બહામા

કેરેબિયન સાગરમાં આવેલો એક ટાપુ રાષ્ટ્ર

બહામા કેરેબિયન સાગરમાં આવેલો એક ટાપુ રાષ્ટ્ર છે અને તેની રાજ્ધાની નસાઉ છે.

Commonwealth of The Bahamas

The Bahamasનો ધ્વજ
ધ્વજ
The Bahamas નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "Forward, Upward, Onward, Together"
રાષ્ટ્રગીત: "March On, Bahamaland"
Location of The Bahamas
રાજધાનીનસાઉ
25°4′N 77°20′W / 25.067°N 77.333°W / 25.067; -77.333
સૌથી મોટું શહેરનસાઉ
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
Vernacular languageબહામીયાન ક્રિયોલ[a]
વંશીય જૂથો
(2010)
  • 90.6% Black
  • 4.7% White
  • 2.1% Mixed Race
  • 1.9% Other
  • 0.7% Unspecified
ધર્મ
(2010)[૧]
  • 95.8% Christianity
  • —80.0% Protestantism
  • —15.8% Other Christian
  • 3.1% None
  • 1.1% Others
લોકોની ઓળખબહામીયાન
સરકારUnitary parliamentary
constitutional monarchy[૨][૩]
• Monarch
Elizabeth II
• Governor-General
Sir Cornelius A. Smith
• Prime Minister
Hubert Minnis
સંસદસંસદ
• ઉપલું ગૃહ
સેનેટ
• નીચલું ગૃહ
House of Assembly
Independence
• from the United Kingdom
10 July 1973[૪]
વિસ્તાર
• કુલ
13,878 km2 (5,358 sq mi) (155th)
• જળ (%)
28%
વસ્તી
• 2016 અંદાજીત
391,232[૫] (177th)
• 2010 વસ્તી ગણતરી
351,461
• ગીચતા
25.21/km2 (65.3/sq mi) (181st)
GDP (PPP)2018 અંદાજીત
• કુલ
$12.612 billion[૬] (148th)
• Per capita
$33,494[૬] (40th)
GDP (nominal)2018 અંદાજીત
• કુલ
$12.803 billion[૬] (130th)
• Per capita
$34,102[૬] (26th)
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.814[૭]
very high · 58th
ચલણ[[ બહામીયાન ડોલર]] (BSD)
(US dollars widely accepted)
સમય વિસ્તારUTC−5 (EST)
• ઉનાળુ (DST)
UTC−4 (EDT)
વાહન દિશાડાબે
ટેલિફોન કોડ+1 242
ISO 3166 કોડBS
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).bs
  1. ^ Also referred to as Bahamian dialect or Bahamianese[૮]

ઇતિહાસ

લ્યુકાયન નામની ટાઇનો પ્રજા પરાપુર્વથી આ ટાપુઓમાં વસ્તી હતી જેને કોલમ્બસ ના આગમન બાદ સ્પેનિશ સંસ્થાનવાદીઓએ હાંકી કાઢીને હાઇતીના ટાપુ પર્ મોકલી દીધી હતી. ઈ.સ. ૧૬૪૮થી ૧૭૧૮ સુધી બ્રિટિશ સંસ્થાનવાદીઓએ કબ્જો જમાવીને સ્વતંત્ર સંસ્થાન બનાવીને રાજ કર્યુ હતું અને ત્યારબાદ તે સીધા બ્રિટનના અંકુશ હેઠળ રહ્યુ હતું. ઈ .સ ૧૯૭૩ બાદ બહામા બ્રિટિશ ગુલામીથી મુક્ત થઈને સંપુર્ણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યુ હતું.

ભૂગોળ

બહામાએ લગભગ ૮૦૦ કિ.મી પથરાયેલ ટાપુઓની હારમાળા છે તે ક્યુબાની ઉત્તરે, હિસ્પેનોલિયા( હાઇતી અને ડોમીનીક રીપબ્લિક ટાપુ) ટક્સ અને કેકસ ટાપુની ઉત્તર-પશ્ચિમે અને ફ્લોરીડાની દક્ષિણ-પુર્વમા આવેલ છે.બહામાનો કુલ વિસ્તાર ૪,૭૦૦૦૦ ચોરસ કિ.મી જેટલો છે. બહામાની આબોહવા અખાતી પ્રવાહોને કારણે ગરમ સમશિતોષ્ણ પ્રકારની છે જેથી ઉનાળાનું તાપમાન ૩૦ ડિગ્રી અને શિયાળા દરમ્યાન ૨૨ ડિગ્રીની આસપાસ રહે છે અને સરેરાશ ૭૦૦ થી ૧૧૦૦ મિ.મી જેટલો વરસાદ વરસે છે.મેથી ઑક્ટોબર દરમિયાન વર્ષાઋતુના અંતભાગમાં ‘હરિકેન’ પ્રકારનાં વંટોળ ફૂંકાય છે, જે જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે.

ઉદ્યોગ

કેરેબિયન સાગર વિસ્તારમા બહામા આર્થીક રીતે ઘણું સમ્રુધ્ધ રાષ્ટ્ર છે. ટૅક્ષમુક્ત દેશ હોવાથી અહીં બેન્કીંગ ઉદ્યોગનો ખુબજ વિકાસ થયેલ છે અને "ઓફશોર" નાંણાનું મોટુ કેન્દ્ર છે આ ઉપરાંત ખુશનુમા આબોહવા અને રમણીય દરીયાકિનારાને કારણે પ્રવાસન ઉદ્યોગનો ખુબજ વિકાસ થયેલ છે અને દુનીયાભરમાંથી પ્રવાસીઓ આવે છે.આ ઉપરાંત ખાટા ફળો ,શાકભાજી અને મરઘા ઉદ્યોગનો પણ વિકાસ થયેલ છે.

વસ્તીવિષયક

બહામાની પ્રજાનો મોટો ભાગ આફ્રિકન મુળની છે આ ઉપરાંત યુરોપીય મુળના ગોરા અને બંનેની મિશ્રિત પ્રજાઓ પણ અહીં વસવાટ કરે છે. દેશની સત્તાવાર ભાષા અંગ્રેજી છે પણ બહામિયન ક્રિયોલનો મોટાપાયે ઉપ્યોગ થાય છે. બહામાની મોટાભાગની પ્રજા ખ્રિસ્તી ધર્મના વિવિધ પંથોનુ પાલન કરે છે.

સંદર્ભ

🔥 Top keywords: