તાપી જિલ્લો

ગુજરાતનો જિલ્લો
(તાપી જીલ્લો થી અહીં વાળેલું)

તાપી જિલ્લો ભારત દેશના ગુજરાત રાજ્યમાં દક્ષિણે આવેલો એક જિલ્લો છે. ૨ ઓક્ટોબર, ૨૦૦૭ના રોજ સુરત જિલ્લાના અમુક તાલુકાઓ છૂટા પાડી તાપી જિલ્લાની રચના કરવામાં આવી છે. તાપી જિલ્લાનું મુખ્યમથક વ્યારા છે.

તાપી જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં તાપી જિલ્લાનું સ્થાન
ગુજરાતમાં તાપી જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકવ્યારા
વિસ્તાર
 • કુલ૩,૧૩૯ km2 (૧૨૧૨ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૮,૦૬,૪૮૯
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

ભૂગોળ

તાપી જિલ્લો ૨૧.૦૫o ઉત્તર અક્ષાંશ અને ૭૩.૨૦o પૂર્વ અક્ષાંશ વચ્ચે આવેલો છે. જિલ્લોનું ક્ષેત્રફળ લગભગ ૩,૪૩૪.૬૪ ચો.કિમી જેટલું છે. તાપી જિલ્લાની પૂર્વમાં મહારાષ્ટ્ર રાજ્ય઼, દક્ષિણે ડાંગ અને નવસારી જિલ્લો, પશ્ચિમે સુરત જિલ્લો અને ઉત્તરે નર્મદા જિલ્લો આવેલો છે.

તાપી જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ઘણો અનોખો છે. અહીંં સરેરાશ ૧,૯૨૬ મી.મી. જેટલો વરસાદ પડે છે તથા ઉનાળાનું મહત્તમ તાપમાન ૪૫o સે. જેટલું રહે છે. અહીં વ્યારા-વાલોડ તરફનો વિસ્તાર સપાટ અને સિંચાઈથી ભરપૂર છે, જ્યારે સોનગઢ-ઉકાઇ તરફનો વિસ્તાર ગીચ જંગલોવાળો છે તથા ઉચ્છલ-નિઝર તરફનો વિસ્તાર સૂકો તથા ડુંગરાળ અને ઝાંખા જંગલોવાળો છે. ભૌગોલિક અનુકૂળતાને કારણે અહીં ઉકાઇ તથા કાકરાપારમાં મોટા બંધો બાંંધવામાંં આવ્યા છે. તાપી, મીંઢોળા, પુર્ણા, અંબિકા અને નેસુ જેવી નદીઓ આ જિલ્લામાંથી પસાર થાય છે. અહીના જંગલોમાંં દિપડો, હરણ, ઝરખ, સસલા, શિયાળ વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

તાલુકાઓ

આ જિલ્લામાં કુલ ૭ તાલુકાઓ વ્યારા, સોનગઢ, વાલોડ, ઉચ્છલ, નિઝર, ડોલવણ અને કુકરમુંડા આવેલા છે. તમામ તાલુકામાંં કુલ મળીને ૨૯૧ ગ્રામ પંચાયત છે.

ઉદ્યોગો

આ જિલ્લામાં નવા સરકારી સંસ્થાનો અને અન્ય પાયાની સુવિધાઓ પરત્વે વિશેષ અને ઝડપી કામગીરી ચાલી રહી છે. ઉદ્યોગોમાં ખાંડ અને ડેરી, પશુદાણ અને કાગળના કારખાનાંં તેમજ મરઘાઉછેર કેન્દ્ર (પોલ્ટ્રી ફાર્મ) મુખ્ય છે.

વસ્તી

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે તાપી જિલ્લાની વસતી ૮,૦૬,૪૮૯ની છે.[૧] સાક્ષરતાનું પ્રમાણ લગભગ ૪૯.૨૦% જેટલું છે. સ્ત્રી-પુરુષનો પ્રમાણ દર ૧૦૦૦ પુરુષોએ ૧૦૦૪ સ્ત્રીઓ છે.[૧]

જોવાલાયક સ્થળો

ઉકાઇ

અહીં તાપી નદી પર વિશાળ ઉકાઇ બંધ અને જળવિદ્યુતમથક આવેલા છે. આ ઉપરાંત અહીં કોલસા આધારિત તાપવિદ્યુતમથક પણ આવેલું છે.

કાકરાપાર

અહીં તાપી નદી પર વીયર પ્રકારનો બંધ બાંધવામાં આવેલો છે. કાકરાપાર યોજનાની નહેરો આખા દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલી છે અને બારેમાસ પાણી પૂરું પાડે છે. તેમજ અહીં દેશનુંં એક મહત્ત્વનું અણુશક્તિ વિદ્યુત મથક પણ આવેલ છે.

સોનગઢ

વાજપુરનો કિલ્લો

સોનગઢ તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનું મુખ્ય મથક છે. અહીં પર્વત પર ગાયકવાડી શાસન સમયનો સોનગઢ કિલ્લો આવેલો છે. આ કિલ્લામાં માતાનું મંદિર આવેલું છે.

પદમડુંગરી

અહીં ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકૃતિપ્રેમી લોકો માટે પ્રવાસન કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.

ડોસવાડા

ડોસવાડા ગામ પાસે મીંઢોળા નદી પર નાનો બંધ બાંધવામાં આવેલ છે.

વીરથવા

આહવાથી નવાપુર જતાંં માર્ગ પર આવેલા વીરથવા આશ્રમ ખાતે ખજૂરીનું વન જોવાલાયક છે. એમાંથી મેળવાયેલ કુદરતી પીણું નીરો પીવાની ખૂબ જ મઝા પડે છે. અહીંથી ડાંગ જિલ્લામાં આવેલું શબરીધામ (આશરે ૧૧ કિલોમીટર) તેમજ ગિરમાળનો ગિરા ધોધ (૧૦ કિલોમીટર) ખૂબ નજીક આવેલાં સ્થળો છે.

ઝાંખરી

ઉંચામાળા

ઉંચામાળા નજીક કાકરાપાર અણુશક્તિ મથક બાંધવામાં આવ્યું ત્યારથી આ ગામને અણુમાળા પણ કહેવાય છે. આ ગામ ખાતે અણુમથકના કર્મચારીઓના રહેવા માટેની વસાહત આવેલી છે.

ગૌમુખ

સોનગઢ તાલુકાના મુખ્ય મથકથી ડાંગના જગલ તરફ જતાંં રસ્તામાં આ સ્થળ આવે છે. જ્યા ઊંચા ડુંગર પર પથ્થરમાંથી બનાવેલા ગાયનાં મુખમાંથી બારેમાસ સતત પાણી નીકળ્યા કરે છે. એક માન્યતા મુજબ તે દેવતાઓની ગાય છે.

વાજપુરનો કિલ્લો

ઉચ્છલ તાલુકાના જાંબલી ગામની નજીક ઉકાઇ બંધના જળાશયના નીચાણ વિસ્તારમાં આ કિલ્લો આવેલો છે. ઉનાળાના દિવસો દરમ્યાન પાણી ઓછું થતાંં આ કિલ્લો બહાર દેખાય છે. મહારાષ્ટ્રના ખાનદેશ પ્રાંત તરફથી આવતા આક્રમણથી સોનગઢના ગાયકવાડી રાજ્યને બચાવવા કિલ્લાનું નિર્માણ થયુંં હતુંં.

દેવલપાડા (દેવલીમાડી)

સોનગઢ તાલુકાના દેવલપાડા ગામે દેવલી માડીનું મંદીર આવેલુ છે.

કાળાકાકર ડુંગર

ડોલવણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલ કણધા અને વરજાખણ ગામ વચ્ચે આવેલો ડુંગર કાળાકાકર તરીકે પ્રખ્યાત છે. ડુંગર ઉપર વરસાદના દેવ વરુણ દેવનું મંદિર આવેલું છે.

થુટી

થુટી ઉચ્છલ તાલુકામાં અને સોનગઢથી ૮ કિ.મી દૂર આવેલુ એક નાનકડુ ગામ છે. થુટી ગામ ઉકાઇ જળાશયનાં કિનારે આવેલુ છે અને આ સ્થળની પર્યટકો મોટી સંખ્યામાં મુલાકાત લે છે.

જાણીતા વ્યક્તિઓ

રાજકારણ

વિધાન સભા બેઠકો

મત બેઠક ક્રમાંકબેઠકધારાસભ્યપક્ષનોંધ
૧૭૧વ્યારા (ST)મોહન કોંકણીભાજપ
૧૭૨નિઝર (ST)જયરામભાઇ ગામિતભાજપ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: