રાસ્પબેરી પાઇ

રાસ્પબેરી પાઇ એ ક્રેડિટ કાર્ડ જેટલું કોમ્પ્યુટર છે. લોકો તેને સિંગલ-બોર્ડ કોમ્પ્યુટર તરીકે ઓળખે છે કારણ કે તે માત્ર એક જ બોર્ડમાં છે. જોકે રાસ્પબેરી પાઇ એ એકલું જ આ પ્રકારનું કોમ્પ્યુટર નથી, અન્ય પ્રકારનાં કોમ્પ્યુટર્સ પણ પ્રાપ્ત છે. રાસ્પબેરી પાઇ યુનાઇટેડ કિંગડમ માં રાસ્પબેરી પાઇ ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનો ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિજ્ઞાન શીખવામાં મદદ કરવાનો હતો. ઘણાં લોકોએ કેમેરા, રમતોના સાધનો અને અન્ય વસ્તુઓ રાસ્પબેરી પાઇથી બનાવી છે. અમુક લોકોએ અાનાથી અસામાન્ય વસ્તુઓ પણ બનાવી છે.

રાસ્પબેરી પાઇ મોડલ બી
રાસ્પબેરી પાઇ ૨ મોડલ બી એ જૂનાં મોડલ્સ કરતાં ઝડપી છે. તે ફેબ્રુઆરી ૨૦૧૫માં રજૂ કરવામાં આવ્યું હતું.

વિવિધ પ્રકારો

રાસ્પબેરી પાઇ બે અલગ પ્રકારોમાં પ્રાપ્ત છે:

  • મોડલ એ: કિંમત $૨૫, યુએસબી પોર્ટ, HDMI પોર્ટ, કોમ્પોઝિટ વિડિઓ પોર્ટ અને ધ્વનિ માટે હેડફોન જેક.
  • મોડલ બી: કિંમત $૩૫, મોડલ એ જેવું જ, પણ બે યુએસબી પોર્ટ અને ઇથરનેટ પોર્ટ સાથે.

બીજાં કોમ્પ્યુટર્સથી તફાવતો

  1. રાસ્પબેરી પાઇ એ સામાન્ય કોમ્પ્યુટર્સ જેવું નથી. તેમાં ARM તકનિક રહેલી છે જે અત્યારના સ્માર્ટફોનમાં વપરાય છે.
  2. રાસ્પબેરી પાઇ વિન્ડોઝ કે મેક ઓપરેટિંગ સિસ્ટમ વાપરતું નથી, પરંતુ લિનક્સ વાપરે છે જે કોઇપણ કોમ્પ્યુટરમાં વાપરી શકાય છે.
  3. તમે રાસ્પબેરી પાઇમાં ઇન્ટરનેટ સીધું જ વાપરી શકતા નથી. તમારે એ માટે વાઇ-ફાઇ એડપ્ટર અથવા ઇથરનેટ પોર્ટમાં જોડાણ કરતું જરૂરી છે.
  4. રાસ્પબેરી પાઇમાં હાર્ડ ડિસ્ક નથી. તમે એસડી કાર્ડ વાપરી શકો છો.
  5. રાસ્પબેરી પાઇમાં ઓપરેટિંગ સિસ્ટમ નથી. તમે NOOBS[૧] અથવા રાસ્પબેરી પાઇ સાથે કામ કરતી ઓપરેટિંગ સિસ્ટમ (દા.ત. રાસ્પબેરિયન) વાપરી શકો છો.

સંદર્ભ

કડીઓ

🔥 Top keywords: