દાહ

દાહ, દાઝવું, બળવું (અંગ્રેજી: બર્ન) એ ચામડી કે અન્ય શારીરિક પેશીઓને આગ, ઠંડી, વીજળી, રસાયણો, ઘસારો કે કિરણોત્સર્ગ (રેડીયેશન)ના કારણે થતું નુકશાન છે.[૧] મોટા ભાગના કિસ્સામાં ગરમ પ્રવાહી કે ગરમ ઘન પદાર્થોની ગરમી અથવા આગના કારણે વ્યક્તિ દાઝે છે.[૨] દાઝવાની ઘટનાનું પ્રમાણ સ્ત્રી અને પુરુષોમાં સમાન છે પણ તેનું કારણ અલગ અલગ હોય છે. કેટલાક વિસ્તારોમાં ખુલ્લી જ્વાળા અને અસુરક્ષિત ચૂલાનો વપરાશ સ્ત્રીઓમાં દાઝવાનું જોખમ વધારે છે. પુરુષોમાં તેમની કામ કરવાની જગ્યા મોટે ભાગે જોખમનું કારણ હોય છે. મદ્યપાન અને ધુમ્રપાન અન્ય જોખમો છે. લોકો વચ્ચે થયેલ હિંસા અથવા જાત નુકશાન દાઝવાની ઘટનાના અન્ય કારણ છે.

બીજા તબક્કાનો દાઝેલ હાથ
દાઝવાના તબક્કાના પ્રકાર (અંગ્રેજી)

જયારે માત્ર ઉપરની ચામડી જ બળી હોય ત્યારે તેને પ્રાથમિક તબક્કાનું દાઝવું (ફર્સ્ટ ડીગ્રી બર્ન) કહે છે. તે ભાગ લાલ હોય છે પણ કોઈ ફોલ્લા થતા નથી અને ત્રણેક દિવસ દુખાવો રહે છે.[૩] જયારે નુકશાન ચામડીના અંદરના પડોને થયું હોય ત્યારે એને બીજા તબક્કાનું દાઝવું (સેકંડ ડીગ્રી બર્ન) અથવા અડધી ઊંડાઈ સુધી દાઝવું એમ કહેવામાં આવે છે. તેમાં મોટે ભાગે ફોલ્લાં પડે છે અને બહુ દુખાવો થાય છે. તેને રુઝાતા આઠેક અઠવાડિયા લાગે છે અને ચાઠા અથવા ડાઘ રહી જાય છે. પૂરી ઊંડાઈ સુધીના અથવા ત્રીજા તબક્કાના દાઝવાના કિસ્સામાં (થર્ડ ડીગ્રી બર્ન) નુકશાન ચામડીના છેક અંદરના તમામ પડ સુધી થયેલ હોય છે. તેમાં ઘણી વાર દુખાવો નથી હોતો અને બળેલ ભાગ કઠણ બની ગયેલ હોય છે. આવા કિસ્સાઓમાં મોટે ભાગે તેની જાતે રૂઝ આવતી નથી. ચોથા તબક્કાના દાઝવાના (ફોર્થ ડીગ્રી બર્ન) કિસ્સામાં અંદરની ઊંડી પેશીઓ જેમકે સ્નાયુઓ, હાડકાં વગરને નુકશાન થયેલ હોય છે.[૪] આ દાઝેલા ભાગ ઘણી વાર કાળા હોય છે અને ઘણી વાર આ બળેલ ભાગ ગુમાવવો પણ પડે છે.[૫]

દાઝવું મોટે ભાગે અટકાવી શકાય છે.[૬] કેટલું દાઝ્યું છે એની તીવ્રતા પર સારવારનો આધાર રહેલ છે. ઉપરછલ્લા બળવાના કિસ્સામાં સામાન્ય દુખાવા માટેની દવાઓથી લઈને ગંભીર રીતે દાઝવાના કિસ્સામાં લાંબા સમય સુધી દવાખાનામાં દાખલ રહેવા સુધીની સારવારો ઉપલબ્ધ છે. નળના પાણીથી ઠંડુ પડવાથી દુખાવો અને નુકશાન ઘટે છે પણ લાંબા સમય સુધી તેમ કરતા રહેવાથી શરીરનું તાપમાન ઘટે છે. બીજા તબક્કાના દાઝવાના કિસ્સામાં ઘાને સાબુ અને પાણીથી સાફ કરી તેને પાટાપીંડી કરવાની જરૂરિયાત હોઈ શકે છે. ફોલ્લાની શું સારવાર કરવી એ ચોક્કસ નથી પણ જો નાના ફોલ્લાં હોય તો તેને તેમ જ રહેવા દેવા અને મોટા હોય તો એમાં ભરાયેલ પાણી કાઢી નાખવું યોગ્ય મનાય છે. ત્રીજા તબક્કાના દાઝવાના કિસ્સામાં શસ્ત્રક્રિયા અને ચામડીના આરોપણની મોટે ભાગે જરૂર પડે છે. ખુબ દાઝેલા હોય તેવા કિસ્સાઓમાં નસ દ્વારા ખુબ પ્રવાહી આપવું પડે છે કારણકે તેમના શરીરમાં લોહીની નસોમાંથી પ્રવાહી ચાલી જતા અને પેશીઓમાં સોજા આવતા હોવાથી પ્રવાહીની ખુબ જરૂર હોય છે. દાઝવાના કિસ્સામાં સૌથી મોટું જોખમ ચેપ લાગવાનું હોય છે.[૭] ધનુર્વાની રસીનું ઈજેક્શન આપવાની જરૂર પડે છે.[૪]

૨૦૧૫માં આગ અને ગરમ વસ્તુઓથી દાઝવાના ૬ કરોડ ૭૦ લાખ કિસ્સા નોંધાયા હતા. જેમાં ૨૯ લાખ દર્દીઓને દવાખાનામાં દાખલ કરવા પડેલા અને ૧ લાખ ૬૭ હાજર મૃત્યુ પામેલા.[૮] દાઝવાના કિસ્સાના મોટા ભાગના મૃત્યુ વિકાસશીલ દેશોમાં, ખાસ કરીને અગ્નિ એશિયાના દેશોમાં, થાય છે. વધારે દાઝવાના કિસ્સામાં મૃત્યુનું જોખમ વધારે છે પણ ૧૯૬૦ પછી વિકસેલી સારવારો ના કારણે બચી જવાની શક્યતાઓ વધી છે, ખાસ કરીને બાળકો અને કિશોરોમાં.[૯] યુ. એસ.માં દવાખાનાઓમાં દાખલ કરેલ કિસ્સાઓ પૈકી ૯૬% લોકો બચી જાય છે.[૧૦] લાંબા ગાળાનું પરિણામ દર્દીનો કેટલો ભાગ બળ્યો છે એ અને દર્દીની ઉંમર આધારિત છે.[૪]

તબક્કો [૪]પ્રભાવિત પડોદેખાવસપાટીસંવેદનારૂઝ આવતા લાગતો સમયસારવારનું સંભવિત પરિણામઉદાહરણ
ઉપરછલ્લું (પ્રાથમિક તબક્કાનું)ચામડીનું સૌથી ઉપરનું પડ[૩]ફોલ્લાં વગરના લાલ ચકામાં[૪]સુકોદુખાવો કરતુ[૪]૫-૧૦ દિવસ[૪][૧૧]સારી રીતે રૂઝાય.[૪] વારે વારે તડકો લાગી ચામડી બળે તો ભવિષ્યમાં ચામડીના કેન્સરનું જોખમ વધે છે.[૧૨]
સૂર્યના તડકાથી ચામડી બળી જવી એ આ પ્રકારના મુખ્ય કિસ્સા છે.
ઉપરથી લઈને મધ્યમ પડ સુધીનું (બીજા તબક્કાનું)ચામડીના મધ્યમ પડ સુધી[૪]ફોલ્લાં સાથે લાલાશ.[૪] દબાણ સાથેના સફેદ ભાગ.[૪]ભીનાશવાળો[૪]ખુબ દુખાવો કરતુ[૪]૨–૩ અઠવાડિયા[૪][૧૩]સ્થાનિક ચેપ, સોજા અને મોટે ભાગે ચાઠા નથી રહેતા[૧૩]
અંગુઠો જેમાં બીજા તબક્કાનું દાઝેલ દેખાય છે.
મધ્યમ પડ સુધી પણ ઊંડું (બીજા તબક્કાનું)ચામડીના મધ્યમ પડથી ઊંડે[૪]પીળો અથવા સફેદ. ફિક્કાશ. કદાચ ફોલ્લાં પડે.[૪]Fairly dry[૧૩]Pressure and discomfort[૧૩]3–8 weeks[૪]ચાઠાં, બળેલા ભાગની ચામડી સંકોચાય (કદાચ ચામડીના આરોપણ અને કેટલાક બળેલા ભાગને કાપવાની જરૂર પડે.)[૧૩]
ગરમ પાણીને અડી જતા બીજા તબક્કાનું દાઝેલ.
અંદરના પડ સુધી (ત્રીજા તબક્કાનું)ચામડીના બધા પડ[૪]કઠણ અને સફેદ/બદામી.[૪] ફિક્કાશ નહીં.[૧૩]Leathery[૪]Painless[૪]લાંબો સમય (મહિનાઓ) સુધી પૂરું ન રૂઝાય.[૪]ચાઠાં, સંકોચન, કદાચ અંગ કાપવું પડે (વેળાસર કાપવું સલાહભર્યું છે.)[૧૩]
મોટરસાયકલના ગરમ મફલર વડે ત્રીજા તબક્કાનું દાઝેલ, આઠ દિવસ બાદ.
ચોથા તબક્કાનુંચામડીની પાર. અંદરની ચરબી, સ્નાયુઓ અને હાડકાં પર પણ અસર.[૪]કાળું; પોપડાં સહિત બળી ગયેલસુકુંદર્દરહિતઅંગ કાપી નાખવું પડે[૪]અંગ કાપી નાખવું પડે, અંગની કામ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય, અને કેટલાક કિસ્સામાં મૃત્યુ થાય.[૪]
ચોથા તબક્કાનું દાઝેલ

References

🔥 Top keywords: