સ્નૂકર

સ્નૂકર એ એક કયૂ (લાંબી લાકડી) વડે રમાતી રમત છે, જેને લીલા જાડા-ઊનના કપડાથી આચ્છાદિત વિશાળ ટેબલ પર રમવામાં આવે છે, ટેબલના ચારે ખૂણે અને દરેક લાંબા લવચીક અસ્તરોની વચ્ચે પોલાણ સાથે કોથળી હોય છે. નિયમ પ્રમાણેનું (પૂરા કદનું) ટેબલ 12 ft × 6 ft (3.7 m × 1.8 m) જેટલું હોય છે. આ રમતને કયૂ (લાંબી લાકડી) અને સ્નૂકર દડાઓ વડે રમવામાં આવે છેઃ એક સફેદ ઢાંચો:Cuegloss, દરેકનો એક પોઈન્ટ મળે તેવા 15 ઢાંચો:Cuegloss, અને છ જુદા જુદા રંગના દડાઓ પીળા (2 પોઈન્ટ), લીલા (3), કથ્થઈ (4), ભૂરા (5), ગુલાબી (6) અને કાળા (7).[૧] કયૂ દડાને ઢાંચો:Cuegloss લાલ અને રંગબેરંગી દડાઓને તરફ ધકેલીને સ્નૂકરનો ખેલાડી (અથવા ટીમ) (વ્યકિતગત રમત) તેના વિરોધી(ઓ) કરતાં વધુ પોઈન્ટ મેળવીને જીતે ઢાંચો:Cuegloss છે. જયારે એક ખેલાડી અમુક ચોક્કસ સંખ્યામાં ચોકઠાં (ફ્રેમો) જીતે છે ત્યારે તે મૅચ જીત્યો કહેવાય છે.

સ્નૂકર
Snooker player playing a shot with a ઢાંચો:Cuegloss
Highest governing bodyWorld Snooker Association
First played19th century
Characteristics
CategorizationCue sport
Equipmentsnooker balls
OlympicNo

સામાન્ય રીતે સ્નૂકરનો જન્મ બ્રિટિશ લશ્કરી અધિકારીઓ દ્વારા ભારતમાં થયો હતો એમ કહેવાય છે, આ રમત અંગ્રેજી બોલતા અને રાષ્ટ્રસમૂહના ઘણા દેશોમાં લોકપ્રિય છે,[૨] તેનો ટોચનો ખેલાડી લાખ્ખો પાઉન્ડની કારકિર્દી પ્રાપ્ત કર્યાના અહેવાલો પણ છે.[૩] આ રમત વિશેષ કરીને ચીનમાં લોકપ્રિય છે અને તેની લોકપ્રિયતા દિવસે દિવસે વધી રહી છે.[૪]

ઇતિહાસ

19મી સદીની શરૂઆતમાં ટુબિનગેન(Tübingen), જર્મનીમાં ત્રણ દડાના પોકેટ બિલિયર્ડસની રમતનું ચિત્રનિરૂપણ

સ્નૂકર રમતનો ઉદ્ભવ 19મી સદીના ઉત્તરાર્ધમાં થયો હતો એ બાબત સર્વસ્વીકૃત છે.[૫] ભારત ખાતે નિમણૂક પામેલા બ્રિટિશ લશ્કરી અધિકારીઓમાં બિલિયર્ડ્સ ખૂબ લોકપ્રિય પ્રવૃત્તિ હતી, અને એ વખતે વધુ પરંપરાગત બિલિયર્ડ રમતમાં અવનવા ફેરફારો યોજવામાં આવ્યા હતા. આવો જ એક ફેરફાર, 1874[૬] અથવા 1875[૫]માં, જબલપુરના અધિકારીઓના ભોજનગૃહમાં આકાર પામ્યો હતો, આ ફેરફાર મુજબ પિરામિડ પુલ અને લાઈફ પુલમાં વપરાતા લાલ અને કાળા દડાઓ ઉપરાંતના રંગના દડા રમતમાં ઉમેરવામાં આવ્યા હતા.[૭] સ્નૂકર શબ્દ પણ લશ્કરી મૂળિયાં ધરાવે છે, લશ્કરમાં પહેલા-વર્ષના કૅડેટ અથવા બિનઅનુભવી કર્મચારીઓ માટે આ અશિષ્ટ શબ્દ વાપરવામાં આવતો હતો.[૫] ઘટેલી ઘટનાઓની લોકવાયકાઓમાંથી એક કહે છે કે ડેવોનશાયર રેજિમેન્ટના કર્નલ સર નેવિલ ચૅમ્બરલાઈન આ નવી રમત રમી રહ્યા હતા અને એ વખતે તેમનો વિરોધી દડાને કોથળીમાં નાખવામાં નિષ્ફળ રહ્યો ત્યારે ચૅમ્બરલાઈને તેને સ્નૂકર કહ્યો હતો.[૭] આમ આ શબ્દ બિલિયર્ડ્સ રમત સાથે જોડાઈ ગયો, જેમાં બિનઅનુભવી ખેલાડીઓને સ્નૂકર તરીકે બોલાવતા, તે પોતે એક બિલિયર્ડ રમતનો પ્રકાર બની ગયું.[૮]

સ્નૂકરની રમત 19મી સદીના ઉત્તરાર્ધમાં અને 20મી સદીના શરૂઆતના ગાળામાં વિકસી, અને 1927માં વ્યવસાયી અંગ્રેજ બિલિયર્ડ્સ અને સ્નૂકરના ખેલાડી જૉ ડેવિસે પ્રથમ વિશ્વ સ્નૂકર ચેમ્પિયનશિપ[૫] આયોજિત કરી, જેના પગલે આ રમતે નવરાશની પ્રવૃત્તિના સ્થાને વ્યાવસાયિક ક્ષેત્રમાં પ્રવેશ કર્યો.[૯] 1946 સુધી, જૉ ડેવિસ નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેઓ દરેક વિશ્વ ચેમ્પિયનશિપ જીતતા રહ્યા. 1950 અને 1960ના દાયકામાં રમત રમનારા ખેલાડીઓ સિવાય બહાર ભાગ્યે જ કશો રસ પેદા કરી શકી અને આમ આ વર્ષો તેની પડતીનાં રહ્યાં. 1959માં, રમતની લોકપ્રિયતા વધારવા માટે વધારાના રંગો ઉમેરીને ડેવિસે રમતમાં સ્નૂકર પ્લસ તરીકે જાણીતો ફેરફાર કર્યો. અલબત્ત, તે કારગર રહ્યો નહીં. 1969માં જયારે બીબીસી(BBC)ના ટોચના અધિકારી, ડેવિડ એટ્ટનબર્ગે રંગીન ટેલિવિઝનની સંભાવનાઓ દર્શાવવા માટે પોટ બ્લેક સ્નૂકર ટુર્નામેન્ટ ગોઠવી, ત્યારે આ રમત માટે મુખ્ય વળાંક આવ્યો, રંગીન પ્રસારણના ફાયદાઓ દર્શાવવા માટે લીલું ટેબલ અને બહુરંગી દડાઓ એ એક આદર્શ સંયોજન હતું.[૧૦][૧૧] આ ટીવી શ્રેણીએ સફળતાના વિક્રમ સ્થાપ્યા અને કેટલાક સમયગાળા પૂરતો બીબીસી ટુ પર દ્વિતીય સૌથી લોકપ્રિય શોનું સ્થાન મેળવ્યું.[૧૨] રમતમાં લોકોનો રસ વધ્યો અને 1978ની વિશ્વ ચેમ્પિયનશિપ એ પહેલી ચેમ્પિયનશિપ હતી જેને સંપૂર્ણપણે ટીવી પર દર્શાવવામાં આવી.[૧૩][૨] એ પછી આ રમત ખૂબ ઝડપથી યુકે, આયર્લેન્ડ અને મોટા ભાગના રાષ્ટ્રસમૂહના દેશોમાં મુખ્ય ધારાની રમત બની ગઈ[૧૪] અને આ રમતની સફળતા ઘણી ખરી છેલ્લાં 30 વર્ષોમાં જોવા મળી, જેમાં મોટા ભાગની રેકિંગ ટુનાર્મેન્ટ્સ ટીવી પર પ્રસારિત થઈ. 1985માં ડેનિસ ટાયલર અને સ્ટીવ ડેવિસ વચ્ચેની નિર્ણાયક વિશ્વ ચેમ્પિયનશિપની ઉપસંહારાત્મક ફ્રેમ કુલ 18.5 મિલિયન દર્શકોએ નિહાળી.[૧૫] તાજેતરનાં વર્ષોમાં, તમાકુ સ્પોન્સરશિપના નુકસાનના કારણે આ રમતની વ્યાવસાયિક ટુનાર્મેન્ટ્સની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, અલબત્ત કેટલાક નવા પ્રાયોજકો પણ આગળ આવ્યા છે;[૧૬] અને રમતની લોકપ્રિયતા છેક પૂર્વમાં અને ચીન સુધી વિસ્તરી છે, એટલું જ નહીં પણ લિઅંગ વેન્બો જેવી ઊભરતી પ્રતિભા અને ડિંગ જુંહુઈ અને માર્કો ફુ જેવા વધુ સ્થાપિત થયેલા ખેલાડીઓ સાથે, વિશ્વના આ ખૂણે આ રમતનું ભાવિ સારી રીતે ભાખી શકાય તેવું છે.[૧૭][૪]

રમત

સ્નૂકર ટેબલ પર ગોઠવાયેલા દડાઓ તેમની શરૂઆતની સ્થિતિમાં
અડધા-કદના ટેબલ પર ચાલી રહેલી રમત.એક લાલ દડો કોથળીમાં ગબડવાની તૈયારીમાં.

પૂર્વનિર્ધારિત ક્રમમાં વિરોધી કરતાં વધુ દડા ખાનામાં નાખીને ઢાંચો:Cuegloss વધુ ગુણાંક ઢાંચો:Cuegloss મેળવવા એ રમતનું મુખ્ય લક્ષ્ય છે. રમતની શરૂઆતના ચોકઠામાં, દડાઓને દર્શાવ્યા મુજબ ગોઠવેલા હોય છે અને ખેલાડીઓ દડાને કયૂના એક જ ધક્કાથી ઢાંચો:Cueglossથકી શોટ મારવા માટે વારાફરતી દાવ લે છે, દરેકનું લક્ષ્ય લાલ દડાઓમાંથી એકાદને ખાનામાં ગબડાવવાનું અને એ રીતે ગુણાંક હાંસલ કરવાનું હોય છે. જો તેઓ ઓછામાં ઓછો એકાદ લાલ દડો પણ ખાનામાં ગબડાવી શકે, તો પછી એ દડો થેલીમાં જ રહે છે અને તેમને શોટ મારવા માટે એક બીજો વારો મળે છે - આ વખતે અન્ય કોઈ રંગનો દડો પર નિશાન પર હોય છે. જો તેઓ તેમાં સફળ રહે, તો તેમને જે-તે રંગના દડા મુજબ ગુણાંક મળે છે. એ દડાને ફરીથી પાછો ટેબલ પર તેની મૂળ જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે અને હવે તેમણે ફરીથી બીજા લાલ દડા પર નિશાન તાકવાનું હોય છે. જયાં સુધી તેઓ ઇચ્છિત દડાને ખાનામાં નાખવામાં નિષ્ફળ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે. તે નિષ્ફળ જતાં, શોટ લેવા માટે તેમના સ્થાને તેમનો વિરોધી ટેબલ પર આવે છે. જયાં સુધી તમામ લાલ દડા ખાનાની થેલીઓમાં ન જતા રહે અને ટેબલ પર માત્ર 6 જ રંગના દડા મોજૂદ રહે ત્યાં સુધી આ રીતે રમત ચાલુ રહે છે; આ બિંદુએ હવે પીળો, લીલો, કથ્થઈ, ભૂરો, ગુલાબી, કાળો એવા ક્રમમાં દડાને ખાનામાં નાખવાનો હોય છે. આ તબક્કાના ચોકઠામાંથી જયારે કોઈ પણ રંગનો દડો ખાનામાં ગબડે છે, ત્યારે પછી તે ટેબલની બહાર જ રહે છે. છેવટે જયારે અંતિમ દડો પણ ખાનામાં પાડી દેવામાં આવે, ત્યારે જેણે સૌથી વધુ ગુણાંક મેળવ્યા હોય તે ખેલાડી વિજેતા બને છે.[૧]

જયારે ખેલાડીનો પ્રતિપક્ષી ઢાંચો:Cuegloss રમતો હોય ત્યારે પણ પોઈન્ટ મેળવી શકાય છે. સંખ્યાબંધ કારણો માટે ફાઉલ મળી શકે છે, જેમ કે ખેલાડી જયારે હજી લાલ દડાને મારવાની કોશિશ કરતો હોય ત્યારે રંગીન દડાને પહેલા મારવો, કયૂ દડાને ખાનામાં ધકેલી દેવો, અથવા "ઢાંચો:Cuegloss"માંથી નીકળવામાં નિષ્ફળ રહેવું (એવી પરિસ્થિતિ જયારે પહેલાના ખેલાડીએ પોતાનો દાવ પૂરો કરી દીધો હોય અને કયૂ દડાને એવા સ્થાને છોડી દીધો જયાં ઓબજેકટ દડાને સીધો મારી શકાય તેમ ન હોય). ફાઉલ સામે લઘુત્તમ 4થી શરૂ કરીને, જો કાળો દડો સામેલ હોય તો, મહત્તમ 7 સુધીના પોઈન્ટ મેળવી શકાય છે.[૧]

એક ઢાંચો:Cuegloss, દડાઓની શરૂઆતની સ્થિતિમાંથી છેવટે જયાં સુધી છેલ્લો દડો ખાનામાં ન પડી જાય ત્યાં સુધી, તેને ઢાંચો:Cuegloss કહેવામાં આવે છે. એક ઢાંચો:Cuegloss સામાન્ય રીતે પૂર્વનિર્ધારિત ચોકઠાંઓની સંખ્યાઓથી બનેલ હોય છે અને જે ખેલાડી સૌથી વધુ ચોકઠાં જીતે તે સમગ્ર મૅચનો વિજેતા ગણાય. મોટા ભાગની વ્યવસાયી મૅચોમાં ખેલાડીએ જીતવા માટે પાંચ ચોકઠાં જીતવા આવશ્યક હોય છે, અને તેને "બેસ્ટ ઓફ નાઈન (નવમાંના શ્રેષ્ઠ)" કહેવામાં આવે છે, કારણ કે સંભવિત ચોકઠાંઓ મહત્તમ આટલી જ સંખ્યામાં હોઈ શકે. ટુનાર્મેન્ટ ફાઈનલો સામાન્ય રીતે 17માંના શ્રેષ્ઠ અથવા 19માંના શ્રેષ્ઠ હોય છે, જયારે વિશ્વ ચેમ્પિયનશિપમાં વધુ લાંબી મૅચો હોય છે - પ્રવેશ મેળવનારા અને પહેલા રાઉન્ડમાં 19માંથી શ્રેષ્ઠથી શરૂ કરીને, 35 ચોકઠાંઓ સુધી (એકથી 18), અને તે બે દિવસ સુધી રમાય છે.[૧૮]

વ્યવસાયી અને સ્પર્ધાત્મક અવૈતનિક મૅચો રેફરીની દેખરેખ હેઠળ રમાય છે, જે ન્યાયી રમતના એકમેવ નિર્ણાયક હોય છે. રેફરી વિરામ સમય દરમ્યાન ખાનામાં પડેલા રંગીન દડાઓને ટેબલ પર પાછા ગોઠવે છે અને દરેક ખેલાડીએ કેટલા ગુણ મેળવ્યા તે પણ જાહેર કરે છે. વ્યવસાયી ખેલાડીઓ રમતને ખેલદિલીથી રમે છે, રેફરી જે ફાઉલ આપવાના ચૂકી ગયા હોય તે જાતે જાહેર કરે છે, વિરોધીના સારા શોટને બિરદાવે છે, અથવા નસીબદાર શોટ માટે માફી માગવા માટે હાથ ઊંચો કરે છે.

એક લંબાયેલો [44], નડતરરૂપ દડાઓથી ઉપર થઈને, હાથથી પહોંચવા માટે ઘણો દૂર હોય તેવો શોટ લેવા માટે તેને [45] વાપરી શકાય છે.

સ્નૂકરમાં વપરાતા અન્ય શબ્દપ્રયોગોમાં સામેલ છે ખેલાડીના ઢાંચો:Cuegloss , જે ખેલાડી જયારે એક ઢાંચો:Cuegloss ટેબલ પર હોય ત્યારે તેણે ભેગા કરેલા (ફાઉલ સિવાય) કુલ સળંગ પોઈન્ટ્સનો કુલ આંકડો દર્શાવે છે. ઉદાહરણ તરીકે, એક ખેલાડી 15 પર વિરામ મેળવે છે, આ ગુણાંક તેણે લાલ ગુમાવતાં પહેલાં, એક લાલ પછી કાળો, પછી લાલ એના પછી ગુલાબી દડાને ખાનામાં ધકેલીને મેળવ્યા હશે. સ્નૂકરમાં પરંપરાગત મહત્તમ વિરામ, તમામ લાલને કાળા સાથે અને પછી તમામ રંગીન દડાને સફળ રીતે ખાનામાં ધકેલીને, અને એ રીતે 147 પોઈન્ટ્સ મેળવવાનો છે; આ બાબત સામાન્ય રીતે "147" અથવા "મેક્સિમમ (મહત્તમ)" તરીકે જાણીતી છે.[૧૯] આ પણ જોશોઃ ઉચ્ચતમ સ્નૂકર વિરામો .

સ્નૂકર બ્રેક-ઓફ શોટનો વિડીઓ

સ્નૂકરમાં વપરાતી આનુષંગિક સામગ્રીઓમાં સામેલ છે વિવિધ પ્રકારના ઢાંચો:Cuegloss કયૂના ટોપકા સાથે જોડવાના ઢાંચો:Cuegloss (પૂરા-કદના ટેબલની લંબાઈના કારણે વારંવાર તેની આવશ્યકતા પડે છે), લાલના ઢાંચો:Cuegloss ત્રિકોણ અને સ્કોરબોર્ડ છે. પૂરા કદના ટેબલ પર રમાતા સ્નૂકરની એક મર્યાદા તેના રૂમની સાઈઝ (22' x 16' અથવા લગભગ 5 મી x 7 મી), તમામ બાજુએથી અનુકૂળતાપૂર્વક શોટ લેવા માટેની આ લઘુત્તમ આવશ્યકતા છે.[૨૦] આના કારણે જેટલાં સ્થળોએ આ રમત આસાનીથી રમી શકાય, તે સ્થળોની સંખ્યા મર્યાદિત બને છે. અનેક પબમાં પુલ ટેબલો હવે સામાન્ય છે પણ સ્નૂકર કાં તો ખાનગી વાતાવરણમાં અથવા જાહેર સ્નૂકર હૉલમાં જ ખેલવામાં આવે છે. આ રમત ઓછા લાલ દડાઓ સાથે નાના ટેબલો પર પણ રમી શકાય છે. ટેબલની સાઈઝમાં આ પ્રકારના ફેરફારો હોઇ શકેઃ 10' x 5', 9' x 4.5', 8' x 4', 6' x 3' (વાસ્તવિક રમત માટે સૌથી નાનું) અને 4' x 2'. નાના ટેબલો અનેક પ્રકારની શૈલીઓમાં મળતા હોય છે, જેમ કે ફોલ્ડ કરી શકાય તેવું અથવા જેને ડાઈનિંગ ટેબલમાં ફેરવી શકાય તેવું.

પ્રશાસન અને ટુર્નામેન્ટો

ઢાંચો:Snooker tournaments

2007ની માસ્ટર્સ ટુર્નામેન્ટનું એક દશ્ય

વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ્સ અને સ્નૂકર એસોસિએશન (WPBSA, જે વર્લ્ડ સ્નૂકર તરીકે પણ જાણીતું છે)ની સ્થાપના 1968માં પ્રોફેશનલ બિલિયર્ડ પ્લેયર્સ એસોસિએશન તરીકે થઈ હતી,[૨૧] તે વ્યવસાયી રમતો માટેનું નિયામક મંડળ છે. બ્રિસ્ટોલ, ઈંગ્લૅન્ડ ખાતે સ્થિત તેની સહાયક શાખા, વર્લ્ડ સ્નૂકર, વ્યવસાયી ટૂર આયોજિત કરે છે. આટલાં વર્ષોના સમયગાળામાં, WPBSAનું બોર્ડ (નિયામક મંડળ) અનેક વાર બદલાયું છે, જેના અંગે કેટલાકનું કહેવું છે કે તે રમતમાં અંદરોઅંદર લડાઈ/અણબનાવ સૂચવે છે.[૨૨][૨૩][૨૪] અવૈતનિક રમત આંતરરાષ્ટ્રીય બિલિયર્ડ્સ અને સ્નૂકર ફેડરેશન (IBSF) દ્વારા સંચાલિત થાય છે.[૨૫]

વ્યવસાયી સ્નૂકર ખેલાડીઓ વર્લ્ડ સ્નૂકરની મુખ્ય ટૂર રેન્કિંગ સર્કિટમાં રમી શકે છે. ખેલાડીઓએ પાછલી બે સીઝનમાં તેમના દેખાવ થકી પ્રાપ્ત કરેલા, રેન્કિંગ પોઈન્ટોના આધારે તેમનો વિશ્વ ક્રમાંક નિશ્ચિત થાય છે.[૨૬] ખેલાડીના ક્રમાંકનથી એ નિશ્ચિત થાય છે કે રેન્કિંગ ટુર્નામેન્ટ્સ માટે તેમને કયા સ્તરની યોગ્યતા જોઈશે. ચુનંદા વ્યવસાયી સ્નૂકર ખેલાડીઓને સામાન્ય રીતે "ટોચના 16" ક્રમાંકન ખેલાડીઓ તરીકે ઓળખવામાં આવે છે,[૨૭] જેમણે કોઈ પણ ટુર્નામેન્ટ્સ માટે પહેલેથી-યોગ્યતા પુરવાર કરવાની રહે છે.[૨૮] આ ટૂર 96 ખેલાડીઓ ધરાવે છે - પાછલી બે સીઝનોમાંથી ટોચના 64, આ ટોચના 64માં ન હોય તેવા એક-વર્ષમાં સૌથી વધુ પોઈન્ટ મેળવનારા 8, પાછલી સીઝનના પોન્ટીન્સ ઈન્ટરનેશનલ ઓપન સિરીઝ(PIOS)માંથી ટોચના 8, અને વિવિધ ક્ષેત્રીય, જુનિયર અને અવૈતનિક ચેમ્પિયનો.

વ્યવસાયી સ્નૂકરનો સૌથી અગત્યનો કાર્યક્રમ એટલે વિશ્વ ચેમ્પિયનશિપ,[૨૯] જે 1927થી વાર્ષિક ધોરણે (બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અને 1958થી 1963ના સમયગાળા સિવાય) યોજાતો આવ્યો છે. 1977થી આ ટુર્નામેન્ટ શેફફિલ્ડ (ઈંગ્લૅન્ડ)ના ક્રુસિબલ થિયેટરમાં આયોજાય છે, અને 1976થી 2005 સુધી ઍમ્બસી(Embassy) તેના પુરસ્કર્તા રહ્યા હતા.[૧૬] 2005થી યુનાઈટેડ કિંગડ્મમાં રમતગમતના પુરસ્કર્તા બનવા માટે તમાકુ કંપનીઓને પ્રતિબંધિત કરવામાં આવી અને તેના પરિણામે વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપને નવા પ્રાયોજક શોધવાની ફરજ પડી. જાન્યુઆરી 2006માં એવી જાહેરાત કરવામાં આવી કે 2006–2010 સુધીની વર્લ્ડ ચેમ્પિયનશિપો ઓનલાઈન કેસિનો 888.com દ્વારા પ્રાયોજિત કરવામાં આવશે. 888.comએ પોતાના પાંચ વર્ષના સોદામાંથી ત્રણ વર્ષ પછી હાથ પાછો ખેંચી લેતા, અત્યારે હવે આ ચેમ્પિયનશિપ BetFred.com દ્વારા પ્રાયોજિત કરવામાં આવે છે.[૩૦] 15 એપ્રિલ 2009ના વર્લ્ડ સ્નૂકર ચેમ્પિયનશિપની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું કે આવતાં ચાર વર્ષો માટે વર્લ્ડ ચેમ્પિયનશિપના તેના નવા પુરસ્કર્તા Betfred.com રહેશે. [૩૧] [૩૨]

વિશ્વ ચેમ્પિયનશિપ જીતવી એ અત્યંત મહત્ત્વની સિદ્ધિ ગણવામાં આવે છે, અને વ્યવસાયી સ્નૂકરમાં તે સૌથી ઉચ્ચ પારિતોષક ગણાય છે,[૩૩] બંને રીતે- નાણાકીય પુરસ્કાર (વિજેતા માટે £250,000)[૩૪] તેમ જ પ્રતિષ્ઠાની દષ્ટિએ. યુકેમાં વિશ્વ ચેમ્પિયનશિપને બીબીસી(BBC) દ્વારા ટેલિવિઝન પર વિસ્તૃત રીતે પ્રસારિત કરવામાં આવે છે[૩૫] અને યુરોપમાં યુરોસ્પોર્ટ[૩૬] પર અને છેક પૂર્વના દેશોમાં પણ તેને નોંધપાત્ર કવરેજ આપવામાં આવે છે.

મહત્ત્વની દષ્ટિએ તેના પછી આવતી બીજા ક્રમની ટુર્નામેન્ટોમાં અન્ય ક્રમાંકન ટુર્નામેન્ટોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટોમાં રમનારા ખેલાડીઓ વિશ્વ ક્રમાંકન માટેનાં પોઈન્ટો મેળવે છે. તેમાં હાંસલ કરેલું ઉચ્ચ ક્રમાંકન તેમના માટે આવતા વર્ષની ટુર્નામેન્ટોમાં સામેલ થવા માટેની યોગ્યતા નિશ્ચિત કરે છે, આમંત્રણ-આધારિત ટુર્નામેન્ટોમાં નિમંત્રણ મેળવવામાં અને ટુર્નામેન્ટોમાં ડ્રોમાં તેમને લાભકારક થાય છે.[૨૭] આ ટુર્નામેન્ટોમાંથી, વિશ્વ ચેમ્પિયનશિપ પછી સૌથી વધુ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ એ યુકે(UK) ચેમ્પિયનશિપ છે. તેના પછી ત્રીજા ક્રમે આમંત્રણ-આધારિત ટુર્નામેન્ટો આવે છે, જેમાં સૌથી ઉચ્ચ ક્રમાંકન ધરાવતા ખેલાડીઓને નિમંત્રિત કરવામાં આવે છે. આ વર્ગની ટુર્નામેન્ટોમાં સૌથી અગત્યની ટુર્નામેન્ટ એ ધ માસ્ટર્સ છે,[૩૭] જે મોટા ભાગના ખેલાડીઓમાં પુરસ્કારની દષ્ટિએ બીજા કે ત્રીજા ક્રમે સૌથી વધુ ઇચ્છિત હોય છે.[૩૮]

ટેલિવિઝન પર પ્રસારણ પામતી મૅચો ઘણી ધીમી અથવા કંટાળાજનક સુરક્ષા વિનિમયોમાં અટવાઈ ગયેલી હોવાની ટીકાઓ તથા આ લાંબી મૅચો વિજ્ઞાપનકર્તાઓ માટે સમસ્યાઓ ખડી કરે છે,[૩૯] એવી ટિપ્પણીઓને જવાબ વાળવાના પ્રયત્નરૂપે, મૅચરૂમ સ્પોર્ટના ચૅરમેન બૅરી હિઅર્ને ચોક્કસ સમયાવધિ ધરાવતી વૈકલ્પિક ટુર્નામેન્ટોની શ્રેણી આયોજિત કરી હતી. શોટ-ટાઈમ્ડ પ્રિમિયર લીગ સ્નૂકરની સ્થાપના કરવામાં આવી, અને તેના અંતર્ગત યુનાઈટેડ કિંગડ્મના નિયત સ્થળોએ સ્પર્ધા માટે સાત ખેલાડીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેનું ટીવી પ્રસારણ સ્કાય સ્પોર્ટ્સે(Sky Sports) કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પાસે દરેક શોટ લેવા માટે પચ્ચીસ સેકન્ડનો સમય રહે છે, અને દરેક મૅચમાં દર ખેલાડીને પાંચ ટાઈમ-આઉટ્સ મળે છે. રમતના આ રૂપને કેટલાક અંશે સફળતા મળી છે, પણ તેને નિયમિત ક્રમાંકન ટુર્નામેન્ટ જેટલી પ્રતિષ્ઠા અને એ જ માત્રામાં પ્રસાર-માધ્યમો તરફથી ધ્યાન મળતું નથી.

એવી બીજી કેટલીક ટુર્નામેન્ટો પણ છે જે ઓછી અગત્યતા ધરાવે છે, તેમાં કોઈ પ્રકારના વિશ્વ ક્રમાંકન માટેના પોઈન્ટ્સ મળતા નથી અને તેનું ટીવી પ્રસારણ પણ થતું નથી. અલબત્ત આ તમામ વર્ષ-વર્ષે બદલાતું રહે છે, જેનો આધાર કૅલેન્ડરો અને પ્રાયોજકો પર રહે છે.

સંસાધનો

ચાક
કયૂ અને કયૂ-દડા સાથે સારો સંપર્ક ચોક્કસ કરવા માટે કયૂનું ટોચકા પર "ચાક વતી

નિશાની કરેલી" હોય છે.

કયૂ
જેની અણીથી કયૂ-દડાને મારવામાં આવે છે તે લાકડા અથવા ફાઈબરગ્લાસની બનેલી સ્ટીક (સોટી/લાકડી).
એકસટેન્શન
કયૂના પાછળના છેડાએ બંધ બેસી શકે, અથવા તેમાં સ્ક્રૂથી બેસી શકે તેવો પ્રમાણમાં ટૂંકો દંડૂકો, જે અસરકારક રીતે કયૂની લંબાઈ વધારવા માટે વપરાય છે. જયારે કયૂ-દડો ખેલાડીથી ઘણા લાંબા અંતરે હોય ત્યારે એવો શોટ લેવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
આધાર (રેસ્ટ)
જયારે સામાન્ય એકસટેન્શનથી પણ કયૂ-દડાને પહોંચી શકાય તેમ ન હોય ત્યારે તેના સુધી પહોંચવા માટે વપરાતી આકારની એક સોટી.
આંકડાનો આધાર (હૂક રેસ્ટ)
સામાન્ય આધારને મળતો આવતો, છતાં છેડા પર ધાતુનો આંકડો ધરાવતો આધાર. બીજા બોલની આજુબાજુ આધાર ગોઠવવા માટે તેનો ઉપયોગ થાય છે. આંકડાનો આધાર એ સ્નૂકર રમતમાંની સૌથી તાજેતરની શોધ છે.
સ્પાઈડર
આધારને મળતો આવતો પણ કમાન-આકારનું માથા સાથેનો; કયૂ-દડાની ઊંચાઈ કરતાં ઉપર કયૂના ટોપકાને આધાર આપવા અને ઊંચો કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
રાજહંસ (સ્વાન અથવા રાજહંસ-ગરદન આકારનો સ્પાઈડર)
આ સાધન, એકમાત્ર લંબાવેલી ગરદન સાથેનો અને છેડા પર દાંતા-જેવો કાંટો ધરાવતો આધાર છે, જેનો ઉપયોગ દૂરના દડાઓના સમૂહને ગબડાવવા માટે કયૂને સક્ષમ બનાવવા માટે થાય છે.
ત્રિકોણ / રૅક
વિરામ પછી નવું ચોકઠું શરૂ કરવા માટે તમામ લાલ દડાઓને જોઈતી ગોઠવણીમાં ભેગા કરવા માટે વપરવામાં આવતો સાધનનો ટુકડો.
લંબાવાયેલો આધાર
સામાન્ય આધાર જેવો જ, કુંદા પર તેને લગભગ ત્રણ ફૂટ જેટલો લંબાવી શકાય એવી રચના ધરાવતો આધાર.
લંબાવેલો સ્પાઈડર
રાજહંસ અને સ્પાઈડરનું સંકરણ. લાલ દડાઓના વિશાળ સમૂહ ઉપરથી પુલ બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. આજના દિવસોમાં વ્યવસાયી સ્નૂકરમાં તેનો ઉપયોગ ઓછો જોવા મળે છે પણ જયારે એક અથવા વધુ દડાઓની સ્થિતિ નિશાન લેનાર ખેલાડીને તેનું સ્પાઈડર ગોઠવવામાં અટકાવતી હોય ત્યારે એવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
અડધો કુંદો
તેને સામાન્ય રીતે ટેબલની નીચે રાખવામાં આવતો હોય છે, અડધો કુંદો એ ટેબલની લંબાઈનો આધાર અને કયૂનું સંયોજન છે અને ભાગ્યે જ તેને ઉપયોગમાં લેવાય છે, સિવાય કે કયૂ દડાને એવી રીતે મારવાની જરૂર હોય જેમાં ટેબલની સમગ્ર લંબાઈ એ ખરેખરી અડચણરૂપ બનતી હોય.
બોલ માર્કર
‘D’ આકારનો કાપો ધરાવતું બહુ-ઉપયોગી સાધન, જેને રેફરી (1) દડાની સ્થિતિ અંકિત કરવા માટે, દડાની બાજુમાં ગોઠવી શકે છે. પછી તેઓ સાફ કરવા માટે દડાને ત્યાં હટાવી શકે છે; (2) રંગીન દડાને તેના સ્થાને ગોઠવવામાં કોઈ દડો નડે છે કે કેમ તેનો નિર્ણય કરવા માટે; (3) જયારે એક મુકત દડા નિશાના પર લેતી વખતે "ચાલુ દડા"ની સાવ છેવાડાની ધારને કયૂ દડાનો ધક્કો લાગી શકે તેમ છે કે કેમ (સંભવિત વચ્ચે આવતા દડાને લગોલગ તેને ગોઠવીને) તે નિશ્ચિત કરવા માટે કરવામાં આવે છે.

નોંધપાત્ર ખેલાડીઓ

વ્યવસાયી યુગમાં 1930ના દાયકામાં જૉ ડેવિસથી આરંભ કરીને આજની તારીખ સુધીમાં, પ્રમાણમાં ઘણા જૂજ ખેલાડીઓ ટોચના સ્તરની સફળતા મેળવી શકયા છે.[૪૦] રમતનાં ધોરણો એવા છે કે તેમાં પાર ઉતરવા માટે ઘણાં વર્ષોના સર્મપણ અને પ્રયત્નો તેમ જ કુદરતી ક્ષમતાની આવશ્યકતા રહે છે, તેથી ચુનંદા સ્નૂકર ખેલાડીઓમાં પોતાનું સ્થાન અંકે કરવું અને જાળવવું એ ઘણું અઘરું કામ છે.[૪૧]

અમુક ખેલાડીઓએ દાયકાઓ સુધી આ રમતમાં પોતાનું વર્ચસ્વ જમાવી રાખતા હોવાનું વલણ હતું. રૅય રિઅરડનની સામાન્ય રીતે 1970ના દાયકાના મુખ્ય ખેલાડી તરીકે ગણના કરવામાં આવે છે, સ્ટીવ ડેવિસની 1980ના દાયકાના અને સ્ટીફન હેન્ડ્રીની 1990ના દાયકાના મુખ્ય ખેલાડી તરીકે ગણના કરવામાં આવે છે, જેમણે ક્રમાનુસાર 6, 6 અને 7 વિશ્વ ચેમ્પિયનશિપોમાં વિજય મેળવ્યો હતો. 2000ના દાયકામાં કોઈ એકનું વર્ચસ્વ નહોતું, રોની ઓ"સુલિવાને ત્રણ વખત બિરુદ મેળવ્યું હતું અને માર્ક વિલિયમ્સ અને જહોન હિગ્ગીન્સે બે-બે વખત બિરુદ મેળવ્યાં હતાં; હિગ્ગીન્સે 1998માં પણ એક વાર બિરુદ મેળવ્યું હોવાથી તેણે કુલ ત્રણ વખત બિરુદ મેળવ્યાં હતાં.[૪૨]

ભિન્ન રૂપો

  • સ્નૂકર પ્લસ, વધારાના દડાઓ સાથેનું ભિન્ન રૂપ
  • સિનુકા બ્રાસિલેઈરા, માત્ર એક જ લાલ દડો અને અપસારી નિયમો ધરાવતી બ્રાઝિલિયન આવૃત્તિ.
  • વોલ્યન્ટીયર સ્નૂકર, 1900ના દાયકાની શરૂઆતમાં આવેલું ભિન્ન રૂપ.
  • સિકસ-રેડ સ્નૂકર, માત્ર છ લાલ દડા સાથે રમવામાં આવતું ભિન્ન રૂપ.

આ પણ જોશો

  • સ્નૂકર સીઝન 2009/2010
  • સ્નૂકર વિશ્વ ક્રમાંકનો (વર્લ્ડ રેન્કિંગ) 2009/2010
  • મહત્તમ વિરામ
  • સ્નૂકર સૂચિઓ
  • સ્નૂકર લીગ

સંદર્ભો

બાહ્ય લિંક્સ

ઢાંચો:Cue sports nav

🔥 Top keywords: