મિલાન

ઢાંચો:Infobox Italian comune

મિલાન ઇટાલીનું એક શહેર છે અને લોમ્બાર્ડી રીજનઅને મિલાન પ્રાંતની રાજધાની છે. આ શહેરની વસતી અંદાજે 1,300,000 છે જ્યારે યુરોપીયન યુનિયનમાં પાંચમો સૌથી મોટો શહેરી વિસ્તાર છે, જેની વસતી અંદાજે 4,300,000 છે.[૧] ઓઇસીડીના અંદાજ મુજબ, ઇટાલીમાં સૌથી મોટા મિલાન મહાનગરીય ક્ષેત્રની વસતી 74,00,000 છે.[૨]

આ શહેરની સ્થાપના મીડિયોલેનમ નામ અંતર્ગત કેલ્ટિક લોકો ઇનસબરેસ દ્વારા કરવામાં આવી હતી. તે પછી ઇ. સ. પૂર્વ 222માં રોમન સામ્રાજ્ય દ્વારા તેનો કબજો કરી લેવામાં આવ્યો હતો અને તેના આધીન શહેર અત્યંત સમૃદ્ધ થયું હતું. પછી મિલાન પર વિસ્કૉન્ટી, સ્ફોર્જા અને 1500માં સ્પેનિશ, 1700માં ઑસ્ટ્રિયાનું શાસન ચાલ્યું. 1796માં મિલાન પર નેપોલિયન પ્રથમએ વિજય મેળવ્યો અને તેણે 1805માં પોતાના સામ્રાજયમાં ઇટાલીની રાજધાની બનાવ્યું.[૩][૪] રોમેન્ટિક યુગ દરમિયાન મિલાન યુરોપનું એક મુખ્ય સાંસ્કૃતિક કેન્દ્ર હતું, જેણે અનેક કલાકારો, સંગીતકારો અને મહત્વપૂર્ણ સાહિત્યકારોને પોતાની તરફ આકર્ષિત કર્યા. પાછળથી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેર પર બોંબ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા અને તેના પગલે મોટા પાયે ખાનખરાબી સર્જાઈ હતી. 1943માં જર્મનીના કબજામાં આવ્યા પછી મિલાન ઇટાલીના વિરોધનું મુખ્ય કેન્દ્ર બની ગયું.[૩] તેમ છતાં મિલાને યુદ્ધ પછીના સમયગાળામાં આર્થિક વિકાસ જોયો, જેણે દક્ષિણ ઇટાલી અને વિદેશોમાંથી હજારો આપ્રવાસીઓને આકર્ષિક કર્યા.[૩]

આંતરરાષ્ટ્રીય અને પંચરંગી શહેર તરીકે મિલાનના 13.9 ટકા લોકો વિદેશમાંથી આવીને વસ્યા છે.[૫] આ શહેર યુરોપનું મુખ્ય પરિવહન[૬] અને ઔદ્યોગિક કેન્દ્ર છે. મિલાન 115 અબજ ડોલરની જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ)ની સાથે ખરીદ શક્તિ,[૭]ની બાબતે વિશ્વની 6મી સંપન્ન અર્થવ્યવસ્થા ની સાથે યુરોપીય સંઘના વ્યાપાર અને નાણાકીય બાબતોનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્રોમાંથી એક છે. 2004માં મિલાન મહાનગરીય ક્ષેત્રની જીડીપી યુરોપની ચોથી સૌથી વધારે જીડીપી હતીઃ€ 241.2 અબજ (313.3 અબજ અમેરિકન ડોલર). મિલાનની પાસે ઇટાલીની સૌથી વધારે જીડીપી (વ્યક્તિદીઠ) € 35,137 લગભગ (52,263 અમેરિકન ડોલર) છે, જે યુરોપીય સંઘની સરેરાશ જીડીપી પ્રતિ વ્યક્તિ[૮]ની 161.6 ટકા છે. શહેરના કામદારો આખા દેશમાં સૌથી વધારે સરેરાશ આવકના દરો ધરાવે છે[૯] અને આ દ્રષ્ટિએ દુનિયામાં આ શહેરનું સ્થાન 26મું છે.[૧૦] આ ઉપરાંત વિદેશી કર્મચારીઓ માટે મિલાન વિશ્વનું 11મું સૌથી વધારે મોંઘુ શહેર છે,[૧૧] અને ઇકોનોમિક ઇન્ટલિજન્સ યુનિટના 2010માં થયેલા એક અભ્યાસમાં જણાવ્યા મુજબ, આ શહેર રહેવા માટે પાંચમું મોંઘુ શહેર છે.[૧૨] કેટલાંક અભ્યાસ મુજબ, અહીંનું આર્થિક વાતાવરણ તેને વિશ્વ અને યુરોપનું ટોચનું વ્યાવસાયિક અને નાણાકીય કેન્દ્ર,[૧૩][૧૪] બનાવે છે અને સિટી બ્રાન્ડિંગની દ્રષ્ટિએ તે અત્યંત સફળ પણ છે.[૧૫] દુનિયામાં પણ મિલાનને વિશ્વના 28મું સૌથી સમર્થ અને પ્રભાવશાળી શહેર સ્વરૂપે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.[૧૬]


મિલાનને વૈશ્વિક ફેશન અને ડિઝાઇન રાજધાની સ્વરૂપે પણ માન્યતા પ્રાપ્ત છે, જે વાણિજ્ય, ઉદ્યોગ, સંગીત, રમતગમત, સાહિત્ય, કળા અને મીડિયા પર મુખ્ય વૈશ્વિક પ્રભાવ સાથે, જીએડબલ્યુસીના મુખ્ય આલ્ફા વર્લ્ડ સિટીઝમાંથી એક બની ગયું છે.[૧૭] લોમ્બાર્ડ મહાનગર તેના ફેશન હાઉસ અને શોપ્સ (જેમ કે મૉન્ટેનોપોલીન માર્ગ પર) અને પિયાજાડ્યુમોના ગેલરિયા વિટ્ટોરિયા ઇમાનુએલ (દુનિયાનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત શૉપિંગ મૉલ) માટે વિશેષ સ્વરૂપે પ્રસિદ્ધ છે. શહેર અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને વારસો ધરાવે છે. તેની નાઇટલાઇફ[૧૮][૧૯] વાઇબ્રન્ટ છે તથા તેનું ભોજન અજોડ છે. (તે પેનેટોન ક્રિસમસ કેક અને રિસોટ્ટો અલા મિલાનીઝ જેવા અસંખ્ય લોકપ્રિય વ્યંજનોનું ઘર છે). શહેર વિશેષ સ્વરૂપે ઓપેરા અને પરંપરાગત સંગીત માટે પ્રસિદ્ધ છે, જે અનેક મહત્વપૂર્ણ સંગીતકાર (જેમ કે જ્યુજેપી વેર્ડી) અને થિયેટરો (જેમ કે ટિએટ્રો અલા સ્કાલા)નું કેન્દ્ર છે. મિલાન અનેક મહત્વપૂર્ણ સંગ્રહાલય, વિશ્વવિદ્યાલય, અકાદમી, રાજમહેલ, ચર્ચ અને પુસ્તકાલય (જેમ કે બ્રેરા એકેડમી અને ક્રૈસ્ટેલો સ્ફોર્જેસ્કો) તથા બે પ્રસિદ્ધ ફૂટબૉલ ટીમ, એ સી મિલાન અને એફ સી ઇન્ટરનેશનલ મિલાનો માટે વિખ્યાત છે. તેના કારણે મિલાન યુરોપનું સૌથી વધારે લોકપ્રિય પર્યટન સ્થળ બની ગયું છે, જ્યાં 2008માં 1.914 મિલિયન વિદેશીઓ શહેર જોવા આવ્યાં હતાં.[૨૦] શહેરએ 1906માં વિશ્વ પ્રદર્શનનું આયોજન કર્યું હતું અને 2015માં સાર્વત્રિક પ્રદર્શનનું આયોજન કરશે.[૨૧]

સામાન્ય રીતે મિલાનના રહેવાસીઓ "મિલાનીઝ" તરીકે ઓળખાય છે (ઇટાલિયનઃ [Milanesi] Error: {{Lang}}: text has italic markup (help)અથવા અનૌપચારિક રીતે [Meneghini] Error: {{Lang}}: text has italic markup (help)અથવા [Ambrosiani] Error: {{Lang}}: text has italic markup (help)). મિલાનના રહેવાસીઓ દ્વારા શહેરને "નૈતિક રાજધાની" જેવું ઉપનામ આપવામાં આવ્યું છે.[૩]

ઇતિહાસ

વ્યુત્પત્તિશાસ્ત્ર

શબ્દ મિલાન લેટિન નામ છે, જેનું મૂળ મીડિયોલેનમ છે. આ નામ ફ્રાંસના અનેક ગેલો-રોમન સ્થળો, જેમ કે મીડિયોલેનમ સેન્ટોનેમ (સેઇન્ટસ) અને મીડિયોલેનમ ઑલેરકોરમ (એવ્રૉક્સ) દ્વારા ધારિત છે અને કેલ્ટિક તત્વ-લૈન શામિલ હોવાનું પ્રતિત થાય છે, જે ઘેરો કે નિર્ધારિત સીમા સૂચવે છે. (વેલ્શ શબ્દ લાનનો સ્રોત, અર્થ અભ્યાયરણ્ય કે ચર્ચ). એટલે મીડિયોલેનમ કોઈ વિશિષ્ટ કેલ્ટિક જનજાતિનું કેન્દ્ર કે અભયારણ્ય સૂચવે છે.[૪][૨૨]

નામની ઉત્પતિ અને શહેરના પ્રતિક સ્વરૂપે એક સુવર વિશે એન્ડ્રિયા અલચેન્ટોના એમ્બ્લેમાટા (1584)માં રોચક વર્ણન છે, જેમાં શહેરની દિવાલોના પ્રથમ નિર્માણનો સમય, એક કાષ્ઠચિત્રની નીચે, એક સુવરને ખોદકામ કરતાં દેખાડવામાં આવ્યું છે અને મીડિયોલેનમ ની વ્યુત્પતિ અડધા ઉન સ્વરૂપે આપવામાં આવી, [૨૩]જેને લેટિન અને ફ્રેંચમાં સમજાવવામાં આવ્યું. મિલાનનો પાયો નાંખવાનું શ્રેય બે કેલ્ટિક લોકો બિટુરિજસ અને એડુઈને જાય છે, જેના પ્રતિક સ્વરૂપે એક ભેડ અને એક સુવર રાખવામાં આવ્યાં છે.[૨૪] એટલે શહેરનું પ્રતિક ઊનવાળું સુવર, એક બે સ્વરૂપવાળું જાનવર છે, જેના અત્યંત કડક વાળ છે, તો ક્યાંક ચીકણા ઊન.[૨૫] અલચેન્ટો પોતાના સ્પષ્ટીકરણનું શ્રેય સંત સમાન અને વિદ્વાન એમ્બ્રોસને આપે છે.[૨૬]

શહેરનું જર્મન નામ માઇલેન્ડ છે જ્યારે સ્થાનિક પશ્ચિમી લોમ્બાર્ડ બોલીમાં શહેરનું નામ મિલાન છે.

કેલ્ટિક અને રોમન યુગ

ઇ. સ. પૂર્વ 400ની આસપાસ મિલાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઇનસબરેઝ વસ્યાં હતાં. ઇ. સ. પૂર્વે 222માં રોમનોએ આ વસતી પર કબજો કરી લીધો, જેણે તેના પર મીડિયોલેનમ નામ લાગૂ કર્યું. જોકે સ્થાનિક લોકો દ્વારા મિલાન નામનો ઉપયોગ કરવામાં આવતો હતો, જે કેલ્ટિક મેઘલાનથી ઉત્પન્ન થયો હતો.[૨૨] રોમન નિયંત્રણની અનેક શતાબ્દીઓ પછી ઇ. સ. 293માં મિલાનને સમ્રાટ ડાયોક્લીશન દ્વારા પશ્ચિમી રોમન સામ્રાજ્યની રાજધાની જાહેર કરવામાં આવી. ડાયોક્લીશને રહેવા માટે પૂર્વ રોમન સામ્રાજ્ય (રાજધાની નિકોમીડિયા) અને તેના સહયોગી મૈક્સીમૈએનસે પશ્ચિમને પસંદ કર્યું. તરત જ મૈક્સીમિઆનએ અનેક વિશાળ સ્મારકોનું નિર્માણ કર્યું, જેમ કે મોટો ચોક470 m × 85 m (1,542 ft × 279 ft), થર્મી એર્કુલી, શાહી મહેલોનો એક વિશાળ સમૂહ અને અન્ય અનેક સેવા અને ઇમારતો.

313ના મિલાનના ફરમાનમાં સમ્રાટ કૉનસ્ટેટાઇન પ્રથમએ ખ્રિસ્તીઓ માટે ધાર્મિક સ્વતંત્ર્તાની ખાતરી આપી.[૨૭] 402માં શહેરને વિસિગૉથ લોકોએ ઘેર લીધું અને શાહી નિવાસ રાવેના લઈ જવામાં આવ્યું. પચાસ વર્ષ પછી 452માં હુણ જાતિના લોકોએ શહેર પર કબજો જમાવી દીધો. 539માં ઑસ્ટ્રોગોથોએ બેન્ઝન્ટાઇન સમ્રાટ જસ્ટિનિયન પ્રથમ વિરૂદ્ધ કથિત ગોથિક યુદ્ધમાં મિલાન પર વિજય મેળવ્યો અને તેને નષ્ટ કરી દીધું. 569ની ગરમીના દિવસોમાં લોંગોબાર્ડોએ (જેના પરથી ઇટાલીના ક્ષેત્ર લોમ્બાર્ડીનું નામ પડ્યું છે) રક્ષણ માટે બચી બેન્ઝન્ટાઇન સેનાની નાની ટુકડીને હરાવી દઈ મિલાન પર જીત હાંસલ કરી. લોમ્બાર્ડ શાસનના આધિન મિલાનમાં અમુક રોમન ઇમારતો પ્રયોગ સ્વરૂપે બની.[૨૮] 774માં મિલાને ફ્રેન્કસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જેન ચાર્લેમૈને સંપૂર્ણ અભિનવ નિર્ણય લેતાં લોમ્બાર્ડના રાજાની પદવી ધારણ કરી. (તે અગાઉ જર્મનિક સામ્રાજ્યોએ અનેક વખત એક બીજા પર વિજય પ્રાપ્ત કર્યો હતો, પણ કોઈએ અન્ય લોકોનારાજાની ઉપાધિ ધારણ કરી નહોતી). લોમ્બાર્ડીનો લોહમુગટ તે કાળનો છે. તે પછી મિલાન પવિત્ર રોમન સામ્રાજ્યનો હિસ્સો બની ગયું.

મધ્ય યુગ

બાઇસ્કિયોનઃ પિયાઝા ડ્યુઓમો ખાતે આવેલા આર્કિબિશપ્સના મહેલ ખાતે વિસ્કોન્ટી સભાનું રાજચિહ્ન.પ્રારંભિક શબ્દો IO<HANNES> આર્કબિશપ ગીયોવાની વિસ્કોન્ટી માટે છે (1342-1354).

મધ્યયુગ દરમિયાન પોના સમૃદ્ધ મેદાન પર પોતાના શાસન અને ઇટાલીના આલ્પ્સના આરપાર માર્ગોના કારણે વ્યાપારિક કેન્દ્ર સ્વરૂપે વૈભવશાળી બનતું ગયું. લોમ્બાર્ડ શહેરો વિરૂદ્ધ ફ્રેડરિક પ્રથમ બારબરોસા દ્વારા યુદ્ધમાં વિજયથી 1162માં મિલાનમાં મોટા પાયે ખાનખરાબી સર્જાઈ હતી. 1167માં લોમ્બાર્ડ લીગની સ્થાપના પછી મિલાને આ સંબંધમાં અગ્રણી ભૂમિકા ભજવી. 1183માં કોન્સ્ટેન્સની શાંતિ લોમ્બાર્ડ શહેરો દ્વારા હાંસલ સ્વતંત્ર્તાના પરિણામસ્વરૂપ મિલાન ડચી બની ગયું. 1208માં રૈમબર્ટિનો બ્યુવાલેલીએ શહેરના પોદેસ્તા (મેયર) સ્વરૂપે એક સત્ર સેવા કરી. 1242માં લૂકા ગ્રિમાલ્ડી અને 1282માં લૂચેટો ગટ્ટીલૂસિયો. આ પદ મધ્યયુગીન સમુદાયના હિંસક રાજકીય જીવનમાં વ્યક્તિગત જોખમથી ભરેલું થઈ શકે છે. 1252માં મિલાનીઝ હેરેટિક્સએ નજીકના ગામડામાં એક ઘાટ પર ચર્ચના ધર્મપરીક્ષકની હત્યા કરી નાંખી, જે પાછળથી શહીદ સેન્ટ પીટર સ્વરૂપે જાણીતા થયા. હત્યારા લાંચ આપીને છૂટી ગયા અને આગામી તોફાનમાં પોદેસ્તા ને પણ મારી નાંખ્યો. 1256માં આર્કબિશપ અને આગેવાન ધનિકોને શહેરમાંથી હાંકી કાઢવામાં આવ્યા. 1259માં માર્ટિનો ડેલા ટોરેને સંઘના સભ્યોએ કેપિટનો ડેલ પોપેલો સ્વરૂપે પસંદ કર્યો. તેમણે શહેર પર બળજબરીપૂર્વક કબજો જમાવી દીધો, પોતાના દુશ્મનોને નિષ્કાસિત કર્યા અને સરમુખત્યારશાહી શક્તિઓ વડે શાસન કર્યું, રસ્તા બનાવ્યા, નહેર ખોદાવી, સફળતાપૂર્વક ગામડામાંથી કર વસૂલ્યો.

જોકે તેમની નીતિએ મિલાનીઝ ખજાનાને ખાલી કરી નાંખ્યો, ઘણી વખત બેદરકાર ભાડૂતી સૈનિકોના ઉપયોગે જનતાનો નારાજ કરી, જેણે ડેલા ટોરેના પરંપરાગત શત્રુ વિસ્કોન્ટી માટેનું સમર્થન વધાર્યું.

22 જુલાઈ, 1262ના રોજ ડેલા ટોરેના અભ્યર્થી રેમન્ડો ડેલા ટોરે, કોમોના બિશપ વિરૂદ્ધ પોપ શહેરી ચતુર્થ દ્વારા ઓટોન વિસ્કોન્ટીને મિલાનના આર્કબિશપ બનાવવામાં આવ્યા. આ રીતે રેમન્ડો ડેલા ટોરેએ વિધર્મી કેથર્સ સાથે વિસ્કોન્ટીની નિકટતાનો આરોપોના પ્રચાર શરૂ કર્યો અને તેના પર ઉચ્ચ દેશદ્રોહનો અભિયોગ લગાવ્યો. વિસ્કોન્ટી, જેમણે ડેલા ટોર પર આ જ પ્રકારના અપરાધનો આરોપ લગાવ્યો, પાછળથી મિલાનમાંથી પ્રતિબંધિત થઈ ગયો અને તેમની સંપત્તિ જપ્ત કરી લેવાઈ. પાછળથી જે ગૃહયુદ્ધ છેડાયું તેણે મિલાનની વસતી અને અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચાડ્યું, જે એક દાયકાથી પણ વધારે સમય માટે બન્યું રહ્યું.

1263માં ઓટોન વિસ્કોન્ટીએ શહેર વિરૂદ્ધ નિર્વાસિત લોકોના સમૂહનું નિષ્ફળ નેતૃત્વ કર્યું, પણ દરેક તરફ વધતી હિંસાના વર્ષો પછી છેવટે ડેસિયો યુદ્ધ (1277)માં જીત હાંસલ કરતાં, તેણે પોતાના પરિવાર માટે શહેર જીત્યું. વિસ્કોન્ટી હંમેશા માટે ડેલા ટોરેને હાંકી કાઢવામાં સફળ થયો અને 15મી સદી સુધી શહેર અને તેની સત્તા પર કબ્જો જમાવી રાખ્યો.

મિલાનનો મોટા ભાગનો પૂર્વ ઇતિહાસ બે રાજકીય જૂથો-ગ્વેલ્ફ અને ધઇબલિન્જો વચ્ચે સંઘર્ષની વાત હતી. મિલાન શહેરમાં મોટા ભાગનો સમય ગ્વેલ્ફ સફળ રહ્યાં. જોકે વિસ્કોન્ટી પરિવાર પોતાના જર્મન સમ્રાટો સાથે "ધઇબલિન" દોસ્તીની કારણે, મિલાનની સત્તા (સિગ્નોરિયા) પર કબ્જો જમાવવામાં સક્ષમ રહ્યાં.[૨૯] 1395માં આ સમ્રાટોમાંથી એક વેંકસલાસ (1378-1400), એ મિલાનીઝને ડચી શાખ સુધી ઊંચી ઉઠાવ્યાં.[૩૦] ઉપરાંત 1395માં જિયાન ગેલિયાઝો વિસ્કોન્ટી મિલાનનો ડ્યૂક બની ગયો. 14મી સદીની શરૂઆતથી 15મી સદીના મધ્ય સુધી 150 વર્ષ માટે ધઇબલિન વિસ્કોન્ટી પરિવાર દ્વારા સત્તા પર કબજો ચાલુ રહ્યો.[૩૧]

પુનર્જાગરણ અને સ્ફોર્જા હાઉસ

કેસ્ટેલો સ્પોર્જેસ્કો, સ્ફોર્જા સભાની સત્તાનું પ્રતીક
17મી સદીમાં મિલાન

1447માં મિલાનના ડ્યૂક ફિલિપો મારિયા વિસ્કોન્ટી કોઈ પુરુષ વારસદાર વિના મૃત્યુ પામ્યો. વિસ્કોન્ટી વંશના અંત પછી એમ્બ્રોસિયન ગણરાજ્ય અધિનિયમિત કરવામાં આવ્યું. એમ્બ્રોસિયન ગણરાજ્યને મિલાન શહેરના લોકપ્રિય સંરક્ષક સંત એમ્બ્રોસથી પોતાનું નામ ગ્રહણ કર્યું.[૩૨] બંને, ગ્વેલ્ફ અને ધઇબલિન જૂથોએ મિલાનમાં એમ્બ્રોસિયન ગણરાજ્યને સ્થાપિત કરવા એકસાથે કામ કર્યું. પણ ગણરાજ્યનું પતન ચાલુ રહ્યું. જ્યારે 1450માં હાઉસ ઓફ સ્ફોર્જાના ફ્રેસેસ્કો સ્ફોર્જાએ મિલાન પર વિજય હાંસલ કર્યો, જેના કારણે મિલાન ઇટાલિયન પુનર્જાગરણના અગ્રણી શહેરોમાંનું એક બની ગયું.[૨૨][૩૨]

ફ્રેન્ચ, સ્પેનિશ અને ઓસ્ટ્રિયન પ્રભુત્વનો સમયગાળો

ઓસ્ટ્રીયાની મહારાણી મારીયા થેરેસા પ્રથમ, મિલાનના હેબ્સબર્ગ રાજવી પરિવારની મહિલા 1740 થી 1780 સુધી.

ફ્રાંસના રાજા લુઈ બારમાએ પહેલા 1492માં ડચીનો પ્રતિદાવો રજૂ કર્યો. તે સમયે સ્વિસ ભાડૂતી સૈનિકોએ મિલાનને બચાવ્યું હતું. લુઈના ઉત્તરાધિકારી ફ્રાંસિસ પ્રથમ દ્વારા મિરગ્નેનોની લડાઈમાં સ્વિસના વિજય પછી ડચી ફ્રેંચ રાજા ફ્રાંસિસ પ્રથમને સોંપી દેવામાં આવી. જ્યારે 1525માં પાવિયાની લડાઈમાં હૈબ્સબર્ગ ચાર્લ્સ પંચમએ ફ્રાંસિસ પ્રથમને હરાવ્યો ત્યારે મિલાન સહિત ઉત્તરી ઇટાલી હાઉસ ઓફ હૈબ્સબર્ગને કબજામાં ચાલી ગઈ.[૩૩]

1556માં ચાર્લ્સ પંચમે તેના પુત્ર ફિલિપ બીજા અને પોતાના ભાઈ ફર્ડિનેંડ પ્રથમના પક્ષમાં ગાદીનો ત્યાગ કર્યો. મિલાન સહિત ચાર્લ્સની ઇટાલિયન સંપત્તિ, ફિલિપ બીજા અને હૈબ્સબર્ગના સ્પેની વંશક્રમને હસ્તાંતરિત થઈ ગઈ જ્યારે ફર્ડિનેન્ડના હૈબ્સબર્ગી ઓસ્ટ્રિયાઈ વંશક્રમે પવિત્ર રોમન સામ્રાજ્ય પર શાસન કર્યું. 1629-31માં મિલાનના મહાન પ્લેગના કારણે 1,30,000ની વસતીમાંથી લગભગ 60,000 લોકો માર્યા ગયા. આ પ્રકરણને પ્લેગ રોગચાળાને સદીઓ લાંબા રાષ્ટ્રવ્યાપી અંતિમ પ્રકોપોમાંથી એક માનવામાં આવે છે, જે કાળી મોત સાથે શરૂ થયું.[૩૪]

1700માં ચાર્લ્સ બીજાના મૃત્યુ સાથે હૈબ્સબર્ગના સ્પેની વંશક્રમનો અંત આવી ગયો. તેમના મૃત્યુ પછી સ્પેની સિંહાસન પર ફ્રેન્ચ અંજઉના ફિલિપના દાવાને ફ્રેન્ચ સૈન્ય દળના સમર્થન સાથે તમામ સ્પેની સંપત્તિ પર કબ્જો કર્યા પછી 1701માં સ્પેનિશ ઉત્તરાધિકાર યુદ્ધનો આરંભ થયો. 1706માં રૈમિલીઝ અને ટ્યુરિનમાં ફ્રાંસની હાર થઈ અને તેમને ઓસ્ટ્રિયાના હૈબ્સબર્ગને ઉત્તર ઇટાલી સોંપવા મજબૂત કરવામાં આવ્યાં. 1713માં યુટ્રેક્સટની સંધિએ ઔપચારિક સ્વરૂપે લોમ્બાર્ડી અને તેની રાજધાની મિલાન સહિત સ્પેનની મોટા ભાગની ઇટાલિયન સંપત્તિ પર ઓસ્ટ્રિયાની સંપ્રભુતાની પુષ્ટિ કરી.

19મી સદી

મિલાનના દેશપ્રેમીઓ ઓસ્ટ્રીયાના લશ્કર સામે લડી રહ્યાં છે. આ લડાઇ પાંચ દિવસ સુધી ચાલી હતી.

નેપોલિયનએ 1796માં લોમ્બાર્ડી પર વિજય મેળવ્યો અને મિલાનને સિસલપાઇન ગણરાજ્યની રાજધાની જાહેર કરી. પાછળથી તેણે મિલાનને ઇટાલી સામ્રાજ્યની રાજધાની ઘોષિત કરી અને ડ્યુઓમોમાં તાજ ધારણ કર્યો. નેપોલિયનના આધિપત્યનો અંત આવતા જ વિયેના કોંગ્રસે 1815માં વેનેટો સાથે લોમ્બાર્ડી અને મિલાન ઓસ્ટ્રિયાઈ નિયંત્રણને હવાલે કરી દીધું.[૩૫] આ સમયગાળા દરમિયાન મિલાન ગીત ઓપેરાનું કેન્દ્ર બની ગયું. અહીં 1770ના દાયકામાં મોઝાર્ટે ટિએટ્રો રીઝિયો ડ્યુક્લમાં ત્રણ ઓપેરાના પ્રીમિયર આયોજિત કર્યા. પાછળથી બેલિની, ડોનિજેટી, રૉજિની અને વર્ડીના પ્રીમિયરની સાથે લા સ્કાલા દુનિયાનું આદર્શ થિયેટર બની ગયું. ખુદ વર્ડી મિલાનને પોતાના ઉપહાર કાસા ડી રિપાસો મ્યુસિકિસ્ટીમાં દફનાવવામાં આવ્યાં. 19મી સદીના અન્ય મહત્વૂપૂર્ણ થિયેટર છેઃ લા કાનોબિયા ના અને ટિએટ્રો કારસાનો .

1864માં મિલાનનું સેન્ટ્રલ સ્ટેશનનું દ્રશ્ય

18 માર્ચ, 1848માં કથિત પાંચ દિવસ (ઇટાલિયન ભાષામાં લિ સિન્કી જિઓર્નેટ ) દરમિયાન મિલાનવાસીઓએ ઓસ્ટ્રિયાઈ શાસન વિરૂદ્ધ બળવો કર્યો અને ફિલ્ડ માર્શલ રાડેટ્ઝકીને શહેરમાંથી અસ્થાયી સ્વરૂપે પાછાં જવાની ફરજ પડી. ઉપરાંત 24 જુલાઈના રોજ કસ્ટોઝામાં ઇટાલી સેનાને પરાજ્યનો સ્વાદ ચખાડ્યાં પછી રાડેટ્ઝકી મિલાન અને ઉત્તર ઇટાલી પર ઓસ્ટિયાઈ નિયંત્રણ સ્થાપિત કરવામાં સફળ નિવડ્યો. પણ ઇટાલીના રાષ્ટ્રવાદીઓએ સારડિનીયા સામ્રાજ્યના સમર્થનથી ઇટાલીના એકીકરણના હિતમાં ઓસ્ટ્રિયાને હટાવવાની માગણી કરી. સારડિનીયા અને ફ્રાંસે જોડાણ કર્યું તથા 1859માં ઓસ્ટ્રિયાને સોલ્ફરિનોની લડાઈમાં પરાજય આપ્યો.[૩૬] આ લડાઈ પછી મિલાન અને શેષ લોમ્બાર્ડી સારડિનીયા સામ્રાજ્યમાં સામેલ કરી દેવાયા, જેણે ઝડપથી મોટા ભાગના ઇટાલી પર નિયંત્રણ સ્થાપિત કરી દીધું. 1861માં ઇટાલી સામ્રાજ્ય સ્વરૂપે પુનઃનામકરણ કરવામાં આવ્યું.

ઇટાલીના રાજકીય એકીકરણએ ઉત્તર ઇટાલી પર મિલાનના વ્યાવસાયિક પ્રભુત્વને એક કર્યું. તેના પગલે રેલવે નિર્માણને પ્રોત્સાહન મળ્યું, જેણે મિલાનને ઉત્તરી ઇટાલીનું રેલવે કેન્દ્ર બનાવી દીધું. ઝડપથી ઔદ્યોગિકીકરણે મિલાનને ઇટાલીનું મુખ્ય ઔદ્યોગિક ક્ષેત્રને કેન્દ્રમાં સ્થાન આપ્યું. જોકે 1890ના દાયકામાં મિલાન ઊંચા ફુગાવાના દર સાથે સંબંધિત બાવા બેકારિઝ નરસંહારથી હચમચી ગયું. આ દરમિયાન મિલાનની બેન્કો દ્વારા ઇટાલીના નાણાકીય ક્ષેત્રમાં પ્રભુત્વના કારણે આ શહેરનું દેશનું મુખ્ય આર્થિક કેન્દ્ર બની ગયું. મિલાનનો આર્થિક વિકાસ 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં થયો, જેની પાછળ શહેરના વિસ્તાર અને વસતીમાં ઝડપથી વધારો મુખ્ય જવાબદાર પરિબળ હતાં.[૪]

20મી સદી

મિલાનમાં 1906માં યોજાયેલા વર્લ્ડ એક્સપોઝિશન દરમિયાન મુખ્ય સભાખંડનું દ્રશ્ય
1914ના મિલાન શહેરનો નકશો.

1919માં બેનિટો મુસોલિનીએ બ્લેકશર્ટ્સનું આયોજન કર્યું. મિલાન ઇટાલીના ફાસિસ્ટ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું અને અહીંથી જ 1922માં રોમ પર અભિયાન શરૂ થયું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ અને અમેરિકન સેનાએ બોંબ ફેંકતા મિલાનને મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ હતી અને ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. જોકે 1943માં ઇટાલીએ યુદ્ધ છોડી દીધું. 1945 સુધી મોટો ભાગના ઉત્તર ઇટાલી પર જર્મનોએ કબજો કરી લીધો હતો. 1944માં મિલાનને સહબદ્ધ બોંબમારાનો સામનો કરવો પડ્યો અને તેમાંથી મોટા ભાગના હુમલા મિલાનના મુખ્ય રેલવે સ્ટેશનની આજુબાજુ કેન્દ્રીત હતા. 1943માં મોટા ભાગના ઇટાલીમાં જર્મનવિરોધી લહેરમાં વધારો થયો અને મિલાનમાં અનેક સંઘર્ષ થઈ રહ્યાં હતાં.

યુદ્ધનો અંત આવતાં જ અમેરિકાની પહેલી બખ્તરબંધ ડિવિઝન પો ઘાટી અભિયાનના ભાગરૂપે મિલાન તરફ આગળ વધી. પણ તે પહોંચે તેની પહેલા ઇટાલીના પ્રતિરોધ આંદોલનના સભ્યોએ મિલાનમાં ખુલ્લો બળવો કર્યો અને શહેરને આઝાદ કરાવ્યું. નજીકના ડોંગોમાં મુસોલિની અને તેમના ઇટાલી સામાજિક ગણરાજ્ય(રીપબ્લિકા સોશ્યેલ ઇટાલિયાના કે આરએસઆઈ)ના અનેક સભ્યોને કબજામાં લઈ લેવાયા અને સજા દેવામાં આવી. 29 એપ્રિલ, 1945ના રોજ ફાસિસ્ટોના મૃતદેહો મિલાનમાં લાવવામાં આવ્યા અને મુખ્ય જાહેર ચોક પિયાજાલા લોરેટોમાં અભદ્ર સ્વરૂપે ઊંધા લટકાવી દેવાયા.

યુદ્ધ પછી આ શહેર ઓસ્ટ્રિયાથી નાસીને આવેલા યહૂદીઓ માટે શરણાર્થી શિબિરમાં ફેરવાઈ ગયું. 1950 અને 1960ના દાયકામાં આર્થિક ચમત્કાર દરમિયાન આંતરિક આપ્રવાસની એક મોટી લહેર, ખાસ કરીને દક્ષિણ ઇટાલીથી મિલાન તરફ આવી અને 1971માં જનસંખ્યા વધીને 17,23,000 જેટલી થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન મિલાને બીજી વખત પોતાની મોટા ભાગની ઇમારતો અને કારખાનાનું પુનર્નિમાણ જોયું. યુદ્ધ પછી ઇટાલીમાં ઝડપથી આર્થિક વિકાસ થયો, જેને બીજી તેજી કહેવાય છે. શહેરે ટોરો વેલાસ્કા અને પિરેલી ટાવર જેવી અનેક અભિનવ અને આધુનિકતાવાદી ઇમારતો અને ગગનચુંબી ઇમારતોનું નિર્માણ જોયું. ઉપરાંત મિલાન, 1960ના દાયકાથી 1970ના દાયકાના અંત સુધી માર્ક્સવાદી, લેનિનવાદી, બ્રિગેટ રોઝે કે રેડ બ્રિગેડ્સ નામના કમ્યુનિસ્ટ ઇટાલિયન સમૂહથી ગંભીર રીતે પ્રભાવિત થયું. શહેરમાં અનેક વખત રાજકીય અને વિરોધ પ્રદર્શનો યોજાતા હતા. 12 ડીસેમ્બર, 1969ના રોજ પિયાજા ફૉન્ટાનાની રાષ્ટ્રીય કૃષિ બેંકમાં બોંબવિસ્ફોટ થયો, જેમાં 17 લોકો માર્યા ગયા અને 88 લોકો ઘાયલ થયા.

1970ના દાયકાના અંતે મિલાનની વસતીનો ઘટાડો શરૂ થયો, જ્યાં છેલ્લાં 30 વર્ષથી શહેરની કુલ વસતીનો લગભગ 33 ટકા હિસ્સો મૂળ મિલાનની આસપાસ બનતાં નવા ઉપનગરો અને નાના શહેરોના બહારના ભાગમાં વસવા લાગ્યો.[૩૭] પણ સાથે સાથે આ શહેર વિદેશી આપ્રવાસીઓના પ્રવાહના આકર્ષણનું કેન્દ્ર બન્યો. આ નવી ઘટના મિલાનીઝ ચાઉનાટાઉનાનું ઝડપી અને મહાન વિસ્તરણ છે, જે નગરના સૌથી સુંદર જિલ્લાઓમાંના એક વૈયા પાઓલો સાર્પી, વૈયા બ્રામટે, વૈયા મૈસિના અને વૈયા રોજમિનીની આજુબાજુનો વિસ્તાર છે, જ્યાં ચીનના આપ્રવાસીઓ ઝેજિયાંગમાંથી આવીને વસ્યાં છે. મિલાન ઇટાલીમાં તમામ ફિલિપિનોસના 33 ટકા લોકોનું ઘર છે, જેણે ઘણી વધારે અને સ્થાયી રીતે વિકસીત વસતીને શરણ આપ્યું છે, જેમની સંખ્યા દર વર્ષે 1,000ના જન્મદરની સાથે 33,000[૩૮]થી થોડી વધારે છે.[૩૯]

ચિત્ર:Pirelli T1.png
નિર્માણાધિન પિરિલી ટાવર, યુદ્ધોત્તર ઇટાલીયન આર્થિક ચમત્કારનું પ્રતીક
20મી સદીની શરૂઆતમાં પિયાઝા ડેલ ડ્યુમો, મિલાનનું એક દ્રશ્ય.

1980ના દાયકામાં મિલાનને જબરદસ્ત ઔદ્યોગિક સફળતા મળવા લાગી. તે કાપડ અને અનેક વસ્ત્ર લેબલોનું મુખ્ય નિકાસકાર બની ગયું અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરવા લાગ્યું (જેમ કે અરમાની, વર્સાચે અને ડોલ્સે અને ગબ્બાના) હોવાથી મિલાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એક મુખ્ય ફેશન રાજધાની તરીકે ઓળખવામાં આવ્યું. શહેરના સ્ટાઇલિસ્ટ ડિઝાઇનરો દ્વારા ઉત્પાદિત પરંપરાગત અને સસ્તા પરંતુ સાથેસાથે વાજબી, સ્ટાઇલિશ અને ટીપ-ટૉપ પોશાકોએ તેને ગંભીર વૈશ્વિક પ્રતિસ્પર્ધી બનાવની દીધું, જે હાઉટ કોચર કે ઉચ્ચ ફેશનની વૈશ્વિક રાજધાની સ્વરૂપે પેરિસની સદીઓ જૂની પ્રતિષ્ઠા માટે જોખમરૂપ બની ગયું. શહેરમાં આંતરરાષ્ટ્રીય પર્યટકોનું આગમન થયું, ખાસ કરીને ચીન, જાપાન કે દૂર પૂર્વના દેશોમાંથી પ્રવાસીઓની સંખ્યામાં ખાસ્સો વધારો થયો. સમૃ્દ્ધિનો આ કાળ અને ફેશનની રાજધાની સ્વરૂપે શહેરની નવી આંતરરાષ્ટ્રીય છબીએ અનેક પત્રકારોને "Milano da bere " મહાનગરને કહેવા મજબૂર કર્યા, જેનો શબ્દશઃ અર્થ થાય છે "મન ભરીને માણવા લાયક મિલાન."[૪૦]

1990ના દાયકામાં મિલાન, પાલાઝો ડેલો સ્ટેલિન સંકુલમાં કેન્દ્રીત એક ગંભીર રાજકીય કૌભાંડ ટેન્જેન્ટોપોલીથી અત્યંત ખરાબ રીતે પ્રભાવિત થયું, જેમાં અનેક રાજકારણીઓ અને વ્યાવસાયિકો પર કથિત ભ્રષ્ટાચારના કેસ ચલાવવામાં આવ્યાં. શહેર એક નાણાકીય કટોકટીમાંથી પણ પસાર થયું અને 1950 અને 1980ના દાયકાની સરખામણીમાં મંદ ઔદ્યોગિક વિકાસનો સામનો કર્યો. તેમ છતાં મિલાનને મિઉ મિઉ જેવા નવા લેબલોની સ્થાપના કરી ફેશન અને ડિઝાઇનની રાજધાની સ્વરૂપે તેની છબી વિકસીત કરી. 1990ના દાયકાના અંત સુધીમાં મિલાનના વિકાસ માટે હલ્કી ઔદ્યોગિક અને આર્થિક ઉત્તેજના ફરી વખત હાંસલ કરી.

2000ના દાયકાની શરૂઆત સુધી મિલાનની અર્થવ્યવસ્થા, જે 1990ના દાયકાની શરૂઆતમાં સ્થિર હતી, ફરી ધીમેધીમે વિકસવા લાગી. પણ તે બહુ ઓછો સમય રહી અને શહેર, ટેન્જેન્ટોપોલીની કટોકટીમાંથી છૂટકારો મળવા છતાં, એક વધુ આર્થિક કટોકટીમાં ઘેરાઈ ગયું. આ ગાળામાં મિલાનના ઔદ્યોગિક નિકાસમાં ઝડપથી ઘટાડો થયો અને એશિયાની કાપડ અને વસ્ત્ર કંપનીઓએ તે સમયે પણ મજબૂત પણ પતન તરફ અગ્રેસર મિલાનીઝ ફેશન લેબલો સાથે હરિફાઈ શરૂ કરી. તેમ છતાં પહેલાં ફિએરા (ઔદ્યોગિક ડીઝાઇન સાથે સંબંધિત ઉત્પાદનોનું એક પ્રદર્શન)ને શહરેની બહાર[૪૧] રોમાં એક નવા સંકુલમાં ખસેડીને મિલાન પોતાની અર્થવ્યવસ્થાની મજબૂતી જાળવી રાખવામાં સક્ષમ પુરવાર થયું છે અને 2008માં શહેર એક્સપો 2015[૪૨]નું યજમાન બનશે તેવી જાહેરાત સાથે અનેક નવી પુનરુત્પાદક યોજનાઓ અને અસંખ્યા સંરચનાઓના નિર્માણની યોજનાઓ સાથે શહેરની ભાવિ સંભાવનાઓ વધી ગઈ છે. મિલાનના ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો હોવા છતાં [૪૩] શહેરએ વૈકલ્પિક અને સફળ આવકના સ્રોતોનો પાયો છે, જેમાં પ્રકાશન, નાણાકીય બાબતો, બેન્કિંગ, ખાદ્ય ઉત્પાદન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લોજિસ્ટિક્સ, પરિવહન અને પ્રવાસન.[૪૩] બધું મળીને એવું લાગે છે કે હાલના વર્ષોમાં મિલાનની વસતી સ્થિર થઈ છે અને 2001 પછી શહેરની વસતીમાં બહુ થોડી વૃદ્ધિ થઈ છે.[૩૭]

મ્યુનિસિપલ વહીવટીતંત્ર

મિલાનના નવ જિલ્લા

રાજકારણ

  • મેયરનું નામઃ લેટિઝિયા મોરટ્ટી
  • ચૂંટણીની તારીખઃ 30 મે, 2006
  • પક્ષઃ ધ પીપલ ઓફ ફ્રીડમ

મિલાન નવ નગરમાં વિભાજીત છે, જેમાંથી આઠ જિલ્લા મધ્ય-દક્ષિણ ગઠબંધન દ્વારા અને એક મધ્ય-ડાબેરી ગઠબંધન દ્વારા સંચાલિત છે.

વહીવટી વિભાગો

મિલાનને ઝોના નામના વહીવટી ક્ષેત્રોમાં વહેંચી નાંખવામાં આવ્યાં છે. 1999 અગાઉ શહેરમાં 21 ઝોન હતા. 1999માં વહીવટીતંત્રએ ઝોનની સંખ્યા 21થી ઘટાડી નવ કરવાનો નિર્ણય લીધો હતો. અત્યારે ઝોના 1 "ઐતિહાસિક કેન્દ્ર"માં છે, જે સ્પેનિશ કાળની શહેરી દિવાલોની અંદરનો વિસ્તાર છે. અન્ય આઠ ઝોન પહેલા ઝોનની સરહદથી શહેરની મર્યાદા સુધી ફેલાયેલા છે.

ભૂગોળ

સ્થળાકૃતિ

મિલાન જિલ્લો પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં પાદાન મેદાનમાં સ્થિત છે, જ્યાં પો નદી અને આલ્પ્સના પહેલા ઉભાર વચ્ચે ટિસિનો અને અડ્ડા નદીઓ સામેલ છે. તેનું ક્ષેત્રફળ 181 ચોરસ કિમી છે અને તે સમુદ્રથી સપાટીની ઉપર 122 મીટરે સ્થિત છે.

આબોહવા

મિલાન કેટલીક ઉપખંડીય વિશેષતા સાથે એક નરમ ઉપોષણ આબોહવાનો અનુભવ કરે છે (કોપેન ક્લાઇમેટ ક્લાસિફિકેશન સીએફએ [૪૪]). આ ઉત્તર ઇટાલીના અંતરિયાળ મેદાનોની વિશેષતા છે, જ્યાં ઇટાલીના બાકીના ભાગોમાં વિશિષ્ટ ભૂમધ્ય આબોહવાથી વિપરીત ગર્મ અને ભેજવાળો ઉનાળો અને ઠંડો શિયાળો જોવા મળે છે.[૪૫]

શહેરના કેન્દ્રમાં સરેરાશ તાપમાન જાન્યુઆરીમાં −3 to 4 °C (27 to 39 °F)અને જુલાઈમાં 19 to 30 °C (66 to 86 °F)છે. શિયાળા દરમિયાન સામાન્ય રીતે હિમવરસાદ જોવા મળે છે. જોકે છેલ્લાં 10થી 15 વર્ષમાં તેના પ્રમાણમાં ઘટાડો થયો છે. મિલાન ક્ષેત્રનું ઐતિહાસિક સરેરાશ તાપમાન 35 અને 45 સેમી વચ્ચે (16"/18") છે, નિશ્ચિત સમયગાળે 1-3 દિવસમાં 30થી 50 સેમીથી વધારે એકલ હિમપાત થાય છે, જ્યાં જાન્યુઆરી, 1985ના પ્રસિદ્ધ હિમપાત દરમિયાન 80-100 સેમી રેકર્ડ બન્યો હતો. આખું વર્ષ ઘણી વધારે ધુમ્મસ રહે છે અને વાર્ષિક સરેરાશ લગભગ 1000 મીમી (40 ઇંચ) રહી છે.[૪૫] રુઢિબદ્ધ છબીમાં શહેર ઘણી વખત ધુમ્મસમાં ડુબાયેલુ દેખાય છે, જે પો ઘાટીનિ વિશેષતા છે. જોકે દક્ષિણી વિસ્તારોમાંથી ચોખાના ખેતરોને દૂર કરવા, શહેરી ઉષ્ણ દ્વીપ અસર અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડાએ હાલના વર્ષોમાં આ ઘટનાને ઓછી કરી દીધી છે, ઓછામાં ઓછું શહેરના કેન્દ્રમાં.

ઢાંચો:Milan weatherbox

વાસ્તુકળા અને મુખ્ય સ્થળો

વાસ્તુકળા

સાન્ટા મારીયા ડેલે ગ્રાઝી.
સાન સિમ્પલિસિયાનોના પ્રાચીન મંદિરનો રોમન પુરોભાગ

પ્રાચીન રોમન ઉપનિવેશના થોડા અવશેષ હાજર છે, જે પાછળથી પ્રાચીન રોમન સામ્રાજ્યની રાજધાની બન્યું હતું. ચોથી સદીના ઉત્તરાર્ધમાં મિલાનના બિશપ સ્વરૂપે સેન્ટ એમ્બ્રોસના શહેરની રચના પર ઊંડો પ્રભાવ હતો. કેન્દ્રની પુનર્પરિકલ્પના (જોકે તે સમયે નિર્મિત મહામંદિર અને બેપ્તિસમા કક્ષ લુપ્ત થઈ ગયા છે) અને શહેરની દરવાજા પર મહાન સમાધિમંડપોનું નિર્માણઃ સેન્ટ એમ્બ્રોજિયો, બ્રોલોસમાં સેન નઝારો, સેન્ટ સિમ્પ્લિસિયાનો અને સેન્ટ યુસ્ટજિયો, જે હજુ પણ ઉપસ્થિત છે, સદીઓથી પ્રકાશિત, મિલાનના કેટલાંક ઉત્તમ અને સૌથી મહત્વપૂર્ણ ચર્ચમાંનું એક છે.

મિલાનમાં લિયોનાર્ડો કાળના કેન્દ્રીય આયોજિત વાસ્તુશિલ્પકળાનું ચિત્ર(પેરિસ હસ્તપ્રત બી)

ઇટાલીમાં સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટું ગોથિક વાસ્તુકલાનું ઉદાહરણ મિલાન કેથિડ્રલ છે, જે દુનિયા[૪૬]માં રોમના સેન્ટ પીટર્સ બેસિલિકા, કેથિડ્રલ ઓફ સેવિલે અને આઇવરી કોસ્ટમાં એક નવા કેથિડ્રલ પછી ચોથી સૌતી મોટું મહામંદિર કે ચર્ચ છે.[૪૬] 1386 અને 1577 વચ્ચે નિર્મિત આ ઇમારતની મીનારના ટોચે વ્યાપક રીતે જોઈ શકાય તેવી સોનાની મેડોનાની પ્રતિમા છે, જેને મિલાનના લોકોએ મેડુનિના (નાની મેડોના) ઉપનામ આપ્યું છે અને તેની સાથે અહીં દુનિયાની સૌથી મોટી સંગમરમરની પ્રતિમાઓનો સંગ્રહ છે, જે આ નગરનું પ્રતિક બની ગયું છે.

મિલાન કેથેડ્રલઃ ફ્રાન્સિસ્કો મારીયા રિકીનો દ્વારા મેડોના ડેલઅલબેરો ચેપલ (1614).

14મી અને 15મી સદી દરમિયાન સ્ફોર્જા પરિવારના શાસન દરમિયાન જૂનાં વિસ્કૉન્ટી કિલ્લને વિસ્તૃત રીતે શણગારવામાં આવ્યો હતો, જે કેસ્ટેલ્લો સ્ફોર્ઝેસ્કો કહેવાયોઃ એક સુંદર પુનર્જાગરણ સભા, જે શિકારી બાગથી ચારે તરફ ઘેરાયેલી છે, જેમાં સેપ્રિયો અને કોમો સરોવરમાંથી પકડાયેલા શિકાર સંગ્રહિત છે. ઉલ્લેખિત પ્રોજેક્ટ માટે ફ્લોરેનટાઇન ફિલરેટ અને સૈન્ય વિશેષજ્ઞ બાર્ટોલોમીયો ગાડિયોને કામગીરા સોંપવામાં આવી, જેમાં ફિલરેટને ઊંચા મધ્ય પ્રવેશ દ્વારની જવાબદારી સોંપવામાં આવી.[૪૭] ફ્રાન્સેસ્કો સ્ફોર્ઝા અને ફ્લોરેન્સ ઓફ કોસિમો ડી મેડિસિ વચ્ચે રાજકીય ગઠબંધનથી વાસ્તુશિલ્પ ક્ષેત્રને લાભ થયો, કારણ કે મિલાનની બિલ્ડિંગ પુનર્જાગરણ વાસ્તુકલાના બ્રુનેલેશી મોડેલ્સના પ્રભાવ હેઠળ આવી હતી. આ ટસ્કન પ્રભાવનું દર્શન કરાવતી પહેલી જાણીતી બિલ્ડિંગ મેડિસિ બેન્ક (અત્યારે ફક્ત તેનું પ્રવેશદ્વાર જ બચ્યું છે) અને કેન્દ્રીય રીતે આયોજિત પોર્ટિનેરી ચેપલનું નિર્માણ કરવા પલાઝો સેન લોરેન્જો સાથે જોડાઈ અને બેન્કની મિલાન શાખાનાં પહેલા મેનેજરને બેસવા માટે કાર્યાલયનું નિર્માણ કર્યું. મિલાનમાં નિવાસ દરમિયાન ફિલરેટએ મહાન જાહેર હોસ્પિટલ ઓસ્પેડેલ મેગિઓરનું નિર્માણ કર્યું હતું. તેઓ પ્રભાવશાળી વાસ્તુકલાના ગ્રંથ માટે પણ જવાબદાર છે, જેમાં ફ્રાન્સિસ્કો સ્ફોર્ઝાના માનમાં સ્ફોર્ઝિન્ડા તરીકે જાણીતા આદર્શ શહેરની નક્ષત્રાકાર યોજના સામેલ છે. તેમણે કેન્દ્રીય આયોજિત સ્વરૂપ માટે મક્કતાપૂર્વક દલીલ પણ કરી હતી. લીઓનાર્ડો દા વિન્સી 1482થી 1499માં શહેર ફ્રાંસના કબજામાં આવ્યું ત્યાં સુધી મિલાનમાં હતાં. તેમને 1487માં કેથેડ્રલ માટે ટિબ્યુરિયો કે ક્રોસિંગ ટાવરની ડીઝાઇનની જવાબદારી સોંપવામાં આવી. જોકે તેના નિર્માણ માટે તેમની પસંદગી થઈ નહોતી.[૪૮][૪૯] જોકે ફિલરેટ સાથે તેમણે કેન્દ્રીય આયોજિત બિલ્ડિંગ માટે જે ઉત્સાહ દાખવ્યો તેમાંથી અનેક વાસ્તુશિલ્પી ચિત્રોને જન્મ આપ્યો, જેનો ડોનેટો બ્રામન્ટે અને અન્ય અનેક લોકોની કામગીરી પર પ્રભાવ જોવા મળ્યો છે. શહેરમાં બ્રમાન્ટેના કામમાં સેન્ટા મારિયા પ્રેસ્સો સેન સેટિરો (નવમી સદીના નાના ચર્ચનું પુનર્નિમાણ), સેન્ટા મારિયા ડેલ્લે ગ્રેઝીને સુંદર દૈદિપ્યમાન અંજલી અને સેન્ટ એમ્બ્રોજિયો માટે ત્રણ વિહાર, સેન લોરેન્ઝોની બેસિલિકા તરીકે મિલાનની પ્રારંભિક ખ્રિસ્તી વાસ્તુકલાના તેના અભ્યાસ પર અંકિત છે.[૫૦]

પેલેઝો લિટ્ટાનું અઢારમી સદીની નકશી, જે 1761માં પૂર્ણ થયેલા નવા અગ્રભાગને દર્શાવે છે.
નિયોક્લાસિકલ પેલેઝો બેલ્જીયોજોસોનો અગ્રભાગ, જે રાજવી પરિવાર મિલાનીઝ બેલ્જીયોજોસો માટે 1772થી 1781ની વચ્ચે બાંધવામાં આવ્યો હતો.

પ્રતિસુધારા સ્પેનિશ પ્રભુત્વના શાસનકાળમાં પણ થયા હતા અને તેના પર બે પ્રભાવશાળી વ્યક્તિઓની છાપ છેઃ સેન્ટ ચાર્લ્સ બોરોમીઓ અને તેના પિતરાઈ ભાઈ કાર્ડિનલ ફેડેરિકો બોરોમીઓ તેમણે પોતાને મિલાનવાસીઓના નૈતિક માર્ગદર્શક તરીકે થોપ્યા, પણ સાથેસાથે તેમણે ફ્રાન્સેસ્કો મારિયા રિચિનો દ્વારા ડીઝાઇન બિલ્ડિંગમાં બાઇબલિયોટેકા એમ્બ્રોસિઆના અને નજીકમાં પિનાકોટેકા એમ્બ્રોસિયાનાનું નિર્માણ કરીને સંસ્કૃતિને મહાન વેગ આપ્યો. આ સમયગાળા દરમિયાન વાસ્તુકારો પે્લ્લેગ્રિનો ટિબાલ્ડી, ગેલીએઝો એલેસ્સી અને રિચિનો દ્વારા શહેરમાં અનેક સુંદર ચર્ચ અને બેરોક ભવનોનું નિર્માણ થયું હતું.[૫૧]

18મી સદી દરમિયાન મિલાનમાં અનેક મહત્વપૂર્ણ સમારકામ માટે ઓસ્ટ્રિયાની મહારાણી મારિયા થેરેસા જવાબદાર હતી. તેમણે અનેક ઊંડા સામાજિક અને વહીવટી સુધારા માટે પ્રોત્સાહન આપ્યું, સાથેસાથે ટિએટ્રો એલે સ્કેલા જેવી અનેક ઇમારતોનું નિર્માણ પણ કરાવ્યું, જે આજે પણ શહેરની પ્રતિષ્ઠા અને ઓળખ સમાન છે, જેનું ઉદઘાટન 3 ઓગસ્ટ, 1778ના રોજ થયું અને તે અત્યારે દુનિયાના સૌથી પ્રસિદ્ધ ઓપેરા હાઉસમાંનું એક છે. ઉપભવન મ્યુઝિયો ટિએટ્રલ એલે સ્કેલામાં ચિત્રો, પ્રતિમાઓ, વસ્ત્ર અને ઓપેરા અને લા સ્કેલાના ઇતિહાસ વિશે સંબંધિત અન્ય દસ્તાવેજોનો સંગ્રહ છે. લા સ્કેલા બેલેટ સ્કૂલ ઓફ ધ ટીએટ્રો એલા સ્કેલાનું આયોજન પણ કરે છે. ઓસ્ટ્રિયન સંપ્રભુતાએ મિલાનમાં બ્રેરા જિલ્લાના પ્રાચીન જેસુઇટ કોલેજને એક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સ્વરૂપે પરિવર્તિત કરતાં પુસ્તકાલય, ખગોળવિજ્ઞાન વેધશાળા અને વનસ્પતિ ઉદ્યાનને પ્રોત્સાહન આપ્યું, જેમાં આર્ટ ગેલેરી અને ફાઇન આર્ટ્સ એકેડમી આજે પણ અસ્તિત્વમાં છે.

ઓગણીસમી સદીના ગેલેરીયા વિટ્ટોરીયો એમાન્યુલ બીજાનો ગુંબજ
1770ના દાયકામાં બાંધવામાં આવેલા ટીટ્રો અલ્લા સ્કાલાનું ઓગણીસમી સદીનું ચિત્રણ.

મિલાન પર 18મી સદીના અંતે અને 19મી સદીની શરૂઆતમાં નવશાસ્ત્રીય આંદોલનની ઊંડી અસર હતી અને તેના પગલે તેની વાસ્તુકલાની શૈલીમાં પરિવર્તન આવ્યું હતું. 19મી સદીની શરૂઆતમાં શહેરમાં નેપોલીયન બોનાપાર્ટેના શાસનના પરિણામે કેટલીક સંદુર નવશાસ્ત્રીય ઇમારતો અને મહેલો અસ્તિત્વમાં આવ્યા, જેમાં વિલા રીએલ કે વિલા ડેલ બેલ્જિઓજોસો સામેલ છે (પેલેઝો બેજિઓજોસો સાથે કોઈ સંબંધ નથી). તે વાયા પેલેસ્ટ્રો પર સ્થિત છે અને જિયાર્ડિની પબ્લિકીની નજીક છે. તેનું બાંધકામ લીઓપોલ્ડો પોલાકે 1790માં કર્યું હતું.[૫૨] તે બોનાપાર્ટે પરિવાર, મુખ્યત્વે જોસેફાઇન બોનાપાર્ટેનું ઘર હતું, પણ કાઉન્ટ જોસેફ રાડેત્ઝકી વોન રાડેત્ઝ અને યુજીન ડી બ્યુહાર્નાઇસ જેવા કેટલાંક અન્યનું પણ નિવાસસ્થાન હતું.[૫૨] તેનો ઉલ્લેખ અવારનવાર મિલાન અને લોમ્બાર્ડીના સૌથી શ્રેષ્ઠ નવશાસ્ત્રીય વાસ્તુશિલ્પ તરીકે થાય છે અને તે ઇંગ્લિશ લેન્ડસ્કેપ ગાર્ડનથી ઘેરાયેલ છે. અત્યારે તેમાં ગેલેરીયા ડી આર્ટે કન્ટેમ્પોરાનીયા (અંગ્રેજીઃ ગેલેરી ઓફ કન્ટેમ્પરરી આર્ટ )નું આયોજન થાય છે અને તેની અંદર અત્યાધિક અલંકૃત શ્રેણી સ્તભો, પહોળા હોલ, માર્બલની પ્રતિમાઓ અને ક્રિસ્ટલ શેન્ડેલિયર્સ છે.[૫૨] પલાઝો બેલ્જિયોજોસો પણ નેપોલિયનનું એક ભવ્ય નિવાસ હતું અને મિલાનીઝ નીઓક્લાસિકલ આર્કિટેક્ચરના ઉત્તમ ઉદાહરણોમાંનું એક છે. શહેરમાં અન્ય કેટલાંક મહત્વપૂર્ણ નવશાસ્ત્રીય સ્મારકો છે, જેમાં આર્કો ડેલ્લા પેસ કે આર્ક ઓફ પીસ સામેલ છે, જેને કેટલીક વખત આર્કો સેમ્પિઓને (સેમ્પિઓને આર્ક) તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે પાર્કો સેમ્પિઓનેના અંતે જમણી બાજુ પિઆજા સેમ્પિઓનેમાં સ્થિત છે. તેની સરખામણી અવારનવાર પેરિસના આર્ક ડી ટ્રાયોમ્ફની લઘુ આવૃત્તિ સાથે થાય છે. નેપોલિયન પહેલાના શાસનકાળમાં આર્ક પર કામગીરી 1806માં શરૂ થઈ હતી અને તેની ડીઝાઇન લુઇગી કાગ્નોલાએ તૈયાર કરી હતી.[[]] નેપોલીયનનો 1826માં વોટરલૂની લડાઈમાં પરાજય થતાં જ આર્ક ડી ટ્રાયોમ્ફેની જેમ સ્મારણીય મહેરાબનું કામ અટકી ગયું હતું, પણ ઓસ્ટ્રિયાના સમ્રાટ ફ્રાન્ઝ જોસેફ (ફ્રાન્સિસ જોસેફ) પ્રથમએ વિયેના કોંગ્રેસ અને 1815ની શાંતિ સંધિના માનમાં તેને પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો. તેનું કામકાજ 10 સપ્ટેમ્બર, 1838ના રોજ ફ્રાન્સેસ્કો પેવેરેલ્લી દ્વારા પૂર્ણ થયું હતું.[૫૨] મિલાનમાં અન્ય જાણીતી નવશાસ્ત્રીય બિલ્ડિંગ પેલાજો ડેલ ગવર્નો છે, જેનું નિર્માણ પીએરો જિલાર્ડોની દ્વારા 1817માં થયું હતું.[૫૨]

બીબીપીઆર દ્વારા બાંધવામાં આવેલું ટોરી વેલાસ્કા, જે 1950ના દાયકામાં મિલાનનું પ્રતીક હતું.

19મી સદીના ઉત્તરાર્ધમાં મિલાને દ્વીપકલ્પના મુખ્ય ઔદ્યોગિક શહેરનો દરજ્જો મેળવી લીધો હતો અને યુરોપની અન્ય રાજધાનીઓમાંથી શહેરીકરણની પ્રેરણા મેળવી હતી. યુરોપની અન્ય રાજધાનીઓ ટેકનિકનલ નવીન સંશોધનોનું કેન્દ્ર હતી, જેણે બીજી ઔદ્યોગિક ક્રાંતિની સ્થાપના કરી અને તેના પરિણામે એક મહાન સામાજિક ક્રાંતિને વેગ મળ્યો હતો. મહાન ગૈલેરિયા વિટોરિયો ઇમાનુએલ બીજા એક માર્ગ છે, જે પિએઝા ડેલ ડ્યુમો, મિલાનને લા સ્કેલાના સામેના ચોક સાથે જોડે છે. સંયુક્ત ઇટાલીના પ્રથમ સમ્રાટ વિટોરિયો ઇમાનુએલ દ્વિતીયના સમ્માનમાં જિયુસેપે મેન્ગોનીએ 1865થી 1877માં તેનું નિર્માણ કર્યું. માર્ગને 19મી સદીના આચ્છાદિત માર્ગો માટે લોકપ્રિય ડીઝાઇન, ઉપર મેહરાબી કાચ અને કાચા લોખંડની છતથી ઢાંકવામાં આવી છે, જેમ કે બર્લિગટન આર્કેડ, લંડન, જે મોટા ચમકતા શોપિંગ આર્કેડોનો શરૂઆતનો નમૂનો હતો, જેની શરૂઆત બ્રસેલ્સના સેન્ટ હબર્ટ ગેલેરી અને સેન્ટ પીટ્સબર્ગમાં પેસાજમાં થઈ. શહેરમાં 19મી સદીના અંતનું દર્શનીય સ્મારક સિમિટેરો મોન્યુમેન્ટલ (અક્ષરસઃ મોન્યુમેન્ટલ સેમેટરી કે કબ્રસ્તાન ), જેની સ્થાપના શહેરના સ્ટેઝિઓને જિલ્લામાં થઈ છે અને તેનું નિર્માણ 1863થી 1866માં કેટલાંક વાસ્તુશિલ્પીકારો દ્વારા નવરોમનશૈલીમાં થયું છે.

20મી સદીનો તોફાની સમયગાળો પણ વાસ્તુકળામાં કેટલીક નવીન પદ્ધિતઓ લઈને આવ્યો હતો. સ્મારકરૂપ શહેરના સેન્ટ્રલ સ્ટેશન (સ્ટેશન સેન્ટ્રલ) માટે આર્ટ નોવ્યૂ, આર્ટ ડેકો અને ફાસિસ્ટ શૈલીઓના સ્વરૂપનો ઉપયોગ થયો. બીજા વિશ્વયુદ્ધ પછીનો પુનરોદ્ધારનો સમયગાળામાં ઝડપથી આર્થિક વૃદ્ધિ થઈ, જેની સાથે માત્ર વસતીમાં વધારો અને નવા જિલ્લાની સ્થાપના ન થઈ, પણ વાસ્તુશિલ્પી સાથે સંબંધિત નવિનીકરણમાં એક મજબૂત અભિયાન પણ જોવા મળ્યું, જેણે શહેરના વાસ્તુકલાના ઇતિહાસમાં કેટલાંક સીમાચિહ્ન મેળવ્યાં, જેમં જિયો પોન્ટીનો પિરેલી ટાવર (1955-59), વેલાસ્કા ટાવર (1958), નવા રહેણાંક જિલ્લાનું નિર્માણ અને હાલના વર્ષોમાં રોમાં નવા પ્રદર્શની કેન્દ્રનું નિર્માણ અને સિટી લાઇફ વ્યાપાર તથા રહેવાસી કેન્દ્રો જેવા આધુનિક રહેવાસી જિલ્લાઓમાં અને સેવાઓમાં પરિવર્તિત જૂનાં ઔદ્યોગિક ક્ષેત્રોનું શહેરી નવિનીકરણ.

ઉદ્યાન અને બગીચા

પાર્કો સેમ્પિયોન, શહેરનું મુખ્ય જાહેર ઉદ્યાન.
1780ના દાયકામાં બાંધવામાં આવેલો ગીયાર્ડિની પબ્લિકી ડી પોર્ટા વેનેઝીયા, જે મિલાનના સૌથી જૂના હયાત જાહેર ઉદ્યોનો પૈકીનો એક છે.

એ હકીકત છે કે તેના જેટલો જ વિસ્તાર ધરાવતા શહેરોની સરખામણીમાં મિલાનમાં બહુ ઓછી લીલોતરી છે[૫૩] છતાં શહેર તેની વિસ્તૃત વિવિધતા ધરાવતા બગીચા અને ઉદ્યોગનો પર ગર્વ કરે છે. અહીં પહેલા જાહેર ઉદ્યાનોની સ્થાપના 1857 અને 1862માં થઈ હતી અને તેની ડીઝાઇન જિયુસેપ બેલજારેટ્ટાએ તૈયાર કરી હતી. તેઓ ગ્રીન પાર્ક ડિસ્ટ્રિક્ટમાં પિઆજેલ ઓબર્ડન (પોર્ટા વેનેજિયા), કાર્સો વેનેજિયા, વાયા પેલેસ્ટ્રો અને વાયા મેનિન વિસ્તારોમાં સ્થિત છે.[૫૪] તેમાંથી મોટા ભાગના નવશાસ્ત્રીય શૈલીમાં દેખાવ ધરાવે છે અને પરંપરાગત અંગ્રેજી બગીચાનું પ્રતિનિધિત્વ કરે છે અને મોટાભાગે વનસ્પતિથી ભરપૂર છે.[૫૪] મિલાનમાં સૌથી મહત્વપૂર્ણ પાર્કસ છેઃ પાર્કો સેમ્પિઓને (કેસ્ટેલ્લો સ્ફોર્ઝેસ્કોની નજીક છે), પાર્કો ફોર્લાની, જિયાર્ડિની પબ્લિકી, જિયાર્ડિનો ડેલ્લા વિલા કોમ્યુનેલ, જિયાર્ડિની ડેલ્લા ગુએસ્ટેલ્લા અને પાર્કો લેમ્બ્રો. પાર્કો સેમ્પિઓને મોટો જાહેર ઉદ્યાન છે, જે કેસ્ટેલ્લો સ્ફોર્ઝેસ્કો અને પિઆજા સેમ્પિઓને નજીક આર્ક ઓફ પીસની વચ્ચે છે. તેનું નિર્માણ એમિલિયો એલેમેગ્ના દ્વારા થયું હતું અને તેમાં એક નેપોલિયન અખાડો, એક સિવિકો એક્વારિયો ડી મિલાનો (મિલાનનું જાહેર માછલીઘર), એક ટાવર, એક આર્ટ પ્રદર્શન કેન્દ્ર, કેટલાંક તળાવ અને એક પુસ્તકાલય છે.[૫૪] ત્યારબાદ પાર્કો ફોર્લાની છે, જે 235 હેક્ટરના વિસ્તાર સાથે મિલાનમાં સૌથી મોટો ઉદ્યાન છે[૫૪] અને તેમાં એક ટેકરી અને એક તળાવ છે. જિઆર્ડિની પબ્લિકી મિલાનનો સૌથી જૂનાં વધેલા જાહેર ઉદ્યાનોમાંનો એક છે, જેની રચના 29 નવેમ્બર, 1783ના રોજ થઈ હતી અને 1790માં તેનું કામકાજ પૂર્ણ થયું હતું.[૫૫] તેના દેખાવ અંગ્રેજી બગીચાની નવશાસ્ત્રીય શૈલીમાં થઈ છે અને તેમાં એક તળાવ, મ્યુઝીઓ સિવિકો ડી સ્ટોરિયા નેચુરલ ડી મિલાન અને વિલા રીઅલ છે. જિયાર્ડિની ડેલ્લા ગુએસ્ટેલ્લા મિલાનના સૌથી જૂનાં બગીચાઓમાંનો એક છે અને મુખ્યત્વે માછલીઓનું સુશોભિત તળાવ ધરાવે છે.

મિલાનમાં ત્રણ મહત્વપૂર્ણ વનસ્પતિ ઉદ્યાન છેઃ ઓર્ટો બોટાનિકો ડિડાટ્ટિકો સ્પેરિમેન્ટલ ડેલ્લા યુનિવર્સિટા ડિ મિલાનો (એક નાનો વનસ્પતિ ઉદ્યાન જેનું સંચાલન ઇસ્ટિટ્યુટો ડી સાયન્સ બોટાનિકા કરે છે), ધ ઓર્ટો બોટાનિકો ડી બ્રેરા (અન્ય વનસ્પતિ ઉદ્યાન, જેની સ્થાપના ફલ્ગેન્ઝિયો વિટમેન દ્વારા 1774માં થઈ હતી, જે ઓસ્ટ્રિયાની મહારાણી મારિયા થેરસાના આદેશના આધિન મઠાધિશ હતા, જેનું સમારકામ 1998માં થયું હતું) અને ઓર્ટો બોટાનિકો ડી કેસ્કિનો રોસા છે.

23 જાન્યુઆરી, 2003ના રોજ મોન્ટે સ્ટેલ્લામાં માનવજાત વિરૂદ્ધ અપરાધો અને જાતિસંહારનો વિરોધ કરવાના માનમાં ગાર્ડન ઓફ ધ રાઇટીયસ (સદાચારના બગીચા)ની સ્થાપના થઈ હતી. અહીં યેરેવન અને સારાજેવા સ્વેત્લાના બ્રોઝ અને પીએટ્રો કુસિયુકિઆનમાં સદાચારી બગીચાના સ્થાપક મોશે બેજ્સ્કી, એન્ડ્રેઈ સખારોવ અને અન્ય લોકોને વૃક્ષ સમર્પિત કરવામાં આવ્યાં છે. આ ઉદ્યાનમાં એક સદાચારી વ્યક્તિના સમ્માનનો નિર્ણય દર વર્ષે પ્રસિદ્ધ વ્યક્તિઓના પંચ દ્વારા લેવાય છે.

વસ્તી-વિષયક માહિતી

પિયાઝા ડેલ ડ્યુઓમોમાં વિવિધ લોકો.લગભગ 14 ટકા વિદેશમાં જન્મેલા વસાહતીઓ ધરાવતું મિલાન ઇટાલીના સૌથી વધુ કોસ્મોપોલિટન શહેરો પૈકીનું એક છે. તે દેશમાં સૌથી મોટા વસાહતી સમુદાય પૈકીનો એક સમુદાય ધરાવે છે જેમાંના કેટલાક લોકો મુખ્યત્વે ઉત્તર અમેરિકા, પૂર્વ યુરોપ અને દૂર પૂર્વ એશિયામાંથી આવેલા છે. તે કેટલાક અન્ય રાષ્ટ્રના સમુદાયો અને અનેક વિદેશી નાગરિકો પણ ધરાવે છે.
ઐતિહાસિક વસ્તી
વર્ષવસ્તી±%
1861 ૨,૬૭,૬૧૮—    
1871 ૨,૯૦,૫૧૪+8.6%
1881 ૩,૫૪,૦૪૧+21.9%
1901 ૫,૩૮,૪૭૮+52.1%
1911 ૭,૦૧,૪૦૧+30.3%
1921 ૮,૧૮,૧૪૮+16.6%
1931 ૯,૬૦,૬૬૦+17.4%
1936 ૧૧,૧૫,૭૬૮+16.1%
1951 ૧૨,૭૪,૧૫૪+14.2%
1961 ૧૫,૮૨,૪૨૧+24.2%
1971 ૧૭,૩૨,૦૦૦+9.5%
1981 ૧૬,૦૪,૭૭૩−7.3%
1991 ૧૩,૬૯,૨૩૧−14.7%
2001 ૧૨,૫૬,૨૧૧−8.3%
2009 Est. ૧૩,૦૧,૩૯૪+3.6%
Source: ISTAT 2001

એપ્રિલ, 2009માં શહેરની વસતી 13,01,394 છે. શહેરની વસતી 1971માં સૌથી વધારે હતી, પણ તે પછી છેલ્લાં ત્રણ દાયકામાં બિનઔદ્યોગિકરણની પ્રક્રિયાના કારણે ઉપનગરીય વિસ્તાર થતાં તેની વસતીમાં 33 ટકાનો ઘટાડો થયો છે. મિલાનનો શહેરી વિસ્તાર, મુખ્યત્વે તેના વહીવટી પ્રાંતની સાથે, યુરોપીયન સંઘમાં પાંચમો સૌથી મોટો શહેરી વિસ્તાર છે, જેની વસતી અંદાજે 43 લાખ છે. 1950-60 દાયકાના મહાન આર્થિક ઉછાળા પછી મૂળ શહેરની આસપાસ અનેક ઉપનગરો અને ઉપનગરીય વિસ્તારોની વૃદ્ધિએ મહાનગરીય ક્ષેત્રના સ્વરૂપને વ્યાખ્યાયિત કરી છે અને પ્રવાસીનો પ્રવાહ સૂચવે છે કે સામાજિક-આર્થિક સંબંધો શહેર અને તેના પ્રાંતોની સીમાઓને ઓળંગી ગયા છે અને તેના પગલે લોમ્બાર્ડી ક્ષેત્રના સમસ્ત મધ્ય ભાગમાં મહાનગરીય ક્ષેત્રની જનસંખ્યા 74 લાખ થઈ છે.[૫૬][૫૭] એવું સૂચવવામાં આવે છે કે મિલાન મેટ્રોપોલિટન વિસ્તાર કહેવાતા બ્લુ બનાના નો એક ભાગ છે, જે યુરોપનો સૌથી વધારે વસતી અને ઔદ્યોગિક ગીચતા ધરાવતો વિસ્તાર છે.[૫૮]

આપ્રવાસન

બીજા વિશ્વયુદ્ધના અંત પછી અત્યાર સુધી મિલાનમાં સામૂહિક આપ્રવાસનનો બે લહેર આવી છે, પહેલી લહેર ઇટાલીની અંદરથી અને બીજી દ્વીપકલ્પની બહારથી આવી છે. આ બંને આપ્રવાસન લહેર બે જુદાં જુદાં આર્થિક તબક્કાઓ સાથે સંબંધિત છે. પહેલી લહેર 1950 અને 1960ના દાયકાના આર્થિક ચમત્કાર સાથે આવી, જે સંતુલિત ઉદ્યોગ અને સાર્વજનિક કાર્યોની આજુબાજુ આધારિત અસાધારણ વૃદ્ધિનો સમય હતો. બીજી લહેર એક બિલકુલ અલગ અર્થવ્યવસ્થાની પૃષ્ઠભૂમિમાં આવી, જે સેવાઓ, લઘુ ઉદ્યોગ અને ઔદ્યોગિકરણ પછીના પરિદ્રશ્યો પર આધારિત હતી. પહેલી લહેર ઇટાલી સાથે સંબંધિત હતી, જેમાં ગ્રામીણ વિસ્તારો, પર્વતીય ક્ષેત્રો અને દક્ષિણ, પૂર્વ કે લોમ્બાર્ડીના અન્ય પ્રાંતોના શહેરોમાંથી લોકો મિલાનમાં આવીને વસ્યાં હતાં. બીજી લહેર બિનઇટાલિયન સાથે સંબંધિત છે, જેમાં જુદાં જુદાં દેશોમાંથી લોકોનું આપ્રવાસન જોવા મળ્યું હતું, પણ મુખ્યત્વે ઉત્તર આફ્રિકા, સબસહારન આફ્રિકા, ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, કેરિબિયન, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસેનિયા અને પૂર્વ યુરોપમાંથી સૌથી વધારે લોકો આવ્યાં હતાં. 1990ના દાયકાના અંત સુધીમાં મિલાનમાં 10 ટકા વિદેશી આપ્રવાસીઓ વસતા હતા, જેમાં સૌથી વધારે લોકો ઓછી ઓવક ધરાવતા સેવાના ક્ષેત્રમાં (રેસ્ટોરાં કામદારો, ક્લીનર્સ, ઘરકામ, સ્થાનિક કામદારો) કે કારખાનામાં કાર્યરત હતા.[૫૯] જાન્યુઆરી, 2009 સુધી ઇટાલિયન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટેટિસ્ટિક્સ આઇએસટીએટીના અંદાજ મુજબ, મિલાનમાં 181,393 વિદેશીમૂળના આપ્રવાસીઓ રહે છે, જે કુલ વસતીના 14 ટકા છે.[૫]

મિલાન ખાસ કરીને તેની ચાઇનીઝ આપ્રવાસીઓની વસાહત વાય પાઓલો સાર્પી માટે જાણીતું છે, જેનો અવારનવાર મિલાન ચાઇનટાઇન તરીકે પણ ઉલ્લેખ થાય છે, જેની સ્થાપના 1930ના દાયકામાં થઈ હતી અને તે ઇટાલીમાં સૌથી મોટો ચાઇનીઝ વિસ્તાર, સૌથી મહત્વપૂર્ણ અને સૌથી જૂનો છે.

અર્થતંત્ર

મિલાન દુનિયાના મુખ્ય નાણાકીય અને વ્યાવસાયિક કેન્દ્રોમાંનું એક છે અને 2004માં 241.2 અબજ € (312.3 અબજ અમેરિકન ડોલર)[૬૦]ની જીડીપી સાથે મિલાન મહાનગરીય ક્ષેત્રની જીડીપી યુરોપમાં ચોથા સ્થાને છે. તે એક દેશ હોત તો દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા સ્વરૂપે 28માં સ્થાને હોત, જે લગભગ ઓસ્ટ્રેયિાની અર્થવ્યવસ્થા[૬૧] બરોબર છે. યુરોપીયન પ્રાદેશિક આર્થિક વૃદ્ધિ સૂચકાંક દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ મુજબ આ શહેર તેની જીડીપીની દ્રષ્ટિએ યુરોપાનું 54મું શહેર છે. આ રીતે તે રોમ અને બોલોગ્ના જેવા ઇટાલીયન શહેરો કરતાં આગળ છે, પણ ફ્લોરેન્સ કરતાં પાછળ છે.[૬૨] મિલાનને દુનિયાનું 20મું સૌથી શ્રેષ્ઠ નાણાકીય અને વ્યાવસાયિક શહેર ગણવામાં આવે છે, જે વર્ષ 2007માં આગામી 25 કરતાં ઊંચું પરિણામ છે,[૬૩] યુરોપમાં 10મું શ્રેષ્ઠ વ્યાપારિક શહેર છે, જે જીનીવા કરતાં આગળ છે અને બર્લિન કરતાં પાછળ છે અને 13મું સૌથી ઝડપથી વિકસતું યુરોપીયન શહેર છે, જેમાં છ ટકાનો સુધારો થઈ રહ્યો છે.[૬૪]

પિયાઝલ કોર્ડ્યુસિયો, મધ્ય મિલાનનું વ્યસ્ત બજાર. જ્યાં મુખ્ય ટપાલ કચેરી, ક્રેડિટો ઇટાલીયનોનો મહેલ અને મેગા કંપની એસિક્યુરાઝીઓની જનરલીના મુખ્ય મથક જેવી મહત્ત્વની ઇમારતો આવેલી છે.તે જૂના મિલાન શેર બજારનું પણ સ્થળ છે.

શહેરમાં ઇટાલિયન સ્ટોક એક્સચેન્જ છે (બોર્સા ઇટાલિયાના) અને ઇટાલીમાં તેનો અંતરિયાળ વિસ્તાર સૌથી મોટો છે. તેને મેડ્રિડ, સિયોલ, મોસ્કો, બ્રસેલ્સ, ટોરોન્ટો, મુંબઈ, બ્યુનોસ એરાઇસ અને કુઆલાલુમ્પુરની સાથે બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના આર્થિક રીપોર્ટ "વર્લ્ડ સિટી નેટવર્ક"માં (ચાવીરૂપ સંશોધન સંગ્રહિત ૨૦૦૫-૦૨-૨૩ ના રોજ વેબેક મશિન,Full Report PDF (940 KB))અમેરિકાના શહેરમાં પીટર જે ટેલર અને રોબર્ટ ઇ લેંગ દ્વારા દસ "આલ્ફા વર્લ્ડ સિટીસ"ની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે.

12મી સદીના અંતે કળાનો વિકાસ થયો અને કવચ નિર્માણ તેનો મહત્વપૂર્ણ ઉદ્યોગ હતો. આ સમયગાળામાં તે સિંચાઈ કાર્યો જોવામાં આવ્યાં જેના પરિણામે હજુ પણ લોમ્બાર્ડ મેદાન ફળદ્રુપ વિસ્તાર છે. ઉન વ્યાપારના વિકાસે રેશમ ઉત્પાદનને પ્રથમ પ્રોત્સાહન આપ્યું.

વેનિસ અને ફ્લોરેન્સની જેમ વૈભવી ચીજવસ્તુઓનું ઉત્પાદન એક એવો મહત્વપૂર્ણ ઉદ્યોગ હતો કે 16મી સદીમાં શહેરએ અંગ્રેજી શબ્દ “મિલાનેર ” કે “મિલાનેર ”ને પોતાનું નામ આપ્યું, જેનો અર્થ જ્વેલરી, વસ્ત્રો, ટોપીઓ અને વૈભવી પોશાકો જેવી સુદંર ચીજવસ્તુઓ થાય છે. 19મી સદી સુધી પછીનું એક સંસ્કરણ “મિલિનેરી” આવ્યું, જેનો અર્થ ટોપી બનાવવી કે વેંચવી એવો થાય છે.

ઉત્તર યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિએ મિલાનના ઉત્તરી ક્ષેત્રને વિશિષ્ટતા પ્રદાન કરી. તે આલ્પ્સમાં આવતા માલ માટે વ્યાપારી માર્ગ પર હતું અને અનેક નદીઓ અને સરોવરનો પાણી દ્વારા સંચાલિત મિલોનું નિર્માણ થયું હતું.

19મી સદીની મધ્યમાં એશિયામાંથી સસ્તા રેશમની આયાત થવા લાગી અને ફાઇલોક્ઝેરા કીટ દ્વારા રેશન અને મદિરાના ઉત્પાદનને નુકસાન થવા લાગ્યું. ઔદ્યોગિકરણ માટે વધારે જમીન ફાળવવામાં આવી હતી. ધાતુ અને મીકેનિકેલ અને ફર્નિચર ઉત્પાદન પછી ટેક્સટાઇલ ઉત્પાદન થવા લાગ્યું હતું.

અત્યારે મિલાન કાપડ અને વસ્ત્ર ઉત્પાદન, ઓટોમોબાઇલ (આલ્ફો રોમીયો), રાસાયણિક પદાર્થો, ઔદ્યોગિક ઉપકરણો, ભારે મશીનરી, પુસ્તકો અને સંગીત પ્રકાશનનું મુખ્ય કેન્દ્ર છે.

ચિત્ર:Torri FS Milano.jpg
ગેરીબાલ્ડી એફએસ રેલવે સ્ટેશન નજીક અને મિલાનના બજારમાં આવેલું ટોરી ગેરીબાલ્ડી.

પ્રદર્શની કેન્દ્ર ફેયરોમિલાનોની પાસે "ફેયેરોમિલાનોસિટી " નામનું પ્રદર્શન સ્થળ હતું, જેને કેટલીક મહત્વપૂર્ણ ઇમારતો ઉપરાંત પાડી દેવામાં આવી (જેમાં 1920ના દાયકામાં બનેલું સાયકલ ખેલ સ્ટેડિયમ પણ સામેલ છે), જેથી શહેરી કેન્દ્રથી તેની નિકટતાનો લાભ ઉઠાવી શહેરી વિકાસ, સિટીલાઇફને ત્યાં વસાવી શકાય. એપ્રિલ, 2005માં ઉદઘાટન પામેલું અને રો ઉપનગરની ઉત્તરપશ્ચિમ દિશામાં સ્થિત નવું પ્રદર્શન સ્થળ ફેયેરોમિલાનો દુનિયામાં સૌથી મોટું વ્યાપારિક મેળા સંકુલ છે.

મિલાન અને ભવિષ્ય

ચિત્ર:Expo2015Milan.jpg
એક્સ્પો 2015 લોગો

મિલાન શહેરી વિસ્તારની રચના ફરીથી થઈ રહી છે. શહેરની આજુબાજુના વિસ્તારમાં સ્થિત ઉપયોગ ન થયા હોય તેવા ઔદ્યોગિક વિસ્તારોના પુર્નગઠન માટે વિવિધ બાંધકામ પ્રોજેક્ટ્સ ચાલી રહ્યાં છે. આ યોજનાઓમાં ટીએટ્રો એલા સ્કેલાના સમાવશે માટે જૂની ફિએરા સાઇટમાં સિટીલાઇફ પ્રોજક્ટ, નવું સંકુલ સેન્ટા જિયુલિયા અને ગિરબાલ્ડી-રીપબ્લિકા ઝાનમાં પોર્ટા નૂવા પ્રોજ્કટ સામેલ છે. રેન્ઝો પિઆનો, નોર્મન ફોસ્ટર, ઝાહા હદિદ, મેસિમિલિઆનો ફુકસાસ અને ડેનિયલ લિબેસ્કાઇન્ડ જેવા અનેક પ્રસિદ્ધ આર્કિટેક્ટ્સ આ પ્રોજે્કટ્સમાં જોડાયા છે. આ કાર્યોથી મિલાનનું ફલક બદલાઈ જશે, જેના પર લાંબો સમયે ડ્યુમો અને પિરેલી ટાવરનું પ્રભુત્વ નહીં રહે.

આ આધુનિકરણના પરિપ્રેક્ષ્યમાં નવેસરથી આકાર પામેલું મિલાન શહેર એક્સ્પો 2015નું યજમાન બનશે.

આંતરરાષ્ટ્રીય દરજ્જો

ગ્લોબલ સિટી પાવર ઇન્ડેક્સ મુજબ, 203.5 સ્કોર સાથે વર્ષ 2008માં મિલાનને દુનિયાનું 27મું અને વર્ષ 2009માં 26મું સૌથી શક્તિશાળી શહેર ગણવામાં આવ્યું હતું. તેને બીજિંગ અને કુઆલાલુમ્પુર પછી અને બેંગકોક, ફુકોકા, તાઇપેઈ અને મોસ્કો કરતાં આગળ સ્થાન મળ્યું હતું.[૧૬] વિવિધ ક્ષેત્રોમાં થયેલા અભ્યાસમાં અર્થશાસ્ત્રમાં 29મું, સંશોધન અને વિકાસ (આરએન્ડડી)માં 30મું, સાંસ્કૃતિક પ્રક્રિયામાં 18મું, રહેણાંકક્ષમતામાં 18મું, પર્યાવરણીય મુદ્દે 27મું અને પહોંચના મામલે 15મું સ્થાન મળ્યું હતું.[૧૬]

શહેરને નિવાસ અનુકૂળતા અને વિશિષ્ટ વ્યક્તિ પર્યાવરણના આંકડામાં પણ ઉચ્ચ દરજ્જો મળ્યો હતો, જ્યારે યુરોપમાં વ્યવસ્થાપન માટે 12મું, સંશોધન માટે 13મું, કળાત્મક અને પ્રવાસન તકો બંને માટે આઠમું અને નિવાર અનુકૂળતા માટે 11મું સ્થાન આપવામાં આવ્યું હતું.[૧૬]

જીવનની ગુણવત્તા અને જીવનધોરણ

મિલાનના કામદારો ઇટાલીમાં સૌથી ઊંચી સરેરાશ આવક €30,009 મેળવે છે.[૯] €29,825,439,714 કુલ આવકની રીતે આ શહેર ઇટાલીમાં રોમ પછી બીજું સ્થાન ધરાવે છે.[૯] આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ મિલાનના કામદારો 26મી કુલ ઊંચી આવક ધરાવે છે, જે વર્ષ 2008ના 30મા સ્થાન કરતાં ચાર સ્થાન આગળ છે. આ રીતે મિલાન મેડ્રિડ અને બાર્સીલોના શહેર કરતાં આગળ છે, છતાં મોન્ટ્રીઅલ અને ટોરોન્ટો કરતાં હજુ પણ પાછળ છે.[૧૦] મર્સરના અભ્યાસ મુજબ, જીવનની ગુણવત્તાની રીતે મિલાન દુનિયાનું 41મું ઉત્તમ શહેર છે, જે લંડન અને કોબે પછી અને પોર્ટલેન્ડ ઓરેગોન અને બાર્સીલોના કરતાં આગળ સ્થાન ધરાવે છે.

પર્યટન

સુરમ્ય બ્રેરા ક્વાર્ટરમાં બેકારીયા મહેલનું એક દ્રશ્ય, પ્રવાસીઓમાં મિલાનનું સૌથી વધુ લોકપ્રિય અને દર્શનીય આકર્ષક સ્થળ.

મિલાન યુરોપીયન સંઘના સૌથી મહત્વપૂર્ણ પર્યટન સ્થળોમાંનું એક છે. સાથેસાથે પ્રવાસીઓમાં શાખ, આકર્ષણો અને બ્રાન્ડિંગની દ્રષ્ટિએ યુરોપનું તે સાતમું શ્રેષ્ઠ શહેર પણ છે.[૬૫] વર્ષ 2007માં અહીં 19.02 કરોડ અને વર્ષ 2008માં 19.14 કરોડ પ્રવાસીઓ આવ્યાં હતાં. દુનિયામાં સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતા શહેરમાં વર્ષ 2007માં તેનું સ્થાન 42મું અને વર્ષ 2009માં તેનું સ્થાન 52મું સ્થાન ધરાવે છે.[૨૦] ખાસ સ્રોત અનુસાર, મિલાનમાં 56 આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ યુરોપમાંથી આવે છે જ્યારે 44 ટકા પ્રવાસીઓ ઇટાલિયન અને 56 ટકા વિદેશીઓ છે.[૫૩] યુરોપીયન સંઘનું સૌથી મહત્વપૂર્ણ બજાર યુનાઇટેડ કિંગડમ (16 ટકા) છે, જર્મની (નવ ટકા) અને ફ્રાન્સ (છ ઠકા) છે.[૫૩] આ જ અભ્યાસ મુજબ, યુએસએ (અમેરિકા)માં આવતા મોટા ભાગના પ્રવાસીઓ વ્યાવસાયિક હેતુ માટે આવે છે જ્યારે ચાઇનીઝ અને જાપાનના લોકો મુખ્યત્વે લીઝર સેગમેન્ટનો આનંદ મેળવવા આવે છે.[૫૩] શહેરમાં કેટલાંક લોકપ્રિય પ્રવાસન સ્થળો છે, જેમ કે ડ્યુમો અને પિએઝા, ટીએટ્રો એલા સ્કેલા, સેન સિરો સ્ટેડિયમ, ગેલેરિયા વિટ્ટોરિયો એમાનુએલ દ્વિતીય, કેસ્ટેલ્લો સ્ફોર્ઝેસ્કો, પિનાકોટેકા ડી બ્રેરા અને વાયા મોન્ટે નેપોલીઓને છે. મિલાન કેથેડ્રલ, કેસ્ટેલ્લો સ્ફોર્ઝેસ્કો અને ટીએટ્રો એલા સ્કેલા જેવા સ્થળો પર સૌથી વધુ મુલાકાતીઓ જોવા મળે છે જ્યારે બેસિલિકા ઓફ સેન્ટ એમ્બ્રોજિયો, નેવિગ્લી અને બ્રેરા એકેડમી અને ડિસ્ટ્રિક્ટ જેવા મુખ્ય સ્થળ પર ઓછા મુલાકાતીઓ આવે છે, જે ઓછા લોકપ્રિય હોવાની સાબિતી છે.[૫૩] શહેરમાં અનેક હોટેલ્સ છે, જેમાં અલ્ટ્રા-લક્ઝરિયસ ટાઉન હાઉસ ગેલેરિયા સામેલ છે, જે દુનિયાની પહેલી સેવન-સ્ટાર હોટેલ છે, જેને સોસાયટી જનરલ ડી સર્વિલન્સ દ્વારા અધિકૃત ક્રમાંક આપવામાં આવ્યો છે અને દુનિયાની અગ્રણી હોટેલ્સમાંની એક છે.[૬૬] મિલાનમાં કેટલીક બુટિક્સ કે ફેશન હોટેલ્સ છે, જેમાં ન્યૂ આરમાની વર્લ્ડ સામેલ છે, જે 2010માં ખુલશે તેવી યોજના છે. આ એક વિશાળ હોટેલ છે, જે વાયા મેન્જોની (વાયા મોન્ટે નેપોસીઓન ફેશન ડિસ્ટ્રિક્ટમાં સ્થિત છે) અને તેની સ્થાપના 1930ના દાયકાની બિલ્ડિંગમાં થઈ છે. તેની યોજના 95 રૂમ ધરાવવાની છે અને દરેક રૂમમાં આર્માની આધારિત થીમ હશે.[૬૭] શહેરની અન્ય જાણીતી હોટેલ્સમાં ઐતિહાસિક ગ્રાન્ડ હોટેલ એટ ડી મિલાન (જ્યાં જિયુસેપ્પી વર્ડી મૃત્યુ પામ્યા હતા), ધ હોટેલ ફોર સીઝન્સ, ધ પાર્ક હયાત હોટેલ, કે પિએઝા ડ્યુકા ડી એઓસ્ટામાં ધ સ્ટેશન ગ્રાન્ડ હોટેલ ગેલિયા સામેલ છે, પણ આ નામ બહુ થોડા છે, યાદી લાંબી થઈ શકે છે.

શહેરમાં પ્રવાસીનો સરેરાશ મુકામ 3.43 રાત્રીનો છે જ્યારે વિદેશી પ્રવાસીઓ લાંબો સમય રહે છે, જેમાંથી 77 ટકા સરેરાશ બેથી પાંચ રાત્રી રોકાય છે.[૫૩] હોટેલ્સમાં ઉતરતાં 75 ટકા પ્રવાસીઓમાં ફોર સ્ટાર હોટેલ્સ સૌથી વધારે લોકપ્રિય છે જ્યારે ફાઇવ સ્ટાર અને થ્રી સ્ટાર અનુક્રમે 11 ટકા અને 15 ટકા મુલાકાતીઓને પસંદ છે.

સંસ્કૃતિ

અલંકૃત કળા

રફેલ, પિનાકોટેકા ડી બ્રેરા દ્વારા કુંવારીકાનું લગ્ન
લિયોનાર્ડોનું અંતિમ ભોજન

સદીઓથી મિલાન કળાનું મુખ્ય કેન્દ્ર છે. શહેરમાં અનેક કળા સંસ્થાઓ, અકાદમીઓ અને ગેલેરીઓ (બ્રેરા અકાદમી અને પિનાકોટેકા એમ્બ્રોસિઆના જેવી) અસ્તિત્વ ધરાવે છે.

મિલાનની કળા મધ્યયુગમાં સમૃદ્ધ થઈ અને વિસ્કોન્ટી પરિવાર કળાના મુખ્ય સંરક્ષક હોવાના કારણે શહેર ગોથિક કળા અને સ્થાપત્ય કળાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું. (શહેરમાં મિલાન કેથેડ્રલ ગોથિક કળાનું અભૂતપૂર્વ કાર્ય બની ગયું છે).[૬૮] ઉપરાંત 14મી અને 15મી સદી વચ્ચે સ્ફોર્ઝા પરિવારના શાસનકાળમાં પણ કળા અને સ્થાપત્યનો વિકાસ થયો હતો. સ્ફોર્ઝા કેસલ એક રસપ્રદ પુનર્જાગરણ સભાનો ગઢ બની ગયો[૬૯] જ્યારે ફિલરેટ દ્વારા કલ્પિત જાહેર હોસ્પિટલ, ઓસ્પડેલ મેગિયોર જેવી મહાન રચનાઓનું નિર્માણ કરવામાં આવ્યું અને લિયોનાર્ડો દા વિન્સી જેવા પ્રતિભાશાળી કળાકારો, અંતિમ ભોજનના ફ્રેસ્કો અને કોડેક્સ એટલાન્ટિકસ જેવા અમૂલ્ય કળાકારો મિલાનમાં કામ કરવા આવ્યાં હતા. બ્રેમેન્ટે પણ શહેરના સુંદર ચર્ચનું નિર્માણ કરવા મિલાન આવ્યા, સેન્ટો મારિયા ડેલે ગ્રેઝીમાં સુંદર ચમકીલું ટ્રિબ્યુન તેમના દ્વારા નિર્મિત છે અને સાથેસાથે સેન્ટા મારિયા પ્રેસો સેન સેટિરોનું ચર્ચ પણ.

17મી અને 18મી સદીમાં શહેર બેરોકથી પ્રભાવિત હતું અને અનેક દિગ્ગજ કળાકારો, આર્કિટેક્ટ્સ અને કૈરાવેગિયો જેવા તે કાળના ચિત્રકારોનું યજમાન બન્યું હતું. કૈરાવેગિયાની બેરોક કૃતિ "બાસ્કેટ ઓફ ફ્રૂટ "ને મિલાનના બાઇબલિઓટેકા એમ્બ્રોસિયામાં અને તેની "સપર એટ એમ્માઉસ "ને બ્રેરા અકાદમીમાં રાખવામાં આવી છે.[૬૮] રોમેન્ટિક પીરિયડ (સ્વચ્છંદતાવાદી સમયગાળા) દરમિયાન મિલાન યુરોપીયન કળાનું મુખ્ય કેન્દ્ર બની ગયું હતું અને ત્યારે મિલાનીઝ રોમેન્ટિક કળા પર ઓસ્ટ્રિયાના લોકોની અસર હતી, જેઓ મિલાન પર શાસન કરતાં હતાં. મિલાનમાં તમામ રોમેન્ટિક કાર્યોમાં સૌથી વધુ જાણીતું કામ ફ્રાન્સેસ્કો હાયેઝનું "ધ કિસ " છે, જેને બ્રેરા એકેડમીમાં રાખવામાં આવ્યું છે.[૬૮]

પાછળથી મિલાન અને સંપૂર્ણ ઇટાલી 20મી સદીમાં ભવિષ્યવાદ દ્વારા પ્રભાવિત થયું. ઇટાલિયન ભવિષ્યવાદના સ્થાપક ફિલિપ્પો મેરિનેટ્ટી પોતાના 1909માં ફ્યુચિરિસ્ટિક મેનિફેસ્ટો (ઇટાલિયનમાં મેનિફેસ્ટો ફ્યુચરોસ્ટિકો )માં લખ્યું છે કે મિલાન "grande...tradizionale e futurista "(ભવ્ય, પરંપરાવાદી અને ભવિષ્યવાદી હતું). અમ્બર્ટો બોસિઓની શહેરનો એક મહત્વપૂર્ણ ભવિષ્યવાદી કળાકાર હતો.[૬૮] અત્યારે મિલાન અનેક આધુનિક પ્રદર્શનીઓ સાથે આધુનિક અને સમકાલીન કળાનું એક મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની ગયું છે.[૬૮]

રચના (ડિઝાઇન)

ચિત્ર:SofaDueFoglie.png
ગીયો પોન્ટી દ્વારા ડ્યુ ફોગ્લી સોફા

મિલાન ઔદ્યોગિક અને આધુનિક ડીઝાઇનની આંતરરાષ્ટ્રીય રાજધાનીઓમાંથી એક છે. આ પ્રકારના ક્ષેત્રોમાં દુનિયાના સૌથી પ્રભાવશાળી શહેરોમાંથી એક ગણાય છે.[૭૦] શહેર વિશેષ રૂપે પોતાના ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રાચીન અને આધુનિક ફર્નિચર તથા ઔદ્યોગિક ચીજવસ્તુઓ માટે પ્રસિદ્ધ છે. મિલાન યુરોપના સૌથી મોટા અને દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત ફર્નિચર અને ડીઝાઇન મેળાઓમાંથી એક ફેયેરોમિલાનનું આયોજન કરે છે.[૭૦] મિલાન "ફયોરી સલોન " અને "સલોન ડેલ મોબાઇલ " જેવા મુખ્ય ડીઝાઇન અને વાસ્તુકળા સાથે સંબંધિત કાર્યક્રમો તથા સ્થળોનું આયોજન પણ કરે છે.

1950 અને 1960ના દાયકામાં ઇટાલીનું મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર હોવાના નાતે અને યુરોપના સૌથી પ્રગતિશીલ અને ગતિશીલ શહેરોમાંથી એક હોવાના લીધે ટ્યુરિન સાથે મિલાન યુદ્ધોતર ડીઝાઇન અને વાસ્તુકળા માટે ઇટાલીની રાજધાની બની ગયું. પિરેલી ટોવર અને ટોરે વેલાસ્કા જેવી ગગનચુંબી ઇમારતોનું નિર્માણ થયું તથા બ્રુનો મુનારી, લુશિયો ફોન્ટાના, એનિરકા કેસેલાની અને પિએજો મેનજોની જેવા કેટલાંક વાસ્તુકારો શહેરોમાં વસતાં હતાં અથવા કામ કરતાં હતાં.[૭૧]

સાહિત્ય

એલેસાન્ડ્રો મેન્ઝોની.

૧૮મી સદીના અંતે અને સંપૂર્ણ ૧૯મી સદી દરમિયાન મિલાન બૌદ્ધિક ચર્ચા અને સાહિત્યિક રચનાત્મકતા માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર હતું. પ્રબુદ્ધતાના અહીં પ્રોત્સાહન મળ્યું. સીઝેર, બેકારિયાના માર્કીસ પોતાની લોકપ્રિય રચના ડેઈ ડેલિટી એ ડેલે પેને અને કાઉન્ટ પીટ્રો વેરી પોતાના સામયિક ટૂ કેફે દ્વારા નવી મધ્યમવર્ગીય સંસ્કૃતિ પર પ્રભાવ પાડવામાં સક્ષમ રહ્યાં, જેમાં ઓસ્ટ્રિયાઈ વહીવટીતંત્રની ઉદાર વિચારધારાનું પણ પ્રદાન હતું. ૧૯મી સદીના શરૂઆતના થોડા વર્ષોમાં રોમેન્ટિક આંદોલનના આદર્શોએ શહેરના સાંસ્કૃતિક જીવનને પ્રભાવિત કર્યું તથા તેના મુખ્ય લેખકોએ શાસ્ત્રીય વિરૂદ્ધ સ્વચ્છંદતાવાદી કવિતાની શ્રેષ્ઠતા પર ચર્ચા કરી. અહીં પણ જિયુસેપ પારિની અને યુગો ફોસ્કોલોએ પોતાની સૌથી મહત્ત્વપૂર્ણ રચનાઓ પ્રકાશિત કરી અને યુવા કવિઓ દ્વારા નૈતિકતા અને સાથેસાથે સાહિત્યિ રચનાના કૌશલ્ય ગુરુ સ્વરૂપે પ્રસ્થાપિત થયા. ફોસ્કોલોની કવિતા ડેઈ સેપોલક્રાઈ અનેક લોકોની મરજી વિરૂદ્ધ શહેર પર લાગૂ નેપોલિયન કાનૂનથી પ્રેરિત રચના હતી.

૧૯મી સદીના ત્રીજા દાયકામાં એલસાંડ્રો મેનજોનીએ પોતાની નવલકથા આઇ પ્રોમેસી સ્પોસી લખી, જેને ઇટાલિયન સ્વચ્છંદતાનો આર્વિભાવ માનવામાં આવે છે અને તેને મિલાન સ્વરૂપે કેન્દ્ર મળ્યું. પત્રિકા ટૂ કનસિલિએટોર માં સિલ્વિયો પેલિકો, જિયોવણી બર્કેટ, લુડોવિકો ડી બ્રેમના લેખ પ્રકાશિત થયા, જે કવિતામાં સ્વચ્છંદતાવાદી અને રાજનીતિમાં દેશભક્ત હતા.

1861માં ઇટાલીના એકીકરણ પછી મિલાને પોતાનું રાજકીય મહત્ત્વ ગુમાવી દીધું, તેમ છતાં સાંસ્કૃતિક ચર્ચામાં તેણે પોતાનું કેન્દ્રીય અને મહત્ત્વપૂર્ણ સ્થાન જાળવી રાખ્યું. યુરોપના અન્ય દેશોમાંથી નવા વિચાર અને આંદોલનનો સ્વીકાર કરવામાં આવ્યો તથા તેના પર ચર્ચા કરવામાં આવી. આ રીતે યર્થાથવાદ અને પ્રકૃતિવાદએ ઇટાલિયન આંદોલન વેરિસ્મો ને જન્મ આપ્યો. મહાન વેરિસ્ટા નવલકથાકાર જિયોવણી વર્ગાનો જન્મ સિસિલીમાં થયો હતો, પણ તેમણે તેમની સૌથી મહત્ત્વપૂર્ણ પુસ્તકો મિલાનમાં લખી હતી.

સંગીત અને પ્રદર્શન કળા

પ્રતિષ્ઠિત લા સ્કાલા ઓપેરાહાઉસનું આંતરિક દ્રશ્ય

મિલાન પ્રદર્શન કળાઓનું, ખાસ કરીને ઓપેરાનું એક મુખ્ય રાષ્ટ્રવ્યાપી અને આંતરરાષ્ટ્રીય કેન્દ્ર છે. મિલાનમાં લા સ્કેલા ઓપેરાહાઉસ સ્થિત છે, જેને દુનિયામાં સૌથી પ્રતિષ્ઠિત ઓપેરાહાઉસમાંનું એક માનવામાં આવે છે[૭૨] અને સમગ્ર ઇતિહાસમાં અસંખ્ય ઓપેરાના પ્રીમિયરનું આયોજન થયું છે, જેમાંથી કેટલાંક નામ છેઃ 1842માં જ્યુસેપ વર્ડી દ્વારા નાબુકો , એમિલકેર પોન્શેલી દ્વારા લા જિયોકોન્ડા , 1904માં જિયાકોમો પ્યુચિની દ્વારા મેડમ બટરફ્લાઈ , 1926માં જિયોકોમો પ્યુચિની દ્વારા ટ્યુરૈનડોટ અને હજુ હાલમાં 2007માં ફેબિયો વાચી દ્વારા ટેનેકે . મિલાનના અન્ય મુખ્ય થિયેટરોમાં સામેલ છે ટિએટ્રો ડેગ્લી આર્કિમ્બોલ્ડી, ટિએટ્રો ડલ વર્મે, ટિએટ્રો લિરિકો (મિલાન) અને ટિએટ્રો રેજિયો ડ્યુકલ. શહેરમાં એક પ્રસિદ્ધ સિમ્ફની ઓર્કેસ્ટ્રા અને સંગીત સ્કૂલ છે અને સમગ્ર ઇતિહાસમાં સંગીત સંયોજનનું મુખ્ય કેન્દ્ર રહ્યું છેઃ જિયુસેપ કૈમો, સાઇમન બોયલો, હોસ્તે દા રેજિયો, વર્ડી, જિયુલિયો ગટ્ટીકેસાજા, પાઓલો ચેરિકી અને એલિસ એડુન જેવા લોકપ્રિય સંગીતકાર અને વાદક મિલાનમાંથી છે અથવા તેને પોતાનું ઘર કહે છે. શહેરએ અસંખ્ય ગાયક વૃંદ અને બેન્ડો તૈયાર કર્યા છે, જેમ કે ડાઇનમિસ એનસેમ્બલ, સ્ટોર્મી સિક્સ અને કૈમરાટા મીડિયોલાનેન્સ.

ફેશન

કોર્સો વેનેઝીયા, મિલાન ફેશન ક્વાડ્રીલેટરલ શેરીઓ પૈકીની એક શેરી
વાયા ડાન્ટે, મિલાનની વધુ એક શોપિંગ સ્ટ્રીટ જે પિયાઝેલ કોર્ડ્યુસીયોને કેસ્ટેલો સ્ફોરજેસ્કો સાથે જોડે છે.

મિલાનને ન્યૂયોર્ક, પેરિસ, રોમ અને લંડનની સાથે દુનિયાની ફેશનની રાજધાનીઓમાં એક માનવામાં આવે છે. (હકીકત એ છે કે વૈશ્વિક ભાષા મોનિટરએ, જે દર વર્ષે દુનિયાની ટોચની ફેશન રાજધાનીઓને નામાંકિત કરે છે, જાહેરાત કરી છે કે ૨૦૦૮માં મિલાન ટોચની આર્થિક અને મીડિયા ફેશનની રાજધાની હતી).[૭૩] ઇટાલિયન ફેશનની મોટા ભાગની બ્રાન્ડ, જેવી કે વેલેન્ટિનો, ગુચ્ચી, વર્સાચે, પ્રાદા, અરમાની અને ડોલ્સે એન્ડ ગબ્બાનાના મુખ્યાલય આ શહેરમાં છે. અનેક આંતરરાષ્ટ્રીય ફેશન લેબલ પણ મિલાનમાં દુકાન ચલાવે છે, જેમાં એબરક્રોમ્બી એન્ડ ફિચ મુખ્ય સ્ટોર સામેલ છે, જે ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયા છે. પેરિસ, લંડન, ટોક્યો અને ન્યૂયોર્ક જેવા અન્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્રો સમાન મિલાન પણ વર્ષમાં બે વખત ફેશન વીકનું આયોજન કરે છે. મિલાનનો મુખ્ય વિકસિત ફેશન જિલ્લો છે "ક્વોડ્રિલેટરો ડેલા મોડા " (શાબ્દિક અર્થ છે, "ચતુર્ભુજ ફેશન"), જ્યાં શહેરની સૌથી પ્રતિષ્ઠિત શોપિંગ ગલીઓ (વાયા મોન્ટે નેપોલિઓન, વાયા ડેલા સ્પાઇગા, વાયા સેન્ટ એન્ડ્રિયા, વાયા મેનજોની અને કોર્સો વેનેઝિયા) સ્થિત છે. ગેલરિયા વિટોરિયા ઇમાનુએલ ટૂ, પિયાઝા ડેલ ડ્યુમો, વાયા ડાંટે અને કોર્સો બ્યૂનોસ આયર્સ અન્ય મહત્વપૂર્ણ શોપિંગના માર્ગો અને ચોક છે. દુનિયામાં ફેશનની રાજધાની સ્વરૂપે પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરનાર પ્રાદોના સંસ્થાપક મારિયો પ્રાદો અહીં જ જન્મ્યાં હતા.

સમૂહ માધ્યમો

અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય કમ્યુનિકેશન સર્વિસીસ અને બિઝેનેસ માટેની કામગીરીનો આધાર મિલાન છે, જેમ કે અખબારો, સામયિકો અને ટીવી અને રેડિયો સ્ટેશન્સ.

અખબારો

સામયિકો

  • લા સેટ્ટિમાના એન્જિમિસ્ટિકા
  • એબિટેર (આર્કિટેક્ચર અને ડીઝાઇન પરનું માસિક)
  • કેસાબેલ્લા (આર્કિટેક્ચર અને ડીઝાઇન સાથે સંબંધિત માસિક)
  • ડોમુસ (આર્કિટેક્ચર અને ડીઝાઇન સાથે સંબંધિત માસિક)
  • પેનોરમા (સાપ્તાહિક)
  • જેન્ટી (સાપ્તાહિક)

રેડિયો સ્ટેશન્સ

જાહેર રજા

  • 18 માર્ચ-22 માર્ચઃ મિલાનના પાંચ દિવસ કે 1848ની ક્રાંતિની ઉજવણી
  • 25 એપ્રિલઃ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન કબજામાંથી મિલાનની મુક્તિ
  • 7 ડીસેમ્બરઃ સેન્ટ એમ્બ્રોસ ફેસ્ટા ડિ સેન્ટ એમ્બ્રોજિયો નો પર્વ
  • 12 ડીસેમ્બરઃ પિયાઝા ફોન્ટાના વિસ્ફોટની યાદ.

Events and decorations

ડિસેમ્બરની શરૂઆતથી 7 જાન્યુઆરી સુધી ક્રિસમસના સમયે ગેલેરીયા વિટ્ટોરીયો એમાન્યુલનો ગુંબજ; મિલાનના તમામ જાહેર સ્થળો બત્તીઓ, ક્રિસમસ ટ્રી, નેટિવિટી સીન અને અન્ય શણગાર દ્વારા સજાવેલા હોય છે.[૭૪]

There are several important and/or symbolic events in Milan during the year. છ જાન્યુઆરીના રોજ "કોર્ટીઓ ડેઈ માગી ", જે વાર્ષિક ઇપિફની સવારી છે, જે સેન્ટ યુસ્ટોરજિયોના ચર્ચથી નીકળે છે અને પિઆઝા ડેલ ડ્યુમો અને શહેરના કેથેડ્રના માર્ગો પર ફરે છે.[૭૫] અન્ય કાર્યક્રમોમાં "ફિએરા ડિ સેનિગેલ્લા " સામેલ છે, જે શનિવારે યોજાતો પરંપરાગત મેળો છે, જેમાં સાયકલ, પ્રાચીન ચીજવસ્તુઓ, પુસ્તકો[૭૫] અને દુનિયાભરની વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ થાય છે, જે મિલાનના બહુવંશીય સમાનનું પ્રતિબિંબ છે. ઉપરાંત ડાર્સેના કે બ્રેરા એન્ટિક માર્કેટ (મર્કેટો ડેલ એન્ટિક્વેરિએટો ડિ બ્રેરા), જેમાં એન્ટિક્વેરીઝ, જ્વેલ, સ્થાનિક ઉત્પાદનો, ફર્નિશિંગ્સ કે વિન્ટેજ ચીજવસ્તુઓનું બ્રેરા જિલ્લામાં વેચાણ થાય છે.[૭૫] મિલાનના ચાઇનીઝ ડિસ્ટ્રિક્ટ ફેબ્રુઆરીમાં ચાઇનીઝ ન્યૂ યરની પણ રંગેચંગે ઉજવણી થાય છે. એપ્રિલ મહિનામાં મિલાન તેના મુખ્ય ડીઝાઇન મેળાનું પિએઝા 22 મેગિઓ, "ફ્યુઓરિ સેલોન"માં આયોજન કરે છે [૭૬]અને વર્ષના અન્ય સમયમાં પ્રતિષ્ઠિત ફેશન વીક વર્ષમાં બે વખત યોજે છે. "મિલાનો જાઝઇન ફેસ્ટિવલ"માં કેટલાંક સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બ્લુસ, જોઝ અને પોપસિંગર સિવિક એરેનામાં એકત્રિત થાય છે [૭૬]અને મિલાન ફૂડ વીક, જે શહેરનો ગેસ્ટ્રોનોમિકલ ઇતિહાસની ઉજવણી થાય છે, [૭૬]મિલોનો ઇન સ્પોર્ટ વીક અને મિલાન ફિલ્મ ફેસ્ટિવલ, જે વાયા દાન્તે પર પિકોલો ટીએટ્રોમાં યોજાય છે અને તેમાં ઇટાલિયન અને વિદેશી ફિલ્મ અન મોશન પીક્ચર્સ દેખાડવામાં આવે છે.[૭૬] 2010માં મિલાન લેટિન અમેરિકન એક્સ્પો અને ઇન્ટરનેશનલ સાયકલ એક્સ્પોનું આયોજન કરશે.

સામાન્ય રીતે નાતાલના સમયે મિલાનમાં મોટી સંખ્યામાં કાર્યક્રમોનું આયોજન થાય છે, જેમાં ઓહ બેજ, ઓહ બેજ માર્કેટ સામેલ છે, જે શહેરના સૌથી જૂનાં પરંપરાગત ઉત્પાદનો, ચીજવસ્તુઓ અને ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતું બજાર છે. શહેર તેની નાતાલની રોશનમાં દીપી ઊઠે છે, જે નાતાલના સમયગાળા દરિમયાનથી લઈને સાતમી જાન્યુઆરી સુધી સુશોભિત રહે છે. શહેરની તમામ જાહેર બિલ્ડિંગો, શેરીઓ, ચોક અને મોટા ભાગની દુકાનોને પરંપરાગત લાઇટ્સ અને એકસરખી સુશોભન સામગ્રીથી શણગારવામાં આવે છે. જોકે 2007માં મિલાનવાસીઓએ ફરિયાદ કરી હતી કે કારણ કે તેઓ માનતા હતા કે નાતાલની લાઇટ પર જાહેર ખર્ચ (€1 million) વધારે પડતો હતો, જેને તેઓ ટ્યુરિન જેવી "ડીઝાઇનર-સ્ટાઇલ" ગણતા નહોતા.[૭૪]

ભાષા

ઇટાલિયન ઉપરાંત પશ્ચિમી લોમ્બાર્ડીની વસતીનો 33 ટકા હિસ્સો પશ્ચિમી લોમ્બાર્ડ ભાષા બોલી શકે છે, જે ઇનસબ્રિક નામે જાણીતી છે. મિલાનમાં શહેરના કેટલાંક મૂળ નિવાસીઓ પરંપરાગત મિલાનીઝ ભાષા બોલી શકે છે એટલે પશ્ચિમી લોમ્બાર્ડની શહેરી બોલી, જેને ઇટાલિયન ભાષાની પ્રાદેશિક વિવિધતાથી પ્રભાવિત મિલાનીઝ ન સમજવી જોઈ.

ધર્મ

સેન્ટ એમ્બ્રોગીયોનું મહામંદિર, શહેરના સૌથી જૂના અને મહત્ત્વના ચર્ચો પૈકીનું એક.
સેન્ટ લોરેન્સનું મહામંદિર

ઇટાલીની સમગ્ર જનતાની જેમ મિલાનના મોટા ભાગના લોકો કેથોલિક છે. તે મિલાનના રોમન કેથોલિક આર્કડાયોસીઝનું અધિષ્ઠાન છે. અન્ય પ્રચલિત ધર્મોમાં સામેલ છેઃ રુઢિવાદી ચર્ચ,[૭૭] બૌદ્ધ ધર્મ,[૭૮] યહૂદી ધર્મ,[૭૯] ઇસ્લામ[૮૦][૮૧] અને પ્રોટેસ્ટન્ટ ધર્મ.[૮૨][૮૩]

મિલાનાનું પોતાનું જ ઐતિહાસિક કેથોલિક અનુષ્ઠાન છે, જે એમ્બ્રોસિન અનુષ્ઠાન (ઇટાલીઃ રિટો એમ્બ્રોસિનો ) સ્વરૂપે જાણીતું છે. તે કેથોલિક અનુષ્ઠાન કરતાં થોડું અલગ છે. (રોમન સભી અન્ય પશ્ચિમી વિસ્તારોમાં ઉપયોગી), જ્યાં ભિન્નતા પૂજાપદ્ધિત અને સામૂહિક સમારંભ અને કેલેન્ડરમાં છે. (ઉદાહરણ માટે લેન્ટની શરૂઆત તારીખ, સામાન્ય તારીખના થોડા દિવસ પછી મનાવવામાં આવે છે, એટલે કાર્નિવલની તારીખો અલગ છે). લોમ્બાર્ડીની આસપાસના સ્થાનોમાં અને ટિસિનોના સ્વિસ કેન્ટનમાં એમ્બ્રોસિયન અનુષ્ઠા પણ પ્રચલિત છે.

એક વધુ મહત્વપૂર્ણ ફરક ગિરિજા સંગીત સાથે સંબંધિત છે. ગ્રેગોરી ગીત મિલાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં સંપૂર્ણપણે ઉપયોગમાં નહોતા, કારણ કે તેમનું પોતાનું સત્તાવાર ગીત એમ્બ્રોસિયન ગીત હતું, જે નિશ્ચિત સ્વરૂપે ટ્રેન્ટ પરિષદ દ્વારા સ્થાપિત (1545-1563) અને ગ્રેગોરી પહેલાંનું છે.[૮૪] આ સંગીતને ત્યાં ટકાવી રાખવા માટે રોમમાં "પોન્ટિફિકલ એમ્બ્રોસિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેક્રેડ મ્યુઝિક" (પીઆઇએએમએસ)ની ભાગીદારીની સાથે એક અદ્વિતીય સ્કોલા કેન્ટોરેમ , કોલેજ અને સંસ્થા વિકસીત કરવામાં આવી.[૧] સંગ્રહિત ૨૦૦૯-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન

સિનેમા

કેટલીક (ખાસ કરીને ઇટાલિયન) ફિલ્મો મિલાનમાં સેટ કરવામાં આવી છે, જેમાં "કાલ્મી ક્યુરી એપાસિનાટી ", "ધ ઇન્ટરનેશનલ ફિલ્મ", "લા માલા ઑર્ડિના", "મિલાનો કેલિબ્રો", "મિરેકલ ઇન મિલાન", "લા નોટ્ટે" અને "રોક્કો એન્ડ હિઝ બ્રધર્સ " સામેલ છે.

ભોજન

પેનિટોન, મિલાનની પરંપરાગત ક્રિસમસ કેક

ઇટાલીના અનેક શહેરોની જેમ મિલાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં તેના પોતાના પ્રાદેશિક વ્યંજન છે, જેમાં લોમ્બાર્ડ વ્યંજનોની વિશિષ્ટતા અનુસાર પાસ્તાની અપેક્ષા હંમેશા ચોખાનો ઉપયોગ થાય છે તથા તેમાં લગભગ ટમેટાનો ઉપયોગ થતો નથી. મિલાનીઝ ભોજનમાં સામેલ છે કોટોલેટા અલા મિલાનીઝ, એક બ્રેડેડ વીલ (પોર્ક અને ટર્કીનો ઉપયોગ પણ થાય છે) માખણમાં તળેલી કટેલટ (જેને કેટલાંક લોકો ઓસ્ટ્રિયાઈ મૂળના માને છે, કારણ કે તે વિએનીઝ "વિનરશ્નિત્ઝેલ" સમાન છે, જ્યારે અન્ય લોકોનો દાવો છે કે તે કોટોલેટ્ટા અલા મિલાનીઝમાં નીકળ્યું છે.)

મિલાનના પ્રખ્યાત કાફે કોવામાં પિરસાયેલા કેક અને પેસ્ટ્રીઝ, વાયા મોન્ટે નેપોલીયન ફેશન ડિસ્ટ્રિક્ટમાં એક પેસ્ટીકેરીયા.

અન્ય વિશિષ્ટ વ્યંજન છે કૈસોયુલા (બાફવામાં આવેલા પોર્ક ચૉપ અને સેવૉય કોબીની સાથે સૉસ), ઓસોબુકો (ગ્રેમોલાટા નામના સૉસ સાથે બાફેલા વાછરડાનો પગ), રિસોટ્ટો અલ મિલાનીઝ (કેસર અને ગૌમાંસ સાથે), બ્યુસેકા (સેમ સાથે બાફેલા કઠોળા), બ્રેસાટો (બાફેલું ગૌમાંસ કે મદિરા કે બટેકા સાથે પોર્ક). સીઝન સંબંધિત પેસ્ટ્રીઓમાં સામેલ છે ચિયાકાઇર (ખાંડનો છંટકાવ કરેલી ફ્લેટ ફ્રીટર્સ) અને કાર્નિવલ માટે ટૉર્ટેલી (તળેલી ગોળાકાર કુકી), ઇસ્ટર માટે કોલોમ્બા (કબૂતર આકારની ચિકણી કેક), ઓલ સોલ્સ ડે માટે પેન ડેઈ મૉર્ટી (ડેડ્સ ડે બ્રેડ, દાલચીની સાથે સુવાસિત કુકી) અને ક્રિસમસ માટે પેનોટોન.

સલામે મિલાનો સલામી સાથે એક ઉત્તમ અનાજ છે, જે સમગ્ર ઇટાલીમાં લોકપ્રિય છે. સુવિખ્યાત મિલાનીઝ પનીર ગોર્ગોન્ઝોલા છે, જે આ જ નામના નજીકના શહેરની પેદાશ છે. જોકે અત્યારે ગોર્ગોન્ઝાલાના મુખ્ય ઉત્પાદકો પાઇડમૉન્ટમાં સામેલ છે.

અદ્વિતીય વ્યંજનો ઉપરાંત મિલાનમાં અનેક જગપ્રસિદ્ધ રેસ્ટોરાં અને કેફે પણ છે. મોટા ભાગના રસપ્રદ અને ઉચ્ચવર્ગીય રેસ્ટોરાં ઐતિહાસિક કેન્દ્રમાં સ્થિત છે, જ્યારે પરંપરાગત અને લોકપ્રિય મુખ્ય બ્રેરા અને નેવિગ્લી જિલ્લામાં સ્થિત છે. અત્યારે મિલાનમાં નોબુ જાપાનીઝ રેસ્ટોરાં પણ છે, જે વાયા મનઝોનીના આરમાની વિશ્વમાં સ્થિત છે અને તેને શહેરના આધુનિક રેસ્ટોરાંમાંનું એક મનાય છે.[૮૫] શહેરના પસંદગીના કે પેસ્ટિસેરી માંનું એક કેફે કોવા છે, જે 1817માં સ્થાપિત એક પ્રાચીન મિલાનીઝ કૉફીહાઉસ જે ટિએટ્રો અલા સ્કાલા પાસે છે, જેણે હોંગકોંગમાં પણ ફ્રેન્ચાઇઝી ખોલી છે.[૮૬] બિફી કાફે અને ગૈલરિયામાં જુકા પણ પ્રસિદ્ધ અને ઐતિહાસિક કેફે છે, જે મિલાનમાં સ્થિત છે. મિલાનના અન્ય રેસ્ટોરાંમાં સામેલ છે હોટેલ ફોર સીઝન્સ રેસ્ટોરાં, લા બ્રાઇશિયોલા, મેરિનો આલા સ્કાલા અને ધ શૈન્ડલિયર. અત્યારે ગૈલેરિયા વિટ્ટોરિયો એમાન્યુએલ ટૂમાં મૈકડોનાલ્ડ્સ ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં પણ છે અને અમુક નવા બુટિક-કેફે પણ છે, જેમ કે વાયા ડેલા સ્પિગામાં સ્થિત જસ્ટ કેવાલી કાફે, જેની પર લક્ઝરી ફેશન ગૂડ્સ બ્રાન્ડ રોબર્ટો કવાલિની માલિકી છે.

રમત ગમત

સાન સાઇરો સ્ટેડિયમ, યુરોપના સૌથી મોટા સ્ટેડિયમો પૈકીનું એક

શહેરના અન્ય કાર્યક્રમો વચ્ચે 1934 અને 1990ના ફિફા વિશ્વ કપ, 1980માં યુઇએફએ યુરોપીયન ફૂટબોલ ચેમ્પિયનશિપનું આયોજન થયું હતું. તાજેતરમાં 2003 વર્લ્ડ રોવિંગ ચેમ્પિયનશિપ્સ, 2009 વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ્સ અને 2010માં એફઆઇવીબી વર્લ્ડ ચેમ્પિયનશિપની કેટલીક આગામી ગેમ્સનું આયોજન થયું છે.

1990ના દાયકાની શરૂઆતમાં મિલાને 2000 સમર ઓલિમ્પિક્સ માટે બિડ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે દિવસોમાં ટેન્જેન્ટોપોલિ કૌભાંડના કારણે આઇઓસી સમક્ષ કરેલી બિડ પાછી ખેંચી લીધી હતી.

ઇટાલીમાં રમતમાં સૌથી લોકપ્રિય રમત ફૂટબોલ છે અને મિલાન બે જગપ્રસિદ્ધ ફૂટબોલ ટીમ એ સી મિલાન અને એફ સી ઇન્ટરનેશનલ મિલાનોનું ગૃહ છે. પહેલી ટીમનો સામાન્ય રીતે મિલાન (અંગ્રેજી અને મિલાનીઝ નામથી વિપરીત શહેરના પહેલા અક્ષરને ધ્યાનમાં લો) અને બીજી ટીમનો ઇન્ટર તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. આ બંને ટીમ વચ્ચે મેચ મિલાન ડર્બી યા ડર્બી ડેલા મેડોનિના નામથી (શહેરના મુખ્ય દર્શનિય સ્થળોમાંથી એક ડ્યુઓમા ડી મિલાનોની ટૂંક પર વર્જિન મેરી "મૈડોનિના"ની પ્રતિમાના સમ્માનમાં) પ્રસિદ્ધ છે.

મિલાન (એસી મિલાન) યુરોપનું એકમાત્ર શહેર છે, જેની બંને ટીમે યુરોપીયન કપ (હવે યુઇએફએ ચેમ્પિયન્સ લીગ) અને ઇન્ટરકોન્ટિનેન્ટલ કંપ (હવે ફિફા ક્લબ વર્લ્ડ કપ) પર વિજય મેળવ્યો છે. સંયુક્ત સ્વરૂપે નવ ચેમ્પિયન્સ લીગ ટાઇટલ્સ સાથે શહેર દ્વારા સૌથી વધારે ટાઇટલ્સ જીતવાની બાબતે મિલાન, મેડ્રિડના સ્તર પર છે. બંને ટીમોએ યુઇએફએ 5-સ્ટાર દરજ્જો મેળવી, 85,700 બેઠક વ્યવસ્થા ધરાવતા જિયુસેપ મીઝા સ્ટેડિયમમાં રમે છે, જેને સામાન્ય રીતે સાન સિરો તરીકે ઓળખવામાં આવે છે. સાન સિરો, સિરી એના સૌથી મોટો સ્ટેડિયમમાંથી એક છે. ઇન્ટર એકમાત્ર ટીમ છે જેણે તેનો સંપૂર્ણ ઇતિહાસ સિરી એમાં પસાર કર્યો છે જ્યારે મિલાને ટોચના સંઘર્ષમાં બે સત્ર સિવાય તમામ સમય અહીં જ પસાર કર્યો છે.

અનેક પ્રસિદ્ધ ઇટાલિયન ફૂટબાલ ખેલાડીઓ મિલાન કે આ પ્રાંતમાં જન્મ્યાં છે. મિલાનમાં જન્મેલા કેટલાંક પ્રસિદ્ધ ખેલાડીઓમાં વેલેન્ટિનો મઝોલા, પાઓલો માલ્ડિની, જીઉસેપ મિયાઝા, ગેટનો સાઇરિયા, જીઉસેપ બરગોમી, વોલ્ટર ઝેન્ગા અને જિયોવન્ની ટ્રેપટોની છે.

ઇન્ટર અને એ સી મિલાન જેવી મિલાનની ફૂટબોલ ટીમો કેટલાંક જાણીતા વિદેશી ફૂટબોલ ખેલાડીઓ ધરાવે છે. તેમાં રોનાલ્ડિનો[૮૭] સામેલ છે, જે દક્ષિણ આફ્રિકામાં આયોજિત 2010ના ફિફા વર્લ્ડ કપમાં બ્રાઝિલિયન રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ વતી રમશે, લ્યુસિઓ, જે ઇન્ટર મિલાન માટે રમશે અને ડેવિડ બેકહામ જે એ સી મિલાન વતી રમશે.[૮૮]

મોન્ઝા મોટરસ્પોર્ટ રેગ ટ્રેક, ઇટાલીયન ગ્રાન્ડ પ્રીનું સ્થળ
  • પ્રસિદ્ધ મોન્ઝા ફોર્મ્યુલા વન સર્કિટ શહેરની નજીક એક વ્યાપક પાર્કની અંદર સ્થિત છે. તે વિશ્વની સૌથી જૂની કાર રેસિંગ સર્કિટોમાંની એક છે. એફવન રેસ માટે વર્તમાન ક્ષમતા લગભગ 1,37,000 દર્શક છે. જોકે 1950ના દાયકામાં તેમાં 2,50,000 દર્શકોથી વધારે લોકો બેસતાં હતાં. અહીં એફવન રેસ શરૂ થયા પછી એકમાત્ર 1980ના અપવાદને બાદ કરતાં દર વર્ષે રેસિંગ યોજાય છે.
  • આલિમ્પિયા મિલાનો (આરમાની દ્વારા સ્પોન્સર્ડ) ઇટાલી અને યુરોપની સફળ બાસ્કેટબોલ ટીમ છે. તે ઇટાલીની સૌથી વધુ મહત્વપૂર્ણ અને સફળ ટીમોમાંની એક છે તથા યુરોપમાં પણ ટોચની ટીમોની એક છે. ઓલિમ્પિયા ડેચફોરમ એરેનામાં રમાય છે (ક્ષમતા 14,000).
  • રાઇનોઝ મિલાનો અમેરિકન ફૂટબોલ ક્લબએ મિલાનમાં સૌથી જૂની અમેરિકન ફૂટબોલ ક્લબ છે અને ચાર ઇટાલિયન સુપર બાઉલ્સ જીત્યાં છે. તે ઇટાલિયન ફૂટબોલ લીગની પાંચ સ્થાપક ક્લબમાંની એક છે.
  • સીયુએસ મિલાનો બેઝબોલએ મિલાનમાં સૌથી જૂની બેઝબોલ ક્લબ છે અને તેણે આઠ ઇટાલિયન સ્કુડેટ્ટી જીત્યાં છે.
  • એમોટોરી રગ્બી મિલાનોએ 18 નેશનલ ચેમ્પિયનશિપ્સ જીતી છે અને તે ઇટાલીમાં સૌથી પ્રસિદ્ધ અને મહત્વપૂર્ણ રગ્બી ટીમ છે. મિલાનમાંથી રાફેલ બકોમો ઇટાલિયન રગ્બી ચેમ્પિયનશિપનો એકમાત્ર ખેલાડી છે, જેણે નેશનલ રગ્બી ચેમ્પિયનશિપમાં વાર્ષિક ખેલાડી સ્વરૂપે ત્રણ વખત નોમિનેશન મળ્યું છે.
  • મિલાનમાંથી જુદી જુદી આઇસ હોકી ટીમોએ મળીને કુલ 30 નેશનલ ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યો છે. વાઇપર્સ મિલાનોએ છેલ્લી સાત નેશનલ ચેમ્પિયનશિપ્સમાં પાંચ, અલ્પેનલિગા અને કેટલીક કોપા ઇટાલિયામાં વિજય મેળવ્યો છે અને ઇટાલીમાં તેઓ આ રમતમાં અગ્રણી છે. નિયમિત સત્ર દરમિયાન દરમિયાન અગોરા સ્ટેડિયમ (ક્ષમતા 4,500)માં રમાય છે અને પ્લઓફ દરમિયાન ફોરમમાં રમે છે.
  • દર વર્ષે મિલાનમાં 18 ટેનિસ ટૂર્નામેન્ટ અંતગર્ત બોન્ફિગ્લિયો ટ્રોફીનું આયોજન થાય છે. તે દુનિયામાં સૌથી વધુ મહત્વપૂર્ણ યુવા ટૂર્નામેન્ટ છે અને મિલાન ટેનિસ ક્લબ ખાતે યોજાય છે. સેન્ટ્રલ કોર્ટની ક્ષમતા 8,000 છે. અગાઉના વિજેતાઓમાં તાચિની, જોન કોડ્સ, એડ્રિઆનો પાનાટ્ટા, કોરાડો બારાઝુટ્ટી, મોરેનો, બ્યોર્ન બોર્ગ, સ્મિડ, ઇવાન લેન્ડિલ, ગાઈ ફરગેટ, જિમ કૂરિયર, ગોરાન ઇવાનોસેવિચ, યેવઝેની કેફેલ્નિકોવ અને ગિલર્મો કોરિયા સામેલ છે.
  • સામાન્ય રીતે શહેર જિરો ડી ઇટાલિયાનો અંતિમ તબક્કો છે.
  • મિલાન મેરેથોન મિલાનમાં નવેમ્બર મહિનામાં આયોજિત વાર્ષિક મેરેથોન રેસ છે.
  • શહેર ઇટાલિયન બેન્ડી ફેડરેશનનું યજમાન છે.[૮૯]

વિજ્ઞાન અને ટેકનોલોજી

1764માં સ્થાપવામાં આવેલી ઐતિહાસિક બ્રેરા એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી.

મિલાન લાંબા સમયથી ઇટાલી અને યુરોપનું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કેન્દ્ર રહ્યું છે. ઇટાલીના પ્રારંભિક ઔદ્યોગિક શહેરોમાંથી એક મિલાનનો વિકાસ 19મી સદીના અંતિમ દાયકાઓમાં અને વીસમી સદીની શરૂઆતમાં થયો હતો. ત્યારે બ્રસેલ્સ, લંડન, પેરિસ અને યુરોપના અન્ય મુખ્ય આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્રોની સાથે મિલાન "પ્રયોગશાળાઓના શહેર" તરીકે જાણીતું થયું હતું.[૯૦] પાવિયા (જ્યાં આલ્બર્ટ આઇન્સ્ટાઇનએ તેના અભ્યાસના થોડા વર્ષ પસાર કર્યા હતા)ની નજીક વૈજ્ઞાનિક સભાઓની ગંભીર હરિફાઈ પછી મિલાનને એક અત્યાધુનિક ટેકનોલોજીકલ અને વિજ્ઞાન ક્ષેત્ર વિકસાવ્યું અને અનેક અકાદમીઓ અને સંસ્થાઓ સ્થાપવાની શરૂઆત કરી હતી.[૯૦] મિલાન મિલાનો, વિજ્ઞાન શહેર (મિલાનો, ઇટાલીમાં સિટ્ટા ડેલે સાયન્ઝ ) નામની એક રસપ્રદ યોજનાનું યજમાન બનશે, જેનું સેમ્પિયોનના આંતરરાષ્ટ્રીય પ્રદર્શનમાં આયોજન થશે. જે વિજ્ઞાન સંબંધિત આયોજનો મિલાનમાં સંપન્ન્ થયા છે, જેમાં શહેરના ફોન્ડજિયોન સ્ટેલ્લાઇનમાં 13 સપ્ટેમ્બર, 1997ના રોજ આયોજિત વિજ્ઞાન મેળામાં યુરોપીય સંઘ યુવા વિજ્ઞાનીઓની સ્પર્ધા સામેલ છે.[૯૧] મિલાનમાં સૌથી મહત્વપૂર્ણ અને પ્રાચીન વેધશાળા કદાચ બ્રેરા ખગોળીય વેધશાળા છે, જે 1764માં જેસુઇટો દ્વારા સ્થાપિત થઈ છે અને 1773માં એક ખરડો કાયદો પસાર કરીને સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવી છે.

શિક્ષણ

ધ પોલિટેક્નિકો ડી મિલાનોની મુખ્ય ઇમારત
બોકોની યુનિવર્સિટીનું મુખ્ય ભવન
યુનિવર્સિટી ઓફ મિલાનનું મુખ્ય ભવન, રિનૈઝન્સ કાળ દરમિયાન શહેર હોસ્પિટલ તરીકે બંધાયેલુંછ ઓસ્પેડેલ મેગીઓર
કેથલિક યુનિવર્સિટી ઓફ સેક્રેડ હાર્ટ કોર્ટયાર્ડ.
બ્રેરા એકેડેમીનું આંતરિક મેદાન

મિલાનની ઉચ્ચ શૈક્ષણિક વ્યવસ્થામાં 39 વિશ્વવિદ્યાલય કેન્દ્ર (44 ફેકલ્ટીઝ, દર વર્ષે 1,74,000 નવા વિદ્યાર્થીઓ, ઇટાલીના તમામ વિશ્વવિદ્યાલયના કુલ વિદ્યાર્થીઓના 10ટકા સમાન)[૯૨] અને ઇટાલીમાં સૌથી વધારે વિશ્વવિદ્યાલય સ્નાતકો અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ (અનુક્રમે 34,000 અને 5,000થી વધારે) છે.[૯૩]

શૈક્ષણિક સંસ્થાઓ અને વિશ્વવિદ્યાલયો

મિલાનમાં સૌથી જૂની વિશ્વવિદ્યાલય પોલિટેકનિકો ડિ મિલાનો છે, જેની સ્થાપના 29 નવેમ્બર, 1863માં થઈ હતી. વર્ષોથી તેના સૌથી વધારે પ્રતિષ્ઠિત પ્રોફેસરોમાં સામેલ છે ગણિતશાસ્ત્રી ફ્રાન્સેસ્કો બ્રાયોશી, (તેના પહેલા ડિરેક્ટર), લુઇગી ક્રીમેનો અને જિયુલિયો નાટ્ટા (1963માં રસાયણશાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર) છે. અત્યારે પોલિટેકનિકો ડી મિલાનોમાં 16 વિભાગમાં સંગઠિત છે અને તેના નેટવર્કમાં ઇજનેરી, વાસ્તુકળા અને ઔદ્યોગિક ડીઝાઇનની નવ સ્કૂલ છે, જે એક કેન્દ્રીય વહીવટી અને વ્યવસ્થાપન સાથે લોમ્બાર્ડી ક્ષેત્રમાં સાત કેમ્પસમાં વિસ્તૃત છે. આ નવ સ્કૂલ શિક્ષણ પ્રત્યે સમર્પિત છે જ્યારે 16 વિભાગ સંશોધનમાં કાર્યરત છે. તમામ કેમ્પસમાં અંદાજે 40,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પોલિટેકનિકો ડી મિલાનોને ઇટાલીમાં સૌથી મોટી ટેકનિકલ વિશ્વવિદ્યાલય બનાવે છે.[૯૪]

મિલાન વિશ્વવિદ્યાલયની સ્થાપના ૩૦ સપ્ટેમ્બર, 1923ના રોજ થઈ હતી અને તે જાહેર શિક્ષણ અને સંશોધન વિશ્વવિદ્યાલય છે, જે નવ ફેકલ્ટી, ૫૮ વિભાગ, ૪૮ ઇન્સ્ટિટ્યૂટ અને 2,500 પ્રોફેસરનો સ્ટાફ ધરાવે છે. વૈજ્ઞાનિક ઉત્પાદકતા માટે ઇટાલી અને યુરોપમાં એક અગ્રણી ઇન્સ્ટિટ્યૂટ મિલાન વિશ્વવિદ્યાલય આ પ્રદેશની સૌથી મોટી વિશ્વવિદ્યાલય છે, જેમાં 65,000 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, તે સામાજિક-આર્થિક સંદર્ભ માટે મહત્વપૂર્ણ સ્રોત પણ છે, જે તેનો એક ભાગ છે.[૯૫]

મિલાન બાઇકોકા વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જેથી ઉત્તર ઇટાલીના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા મળી શકે અને ઐતિહાસિક મિલાન વિશ્વવિદ્યાલયનો ભાર થોડો હળવો થઈ જશે, જ્યાં વિદ્યાર્થીઓનો વધારે ધસારો રહે છે. તે મિલાનના ઉત્તર ભાગમાં બાઇકોકા નામના વિસ્તારમાં સ્થિત છે, જે પોલાદ પ્રસંસ્કરણ, રાસાયણિક પદાર્થોનું ઉત્પાદન અને વીજયાંત્રિકી સંબંધિત અનેક મોટા ઇટાલિયન કારખાના સાથે અગાઉ ઔદ્યોગિક હિલચાલનું કેન્દ્ર રહ્યું છે. વિજ્ઞાન એકમની બિનપરંપરાગત ડિગ્રીઓમાં બી.એસસીથી લઈને પીએચ.ડી પરંપરાગત ભૌતિકશાસ્ત્ર, ગણિત, જીવવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર, ગાણિતિક અને ભૂવિજ્ઞાનના ક્ષેત્રમાં સામગ્રી વિજ્ઞાન, બાયોટેકનોલોજી અને પર્યાવરણ વિજ્ઞાન જોડી દેવામાં આવ્યાં છે. અત્યારે સંપૂર્ણ વિશ્વવિદ્યાલયમાં 30,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ છે.[૯૬]

1902માં સ્થાપિત લુઇગી બોકોની વાણિજ્યિક વિશ્વવિદ્યાલયને વૉલ સ્ટ્રીટ જર્નલ ઇન્ટરનેશનલ રેંકિંગ દ્વારા વિશ્વની ટોચના 20 બિઝનેસ સ્કૂલમાં સ્થાન આપવામાં આવ્યું છે. ખાસ કરીને એમબીએના પ્રોગ્રામના કારણે, જેને 2007માં મુખ્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા સ્નાતક ભરતીની પસંદગીના મામલે વિશ્વના 17માં સ્થાને રાખવામાં આવી.[૯૭]ફોર્બ્સએ વિશિષ્ટ શ્રેણી વેલ્યુ ફોર મનીમાં બોકોનીને દુનિયાભરમાં પહેલું સ્થાન આપ્યું હતું.[૯૮] મે, 2008માં બોકોનીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સ એક્ઝિક્યુટિવ એજ્યુકેશન રેંકિંગમાં ટોચની અનેક પરંપરાગત આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્કૂલને પાછળ પાડી બોકોનીએ યુરોપમાં પાંચમું અને દુનિયામાં 15મું સ્થાન મેળવ્યું છે.[૯૯]

ફાધર ઓગસ્ટિનો જેમેલી દ્વારા 1921માં સ્થાપિત કેથોલિક યુનિવર્સિટી ઓફ સેકર્ડ હર્ટ અત્યારે દુનિયાનું સૌથી મોટું કેથોલિક વિશ્વવિદ્યાલય છે, જેમાં ૪૨,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[૧૦૦]

1968માં સ્થાપિત લેન્ગવેજીસ એન્ડ કમ્યુનિકેશન ઓફ મિલાન ગ્રાહક અને સેવા સંશોધન, બિઝનેસ કમ્યુનિકેશન અને આઇસીટી, ટૂરિઝમ, ફેશન, સાંસ્કૃતિક વારસામાં વિશેષતા ધરાવે છે તથા તેનું ખેડાણ વ્યાપાર, અર્થશાસ્ત્ર, માર્કેટિંગ અને વિતરણ માટે વિદેશી ભાષામાં છે. મિલાન અને ફેલ્ટ્રેના બે કેમ્પસમાં 10,0000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.[૧૦૧]

સેન્ટ રાફેલ વિશ્વવિદ્યાલય મૂળભૂત રીતે સેન્ટ રાફેલ હોસ્પિટલના સંશોધન હોસ્પિટલ માળખાની એક શાખા તરીકે વિકસી છે, જ્યાં વિદ્યાર્થીઓ સંશોધનના અનેક ક્ષેત્રોમાં બેઝિક રીસર્ચ લેબોરટરીઝનો લાભ લઈ શકે છે, જેમાં ન્યૂરોલોજી, ન્યૂરોસર્જરી, ડાયાબેટોલોજી, મોલીક્યુલર બાયોલોજી, એઇડ્સ અભ્યાસ સામલે છે. તે પછી સતત તેનો વિકાસ થયો છે અને કોગ્નિટિવ સાયન્સ અને ફિલોસોફી સંબંધી સંશોધન ક્ષેત્ર સામેલ થયા છે.[૧૦૨]

1996માં સ્થાપિત ટેથિસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એક ખાનગી બિનલાભદાયક સંગઠન છે, જે સિટેશિયન સંશોધનમાં વિશેષતા ધરાવે છે. ટેથિસે ભૂમધ્ય સિટેશિયનો પર સૌથી મોટો ડેટાસેટ્સમા એક અને 300થી વધારે વૈજ્ઞાનિક પ્રદાન કર્યું. ટેથિસ 20,000થી વધારે સિટેશિયન ચિત્રો સહિત ફોટોગ્રાફિક પુરાલેખો પર માલિકી ધરાવે છે, જેનાથી સાત ભૂમધ્ય પ્રજાતિઓમાંથી 1,300થી વધારેની વિશેષ ઓળખ સ્થાપિત થઈ છે. આ વિશેષતાએ ટેથિસને અગાઉ ઇસીના ભંડોળથી ચાલતા પ્રોજેક્ટ “યુરોફ્લૂક્સ”ના પ્રાદેશિક સંયોજકની ભૂમિકા સોંપી છે.[૧૦૩]

બ્રેરાની લલિત કળા અકાદમી દુનિયાની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓમાંની એક છે. આ એક જાહેર શૈક્ષણિક સંસ્થા છે, જે રચનાત્મક કળા (ચિત્રકળા, મૂર્તિકળા, ફોટો-વીડિયો વગેરે) અને સાંસ્કૃતિક ઐતિહાસિક વિષયો પર શિક્ષણ અને સંશોધન માટે સમર્પિત છે. તે ઇટાલીમાં આંતરરાષ્ટ્રીયકરણનો સૌથી ઊંચો દર ધરાવતી શૈક્ષણિક સંસ્થા છે, જેમાં 3,500 વિદ્યાર્થીઓમાંથી 850 કરતાં વિદેશી વિદ્યાર્થીઓ 49 દેશોના છે. વર્ષ 2005માં અકાદમીની શિક્ષણ વ્યવસ્થાને યુનેસ્કો દ્વારા "A5" તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે.

1980માં સ્થાપિત મિલાનની નવી લલિત કળા અકાદમી એક ખાનગી સંસ્થા છે જ્યાં સ્નાતક અને અનુસ્નાતક કળા ઉપાધિ, શૈક્ષણિક અનુસ્નાતક કાર્યક્રમ, ડિપ્લોમા કાર્યક્રમ અને સેમીસ્ટર બાહ્ય કાર્યક્રમ અંગ્રેજીમાં આયોજિત થાય છે અને દ્રશ્ય કળા, ગ્રાફિક ડીઝાઇન, ડીઝાઇન, ફેશન, મીડિયા ડીઝાઇન અને થિયેટર ડીઝાઇનના ક્ષેત્રમાં અમેરિકન વિશ્વવિદ્યાલય વ્યવસ્થા દ્વારા માન્યતાપ્રાપ્ત છે. અત્યારે આ અકાદમીમાં સમગ્ર ઇટાલી અને 40 જુદાં જુદાં દેશોમાંથી આવેલા 1,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે.[૧૦૪]

યુરોપીયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડીઝાઇન એક ખાનગી વિશ્વવિદ્યાલય છે, જે ફેશન, ઔદ્યોગિક અને ઇન્ટિરિયર ડીઝાઇન, ઓડિયો-વિઝ્યુઅલ ડીઝાઇનમાં વિશેષતા ધરાવે છે, જેમાં ફોટોગ્રાફી, એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગ અને બિઝનેસ કમ્યુનિકેશન સામેલ છે. 1966માં સ્થાપિત આ સ્કૂલમાં અત્યારે 8,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

મારનગોની ઇન્સ્ટિટ્યૂટ એક ફેશન ઇન્સ્ટિટ્યૂટ છે, જેના કેમ્પસ મિલાન, લંડન અને પેરિસમાં છે. 1935માં સ્થાપિત આ સંસ્થા ફેશન અને ડીઝાઇન ઉદ્યોગ માટે કુશળ વ્યાવસાયિકો તૈયાર કરે છે.

મિલાન કન્ઝર્વેટરી એક સંગીત મહાવિદ્યાલય છે, જેની સ્થાપના 1807માં શાહી ફરમાન દ્વારા કરવામાં આવી હતી. તે સમયે આ શહેર નેપોલિયનના ઇટાલી સામ્રાજ્યની રાજધાની હતું. તેની શરૂઆત પછીના વર્ષે સેન્ટા મારિયા ડેલા પેસિઓનના બોરેક ચર્ચના સંકુલમાં થઈ. અહીં શરૂઆતમાં 18 પુરુષ અને મહિલા રહેવાસી વિદ્યાર્થી હતા. 1,700 કરતાં વધારે વિદ્યાર્થીઓ, 240 કરતાં વધારે શિક્ષકો અને 20 વિષય સહિત તે ઇટાલીનું સૌથી મોટું વિશ્વવિદ્યાલય છે.[૧૦૫]

સાંસ્કૃતિક સંસ્થાઓ, આર્ટ ગેલેરીસ અને મ્યુઝીયમ

મિલાન શહેરમાં અનેક સાંસ્કૃતિક સંસ્થાઓ, સંગ્રહાલય અને આર્ટ ગેલેરી છે, જેમાંથી કેટલીક આંતરરાષ્ટ્રીય સ્તર પર અત્યંત મહત્વપૂર્ણ છે.[૧૦૬]

પોલ્ડી પેઝોલી મ્યુઝિયમ.

બેગાટી વાલસેચ્ચી મ્યુઝીયમ એક નફા માટે ન ચાલતું ઐતિહાસિક મ્યુઝીયમ છે, જે શહેરના કેન્દ્રમાં મોન્ટે નેપોલીઓન જિલ્લા[૧૦૭]માં સ્થિત છે. સાંમત બેગાટી વાલસેચ્ચી દ્વારા સંગ્રહિત ઇટાલીની પુનર્જાગરણ કળા અને સજાવટી કળા તેમના ઘરમાં પ્રદર્શિત કરવામાં આવી છે, કારણ તેઓ તેમ ઇચ્છતાં હતાં. આ કારણે મુલાકાતીઓ કળાના કોઈ ખાસ વસ્તુઓ જ જોઈ શકતા નથી, પણ સાથેસાથે ગૃહમાં 19મી સદીના કુલીન મિલાનીઝ રસનો પ્રામાણિક પરિવેશ અને વ્યવસ્થા પણ જોઈ શકે છે. તેમાં ચિત્રકળાના નમૂના પણ સામેલ છે, જેમ કે ક્રાઇસ્ટ ઇન મેજેસ્ટી, વર્જિન, ક્રાઇસ્ટ ચાઇલ્ડ એટ સેન્ટ્સ , જિયોવન્ની પિએટ્રો રિઝોલી ઉર્ફે જિયામ્પેટ્રિનો, 1540નો દાયકો (લીઓનાર્ડો દા વિન્સી દ્વારા પ્રેરિત ચિત્રકાર).

પિનેકેટેકા ડી બ્રેરા મિલાનની સૌથી મહત્વપૂર્ણ આર્ટ ગેલેરી છે. બ્રેરા અકાદમીમાં જગ્યા વહેંચતાં અકાદમીના સાંસ્કૃતિક કાર્યક્રમનો વધારા તરીકે અહીં મુખ્ય ઇટાલિયન ચિત્રકામનો સંગ્રહ હાજર છે. અહીં પીએરા ડેલા ફ્રાન્સેસ્કા દ્વારા ચિત્રિત બ્રેરા મેડોના જેવી ઉત્કૃષ્ટ કૃતિઓ સામેલ છે.

મિલાનનું પ્રાકૃતિક ઇતિહાસનું શહેરી મ્યુઝિયમ.

કેસેલો સ્ફોર્જેસ્કો મિલાનનો મહેલ છે અને હવે અનેક કળાસંગ્રહ અને પ્રદર્શનનું આયોજન કરે છે. પિનાકોટેકો ડેલ કેસેલો સ્ફોર્જેસ્કો, હાલના સુપ્રસિદ્ધ નાગરિક સંગ્રહાલયોમાંથી એક છે, જ્યાં અનેક કળાસંગ્રહોમાં માઇકલ એન્જલોની અંતિમ પ્રતિમા, રોનડાનિનિ પિએટા , એન્ડ્રીઆ મેન્ટેગ્નાની ટ્રાઇવલ્ઝિયો મેડોના અને લીઓનાર્ડ દા વિન્સીની કોડેક્સ ટ્રાઇવલ્ઝિઆનસ પાંડુલિપી સામે છે. કૈસેલો સંકુલમાં પ્રાચીન કળા સંગ્રહાલય, ધ ફર્નિચર મ્યુઝીયમ, ધ મ્યુઝીયમ ઓફ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એપ્લાઇડ આર્ટ્સ કલેક્શન, ધ ઇજિપ્તિયન એન્ડ પ્રીહિસ્ટોરિક સેક્શન્સ ઓફ આર્કેલોજિકલ મ્યુઝીયમ અને ધ એશિલ્લે બર્ટારેલી પ્રિન્ટ કલેક્શન પણ સામેલ છે.

મ્યુઝિયો સિવિકો ડી સ્ટોરિયા નેચરલ ડી મિલાન (નેચરલ હિસ્ટરી મ્યુઝીયમ ઓફ મિલાન)ની સ્થાપના 1838માં થઈ હતી અને ત્યારે શહેરને આ કલેક્શન ગિયસેપ ડી ક્રિસ્ટોફોરિસ (1803-1837)એ દાનમાં આપ્યું હતું. તેના પહેલા ડિરેક્ટર જ્યોર્જિયો જાન (1791-1866) હતા.

મિલાનમાં મ્યુઝીઓ ડેલા સાઇન્ઝા ઇ ડેલા ટેકનોલોજિયા લીઓનાર્ડો દા વિન્સી વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે એક રાષ્ટ્રીય મ્યુઝીયમ છે અને તે ઇટાલિયન ચિત્રકાર અને વિજ્ઞાની લીઓનાર્ડ દા વિન્સીને સમર્પિત છે.

મ્યુઝીઓ પોલ્ડી પેઝોલ્લી શહેરનું અન્ય એક મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત મ્યુઝીયમ છે. 19મી સદીમાં કૉનડોટિએરો જિયાન જિયાકોમો ટ્રાઇવઝિયો પરિવાર સાથે જોડાયેલા જિયાન જિયાકોમો પોલ્ડી પેઝોલી અને તેમની માતા રોઝા ટ્રાઇવલઝિયોના અંગત સંગ્રહ સ્વરૂપે વિકસ્યું હતું અન તેમાં વિશેષ સ્વરૂપે ઉત્તર ઇટાલી અને ઇટાલી માટે નેધરલેન્ડ કે ફ્લેમિશ કલાકારોનો વ્યાપક સંગ્રહ છે.

પિનાકોટેકા ડી બ્રેરા.

મ્યુઝિયો ટ્રિએટલ અલા સ્કાલા મિલાનમાં નાટકોનું સંગ્રહાલય અને પુસ્તકાલય છે, જે ટિએટ્રો અલા સ્કાલા સાથે જોડાયેલું છે. તેનું ધ્યાન ઓપેરા અને ઓપેરા હાઉસના ઇતિહાસ પર વિશેષ કેન્દ્રીત હોવા છતાં તેની પહોંચ સામાન્ય ઇટાલિયન નાટકના ઇતિહાસ સુધી ફેલાયેલી છે અને તેની સાથે સંબંધિત પ્રદર્શન જોવા મળે છે. ઉદાહરણ તરીકે કોમેડિયા ડેલ આર્ટે અને રંગમંચની પ્રસિદ્ધ અભિનેત્રી એલીઓનારા ડ્યુસ.

મિલાનમાં ઇટાલીના એકીકરણ પર 1796થી (નેપોલીયનના પહેલા ઇટાલિયન અભિયાન) અને 1870 (ઇટાલીના સામ્રાજ્યમાં રોમના વિલય) સુધીના ઇતિહાસ પર એક રિસોર્જિમેન્ટોનું મ્યુઝિયમ (મ્યુઝીયો ડેલ રિસોર્જિમેન્ટો ) છે અને તેમાં મિલાનની ભૂમિકા સામેલ છે (ખાસ કરીને મિલાનના પાંચ દિવસ). તે 18મી સદીમાં પાલાઝો મોરિગિયાનું ઘર હતું. તેના સંગ્રહમાં બાલ્ડાસરે વેરાજી દ્વારા પાંચ દિવસનું પ્રકરણ અને ફ્રાન્સેસ્કો હેયઝનું 1840નું ઓસ્ટ્રિયાના સમ્રાટ ફર્ડિનાન્ડ પ્રથમનું તૈલીચિત્ર સામેલ છે.

લા ટ્રાઇનેલ ડિ મિલાનો એક ડીઝાઇન સંગ્રહાલય અને આયોજન સ્થળ છે, જે પેલેસ ઓફ આર્ટ્સ ભવનની અંદર, પાર્કો સેમ્પિઓને, કૈસેલો સ્ફોર્જેસ્કોની અડીને સ્થિત પાર્ક મેદાનનો ભાગ છે. તે સમકાલીન ઇટાલિયન ડીઝાઇન, શહેરી આયોજન, સ્થાપત્ય કળા, સંગીત અને મીડિયા કળા, કળા અને ઉદ્યોગ વચ્ચેને સંબંધ પર ભાર આપતા પ્રદર્શનો અને કાર્યક્રમોનું આયોજન કરે છે.

પરિવહન

મિલાનો સેન્ટ્રલ ટ્રેન સ્ટેશનનું મુખ્ય પ્રવેશદ્વાર

બોલોગ્ના પછી મિલાન ઇટાલીનું બીજું રેલવે કેન્દ્ર છે અને મિલાનના પાંચ મુખ્ય સ્ટેશન વચ્ચે મિલાન સેન્ટ્રલ સ્ટેશન ઇટાલીનું સૌથી વ્યસ્ત સ્ટેશન છે. મિલાનનો પ્રથમ નિર્મિત રેલરોડ મિલાન એન્ડ મોન્ઝા રેલ રોડ છે, જે 17 ઓગસ્ટ, 1840ના રોજ ખુલ્લો મૂકાયો હતો. .

13 ડીસેમ્બર, 2009થી બે હાઇ સ્પીડ ટ્રેન લાઇન મિલાનને એક દિશામાં બોલોગ્ના, ફ્લોરેન્સ, રોમ, નેપલ્સ, સેલેર્નો અને બીજી દિશામાં ટ્યુરિનને જોડે છે.

એઝિએન્ડા ટ્રાન્સપોર્ટી મિલાનેઝી (એટીએમ) ત્રણ મહાનગરીય રેલવે લાઇન અને ટ્રામ, ટ્રોલી બસ અને બસ લાઇન એમ સાર્વજનિક પરિવહન નેટવર્કનું વ્યવસ્થાન સંભાળતા મહાનગરીય ક્ષેત્રની અંદર સંચાલિત થાય છે. એટીએમ ટ્રામવે કાફલામાં પીટર વિટ્ટ કાર પણ સામેલ છે, જે 1928મા બની છે અને હજુ પણ કાર્યરત છે. અંદાજે 1,400 કિમીનું નેટવર્ક છે, જે 86 મ્યુનિસિપાલટી સુધી પહોંચે છે. જાહેર પરિવહન ઉપરાંત એટીએમ આંતરબદલ પાર્કિંગ લોટ અને ઐતિહાસિક કેન્દ્રમાં માર્ગો પર પાર્કિંગ સ્પેસનું વ્યવસ્થાપન સંભાળે છે તથા વ્યાવસાયિક ઝોનમાં સોસ્ટામિલાનો પાર્કિંગ કાર્ડ સીસ્ટમનો ઉપયોગ કરે છે.

મિલાનમાં મિલાન મેટ્રો તરીકે ઓળખાતી ત્રણ સબવે લાઇન છે, જેના નેટવર્કનું કદ 80 કિમી છે. તેમાં ત્રણ લાઇન્સ છે; એક રેડ લાઇન જે ઇશાન અને પશ્ચિમ દિશામાં દોડે છે, બીજી ગ્રીન લાઇન છે જે ઇશાન અને નૈઋત્યમાં દોડે છે અને ત્રીજી યેલો લાઇન જે ઉત્તર અને દક્ષિણમાં દોડે છે.

મિલાન મેટ્રો નેટવર્કનો નકશો.વાદળી રેખા ઉપનગરીય રેલવેની પેસન્ટ શહેરી ટ્રેક દર્શાવે છે.
પિયાઝા ફોન્ટાના ખાતેથી પસાર થતી મિલાનની એક ટ્રામ

દસ ઉપનગરીય લાઇનથી બનેલી ઉપનગરીય રેલવે સેવા લાઇન મિલાન સંકુલને મહાનગરના વિસ્તાર સાથે જોડે છે. 2008 સુધીમાં વધુ લાઇન પૂર્ણ થવાની હતી, પણ જાન્યુઆરી, 2009 સુધીમાં એક પણ લાઇન પૂર્ણ થઈ નહોતી. બીજી તરફ પ્રાદેશિક રેલવે સેવા શેષ લોમ્બાર્ડી અને રાષ્ટ્રીય રેલવે વ્યવસ્થા સાથે જોડે છે. શહેરી ટ્રામ નેટવર્કમાં અંદાજે 160 kilometres (99 mi)ટ્રેક અને 1૭ લાઇન સામેલ છે.[૧૦૮] બસ લાઇન્સ 1,070 કિમીનો વિસ્તાર આવરી લે છે.

મિલાનમાં ખાનગી કંપનીઓ ટેક્ષી સેવા ચલાવે છે અને તેને સિટી ઓફ મિલાન કોમ્યુન ડિ મિલાનો દ્વારા પરવાનો આપવામાં આવે છે. તમામ ટેક્ષીઓ એક જ સફેદ રંગની હોય છે. કિંમત શરૂઆતમાં એક નિશ્ચિત દર પર આધારિત હોય છે અને સમય અને મુસાફરીના અંતરના આધારે વધારાનું ભાડું નક્કી થાય છે. હાલના ટેક્ષી ડ્રાઇવરોના લોબિંગના કારણે પરવાના મેળવનાર ટેક્ષીઓની સંખ્યા ઓછી છે. વરસાદના દિવસોમાં કે કામના કલાકો દરમિયાન ટેક્ષી મેળવવી મુશ્કેલ છે અને જાહેર પરિવહન સેવામાં હડતાલ હોય ત્યારે ટેક્ષી મેળવવી લગભગ અશક્ય છે. અહીં અવારનવાર જાહેર પરિવહન સેવામાં હડતાળ પડે છે.

મિલાન શહેરમાં ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. માલ્પેન્સા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇટાલીનું બીજું સૌથી મોટું એરપોર્ટ છે, જે કેન્દ્રીય મિલાનથી 50 કિમીના અંતરે સ્થિત છે અને માલ્પેન્સા એક્સપ્રેસ રેલવે સેવા સાથે શહેરથી જોડાયેલું છે. વર્ષ 2007માં તેણે 2.38 કરોડ મુસાફરોનું સંચાલન કર્યું હતું. શહેરની મર્યાદાની નજીક લિનાટે એરપોર્ટનો ઉપયોગ મુખ્યત્વે સ્થાનિક અને ટૂંકા અંતરની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે થાય છે. અહીં વર્ષ 2007માં 90 લાખ મુસાફરોનું સંચાલન થયું હતું. બર્ગેનો શહેરની નજીક ઓરિયો અલ સીરિયો એરપોર્ટ મિલાનના ઓછી કિંમતના ટ્રાફિકને સેવા આપે છે અને અહીં વર્ષ 2007માં 60 લાખ મુસાફરોનું સંચાલન થયું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધો

જોડકા શહેરો-યુગલ નગરો

મિલાન આ શહેરો-નગરો સાથે જોડાયેલું છેઃ[૧૦૯]

સહકાર, ભાગીદારી અને શહેરી મિત્રતાના અન્ય સ્વરૂપો
  • આર્જેન્ટિનામાં બ્યુએનોસ આયર્સ
  • સાઉથ કોરીયામાં ડાઇગુ
  • કોલોમ્બિયામાં મેડેલિન

વિવિધતા

"In agost, giò el sol gh'è fosch (Milanese)
In agosto, quando scende il sole c'è buio (Italian)
(English) In August, when the sun sets, it's dark. "[૧૨૨]


"Milano la grande, Venezia la ricca, Genova la superba, Bologna la grassa.
(translation) Milan the big one, Venice the rich one, Genoa the superb one, Bologna the fat one. "[૧૨૩]


સંદર્ભો

ગ્રંથસૂચિ

  • ઇન્ટરનેશનલ કન્વેન્શ "મિલાન કેપિટલ"ના કાયદાઓ), કન્વેગ્નો આર્કિયોલોજીકો ઇન્ટરનેઝનલ મિલાનો કેપિટલ ડેલિમ્પિરો રોમાનો 1990, મિલાનો ઓલ્ટ્રી ઓટોરીઃ સેના ચીઝા, ગેમા આર્સલાન, એરામેનો એ.
  • એગોસ્ટિનો એ મિલાનો: ઇલ બેટેઝિમો - ઓગોસ્ટિનો નેલે ટેરે ડાઇ એમ્બ્રોગીયો: 22-24 એપ્રિલ 1987 / (રિલાયઝીયોની દી) માર્ટા સોર્ડી (વગેરે) ઓગસ્ટિનસ પબ્લિકેશન.
  • એન્સેલ્મો, કોન્ટી દી રોઝેટઃ ઇસ્ટોરીયા મિલાનીઝ અલ ટેમ્પો ડેલ બાર્બારોઝા / પીટ્રો બેનિવેન્ટી, યુરોપીયા પબ્લિકેશન.
  • ધ ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર (એડવર્ડ ગિબોન)
  • ધ લેટર રોમન એમ્પાયર (જોન્સ), બ્લેકવેલ અને મોટ, ઓક્સફર્ડ
  • મિલાનો રોમાના / મેરિયો મિરાબેલા રોબર્ટી (રસ્કોની પબ્લિશર) 1984
  • માર્ચેઝી, આઇ, પરકોર્સી ડેલા સ્ટોરીયા મિનરવા ઇટાલિકા (આઇટી)
  • મિલાનો ટ્રાલેટા રિપબ્લિકાના એ લેટા ઓગસ્ટી : એટ્ટી ડેલ કન્વેગ્નો દી સ્ટડી, 26-27 માર્ઝો 1999, મિલાનો
  • મિલાનો કેપિટલ ડેલઇમ્પેરો રોમાનોઃ 286-402 d.c.–(મિલાનો) : સિલવાના, (1990).–533 p.: ill. ; 28 cm.
  • મિલાનો કેપિટલ ડેલઇમ્પેરો રોમાનોઃ 286-402 d.c. - આલ્બમ સ્ટોરિકો ઓર્કિયોલોજીકો. -મિલાનોઃ કેરીપ્લો ET, 1991.–111 p.: ill.; 47 cm. (પબ્લિ. ઇન ઓકેઝન ડેલા મોસ્ટ્રા ટેન્યુટા એ મિલાનો નેલ) 1990.
  • Torri, Monica (23 January 2007). Milan & The Lakes. DK Publishing (Dorling Kindersley). ISBN 9780756624439. મૂળ માંથી 18 ડિસેમ્બર 2011 પર સંગ્રહિત. મેળવેલ 10 March 2010.
  • Welch, Evelyn S (1995). Art and authority in Renaissance Milan. Yale University Press, New Haven, Connecticut. ISBN 9780300063516. મેળવેલ 10 March 2010.

નોંધો

બાહ્ય કડીઓ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
🔥 Top keywords: