મરાઠી ભાષા

ભારતના મહારાષ્ટ્ર રાજ્યની સત્તાવાર ભાષા

મરાઠી એ એક ઇન્ડો-આર્યન ભાષા છે જે મુખ્યત્વે ભારતના મહારાષ્ટ્રના ૮.૩૧ કરોડ મરાઠી લોકો દ્વારા બોલાય છે. તે પશ્ચિમ ભારતના મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોમાં અનુક્રમે સત્તાવાર ભાષા અને સહ-સત્તાવાર ભાષા છે અને તે ભારતની 22 અનુસૂચિત ભાષાઓમાંની એક છે. ૨૦૧૯ માં ૮.૩૧ કરોડ લોકો દ્વારા બોલાતી મરાઠી ભાષા, વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓની સૂચિમાં ૧૦મા ક્રમે છે. હિન્દી અને બંગાળી પછી ભારતમાં મરાઠીમાં ત્રીજા ક્રમાંકની પ્રચલિત ભાષા છે. [૫] સર્વે આધુનિક ભારતીય ભાષાઓમાં મરાઠી ભાષા કેટલુંક અતિ પ્રાચીન સાહિત્ય ધરાવે છે, જે લગભગ ઈ. સ. ૬૦૦ સુધીનું છે. [૬] મરાઠીની મુખ્ય બોલીઓ સામાન્ય મરાઠી અને વરાહદી બોલી છે . [૭] કોળી અને માલવાણી કોંકણી મરાઠી ભાષાથી ભારે પ્રભાવિત છે.

મરાઠી
मराठी
મરાઠી
"મરાઠી" દેવનાગરી લિપીમાં
મૂળ ભાષાભારત
વિસ્તારમહારાષ્ટ્ર
વંશમરાઠી
સ્થાનિક વક્તાઓ

દ્વિતીય ભાષા તરીકે વાપરનારા ૧.૨૦ કરોડ લોકો
ભાષા કુળ
ઇન્ડો યુરોપિયન
  • ઈન્ડો ઈરાની
    • ઈન્ડો આર્યન
      • દXએએણી ઈન્ડો આર્યન
        • મહારાષ્ટ્રી
          • મરાઠી કોંકણી
            • મરાઠી
પ્રારંભિક સ્વરૂપ
મહારાષ્ટ્રી પ્રાકૃત
બોલીઓ
  • મહારાષ્ટ્રીય કોંકણી, વર્હાડી, તાંજોર મરાઠી
લિપિ
દેવનાગરી (બાળબોધ)[૧]
દેવનાગરી બ્રેઈલ
મોડી લિપી (historical/traditional)[૨]
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા
ભારતમહારાષ્ટ્ર, [[ગોવા], દમણ અને દીવ,[૩] અને દાદરા અને નગર હવેલી[૪]
Regulated byમહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ અને અન્ય સંસ્થાઓ
ભાષા સંજ્ઞાઓ
ISO 639-1mr
ISO 639-2mar
ISO 639-3Either:
mar – આધુનિક મરાઠી
omr – પ્રાચીન મરાઠી
ભાષાનિષ્ણાતોની યાદી
omr Old Marathi
Linguasphere59-AAF-o

મરાઠી 'અમે' ના સમાવિષ્ટ અને વિશિષ્ટ સ્વરૂપોને જુદા પાડે છે અને તેમાં ત્રણ-લિંગ હોય છે જે પુરૂષવાચી અને સ્ત્રીની ઉપરાંત નાન્યતરને પણ માન્યતા આપે છે. [૮]

ભૌગોલિક ફેલાવો

મરાઠી મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત, મધ્ય પ્રદેશ, ગોવા, કર્ણાટક (ખાસ કરીને બેલગામ, બીડર, ગુલબર્ગ અને ઉત્તર કન્નડના સરહદ જિલ્લાઓ), તેલંગાણા, દમણ અને દીવ અને દાદરા અને નગરહવેલીના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બોલાય છે. ભૂતપૂર્વ મરાઠા શાસિત વડોદરા, ઈંદોર, ગ્વાલિયર, જબલપુર અને તાંજોર (તંજાવુર) શહેરોમાં પણ સદીઓથી મરાઠી ભાષા વપરાય છે. ભારતના અન્ય ભાગોમાં અને વિદેશોમાં પણ મરાઠી લોકોના સ્થળાંતર દ્વારા મરાઠી ભાષા પહોંચી છે. [૯]

૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં ૮.૩૦કરોડ મૂળ મરાઠી ભાષીઓ હતા, જે તેને હિન્દી અને બંગાળી પછી ત્રીજી સૌથી વધુ બોલાતી માતૃભાષા બનાવે છે. મૂળ મરાઠી ભાષીઓ ભારતની વસ્તીના ૬.૮૬% છે. કુલ મરાઠી ભાષાના મૂળ વક્તાઓ મહારાષ્ટ્રમાં ૬૮.૯૩%, ગોવામાં ૧૦.૮૯%, દાદરા અને નગર હવેલીમાં ૭.૦૧%, દમણ અને દીવમાં ૪.૫૩%, કર્ણાટકમાં ૩.૩૮%, મધ્યપ્રદેશમાં ૧.૭૦% અને ગુજરાતમાં ૧.૫૨% છે. [૧૦]

સ્થિતિ

મરાઠી મહારાષ્ટ્રની સત્તાવાર ભાષા છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દમણ અને દીવ [૩] અને દાદરા અને નગરહવેલી માં સહ-સત્તાવાર ભાષા.છે [૪] ગોવામાં, કોંકણી એકમાત્ર સત્તાવાર ભાષા છે; જોકે, મરાઠીનો ઉપયોગ કેટલાક કિસ્સામાં કેટલાક સત્તાવાર હેતુ માટે પણ થઈ શકે છે. મરાઠીને ભારતના બંધારણની આઠમી સારિણીમાં શામેલ કરવામાં આવી છે, આમ તેને "અનુસૂચિત ભાષા" નો દરજ્જો મળ્યો છે. [૧૧] મહારાષ્ટ્ર સરકારે મરાઠીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા સંસ્કૃતિ મંત્રાલયને આવેદનપત્ર પાઠવ્યું છે. [૧૨] મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ દ્વારા વર્ણવેલ સમકાલીન વ્યાકરણના નિયમોને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સમર્થન આપવામાં આવે છે. મરાઠી ભાષાના વિદ્વાનોની પરંપરાઓ અને ઉપરોક્ત નિયમો તત્સમને (સંસ્કૃતમાંથી સ્વીકૃત શબ્દોને) વિશેષ દરજ્જો આપે છે. આ વિશેષ દરજ્જા ને કારણે કે સંસ્કૃતની જેમ તત્સમ નિયમોનું પાલન થાય એવી અપેક્ષા હોય છે. જ્યારે પણ જરૂર પડે ત્યારે નવા તકનીકી શબ્દોની માંગનો સામનો કરવા માટે સંસ્કૃતનો આશરો લેવાની આ પ્રથા મરાઠીને સંસ્કૃત શબ્દોનો મોટો સંગ્રહ આપે છે

મહારાષ્ટ્રમાં તમામ યુનિવર્સિટીઓ ઉપરાંત, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા વડોદરામાં,[૧૩] ઓસ્માનિયા યુનિવર્સિટી દ્વારા હૈદરાબાદમાં, [૧૪] કર્ણાટક યુનિવર્સિટી દ્વારા ધારવાડમાં, [૧૫] ગુલબર્ગ યુનિવર્સિટી માં કાલબુરગીમાં, [૧૬] દેવી અહલ્યા યુનિવર્સિટી દ્વારા ઈંદોરમાં [૧૭] અને ગોવા યુનિવર્સિટી દ્વારા ગોવામાં [૧૮] મરાઠી ભાષાશાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે ખાસ વિભાગો છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (નવી દિલ્હી) એ મરાઠી માટે વિશેષ વિભાગ સ્થાપવાની યોજના જાહેર કરી છે. [૧૯]

૨૭ ફેબ્રુઆરીએ કવિ કુસુમાગ્રજ (વિષ્ણુ વામન શિરવડકર) નો જન્મદિવસને મરાઠી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. [૨૦]


સંદર્ભ

🔥 Top keywords: