દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પશ્ચિમ ભારતમાં આવેલો કેન્દ્રશાસિત પ્રદેશ છે.[૫] [૬] તે દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશોના જોડાણ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જુલાઈ ૨૦૧૯માં ભારત સરકાર દ્વારા સૂચિત જોડાણની યોજનાઓની જાહેરાત કરવામાં આવી હતી અને ડિસેમ્બર ૨૦૧૯માં ભારતની સંસદમાં જરૂરી કાયદો પસાર કરવામાં આવ્યો હતો અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કાયદો અમલમાં આવ્યો હતો.[૭] [૮] આ પ્રદેશ ચાર અલગ ભૌગોલિક પ્રદેશો દાદરા, નગર હવેલી, દમણ અને દીવ ટાપુથી બનેલો છે. આ ચારેય ક્ષેત્રો પોર્ટુગીઝ ભારતનો ભાગ હતા, તેઓ ૨૦મી સદીના મધ્યમાં ભારતીય વહીવટ હેઠળ આવ્યા. આ પ્રદેશની રાજધાની દમણ છે, જ્યારે સેલ્વાસ સૌથી મોટું શહેર છે.

દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
કેન્દ્રશાસિત પ્રદેશ
Official logo of દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું ભારતમાં સ્થાન
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 20°25′N 72°50′E / 20.42°N 72.83°E / 20.42; 72.83
દેશ ભારત
સ્થાપના૨૬ જાન્યુઆરી ૨૦૨૦[૧]
રાજધાનીદમણ[૨]
સરકાર
 • માળખુંકેન્દ્રશાસિત પ્રદેશ
 • સંચાલકપ્રફુલ ખોડા પટેલ[૩]
વિસ્તાર
 • કુલ૬૦૩ km2 (૨૩૩ sq mi)
વિસ્તાર ક્રમ૩૩મો
ઊંચાઇ
૮ m (૨૬ ft)
મહત્તમ ઊંચાઇ
૪૨૫ m (૧૩૯૪ ft)
ન્યૂનતમ ઊંચાઇ
૦ m (૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૫,૮૫,૭૬૪
 • ગીચતા૯૭૦/km2 (૨૫૦૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી, અંગ્રેજી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-DH
વાહન નોંધણીDD-01, DD-02, DD-03[૪]
જિલ્લાઓ
વેબસાઇટhttps://ddd.gov.in

જિલ્લાઓ

આ કેન્દ્રશાસિત પ્રદેશ ત્રણ જિલ્લાઓથી બનેલો છે:

ક્રમજિલ્લોવિસ્તાર,
કિમી
વસ્તી,
(૨૦૧૧)
ગીચતા,
પ્રતિ/કિમી
દમણ જિલ્લો૭૨૧,૯૦,૮૫૫૨,૬૫૦.૭૬
દીવ જિલ્લો૪૦૫૨,૦૫૬૧,૩૦૧.૪૦
દાદરા અને નગરહવેલી૪૯૧૩,૪૨,૮૫૩૬૯૮.૨૭
કુલ૬૦૩૫,૮૫,૭૬૪૯૭૧.૪૨

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: