વિકિપીડિયા:જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર

જો તમને જીવંત વ્યક્તિનું જીવન ચરિત્ર બાબતે કોઈ ફરિયાદ હોય, અને તમે વિકિમીડિયા ફાઉન્ડેશનનો સંપર્ક કરવા ઇચ્છતા હો તો, જુઓ અહીં અને નીચે.

વિકિપીડિયાનાં કોઈપણ પાના પર જીવંત વ્યક્તિઓની વિગત ઉમેરતી વખતે સંપાદકોએ ખાસ કાળજી રાખવી જરૂરી છે.[૧] કેટલીક વિગતોને ઉચ્ચકક્ષાની સંવેદનશીલતાની જરૂર રહેશે, અને આ નીતિ અંગે યુ.એસ. (કે લાગુ પડતા દેશ)ના કાયદાઓ, અને વિકિપીડિયાની નીચે જણાવેલી ત્રણ મુખ્ય નીતિઓનું સખતપણે પાલન કરવાનું રહેશે:

આપણે સાચો લેખ જોઈશે. આ માટે માત્ર ઉચ્ચ કક્ષાનાં સ્રોત નો જ ઉપયોગ થાય એ વિશે સજાગ રહો. બધાંજ અવતરણો અને કોઈપણ વિગત (જે) પડકારાય કે પડકારી શકાય તેવી હોય (તે) વિશ્વાસપાત્ર, પ્રકાશિત, સ્રોત માટેના ઇનલાઇન સંદર્ભ અપાયેલી હોવી જોઈએ. જીવંત (અથવા, કેટલાક કિસ્સાઓમાં, તાજેતરમાં મૃત) વ્યક્તિ વિશેની વિવાદાસ્પદ વિગતો જે સંદર્ભરહિત કે નબળા સંદર્ભવાળી હોય – ભલે તે વિગત નકારાત્મક, હકારાત્મક, નિષ્પક્ષ, કે પ્રશ્નાર્થ હોય – કોઈપણ જાતની ચર્ચાની રાહ જોયા વગર તુરંત હટાવવી.[૨] સતત કે અસાધારણ રીતે આ નીતિનો ભંગ કરનાર સભ્ય (કે સંપાદક)ને સંપાદન કરવા માટે અવરોધિત કરવામાં આવી શકે છે.

જીવંત વ્યક્તિનું જીવન ચરિત્ર કરકસરભરી અને વ્યક્તિના સંદર્ભે અંગતતા (ગોપનીયતા) જળવાઈ રહે તેમ લખાયેલું હોવું જોઈએ. વિકિપીડિયા જ્ઞાનકોશ છે, સનસનાટી ફેલાવતું કોઈ અર્ધપત્ર નહિ: સનસનાટી ફેલાવવી એ વિકિપીડિયાનું કામ નથી, કે વ્યક્તિના જીવન વિશેના પંપાળનારા દાવાઓનો ફેલાવો કરનારૂં કોઈ પ્રાથમિક માધ્યમ પણ આ નથી; કોઈપણ પ્રકારનો સંપાદકીય ચુકાદો લખતી વખતે વ્યક્તિને થનારા સંભવીત નૂકશાનની પણ ગણતરી કરી જ લેવી જોઈશે. આ નીતિ ’જીવંત વ્યક્તિઓનું જીવન ચરિત્ર’માં ઉલ્લેખાયેલી તમામ વ્યક્તિઓને, પછી તે વ્યક્તિ લેખનો મુદ્દો હોય કે નહીં, અને જીવંત વ્યક્તિઓ વિશેની વિગત ધરાવતા અન્ય લેખો કે પાનાઓ કે ચર્ચાના પાનાને લાગુ પડશે.[૩] અપાયેલી વિગતો બાબતે પુરાવા આપવાની જવાબદારી એ સંપાદક પર રહેશે જેણે વિગત ઉમેરી કે સુધારી હોય.

આ પણ જુઓ

નોંધ અને સંદર્ભો

🔥 Top keywords: