સપ્ટેમ્બર ૨૯

તારીખ

૨૯ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૯૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૫ – ઈંગ્લેન્ડના બ્લેકપૂલ ખાતે વિશ્વનો પ્રથમ જાહેર ઇલેક્ટ્રિક ટ્રામવે શરૂ કરવામાં આવ્યો.
  • ૧૯૫૭ – કિશ્તીમ હોનારત: અત્યાર સુધીનો ત્રીજો સૌથી ખરાબ પરમાણુ અકસ્માત થયો.
  • ૧૯૫૯ – આરતી સાહા ઇંગ્લીશ ચેનલ પસાર કરનારા પ્રથમ એશિયન મહિલા બન્યા.
  • ૧૯૭૧ – ઓમાન આરબ લીગમાં જોડાયું.
  • ૨૦૧૬ – ઉરી હુમલાના અગિયાર દિવસ પછી ભારતીય સેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં શંકાસ્પદ આતંકવાદીઓ સામે "સર્જિકલ સ્ટ્રાઇક" કરી.

જન્મ

  • ૧૮૭૩ – મોતીભાઈ નરસિંહભાઈ અમીન, શિક્ષણશાસ્ત્રી અને સમાજસુધારક (અ. ૧૯૩૯)
  • ૧૯૨૮ – બ્રજેશ મિશ્રા, ભારતીય રાજકારણી અને રાજદ્વારી, પ્રથમ ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (અ. ૨૦૧૨)
  • ૧૯૪૦ – કૃષ્ણકાન્ત કડકિયા, ગુજરાતી લેખક
  • ૧૯૪૭ – એસ. એચ. કાપડિયા, ભારતીય વકીલ, ન્યાયાધીશ અને રાજકારણી, ભારતના ૩૮મા મુખ્ય ન્યાયાધીશ (અ. ૨૦૧૬)
  • ૧૯૬૬ – કાજલ ઓઝા-વૈદ્ય, ગુજરાતી સાહિત્યકાર અને કટારલેખિકા.

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

  • વિશ્વ હૃદય દિવસ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: