સમાનાર્થી શબ્દો

સમાન અર્થ ધરાવતા શબ્દો

સમાનાર્થી શબ્દો એક એવા શબ્દસમૂહ છે જે બે કે વધુ શબ્દોનો અર્થ સમાન જેવો થાય છે. સમાનાર્થી શબ્દોનો અર્થ ભલે એક જેવો થતો હોય પણ તેનો ઉપયોગ વાક્યમાં અલગ સ્થાને થાય છે. સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભાષાના વ્યાકરણના મહત્વના અંગ છે. વાક્યમાં સમાન અર્થ વાળા શબ્દોને એક બીજાની જગ્યાએ અદલા-બદલી કરી શકાય છે. તે વાક્યમાં શબ્દો બદલાયા હોવા છતાં અર્થમાં ઝાઝો ફેરફાર થતો નથી.

માટીની તકતી પર ક્યુનિફોર્મમાં સમાનાર્થી શબ્દોની યાદી, બ્રિટિશ મ્યુઝિયમ[૧]

સમાનર્થી શબ્દોના ઉપયોગથી કોઈ પણ લખાણને વધુ સ્પષ્ટ અને આકર્ષક બનાવી શકાય છે.

ઉપયોગ

ઉદાહરણ તરીકે જોઈએ તો કોઈ પણ વાક્યમાં "આકાશ" શબ્દ વપરાયેલો છે, હવે વાક્યમાં તે શબ્દની જગ્યા સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો ત્યાં "ગગન" કે "આભ" જેવા શબ્દોનો ઉપયોગ કરી શકાય છે. આ વાક્યના શબ્દોમાં બદલાવ જરૂર થયો છે, પણ વાક્યના અર્થમાં કોઈ બદલાવ થયો નથી.

વિવિધ શબ્દો જે અર્થમાં સમાન હોય છે તે સામાન્ય રીતે એક કારણ માટે જરૂર અલગ પડે છે, જેમકે લાંબું અને વિસ્તૃત એ સમાન અર્થ ધરાવતા ગુજરાતી સમાનાર્થી શબ્દો છે. ઉદાહરણ માટે એક વાક્ય બનાવીએ "આપણા હાથ લાંબા હોય છે" હવે આ જગ્યા એ વાક્યમાં "લાંબા" ના સ્થાને તેનો સમાનાર્થી શબ્દ "વિસ્તૃત" મૂકી શકતો નથી. જયારે પહેલા ઉદાહરણમાં "આકાશ"ના સ્થાને "આભ"નો ઉપયોગ કરી શકાતો હતો.

ઉદાહરણો

સમાનાર્થી શબ્દો ની યાદી
મૂળ શબ્દસમાનાર્થી શબ્દો
આકાશગગન, આભ, આભલુ, આસમાન, વ્યોમ
કુદરતીપ્રાકૃતિક, સહજ, સ્વાભાવિક
દીવોદીપ, દીપક, શમા, દીવડો, પ્રદીપ
કૃષ્ણકનૈયો, શ્યામ, ગોપાલ, ગિરધર, વાસુદેવ, કેશવ, માધવ
અતિશયઅતીવ્ર, અત્યંત, અમયાંદા, અધિક
ઘોડોઅશ્વ, હય, વાજી, ઘોટક, સૈધવ, તુરગ, ગાંધર્વ
અલંકારઆભૂષણ, ઘરેણું, દાગિના
જગતજગ, દુનિયા, વિશ્વ, લોક, ભુવન, સંસાર
ચંદ્રચંદ્રમા, ઈન્દુ, સુધાકર, શશી, મયંક, હિમાંશુ
કપાળભાલ, લલાટ, અલીક
જંગલઅરણ્ય, કાનન, વન, વિપિન, અટવિ
ક્રોધરોષ, ગુસ્સો, કોપ, અમર્ષ
કિનારોકાંઠો, તટ, ચોવારો, આરો, તીર્થ
ઈશ્વરપ્રભુ, હરિ, પરમેશ્વર, પરમાત્મા, ઈશ
દરિયોસાગર, સમુદ્ર, રત્નાકર, ઉદધિ, જલધિ
અનાદરઅવજ્ઞા, તુચ્છકાર, ધિક્કાર, તિરસ્કાર, અવહેલના, પરિભવ, પરાભવ
ઈનામપારિતોષિક, પુરસ્કાર
અગ્નિઅનલ, આગ, દેવતા, પાવક, હુતાશન
અખિલઆખુ, બઘુ, સળંગઘ સમગ્ર, સકલ, નિખિલ, સર્વ, નિ:શેષ, પુરુ, અખંડ
અચલદ્રઢ, સ્થિર, અવિકારી
અમૃતઅમી, પીયુષ, સુઘા
અનિલ૫વન, વાયુ, માતરિશ્વા, સમીર, સમીરણ, મરૂત, વાત
અર્વાચીનઆઘુનિક
અવાજસાદ, શોર, ઘોંઘાટ, ઘ્વનિ, નાદ, સ્વર
ઇશ્વરપ્રભુ, ૫રમાત્મા, ૫રમેશ્વર, હરી, વિભુ
ઉ૫વનઉદ્યાન, વાટિકા, બાગ, બગીચો
કમળપંકજ, નીરજ, અરવિંદ, ઉત્પલ, રાજીવ, ૫દ્મ, નલિન
કિરણરશ્મિ, અંશુ, મયૂખ, મરીચિ, કર
કાવ્યકવિતા, ૫દબંઘ, ૫દ્ય
કોયલકોકિલ, કોકિલા, પિક, વનપ્રિય, ૫રભૃતા
ગરીબદીન, નિર્ઘન, રંક, દરિદ્ર, કંગાલ, અકિંચન
જંગલઅરણ્ય, કાનન, વન, વિપિન
તીરબાણ, શર, સાયક, ઇષુ, શિલિમુખ
દિવસદિન, વાસર, અહ, અહન, દી, દહાડો
દેહશરીર, કાયા, વપુ, ગાત્ર, તન
દુષ્ટનીચ, અઘમ, પામર, કુટિલ, ઘૂર્ત
દરિયોસાગર, સમુદ્ર, ઉદઘિ, મહેરામણ, સિંઘુ, રત્નાકર, અંભોઘિ

સંદર્ભ

  1. કાર્ડોના, જ્યોર્જ; બાબુ સુથાર (૨૦૦૩), "Gujarati", in Cardona, George; Jain, Dhanesh (eds.), The Indo-Aryan Languages, Routledge, ISBN 978-0-415-77294-5.
  2. Dwyer, Rachel (1995), Teach Yourself Gujarati, London: Hodder and Stoughton, archived from the original on 2008-01-02.
🔥 Top keywords: