દાદરા અને નગરહવેલી

દાદરા અને નગરહવેલીભારત દેશનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો, જે હવે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવમાં સમાવેશ થયો છે. તે ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો છે. તેનું પાટનગર સેલવાસમાં આવેલું હતું. નગરહવેલી ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયા કિનારે આવેલું છે, જ્યારે દાદરા થોડાક અંતરે ઉત્તરમાં ગુજરાતમાં આવેલું છે.

દાદરા અને નગરહવેલી
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
સેલ્વાસમાં દમણગંગા નદી
દાદરા અને નગરહવેલી
દાદરા અને નગરહવેલી
અક્ષાંશ-રેખાંશ: 20°16′N 73°01′E / 20.27°N 73.02°E / 20.27; 73.02
દેશ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી અને દમણ, દીવ
મુખ્યમથકસેલ્વાસ
વિસ્તાર ક્રમ૩૨મો
ઊંચાઇ
૧૬ m (૫૨ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩,૪૩,૭૦૯
 • ક્રમ૩૩મો
ભાષાઓ[૧]
 • અધિકૃતહિંદી, ગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીDN-09
વેબસાઇટcollectordnh.gov.in

અહીંની મુખ્ય વસ્તી ધોડીયા અને કૂકણા લોકોની છે.

ઇતિહાસ

પોર્ટુગીઝ શાસન સમયમાં દમણ, દાદરા અને નગર હવેલીનો નકશો

૧૯૪૭માં ભારતની આઝાદી પછી દાદરા અને નગર હવેલીના નાગરિકો, યુનાઇટેડ ફ્રંટ ઓફ ગોઅન્સ ‍(UFG), ધ નેશનલ મુવમેન્ટ લિબરેશન ઓર્ગેનાઇઝેશન (NMLO), અને આઝાદ ગોમંતક દળે દાદરા અને નગર હવેલીનો કબ્જો પોર્ટુગીઝો પાસેથી ૧૯૫૪માં લઇ લીધો હતો.[૨]

૩૧ ડિસેમ્બર ૧૯૭૪ના રોજ ભારત અને પોર્ટુગલ વચ્ચેની સંધિ વડે ગોઆ, દમણ, દીવ, દાદરા અને નગર હવેલી ભારતના ભાગ તરીકે અધિકૃત રીતે સ્વીકારાયા હતા.[૩]

ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં દાદરા અને નગર હવેલીને દમણ અને દીવ સાથે જોડીને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનો ઠરાવ પસાર કર્યો હતો. દાદરા અને નગર હવેલી હવે કેન્દ્ર શાસિત પ્રદેશના ત્રણમાંનો એક જિલ્લો છે.[૪][૫][૬]

જોવાલાયક સ્થળો

આ પ્રદેશમાં ખાનવેલ જોવાલાયક રમણીય સ્થળ આવેલું છે. ખાનવેલ દાદરા અને નગરહવેલીના પાટનગર સેલવાસથી દક્ષિણ દિશા તરફ આવેલ છે. સેલવાસથી ખાનવેલ તરફ જતા દમણગંગા નદી આવે છે જેની ઉપર મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. દાદરામાં વનગંગા બાગ પણ જોવાલાયક સ્થળ છે.

આ પણ જુઓ

સંદર્ભ

🔥 Top keywords: