને ડેડલિએસ્ટ કેચ નો સમાવેશ થાય છે. ડિસ્કવરીએ 2008માં તેના આયોજનની જાહેરાત કરી, જેમાં જોશ બર્ન્સટીન સાથે નવી શ્રેણીનો સમાવેશ થતો હતો, જેમણે ડિસ્કવરીમાં જોડાવા માટે હિસ્ટરી ચેનલ છોડી હતી. જાહેર કરાયેલી અન્ય શ્રેણીઓમાં ફાઇટ ક્વેસ્ટ , સ્મેશ લેબ અને ડેડલિએસ્ટ કેચ ની ચાર સીઝનનો સમાવેશ થતો હતો. ડિસ્કવરી ચેનલ એ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી વધુ વિસ્તરણ પામેલું કેબલ નેટવર્ક છે,[૭] જે 92 મિલિયન ઘરો સુધી પહોંચેલું છે, જે તેના 170 દેશો અને ક્ષેત્રોમાં રહેલા 431 મિલિયન વૈશ્વિક દર્શકોનો એક ભાગ છે.[૮] ચેનલની આવૃત્તિઓ લેટિન અમેરિકા, ધી યુનાઇટેડ કિંગ્ડમ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, તાઇવાન, ભારત, મલેશિયા અને અન્ય દેશોમાં જોવા મળે છે.[૯]

કાર્યક્રમો

ચેનલના આજના લોકપ્રિય કાર્યક્રમોમાં શાર્ક વિષેની માહિતી પર આધારિત વાર્ષિક સાપ્તાહિક કાર્યક્રમ શાર્ક વિક, દરિયાઇ પાણીમાં માછલીને પકડવા અંગેનો કાર્યક્રમ ડેડલિએસ્ટ કેચ ; લોકપ્રિય વિજ્ઞાન અંગેનો કાર્યક્રમ મિથબસ્ટર્સ અને હાઉ ઇટ્ઝ મેડ ; ખરાબ અને/અથવા ભયંકર મજૂરી અંગેના કાર્યો વિષેનો ડર્ટી જોબ્સ ; ક્વીઝ શો કેશ કેબ , શસ્ત્રોની અદ્યતન ટેકનોલોજી આધારિત ફ્યુચરવિપન્સ અને જંગલમાં પોતાની જાન બચાવતા માનવ વિષેના કાર્યક્રમ મેન વર્સેસ વાઇલ્ડ નો સમાવેશ થાય છે. ક્રિસ્ટોફર લાવેલે 1998-2001 દરમિયાન ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થયેલા ધી ક્રિસ્ટોફર લાવેલ શો માટે ડેટાઇમ એમી એવોર્ડ જીત્યો હતો.

બિન-ટેલિવિઝન સાહસો

પ્રો સાઇકલિંગ ટીમ

2004ની ટુઅર દે ફ્રાન્સના થોડા સમય પહેલા, ડિસ્કવરી ચેનલે એવી જાહેરાત કરી કે તે 2005થી શરૂ થઇ રહેલી વ્યાવસાયિક બાઇસિકલિંગ ટીમના મુખ્ય સ્પોન્સર બનશે, જેમાં ટુઅર દે ફ્રાન્સના સાત વખતના વિજેતા લેન્સ આર્મસ્ટ્રોંગ પણ ભાગ લેશે. આમ છતાં, સ્પેનના આલ્બર્ટો કોન્ટાડોર સાથે જીત મેળવ્યા બાદ, ડિસ્કવરી ચેનલે સાઇકલિંગને સ્પોન્સર કરવામાંથી પોતાના નામ પાછું ખેંચી લીધું. 2007ની સાઇકલિંગ સીઝન દરમિયાન સ્પોન્સરશીપ બંધ કરવામાં આવી.

ડિસ્કવરી ચેનલ રેડિયો

ડિસ્કવરી ચેનલ રેડિયો એ બંને મુખ્ય કેનેડા સેટેલાઇટ રેડિયો સર્વિસીઝ પરની ચેનલ હતી. તેના કાર્યક્રમોમાં તેના ટીવી ચેનલોના લોકપ્રિય કાર્યક્રમોની ઓડિયો આવૃત્તિઓનો સમાવેશ થતો હતો. ડિસ્કવરી અગાઉ એક્સએમ સેટેલાઇટ રેડિયો પર હતી પરંતુ સપ્ટેમ્બર 2005માં તેનો પડતી મુકવામાં આવી હતી. સિરિયસ સેટેલાઇટ રેડિયોએ 21 ફેબ્રુઆરી, 2007ના રોજ ડિસ્કવરી રેડિયોને પોતાની યાદીમાં પડતો મુક્યો.

સ્ટોર

ડિસ્કવરી ચેનલે સમગ્ર અમેરિકાના સ્થળો અને મોલના રિટેલ સ્ટોર્સ અને ઓનલાઇન સ્ટોરને પોતાની બ્રાન્ડીંગ પણ આપી હતી. શૈક્ષણિક ભેટો આ સ્ટોરની વિશેષતા હતી. 17 મે, 2007ના રોજ, ડિસ્કવરી કોમ્યુનિકેશન્સે જાહેરાત કરી કે તેઓ સ્ટેન્ડ-એલોન અને મોલ આધારિત સ્ટોર્સ બંધ કરી રહ્યા છે. હડસન જૂથ ડિસ્કવરી ચેનલના એરપોર્ટ સ્ટોરનું સંચાલન કરવાનું ચાલુ રાખશે, અને વેબસાઇટ કામગીરીમાં રહેશે.[૧૦]

ટેલિસ્કોપ

ડિસ્કવરી ચેનલ લાવેલ ઓબ્ઝર્વેટરી સાથે ડિસ્કવરી ચેનલ ટેલિસ્કોપના બાંધકામ માટે પણ ભંડોળ આપે છે.

વેબસાઈટ

Discovery.com [૧] વિવિધ વિજ્ઞાન આધારિત અથવા સામાજિક પડકારો સાથએ ઘણી બ્રાઉઝર આધારિત વિશેષ રમતો દર્શાવે છે.

માર્કેટિંગ અને બ્રાન્ડીંગ

ટેગલાઇન

ડિસ્કવરીની અગાઉની ટેગલાઇન "એક્સ્પ્લોર યોર વર્લ્ડ " અને "ધેઅર ઇઝ નો થ્રીલ લાઇક ડિસ્કવરી " રહી હતી. આમ છતાં, વધુ વાસ્તવિકતા આધારિત કાર્યક્રમો તરફ તેનું બદલાતું માનસ અને બહુ ઉંડા શૈક્ષણિક કાર્યક્રમોથી પણ દૂર હોવાને ધ્યાનમાં રાખીને, તેનું સ્લોગન બદલીને "એન્ટરટેઇન યોર બ્રેઇન " રાખવામાં આવ્યું. સુધારણા પામેલી ડિસ્કવરી ચેનલની નવી ટેગલાઇન "લેટ્સ ઓલ ડિસ્કવર... " સાથે તે કાર્યક્રમ સાથે સંબંધિત શબ્દ સમૂહ અથવા વાક્ય પૂરી થતી હતી. ઉદાહરણ તરીકે, મિથબસ્ટર્સ માટેની જાહેરાત સમયે તે "લેટ્સ ઓલ ડિસ્કવર, વ્હાય મિથ ઇઝ સેફ "થી પૂર્ણ થશે. 2008માં લોગોમાં ફેરફારથી નવી ટેગલાઇન આવી: "ધી વર્લ્ડ ઇઝ જસ્ટ... ઓસમ. " એકદમ નવી જાહેરાતમાં મોર્ચિબાના ધી એન્ટીડોટ નામના આલ્બમના ગીત "વન્ડર નેવર કીઝ" અને મ્યુટમેથ (MUTEMATH)ના ગીત ટિપીકલના મિશ્રણનો સમાવેશ થાય છે. 72એન્ડસન્ની એજન્સી દ્વારા સર્જવામાં આવેલી સૌથી નવી જાહેરાત આઇ લવ ધી વર્લ્ડ માં પરંપરાગત કેમ્પફાયર "ગીત આઇ લવ ધી માઉન્ટેન્સ"ની સુધારેલા ચરણ અને ટૂકનો સમાવેશ થાય છે.

શબ્દ (લોગોસ)

ડિસ્કવરી ચેનલનો સૌપ્રથમ લોગો વિશ્વનો નક્શો દર્શાવતી ટેલિવિઝન સ્ક્રીન હતી.

1985-1995માં ઉપયોગમાં લેવામાં આવેલો ડિસ્કવરી ચેનલનો અસલ લોગો.

બે દાયકા બાદ, લોગો ડિસ્કવરી વર્ડમાર્કમાં ભળી ગયો, જે ઓરોરા બોલ્ડ ફોન્ટમાં હતો અને તેના આગળના ભાગમાં ગોળ આકાર મુકવામાં આવ્યો હતો. આ ગોળાકાર સામાન્ય રીતે ઉગતા સૂર્યને દર્શાવે છે અથવા તે વિટ્રુવાયન મેનની એનિમેટેડ આવૃત્તિ લાગે છે.

90ના દાયકાના મધ્ય ભાગમાં, શબ્દ "ધી"ને ચેનલના નામમાંથી પડતો મુકવામાં આવ્યો. ગ્લોબ લોગોનો હંમેશા માટેનો ભાગ બની ગયો અને લોગોના નીચેના ભાગમાં પટ્ટાને ઉમેરવામાં આવ્યો. આ સમય દરમિયાન, કંપનીએ વિસ્તરણ કરવાની શરૂઆત કરી અને ઘણા નવા નેટવર્કની રજુઆત કરી. તેની સાથેના ઘણા નેટવર્કમાં ડિસ્કવરીની જેવી જ ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો, તેઓ ઘણીવાર ગ્લોબ અને સમાન પ્રકારના ટાઇપફેસનો ઉપયોગ કરતા. ડિસ્કવરી પર આધારિત લોકો હતા તેવા નેટવર્ક્સમાં એનિમલ પ્લેનેટ, ટ્રાવેલ ચેનલ, ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી વિંગ્ઝ અને ડિસ્કવરી હોમ એન્ડ લેઇઝરનો સમાવેશ થાય છે. "ચેનલ" શબ્દ પટ્ટીમાં જતા રહેતા વર્ષ 2000માં લોગોમાં આંશિક ફેરફાર થયો હતો.

15 એપ્રિલ, 2008ના રોજ, ડેડલિએસ્ટ કેચ ના સીઝન પ્રિમીયર અગાઉ, ડિસ્કવરી ચેનલે નવા લોગો, નવા ગ્રાફિક્સ અને નવી ટેગલાઇન "ધી વર્લ્ડ ઇઝ જસ્ટ ઓસમ"નો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. આ નવો લોગો બોસ્ટનમાં વ્યૂપોઇન્ટ ક્રિએટીવ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં જુના લોગો ઓરોરો બોલ્ડને સ્થાને ગોથમનો ઉપયોગ કરવામાં આવ્યો.[૧૧] ગ્લોબને "ડિસ્કવરી"માં શબ્દ "D" સાથે ભેળવી દેવામાં આવ્યો.[૧૨] ડી-ગ્લોબ ભાગને છુટો પાડીને તેનો અલગથી ઉપયોગ કરી શકાય, ઉદાહરણ તરીકે તેનો ઉપયોગ ચેનલના બગ તરીકે કરવામાં આવે છે. આ નવો લોગોને 2009ના ઉત્તરાર્ધમાં વિશ્વના બાકીના દેશોમાં પણ રજુ કરી દેવામાં આવ્યો.

આંતરરાષ્ટ્રીય

ડિસ્કવરી ચેનલ 170 દેશોમાં 431 મિલિયન ઘરો સુધી પહોંચી છે. હાલમાં, ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ 33 ભાષાઓમાં 29 નેટવર્ક બ્રાન્ડ્ઝ ઓફર કરે છે. સંખ્યાબંધ દેશોમાં, ડિસ્કવરી ચેનલો વિવિધ ભાષાઓ, સાઉન્ડટ્રેક અથવા સબટાઇટલ્સ સાથે ડિજીટલ સેટેલાઇટ પર પ્રાપ્ય છે, જેમાં સ્પેનીશ, જર્મન, રશિયન, ચેક, હિન્દી, તમિલ, ડચ, પોર્ટુગીઝ, ઇટાલિયન, નોર્વેજિયન, સ્વેડિશ, ડેનિશ, ફિનીશ, ટર્કિશ, ગ્રીક, પોલિશ, હંગેરિયન, રોમેનિયન, અરેબિક, સ્લોવિન, ભારતીય, જાપાનીઝ, કોરિઅન અને સર્બિયનનો સમાવેશ થાય છે. બલ્ગેરિયામાં, બધા જ કેબલ પ્રોવાઇડરો દ્વારા 2000-2001થી ડિસ્કવરીને બલ્ગેરિયન સબટાઇટલ્સ દ્વારા દર્શાવવામાં આવે છે.

કેનેડા

ડિસ્કવરી ચેનલ કેનેડાનું માલિકીનું માળખું ડિસ્કવરી ચેનલથી અલગ છે. કેનેડાના દર્શકો અમેરિકન દર્શકો જુએ છે તેવા સમાન અંગ્રેજી ભાષાના કાર્યક્રમો ચેનલ પર જોઇ શકે છે, પરંતુ તેમાં દર્શકોને યોગ્ય લાગે તેવા કેનેડિયન કન્ટેન્ટ ઉમેરવામાં આવે છે. નોંધપાત્ર રીતે, કેનેડિયન ચેનલ પર દૈનિક સાયન્સ શો ડેઇલી પ્લેનેટ આવે છે, જે અસલ રીતે @discovery.ca આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ છે. પ્રાસંગિક રીતે, સરખા વિષયો અંગે વિવિધ વિભાગોને જુદાજુદા એપિસોડ્સમાંથી લેવામાં આવે છે અને તેને એક-કલાકના વિશેષ કાર્યક્રમમાં એકસાથે મુકવામાં આવે છે, જે અસલ ડિસ્કવરી ચેનલ પર પ્રસારિત થાય છે. કેનેડિયન ચેનલો ડિસ્કવરી એચડી, ડિસ્કવરી હેલ્થ, ડિસ્કવરી કિડ્ઝ, ડિસ્કવરી સિવિલાઇઝેશન, અને એનિમલ પ્લેનેટ પણ જોવા મળે છે. બધી જ ચેનલો વિવિધ માલિકી હેઠળ છે, જેમાં પ્રત્યેકમાં ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ 20 ટકા હિસ્સો ધરાવે છે.

યુરોપ

  • યુનાઇટેડ કિંગ્ડમમાં, ડિસ્કવરી ચેનલ યુકે માઇથબસ્ટર્સ, અમેરિકન ચોપર , હાઉ ઇટ્ઝ મેડ અને ડેડલિએસ્ટ કેચ સહિત યુઅએસની આવૃત્તિને સમાન કાર્યક્રમો ધરાવે છે. આ ચેનલ ડિજીટલ સેટેલાઇટ (સ્કાય) અને ડિજીટલ કેબલ વર્જિન મિડીયા પર પાયાની ધારક ચેનલ તરીકે દર્શાવવામાં આવે છે. ડિસ્કવરી યુકે કેટલીક વધારાની ચેનલોનું પણ સંચાલન કરે છે: ડિસ્કવરી એચડી, ડિસ્કવરી નોલેજ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી સાયન્સ, એનિમલ પ્લેનેટ, ડીમેક્સ, ડિસ્કવરી રિયલ ટાઇમ, ડિસ્કવરી હોમ એન્ડ હેલ્થ, ડિસ્કવરી ટ્રાવેલ એન્ડ લેઇઝર અને ડિસ્કવરી શેડ. તેમાંની ઘણી ચેનલો ટાઇમશિફ્ટેડ આવૃત્તિઓ પણ ધરાવે છે.
  • રિપબ્લિક ઓફ આયર્લેન્ડમાં, યુકે આવૃત્તિ મોટા ભાગના કેબલ/ડિજીટલ ઓપરેટરો પાસે ઉપ્લબ્ધ છે, પરંતુ ડિસ્કવરી ચેનલ પર સ્થાનિક જાહેરાતો દર્શાવવામાં આવે છે.
  • જર્મની, ઓસ્ટ્રિયા અને સ્વિત્ઝરલેન્ડમાં ડિસ્કવરી ચેનલ એ પ્રિમીયર-ડિજીટલ નેટવર્કનો એક ભાગ છે અને ઝેડડીએફ અને કેબલ 1 જેવા અન્ય નેટવર્કને તે ચોક્કસ કાર્યક્રમો સપ્લાય પણ કરે છે. ડિસ્કવરી કોમ્યુનિકેશન્સ એ દસ્તાવેજી-ચેનલ એક્સએક્સપી (XXP)ની પણ માલિકી ધરાવે છે. આ ચેનલને સ્પ્રીંગ 2006માં તેના જુના શેરહોલ્ડરો સ્પાઇગેલ ટીવી અને "ડીસીટીપી" પાસેથી ખરીદવામાં આવી હતી. બધા જ કાર્યક્રમો જર્મનમાં ડબ કરવામાં આવ્યા છે. ચેનલ હવે "ડીમેક્સ" તરીકે ઓળખાય છે, અને તે ડિસ્કવરી સાથે જોડાયેલી છે તેમ માની લેવામાં આવ્યું છે.
  • નેધરલેન્ડ્સમાં, ડિસ્કવરી ચેનલ મોટા ભાગના કેબલ સબ્સ્ક્રિપ્શન્સ તેમજ આઇપીટીવી અને ડીવીબી-ટી સબ્સ્ક્રિપ્શન્સમાં પણ સામેલ છે. લગભગ બધા જ કાર્યક્રમો તેમની અસલ ભાષામાં પ્રસારિત કરવામાં આવે છે, પરંતુ બધા ડચ ટેલિવિઝન સ્ટેશનોની નીતિ હોવાથી તેમાં ડચ સબટાઇટલ્સ દર્શાવવામાં આવે છે. કેટલાક કાર્યક્રમો તેમજ મોટા ભાગના પ્રોમો અને કાર્યક્રમ અંગેની જાહેરાતો માટે ડચ વાઇસ-ઓવરનો ઉપયોગ કરવામાં આવે છે. ફિનલેન્ડમાં, બેલ્જિયમના ડચ બોલતા ભાગમાં, ડિસ્કવરી ચેનલ 1 ઓક્ટોબર, 2009થી કેબલ ટેલિવિઝન પર પ્રાપ્ય થશે.
  • ઇટાલિમાં, ડિસ્કવરી ચેનલ (અને એચડી)નું જાણીતા ઇટાલિયન પે ટીવી, સ્કાય ઇટાલિયા દ્વારા સેટેલાઇટના માર્ગે વિતરણ કરવામાં આવે છે. તેમાં ડિસ્કવરી પેકનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઇટાલિ ડિસ્કવરી બ્રાન્ડની ચાર ચેનલો ધરાવે છે: ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી રિઅલ ટાઇમ, ડિસ્કવરી એનિમલ પ્લેનેટ અને ડિસ્કવરી ટ્રાવેલ એન્ડ લિવીંગ
  • પોલેન્ડમાં, ડિસ્કવરી ચેનલ મોટા ભાગની કેબલ ટેલિવિઝન ઓફરમાં સમાયેલી હોય છે. તે સેટેલાઇટ ડિજીટલ પ્લેટફોર્મ પર પણ ઉપ્લબ્ધ છે (ક્યારેક તે માટે વધારાની ફીની જરૂર પડે છે). સીફ્રા પ્લસ પોલિશ તેમજ અંગ્રેજીમાં કાર્યક્રમો જોવાનું શક્ય બનાવે છે. ડિજીટલ પ્લેટફોર્મ "n" પર પણ સૌથી મોટા પોલિશ પ્રસારણકર્તા - ટીવીએન (TVN) સાથેના સહકારથી વધારાની ચેનલ ડિસ્કવરી હિસ્ટોરિયા પણ રજુ કરવામાં આવે છે.
  • સ્લોવેનિયામાં, ડિસ્કવરી ચેનલ એ વિશાળ દર્શકગણ સાથે લોકપ્રિય ચેનલોમાંથી એક છે, વિશેષરૂપે સ્લોવેનમાં સબટાઇટલ્સ મુક્યા બાદ તે વધારે જાણીતી થઇ. સ્લોવેનિયામાં કોઇ પણ બારમાં તેમના ટીવીમાં ડિસ્કવરી ચેનલ ચાલતી હોય તે ખૂબ સામાન્ય બાબત છે. આથી તે બધા જ (કેટલાક પાયાના સિવાય) કેબલ / આઇપીટીવી સબ્સ્ક્રિપ્શન્સમાં સામેલ છે.
  • સર્બિયામાં, ડિસ્કવરી ચેનલ સર્બિયન સબટાઇટલ્સ સાથે કેબલ ટેલિવિઝનની સેવા આપતા લોકો દ્વારા પૂરી પાડવામાં આવે છે. તે મધ્યમ લોકપ્રિયતા ધરાવે છે, માઇથબસ્ટર્સ અને અમેરિકન ચોપર જેવા કાર્યક્રમોએ સારી નામના મેળવી છે.
  • સ્પેનમાં, ચેનલ પોર્ટુગલ સાથે સમય અને કાર્યક્રમો વહેંચે છે અને તે મોટા ભાગના સેટેલાઇટ અને કેબલ પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે, જેને પગલે સ્પેનીશ અને પોર્ટુગીઝ બંને ભાષામાં પ્રસારણ શક્ય બન્યું છે. સ્પેનમાં મોટા ભાગના કાર્યક્રમો ડબ કરવામાં આવ્યા છે, પોર્ટુગલમાં મોટા ભાગનામાં સબટાઇટલ્સ હોય છે. આ ઉપરાંત, પોર્ટુગલ ડિસ્કવરી બ્રાન્ડની ત્રણ ચેનલો ધરાવે છે: ડિસ્કવરી ટર્બો (મોટરસ્પોર્ટ્સ), ડિસ્કવરી સાયન્સ (સાયન્સ અને ટેક્નોલોજી) અને ડિસ્કવરી સિવિલાઇઝેશન ( પ્રાચીન ઇતિહાસ, ગુનાઓ, આતંકવાદી હુમલાઓ, વગેરે.). તે ચેનલો અસલ ડિસ્કવરી ચેનલને જાહેરાત સિવાય અનુસરે છે (જે આ ચેનલોમાં આવતી નથી). સ્પેનીશ જાહેરાતો પોર્ટુગીઝ કાર્યક્રમો સાથે સબટાઇટલ વિના કે ડબ કર્યા વિના દર્શાવવામાં આવે છે.

ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ

ઓસ્ટ્રેલિયામાં, ડિસ્કવરી ચેનલ ફોક્સટેલ (Foxtel), ઓપ્ટસ ટીવી (Optus TV) અને ઓસ્ટાર (AUSTAR) પર ઉપ્લબ્ધ ડિજીટલ સબ્સ્ક્રિપ્શન ટેલિવિઝન પરના (ટાઇમશિફ્ટનો સમાવેશ નહીં) છે ચેનલોના વૃંદનો એક ભાગ છે. ન્યૂ ઝીલેન્ડમાં, ડિસ્કવરીની ઓસ્ટ્રેલિયન આવૃત્તિ સ્કાય નેટવર્ક ટેલિવિઝન પર પ્રસારિત થાય છે.

દક્ષિણ-પૂર્વ એશિયા

ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ફિલિપાઇન્સ, મલેશિયા, સિંગાપોર, થાઇલેન્ડ, વિએતનામ, અને દક્ષિણ પૂર્વ એશિયાના બાકીના ભાગમાં, ડિજીટલ સબ્સ્ક્રિપ્શન ટેલિવિઝન પર ડિસ્કવરી ચેનલની એસ.ઇ. એશિયન આવૃત્તિ ઉપ્લબ્ધ છે. ડિસ્કવરી ચેનલ એશિયા હજુ પણ મોસ્ટ એવિલ , ધી એફબીઆઇ ફાઇલ્સ વગેરે જેવા ગુનાને લગતા કાર્યક્રમો દર્શાવે છે. મુખ્યત્વે ભારત અને ચીન જેવા એશિયન દેશોમાં વિકાસ અને સમાજને દર્શાવતા કાર્યક્રમો પણ મોટી સંખ્યામાં પ્રસારિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર મુખ્ય ડિસ્કવરી ચેનલમાંથી સંખ્યાબંધ અન્ય ચેનલો ધરાવે છે: ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી હોમ એન્ડ હેલ્થ અને ડિસ્કવરી ટ્રાવેલ એન્ડ લિવિંગ.

બીજી તરફ, ફિલિપાઇન્સ દર્શાવેલી ચેનલોની પોતાની આવૃત્તિ ધરાવે છે, જે એસ.ઇ. એશિયન ફિડથી અલગ હશે. પરંતુ તાજેતરમાં જ, ફિલિપાઇન્સ ફીડ એસ.ઇ. એશિયન ફીડમાંથી કાર્યક્રમો વહેંચે છે, જેમાં વ્યાપારી અંતરાયો દરમિયાન ફિલિપાઇન્સ જાહેરાતોનો સમાવેશ થતો નથી.

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકામાં, ડિસ્કવરી ચેનલ સમગ્ર આફ્રિકા, મધ્ય પૂર્વ અને ટર્કી સાથે સમય અને કાર્યક્રમોમાં સમાનતા ધરાવે છે. ડિસ્કવરી ચેનલ તેમજ સાથી ચેનલો ડિસ્કવરી વર્લ્ડ અને એનિમલ પ્લેનેટ ડીએસટીવી/મલ્ટીચોઇસ પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ છે.

વિવાદ

આરએફઆઇડી (RFID)

ઓગસ્ટ 2008માં, એવું નોંધાયુ[૧૩] હતું કે ડિસ્કવરી ચેનલે ક્રેડિટ કાર્ડ્સમાં અમલીકરણ સંબંધિત આરએફઆઇડી (RFID)ની ચકાસણી કરતા તેમના જાણીતા કાર્યક્રમ માઇથબસ્ટર્સનું પ્રસારણ અટકાવી દીધું, કેમકે આ શ્રેણી ક્રેડિટ કાર્ડ કંપનીઓને નારાજ કરી દેશે, જેઓ ડિસ્કવરી ચેનલના મોટા જાહેરાતકર્તાઓ છે. પાછળથી એવું નક્કી કરવામાં આવ્યું કે આ મુદ્દાની તપાસ નહીં કરવાનો નિર્ણય બેયોન્ડ પ્રોડક્શન્સ દ્વારા લેવામાં આવ્યો છે, જે માઇથબસ્ટર્સની પ્રોડક્શન કંપની છે, અને તે નિર્ણય ડિસ્કવરી કે તેના જાહેરાત વિભાગ દ્વારા લેવામાં આવ્યો નથી.[૧૪]

ઇનિગ્મેટિક મલેશિયા

નેટવર્કના ઇનિગ્મેટિક મલેશિયાને પ્રોત્સાહન આપવા માટે, મલેશિયાના બાલિનીઝ પેન્ડેટ નૃત્યકારોને દર્શાવતી મલેશિયાના સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતી વિશેષ શ્રેણી બનાવવામાં આવી હતી. તેને પગલે બાલિમાં નૃત્યકારોનો વિરોધ ફાટી નીકળ્યો, જેમણે ખોટી માહિતી આપવા બદલા મલેશિયાએ માફી માગવી જોઇએ તેવી માગ સાથેનો સંદેશો આપ્યો, આ પછી તેણે શેરીઓમાં શ્રેણીબદ્ધ વિરોધ પ્રદર્શનો થયા.[૧૫] સ્થાનિક સરકારો, સાંસ્કૃતિક ઇતિહાસકારો તેમજ ઇન્ડોનિશયાના પ્રવાસન મંત્રાલય દ્વારા મલેશિયા પાસેથી આ બાબતે જવાબની માગ કરવામાં આવી.[૧૬] મલેશિયાની સરકારે માફી માગી, પરંતુ તે ફક્ત ફોન પર માગવામાંથી આવી હોવાથી ઇન્ડોનેશિયાની સરકારે તેનો અસ્વીકાર કર્યો, ઇન્ડોનેશિયાના પ્રવાસન મંત્રીએ તેને વધુ ઉત્તરદાયી બનાવવા માટે લેખિત માફીપત્રની માગ કરી.[૧૭]

શ્રેણીઓની યાદી

  • અ હોન્ટિંગ
  • અમેરિકન ચોપર
  • અમેરિકન લોગર્સ
  • કેશ કેબ
  • કન્સ્ટ્રક્શન ઇન્ટરવેન્શન
  • ક્યુરિયોસિટી
  • ડેડલિએસ્ટ કેચ
  • ડિસ્ટ્રોઇડ ઇન સેકન્ડ્સ
  • ડર્ટી જોબ્સ
  • ડ્યુઅલ સર્વાઇવલ
  • ફાઇટ ક્વેસ્ટ
  • ફેક્ટરી મેડ
  • ઘોસ્ટ લેબ
  • હાઉ ઇટ્સ મેડ
  • આઇ શુડન્ટ બી એલાઇવ
  • ઇન ટુ ધી યુનિવર્સ વીથ સ્ટીફન હોકિંગ
  • લાઇફ
  • મેન વર્સેસ વાઇલ્ડ
  • મોનસ્ટર્સ રિસરક્ટેડ
  • મિથબસ્ટર્સ
  • વન વે આઉટ
  • આઉટ ઓફ ધી વાઇલ્ડ
  • પિચમેન
  • પ્લેનેટ અર્થ
  • પ્રિહિસ્ટોરિક
  • પ્રોટોટાઇપ ધીસ!
  • શાર્ક વિક
  • સોલ્વિંગ હિસ્ટરી વીથ ઓલી સ્ટીડ્સ
  • સ્ટોર્મ ચેઝર્સ
  • સર્વાઇવરમેન
  • સ્વેમ્પ લોગર્સ
  • સ્વોર્ડ્સ
  • ધી કોલોની
  • ટાઇમ રેપ
  • ટ્રેઝર ક્વેસ્ટ
  • વર્મીનેટર્સ
  • વિયર્ડ ઓર વ્હોટ?
  • વર્સ્ટ કેસ સિનારિયો
  • રેક્રિએશન નેશન


સંદર્ભો

બાહ્ય લિન્ક્સ

મુખ્ય

અન્ય

🔥 Top keywords: