દેવનાગરી

ઘણી ભારતીય અને નેપાળી ભાષા લખવા માટેની લિપિ

દેવનાગરી એક પ્રાચીન લિપિ છે. સંસ્કૃત અને હિંદી જેવી ઘણી ભારતીય ભાષા દેવનાગરી લિપિમાં લખાતી આવી છે. દેવનાગરી લિપિ મૂળ તો સંસ્કૃત માટે જ બની છે, એટલે એમાં દરેક ચિન્હ માટે એક અને માત્ર એક જ ધ્વનિ છે. દેવનાગરીમાં ૧૨ સ્વર અને ૩૪ વ્યંજન છે. બીજી ઘણી બધી ભાષાઓની જેમ દેવનાગરી લિપિ ને પણ ડાબેથી જમણે લખવામાં આવે છે. પ્રત્યેક શબ્દ ઉપર એક રેખા દોરવા માં આવે જે જેને શિરોરેખા કહેવાય છે.

દેવનાગરી
देवनागरी
દેવનાગરી લિપિનું ઉદાહરણ
Type
અબુગિડા
Languagesહિંદી, મરાઠી, નેપાળી, ભોજપુરી, મૈથિલી, રાજસ્થાની, છત્તીસગઢી, સંથાલી, કાશ્મીરી, કોંકણી, સિંધી, ડોગરી, બોડો, નેવાર ભાષા, અવધી, મગહી, હરીયાણવી, ભીલી ભાષા, મુંદરી ભાષા, સંસ્કૃત, પાલિ અને અન્ય ઘણી ભાષાઓ
Time period
પ્રારંભિક ચિહ્નો: ૧લી સદી,[૧]આધુનિક સ્વરૂપ: ૧૦મી સદી[૨][૩]
Parent systems
પ્રોટો-સિનાઇટિક[a]
  • બ્રાહ્મી લિપિ
    • ગુપ્ત લિપિ
      • નાગરી લિપિ
        • દેવનાગરી
Child systems
ગુજરાતી
મોદી લિપિ
Sister systems
ગુરુમુખી લિપિ, નંદીનાગરી
DirectionLeft-to-right
ISO 15924Deva, 315
Unicode alias
Devanagari
Unicode range
U+0900–U+097F દેવનાગરી,
U+A8E0–U+A8FF દેવનાગરી વિસ્તૃત,
U+1CD0–U+1CFF વેદિક વિસ્તરણ
[a] બ્રાહ્મિક લિપિઓના સેમિટિક ઉદ્ભવ અંગે મતમતાંતર છે.

ઉદ્ભવ

બ્રાહ્મી-ગુપ્ત-દેવનાગરી ઉદ્ભવ.

દેવનાગરી શબ્દનો ઉદ્ભવ શક્યત: નાગર નામના લોકો આ ભાષાથી લખતા હોય એટલે દેવ + નાગરી એમ દેવનાગરી તરીકે ઓળખવામાં આવી હોય. નાગર જ્ઞાતિના બ્રાહ્મણો ગુજરાતમાં આવેલા છે, તેમના નામ સાથે પણ આ લિપિ જોડાયેલી હોઈ શકે.[સંદર્ભ આપો]

દેવનાગરી લીપીનો ઉદ્ભવ થયો જયારે હાથથી લખવામાં આવતું હતું અને લખવા માટે પથ્થર ની શીલા, તાડ પત્ર, ચર્મ પત્ર, ભોજપત્ર, તામ્રપત્રનો પ્રયોગ થતો. ભારતની સ્વતંત્રતા પછી હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો[સંદર્ભ આપો] મળ્યા બાદ દેવનાગરી લિપિના વિકાસ માટે વ્યક્તિગત અને સંસ્થાગત પ્રયત્નો થયા.

ફોન્ટ

બાલ ગંગાધર તિલકે પ્રિન્ટીંગ પ્રેસ માટે સૌ પ્રથમ "કેસરી ફોન્ટ" તૈયાર કર્યા હતા.

સંદર્ભ

🔥 Top keywords: