ઇન્ટેલ કોર્પોરેશન

ઇન્ટેલ કોર્પોરેશન (ઢાંચો:Nasdaq; ઢાંચો:Hkex; ઢાંચો:Euronext) એ અમેરિકન વૈશ્વિક ટૅકનોલોજી કંપની છે અને આવકને આધારે વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદક છે.[૫] તે x86 શ્રેણીના માઇક્રોપ્રોસેસર્સની શોધક છે, આ પ્રોસેસર્સ મોટા ભાગના પર્સનલ કમ્પ્યૂટરોમાં જોવા મળે છે. ઇન્ટેલની સ્થાપના 18 જુલાઇ 1968ના રોજ, Int egrated (ઇન્ટીગ્રેટેડ) El ectronics (ઇલેક્ટ્રોનિક્સ) કોર્પોરેશન તરીકે (જો કે સામાન્ય ખોટો ખ્યાલ એ છે કે "ઇન્ટેલ" એ શબ્દ ઇન્ટે લિજન્સ (બુદ્ધિશાળી) પરથી લેવામાં આવ્યો છે) કરવામાં આવી હતી અને તે સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા, યુએસએ(USA)માં આવેલી છે. વધુમાં ઇન્ટેલ મધરબોર્ડ ચિપસેટ, નેટવર્ક ઇન્ટરફેસ કંટ્રોલર અને ઇન્ટિગ્રેટેડ સર્કીટ, ફ્લેશ મેમરી, ગ્રાફિક ચિપ્સ, એમ્બેડેડ પ્રોસેસર્સ અને સંદેશાવ્યવહાર અને કમ્પ્યુટિંગ સંબંધી અન્ય સાધનો પણ બનાવે છે. સેમિકન્ડક્ટરની શરૂઆત કરનારા રોબર્ટ નોયસી અને ગોર્ડોન મૂર દ્વારા સ્થપાયેલી અને એન્ડ્રુ ગ્રોવની વહીવટી આગેવાની અને દૃષ્ટિ સાથે વ્યાપક રીતે સંકળાયેલી, ઇન્ટેલ એડવાન્સ્ડ ચિપ ડિઝાઇન ક્ષમતા અને અદ્યતન ઉત્પાદન ક્ષમતાનું સરસ સંયોજન છે. મૂળભૂત રીતે મુખ્યત્વે એન્જિનિયર્સ અને ટેકનોલોજિસ્ટમાં જાણીતી ઇન્ટેલની 1990ની "ઇન્ટેલ ઇનસાઇડ" જાહેરાત ઝુંબેશે તેને અને તેના પેન્ટિયમ પ્રોસેસરને ઘરે ઘરે જાણીતાં નામ બનાવી દીધાં.

Intel Corporation
Public
ઢાંચો:Nasdaq
ઢાંચો:Hkex
ઢાંચો:Euronext
Dow Jones Industrial Average Component
ઉદ્યોગSemiconductors
સ્થાપના1968[૧]
સ્થાપકોGordon E. Moore
Robert Noyce
મુખ્ય કાર્યાલય2200 Mission College Blvd.
Santa Clara, California[૨]
, U.S.
સેવા અપવામાં અવતા વિસ્તારોWorldwide
મુખ્ય લોકોJane E. Shaw
(Chairman)
Paul S. Otellini
(President and CEO)
ઉત્પાદનોMicroprocessors
Flash memory
Motherboard Chipsets
Network Interface Card
Bluetooth Chipsets
આવકIncrease US$ 43.6 billion (2010)[૩]
સંચાલન આવકIncrease US$ 15.9 billion (2010)[૩]
ચોખ્ખી આવકIncrease US$ 11.7 billion (2010)[૩]
કુલ સંપતિIncrease US$ 53.095 billion (2009)[૩]
કુલ ઇક્વિટીIncrease US$ 41.704 billion (2009)[૩]
કર્મચારીઓ83,500 (2008)[૩]
વેબસાઇટIntel.com
સંદર્ભો: 1Incorporated in California in 1968, reincorporated in Delaware in 1989.[૪]

ઇન્ટેલ એસઆરએએમ (SRAM) અને ડીઆરએએમ (DRAM) મેમરી ચિપ્સની પ્રારંભિક વિકાસકર્તા હતી અને 1981 સુધી તે જ તેનો મોટા ભાગનો કારોબાર હતો. ઇન્ટેલે જ્યારે 1971માં સૌ પ્રથમ વ્યાપારી માઇક્રોપ્રોસેસર ચિપ બનાવી હતી, પણ પર્સનલ કમ્પ્યૂટર(પીસી)ને સફળતા પ્રાપ્ત થઇ ન ત્યાં સુધી તે તેમનો મુખ્ય કારોબાર નહોતો પણ પછી તે તેમનો મુખ્ય કારોબાર બની ગયો. 1990ના દાયકા દરમિયાન, ઇન્ટેલે કમ્પ્યૂટર ઉદ્યોગને ઉત્તેજન આપવા માટે નવી માઇક્રોપ્રોસેસર ડિઝાઇન્સમાં ભારે માત્રામાં રોકાણ કર્યું હતું. આ ગાળા દરમિયાન ઇન્ટેલ પીસી(PCs) માટે માઇક્રોપ્રોસેસર્સની આગળપડતી સપ્લાયર બની ગઇ હતી અને પોતાની આક્રમકતા અને કેટલીકવાર બજારની પરિસ્થિતિ સામે રક્ષણાર્થે વિવાદાસ્પદ યુક્તિઓ માટે પણ જાણીતી હતી, જેમાં ખાસ કરીને એએમડી (AMD), તેમ જ પીસી(PC) ઉદ્યોગની દિશા પરના નિયંત્રણ માટે માઇક્રોસોફ્ટ સાથેના સંઘર્ષનો સમાવેશ થાય છે.[૬][૭]મિલવર્ડ બ્રાઉન ઓપ્ટીમોર દ્વારા પ્રકાશિત કરાયેલ 2010 વિશ્વની 100 અત્યંત શક્તિશાળી બ્રાન્ડોના ક્રમાંકનમાં કંપનીના બ્રાન્ડ મૂલ્યને 48મા ક્રમાંકે દર્શાવવામાં આવ્યું હતું.[૮]

ઇન્ટેલે વીજળીક પ્રસારણ અને ઉત્પાદનમાં પણ સંશોધનનો પ્રારંભ કરી દીધો છે.[૯][૧૦]

કોર્પોરેટ ઇતિહાસ

ઉત્પત્તિ અને આરંભનાં વર્ષો

સાન્ટા ક્લેરા, સીએ(CA), યુએસએ(USA)માં ઇન્ટેલનું વડુમથક

ગોર્ડોન ઇ. મૂર ("મૂરના કાયદા"થી જાણીતા, એક રસાયણશાસ્ત્રી અને ભૌતિકવિજ્ઞાનવિદ્) અને રોબર્ટ નોયસી(ભૌતિકવિંદ્ અને ઇન્ટીગ્રેટેડ સર્કિટના સહ-શોધક)એ ફેઅરચાઇલ્ડ સેમિકન્ડક્ટર છોડી, તે પછી, 1968માં તે બંનેએ ઇન્ટેલની સ્થાપના કરી હતી. ફેઅરચાઇલ્ડના અસંખ્ય અન્ય કર્મચારીઓ પણ અન્ય સિલિકોન વેલી કંપનીઓમાં સહભાગી બનવા જતા રહ્યા હતા. ઇન્ટેલના ત્રીજો કર્મચારી એન્ડી ગ્રોવ હતા,[૧૧] જેઓ કેમિકલ એન્જિનિયર હતા અને જેમણે 1980ના દાયકાનો મોટા ભાગનો સમય કંપનીને ચલાવી હતી અને 1990ના દાયકામાં ઊંચી વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી. ગ્રોવને હવે કંપનીના મહત્ત્વના કારોબાર અને વ્યૂહાત્મક આગેવાન તરીકે યાદ કરવામાં આવે છે. 1990ના દાયકાના અંત સુધીમાં ઇન્ટેલ વિશ્વમાં અનેક વિશાળ અને સફળ કારોબારો ધરાવતી કંપનીઓમાંની એક હતી.[સંદર્ભ આપો]

નામનું મૂળ

તેની સ્થાપના વખતે, ગોર્ડોન મૂર અને રોબર્ટ નોયસી નવી કંપનીનું નામ મૂર નોયસી રહે તેવું ઇચ્છતા હતા.[૧૨] જો કે તેનો ઉચ્ચાર, સમાન ઉચ્ચાર પણ ભિન્ન અર્થ ધરાવતા મોર નોઇઝ (વધુ ઘોંઘાટ) સાથે મળતો આવતો હતો- જે એક ઇલેક્ટ્રોનિક્સ કંપની માટે તદ્દન અયોગ્ય નામ હતું, કેમ કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક્સમાં અવાજની અનિચ્છનીય હોય છે અને તેને ખાસ કરીને ખરાબ દરમિયાનગીરી સાથે સાંકળવામાં આવે છે. પોતાની કંપનીને Int egrated(ઇન્ટીગ્રેટેડ) El ectronics(ઇલેક્ટ્રોનિક્સ) અથવા ઇન્ટેલ તરીકે કહેવાનું નક્કી કર્યું તે પહેલાં તેમણે એક વર્ષ એનએમ(NM) ઇલેક્ટ્રોનિક્સના નામનો ઉપયોગ કર્યો હતો.[૧૩] જો કે ઇન્ટેલ પહેલેથી એક હોટેલ શૃંખલાનો ટ્રેડમાર્ક હોવાથી, તેમણે સૌ પ્રથમ આ નામ માટે હક્કોની ખરીદી કરવી પડી હતી.[૧૪]

પ્રારંભિક ઇતિહાસ

ઇન્ટેલે વિવિધ અલગ અલગ તબક્કાઓ દરમિયાન વિકાસ સાધ્યો છે. તેની સ્થાપના વખતે, ઇન્ટેલ માત્ર તેની સેમિકન્ડક્ટર બનાવવાની ક્ષમતા દ્વારા અલગ પડતી હતી, અને તેનાં પ્રાથમિક ઉત્પાદનો સ્ટેટિક રેન્ડમ એક્સેસ મેમરી (એસઆરએએમ-SRAM) ચિપ હતી. 1970ના દાયકા દરમિયાન, ઇન્ટેલે તેની ઉત્પાદન પ્રક્રિયાને સુધારી અને વિસ્તારી, અને ઉત્પાદનોની વધુ વ્યાપક ઉત્પાદન શ્રેણી રજૂ કરી તેથી તેના વેપારમાં વૃદ્ધિ થઈ, હજુ પણ વિવિધ મેમરી સાધનોની બાબતે તે પ્રભુત્વ ધરાવે છે.

ઇન્ટેલે 1971માં પ્રથમ વ્યાપારી રીતે ઉપલબ્ધ એવા માઇક્રોપ્રોસેસર (ઇન્ટેલ 4004)નું સર્જન કર્યું અને 1972માં અનેક માઇક્રોકમ્પ્યૂટરોમાંના એકનું સર્જન કર્યું,[૧૫][૧૬] 1980ના દાયકાના આરંભમાં તેના કારોબારમાં ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી ચિપ્સનું પ્રભુત્વ હતું. જો કે જાપાનીઝ સેમિકન્ડક્ટર ઉત્પાદકો દ્વારા વધેલી સ્પર્ધાએ 1983 સુધીમાં આ બજારની નફાકારકતામાં નાટ્યાત્મક ઘટાડો કર્યો, અને આઇબીએમ(IBM) પર્સનલ કમ્પ્યૂટરની અચાનક સફળતાએ તે સમયના સીઇઓ(CEO) ગ્રોવને કંપનીના ધ્યાનને માઇક્રોપ્રોસેસર્સ પર લઇ જવા અને તે કારોબાર મોડેલના મૂળભૂત તબક્કાઓ બદલવા સહમત કર્યા હતા.

1980ના દાયકાના અંતમાં આ નિર્ણય સફળ સાબિત થયો હતો. ઝડપથી વિકસતા જતા પર્સનલ કમ્પ્યૂટર માર્કેટમાં આઇબીએમ(IBM) અને તેના હરીફો માટે માઇક્રોપ્રોસેસર સપ્લાયર તરીકેની પોતાની આકસ્મિક સ્થિતિથી પ્રેરાઇને, ઇન્ટેલે પીસી(PC) ઉદ્યોગના મુખ્ય (અને અત્યંત નફાકારક) હાર્ડવેર સપ્લાયર તરીકેના 10 વર્ષના અણધારી વૃદ્ધિના ગાળા તરફ પ્રયાણ કર્યું હતું. 1990ના દાયકાના અંતમાં, તેની પેન્ટિયમ પ્રોસેસર્સની લીટી ઘરે ઘરે જાણીતી બની ગઇ હતી.

ઘટતી જતી માગ અને વર્ચસ્વ સામેના પડકારો

2000 બાદ, હાઇ-એન્ડ માઇક્રોપ્રોસેસર્સની માંગમાં થતો વધારો ધીમો પડતો ગયો. સ્પર્ધકોમાં એએમડી (AMD) નોંધપાત્ર હતી (ઇન્ટેલની તેના પ્રાથમિક x86 આર્કેટેક્ચર માર્કેટમાં સૌથી મોટી સ્પર્ધક) જેણે નોંધપાત્ર બજાર હિસ્સો સર કર્યો હતો, પ્રારંભમાં લૉ-એન્ડ અને મિડ-રેન્જ પ્રોસેસર્સમાં પરંતુ અંતે તો તમામ પ્રોડક્ટોમાં હિસ્સો સર કર્યો હતો, અને ઇન્ટેલની તેના પ્રમુખ બજારમાંની અગ્રણી સ્થિતિમાં ભારે ઘટાડો થયો હતો.[૧૭] 2000ના દાયકાના પ્રારંભમાં તે વખતના સીઇઓ ક્રેગ બેરેટ્ટે કંપનીના કારોબારને સેમિકન્ડક્ટર્સ ઉપરાંત પણ વિસ્તારવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાંની થોડી પ્રવૃત્તિઓ જ અંતે સફળ થઇ હતી.

ઇન્ટેલ પણ અનેક વર્ષો સુધી દાવાઓમાં સંડોવાયેલી રહી હતી. જ્યાં સુધી ઇન્ટેલ અને સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (એસઆઇએ) દ્વારા 1984ના સેમિકન્ડક્ટર ચિપ પ્રોટેક્શન એક્ટની માંગણી કરવામાં આવી ન હતી ત્યાં સુધી અમેરિકાએ પ્રારંભમાં માઇક્રોપ્રોસેસર ક્ષેત્રવિદ્યા (સર્કીટ લેઆઉટ)સંબંધિત બૌદ્ધિક સંપત્તિ અધિકારોને માન્યતા આપી ન હતી.[૧૮] (આ કાયદો પસાર થયા બાદ) 1980ના અને 1990ના દાયકાના અંત ભાગમાં ઇન્ટેલે જે કંપનીઓએ 80386 સીપીયુ(CPU)માં સ્પર્ધક ચિપ્સ વિકસાવવાનો પ્રયત્ન કર્યો હતો તેમની સામે અદાલતમાં દાવો માંડ્યો હતો.[૧૯] ઇન્ટેલે દાવાઓમાં હારી ગઇ હોય તો પણ, આ કાનૂની દાવાઓને કારણે સ્પર્ધા પર, કાનૂની બિલો સહિત, નોંધપાત્ર અસર પડી હતી.[૧૯] અવિશ્વાસના આરોપો કે જે 1990ના દાયકાના આરંભથી ઉકળતા રહ્યા હતા અને તે 1991માં ઇન્ટેલની સામે એક અદાલતી દાવાનું કારણ બન્યા હતા, તે 2004માં અને ફરીથી 2005માં પણ, એએમડીએ ઇન્ટેલની સામે ગેરવાજબી સ્પર્ધા સંબંધિત વધુ દાવાઓ કર્યા હોવાથી ફરીથી ફાટી નીકળ્યા હતા.

2005માં, સીઇઓ પાઉલ ઓટેલ્લીનીએ (એન્ટરપ્રાઇસ, ડિજીટલ હોમ, ડિજીટલ હેલ્થ અને મોબિલીટી) પ્લેટફોર્મ પર તેના કોર પ્રોસેસર અને ચિપસેટ પર પુનઃધ્યાન કેન્દ્રિત કરવા માટે કંપનીનું પુનર્ગઠન કર્યું, જેના કારણે 20,000થી વધુ નવા કર્મચારીઓને કામે રાખવા પડ્યા હતા. સપ્ટેમ્બર 2006માં નફો ઘટતો હોવાના કારણે કંપનીએ પુનર્ગઠનની જાહેરાત કરી હતી, જે 10,500 અથવા જુલાઇ 2006માં કુલ શ્રમદળના 10 ટકા જેટલા કર્મચારીઓને લે-ઓફ આપવામાં પરિણમી હતી.

પુનઃ વેગ પકડવો

ગુમાવી દીધેલી બજારની સ્થિતિ બળને પુનઃપ્રાપ્ત કરવાની જરૂરિયાતનો સામનો કરતા,[૧૭][૨૦] ઇન્ટેલે તેની અગાઉની ટેકનોલોજિકલ અગ્રણી સ્થાન પુનઃપ્રાપ્ત કરવા માટે નવા ઉત્પાદન વિકાસ મોડેલનો પ્રારંભ કર્યો હતો. તેના "ટિક ટોક મોડેલ" તરીકે જાણીતો, આ કાર્યક્રમ માઇક્રોઆર્કિટેક્ચરની શોધ અને પ્રોસેસ શોધના વાર્ષિક ફેરફાર પર આધારિત હતો.

2006માં, ઇન્ટેલે પી6 (P6) અને નેટબર્સ્ટ પ્રોડક્ટોનું ઘટાડેલા ડાઇ કદ (65 એનએમ) સાથે ઉત્પાદન કર્યું હતું. એક વર્ષ બાદ તેણે બહોળા પ્રમાણમાં મળેલા પ્રતિસાદને કારણે તેના કોર આર્કિટેક્ચરનો પ્રારંભ કર્યો હતો;[૨૧] આ પ્રોડક્ટોને પ્રોસેસરની કામગીરીમાં અપવાદરૂપ સિદ્ધિ તરીકે જોવાતી હતી જેના કારણે કંપનીએ એક જ ઝટકામાં આ ક્ષેત્રે પોતાની મોટા ભાગની આગેવાની પુનઃપ્રાપ્ત કરી લીધી હતી.[૨૨][૨૩] 2008માં, આપણે બીજું "ટીક" જોયું, ઇન્ટેલે પેનરીન માઇક્રોપ્રોસેસરની જાહેરાત કરી હતી, જેમાં 65 એનએમથી ઘટાડીને 45 એનએમ સુધીનો ઘટાડો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને એક વર્ષ બાદ હકારાત્મક રીતે સમીક્ષા કરેલા પ્રોસેસર નેહાલેમને બહાર આવતા જોયું હતું, ત્યાર બાદ 32 એનએમ પ્રોસેસ સુધીનો સિલિકોન ઘટાડો થયો હતો.

આવું કરનાર ઇન્ટેલ પ્રથમ માઇક્રોપ્રોસેસર કોર્પોરેશન ન હતું. ઉદાહરણ તરીકે, 1996ની આસપાસ ગ્રાફિક્સ ચિપ્સ ડિઝાઇનર્સ એનવિદીયા(nVidia)એ પોતાના કારોબાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને બજારને પડતી મુશ્કેલીઓમાંથી માર્ગ કાઢવા 6 મહિનાની આંતરિક પ્રોડક્ટ સાયકલ અપનાવી હતી, જેની પ્રોડક્ટોએ બજારની અપેક્ષાએ વારંવાર સારું કામ કર્યું હતું.

એક્સસ્કેલ(XScale) પ્રોસેસર કારોબારનું વેચાણ

27 જૂન 2006ના રોજ ઇન્ટેલની એક્સસ્કેલ(XScale) મિલકતોના વેચાણની જાહેરાત કરવામાં આવી હતી. ઇન્ટેલે માર્વેલ ટેકનોલોજી ગ્રુપને અંદાજિત 600 મિલિયન ડોલર (તે તેમણે 1.6 અબજ ડોલરમાં ખરીદ્યું હતું) રોકડમાં અને અનિશ્ચિત જવાબદારીઓ સહિત વેચવાની સંમતિ દર્શાવી હતી. આ પગલાંથી ઇન્ટેલ પોતાનું ધ્યાન તેના કોર એક્સ86 અને સર્વર કારોબાર આપી શકવા મુક્ત બનતું હતું, 9 નવેમ્બર 2006ના રોજ આ હસ્તાતંરણ પૂર્ણ થયું હતું.[૨૪]

મેકાફી(McAfee) અને ઇનફિનીયોન ટેકનોલોજીઓના વાયરલેસ મોલ્યુશન્સ કારોબારનું સંપાદન

19 ઓગસ્ટ 2010ના રોજ, ઇન્ટેલે જાહેરાત કરી કે તેણે કમ્પ્યૂટર સિક્યુરિટી ટેકનોલોજીની નિર્માતા મેકાફી(McAfee)ને ખરીદી લેવાનું વિચાર્યું છે. તેની ખરીદ કિંમત 7.68 અબજ ડોલર હતી અને કંપનીએ જણાવ્યું હતું કે જો સોદો મંજૂર થશે તો નવી પ્રોડક્ટો 2011ના પ્રારંભમાં બજારમાં મૂકવામાં આવશે.[૨૫] આ સંપાદન ઇન્ફર્મેશન સિક્યુરિટી ઉદ્યોગમાં સૌથી મોટું હતું અને ઇન્ટેલનાં 42 વર્ષના ઇતિહાસમાં પણ સૌથી મોટું હતું. ઇન્ફિનીયોન સોદા સાથે, ઇન્ટેલ કંપનીની ટેકોનોલોજીને ઉપભોક્તા પ્રોડક્ટો જેમ કે લેપ્ટોપ, સ્માર્ટ ફોન, નેટબુક્સ, ટેબ્લેટ્સ અને એમ્બેડેડ કમ્પ્યૂટર્સમાં ઉપયોગમાં લેવા વિચારતી હતી, અંતે તેના વાયરલેસ મોડેમને ઇન્ટેલની સિલિકોન ચિપ્સમાં સંકલિત કરી દેવાના વિચાર સાથે.[૨૬] ઇન્ટેલે મેકાફીના સંપાદન માટે 26 જાન્યુઆરી 2011ના રોજ યુરોપીય સંઘની મંજૂરી પ્રાપ્ત કરી હતી. ઇન્ટેલની ચિપ્સ અને પર્સનલ કમ્પ્યૂટર્સના ઉપયોગને રજા આપવા માટે ઇન્ટેલ તેની હરીફ સિક્યુરિટી કંપનીઓને દરેક આવશ્યક માહિતી જોવા મળશે તેવી બાંયધરી આપવા સંમત થયું હતું.[૨૭]

પ્રોડક્ટ અને બજાર ઇતિહાસ

એસઆરએએમએસ(SRAMS) અને માઇક્રોપ્રોસેસર

કંપનીની પ્રથમ પ્રોડક્ટો શિફ્ટ રજિસ્ટર મેમરી અને રેન્ડમ-એક્સેસ મેમરી સંકલિત સર્કિટ્સ હતી અને ઇન્ટેલ ભારે સ્પર્ધાત્મક એવા ડીઆરએએમ(DRAM), એસઆરએએમ (SRAM), અને આરઓએમ (ROM) બજારોમાં 1970ના દાયકામાં એક અગ્રણી તરીકે વિકસી હતી. તે જ સમયે ઇન્ટેલના એન્જિનિયરો માર્સીયન હોફ્ફ, ફેડેરીકો ફાગ્ગીન, સ્ટેનલી મેઝોર અને માસાતોશી શિમાએ ઇન્ટેલના પહેલવહેલા માઇક્રોપ્રોસેસરની શોધ કરી હતી. મૂળભૂત રીતે જાપાનીઝ કંપની બુસીકોમ માટે, બુસીકોમે અગાઉથી ઉત્પાદિત કરેલા કેલ્ક્યુલેટરમાં અસંખ્ય એએસઆઇસી(ASIC)ને બદલવા માટે વિકસાવવામાં આવેલા ઇન્ટેલ 4004ને સૌપ્રથમ વખત જથ્થાબંધ બજારમાં 15 નવેમ્બર 1971ના રોજ રજૂ કરવામાં આવ્યા, જો કે માઇક્રોપ્રોસેસર 1980ના દાયકાના મધ્ય સુધીમાં ઇન્ટેલનો મુખ્ય કારોબાર બની શક્યા ન હતા. (નોંધ: ઇન્ટેલને સામાન્ય રીતે લગભગ એકી સાથે કરેલી માઇક્રોપ્રોસેસરની શોધ માટે ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટ્સ સાથે યશ આપવામાં આવે છે.)

ડીઆરએએમ(DRAM)થી માઇક્રોપ્રોસેસર્સ સુધી

1983માં પર્સનલ કમ્પ્યૂટર યુગના પ્રારંભથી, જાપાનીઝ મેમરી ચિપ ઉત્પાદકોના કારણે ઇન્ટેલના નફા પર દબાણમાં વધારો થયો હતો અને તે સમયના પ્રેસિડન્ટ એન્ડી ગ્રૂવે કંપનીને માઇક્રોપ્રોસેસર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા દોરી હતી. ગ્રૂવે આ સંક્રાંતિનું પુસ્તક ઓન્લી ધ પેરાનોઇડ સર્વાઇવ માં વર્ણન કર્યું છે. ત્યારે ક્રાંતિકારી માનવામાં આવતો વિચાર- લોકપ્રિય 8086 માઇક્રોપ્રોસેસરના અનુગામીઓ માટે એક માત્ર સ્ત્રોત બનવાનો વિચાર તેમની યોજનાનું મહત્ત્વનું પાસું હતો.

ત્યાં સુધી, એક જ સપ્લાયર નિર્ભર રહેવા માટે જટીલ સંકલિત સર્કિટનું ઉત્પાદન પૂરતું વિશ્વસનીય ન હતું, પરંતુ ગ્રૂવે ત્રણ અલગ ભૌગોલિક ફેક્ટરીમાં પ્રોસેસર્સનું ઉત્પાદન કરવાનો પ્રારંભ કર્યો અને ઝીલોગ અને એએમડી(AMD) જેવા સ્પર્ધકોની ચિપ ડિઝાઇન જપ્ત કરી લીધી. જ્યારે 1980 અને 1990ના દાયકાના અંતમાં પીસી(PC) ઉદ્યોગમાં તેજી આવી ત્યારે ઇન્ટેલ મુખ્ય લાભાર્થીઓમાંની એક હતી.

ઇન્ટેલ એક્સ86 (x86) પ્રોસેસર્સ અન આઇબીએમ પીસી (ઇબ્મ PC)

ઇન્ટેલ 8742, 8 બીટ માઇક્રોકંટ્રોલરની ડાઇ, જેમાં સમાન ચિપમાં 12 MHz પર ચાલતાં સીપીયુ(CPU), 128 બાયટ્સ રેમ (RAM), 2048 બાયટ્સ ઇપીરોમ (EPROM), અને I/Oનો સમાવેશ.

માઇક્રોપ્રોસેસર પાયાની અગત્યતા હોવા છતાં 4004 અને તેના અનુગામીઓ 8008 અને 8080 ક્યારેય ઇન્ટેલ માટે આવકમાં મોટા પરિબળ રહ્યા નહીં. પછીના પ્રોસેસર તરીકે, 8086 (અને તેના સ્વરૂપ 8088)ને 1978માં પૂર્ણ કરવામાં આવ્યા હતા, ઇન્ટેલે મોટા પાયે માર્કેટિંગ અને વેચાણ ઝુંબેશ શરૂ કરી અને તેના માટે ચિપને "ઓપરેશન ક્રશ" એવું નામ આપવામાં આવ્યું હતું અને શક્ય હોય ત્યાં સુધી વધુમાં વધુ ગ્રાહકો પ્રાપ્ત કરવાનો તેમનો ઇરાદો હતો. એક ડિઝાઇને સફળતા પ્રાપ્ત કરી હતી તે હતી નવા જ સર્જાયેલા આઇબીએમ પીસી (IBM PC) ડિવિઝન, જો કે તેનું મહત્ત્વ તે સમયે સંપૂર્ણપણે સમજી શકાયું ન હતું.

આઇબીએમે 1981માં તેના પર્સનલ કમ્પ્યૂટર રજૂ કર્યાં હતાં અને તેણે ઝડપથી સફળતા પ્રાપ્ત કરી હતી. 1982માં ઇન્ટેલે 80286 માઇક્રોપ્રોસેસરનું સર્જન કર્યું હતું, જે બે વર્ષ બાદ આઇબીએમના પીસી/એટીમાં વાપરવામાં આવ્યું હતું. કોમ્પેક, પ્રથમ આઇબીએમ પીસી "ક્લોન" ઉત્પાદકે, 1985માં ઝડપી 80286 પ્રોસેસર પર આધારિત ડેસ્કટોપ સિસ્ટમનું ઉત્પાદન કર્યું હતું અન 1986માં ઝડપથી પ્રથમ 80386-આધારિત સિસ્ટમનું અનુસરણ કર્યું હતું, જેણે આઇબીએમને પાછળ રાખી હતી અને પીસી સ્વીકાર્ય સિસ્ટમ્સ માટે સ્પર્ધાત્મક બજારની સ્થાપના કરી હતી અને ઇન્ટેલને મહત્ત્વના પૂરજાઓના સપ્લાયર તરીકે સ્થાપિત કરી હતી.

1975માં કંપનીએ અત્યંત વિકસિત એવા 32 બીટ માઇક્રોપ્રોસેસરને વિકસાવવા માટેનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો, જે અંતે 1981માં ઇન્ટેલ આઇએપીએક્સ(iAPX) 432 તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પણ ઘણો મહત્ત્વાકાંક્ષી હતો અને પ્રોસેસર ક્યારેય તેના કામગીરી લક્ષ્યાંકોને પહોંચી વળવા સક્ષમ બન્યું ન હતુ અને તે બજારમાં નિષ્ફળ ગયું હતું. ઇન્ટેલે તેના બદલે એક્સ86(x86) આર્કિટેક્ચરને 32 બીટ સુધી વિસ્તાર્યું હતું.[૨૮][૨૯]

386 માઇક્રોપ્રોસેસર

આ ગાળા દરમિયાન એન્ડ્રુ ગ્રૂવે નાટ્યાત્મક રીતે કંપનીને પુનઃમાર્ગદર્શિત કરી હતી, જેમાં તેનો મોટા ભાગનો ડીઆરએએમ(DRAM)નો કારોબાર બંધ કરી દીધો હતો અને માઇક્રોપ્રોસેસર કારોબારના સ્રોતોને માર્ગદર્શન આપ્યું હતું. કદાચ "એકમાત્ર સ્રોત" 386 માઇક્રોપ્રોસેસરનો તેમનો નિર્ણય ભારે મહત્ત્વ ધરાવે છે. તે પહેલાં, માઇક્રોપ્રોસેસર ઉત્પાદન તેના પ્રાથમિક તબક્કામાં હતું અને ઉત્પાદન મુશ્કેલીઓએ ઉત્પાદનમાં સતત ઘટાડો કર્યો હતો કે બંધ કરી દીધું હતું, જે ગ્રાહકોને આપવાના પુરવઠામાં અંતરાય ઊભો કરતું હતું. આ જોખમને પહોંચી વળવા આ ગ્રાહકોએ ખાસ કરીને એવો આગ્રહ સેવ્યો હતો કે અનેક ઉત્પાદકો ચિપ્સનું ઉત્પાદન કરે જેથી તેઓ સતત પુરવઠો રહેશે તેની ખાતરી પ્રાપ્ત કરી શકે. 8080 અને 8086-શ્રેણીના માઇક્રોપ્રોસેસર્સનું વિવિધ કંપનીઓમાં ખાસ કરીને એએમડી દ્વારા ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગ્રૂવે 386 ડિઝાઇનનો અન્ય ઉત્પાદકોને પરવાનો નહી આપવાનો નિર્ણય કર્યો, તેના બદલે ત્રણ અલગ ભૌગોલિક વિસ્તારોમાં જેમ કે સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા; હિલ્સબોરો, ઓરેગોનમાં ફેક્ટરીઓમાં ઉત્પાદન કરવાનું નક્કી કર્યું હતું; અને ફોનિક્સ, ચાંડલરના પેટાભાગ એરિઝોનામાં તેમનું ઉત્પાદન કરવાનો નિર્ણય કર્યો,અને ગ્રાહકોને ખાતરી આપી કે તે સતત પુરવઠો પૂરો પાડશે. કોમેપ્કના ડેસ્કપ્રો 386એ 386ને આગવી સીપીયુ પસંદગી તરીકે સ્થાપિત કરતાં ઇન્ટેલે તેના સપ્લાયર તરીકે વિશિષ્ટ સ્રોતની નજીકની સ્થિતિ પ્રાપ્ત કરી હતી. આમાંથી મળતા નફાને ઊંચી કામગીરી વાળી ચિપ ડિઝાઇનો અને ઊંચી કામગીરી વાળી ઉત્પાદન ક્ષમતાઓ તરફ વાળવામાં આવ્યો હતો, જે ઇન્ટેલને 1990ના દાયકાના પ્રારંભમાં બિનવિવાદાસ્પદ આગેવાનીની સ્થિતિ પર રહેવા આગળ ધકેલતો હતો.

486, પેન્ટિયમ અને ઇટાનિયમ

ઇન્ટેલે 1989માં 486 માઇક્રોપ્રોસેસરની રજૂઆત કરી હતી અને 1990માં બીજી ડિઝાઇન ટીમની ઔપચારિક રીતે સ્થાપના કરી હતી, જેણે સમાંતર રીતે "P5" અને "P6" કોડ નામના પ્રોસેસર્સની ડિઝાઇન કરી હતી અને આ પ્રકારની ડિઝાઇને અગાઉ જેમ ચારથી પાંચ વર્ષો લીધા હતા તેનાથી વિરુદ્ધ દર બે વર્ષે મોટા નવા પ્રોસેસર પૂરા પાડવાનું વચન આપ્યું હતું. P5 અગાઉ "ઓપરેશન બાયસાયકલ" તરીકે ઓળખાતી હતી, જે પ્રોસેસરની સાયકલનો નિર્દેશ આપે છે. P5ની 1993માં ઇન્ટેલ પેન્ટિયમ તરીકે રજૂઆત કરવામાં આવી હતી, જે અગાઉના ભાગના ક્રમાંકો માટે નોંધણીવાળા ટ્રેડમાર્કનો પૂરક હતો (ક્રમાંકો, જેમ કે 486ને ટ્રેડમાર્ક તરીકે નોંધવું મુશ્કેલ છે). ત્યાર બાદ 1995માં P6 પેન્ટિયમ પ્રો તરીકે આવ્યું હતું અને તે 1997માં સુધારીને પેન્ટિયમ II થયું હતું. નવા આર્કિટેક્ચરને સાન્ટા ક્લેરા, કેલિફોર્નિયા અને હિલ્સબોરો, ઓરેગોનમાં વારાફરતી વિકસાવવામાં આવ્યા હતા.

સાન્ટા ક્લેરા ડિઝાઇન ટીમે 1993માં એક્સ (x86) આર્કિટેક્ચરના અનુગામી અને "P7" કોડનામવાળાની વિચારણા કરી હતી. પ્રથમ પ્રયત્ન એક વર્ષ બાદ પડતો મૂકવામાં આવ્યો હતો, પરંતુ હ્યુવલેટ પેકાર્ડના એન્જિનીયરો સાથેના એક સહકાર કાર્યક્રમમાં ઝડપથી પુનઃ સજીવન કરવામાં આવ્યો હતો, જો કે ઇન્ટેલે તરત જ પ્રાથમિક ડિઝાઇન જવાબદારી લઇ લીધી હતી. આઇએ-64 (IA-64) 64-બીટ આર્કિટેક્ચરનું પરિણમેલું અમલીકરણ ઇટાનિયમ હતું, અંતે જૂન 2001માં રજૂ કરવામાં આવ્યું હતું. ઇટાનિયમની કામગીરી આધારિત વારસો એક્સ 86 (x86) કોડ આશાઓને પરિપૂર્ણ કરી શક્યો નહીં અને તે મૂળ એક્સ86 (x86) આર્કિટેક્ચરના સંદર્ભમાં 64 બીટ વિસ્તરણો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરવામાં નિષ્ફળ ગયો, જે એક્સ86-64 (x86-64) નામનો હતો અને એએમડી દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. (જો કે ઇન્ટેલ ઇન્ટેલ 64 , જે અગાઉ ઇએમ64ટી (EM64T) હતું તેનો ઉપયોગ કરે છે). 2009માં પણ ઇન્ટેલે ઇટાનિયમને વિકસાવવાનું અને કામે લગાડવાનું ચાલુ રાખ્યું હતું.

હિલ્સબોરો ટીમે વિલામેટ્ટી પ્રોસેસર્સ (કોડ નામ P67 અને P68)ની ડિઝાઇન કરી હતી, જેનું પેન્ટિયમ 4 તરીકે માર્કેટિંગ કરવામાં આવ્યું હતું.

પેન્ટિયમની ખામી

જૂન 1994માં ઇન્ટેલના એન્જિનિયરોએ P5 પેન્ટિયમ માઇક્રોપ્રોસેસરમાં ફ્લોટીંગ-પોઇન્ટ મેથ સબસેક્શનમાં ક્ષતિ શોધી કાઢી હતી. ચોક્કસ ડેટા નિર્ભરતા સ્થિતિ હેઠળ ફ્લોટીંગ પોઇન્ટ ડિવિઝન કામગીરીનાં પરિણામોના ઓછી માત્રાના બીટ્સ ખોટા હતા, આ ક્ષતિ ફ્લોટીંગ પોઇન્ટ કામગીરીઓમાં ઝડપથી વિકાસ પામે છે અને પછીની ગણતરીઓમાં મોટી ભૂલ લાવે છે. ઇન્ટેલે ભવિષ્યના ચિપ સુધારામાં આ ભૂલને સુધારી હતી, પરંતુ તેને જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. [સંદર્ભ આપો]

ઓક્ટોબર 1994માં લિંચબર્ગ કૉલેજ ખાતે ગણિતના અધ્યાપક ડો. થોમસ નાઇસલીએ સ્વતંત્ર રીતે બગની શોધ કરી હતી અને ઇન્ટેલ પાસેથી તેમની પૂછપરછનો કોઇ પ્રતિભાવ ન મળતાં 30 ઓક્ટોબરે ઇન્ટરનેટ પર સંદેશો મોકલ્યો હતો.[૩૦] બગનો શબ્દ ઝડપથી ઇન્ટરનેટ પર ફેલાયો હતો અને ત્યાર બાદ ઉદ્યોગ અને અખબારોમાં પણ ફેલાયો હતો. બગની નકલ કરવી સરેરાશ વપરાશકર્તા માટે સરળ હોવાથી (ક્રમાંકોની શ્રેણી કે જેને ઓએસ કેલ્ક્યુલેટરમાં ભૂલ દર્શાવવા માટે એન્ટર કરી શકાય), ઇન્ટેલના તે નજીવી છે અને "છાપભૂલ પણ નથી" તેવા નિવેદનનો ઘણા કમ્પ્યૂટર વપરાશકર્તાઓએ સ્વીકાર કર્યો ન હતો. 1994માં આભારપ્રવચનમાં, ધ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પત્રકાર જોહ્ન માર્કોફ્ફે એક ફકરો લખ્યો હતો, જે ભૂલ પર પ્રકાશ પાડતો હતો. ઇન્ટેલે તેનું વલણ બદલ્યું અને દરેક ચિપને બદલી નાખવાનો પ્રસ્તાવ મૂક્યો, તેમજ ઝડપથી મોટી અંતિમ-વપરરાશકર્તા સહાય સંસ્થાની સ્થાપના કરી. આ બાબત ઇન્ટેલની 1994ની આવક સામે 500 મિલિયન ડોલરના દંડમાં પરિણમી હતી.

વધુમાં ધારણાથી વિરુદ્ધ "પેન્ટિયમ ક્ષતિ"ની ઘટના પણ ઘટી હતી, ઇન્ટેલનો તે પ્રત્યેનો પ્રતિભાવ અને આસપાસનાં માધ્યમોમાં આવેલા સમાચારે ઇન્ટેલને એક ટેકનોલોજી સપ્લાયર તરીકે જ નહીં પરંતુ સામાન્ય રીતે અજાણ એવા મોટા ભાગના કમ્પ્યૂટર-વપરાશકર્તાથી લઇને ઘરગથ્થુ વપરાશકારોમાં જાણીતી કરી હતી. અંતર્ગથનના કામમાં યોગ્ય રહેલી "ઇન્ટેલ ઇનસાઇડ" ઝુંબેશમાં, આ પ્રકરણને ઇન્ટેલ માટે હકારાત્મક હોવાનું મનાય છે, જેમાં તેણે અંતિમ-વપરાશકર્તા લક્ષી પોતાની કેટલીક કારોબાર પદ્ધતિઓમાં ફેરફાર કર્યો હતો અને નોંધપાત્ર માત્રામાં જાહેર જાગૃત્તિનું સર્જન કરીને પોતાની છેલ્લી નકારાત્મક છાપને દૂર કરી હતી.[૩૧]

ઇન્ટેલ ઇનસાઇડ, ઇન્ટેલ સિસ્ટમ્સ ડિવિઝન અને ઇન્ટેલ આર્કિટેક્ચર લેબ્સ

આ ગાળા દરમિયાન ઇન્ટેલે બે મોટા ટેકારૂપ કાર્યક્રમો હાથ ધર્યા હતા જેણે તેમના પ્રોસેસર્સની સફળતાની બાંયધરીમાં સહાય કરી હતી. પ્રથમ બહોળા પ્રમાણમાં જાણીતુ છેઃ 1991 "ઇન્ટેલ ઇનસાઇડ" માર્કેટિંગ અને બ્રાન્ડિંગ ઝુંબેશ. સમાવિષ્ટ પૂરજાઓના બ્રાન્ડિંગનો ખ્યાલ તે સમયે નવો હતો, જેમાં ફક્ત ન્યુટ્રાસ્વીટ અને અન્ય થોડાઓએ પ્રયત્ન કર્યો હતો. [૩૨] આ ઝુંબેશે ઇન્ટેલને સ્થાપિત કરી હતી, જે પીસી(PC) ઉદ્યોગની બહાર ઘરગથથુ નામ તરીકે એક ઘટકના સપ્લાયર તરીકે જ ઓછી જાણીતી હતી. બીજા કાર્યક્રમ ઓછો જાણીતો છે: ઇન્ટેલના સિસ્ટમ્સ જૂથનો પ્રારંભ થયો હતો, જે પીસી(PC)ના "મધરબોર્ડઝ", પર્સનલ કમ્પ્યૂટરના મુખ્ય બોર્ડના કોમ્પોનન્ટનું અન જેમાં પ્રોસેસર (સીપીયુ) (CPU) અને મેમરી (આરએએમ)(RAM) ચિપ્સ પ્લગ થયેલા હોય છે તેનું ઉત્પાદન કરે છે.[૩૩] તેના થોડા સમય બાદ, ઇન્ટેલે ઝડપથી વિસ્તરતી જતી ડઝન જેટલી પીસી(PC) ક્લોન કંપનીઓ માટે સંપૂર્ણ કંફ્યૂગર્ડ "વ્હાઇટ બોક્સ" સિસ્ટમ્સનું ઉત્પાદન શરૂ કર્યું.[સંદર્ભ આપો] 1990ના દાયકાના મધ્યની વ્યસ્ત સિઝનમાં, ઇન્ટેલે તમામ પીસી(PC)ના 15 ટકાથી વધુનું ઉત્પાદન કર્યું હતું, જેના કારણે તે સમયની ત્રીજી સૌથી મોટી સપ્લાયર બની ગઇ હતી.[સંદર્ભ આપો]

1990ના દાયકા દરમિયાનમાં, ઇન્ટેલની આર્કિટેક્ચર લેબ (આઇએએલ-IAL) પર્સનલ કમ્પ્યૂટરના મોટા ભાગના હાર્ડવેરની શોધ માટે જવાબદાર હતી, તેમાં પીસીઆઇ(PCI) બસ, પીસીઆઇ(PCI) એક્સપ્રેસ (પીસીઆઇઈ-PCIe) બસ, યુનિવર્સલ સિરીયલ બસ (યુએસબી-USB), બ્લૂટૂથ વાયરલેસ ઇન્ટરકનેક્ટ, અને હવે આગવું સ્થાન[સંદર્ભ આપો] ધરાવતા મલ્ટીપ્રોસેસર સર્વરોના આર્કિટેક્ચરનો સમાવેશ થાય છે.[સ્પષ્ટતા જરુરી] આઇએએલ(IAL)ના સોફ્ટવર પ્રયત્નોના ભાગે વધુ મિશ્ર નસીબ આવ્યું હતું; તેના વિડીયો અને ગ્રાફિક્સ એ સોફ્ટવેર ડિજીટલ વીડીયોના વિકાસ માટે અગત્યના હતા, પરંતુ બાદમાં તેના પ્રયત્નો માઇક્રોસોફ્ટ તરફની સ્પર્ધાને કારણે ઢંકાઇ ગયા હતા. ઇન્ટેલ અને માઇક્રોસોફ્ટ વચ્ચેની સ્પર્ધાનો આઇએએલ(IAL)ના વાઇસ પ્રેસિડન્ટ સ્ટીવન મેકગેડીના માઇક્રોસોફ્ટ અવિશ્વાસ દાવાના સંબોધનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

સુપરકમ્પ્યૂટર્સ

હાયપરક્યુબ ક્ષેત્રવિદ્યામાં જોડાયેલા ઇન્ટેલ માઇક્રોપ્રોસેસર્સના આધારે પેરેલલ કમ્પ્યૂટર્સની ડિઝાઇન અને ઉત્પાદન કરવાના ઉદ્દેશથી ઇન્ટેલ સાયન્ટિફિક કમ્પ્યૂટર્સ ડિવિઝનની સ્થાપના 1984માં જસ્ટીન રેટનર દ્વારા કરવામાં આવી હતી.[૩૪] 1992માં આ નામ બદલાઇને ઇન્ટેલ સુપરકોમ્પ્યુટીંગ સિસ્ટમ્સ ડિવિઝન થઇ ગયું હતું અને આઇવેર્પ(iWarp) આર્કિટેક્ચરના વિકાસને પણ તેની હેઠળ મૂકવામાં આવ્યો હતો.[૩૫] આ ડિવિઝને વિવિધ સુપરકમ્પ્યૂટર સિસ્ટમ્સની ડિઝાઇન કરી હતી, જેમાં ઇન્ટેલ આઇપીએસસી (iPSC)/1, આઇપીએસસી/2 (iPSC/2), આઇપીએસસી/860 (iPSC/860), પેરાગોન અને એએસસીઆઇ રેડનો પણ સમાવેશ થાય છે.

સ્પર્ધા, અવિશ્વાસ અને જાસૂસી

પ્રભુત્વની બાબતનો અંત લાવવા માટે બે પરિબળો એકઠા થઇ ગયાં હતાં: 2000માં શરૂ થયેલી પીસી(PC)ની માંગ વૃદ્ધિમાં ઘટાડો અને નીચા ખર્ચવાળા પીસી(PC)નો ઉદય. 1990ના દાયકાના અંતમાં માઇક્રોપ્રોસેસર કામગીરીએ એ સીપીયુ(CPU) પાવર માટે સોફ્ટવેરની માગને ઘટાડી દીધી હતી. ઊંચી કક્ષાના સર્વર સિસ્ટમ્સ અને સોફ્ટવેર ઉપરાંત "ડોટ કોમ પરપોટા"ના અંત સાથે ઘટી ગયેલી માંગને લીધે 2000 બાદ ઉપભોક્તા સિસ્ટમો વધતી જતી નીચા ખર્ચવાળી સિસ્ટમો પર અસરકારક રીતે ધસી ગઈ હતી. અત્યાર સુધીમાં સૌથી વધુ શક્તિશાળી પ્રોસેસર્સનું ઉત્પાદન કરવાની ઇન્ટેલની વ્યૂહરચના અને તેમના પુરોગામીઓના વિનાશમાં અસ્થિરતા ઊભી થઇ હતી,[સંદર્ભ આપો] જેના કારણે સ્પર્ધકો માટે ઝડપી લાભની તકો ઊભી કરી હતી, તેમાં ખાસ કરીને એએમડી(AMD)નો સમાવેશ થાય છે. તેના કારણે પ્રોસેસર લાઇનની નફાકારકતામાં[સંદર્ભ આપો] ઘટાડો થયો હતો અને ઇન્ટેલના પીસી(PC) હાર્ડવેર પરના અણધાર્યા પ્રભુત્વનો અંત આવ્યો હતો. [સંદર્ભ આપો]

ઇન્ટેલના એક્સ86(x86) માઇક્રોપ્રોસેસર બજારમાં પ્રભુત્વને કારણે વર્ષો સુધી અવિશ્વાસ ભંગના અસંખ્ય આરોપો થયા હતા, જેમાં 1980ના દાયકાના અંતમાં અને 1999માં, એમ બન્નેમાં એફટીસી(FTC)ની તપાસનો સમાવેશ થાય છે અને દિવાની કાર્યવાહીઓ જેમ કે ડિજીટલ ઇક્વીપમેન્ટ કોર્પોરેશન (ડીઇસી-DEC) અને ઇન્ટરગ્રાફ દ્વારા પેટન્ટ દાવાનો સમાવેશ થાય છે. ઇન્ટેલના બજાર પરનો પ્રભાવ (એક સમયે [ક્યારે?] તે 32 બીટ એક્સ86(x86) માઇક્રોપ્રોસેસર્સમાં 85 ટકાથી વધુ બજાર હિસ્સો ધરાવતી હતી) તેમ જ ઇન્ટેલની કઠિન કાનૂની પદ્ધતિઓ (જેમ કે તેનો પીસી(PC) ઉત્પાદકોની વિરુદ્ધમાં પ્રચલિત નહીં તેવો 338 પેટન્ટ દાવો)[૩૬] એમ બન્નેએ તેને દોષારોપણ માટેનું આકર્ષક લક્ષ્યાંક બનાવી, પરંતુ થોડા દાવાઓમાં ક્યારેક પણ કોઈની પણ સામે હોઈ શકે છે. [સ્પષ્ટતા જરુરી]

ઔદ્યોગિક જાસૂસીનો કિસ્સો 1995માં ઉદ્ભવ્યો હતો જેમાં ઇન્ટેલ અને એએમડી(AMD) બન્ને સંડોવાયેલા હતા. એક આર્જેન્ટાઇન બીલ ગાએડ, અગાઉ એએમડીના અને ઇન્ટેલના એરિઝોનાના, એમ બંનેના પ્લાન્ટ ખાતે નોકરી કરતા હતા, આઇ486 અને P5 પેન્ટિયમની ડિઝાઇન એએમડી અને ચોક્કસ વિદેશી સત્તાઓને વેચતી વખતે 1993માં તેમની ધરપકડ થઇ હતી.[૩૭] ગાયેડે ઇન્ટેલ ખાતે તેના કમ્પ્યૂટર સ્ક્રીન પરથી ડેટાની વિડીયોટેપ ઉતારી હતી અને તે એએમડી(AMD)ને મેલ કરી હતી, જેની તાત્કાલિક ઇન્ટેલ અને સત્તાવાળાઓને જાણ થઈ હતી, જે ગાએડની ધરપકડમાં પરિણમી હતી. ગાએડ ગુનેગાર સાબિત થયો હતો, જૂન 1996માં તેને 33 મહિના માટે જેલમાં મોકલી અપાયો હતો.[૩૮][૩૯]

એપ્પલ સાથે ભાગીદારી

6 જૂન 2005માં, એપ્પલના સીઇઓ(CEO) સ્ટીવ જોબ્સે જાહેરાત કરી હતી કે એપ્પલ તેના લાંબા ગાળાની પસંદગી એવા પાવરપીસી આર્કિટેક્ચરમાંથી ઇન્ટેલ એક્સ86 (x86) આર્કિટેક્ચરમાં સ્થળાતંર કરશે, કેમ કે ભવિષ્યની પાવરપીસીની યોજના એપ્પલની જરૂરિયાતોને સંતોષી શકશે નહીં. ઇન્ટેલના સીપીયુને સમાવતા પ્રથમ મેકિન્ટોશ કમ્પ્યૂટર્સની જાહેરાત 10 જાન્યુઆરી 2006ના રોજ કરવામાં આવી હતી અને એપ્પલ અને તેના મેક્સ ઉપભોક્તાની સમગ્ર લાઇન ઓગસ્ટ 2006ના પ્રારંભ સુધીમાં ઇન્ટેલના પ્રોસેસર્સ પર ચાલતી થઈ હતી. એપ્પલ એક્સસર્વ સર્વરને ઇન્ટેલ ક્ઝેઓન(Xeon) પ્રોસેસર્સ વડે નવેમ્બર 2006થી સુધારવામાં આવ્યા હતા, અને તેને એપ્પલના મેક પ્રો સમાન કંફ્યૂગરેશનમાં જ આપવામાં આવે છે.[૪૦]

કોર 2 ડ્યૂઓ જાહેરાત વિવાદ

2007માં કંપનીએ તેના કોર 2 ડ્યૂઓ પ્રોસેસર માટેની પ્રિન્ટ જાહેરાત પ્રસિદ્ધ કરી હતી, જેમાં બાજુમાં આવેલી ઓફિસ પાસે છ આફ્રિકન દોડવીરો કૌકેશિયન પુરુષોને ઘૂંટણીયે પડતા દેખાય છે (દોડવીરો દ્વારા શરૂના બ્લોક્સમાં લેવામાં આવેલા પોસ્ટર દ્વારા). ઇન્ટેલ કોર્પોરેટ માર્કેટિંગના વાઇસ પ્રેસિડન્ટ નેન્સી ભગતના અનુસાર સામાન્ય લોકોને આ જાહેરાત "બિનસંવેદનશીલ અન અપમાનજનક" લાગી હતી.[૪૧] આ ઝુંબેશને ઝડપથી પાછી ખેંચી લેવામાં આવી હતી અને વિવિધ ઇન્ટેલ એક્ઝિક્યુટિવોએ કોર્પોરેટ વેબસાઇટ પર જાહેરમાં માફી માગી હતી.[૪૨]

ક્લાસમેટ પીસી(PC)

ઇન્ટેલનું ક્લાસમેટ પીસી(PC) કંપનીનું પ્રથમ ઓછા ખર્ચવાળું નેટબુક કમ્પ્યૂટર છે.

કોર્પોરેટ બાબતો

સપ્ટેમ્બર 2006માં, ઇન્ટેલમાં આશરે 100,000 કર્મચારીઓ અને વિશ્વભરમાં 200 જેટલી સવલતો હતી. 2005માં તેની આવક 38.8 અબજ ડોલર હતી અને ફોર્ચ્યુન 500માં તેનો ક્રમ 49મો હતો. તેના શેરનો સંકેત આઇએનટીસી (INTC) છે, જે નાસડેક (NASDAQ) પર નોંધણી થયેલ છે. ફેબ્રુઆરી 2009ના રોજ ઇન્ટેલના સૌથી મોટા ગ્રાહકો હ્યુવલેટ પેકાર્ડ અને ડેલ હતા. [૪૩]

આગેવાની અને કોર્પોરેટ માળખું

રોબર્ટ નોયસી ઇન્ટેલની 1968માં સ્થાપના સમયના સીઇઓ(CEO) હતા, ત્યાર બાદ 1975માં તેના સહ સ્થાપક ગોર્ડન મૂર હતા. એન્ડી ગ્રોવ 1979માં કંપનીના પ્રેસિડન્ટ બન્યા હતા અને જ્યારે મૂરે ચેરમેન બન્યા ત્યારે સીઇઓ(CEO)ના પદનો ઉમેરો કરવામાં આવ્યો હતો. 1998માં ગ્રૂવ, મૂરેના ચેરમેન તરીકે અનુગામી બન્યા હતા અને ક્રેગ બેરેટ, પહેલેથી જ કંપનીના પ્રેસિડન્ટ બન્યા હતા. 18 મેના રોજ બેરેટ કંપનીનું શાસન પાઉલ ઓટેલીનીના હાથમાં સોંપ્યુ હતું, જેઓ અગાઉ મૂળ આઇબીએમ પીસી(PC)માં ઇન્ટેલની ડિઝાઇન જીત માટે જવાબદાર હતા. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઓટેલિનીને સીઇઓ(CEO) તરીકે ચૂંટી કાઢ્યા હતા અને બોર્ડના ચેરમેન તરીકે ગ્રૂવનું સ્થાન બેરેટે લીધું હતું. ગ્રૂવ ચેરમેનના પદ પરથી ઊતરી ગયા હતા પરંતુ, તેમને ખાસ સલાહકાર તરીકે ચાલુ રાખવામાં આવ્યા હતા. મે 2009માં, બેરેટ ચેરમેન તરીકે ઊતરી ગયા હતા અને જેને શો બોર્ડના નવા ચેરમેન તરીકે ચૂંટાયા હતા.

ઇન્ટેલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના પ્રવર્તમાન સભ્યોમાં ક્રેગ બેરેટ, ચાર્લેન બાર્શેફસ્કાય, સુસાન ડેકર, જેમ્સ ગુઝી, રીડ હંટ, પાઉલ ઓટેલિની, જેમ્સ પ્લુમર, ડેવીડ પોટ્રુક, જેન શો, જોહ્ન થોર્નટોન અને ડેવીડ યોફી છે.[૪૪]

રોજગારી

ઢાંચો:Ref improve section

ઇન્ટેલની કોસ્ટા રિકામાં રહેલી માઇક્રોપ્રોસેસર સવલતને 20 ટકાની કોસ્ટા રિકન નિકાસ અને દેશની આંતરિક આવકના 4.9 ટકા માટે જવાબદાર ગણવામાં આવી હતી. [૪૫]

કંપની ખાસ કરીને તેના એક્ઝિક્યુટિવ જૂથમાં ખૂબ જુસ્સાપૂર્વક પ્રોત્સાહન આપે છે. કંપનીઓ બહારના સીઇઓ(CEO)થી બચીને દૂર રહેવાનું વલણ જાળવી રાખ્યું છે. પાઉલ ઓટેલિનીએ જ્યારે સીઇઓની ભૂમિકા શરૂ કરી ત્યારે તેઓ કંપનીની 30 વર્ષથી ઘડાયેલી વ્યક્તિ હતા. કંપનીના તમામ ટોચના હોદ્દાવાળી વ્યક્તિઓએ, કંપનીની સાથે વર્ષો સુધી કામ કર્યા પછી રેન્ક દ્વારા વિકાસ કર્યો છે. ઘણા કિસ્સાઓમાં ઇન્ટેલના ટોચના એક્ઝિક્યુટિવોએ તેમની સમગ્ર કામગીરી કારકીર્દી ઇન્ટેલ સાથે વીતાવી છે, જે અસ્થિર સિલિકોન વેલીમાં ભાગ્યે જ બનતી ઘટના છે [સંદર્ભ આપો].

ઇન્ટેલ તેના સીઇઓ(CEO) 65 વર્ષની વયે પહોંચે ત્યારે ફરજિયાત નિવૃત્ત નીતિ ધરાવે છે, એન્ડી ગ્રૂવ 62 વર્ષે, જ્યારે રોબર્ટ નોયસી અને ગોર્ડન મૂરે 58 વર્ષે નિવૃત્ત થયા હતા. ગ્રૂવ ચેરમેન તરીકે અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય તરીકે 2005માં 68 વર્ષની ઉંમરે નિવૃત્ત થયા હતા.

કોઇની પણ પાસે ઓફિસ નથી; દરેક જણ, ઓટેલિની પણ ક્યુબિકલમાં બેસે છે. આવી ડિઝાઇન કર્મચારીઓમાં સમતાવાદની પ્રેરણા આપવા માટે કરવામાં આવી છે, પરંતુ કેટલાક નવા કામે રાખેલાઓને આ ફેરફાર સાથે અનુકૂળ થવામાં મુશ્કેલી નડતી હોય છે[સંદર્ભ આપો]. આ નીતિમાં ઇન્ટેલ એકલી જ નથી. ડેલ કમ્પ્યૂટર્સ, હ્યુવલેટ પેકાર્ડ અને એનવીઆઇડીઆઇએ (NVIDIA) પણ ઓફિસ નહીં-ની નીતિ ધરાવે છે.

કંપનીનું વડુમથક કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં આવેલું છે અને વિશ્વભરમાં કામગીરી ધરાવે છે. કેલિફોર્નિયાની બહાર, કંપની ચીન, કોસ્ટા રિકા, મલેશિયા, ઇઝરાયેલ, આયર્લેન્ડ, ભારત, રશિયા અને વિયેતનામ તેમ જ 63 દેશો અને પ્રાંતોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સવલતો ધરાવે છે. યુ.એસ.(U.S.)માં ઇન્ટેલ કેલિફોર્નિયા, કોલોરાડો, મેસ્સાચ્યુસેટ્સ, એરિઝોના, ન્યુ મેક્સિકો, ઓરેગોન, ટેક્સાસ, વોશિંગ્ટન, અને ઉતાહમાં મોટી સંખ્યામાં કર્મચારીઓને રોજગારી આપે છે. ઓરેગોનમાં ઇન્ટેલ રાજ્યની સૌથી મોટી રોજગારદાતા છે, જે મુખ્યત્વે હિલ્સબોરોમાં જ 15,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે.[૪૬] કંપની ન્યુ મેક્સિકોમાં સૌથી મોટી ઔદ્યોગિક રોજગારદાતા છે, જ્યારે એરિઝોનામં કંપની 10,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે, ઇન્ટેલ આયર્લેન્ડમાં પણ સૌથી મોટી રોજગારદાતા છે, જ્યાં તે 5,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે.

વૈવિધ્યતાની પહેલ

ઇન્ટેલ વૈવિધ્યતા પહેલ ધરાવે છે, જેમાં કર્મચારી વૈવિધ્યતા જૂથો તેમ જ સપ્લાયર વૈવિધ્યતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે.[૪૭] કર્મચારી વૈવિધ્યતા જૂથો ધરાવતી અન્ય કંપનીઓની જેમ તેઓ જાતિ અને રાષ્ટ્રીયતા આધારિત તેમ જ જાતીય ઓળખ અને ધર્મ અનુસાર જૂથોનો સમાવેશ કરે છે. 1994માં, ઇન્ટેલે સૌથી પહેલાં કોર્પોરેટ જગતના સમલૈંગિક(પુરુષ), સમલૈંગિક(સ્ત્રી), ઉભયલિંગી અને ટ્રાન્સજેન્ડર કર્મચારી જૂથોને મંજૂરી આપી હતી, અને તે [૪૮] મુસ્લિમ કર્મચારી જૂથ,[૪૯] યહૂદી કર્મચારી જૂથ,[૫૦] અને બાઇબલ આધારિત ખ્રિસ્તી જૂથને ટેકો આપે છે.[૫૧][૫૨]

ઇન્ટેલે 2002માં માનવ અધિકાર ઝુંબેશ દ્વારા જાહેર કરાયેલ પ્રથમ કોર્પોરેટ ઇક્વાલિટી ઇન્ડેક્સ (કોર્પોરેટ સમાનતા સૂચકાંક) પર 100 ટકા રેટીંગ પ્રાપ્ત કર્યું હતું. તેણે આ રેટીંગ 2003 અને 2004માં જાળવી રાખ્યું હતું. વધુમાં, 2005માં વર્કિંગ મધર મેગેઝિન દ્વારા કામ કરતી માતાઓ માટેની 100 શ્રેષ્ઠ કંપનીઓમાંની એક તરીકે તેનું નામ મૂકવામાં આવ્યું હતું.

શાળા માટે અનુદાન

રિયો રાંચો, ન્યુ મેક્સિકો, ઇન્ટેલ અગ્રણી રોજગારદાતા છે.[૫૩] 1997માં, સેન્ડોવલ કાઉન્ટી[[ અને ઇન્ટેલ કોર્પોરેશન વચ્ચેની સામુદાયિક ભાગીદારીથી રિયો રાંચો હાઇ સ્કુલ માટે અનુદાન આપીને શાળા બાંધવામાં આવી હતી.[૫૪][૫૫]]]

નાણાકીય બાબતો

ઇન્ટેલના શેરનો ભાવ, નવે 1986-નવે 2006

ઇન્ટેલનું બજાર મૂડીકરણ 85.67 અબજ ડોલર છે. (11 મે 2009). જાહેર રીતે તેનું નાસદેક પર આઇએનટીસી(INTC)ના સંકેત સાથે ટ્રેડીંગ થાય છે. બહોળા પ્રમાણમાં ફેલાયેલા શેરો, નીચે જણાવેલા નિર્દેશાંકો ઇન્ટેલના શેરો ધરાવે છે: ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ, એસએન્ડપી 500, નાસદેક-100, રશેલ 1000 નિર્દેશાંક, રશેલ 1000 ગ્રોવ્થ ઇન્ડેક્સ, એસઓએક્સ (પીએચએલએક્સ સેમિકન્ડક્ટર સેકટર), અને જીએસટીઆઇ સોફ્ટવેર નિર્દેશાંક.

15 જુલાઇ, 2008ના રોજ, ઇન્ટેલે જાહેરાત કરી હતી કે કંપનીએ 2008ના બીજા ત્રિમાસિક ગાળા(Q2)માં ઇતિહાસમાં સૌથી વધુ કમાણી પ્રાપ્ત કરી છે. [૫૬]

જાહેરાત અને બ્રાંડ વ્યવસ્થાપન

ઢાંચો:Ref improve section

ઇન્ટેલ તેની લાંબા ગાળાથી ચાલી રહેલી ઇન્ટેલ ઇનસાઇડ ઝુંબેશને કારણે વિશ્વમાં ભારે ઓળખ ધરાવતી કમ્પ્યૂટર્ બ્રાંડોમાંની એક પુરવાર થઇ છે. 1991માં શરૂ થયેલી આ ઝુંબેશ,[૫૭]નું સર્જન ઇન્ટેલના માર્કેટિંગ મેનેજર ડેનીસ કાર્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.[૫૮] તેના પછીના વર્ષે પાંચ કડીઓવાળું જાહેરખબર-જોડકણું રજૂ કરવામાં આવ્યું હતું અને કંપનીની 130મી વર્ષગાંઠ સુધીમાં તે વિશ્વભરમાં 130 દેશોમાં ગુંજતું થયું છે. 'ઇન્ટેલ ઇનસાઇડ ' ઝુંબેશ માટે પ્રારંભિક બ્રાન્ડિંગ એજન્સી સોલ્ટ લેક સિટીની ડાહલિનસ્મિથવ્હાઇટ એડવર્ટાઇઝીંગ હતી. ઇન્ટેલનો ઘૂમરાતો લોગો એ ડાહલિનસ્મિથવ્હાઇટ આર્ટ ડિરેક્ટર સ્ટીવ ગ્રીગનું ઇન્ટેલના પ્રેસિડન્ટ અને સીઇઓ એન્ડી ગ્રૂવના નિદર્શન હેઠળનું કાર્ય હતું.

ઇન્ટેલ ઇનસાઇડ જાહેરાત ઝુંબેશે જાહેર બ્રાન્ડ નિષ્ઠાની અને ઉપભોક્તા કમ્પ્યૂટર્સમાં ઇન્ટેલ પ્રોસેસર્સની સતર્કતાની ગરજ પૂરી પાડી હતી.[૫૯] ઇન્ટેલે ઇન્ટેલ ઇનસાઇડ લોગો અને ટૂંકા જોડકણાનો ઉપયોગ કરનારા કેટલાક જાહેરાતકર્તાઓને અમુક ખર્ચ એ જાહેરાત પેટે ચૂકવ્યો હતો.[૬૦]

લોગો

ઇન્ટેલ બ્રાન્ડ લોગો
મુખ્ય લોગોતારીખસબસેટ લોગોતારીખનોંધ
1968–2005 1991–2003મૂળ "ઇન્ટેલ ઇનસાઇડ" લોગો.
ચિત્ર:Intelinsidemodified.PNG2003–2005હજુ પણ ઇન્ટેલ ઇનસાઇડ લોગો તરીકે, પરંતુ મૂળભૂત ઇન્ટેલના લોગોને ઇન્ટેલ "ઇ(e)" સાથે મેળવવા માટે બદલવામાં આવ્યો હતો અને ટાઇપફેસ બદલવામાં આવ્યા હતા.
2005-વર્તમાનઇન્ટેલ કોર ડ્યૂઓ બ્રાન્ડનો લોગો2006–2009
ચિત્ર:Intel Leap ahead.png
ઇન્ટેલે નવા લોગો ઇન્ટેલ અને સૂત્ર લિપ અહેડ ની તરફેણમાં ઇન્ટેલ ઇનસાઇડને દૂર કર્યો હતો. ઇનસાઇડ ને છૂટ્ટું પાડવામાં આવ્યું, નવો લોગો સ્પષ્ટ રીતે ઇન્ટેલ ઇનસાઇડ લોગો પરથી પ્રેરિત છે. ટાઇપફેસ નિયો સેન્સ ઇન્ટેલનો ઉપયોગ કરવામાં આવે છે.
ચિત્ર:Intel Inside 2009.png(2009-હાલમાં)ઇનસાઇડ ટ્રેડમાર્ક સાથે વર્તમાન ઇન્ટેલ લોગો. i3, i5, i7, એટોમ અને ક્ઝેઓન આ લોગોનો ઉપયોગ કરે છે.

2006માં ઇન્ટેલે ઓપન સ્પેશિફિકેશન પ્લેટફોર્મના પ્રોત્સાહનોને સેન્ટ્રીનોથી આગળ વધાર્યા હતા, જેથી વીવ મિડીયા સેન્ટર પીસી(PC) અને બિઝનેસ ડેસ્કટોપ ઇન્ટેલ વીપ્રો (vPro)નો સમાવેશ કરી શકાય.

જાન્યુઆરી 2006ના મધ્યમાં ઇન્ટેલે એવી જાહેરાત કરી હતી કે તેઓ પ્રોસેસર્સમાંથી લાંબા ગાળાથી ચાલી આવતા નામ પેન્ટિયમ ને પડતું મૂકે છે. પેન્ટિયમ નામનો ઉપયોગ પહેલાં P5 કોર ઇન્ટેલ પ્રોસેસર્સ(પેન્ટ એ P5માં 5નો ઉલ્લેખ કરે છે)નો ઉલ્લેખ કરવામાં થતો હતો અને તે કોર્ટના ચુકાદા સાથે છેતરપિંડી કરીને કરવામાં આવ્યું હતું, જે ક્રમાંક જોડાયેલા હોય તેવા ટ્રેડમાર્કીંગ સામે મનાઇ ફરમાવતો હતો, જેથી સ્પર્ધકો પણ તેમના પ્રોસેસર્સને સમાન નામથી બોલાવી શકે, જેમ કે પહેલાં 386 અને 486 પ્રોસેસર્સમાં થયું હતું. (તે બન્નેની આઇબીએમ(IBM) અને એએમડી(AMD) દ્વારા નકલ ઉત્પાદિત કરવામાં આવી હતી). જ્યારે નવી યોનાહ ચિપ્સ, બ્રાન્ડેડ કોર સોલો અને કોર ડ્યૂઓને રજૂ કરવામાં આવ્યા ત્યારે મોબાઇલ પ્રોસેસર્સમાંથી તેમણે પેન્ટિયમ નામ કાઢી નાખ્યું હતું. જ્યારે કોર 2 પ્રોસેસર્સ શ્રેણી રજૂ કરવામાં આવી ત્યારે ડેસ્કટોપ પ્રોસેસર્સને બદલી નાખવામાં આવ્યા હતા.

ઇન્ટેલના પ્રવક્તાના અનુસાર 2009ના અનુસાર કોઇ પણ વ્યક્તિ સેલેરોન વિશે સારું-વધુ સારું-શ્રેષ્ઠની દ્રષ્ટિએ વિચારી શકે છે, જેમ કે સેલેરોન સારુ હતું, પેન્ટિયમ વધુ સારું અને ઇન્ટેલ કોર પરિવાર એ શ્રેષ્ઠતા દર્શાવે છે, જે કંપની પૂરી પાડી શકે છે.[૬૧]

2008માં ઇન્ટેલે તેની ઇન્ટેલ ઇનસાઇડ ઝુંબેશ પરના ભારને ટેલિવિઝન અને પ્રિન્ટ જેવા પરંપરાગત માધ્યમથી નવા માધ્યમ જેમ કે ઇન્ટરનેટ તરફ સ્થળાંતર કરવાનું વિચાર્યું હતું.[૬૨] કંપનીને તેના કો-ઓપ(co-op) કાર્યક્રમમાં પૂરા પાડવામાં આવતા નાણાંમાથી ઓછામાં ઓછા 35 ટકા જેટલી રકમ ઓનલાઇન માર્કેટિંગ માટે વાપરવામાં આવે તેવી જરૂરિયાત ઇન્ટેલે વ્યક્ત કરી હતી.[૬૨]

કેટલાક કલાકારોએ ઇન્ટેલ બ્રાન્ડ સંસ્કૃતિને તેમનાં કાર્યોમાં ગૂંથી લીધી હતી. ઉદાહરણ તરીકે, ઈવિલ ઇનસાઇડ સ્ટિકરો,[૬૩] ઇન્ટેલ ઇનસાઇડ, ઇડિયોટ આઉટસાઇડ [૬૪] અને આર.આઇ.પી. ઇન્ટેલ ઇનસાઇડ સાથેનો કબર પરની નિશાનીરૂપેનો પત્થર[૬૫]. ટેરી પ્રેટચેટ્ટની ડિસ્કવર્લ્ડ પુસ્તકોના સુપરકમ્પ્યૂટર હેક્સ પરના સ્ટિકરને "એન્થિલ ઇનસાઇડ" એમ વંચાય છે.

સોનિક (ધ્વનિ) લોગો

વિખ્યાત D♭  D♭  G♭  D♭  A♭ ટૂંકું જોડકણું, સોનિક(ધ્વનિ) લોગો, ટેગ, ઓડિયો નેમોનિક(સ્મૃતિસહાયક) (સોનિક લોગોની એમપી3 ફાઇલ સંગ્રહિત ૨૦૦૯-૦૫-૧૦ ના રોજ વેબેક મશિન) મુસિકવર્ગન્યુજેન દ્વારા ઉત્પન્ન કરવામાં આવી હતી અને ઓસ્ટ્રિયન 1980ના દાયકાના સેમ્પલીંગ બ્રાન્ડ એડલવેઇસમાંથી વોલ્તેર વેર્ઝોવા દ્વારા લખવામાં આવી હતી.[૬૬] પેન્ટિયમ III, પેન્ટિયમ 4, અને કોર પ્રોસેસર્સ કે જે હજુ પણ સમાન ટૂંકું જોડકણું ધરાવે છે, તેની રજૂઆતથી સોનિક લોગોના સૂરમાં ભારે ફેરફાર કરવામાં આવ્યા હતા.

નામ વ્યૂહરચના

પ્રવક્તા બીલ કાલ્ડરના અનુસાર 2009થી ઇન્ટેલે ફક્ત સેલેરોન બ્રાન્ડ, નેટબુક્સ માટે એટોમ બ્રાન્ડ અને વ્યવસાયો માટે વીપીઆરઓ (vPro) લાઇનઅપ જાળવી રાખી છે.[૬૭] આગામી પ્રોસેસર્સ ઇન્ટેલ કોર બ્રાન્ડ ધરાવતા હશે પરંતુ તે ઇનટેલ કોર i7 અથવા કોર i3 તરીકે જ તેમના બજાર વિભાગના આધારે ઓળખાશે.[૬૭] વીપીઆરઓ (vPro) પ્રોડક્ટસમાં ઇન્ટેલ કોર i7 અથવા ઇન્ટેલ કોર i5 વીપીઆરઓ (vPro) નામનો સમાવેશ થશે.[૬૭]

2010માં શરૂ થયેલા "સેન્ટ્રીનો"ને ઇન્ટેલના વાઇમેક્સ (WiMAX) અને વાઇ-ફાઇ (Wi-Fi) ટેકનોલોજી માટે લાગુ પડાશે; તે પીસી(PC) બ્રાન્ડ તરીકે રહેશે નહીં.[૬૭] વખતો વખત સ્થાન લેનારી આ એક ક્રાંતિકારી પ્રક્રિયા રહેશે, સંક્રાતિ કાળ દરમિયાન જૂના સહિત એક કરતાં વધુ બ્રાન્ડો બજારમાં રહેશે તે વાતને ઇન્ટેલ સમર્થન આપે છે.[૬૭]

આઇટી મેનેજર 3: અદ્ગષ્ટ પરિબળો

આઇટી મેનેજર III: અદ્ગષ્ટ પરિબળો એ વેબ આધારિત ઇન્ટેલની આઇટી નકલવાળી રમત છે. તેમાં તમે કંપનીના આઇટી વિભાગનું સંચાલન કરો છો. તેનો લક્ષ્યાંક ટેકનોલોજી અને કુશળતા લાગુ પાડવાનો છે, જેથી કંપનીને નાના કારોબારમાંથી વૈશ્વિક સાહસમાં વિકસાવી શકાય.

ઓપન સોર્સ સપોર્ટ (મુક્ત સ્રોત સહાય)

ઇન્ટેલ ઓપન સોર્સ સમુદાયોમાં નોંધપાત્ર ભાગીદારી ધરાવે છે. ઉદાહરણ તરીકે, 2006માં ઇન્ટેલે એમઆઇટી (MIT) પરવાના વાળા X.org ડ્રાઇવરોની ચિપસેટ્સના i965 ફેમિલીના તેમના સંકલિત ગ્રાફિક કાર્ડને રજૂ કર્યા હતા. ઇન્ટેલે કેટલાક નેટવર્કીંગ કાર્ડઝ માટે ફ્રીબીએસડી(FreeBSD) ડ્રાઇવરો રજૂ કર્યા હતા,[૬૮] જે બીએસડી(BSD)-સ્વીકૃત પરવાના હેઠળ ઉપલબ્ધ હતા, જેને ઓપનબીએસડી(OpenBSD) માટે પણ લાગુ પાડવામાં આવ્યા હતા. ઇન્ટેલે 23 એપ્રિલ 2009 સુધી મોબલીન પ્રોજેક્ટ, તેમણે જ્યાં સુધી લિનક્સ ફાઉન્ડેશનને પ્રોજેક્ટ સોંપ્યો નહીં ત્યાં સુધી ચલાવ્યો હતો. ઇન્ટેલ વધુમાં લેસવોટ્સ.ઓઆરજી (LessWatts.org) ઝુંબેશો પણ ચલાવે છે.[૬૯]

2005માં પીઆરઓ/વાયરલેસ 2100, 2200બીજી/2225બીજી/2915એબીજી અને 3945 એબીજી તરીકે ઓળખાતી પ્રોડક્ટોની રજૂઆત બાદ, ચલાવવા માટેના વાયરલેસ ડિવાઇસ માટે ઓપરેટિંગ સિસ્ટમમાં સમાવી જ શકાય તેવા ફર્મવેર માટેના વિનામૂલ્યે પુનઃવિતરણ હક્કોની મંજૂરી નહીં આપવા બદલ ઇન્ટેલની ટીકા કરવામાં આવી હતી.[૭૦] તેના પરિણામે, ઇન્ટેલ બાયનરી ફર્મવેરને ઓપન સોર્સ સમુદાયને સ્વીકાર્ય બનાવવાની શરતો પર વિનામૂલ્યે ઓપરેટિંગ સિસ્ટમ પૂરી પાડવા માટે ઝુંબેશનું લક્ષ્યાંક બની ગઇ હતી. લિનસ્પાયર-લિનક્સના સર્જક માઇકેલ રોબર્ટસને એ મુશ્કેલ સ્થિતિ પર ભાર મૂક્યો હતો કે ઇન્ટેલ તેમના મોટા ગ્રાહક માઇક્રોસોફ્ટને મુશ્કેલી ઊભી થાય તેવું કરવા માગતી નહીં હોવાથી ઓપન સોર્સ રજૂ કરવાની તૈયારીમાં હતી.[૭૧] ઓપનબીએસડીના થિયો ડિ રાડ્ટે પણ એવો દાવો કર્યો હતો કે ઇન્ટેલના કર્મચારીએ ઓપન સોર્સ પરિસંવાદમાં પરિસ્થિતિનો વિકૃત દ્રષ્ટિકોણ રજૂ કર્યો હોવાથી ઇનટેલ "ઓપન સોર્સ કૌભાંડ" બની છે.[૭૨] વાયરલેસ વ્યવહારોના પરિણામ સ્વરૂપે ઇન્ટેલે નોંધપાત્ર માત્રામાં નકારાત્મક ધ્યાન ખેંચ્યું હોવા છતાં, બાયનરી ફર્મવેરને હજુ પણ મુક્ત સોફ્ટવેર સિદ્ધાંતો સાથે સ્વીકાર્યતાનો પરવાનો મળ્યો નથી.

પર્યાવરણ સંબંધી ઇતિહાસ

2003માં, ઇન્ટેલના અનેક એસિડ સ્ક્રબર્સ(વાયુઓમાંથી અશુદ્ધિઓ દૂર કરવાનુંસાધન)માંના એકમાંથી 1.4 ટન કાર્બન ટેટ્રાક્લોરાઇડ મળી આવ્યા હતા. જો કે, ઇન્ટેલે 2003ના આખા વર્ષમાં કોઇ પણ કાર્બન ટેટ્રાક્લોરાઇડ છૂટો નહીં કર્યો હોવાનો અહેવાલ આપ્યો હતો.[૭૩]ઇન્ટેલી રિયો રાંચો, ન્યુ મેક્સિકો ખાતેની સવલત નજીકનાં ગામડાઓ પર નજર રાખે છે અને તેના સ્થળની પર્વતીય રૂપરેખા હવા કરતાં ભારે રાસાયણિક ગેસની રચના કરે છે જેથી તે ગામડામાં પ્રવાહ અને સિંચાઇ નીક મારફતે તેને વહાવી શકાય. આ પ્રકારના પર્યાવરણમાં રસાયણોને મુક્ત કરવાથી તે પ્રાણીઓ અને માનવીઓ એમ બન્ને પર વિપરીત અસરમાં પરિણમી હતી. જ્યાં ઊંચા પ્રમાણમાં ફેફસામાં તોલ્યુને, હેક્ઝાને, ઇથીલબેન્ઝેન, અને ક્ઝાયલેન ઇસોમર્સ માલૂમ પડ્યા હતા તે વિસ્તારના કૂતરાઓને રોગ થઇ ગયો હતો.[૭૪] કંપનીએ જણાવ્યું હતું કે જૂન અને જુલાઇ 2006માં 1580 પાઉન્ડથી વધુ વીઓસી (VOC) છૂટો કરવામાં આવ્યો હતો.[૭૫] ઇન્ટેલની પર્યાવરણ સંબંધી કામગીરી તેમના કોર્પોરેટ જવાબદારી અહેવાલમાં વાર્ષિક ધોરણે પ્રકાશિત થાય છે.[૭૬]

ધાર્મિક વિવાદ

રૂઢીચુસ્ત યહૂદીઓએ ઇઝરાયેલમાં શનિવારે, શબ્બાત ના રોજ ઇન્ટેલની કામગીરીનો વિરોધ કર્યો હતો. ઇન્ટેલે તેની ઓફિસની આસપાસ કાંટાવાળો તાર લગાડ્યો હતો, પરંતુ કોઇ હિંસા થઇ ન હતી.[૭૭] ડિસેમ્બર 2009 મુજબ, ઇન્ટેલ ઇઝરાયેલમાં પરિસ્થિતિ સ્થિર છે, જો કે હજુ કેટલાક કર્મચારીઓ શબ્બાત પર વધુ સમય કામ કરે છે.

વય ભેદભાવ

ઇન્ટેલમાં કર્મચારીઓને કાઢી મૂકવાની બાબતે અને છટણીમાં વય ભેદભાવ રખાતો હોવાની ફરિયાદો થઈ છે. ઇન્ટેલ સામે ભૂતપૂર્વ નવ કર્મચારીઓ દ્વારા એવા આરોપસર અદાલતી દાવો કરાયો હતો કે તેમને એટલા માટે છૂટા કરવામાં આવ્યા હતા કારણ કે તેઓ 40 વર્ષથી ઉપરની વયના હતા.[૭૮]

એફએસીઇ (ફેસ) (FACE) ઇન્ટેલ તરીકે ઓળખાતા જૂથ (ઇન્ટેલના ભૂતપૂર્વ અને વર્તમાન કર્મચારીઓ) એવો દાવો કરે છે કે ઇન્ટેલ મોટી વયના કર્મચારીઓને કાઢી મૂકે છે. ફેસ ઇન્ટેલ દાવો કરે છે કે ઇન્ટેલ દ્વારા જેમની નોકરી અટકાવી દેવામાં આવી છે તેવા 90 ટકાથી વધુ 40 વર્ષથી ઉપરના છે. અપસાઇડ મેગેઝીને વયને કારણે અચાનક જ કામે રાખવાની અને કાઢી મૂકવા બાબતે ઇન્ટેલ પાસેથી માહિતી માગી હતી પરંતુ કંપનીએ કોઇ પણ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.[૭૯] ઇન્ટેલની રોજગારી પદ્ધતિમાં ઉંમર ભૂમિકા ભજવે છે તે સામે નનૈયો ભણ્યો હતો. [૮૦] ફેસ ઇન્ટેલની સ્થાપના કેન હમીદી દ્વારા કરવામાં આવી હતી, જેમન ઇન્ટેલે 1995માં 47 વર્ષની ઉંમરે કાઢી મૂક્યા હતા.[૭૯] કંપનીની ટીકા કર્મચારીઓમાં ફેલાવા માટે ઇન્ટેલની ઇમેલ સિસ્ટમનો ઉપયોગ કરવા માટે હમિદીને 1999માં કોર્ટના ચુકાદા દ્વારા અટકાવવામાં આવ્યા હતા.[૮૧]

સ્પર્ધા

1980માં, ઇન્ટેલ વિશ્વમાં સેમિકન્ડક્ટરના ટોચના દસ વેચાણકર્તાઓમાં (1987માં 10મા ક્રમે) સમાવેશ ધરાવતી હતી. 1991માં ઇન્ટેલ આવક દ્રષ્ટિએ સૌથી મોટી ચિપ ઉત્પાદક બની હતી અને ત્યારથી તે સ્થિતિ કાયમ માટે જાળવી રાખી છે. ટોચની અન્ય સેમિકન્ડક્ટર કંપનીઓમાં એએમડી(AMD), સેમસંગ, ટેક્સાસ ઇન્સ્ટ્રુમેન્ટસ, તોશીબા અને એસટીમાઇક્રોઇલેક્ટ્રોનિક્સનો સમાવેશ થાય છે.

પીસી(PC) ચિપમાં સ્પર્ધકોમાં એએમડી, વીઆઇએ ટેકનોલોજીસ, એસઆઇએસ, અને વિદિયા (Nvidia)નો સમાવેશ થાય છે. નેટવર્કીંગમાં ઇન્ટેલના સ્પર્ધકોમાં ફ્રીસ્કેલ, ઇન્ફીનિયોન, બ્રોડકોમ, માર્વેલ ટેકનોલોજી ગ્રૂપ અને એએમસીસી(AMCC)નો, અને ફ્લેશ મેમરીના સ્પર્ધકોમાં સ્પેનસન, સેમસંગ, ક્વિમોન્ડા, તોશીબા, એસટીમાઇક્રોઇલેક્ટ્રોનિક્સ, અને હાયનીક્સનો સમાવેશ થાય છે.

એક્સ86(x86) પ્રોસેસર બજારમાં એકમાત્ર મોટો સ્પર્ધક એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસીસ (એએમડી) છે, જેની સાથે ઇન્ટેલ 1976થી સંપૂર્ણ અસરપરસના પરવાના (ક્રોસ લાયસન્સીંગ) કરારો ધરાવે છે: દરેક ભાગીદાર અન્યની પેટન્ટવાળી ટેકનોલોજીકલ શોધનો ચોક્કસ સમય કોઇ પણ દર આપ્યા વિના ઉપયોગ કરી શકે છે.[૮૨] જો કે, ક્રોસ લાયસન્સીંગ કરાર એએમડી(AMD)ની નાદારી અથવા ટેકઓવરની ઘટનામાં રદ થઇ ગઇ છે.[૮૩] કેટલાક નાના સ્પર્ધકો જેમ કે વીઆઇએ અને ટ્રાન્સમેટા સ્મોલ ફેક્ટર કમ્પ્યૂટર્સ અને પોર્ટેબલ સાધનો માટે ઓછી શક્તિવાળા એક્સ86 (x86) પ્રોસેસર્સનું ઉત્પાદન કરે છે.

કાયદાકીય દાવાઓ

ઇન્ટેલ પર સ્પર્ધામાં વિઘ્નો નાખવા માટે કાનૂની દાવાઓ કરવાનો આરોપ સ્પર્ધકો દ્વારા વારંવાર મૂકવામાં આવ્યો છે. ઇન્ટેલ એવો દાવો કરે છે કે તે તેની બૌદ્ધિક સંપત્તિનો બચાવ કરે છે. ઇન્ટેલ અસંખ્ય કાનૂની દાવાઓમાં પ્રતિવાદી અને વાદી રહી છે.

સપ્ટેમ્બર 2005માં ઇન્ટેલે એએમડીના દાવા[૮૪] સામે વાંધો ઉઠાવતા એએમડી કાનૂની દાવામાં પોતાનો પ્રતિભાવ ફાઇલ કર્યો હતો કે ઇન્ટેલની કારોબાર પદ્ધતિ વાજબી અને કાયદેસરની છે. તેના પ્રત્યુત્તરમાં ઇન્ટેલે એમએમડીની આક્રમક વ્યૂહરચનાનુ્ ખંડન કર્યું હતું અને દલીલ કરી હતી કે એએમડીએ પોતના ખરાબ વ્યાવસાયિક નિર્ણયોને પરિણામે જ મોટે ભાગે સંઘર્ષ કર્યો છે જેમાં આવશ્યક ઉત્પાદન ક્ષમતામાં ઓછું રોકાણ અને ચિપ ફાઉન્ડ્રીઝના કરાર કરવામાં વધુ પડતા વિશ્વાસનો સમાવેશ થાય છે.[૮૫] કાનૂની વિશ્લેષકો એવી આગાહી કરે છે કે આ કાનૂની દાવાઓ વર્ષો સુધી ચાલશે, કારણ કે ઇન્ટેલના પ્રારંભિક પ્રતિભાવે એએમડી સાથે સમાધાન કરવાની તેની અનિચ્છાનો સંકેત આપ્યો હતો.[૮૬][૮૭] 2008માં કોર્ટની તારીખ અંતે નિશ્ચિત કરવામાં આવી હતી,[૮૮] પરંતુ 2009માં ઇન્ટેલે એએમડી સાથે 1.25 અબજ ડોલરમાં પતાવટ કરી હતી (જુઓ નીચે).[૮૯]

ઓક્ટોબર 2006માં કમ્પ્યૂટર આર્કિટેક્ચર અને વીજ ક્ષમતા ટેકનોલોજીઓ પરની પેટન્ટના ભંગ બદલ ઇન્ટેલ વિરુદ્ધ ટ્રાન્સમેટા કાનૂનીદાવો કરવામાં આવ્યો હતો.[૯૦] આ કાનૂનીદાવાની ઓક્ટોબર 2007માં પતાવટ કરવામાં આવી હતી, જેમાં ઇન્ટેલે પ્રારંભિક 150 મિલિયન ડોલરની ચૂકવવાની અને પાંચ વર્ષ માટે દર વર્ષે 20 મિલિયન ડોલર ચૂકવવાની સંમતિ દર્શાવી હતી. જ્યારે ઇન્ટેલને તેની ચિપ્સમાં 10 વર્ષ માટે પેટન્ટ કરાયેલ ટ્રાન્સમેટા ટેકનોલોજીનો વર્તમાનમાં અને ભવિષ્યમાં ઉપયોગ કરવા માટે સતત નોન-એક્સક્લુઝીવ કરારની મંજૂરી આપવામાં આવી, ત્યારે બન્ને કંપનીઓ એકબીજા સામેના કાનૂની દાવાઓ પડતા મૂકવા માટે સંમત થઇ હતી.[૯૧]

4 નવેમ્બર 2009ના રોજ, ન્યૂયોર્કના એટર્ની જનરલે ઇન્ટેલની વિરુદ્ધમાં અવિશ્વાસનો કાનૂનીદાવો કર્યો હતો, જેમાં કંપનીએ કમ્પ્યૂટર માઇક્રોપ્રોસેસર્સ માટે બજાર પર પ્રભુત્વ ધરાવવા માટે "ગેરકાયદે ધમકીઓ અને ઠગાઇ"નો ઉપયોગ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

12 નવેમ્બર 2009ના રોજ એએમડીએ(AMD) 1.25 મિલિયન ડોલરના બદલામાં ઇન્ટેલની સામે અવિશ્વાસનો કાનૂની દાવો પડતો મૂકવાની સંમતિ દર્શાવી હતી. [૮૯] બન્ને ચિપ ઉત્પાદકો દ્વારા પ્રસારિત કરવામાં આવેલી સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું હતું કે "બન્ને કંપનીઓ વચ્ચે ભૂતકાળમાં ભલે સારો સંબંધ નહોતો, પણ આ કરાર કાનૂની વિવાદનો અંત આણે છે અને બંને કંપનીઓને પોતાના પ્રોડ્ક્ટ શોધ અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાય કરે છે." [૯૨][૯૩]

નિયમનકારી સંસ્થાઓ દ્વારા પ્રતિસ્પર્ધા-વિરોધી આરોપો

જાપાન

2005માં સ્થાનિક ફેર ટ્રેડ કમિશને ઇન્ટેલે જાપાનીઝ એન્ટીમોનોપોલી એક્ટનું ઉલ્લંઘન કર્યું હોવાનું શોધી કાઢ્યું હતું. કમિશને ઇન્ટેલને એએમડી વિરુદ્ધ ભેદભાવ કરતાં ડિસ્કાઉન્ટને રદ કરવાનો હુકમ આપ્યો હતો. અદાલતી કાર્યવાહી ટાળવા માટે ઇન્ટેલે હુકમનું પાલન કરવાની સંમતિ દર્શાવી હતી.[૯૪][૯૫][૯૬][૯૭]

યુરોપીય સંઘ

જુલાઇ 2007માં યુરોપિયન કમિશને ઇન્ટેલ પર, મોટે ભાગે એએમડી વિરુદ્ધ, પ્રતિસ્પર્ધા-વિરોધી પદ્ધતિઓ અંગે આરોપ મૂક્યો હતો.[૯૮] ભૂતકાળમાં 2003માં જોઇએ તો વિવિધ આરોપોમાં, ઇન્ટેલ દ્વારા તેમની મોટા ભાગની કે તમામ ચિપ્સ ખરીદવા માટે કમ્પ્યૂટર ઉત્પાદકોને પસંદગીનો ભાવ આપવો, એએમડી ચિપ્સનો ઉપયોગ કરીને કમ્પ્યૂટર ઉત્પાદકોને બજારમાં મૂકવામાં વિલંબ કરવા કે રદ કરવા માટે ચૂકવણી કરવી, અને સરકારી અને શૈક્ષણિક સંસ્થાઓને નિયત કરતાં પણ ઓછી કિંમતે ચિપ્સ પૂરી પાડવી તેનો સમાવેશ થાય છે.[૯૯] ઇન્ટેલે પોતાના પ્રતિભાવમાં દર્શાવ્યું હતું કે તમામ આરોપો ઉપજાવી કાઢેલા છે અને ઊલટાનું ઉપભોક્તાલક્ષી બજાર વર્તણૂકને યોગ્ય ઠરાવે છે.[૧૦૦] સામાન્ય સલાહકાર બ્રુસ સેવેલે એવો પ્રતિભાવ આપ્યો હતો કે કમિશને કિંમત અને ઉત્પાદકીય કિંમતોની દ્રષ્ટિએ વાસ્તવિક ધારણાઓને સમજવામાં ભૂલ કરી છે.[૧૦૧]

ફેબ્રુઆરી 2008માં, ઇન્ટેલે જણાવ્યું હતું કે તેની મુનિકમાં આવેલી ઓફિસ પર યુરોપીયન સંઘ નિયમનકર્તાઓ દ્વારા દરોડો પાડવામાં આવ્યો છે. ઇન્ટેલે એવો અહેવાલ આપ્યો હતો કે તે તપાસકર્તાઓને સહકાર આપી રહી હતી. [૧૦૨] જો સ્પર્ધાને ગૂંગળાવવામાં દોષી પુરવાર થાય તો ઇન્ટેલને તેની વાર્ષિક આવકના 10 ટકા જેટલો દંડ ભરવાનો સામનો કરવો પડે તેમ હતો.[૧૦૦] ત્યાર બાદ એએમડીએ આ આરોપોને વેગ આપતી વેબસાઇટ શરૂ કરી હતી. [૧૦૩][૧૦૪] જૂન 2008માં, યુરોપિયન સંઘે ઇન્ટેલ સામે નવા આરોપો ફાઇલ કર્યા હતા.[૧૦૫] મે 2009માં ઇયુને ઇન્ટેલ સ્પર્ધા-વિરોધી પદ્ધતિઓમાં સામેલ હોવાનું જણાયું હતું અને તેના પરિણામે ઇન્ટેલને €1.06 અબજ (પાઉન્ડ) ($1.44 અબજ (ડોલર)), જેટલી વિક્રમી રકમનો દંડ કર્યો હતો. ઇન્ટેલ કંપનીઓને પોતાની પ્રોડક્ટમાં સંપૂર્ણપણે ઇન્ટેલની ચિપ્સ જ વાપરવા માટે ચૂકવણી કરતી હોવાનું પણ માલૂમ પડ્યું હતું તેમાં એસર, ડેલ, એચપી, લિનોવો અને એનઇસીનો સમાવેશ થાય છે,[૧૦૬] અને તેથી એએમડી સહિતની અન્ય કંપનીઓને નુકસાન પહોચ્યું હતું.[૧૦૬][૧૦૭][૧૦૮] યુરોપીયન કમિશને જણાવ્યું હતું કે ઇન્ટેલે કમ્પ્યૂટર ચિપ બજારમાંથી સ્પર્ધકોને બહાર રાખવા માટે ઇરાદાપૂર્વક કામગીરી કરી છે અને આવું કરવાથી તેણે "યુરોપિયન સંઘના અવિશ્વાસના નિયમોનો ગંભીર અને કાયમી ધોરણે ભંગ કર્યો છે".[૧૦૬] આ દંડ ઉપરાંત, ઇન્ટેલને તાત્કાલિક ધોરણે તમામ ગેરકાયદે પદ્ધતિઓ બંધ કરી કરી દેવાનો આદેશ અપાયો હતો.[૧૦૬] ઇન્ટેલે દર્શાવ્યું હતં કે તે કમિશનના ચુકાદા સામે અરજી કરશે.[૧૦૬]

દક્ષિણ કોરિયા

સપ્ટેમ્બર 2007માં, દક્ષિણ કોરિયાના નિયમનકારોએ ઇન્ટેલ પર અવિશ્વાસનો કાયદો તોડ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે અધિકારીઓએ ઇન્ટેલની દક્ષિણ કોરિયાની ઓફિસો પર દરોડો પાડતા ફેબ્રુઆરી 2006માં તપાસનો પ્રારંભ થયો હતો. જો દોષી જણાય તો કંપનીને તેના વાર્ષિક વેચાણના 3 ટકા સુધીના દંડનું જોખમ હતું. [૧૦૯] જૂન 2008માં, ફેર ટ્રેડ કમિશને ઇન્ટેલને પોતાની અગ્રણી સ્થિતિનો લાભ ઉઠાવતા એએમડી પાસેથી પ્રોડક્ટો નહીં ખરીદવાની શરતે કોરીયન પીસી(PC) ઉત્પાદકોને મોટા વળતરની ઓફર કરવા બદલ ઇન્ટેલને $25.5 મિલિયન (ડોલર) ચૂકવવાનો આદેશ આપ્યો હતો.[૧૧૦]

અમેરિકા

કંપનીએ તેના માઇક્રોપ્રોસેસર્સની કિંમત અને વેચાણમાં અવિશ્વાસના કાયદાનો ભંગ કર્યો છે કે કેમ તે અંગે ન્યૂ યોર્કે જાન્યુઆરી 2008માં તપાસ આરંભી હતી.[૧૧૧] જૂન 2008માં ફેડરલ ટ્રેડ કમિશને પણ કેસમાં અવિશ્વાસની તપાસ શરૂ કરી હતી.[૧૧૨] ડિસેમ્બર 2009માં એફટીસી(FTC)એ જાહેરાત કરી હતી કે તે સપ્ટેમ્બર 2010માં ઇન્ટેલ સામે વહીવટીય કાર્યવાહીનો પ્રારંભ કરશે.[૧૧૩][૧૧૪][૧૧૫][૧૧૬]

નવેમ્બર 2009માં, બે વર્ષની તપાસને પગલે, ન્યૂ યોર્ક એટર્ની જનરલ એન્ડ્રુ ક્યુઓમો ઇન્ટેલ સામે ફરિયાદ કરી હતી, જેમાં તેની સામે લાંચ અને બળજબરી આરોપ મૂકીને એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇન્ટેલે તેના હરીફોની તુલનામાં તેમની ચિપ્સ ખરીદવા માટે કમ્પ્યૂટર ઉત્પાદકોને લાંચ આપી હતી અને જો કમ્પ્યૂટર ઉત્પાદકો તેના સ્પર્ધકો સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવાનું દેખાશે તો આ ચૂકવણી પાછી ખેંચી લેશે. ઇન્ટેલે આ દાવાઓ નકારી કાઢ્યા હતા.[૧૧૭]

22 જુલાઇ 2010ના રોજ, ડેલે યુ.એસ. સિક્યુરિટીઝ એન્ડ એક્સચેંજ કમિશન (એસઇસી-SEC) સાથે યોગ્ય રીતે રોકાણકારો સમક્ષ હિસાબી માહિતી જાહેર નહીં કરવા બદલ દંડ તરીકે 100 મિલિયન ડોલરની ચૂકવણી અંગે સંમતિ દર્શાવી હતી. ખાસ કરીને એસઇસીએ(SEC) એવો આરોપ મૂક્યો હતો કે 2002થી 2006 સુધી એડવાન્સ્ડ માઇક્રો ડિવાઇસીસ દ્વારા ઉત્પાદિત ચિપ્સનો ઉપયોગ નહીં કરવાના બદલામાં, ડેલનો ઇન્ટેલ સાથે વળતર પ્રાપ્ત કરવાનો કરાર હતો. આ નોંધપાત્ર વળતરોની જાહેરાત રોકાણકારો સમક્ષ કરવામાં આવી ન હતી, પરંતુ તેનો ઉપયોગ કંપનીની નાણાકીય કામગીરી સંબંધિત રોકાણકારોની ધારણાઓને પહોંચી વળવાની સહાય માટે કરવામાં આવ્યો હતો; એસઇસી(SEC)એ જણાવ્યું હતું કે 2007ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં આવી રકમનો ડેલની કામગીરી આવકમાં 70 ટકા હિસ્સો હતો. આખરે ડેલે એએમડી(AMD)ને 2006માં બીજા સપ્લાયર તરીકે સ્વીકારી લીધી હતી અને પરિણામે ઇન્ટેલે વળતરો અટકાવી દીધા હતા, તેના કારણે ડેલની નાણાંકીય કામગીરીમાં ઘટાડો થયો હતો.[૧૧૮][૧૧૯][૧૨૦]

આ પણ જોશો

San Francisco Bay Area portal
Companies portal
  • એએસસીઆઇ રેડ (ASCI Red)
  • એટીઆઇ(ATI) ગ્રાફિક્સ પ્રોસેસીંગ યુનિટ્સની તુલના
  • ન્વિદિયા ગ્રાફિક્સ પ્રોસેસીંગ યુનિટ્સની તુલના
  • સિરીક્સ
  • એન્જિનીયરીંગ નમૂનો (સીપીયુ-CPU)
  • બીલ ગાયેડ
  • ઇન્ટેલ જીએમએ(GMA) (ગ્રાફિક્સ મિડીયા એક્સેલરેટર)
  • ઇન્ટેલ મ્યુઝિયમ
  • ઇન્ટેલ સાયન્સ ટેલેન્ટ સર્ચ (ઇન્ટેલ વિજ્ઞાન પ્રતિભા શોધ)
  • ઇન્ટેલ સોફ્ટવેર નેટવર્ક (આઇએસએન-ISN)
  • જસ્ટીન રેટનર
  • ઇન્ટેલ કોર્સની યાદી
  • ઇન્ટેલ માઇક્રોપ્રોસેસર્સની યાદી
  • વર્ષ મુજબ સેમિકન્ડક્ટર્સ વેચાણ અગ્રણીઓ
  • વિન્ટેલ

સંદર્ભો

બાહ્ય લિંક્સ

વિડીયો ક્લિપ્સ

ઢાંચો:Finance links

121°57′48.74″W / 37.3879278°N 121.9635389°W / 37.3879278; -121.9635389ઢાંચો:Intel technologyઢાંચો:Intel processorsઢાંચો:Solid-state Driveઢાંચો:Dow Jones Industrial Average companiesઢાંચો:NASDAQ-100ઢાંચો:Open Handset Alliance Members

🔥 Top keywords: