કૈરો

કૈરો ઉત્તર આફ્રિકામાં ઇજિપ્ત દેશમાં વસેલું એક શહેર છે, જે નાઇલ નદીના કિનારે વસેલું આફ્રિકા ખંડનું સૌથી મોટું શહેર છે. આ શહેર ૩૦૦૦ વર્ષના ઇતિહાસમાં વિવિધ ઇજિપ્શયન શાસકોના રાજનું પાટનગર રહ્યું છે. બ્રિટિશ યુગમાં પણ તેનું મહત્વ અકબંધ રહ્યું છે. ઇજિપ્તની રાજધાની કૈરો વર્તમાન સમયમાં ઔદ્યોગીક કેન્દ્ર પણ છે. કૈરો ઇજિપ્તના રાજકારણ, અર્થતંત્ર, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર તથા મુખ્ય પ્રવાસન કેન્દ્ર છે.

કૈરો
Cairo

القـــاهــرة
કૈરો Cairoનો ધ્વજ
Flag
ઇજિપ્તમાં કૈરોનું સ્થાન
ઇજિપ્તમાં કૈરોનું સ્થાન
સરકાર
 • રાજ્યપાલડો. અબ્દુલ અઝીમ વજીર
વિસ્તાર
 • શહેર૨૯૬ km2 (૧૧૪ sq mi)
વસ્તી
 (2006[૧][૨])
 • શહેર૬૭,૫૮,૫૮૧
 • ગીચતા૩,૧૫૮/km2 (૮૧૮૦/sq mi)
 • શહેરી વિસ્તાર
૧,૧૭,૪૮,૨૪૦
 • મેટ્રો વિસ્તાર
૧,૬૨,૯૨,૨૬૯
સમય વિસ્તારUTC+2
 • ઉનાળુ બચત સમય (DST)UTC+3
વેબસાઇટwww.cairo.gov.eg

અહીંના પિરામિડ વિશ્વભરમાં પ્રખ્યાત છે, અહીં સંગ્રહાલય અને મસ્જિદોમાં પ્રાચીન મિસર સંસ્કૃતિના દર્શન થાય છે.

પર્યટન સ્થળ

સ્ફીંક્સ

ઇજીપ્તનાં પ્રાચીન સ્મારકોમાં સ્ફીંક્સ સૌથી અદ્ભૂત અને સૌથી ડરામણું છે. ગ્રીક દંતકથાઓમાં એક એક સજીવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું માથું સ્ત્રી જેવું અને શરીર સિંહ જેવું હતું. આ સજીવ સાથેની સમાનતા કારણે આ સ્થાનનું નામ સ્ફીંક્સ (Sphinx) પડ્યું છે. સ્થાનિક લોકો આ સ્થાનને અબુ અલ-હોલ, એટલે કે ભયના પિતા એવા નામથી ઓળખે છે. ગિઝાના પિરામિડ સામે બનેલ સ્ફીંક્સ પ્રતિમા ૨૨ મીટર ઊંચી અને ૫૦ મીટર લાંબી છે. તેના નાક અને દાઢીનાઅ ભાગને મેમીલુક સમુહ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેઓ સ્ફીંક્સનો ઉપયોગ નિશાનબાજીની તાલીમ કરવા માટે કરતા હતા. પ્રવાસી આ સ્મારક પર ચડી શકતા નથી, પરંતુ અહીં બનાવવામાં આવેલ ઊંચાઈવાળી એક જગ્યા છે, જ્યાંથી આસપાસ જોઇ શકાય છે.સમય: સવારે ૮.૩૦ વાગ્યા થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી

ગીઝાનો પિરામિડ

ગીઝાના ઉચ્ચપ્રદેશ પર આવેલ પિરામિડ પૈકીનો સૌથી મોટો અને સૌથી પ્રાચીન પિરામીડ છે. આ સ્મારક ચોથા ફૈરો રાજવંશ ખુફુ (જે ચિઓપ્સ તરીકે ઓળખાય છે) દ્વારા ૨૫૭૦ ઇ. પૂર્વેના સમયમાં કરવામાં આવી હતી. ૧૪૦ મીટર ઊંચાઈ ધરાવતા આ સ્મારક કયા હેતુ માટે બનાવવામાં આવ્યું હતું, આ બાબત કેટલાક વિવાદો છે. કેટલાક માને છે કે અહીં ફેર્રો અને તેમના બેગમને દફનાવવામાં આવ્યા હતા, જ્યારે કેટલાક માને છે કે આ સ્મારક જ્યોતિષ યંત્ર તરીકે તેમણે બંધાવ્યું હતું. વર્તમાન સમયમાં આ સ્મારક પર ચઢવા માટે પ્રતિબંધિત છે, પરંતુ અંદર ફરી શકાય છે. આ ઉચ્ચપ્રદેશમાં પ્રવેશ કરવા માટે પ્રવેશ-શુલ્ક (એન્ટ્રી ફી) ભરવી પડે છે. આ ઉપરાંત વિવિધ પિરામિડની અંદર જવા માટે પણ અલગ ટિકિટ લેવી જરુરી છે.સમય: સવારે ૮.૩૦ વાગ્યા થી સાંજે ૪.૩૦ વાગ્યા સુધી

કૈરો ટાવર

જમાલ અબ્દેલ નસ્સરના પ્રમુખ તરીકેના સમયમાં સોવિયેત સહાય ચડે નિર્મિત આ ઇમારત કૈરો શહેરનું ગૌરવ છે. ૧૮૭ મીટર ઊંચી આ ઇમારત ઉપરથી કૈરો શહેરનું સુંદર દૃશ્ય જોઈ શકાય છે. અહીં દૃશ્ય જોવા માટે ટેલિસ્કોપ સુવિધા પણ ઉપલબ્ધ છે.સમય: શિયાળો સવારે ૯ વાગ્યા થી મધરાત સુધી, ઉનાળામાં સવારે ૯ વાગ્યા થી રાત્રે ૧ વાગ્યા સુધી.

સુલતાન હસન મસ્જિદ અને મદરેસા

આ કૈરોની સૌથી મહત્વની મસ્જિદ છે. તેનું બાંધકામ ઈ. સ. ૧૩૫૬માં સુલતાન હસન બિન મોહમ્મદ બિન કુઆલોન દ્વારા કરાવવામાં આવ્યું હતું. અહીં માત્ર મસ્જિદ જ નથી, પરંતુ સુન્ની મુસ્લિમો માટે અહીં મદરેસા પણ શરૂ કરવામાં આવી હતી. આ મસ્જિદ બાંધકામ દરમિયાન એક અકસ્માત થયો હતો, જેમાં મસ્જિદના એક મિનારો તૂટી જતાં ૩૦૦ લોકોએ જીંદગી ગુમાવી હતી. અહીં મુલાકાત માટે પ્રવેશ શુલ્ક છે.સમય: સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી

સ્ટેપ પિરામિડ, સક્કારા

આ પિરામિડની સ્થાપ્ત્ય શૈલી ત્રીજા વંશના ફૅરો જોસરના મુખ્ય વાસ્તુકાર ઇમ્હોટેપ દ્વારા કરવામાં આવી હતી. આ છ મજલી ઇમારતની અંદર મિસરના શાસકોને દફનાવવામાં આવતા હતા. પછી આ સ્મારક ઉપરથી શાસકોએ ગીઝા અને આસપાસના સ્થાનો જોવા માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું. તેને પ્રથમ પિરામિડ પણ માનવામાં આવે છે. અહીં એક વિશાળ ખંડ અને ગ્રેટ સાઉથ કોર્ટ તરીકે ઓળખાતો વિભાગ છે. આ પિરામિડમાં દાખલ થવા માટે ખાસ પરવાનગી જરૂરી છે.સમય: સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી

ગાયર-એન્ડરસન મ્યુઝિયમ

આ સંગ્રહાલય ખાતે ઈ. સ. ૧૫૪૦ અને ઈ. સ. ૧૬૩૨ના સમયમાં બાંધવામાં આવેલા બે ભાગો છે. ઈ. સ. ૧૯૩૦માં એક નિવૃત્ત બ્રિટીશ સેનાના મેજર દ્વારા આ બે ભાગો ખરીદવામાં આવ્યા હતા અને તેમાં ભૂતકાળના ફર્નિચર અને શિલ્પકૃતિઓના સંગ્રહને પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. આ મ્યુઝિયમ ખાતે આરસના સુંદર ફુવારાઓ, શ્યામ લાકડાનું ફર્નિચર અને તુર્કીના આરામદાયક તકિયાઓ  જોઈ શકો છો.

સિટાડેલ

 સિટાડેલ ઇજિપ્તનું મુખ્ય આકર્ષણ છે. તે ૧૨મી સદીમાં સલા અલ-દિન દ્વારા બનાવવામાં આવ્યું હતું. તે ૧૯મી સદીના નેતા મુહમ્મદ અલી સાથે પણ જોડાયેલું છે, જેમણે ઇજિપ્તને મેમીલુકના કબજામાંથી મુક્ત કરાવ્યું હતું. તેમના વિશેની લોકપ્રિય વાર્તાઓ અનુસાર, મોહમ્મદ અલીએ ૭૪૦ મેમીલુકને એક ભોજન સમારંભમાં આમંત્રિત કર્યા હતા અને તેમને એક સાંકડી સુરંગમાં પકડી લીધા હતા. માત્ર એક જ મેમીલુક તેમની કેદમાંથી બહાર ભાગી નીકળવામાં સફળ થયો હતો. સિટાડેલ પરિસરના મુખ્ય આકર્ષણો છે: અલ-દોહા પેલેસ, મોહમ્મદ અલી મસ્જિદ, પોલીસ મ્યુઝિયમ, વેચાણ અલ-નાસિર મસ્જિદ, લશ્કરી મ્યુઝિયમ, વાહન મ્યુઝિયમ, સુલેમાન પાશા મસ્જિદ અને બાબ અલ-તરીકે.સમય: સવારે ૮ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી

સેન્ટ બાર્બરા ચર્ચ

૬૮૪ એડીમાં બાંધવામાં આવેલ આ ચર્ચ એક શ્રીમંત લેખક એથાનાસિયસ દ્વારા બનાવવામાં આવ્યું હતું. મૂળભૂત રીતે આ ચર્ચ અબુ કીર અને યોહાન્નાને સમર્પિત છે. જ્યારે સેન્ટ બાર્બરા (નિકોમેદિયાની યુવાન મહિલા, જે તેના પિતાએ મારી નાખી કારણ કે તેણી ઇસાઈધર્મી બનવા માગતી હતી)ના અવશેષો અહીં લાવવામાં આવ્યા હતા, ત્યારે તેને માટે એક અલગ સ્થાન બનાવવામાં આવ્યું હતું. હવે અહીં બે ચર્ચ છે. અહીં સેન્ટ કેથરિનના અવશેષો પણ સાચવવામાં આવ્યા છે. અહીં આવવા માટે શાલીન વસ્ત્રો પહેરવાં પડે છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: