વિકિસ્રોત

વિકિસ્રોત ‍(અંગ્રેજી: Wikisource) વેબસાઇટ વિકિમીડિયા ફાઉન્ડેશનનું એક ધ્યેયકાર્ય છે. આ વેબસાઇટને વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રકલ્પ તરીકે સ્થાપવામાં આવેલ છે. વિકિસ્રોત પર પ્રકાશનાધિકારથી મુક્ત (અથવા પબ્લિક ડોમેન) સાહિત્યનો સંગ્રહ કરવામાં આવે છે. ખાસ કરીને ભૂતકાળના સાહિત્યકારોની ગદ્ય તથા પદ્ય કૃતિઓ, કે પછી રાજનીતિજ્ઞો અને નેતાઓના પ્રવચનો વગેરેનો સંગ્રહ કરવા માટે વિકિસ્રોત એ યોગ્ય સ્થળ છે.

વિકિસ્રોત
વિકિસ્ત્રોતનો હાલનો લોગો
વિકિસોર્સ.ઓર્ગનું મુખપૃષ્ઠ, ૨૦૦૮
પ્રકાર
ડિજીટલ પુસ્તકાલય
માલિકવિકિમીડિયા ફાઉન્ડેશન
બનાવનારલોકો દ્વારા
વેબસાઇટwikisource.org
એલેક્સા ક્રમાંકpositive decrease 3,151 (નવેમ્બર ૨૦૧૯)[૧]
વ્યવસાયિક?ના
નોંધણીવૈકલ્પિક
શરૂઆત૨૪ નવેમ્બર ૨૦૦૩[૨]
હાલની સ્થિતિઓનલાઇન, સક્રિય

ગુજરાતી વિકિસ્ત્રોત

ગુજરાતીમાં અલાયદા વિકિસ્રોતની શરૂઆત ૨૭ માર્ચ ૨૦૧૨ના રોજ થઈ, જ્યારે વિકિસોર્સ (અનેક ભાષાઓનાં સહિયારાં વિકિસ્રોત) પર પહેલ વહેલી ગુજરાતી રચના તેના સાત વર્ષ પહેલા એટલે કે ૨૫ માર્ચ ૨૦૦૫ની આસપાસ થઈ હતી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: