ઉકાઇ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ઉકાઇ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા તાપી જિલ્લાના કુલ ૭ (સાત) તાલુકાઓ પૈકીના એક એવા સોનગઢ તાલુકામાં આવેલું છે.

ઉકાઇ
—  ગામ  —
ઉકાઇનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ21°13′N 73°35′E / 21.217°N 73.583°E / 21.217; 73.583
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોતાપી
વસ્તી

• ગીચતા

૧૦,૮૫૮ (2001)

• 905/km2 (2,344/sq mi)

લિંગ પ્રમાણ૧.૦૨૮૮૦૬૫૮૪૩૬૨૧ /
અધિકૃત ભાષા(ઓ)ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્રભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર12 square kilometres (4.6 sq mi)
કોડ
  • • પીન કોડ• 394680
    • ફોન કોડ• +2624
    વાહન• GJ-19

અહીં તાપી નદી પર વિશાળ બંધ બાંધવામાં આવેલો છે. આ બંધના પ્રતાપે અહીં જળ વિદ્યુત મથક, થર્મલ વિદ્યુત મથક, મત્સ્ય ઉછેર કેન્દ્ર, જે. કે. પેપર મીલ તેમ જ વનવિભાગ તાલિમ કેન્દ્ર વગેરે એકમો હાલ સુંદર રીતે ચાલી રહ્યા છે. આ ઉપરાંત અહીં સિંચાઇ ખાતાની કચેરી, વીજ નિગમના કર્મચારીઓની વસાહત, સિંચાઇ ખાતાના કર્મચારીઓની વસાહત, અતિથી ભવન વગેરે આવેલાં છે. અહીં આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા વગેરે શિક્ષણની સગવડો સાથે સાથે રંગ ઉપવન તેમ જ રમતનાં મેદાન પણ ઉપલબ્ધ છે.

ઉકાઈ ગામ તાલુકા મથક સોનગઢ (તાપ્તી રેલ્વે)થી ઉત્તર દિશામાં ૯ કી.મી. જેટલા અંતરે આવેલું છે. અહીંથી તાલુકા મથક સોનગઢ, જિલ્લા મથક વ્યારા, નજીકના મોટા શહેર સુરત તેમ જ રાજયના અન્ય મોટા શહેર જેવાં કે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, વલસાડ, વડોદરા, રાજકોટ, ગોધરા જેવાં સ્થળોએ જવા માટે રાજ્ય પરિવહન નિગમની બસો ઉપલબ્ધ છે. અહીંથી નજીકનું વિમાન મથક સુરત તેમ જ નજીકનું રેલ્વે મથક સોનગઢ ખાતે આવેલું છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ