રાજેન્દ્ર ચોલ

રાજેન્દ્ર ચોલ પ્રથમ અથવા રાજેન્દ્ર પ્રથમ ચોલ સામ્રાજ્યનો રાજા હતો, જે ઇ.સ. ૧૦૧૪માં તેના પિતા રાજરાજ ચોલ પ્રથમ પછી ગાદી પર આવ્યો હતો. તે ભારતના સૌથી મહાન શાસકોમાંનો એક ગણાય છે. તેના શાસન દરમિયાન ચોલ સામ્રાજ્યનો પ્રભાવ ઉત્તર ભારતમાં ગંગાના કિનારાથી હિંદ મહાસાગરથી પાર પશ્ચિમમાં અને દક્ષિણ પૂર્વ એશિયા સુધી વિસ્તરેલો હતો, જે ચોલ સામ્રાજ્યને ભારતના સૌથી મોટા સામ્રાજ્યમાંનું એક બનાવે છે.[૪][૫] રાજેન્દ્રએ શ્રીલંકા, માલદીવ્સ પર આક્રમણો કર્યા હતા અને તેણે શ્રીવિજયના મલેશિયા, દક્ષિણ થાઇલેન્ડ અને ઇન્ડોનેશિયાના વિસ્તારો પર આક્રમણો કર્યા હતા.[૪][૬] ચોલ સામ્રાજ્ય થાઇલેન્ડ અને કંબોડિયાના ખ્મેર સામ્રાજ્યમાંથી ખંડણી ઉઘરાવતું હતું. તેણે હાલના બંગાળ અને બિહારના ગૌડા રાજ્યના પાલ રાજા મહિપાલને હરાવ્યો હતો અને ગંગઇકોડ ઉપાધી ધારણ કરી હતી.[૭] તેણે ગંગઈકોડ ચોલપુરમ નામના નગરની પણ સ્થાપના કરી હતી અને ત્યાં ચોલ ગંગમ નામના એક વિશાળ સરોવરનું નિર્માણ કર્યું હતું.[૮][૯]

રાજેન્દ્ર ચોલ પ્રથમ
રાજેન્દ્ર પ્રથમનું શિલ્પ[૧][૨]
શાસનc. 1014 – c. 1044 CE[૩]
પુરોગામીરાજરાજ ચોલ પ્રથમ
અનુગામીરાજાધિરાજ ચોલ દ્વિતિય
મૃત્યુઇ.સ. ૧૦૪૪
Consortત્રિભુવના મહાદેવિયાર
પેનકાવાન માદેવિયાર
વિરમદેવી
વંશજરાજાધિરાજ ચોલ પ્રથમ
રાજેન્દ્ર ચોલ દ્વિતિય
વિરરાજેન્દ્ર ચોલ
અરુલમોલિન્નગયાર
અમ્માન્ગાદેવી
વંશચોલ સામ્રાજ્ય
પિતારાજેન્દ્ર ચોલ
માતાથિરુપુવના માદેવિયાર
ધર્મશૈવ

સંદર્ભ

🔥 Top keywords: