સિંધી ભાષા

સિંધી ભાષા ભારતનાં પશ્ચિમ અને ઉત્તર ભાગમાં અને એમા પણ ખાસ કરીને ગુજરાત અને દિલ્હી તથા પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાં બોલવામા આવતી એક મૂળ ભાષા છે.

મૂળ સિંધ પ્રદેશમાંથી સ્થળાંતર કરીને આવેલાં લોકો કે જેઓ સિંધી તરિકે ઓળખાય છે તેઓની આ માતૃભાષા છે. તેનું વર્ગીકરણ આર્ય ભાષાના પેટા પ્રકાર તરીકે કરવામાં આવે છે. આર્ય ભાષા પરિવાર જેમા સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, પંજાબી, વિગેરે ભાષાઓ શામેલ છે. સિંધી ભાષા અરબી લિપિમાં લખવામાં આવે છે અને ભારતમાં આના માટે અરબી અને દેવનાગરી બંને લિપિઓનો ઉપયોગ થાય છે.

કઈ રીતે લખાય

અરબી

સિંધી ભાષા અરબી ભાષાની જેમ જમણા થી ડાબી બાજુ લખાય છે. આમા 52 અલ્ફાબેટસ છે. જેમા 34 અલ્ફાબેટસ ફારસી ભાષા માં થી છે અને 18 અલ્ફાબેટસ આ પ્રમાણે છે,ڄ ,ٺ ,ٽ ,ٿ ,ڀ ,ٻ ,ڙ ,ڍ ,ڊ ,ڏ ,ڌ ,ڇ ,ڃ ,ڦ ,ڻ ,ڱ ,ڳ ,ڪ.

جھڄجپثٺٽٿتڀٻبا
ɟʱʄɟpsʈʰʈtɓbɑː ʔ
ڙرذڍڊڏڌدخحڇچڃ
ɽrzɖʱɖɗdxhcɲ
ڪقڦفغعظطضصشسز
kqfɣɑː ʔ ʕ ztzsʃsz
يءھوڻنملڱگھڳگک
j hʋ ʊ ɔː ɳnmlŋɡʱɠɡ

દેવનાગરી

જ્યારે ભારત માં અરબી અને દેવનાગરી એમ બને લિપી નો ઉપયોગ થાય છે. દેવનાગરી લિપી જે ગુજરાતીની જેમ ડાબે થી જમણી બાજુ લખાય છે.

ख़ग॒ग़
ज॒ज़
ड॒ड़ढ़
फ़ब॒

અંક

ગુજરાતીમધ્ય-પુર્વપુર્વ/ભારતીય-સિંધી
٠۰
١۱
٢۲
٣۳
٤۴
٥۵
٦۶
٧۷
٨۸
٩۹

આમ બોલચાલ

  • કીયં આહિયો / કીયં આહીં. - "કેમ છો?"
  • આઉં / માં ઠીક આહિંયા. - "મજા માં."
  • તવાહિન્જી મહેરબાની. - "ધન્યવાદ / તમારો આભાર."
  • હા - "હા"
  • - "ના"
  • તવાહિન્જો / તુહિન્જો નાલો છા આહે? - "તમારુ નામ છુ?"
  • મુહિન્જો નાલો _____ આહે. - "મારુ નામ _____ છે."
  • હિક - "એક"
  • બઃ - "બે"
  • ટેહ્ - "ત્રણ"
  • ચ્હાર - "ચાર"
  • પંજઃ - "પાંચ"
  • છઃ - "છ"
  • સતઃ - "સાત"
  • અઠઃ - "આઠ"
  • નવં - "નવ"
  • ડહઃ - "દસ"
🔥 Top keywords: