લીડ્ઝ

લીડ્ઝ (pronounced /ˈliːdz/ (deprecated template)) એ ઇંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયરનું શહેર અને મેટ્રોપોલિટન બરો છે.[૪] 2001માં લીડ્ઝના મુખ્ય શહેરી પેટાવિભાગની વસતી 443,247 હતી,[૫] જ્યારે સમગ્ર શહેરની વસતી ઢાંચો:EnglishDistrictPopulation (ઢાંચો:English statistics year) હતી.[૬] લીડ્ઝ વેસ્ટ યોર્કશાયરના શહેરી વિસ્તારનું સાંસ્કૃતિક, નાણાકીય અને વાણિજ્યિક હાર્દ છે,[૭][૮][૯] જે 2001ની વસતી ગણતરી મુજબ 1.5 મિલિયનની વસતી ધરાવતું હતું[૧૦] અને આર્થિક ઉપાર્જનના કેન્દ્રમાં રહેલો લીડ્ઝનો શહેરી પ્રદેશ 2.9 મિલિયનની વસતી ધરાવતો હતો.[૧૧] લીડ્ઝ એ લંડન બહારનું યુનાઇટેડ કિંગ્ડમનું સૌથી મોટું વ્યાપારીક, કાનૂની અને નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે[૧૨][૧૩][૧૪][૧૫][૧૬]

લીડ્ઝ

City of Leeds
City & Metropolitan Borough


Clockwise from top: Leeds Town Hall, Bridgewater Place, City Square and Roundhay Park.
સૂત્ર: 
"Pro rege et lege" "For king and the law"
A map of England coloured pink showing the administrative subdivisions of the country. The Leeds metropolitan borough area is coloured red.
Leeds shown within West Yorkshire
Constituent countryEngland
RegionYorkshire and the Humber
Ceremonial countyWest Yorkshire
Historic countyYorkshire
Admin HQLeeds city centre
Borough Charter1207
સરકાર
 • પ્રકારMetropolitan borough, City
 • Governing bodyLeeds City Council
 • Lord MayorCllr Tom Murray (L)[૧]
 • Leader of the CouncilCllr Keith Wakefield (L)
 • Chief ExecutiveTom Riordan
 • MPs:8 members
વિસ્તાર
 • City & Metropolitan Borough૫૫૧.૭૨ km2 (૨૧૩ sq mi)
 • શહેેરી
૪૮૭.૮ km2 (૧૮૮.૩ sq mi)
ઊંચાઇ
૧૦–૩૪૦ m (૩૩–૧,૧૧૫ ft)
વસ્તી
 (ઢાંચો:English statistics year)
 • City & Metropolitan Boroughઢાંચો:English district population ([[List of English districts by population|Ranked ઢાંચો:English district rank]])
 • શહેરી વિસ્તાર
૧૭,૭૭,૯૩૪ (૪th)
 • શહેરી ગીચતા૩,૬૪૫/km2 (૯૪૪૦/sq mi)
 • મેટ્રો વિસ્તાર
૨૩,૦૨,૦૦૦ (૪th)
સમય વિસ્તારUTC+0 (Greenwich Mean Time)
 • ઉનાળુ બચત સમય (DST)UTC+1 (British Summer Time)
Postcode
LS, part of WF and also part of BD.
ટેલિફોન વિસ્તાર ક્રમ0113 (urban core)
01924 (Wakefield nos)
01937 (Wetherby/ Boston Spa)
01943 (Guiseley/ Otley)
01977 (Pontefract nos)
GVA2012
 - Total£18.8bn ($31.1bn) (4th)
 - GrowthDecrease 0.4%
 - Per capita£24,800 ($41,100) (7th)
 - GrowthDecrease 1.3%
ONS code00DA (ONS)
E08000035 (GSS)
NUTS 3UKE42
OS grid referenceSE296338
Euro. Parlt. Const.Yorkshire & the Humber
વેબસાઇટwww.leeds.gov.uk

ઐતિહાસિક રીતે યોર્કશાયરના વેસ્ટ રાઇડિંગનો એક ભાગ લીડ્ઝનો ઇતિહાસ 5મી સદી લંબાય છે જ્યારે એલ્મેટનું રાજ્ય "લોઇડિસ", લીડ્ઝ નામનું મૂળ, ના જંગલોથી ઘેરાયેલું હતું. આ નામ સદીઓથી ઘણા વહિવટી એકમો સાથે જોડવામાં આવ્યું છે. આ નામને 13મી સદીમાં નાના જાગીરશાહી વિસ્તાર સાથે જોડવામાં આવ્યું ત્યારથી ઘણી વખત પરિવર્તન પામતું આવ્યું છે અને અનેક પુનર્જન્મ બાદ હવે તેને મેટ્રોપોલિટન બરો સાથે જોડવામાં આવ્યું છે. 17મી અને 18મી સદીમાં લીડ્ઝ ઊનના ઉત્પાદન અને વેચાણનું મુખ્ય મથક બની ગયું. ત્યારબાદ, ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન, લીડ્ઝ મહત્વના ઔદ્યોગિક કેન્દ્રમાં વિકાસ પામ્યું, ઊનના વ્યવસાયે તેનું પ્રભુત્વ ચાલુ રાખ્યું પરંતુ ફ્લેક્સ, એન્જિનિયરિંગ, લોખંડની ફાઉન્ડ્રીઝ, પ્રિન્ટીંગ અને અન્ય ઉદ્યોગો પણ મહત્વપૂર્ણ હતા.[૧૭] 16મી સદીમાં એર નદીના ખીણપ્રદેશના નાનકડા હટાણાંના શહેરમાંથી લીડ્ઝ વિસ્તાર પામ્યું અને આસપાસના ગામડાંઓને સમાવી લઈને 20મી સદીની મધ્યમાં ઘણી વસતી ધરાવતું શહેરી કેન્દ્ર બની ગયું.

આ વિસ્તારના જાહેર પરિવહન, રેલ અને રોડ નેટવર્ક લીડ્ઝને કેન્દ્રમાં રાખે છે અને અન્ય દેશોના ઘણાં નગરો અને શહેરો સાથે અનેક દ્વિ-પક્ષીય વ્યવસ્થાઓ ધરાવે છે. લીડ્ઝ સિટી રીજન ભાગીદારીમાં તેને ફાળે આવેલી ભૂમિકા પ્રાદેશિક આર્થિક વિકાસમાં શહેરના મહત્વને સ્વીકારે છે.

ઇતિહાસ

નામકરણ

લીડ્ઝ નામ "લોઈડિસ" પરથી ઉતરી આવ્યું છે, એલ્મેટ રાજ્યના મોટા ભાગના પ્રદેશને આવરી લેતા જંગલને આપવામાં આવેલું નામ, જે 5મી સદીથી સાતમી સદીના પ્રારંભિક સમય સુધી અસ્તિત્વ ધરાવતું હતું.[૧૮] બેડે એ તેની હિસ્ટોરીકા એક્લેસિઆસ્ટીકા ના ચૌદમાં પ્રકરણમાં, એડવિન ઓફ નોર્થુમ્બ્રિયા દ્વારા બાંધવામાં આવેલી ચર્ચ અંગે જાણવે છે કે, તે લોઈડિસ તરીકે ઓળખાતા, ...રીજન ક્યુઆ વોકેટૂર લોઇડિસમાં આવેલું છે.. લીડ્ઝના રહેવાસીઓ સ્થાનિક સ્તરે લોઇનર તરીકે ઓળખાય છે, જે અનિશ્ચિત મૂળનો શબ્દ છે.[૧૯]

આર્થિક વિકાસ

1864માં શરૂ થયેલું લીડ્ઝ કોર્ન એક્સ્ચેન્જ

લીડ્ઝ મધ્યકાલીન સમયમાં સ્થાનિક કૃષિ અર્થતંત્રના ભાગ રૂપે બજારના નગર તરીકે વિકાસ પામ્યું હતું. ઔદ્યોગિક ક્રાંતિ અગાઉ તે ઊનના વસ્ત્રોના ઉત્પાદન માટે સંકલન કેન્દ્ર બન્યું હતું. તેના લીડ્ઝ વ્હાઇટ ક્લોથ હોલ ખાતે સફેદ બ્રોડક્લોથ વેચાતું હતું.[૨૦] લીડ્ઝ 1770માં ઇંગ્લેન્ડના નિકાસ વેપારમાં લગભગ છઠ્ઠા ભાગનું યોગદાન આપતું હતું.[૨૧] 1699માં એર અને કેલ્ડર નેવિગેશન અને 1816માં લીડ્ઝ અને લીવરપૂલ કેનાલના નિર્માણથી લીડ્ઝના વિકાસને, પ્રારંભિક સમયમાં કાપડ ઉદ્યોગને, વેગ મળ્યો હતો.[૨૨] 1834માં લીડ્ઝની ફરતે નિર્માણ પામેલા રેલવે નેટવર્કે, જે લીડ્ઝ અને સેલ્બી રેલવેથી શરૂ થતું હતો, રાષ્ટ્રીય બજારો સાથે સારો સંવાદ કેળવ્યો હતો અને લીડ્ઝનો નોંધપાત્ર પ્રમાણમાં વિકાસ કર્યો હતો. માન્ચેસ્ટર અને લીવરપૂલ અને હલના બંદરો સાથે પૂર્વ-પશ્ચિમ જોડાણે આંતરરાષ્ટ્રીય બજાર સાથે સારું જોડાણ પુરું પાડ્યું હતું.[૨૩] તકનિકી પ્રગતિ અને ઔદ્યોગિક વિસ્તરણની સાથે લીડ્ઝે 1864માં કોર્ન એક્સચેન્જ ખોલીને કૃષિ પેદાશોના વેચાણમાં રસ જાળવી રાખ્યો હતો.

માર્શલ્સ મીલ લીડ્ઝમાં 1790ની આસપાસ બાંધવામાં આવેલા કેટલાક પ્રથમ કારખાનાઓમાં સ્થાન ધરાવે છે.[૨૪] પ્રારંભિક સમયગાળાની સૌથી મહત્વના કારખાનાઓ ઊનના ફિનિશીંગના અને ફ્લેક્સ મીલો હતી, 1914 સુધીમા તેમણે છાપકામ, એન્જિનિયરિંગ, રસાયણો અને કપડાંના ઉત્પાદન ક્ષેત્રે વૈવિધ્યકરણ કર્યું હતું.[૨૫] 1930ના દાયકામાં ઉત્પાદનના ઘટાડાને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી ગણવેશ અને શસ્ત્રોના ઉત્પાદન દ્વારા હંગામી ધોરણે અટકાવી રાખવામાં આવ્યો, જો કે 1970ના દાયકા સુધીમાં કપડાં ઉદ્યોગ સસ્તી વિદેશી સ્પર્ધાને કારણે પાછા ન ફરી શકાય તેવી ઘટાડાની સ્થિતિમાં પહોંચી ગયો હતો.[૨૬] લીડ્ઝના વર્તમાન અર્થતંત્રને લીડ્ઝ સિટી કાઉન્સિલ દ્વારા ઓપ આપવામાં આવ્યો છે, જે '24 કલાક સક્રિય યુરોપિયન શહેર' અને 'ઉત્તરની રાજધાની'ના નિર્માણનું વિઝન ધરાવે છે.[૨૭] ઔદ્યોગિક યુગ પછીના સમયના વિનાશથી વિકસીને તે ટેલિફોન બેન્કિંગ સેન્ટર બન્યું છે, જે આધુનિક વૈશ્વિક અર્થતંત્રના ઇલેક્ટ્રોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલું છે.[૨૭] કોર્પોરેટ અને ન્યાયિક ક્ષેત્રોમાં વિકાસ થયો છે[૨૮] અને સ્થાનિક સમૃદ્ધિમાં વધારે થવાથી વૈભવી સામાનના બજાર સહિતના રીટેલ ક્ષેત્રનો વિસ્તાર થયો છે.[૨૯]

સ્થાનિક સરકાર

લીડ્ઝ (પરગણું) વસતી
1881160,109
1891177,523
1901177,920
1911259,394
1921269,665
1931482,809
1941યુદ્ધ #
1951505,219
1961510,676
# યુદ્ધના કારણે વસતી ગણતરી થઇ ન હતી.
સ્ત્રોત: યુકે (UK) સેન્સસ[૩૦]

લીડ્ઝ એ યોર્કશાયરના વેસ્ટ રાઇડિંગના સ્કાયરેક વેપેન્ટેકમાં લીડ્ઝ સેન્ટ પીટર ના પ્રાચીન પરગણાંમાં મેનોર (હોલ) અને ટાઉનશીપ હતું.[૩૧] 1207માં જ્યારે મેનોરના સૂબા મોરીસ પેયનેલે મેનોરમાં હાલમાં જ્યાં સિટી સેન્ટર છે ત્યાં નદી પસાર થાય છે તેની બાજુમાં નાનાકડા વિસ્તાર માટેનો હુકમનામું આપ્યું ત્યારે ધ બરો ઓફ લીડ્ઝ (લીડ્ઝ વિસ્તાર)નું નિર્માણ કરવામાં આવ્યું. ચાર સદી પછી, લીડ્ઝના રહેવાસીઓએ ચાર્લ્સ પહેલાને વિસ્તારને સમાવી લેવાનું હુકમનામું કરી આપવા માટે રજૂઆત કરી, જે 1626માં માન્ય રાખવામાં આવી. નવા હુકમનામામાં બરો ઓફ લીડ્ઝ તરીકે તમામ 11 ટાઉનશીપ સહિત સમગ્ર પરગણાંને સમાવિષ્ટ કરી લેવામાં આવ્યું અને અગાઉના અધિકારપત્રને પાછું ખેંચવામાં આવ્યું. 1755માં રોડ, પ્રકાશ અને બ્રિગેટ સહિતના મુખ્ય રસ્તાઓની સફાઇ કરવા માટે ઇમ્પ્રૂવમેન્ટ કમિશનર્સની નિમણૂક કરવામાં આવી, જ્યારે 1790માં પાણી પૂરવઠાની સ્થિતિ સુધારવા માટે વધારે સત્તા આપવામાં આવી.[૩૨]

મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ 1835 હેઠળ બરો કોર્પોરેશનમાં સુધારો કરવામાં આવ્યો. લીડ્ઝ બરો પોલીસ દળની રચના 1836માં કરવામાં આવી અને કોર્પોરેશન દ્વારા લીડ્ઝ ટાઉન હોલનું નિર્માણ 1858માં પૂર્ણ કરવામાં આવ્યું. 1866માં લીડ્ઝ અને બરોની અન્ય દરેક ટાઉનશીપ નાગરિક પરગણાં બની ગયા. બરો 1889માં કાઉન્ટી બરો બન્યું, જેનાથી તેને વેસ્ટ રાઇડિંગ કાઉન્ટી કાઉન્સિલમાંથી આઝાદી મળી અને તેણે 1893માં શહેરનો દરજ્જો મળ્યો. 1904માં લીડ્ઝ પરગણાંએ બીસ્ટન, ચેપલ એલેર્ટોન, ફાર્નલી, હેડિંગ્લે કમ બર્લી અને પોટરન્યૂટનને બરોમાંથી સમાવી લીધા. વીસમી સદીમાં કાઉન્ટી બરોએ વિસ્તારના વિસ્તરણની મહત્વપૂર્ણ શ્રેણીનો પ્રારંભ કર્યો, જેનાથી તેનું કદ 1911માં 21,593 acres (87.38 km2) થી વધીને 1961 40,612 acres (164.35 km2) સુધી પહોંચ્યું હતું.[૩૩] 1912માં લીડ્ઝના પરગણા અને કાઉન્ટી બરોએ વેધરબાય ગ્રામીણ જિલ્લાના ભાગ એવા રાઉન્ડહે અને સીક્રોફ્ટ અને શેડવેલ પરગણાં ધરાવતા લીડ્ઝ ગ્રામીણ જિલ્લાને તેની હદમાં સમાવિષ્ટ કરી લીધો. એપ્રિલ 1, 1925ના રોજ લીડ્ઝ પરગણાંનું વિસ્તરણ સમગ્ર બરોને સમાવિષ્ટ કરી લેવા માટે કરવામાં આવ્યું.[૩૧]

કાઉન્ટી બરોને એપ્રિલ 1,1974ના રોજ રદ કરવામાં આવ્યું અને તેના અગાઉના વિસ્તારો સાથે મ્યુનિસિપલ બરોઝ ઓફ મોર્લી અને પૂડસી, એરબરો, હોર્સફોર્થ, ઓટલી, ગેરફોર્થ અને રોથવેલના શહેરી જિલ્લાઓ, અને ટેડકેસ્ટર, બેધરબાય અને વ્હેરફિડેલના ગ્રામીણ જિલ્લાઓના ભાગને જોડી દેવામાં આવ્યા.[૩૪] આ વિસ્તાર વેસ્ટ યોર્કશાયર કાઉન્ટીમાં નવો મેટ્રોપોલિટન જિલ્લો બનાવવા ઉપયોગમાં લેવાયો અને તેણે બરો અને શહેર બંનેનો દરજ્જો મળ્યો અને સિટી ઓફ લીડ્ઝ તરીકે ઓળખાવા લાગ્યો. પ્રારંભિક સમયમાં, સ્થાનિક સરકારની સેવાઓ લીડ્ઝ સિટી કાઉન્સિલ તથા વેસ્ટ યોર્કશાયર કાઉન્ટી કાઉન્સિલ દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. જોકે, કાઉન્ટી કાઉન્સિલને 1986માં રદ કરવામાં આવી અને સિટી કાઉન્સિલે તેના કાર્યો સંભાળી લીધા, જ્યારે કેટલીક સત્તાઓ વેસ્ટ યોર્કશાયર પેસેન્જર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી જેવી સંસ્થાઓને આપવામાં આવ્યા. 1988થી સિટી સેન્ટરથી નજીક આવેલા બે ખરાબ અવસ્થામાં રહેલા વિસ્તારોને પુનઃનિર્માણ માટે ઘોષિત કરવામાં આવ્યા અને સિટી કાઉન્સિલની આયોજન સત્તાની બહાર લીડ્ઝ ડેવલપમેન્ટ કોર્પોરેશનની જવાબદારી હેઠળ મૂકવામાં આવ્યા.[૩૫] ડેવલપમેન્ટ કોર્પોરેશનને સંકેલી લેવામાં આવ્યું ત્યારબાદ આયોજનની સત્તા સ્થાનિક સત્તાવાળાઓને 1995માં સોંપવામાં આવી.

ઉપનગરીય વિકાસ

લીડ્ઝનો 1866નો નકશો
A black-and-white photograph of part of a monumental seven-storey curved-fronted block of flats made of poured and pre-cast concrete with a prominent two-storey semicircular entrance arch. In the foreground is a pedestrian crossing with a Belisha Beacon.
ક્વોરી હિલ ફ્લેટ્સ

1801માં, લીડ્ઝની 42 ટકા વસતી ટાઉનશીપની બહાર વિશાળ વિસ્તારમાં રહેતી હતી. 1832 અને 1849માં ફાટી નિકળેલા કોલેરાએ બરો સત્તાવાળાઓને આ વિસ્તારમાં ગટર, સફાઇ અને પાણી પૂરવઠાની સમસ્યાઓના ઉકેલ માટે ફરજ પાડી. મૂળભૂત રીતે પાણીને વ્હાર્ફે નદીમાંથી પંપ દ્વારા લાવવામાં આવતું હતુ, પરંતુ 1860માં તે વપરાશ ન કરી શકાય તેટલા મોટાપ્રમાણમાં પ્રદૂષિત થઈ ગયું હતું. લીડ્ઝ વોટરવર્કસ એક્ટ 1867 પછી લીડ્ઝની ઉત્તરે લીન્ડલી વૂડ, સ્વિન્સ્ટી અને ફ્યુસ્ટોન એમ ત્રણ જળાશયોનું નિર્માણ કરવામાં આવ્યું.[૩૬] 1801થી 1851 દરમિયાન હોલબેક અને હન્સલેટમાં રહેણાંકી વિકાસ થયો પરંતુ આ ટાઉનશીપ ઔદ્યોગિક બનતાં મધ્યમ વર્ગ માટેના મકાનોને પ્રોત્સાહન આપવામાં આવ્યું.[૩૭] તેથી નદીની દક્ષિણે આવેલી જમીનનો પ્રાથમિક રીતે ઉદ્યોગ માટે અને ત્યાર બાદ કામદારોના રહેણાંક માટે વિકાસ કરવામાં આવ્યો. લીડ્ઝ ઇમ્પ્રૂવમેન્ટ એક્ટ 1866એ માત્ર એક જ ધાબામાં બાંધી શકાય તેવા ઘરની સંખ્યા પર મર્યાદા લાદીને કામદારોના મકાનોની ગુણવત્તામાં સુધારો કર્યો.[૩૮] હોલબેક અને લીડ્ઝ 1858 સુધી બાંધકામના વિસ્તારો રચતાં રહ્યા અને હન્સલેટ લગભગ તેમની નજીક પહોંચી ગયું.[૩૯] ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં હન્સલેટ, આર્મલી અને વોર્ટલીનો વસતી વધારો લીડ્ઝ કરતાં પણ વધી ગયો. જ્યારે વધતી જતી વસતી સમસ્યા બની ગઈ ત્યારો, પૈસાદાર રહેવાસીઓ ઔદ્યોગીક શહેરી વિસ્તાર છોડીને હેડિંગ્લી, પોટરન્યૂટન અને ચેપલ એલેર્ટન જેવા ઉત્તરીય ગ્રામ્ય વિસ્તારોમાં રહેવા ચાલ્યા ગયા, જેનાથી 1851થી 1861ની વચ્ચે હેડિંગ્લી અને બર્લીની વસતીમાં લગભગ 50 ટકાનો વધારો થયો. ઔદ્યોગિક વિસ્તારોમાંથી મધ્યમ વર્ગીય પ્રજાના સ્થળાંતરને કારણે રાઉન્ડહે અને એડલનો પણ વિકાસ થયો.[૩૯] ઇલેક્ટ્રિક ટ્રામવેના પ્રારંભ સાથે હેડિંગ્લી અને પોટરન્યૂટનમાં વિકાસને અને બરોની બહાર રાઉન્ડવેના વિસ્તરણને વેગ મળ્યો.[૪૦]

બે ખાનગી ગેસ પૂરવઠા કંપનીઓને કોર્પોરેશને 1870માં હસ્તગત કરી લીધી અને આ નવા મ્યુનિસિપલ પૂરવઠાનો ઉપયોગ સ્ટ્રીટ લાઇટીંગ અને ઘર માટે સસ્તો ગેસ પૂરો પાડવા માટે કરવામાં આવ્યો. 1880ના પ્રારંભિક ગાળાથી યોર્કશાયર હાઉસ-ટુ-હાઉસ ઇલેક્ટ્રીક કંપની લીડ્ઝને વિજળી પૂરી પાડતી હતી, જેને પછીથી લીડ્ઝ કોર્પોરેશને ખરીદી લીધી અને તે મ્યુનિસિપલ પૂરવઠો બની ગયો.[૪૧]

બે વિશ્વયુદ્ધના વચ્ચેના ગાળામાં લીડ્ઝમાં ઝૂંપડપટ્ટી હટાવવાની અને પુનઃનિર્માણની પ્રક્રિયાનો પ્રારંભ થયો અને કાઉન્સિલે ક્રોસ ગેટ્, મિડલટન, ગિપ્ટન, બેલે આઇલ અને હોલ્ટન મૂર એમ 24 એસ્ટેટમાં 18,000 મકાનોનું નિર્માણ કર્યું. ક્વોરી હિલની ઝૂંપડપટ્ટીનું સ્થાન નવીનતમ ક્વોરી હિલ ફ્લેટ્સે લીધું, જેને 1975માં જમીનદોસ્ત કરવામાં આવ્યા. અન્ય 36,000 મકાનોનું નિર્માણ ખાનગી ક્ષેત્રના બિલ્ડરોએ કર્યું, જેનાથી ગ્લેડહાઉ, મૂરટાઉન, એલવૂડલી, રાઉન્ડહે, કોલ્ટન, વ્હિટકિર્ક, ઓકવૂડ, વીટવૂડ અને એડલ જેવા પરાંવિસ્તારોનું નિર્માણ થયું. 1949 પછી નીચી-ગુણવત્તા ધરાવતા વધુ 30,000 મકાનો કાઉન્સિલ દ્વારા તોડી પાડવામાં આવ્યા અને સીક્રોફ્ટ, આર્મલી હાઇટ્સ, ટિન્સહિલ અને બ્રેકનવૂડ જેવા એસ્ટેટમાં મધ્યમ ઊંચાઇના અને ઊંચી ઊંચાઇના કાઉન્સિલ ફ્લેટ્સના 151 જેટલા બ્લોક્સનું નિર્માણ કરવામાં આવ્યું.[૪૨]

તાજેતરમાં, લીડ્ઝે શહેરના પુનઃનિર્માણ, રોકાણો આકર્ષવા અને લીડ્ઝ સિટી સેન્ટરમાં જોવા મળેલી ફ્લેગશીપ પરિયોજના[૪૩] માટે મોટા પ્રમાણમાં નાણાંનો ખર્ચ કરવામાં આવે છે. સિટી સેન્ટરથી નજીકના અંતરે વૈભવી પેન્ટહાઉસ એપોર્ટમેન્ટ[૪૪] ધરાવતાં ઘણાં બિલ્ડિંગ્સ બાંધી દેવામાં આવ્યા છે.

ભૂગોળ

વેસ્ટ યોર્કશાયરમાં લીડ્ઝનો નકશો
લીડ્ઝમાં એર નદી

(53.799°, −1.549°) પર અને સેન્ટ્રલ લંડનના 190 miles (310 km) ઉત્તર-ઉત્તરપશ્ચિમે, લીડ્ઝનો મધ્ય વિસ્તાર એર નદી પર આવેલો છે, જે પેન્નીનેસની પૂર્વીય તળેટીમાં એર ખીણપ્રદેશના સાંકડા ભાગમાં આવેલો છે. સિટી સેન્ટર દરીયાની સપાટીથી લગભગ 206 feet (63 m) ઊંચાઇએ આવેલું છે, જ્યારે ડિસ્ટ્રિક્ટનો પ્રદેશ ઇલ્કલી મૂરના ઢોળાવથી દૂર પશ્ચિમમાં લગભગ 1,115 feet (340 m)થી માંડીને જ્યાં એર અને વ્હાર્ફે નદી પૂર્વીય સરહદને પાર કરે છે ત્યાં 33 feet (10 m) સુધી આવેલો છે. લીડ્ઝનો મધ્યભાગ સતત બાંધકામ ધરાવતો વિસ્તાર છે જે પુડસી, બ્રેમલી, હોર્સફોર્થ, એલવૂડલી, સીક્રોફ્ટ, મિડલટન અને મોર્લી સુધી વિસ્તરેલો છે.[૪૫] લીડ્ઝ યુકે (UK)માં (બર્મિંગહામ પછી) બીજા નંબરની સૌથી વધુ વસતી ધરાવતો સ્થાનિક સત્તાવાળો ડિસ્ટ્રિક્ટ છે અને (ડોનકાસ્ટર પછી) બીજા નંબરનો ઇંગ્લિશ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ સૌથી મોટો વિસ્તાર છે, જે પૂર્વથી પશ્ચિમ 15 માઇલ (24 કિલોમીટર) અને ઉત્તરથી દક્ષિણ 13 માઇલ (21 કિલોમીટર)નો વિસ્તાર ધરાવે છે. ઉત્તરીય સરહદ વ્હાર્ફે નદી સાથે ઘણાં માઇલ સુધી જોડાયેલી છે, પરંતુ નદીની ઉત્તરે આવેલા ઓટલીને સમાવિષ્ટ કરવા માટે નદીને પાર કરે છે. લીડ્ઝ ડિસ્ટ્રિક્ટનો લગભગ 65 ટકા વિસ્તાર ગ્રીન બેલ્ટ છે અને સિટી સેન્ટર યુકે (UK)માં સૌથી વધુ અભિભૂત કરી દેતાં દ્રશ્યો અને ગ્રામ્યજીવન ધરાવતા યોર્કશાયર ડેલ્સ નેશનલ પાર્ક[૪૬]થી વીસ કરતાં ઓછા માઇલ (32 કિમી)નું અંતર ધરાવે છે.[૪૭] લીડ્ઝના અંતરીયાળ અને દક્ષિણીય વિસ્તારો કોલસાના ઉત્પાદનની શક્યતા ધરાવતા રેતાળ પથ્થરોના પળ પર આવેલા છે. ઉત્તરીય ભાગો જૂના રેતાળ અને ગ્રીટ પથ્થરો પર બનેલા છે, જ્યારે પૂર્વ તેને મેગ્નેશિયમ ચૂનાના પથ્થરોના બનેલા પટ્ટા સુધી વિસ્તારે છે.[૨૪][૪૮] લીડ્ઝના મધ્યના વિસ્તારોમાં જમીન ઉપયોગ વધુ પડતો શહેરી છે.[૪૫]

લીડ્ઝના ચોક્કસ ભૌગોલિક અર્થને વ્યાખ્યાયિત કરવાના પ્રયાસો તેના વિસ્તરણના અનેક ખ્યાલો, વિવિધ સંદર્ભો તરફ દોરી જાય છે, જે સિટી સેન્ટર, શહેરી ઘેરાવ અને વહિવટી સરહદો અને કાર્યકારી પ્રદેશોનો સમાવેશ કરે છે.[૪૯]

Leeds is much more a generalised concept place name in inverted commas, it is the city, but it is also the commuter villages and the region as well.

— A History of Modern Leeds, Brian Thompson[૪૯]

લીડ્ઝ સિટી સેન્ટર લીડ્ઝ ઇનર રીંગ રોડ, એ58 રોડ, એ61 રોડ, એ64 રોડ, એ643 રોડ અને એમ621 મોટરવેના કેટલાક ભાગનો સમાવેશ કરે છે. ઉત્તર-દક્ષિણ મુખ્ય ખરીદી વિસ્તાર બ્રિગગેટને માત્ર રાહદારી બનાવવામાં આવી છે અને ક્વિન વિક્ટોરિયા સ્ટ્રીટ, વિક્ટોરિયા ક્વાર્ટરનો એક ભાગ, કાચના છાપરાંથી ઢાંકવામાં આવ્યો છે. મિલેનિયમ સ્ક્વેર મહત્વપૂર્ણ શહેરી વિસ્તાર છે. લીડ્ઝ પોસ્ટકોડ એરીયા સિટી ઓફ લીડ્ઝનો મોટોભાગ આવરી લે છે[૫૦] અને તે મોટા ભાગે લીડ્ઝ પોસ્ટ ટાઉનનો બનેલો છે.[૫૧] ઓટલી, વેધરબાય, ટેડકેસ્ટર, પુડસી અને ઇલ્કલી પોસ્ટકોડ વિસ્તારની અંદર અલગ પોસ્ટ ટાઉન છે.[૫૧] લીડ્ઝના બિલ્ટ અપ વિસ્તાર ઉપરાંત ડિસ્ટ્રિક્ટની અંદર અસંખ્ય ઉપનગર અને એક્સઅર્બ છે.

આબોહવા

લીડ્ઝના ઉપનગર વ્હિટકિર્ક/કોલ્ટન પર સુર્યોદય

લીડ્ઝની દરિયાઇ આબોહવા સમગ્ર વર્ષ દરમિયાન તાપમાનમાં થોડા તફાવત સાથે બ્રિટીશ ઇસલે જેવી છે. શહેરની આબોહવા પર એટલાન્ટિક મહાસાગરનો મહત્તમ અને થોડે ઘણે અંશે પેનિનિસનો પ્રભાવ છે. લીડ્ઝમાં ઉનાળો સામાન્ય રીતે હળવો અને ઘણી વખત ગરમ હોય છે જ્યારે શિયાળો ઠંડો અને કોઇક વાર પ્રસંગોપાત હીમવર્ષા સાથે આકરો ઠંડો હોય છે. લીડ્ઝના રહેવાસીઓ દર વર્ષે થોડા દિવસ હીમવર્ષાની ધારણા રાખી શકે છે. ભારે હીમવર્ષા સામાન્ય છે. તેના ઉત્તરી અક્ષાંશને કારણે લીડ્ઝમાં સમગ્ર વર્ષ દરમિયાન દિવસના પ્રકાશના કલાક બદલાય છે. સૌથી ટૂંકા દિવસે સૂર્ય સવારે 8.22 કલાકે ઉગે છે અને સાંજે 3.46 કલાકે આથમે છે આમ દિવસના પ્રકાશ માટે માત્ર 7 કલાક મળે છે. વાદળભર્યા, ભીના દિવસ દિવસનો પ્રકાશનો વધુ ટૂંકો હોવાનો અહેસાસ કરાવે છે. સૌથી લાંબા દિવસે સૂર્ય સવારે 4.35 કલાગે ઉગે છે અને રાત્રે 0.41 કલાકે આથમે છે આમ દિવસના પ્રકાશ માટે 17 કલાક આપે છે અને સમગ્ર રાત અવકાશી અંધારું રહે છે. જ્યારે વાતાવરણમાં ઊંચા દબાણનું પ્રભુત્ત્વ વધે છે ત્યારે દિવસ વધુ લાંબા અને ગરમ બને છે.

સૌથી ગરમ મહિના જુલાઇ અને ઓગસ્ટના છે. બંને મહિનામાં સરેરાશ ઊંચું તાપમાન 19.9°સે (67.8°ફે), હોય છે જ્યારે સૌથી ઠંડો મહિનો ફેબ્રુઆરીનો હોય છે જેમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 0.2°સે (32.3°ફે) હોય છે. ઉનાળામાં 30°સે (86°ફે)થી ઊંચું તાપમાન અને શિયાળામાં -5°સેથી નીચું તાપમાન સામાન્ય નથી પરંતુ એવું ના બન્યું હોય એવું નથી. ઓગસ્ટ 2003 અને જુલાઈ 2006માં તાપમાન કેટલાક દિવસ માટે 30°સે (86 °F) થી વધી ગયું હતું અને 3 ડિસેમ્બર 2010ના રોજ તાપમાન ઘટીને -15°સે (5°ફે) થઇ ગયું હતું અને -5°સે (23°ફે)થી વધ્યુ ન હતું.

લીડ્ઝમાં દર વર્ષે સરેરાશ 660 મિલિમીટર (25.9 ઈંચ) વરસાદ પડે છે. લીડ્ઝ પેનિન્સ પર્વતમાળાને કારણે યુનાઇટેડ કિંગડમનો સૌથી સુષ્ક વિસ્તાર છે. આ પર્વતમાળા લીડ્ઝને એટલાન્ટિક પરથી આવતા પવન સામે બચાવે છે, છતાં લીડ્ઝમાં વર્ષમાં સરેરાશ 147 દિવસ વરસાદ હોય છે, મોટે ભાગે તે હળવા છાંટાના સ્વરૂપમાં હોય છે પરંતુ વસંત/પ્રારંભિક ઉનાળામાં ભારે વરસાદ થઇ શકે છે.તેમ છતાં ક્યારેક વિકટ હવામાન થઇ શકે છે. યુનાઇટેડ કિંગડમમાં 2007ના પૂર દરમિયાન એર નદીમાં પાણીના સ્તર વધતા સિટી સેન્ટરમાં પાણી ધસી આવ્યા હતા. 14 સપ્ટેમ્બર 2006ના રોજ હરેહિલ્સ નામનું વાવાઝોડુ શહેર પર ત્રાટક્યું હતું અને વૃક્ષોને ઉખાડી ફેંક્યા હતા. આ જ વાવાઝોડાને કારણે લીડ્ઝ સ્ટેશન પર સિગ્નલો ખોટકાઇ ગયા હતા.

હવામાન માહિતી Leeds
મહિનોજાનફેબમાર્ચએપ્રિલમેજૂનજુલાઇઓગસપ્ટેઓક્ટનવેડિસેવર્ષ
સરેરાશ મહત્તમ °C (°F)5.8
(42.4)
5.9
(42.6)
8.7
(47.7)
11.3
(52.3)
15.0
(59.0)
18.2
(64.8)
19.9
(67.8)
19.9
(67.8)
17.3
(63.1)
13.4
(56.1)
8.8
(47.8)
6.7
(44.1)
12.6
(54.6)
સરેરાશ ન્યૂનતમ °C (°F)0.3
(32.5)
0.2
(32.4)
1.6
(34.9)
3.1
(37.6)
5.5
(41.9)
8.5
(47.3)
10.4
(50.7)
10.5
(50.9)
8.7
(47.7)
6.3
(43.3)
2.9
(37.2)
1.2
(34.2)
4.9
(40.9)
સરેરાશ વરસાદ મીમી (ઈંચ)61
(2.4)
45
(1.8)
52
(2.0)
48
(1.9)
54
(2.1)
54
(2.1)
51
(2.0)
65
(2.6)
57
(2.2)
55
(2.2)
57
(2.2)
61
(2.4)
660
(25.9)
સરેરાશ વરસાદી દિવસો17.514.214.813.513.712.211.713.212.915.116.517.0172.3
સ્ત્રોત: [૫૨]

વસ્તી વિષયક માહિતી

શહેરી પેટાવિભાગ

લીડ્ઝ તુલના
વેસ્ટ યોર્કશાયર શહેરી વિસ્તારની અંદર લીડ્ઝ શહેરી પેટાવિભાગ
લીડ્ઝ શહેરી પેટાવિભાગ
વેસ્ટ યોર્કશાયર શહેરી વિસ્તાર
લીડ્ઝ
યુએસડી (USD)
લીડ્ઝ
ડિસ્ટ્રિક્ટ
વેસ્ટ
યોર્ક્સ યુએ (UA)
ઈંગ્લેન્ડ
વસતી443,247715,4021,499,46549,138,831
શ્વેત88.4%91.9%85.5%90.9%
એશિયાઇ6.4%4.5%11.2%4.6%
શ્યામ2.2%1.4%1.3%2.3%
સ્ત્રોત: ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ[૫૩][૫૪]

2001ની યુનાઇટેડ કિંગડમની વસતી ગણતરીના સમયે, લીડ્ઝ શહેરી પેટાવિભાગ 109 square kilometres (42 sq mi)નો વિસ્તાર અને 443,247ની વસતી ધરાવતો હતો; જે સાથે તે ઇંગ્લેન્ડનો ચોથો સૌથી વધુ વસતી ધરાવતો તથા યુનાઇટેડ કિંગડમનો પાંચમો સૌથી વિશાળ શહેરી પેટાવિભાગ હતો. વસતીની ગીચતા 4,066 inhabitants per square kilometre (10,530/sq mi) હતી, જે વૅસ્ટ યોર્કશાયર શહેરી વિસ્તારના બાકીના ભાગ કરતા સ્હેજ વધુ હતી. લીડ્ઝ શહેરમાં જમીનનો હિસ્સો 20 ટકા અને વસતીનો હિસ્સો 62 ટકા છે. શહેરી પેટાવિભાગની વસતીમાં પુરુષ-સ્ત્રીનો ગુણોત્તર 100 સામે 93.1નો હતો.[૫૫] 16 વર્ષ કરતા વધુ વય ધરાવનારા પૈકી, 39.4 ટકા લોકો એકલા (અપરિણીત) હતા અને 35.4 ટકા લોકો એવા હતા જેમણે સૌપ્રથમવાર લગ્ન કર્યાં હતા.[૫૬] શહેરી પેટાવિભાગના 188,890 ઘરોમાં 35 ટકા ઘરો એવા હતા જેમાં એક જ વ્યક્તિ રહેતી હતી, 27.9 ટકા ઘરોમાં પરિણીત યુગલો જોડે રહેતા હતા, 8.8 ટકા ઘરોમાં યુગલ દંપતીની જેમ રહેતું હતું અને 5.7 ટકા ઘરોમાં એકલી મા અથવા એકલા પિતા તેમના સંતાનો સાથે રહેતા હતા. વેસ્ટ યોર્કશાયર શહેરી વિસ્તારનો લીડ્ઝ એ સૌથી વિશાળ હિસ્સો છે[૪૫] અને યુરોસ્ટેટ દ્વારા તેની લીડ્ઝ-બ્રાડફર્ડ લાર્જર અર્બન ઝોનના ભાગ તરીકે ગણતરી થાય છે. 2001ના આંકડા અનુસાર જ્યાં કામ કરવા માટે મુસાફરી કરીને જવું પડે તેવા વિસ્તારોમાં આખું લીડ્ઝ શહેર, કિર્કલીઝનો પૂર્વીય હિસ્સો, બ્રાડફર્ડ શહેરની ઉત્તરીય પટ્ટી અને પશ્ચિમ ઉત્તર યોર્કશાયરના એક હિસ્સાનો સમાવેશ થાય છે.751 square kilometres (290 sq mi)

મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ

યુકે (UK)ની 2001ની વસતી ગણતરી અનુસાર, આ ડિસ્ટ્રિક્ટ કુલ 715,402ની વસતી ધરાવતો હતો.[૫૭] લીડ્ઝ જિલ્લાના 301,614 ઘરો પૈકી, 33.3 ટકા ઘરોમાં પરીણિત યુગલો જોડે રહેતા હતા, 31.6 ટકા ઘરોમાં એક જ વ્યક્તિ રહેતી હતી, 9.0 ટકા ઘરોમાં યુગલો પતિ-પત્નીની જેમ રહેતા હતા અને 9.8 ટકામાં એકલી માતા અથવા એકલા પિતા રહેતા હતા, બાકીના ઇંગ્લેન્ડમાં પણ એકસમાન પ્રવાહ હતો.[૫૮] વસતીની ગીચતા ઢાંચો:PD km2 to sq mi[૫૮] હતી અને પ્રત્યેક 100 પુરુષ સામે 93.5 સ્ત્રી હતી.

લીડ્ઝના મોટાભાગના લોકો પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે.[૫૯] મુસ્લિમોનું પ્રમાણ (વસતીનો 3 ટકા હિસ્સો) દેશની સરેરાશ પ્રમાણે છે.[૫૯] યુનાઇટેડ કિંગડમમાં યહુદીઓની વસતીના પ્રમાણમાં લીડ્ઝ, લંડન અને માન્ચેસ્ટર બાદ, ત્રીજા ક્રમે આવે છે, લંડન અને માન્ચેસ્ટર આવે છે. એલવૂડલી અને મૂરટાઉન વિસ્તારોમાં યહુદીઓની વસતી નોંધપાત્ર છે.[૬૦] 2001ની વસતીમાં લીડ્ઝના 16.8 ટકા રહેવાસીઓએ પોતાનો કોઈ ‘ધર્મ નહીં’ હોવાનું જાહેર કર્યું હતું, આ આંકડો સમગ્ર યુકે (UK)ના આંકડાની (8.1 ટકા લોકોએ “ધર્મ જણાવ્યો નથી”) સમકક્ષ છે. મહત્વના ઇંગ્લિશ શહેરોની જેમ લીડ્ઝમાં પણ ગુન્હાખોરીનો દર રાષ્ટ્રીય સરેરાશની તુલનાએ ઊંચો છે.[૬૧][૬૨] 2006ના જુલાઈ મહિનામાં, થિન્ક ટેન્ક રિફોર્મે વિવિધ ગુન્હાઓના દરની ગણતરી કરી હતી અને તેને મહત્વના શહેરી વિસ્તારોની વસતી (1,00,000થી વધુની વસતી ધરાવતા વિસ્તારોને નગર તરીકે સ્પષ્ટ કરવામાં આવ્યા છે) સાથે સાંકળી હતી. આ રેટિંગમાં લીડ્ઝનો ક્રમ 11મો હતો (લંડન બરોને બાદ કરતા, લંડન બરોને ગણતરીમાં લઈએ તો 23મો ક્રમ).[૬૩] નીચેના ટેબલમાં વર્ષ 1801થી લઈ અત્યાર સુધીમાં વર્તમાન જિલ્લાની વસતીની વિગતો દર્શાવાઈ છે જેમાં ભૂતકાળના વસતી ગણતરીના છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ આંકડાની તુલનાએ અત્યાર સુધીમાં થયેલો ફેરફાર ટકાવારીના સ્વરૂપે દર્શાવવામાં આવ્યો છે.

લીડ્ઝ શહેરની 1801થી

વસતી વૃદ્ધિ

વર્ષ180118111821183118411851186118711881189119011911192119311941195119611971198119912001
વસતી94,421108,459137,476183,015222,189249,992311,197372,402433,607503,493552,479606,250625,854646,119668,667692,003715,260739,401696,732716,760715,404
% ફેરફાર+14.87+26.75+33.13+21.40+12.51+24.48+19.67+16.44+16.12+9.73+9.73+3.23+3.24+3.49+3.49+3.36+3.38−5.77+2.87-0.19
સ્ત્રોત: વિઝન ઓફ બ્રિટન/0}[૬૪]

સરકાર

લીડ્ઝ શહેર એ લીડ્ઝને આવરતો સ્થાનિક સરકાર ધરાવતો ડિસ્ટ્રિક્ટ છે અને લીડ્ઝ સિટી કાઉન્સિલ તેનું સ્થાનિક સત્તામંડળ છે. આ કાઉન્સિલ 99 કાન્સિલરો વડે બનેલી છે, શહેરના પ્રત્યેક વોર્ડમાંથી ત્રણ કાઉન્સિલરો આવે છે. ચાર પૈકી પ્રત્યેક ત્રણ વર્ષે ચૂંટણીઓ થાય છે, જે મેના પ્રથમ ગુરુવારે યોજાય છે. પ્રત્યેક ચૂંટણી પ્રક્રિયામાં એક તૃતીયાંશ કાઉન્સિલરોની ચાર વર્ષની મુદત માટે ચૂંટણી થાય છે. 2004માં સીમાકીય ફેરફારોને કારણે તમામ બેઠકોની ચૂંટણી થઈ હતી. હાલમાં આ કાઉન્સિલ કોઇના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ નથી, અને તેનું સંચાલન લેબર અને ગ્રીન કાઉન્સિલરોના ગઠબંધન દ્વારા થાય છે. વેસ્ટ યોર્કશાયરમાં કોઇ કાઉન્ટી કાઉન્સિલ નથી, આથી લીડ્ઝ સિટી કાઉન્સિલ જ આ શહેરને સ્થાનિક સરકારી સેવાઓ પૂરી પાડે છે. આ ડિસ્ટ્રિક્ટ ઇંગ્લેન્ડના યોર્કશાયર અને હંબર પ્રદેશમાં આવેલો છે અને તે એક બિનપરગણા અને 31 નાગરિક પરગણા વડે બનેલો છે. સ્થાનિક સરકારનો આ સૌથી નીચલું સ્તર છે[૬૫] અને આ વિસ્તારોમાં લીડ્ઝ સિટી કાઉન્સિલની કામગીરી મર્યાદિત છે. હોર્સફોર્થ, મોર્લી, ઓટલી અને વેધરબાયની કાન્સિલો શહેર કાઉન્સિલો છે.[૬૬] આ ડિસ્ટ્રિક્ટમાં 27 અન્ય નાગરિક પરગણા છે.

આ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ આઠ સાંસદો કરે છે, જેની મતવિસ્તારવાર યાદી આ મુજબ છેઃ એલ્મેટ અને રોથવેલ (એલેક શેલબ્રૂક, કન્ઝર્વેટિવ); લીડ્ઝ સેન્ટ્રલ (હિલેરી બેન, લેબર); લીડ્ઝ ઇસ્ટ (જ્યોર્જ મુડી, લેબર); લીડ્ઝ નોર્થ ઇસ્ટ (ફાબિયન હેમિલ્ટન, લેબર); લીડ્ઝ નોર્થ વેસ્ટ (ગ્રેગ મુલ્હોલલેન્ડ, લિબ ડેમ); લીડ્ઝ વેસ્ટ (રશેલ રીવ્ઝ, લેબર); મોર્લી અને આઉટવૂડ (વેકફીલ્ડ શહેર સાથે જોડાયેલો મતવિસ્તાર) (એડ બોલ્સ, લેબર); અને પુડસી (સ્ટુઅર્ટ એન્ડ્રૂ, કન્ઝર્વેટિવ). લીડ્ઝ એ યોર્કશાયર અને હમ્બર યુરોપિયન મતવિસ્તારમાં આવે છે, જેનું પ્રતિનિધિત્વ બે કન્ઝર્વેટિવ, એક લેબર, એક યુકેઆઇપી (UKIP), એક લિબરલ ડેમોક્રેટ અને એક બીએનપી એમઇપી (BNP MEP) કરે છે. 2009ના જૂનમાં થયેલી યુરોપિયન સંસદની ચૂંટણીમાં લીડ્ઝના મતદાનના આંકડા આ પ્રમાણે હતાઃ કન્ઝર્વેટિવને 22.6 ટકા, લેબરને 21.4 ટકા, યુકેઆઇપી (UKIP)ને 15.9 ટકા, લિબ ડેમને 13.8 ટકા, બીએનપી (BNP)ને 10 ટકા અને ગ્રીનને 9.4 ટકા.[૬૭]

અર્થતંત્ર

લીડ્ઝના ફાઇનાન્સિયલ સ્ક્વેરમાં પાર્ક રો

લીડ્ઝ એક વૈવિધ્યપૂર્ણ અર્થવ્યવસ્થા ધરાવે છે જેમાં સર્વિસ સેક્ટરમાં જે રોજગારીનું પ્રમાણ છે તે પરંપરાગત મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોમાં રોજગારીની તુલનાએ હવે ઘણું વધારે છે. 2002માં, લીડ્ઝ ડિસ્ટ્રિક્ટમાં 401,000 કર્મચારીઓ નોંધાયેલા હતા. આ પૈકીના 24.7 ટકા લોકો જાહેર વહીવટ, શિક્ષણ અને આરોગ્યમાં, 23.9 ટકા લોકો બેન્કિંગ, ફાયનાન્સ અને વીમા ઉદ્યોગમાં અને 21.4 ટકા લોકો વિતરણ, હોટેલ્સ અને રેસ્ટોરેન્ટ્સમાં રોજગારી મેળવતા હતા. બેન્કિંગ, ફાયનાન્સ અને વીમાના ક્ષેત્રોમાં આ પ્રદેશ તથા રાષ્ટ્રના નાણાકીય માળખાથી લીડ્ઝ ઘણું અલગ તરી આવે છે.[૬૮] ઇંગ્લેન્ડમાં લંડન સિવાયના સૌથી વિશાળ નાણાકીય કેન્દ્રો પૈકીનું એક આ શહેર છે.[૧૨][૧૬][૬૯][૭૦][૭૧][૭૨] આર્થિક વૃદ્ધિના ઊંચા દરમાં રિટેલ, કૉલ સેન્ટર, ઓફિસો અને પ્રસાર માધ્યમો જેવા ત્રીજી પંક્તિના ઉદ્યોગોનું યોગદાન રહેલું છે. યુકે (UK)માં બેન્ક ઓફ ઇંગ્લેન્ડની એકમાત્ર પેટા ઓફિસ પણ આ શહેરમાં છે. 2006માં આ શહેરનું જીવીએ (GVA) £16.3 બિલિયન નોંધાયું હતું,[૭૩] જ્યારે સમગ્ર લીડ્ઝ શહેર પ્રદેશની અર્થવ્યવસ્થા £46 બિલિયનના સ્તરે હતી.[૭૪]

લીડ્ઝના વ્યાપક રીટેલ વિસ્તારને સમગ્ર યોર્કશાયર અને હમ્બર પ્રદેશના મુખ્ય પ્રાદેશિક શોપિંગ કેન્દ્ર તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે અને લગભગ 3.2 મિલિયન લોકો તેના પૂરક વિસ્તારમાં રહે છે.[૭૫] શહેરની મધ્યમાં સંખ્યાબંધ ઇનડોર શોપિંગ કેન્દ્રો છે, જેમાં મેરિયન સેન્ટર, લીડ્ઝ શોપિંગ પ્લાઝા, સેંટ જોન’સ સેન્ટર, હેડરોવ સેન્ટર, વિક્ટોરિયા ક્વાર્ટર, ધ લાઇટ અને કોર્ન એક્સ્ચેન્જનો સમાવેશ થાય છે. કુલ મળીને ત્યાં અંદાજિતપણે 1,000 રીટેલ સ્ટોર છે, જે 2,264,100 square feet (210,340 m2)ની જગ્યામાં પથરાયેલા છે.[૭૫] લીડ્ઝમાં રીટેલ ક્ષેત્રે કામ કરતા 40,000 લોકો પૈકીના 75 ટકા લોકો એવા સ્થળોએ કામ કરે છે જે સિટી કેન્દ્રમાં આવેલું નથી. 1974માં લીડ્ઝ શહેરના કાયદેસરના નિગમમાં ભળેલા કાઉન્ટી બરોનો ભાગ બની ગયેલા ઘણા ગામોમાં અને નગરોમાં આ ઉપરાંતના શોપિંગ કેન્દ્રો આવેલા છે.[૭૬]

પરંપરાગતપણે આંતરિક વિસ્તારોમાં આવેલ ઓફિસ વિસ્તાર આયર નદીની દક્ષિણે વિસ્તર્યો છે અને કુલ 11,000,000 square feet (1,000,000 m2)ના વિસ્તારમાં પથરાયેલો છે.[૭૫] 1999થી 2008ના સમયગાળામાં, મધ્ય લીડ્ઝમાં પ્રોપર્ટી ક્ષેત્રે £2.5 બિલિયનના મૂલ્યના વિકાસજન્ય કાર્યો હાથ ધરાયા હતા, જૈ પૈકીના £711 મિલિયન ઓફિસોમાં, £265 મિલિયન રીટેલ, £389 મિલિયન લેઝ્યોર અને £794 મિલિયન હાઉસીંગમાં વપરાયા હતા. આ સમયગાળામાં નવી પ્રોપર્ટીના વિકાસમાં મેન્યુફેક્ચરિંગ અને વિતરણનો હિસ્સો £26 મિલિયન હતો. શહેરી કેન્દ્રમાં 130,100 નોકરીઓ હતી, જેમાં સમગ્ર જિલ્લાની તમામ નોકરીઓના 31 ટકા હિસ્સાનું પ્રતિનિધિત્વ કરતી હતી. 2007માં, ફાયનાન્સ અને કારોબારોમાં 47,500 નોકરીઓ, જાહેર સેવાઓમાં 42,300 નોકરીઓ અને રીટેલ તથા વિતરણમાં 19,500 નોકરીઓ હતી. આ ડિસ્ટ્રિક્ટમાં ફાયનાન્સ ક્ષેત્રે જે નોકરીઓ હતી તેનો 43 ટકા હિસ્સો લીડ્ઝ સિટી સેન્ટરમાં હતો અને સિટી સેન્ટરમાં નોકરી કરનારા લોકો પૈકીના 44 ટકા લોકો નવ કિલોમીટર કરતા પણ વધુ દૂર રહેતા હતા.[૭૫] લીડ્ઝના અર્થતંત્રમાં પ્રવાસન એક મહત્વનું અંગ છે, 2009માં લીડ્ઝ, ઇંગ્લેન્ડમાં યુકે (UK)ના સૌથી વધુ પ્રવાસીઓ ધરાવતા શહેરો પૈકી આઠમા સ્થાને[૭૭] અને સૌથી વધુ પ્રમાણમાં વિદેશી પ્રવાસીઓ ધરાવતા શહેરોમાં 13માં સ્થાને હતું.[૭૮]

2011ના જાન્યુઆરી મહિનામાં, સેન્ટર ફોર સિટીઝ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા એક અહેવાલમાં લીડ્ઝનું નામ પાંચ “નિહાળવા જેવા શહેરો” પૈકીના એક તરીકે ચમક્યું હતું.[૭૯] આ અહેવાલ એવું દર્શાવે છે કે લીડ્ઝનો સરેરાશ રહેવાસી પ્રત્યેક સપ્તાહે £471 કમાય છે[૮૦], સમગ્ર રાષ્ટ્રમાં આ દ્વષ્ટિએ લીડ્ઝનો ક્રમ 17મો છે. લીડ્ઝના રહેવાસીઓ પૈકીના 30.9 ટકા લોકો એનવીક્યુ4- (NVQ4+) ઉચ્ચ સ્તરીય લાયકાતો ધરાવતા હતા,[૮૧] જેમાં સમગ્ર રાષ્ટ્રમાં લીડ્ઝનો ક્રમ 15મો છે. 2010માં લીડ્ઝનો રોજગારી દર 70.4 ટકા હતો, સમગ્ર રાષ્ટ્રમાં આ દ્વષ્ટિએ લીડ્ઝનો ક્રમ 25મો છે. બ્રિસ્ટલ સહિત લીડ્ઝ એકમાત્ર એવું મોટું શહેર છે કે જે રાષ્ટ્રીય સરેરાશની સમકક્ષ અથવા તેથી પણ વધુ રોજગાર દર ધરાવે છે.[૮૨] આ અહેવાલમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે 2014/15માં લીડ્ઝ એક એવું શહેર હશે કે જેને વૅલ્ફેર કટ્સને લીધે સૌથી ઓછી અસર થશે. લીડ્ઝ માટે માથાદીઠ -£125ના વૅલ્ફેર કટની આગાહી કરવામાં આવી છે, જે લિવરપૂલમાં -£192 અને ગ્લાસગોમાં -£175ની સરખામણીએ ઓછો છે.[૮૩]

સીમાચિન્હો

લીડ્ઝ સિવિક હોલ મિલેનિયમ સ્ક્વેરમાં

લીડ્ઝમાં વિવિધ કુદરતી અને માનવ નિર્મિત સીમાચિહ્નો છે. કુદરતી સીમાચિહ્નોમાં વિવિધતાભર્યા સ્થળો જેમ કે ઓટલી ચેવિનનો ગ્રીટસ્ટોન ખડક તથા ફેરબર્ન ઇંગ્સ આરએસપીબી (RSPB) રિઝર્વનો સમાવેશ થાય છે. રાઉન્ડહે અને ટેમ્પલ ન્યૂઝમ ખાતે શહેરના ઉદ્યાનોની લાંબા સમયથી માલિકી કાઉન્સિલ પાસે છે અને કરદાતાઓના લાભ માટે તેની સારસંભાળ રાખે છે અને લીડ્ઝના કેન્દ્રમાં ખુલ્લી જગ્યામાં સામેલ સ્થળોમાં મિલેનિયમ સ્ક્વેર, લીડ્ઝ સિટી સ્કવેર, પાર્ક સ્કવેર અને વિક્ટોરિયા ગાર્ડનનો સમાવેશ થાય છે. આ છેલ્લું સ્થળ મધ્ય શહેરમાં યુદ્ધ સ્મારક છે. પરા વિસ્તારો, નગર અને જિલ્લામાં ગામડાંઓમાં આવા 42 બીજા યુદ્ધ સ્મારકો છે.[૮૪]

માનવ નિર્મિત ઇમારતોમાં આર્કિટેક્ટ કુથબર્ટ બ્રોડરિક દ્વારા રચાયેલ નાગરિક ગર્વના પ્રતિક સમાન મોર્લી ટાઉન હોલ અને લીડ્ઝમાં ઇમારતોની ત્રિપૂટી, લીડ્ઝ ટાઉન હોલ, કોર્ન એક્સ્ચેન્જ અને લીડ્ઝ સિટી મ્યુઝિયમનો સમાવેશ થાય છે. લીડ્ઝમાં અન્ય બે અત્યંત શ્વેત ઇમારતોમાં લીડ્ઝ યુનિવર્સિટીની પાર્કિન્સન બિલ્ડિંગ અને સિવિક હોલ સામેલ છે, જેના ટોચના જોડિયા મિનારા પર સોનાના ઘુવડો શોભા વધારે છે.[૮૫] તેના ઘંટાઘર પરથી પ્રેરિત અને ઇજિપ્તની શૈલીની મંદિર કામગીરીવાળા ટાવરો આર્મલી મિલ્સ, ટાવર વર્ક્સ, શહેરના ઔદ્યોગિક ભૂતકાળની ગવાહી આપે છે, જ્યારે કિર્કસ્ટોલ એબીના સ્થળ અને ખંડેર સિસ્ટેર્સિયન સ્થાપત્યકળાની સુંદરતા અને ભવ્યતા રજૂ કરે છે. ખ્યાતનામ દેવળોમાં શહેરના મધ્યમાં લીડ્ઝ પારિશ ચર્ચ, સેન્ટ જ્યોર્જ્સ ચર્ચ અને લીડ્ઝ કેથેડ્રલ સામેલ છે જ્યારે વધુ શાંત સ્થળોએ ચર્ચ ઓફ સેન્ટ જ્હોન ધ બાપ્ટિસ્ટ, એડેલ અને બાર્ડસી પારિશ ચર્ચ સામેલ છે.

ધ ડેલેક તરીકે પણ ઓળખાતું 110 metres (360 ft) બ્રિજવોટર પ્લેસનું ટાવર મહત્વના ઓફિસ અને રહેણાક વિકાસનો હિસ્સો છે અને આ વિસ્તારની સૌથી ઊંચી ઇમારત છે, તેને માઇલો દૂરથી જોઈ શકાય છે.[૮૬] અન્ય ટાવર બ્લોક્સમાં શહેરના કેન્દ્રથી ઉત્તરમાં 37 માળનું સ્કાય પ્લાઝા ઊંચી ભૂમિ પર આવેલું છે તેથી તે બ્રિજવોટર પ્લેસ કરતા 105 metres (344 ft) ઊંચું છે.

એલન્ડ રોડ (ફુટબોલ) અને હેડિંગ્લી સ્ટેડિયમ (ક્રિકેટ અને રગ્બી) રમતગમત પ્રેમીઓમાં ખાસ જાણીતા છે અને વ્હાઇટ રોઝ સેન્ટર રિટેલ આઉટલેટ માટે સુવિખ્યાત છે.

દક્ષિણમાંથી લીડ્ઝની બહુમાળી ઇમારતોનું દૃશ્ય

પરિવહન

લીડ્ઝ એ એ62, એ63, એ64, એ65 અને એ660 રોડનું ઉદગમબિંદુ છે અને તે એ58 અને એ61 પર પણ આવેલું છે. એમ1 અને એમ62 તેને દક્ષિણમાં છેદે છે અને એ1(એમ) પૂર્વમાંથી પસાર થાય છે. ઉત્તર મોટરવે નેટવર્કમાં લીડ્ઝ મુખ્ય કેન્દ્ર સમાન છે. આ ઉપરાંત ત્યાં એક શહેરી મોટરવે નેટવર્ક, રેડિકલ એમ621 પણ છે જે એમ62 અને એમ1 પરથી ટ્રાફિકને મધ્ય લીડ્ઝમાં લઈ જાય છે. આંશિક મોટરવે દરજ્જા સાથે એક ઇનર રિંગ રોડ અને એક આઉટર રિંગ રોડ છે. શહેરના કેન્દ્રનો અમુક હિસ્સો[૮૭] રાહદારીઓ માટે છે અને તે ઘડિયાલના કાંટાની દિશામાં માત્ર લૂપ રોડ દ્વારા ઘેરાયેલો છે.

લીડ્ઝ રેલવે સ્ટેશન 2002ના પુનઃનિર્માણ બાદ
લીડ્ઝ બ્રાડફર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ.

લીડ્ઝ વિસ્તારમાં જાહેર પરિવહન વેસ્ટ યોર્કશાયર મેટ્રો દ્વારા સંકલિત અને વિકસિત છે[૮૮] જેમાં [૮૯]લીડ્ઝ સિટી કાઉન્સિલ દ્વારા સેવા અને વેસ્ટ યોર્કશાયર મેટ્રો દ્વારા સેવા માહિતી પૂરી પાડવામાં આવે છે. લીડ્ઝમાં જાહેર પરિવહનનું પ્રાથમિક સાધન બસ સેવા છે. તેમાં ફર્સ્ટ લીડ્ઝ મુખ્ય પ્રોવાઇડર છે અને અને એરિવા યોર્કશાયર શહેરના દક્ષિણના રુટ પર સેવા આપે છે. લીડ્ઝ ફ્રી બસ, ધ ફ્રીસિટી બસ સેવા પણ પૂરી પાડે છે. લીડ્ઝ સિટી બસ સ્ટેશન ડાયર સ્ટ્રીટ ખાતે આવેલું છે અને યોર્કશાયરના નગરો તથા શહેરોમાં બસ સેવા માટે તથા નાની સંખ્યામાં સ્થાનિક સેવા માટે ઉપયોગમાં લેવાય છે. તેની નજીકમાં નેશનલ એક્સપ્રેસ અને કોચ સેવાઓ માટે કોચ સ્ટેશન આવેલું છે. શહેરની બહાર બસો મુખ્યત્વે ફર્સ્ટબસ અને એરિવા યોર્કશાયર દ્વારા પૂરી પાડવામાં આવે છે. હેરોગેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ દ્વારા હેરોગેટ અને રિપનની સેવા પૂરી પાડવામાં આવે છે. કેઇલી એન્ડ ડિસ્ટ્રિક્ટ શિપ્લી, બિંગ્લી અને કેઇલી માટે સેવા પૂરી પાડે છે. યોર્કશાયર કોસ્ટલાઇનર સેવા લીડ્ઝથી બ્રિડ્લિંગ્ટન, ફિલી, સ્કારબરો અને વ્હીટબી વાયા યોર્ક અને માલ્ટન વચ્ચે દોડે છે. સ્ટેજકોચ ગૂલ થઇને હલની સેવા પૂરી પાડે છે.

ન્યૂ સ્ટેશન સ્ટ્રીટ ખાતે લીડ્ઝ રેલવે સ્ટેશનથી નધર્ન રેલ દ્વારા સંચાલિત મેટ્રોટ્રેન્સ લીડ્ઝના ઉપનગરો અને ત્યાંથી આગળ લીડ્ઝ સિટી વિસ્તારના તમામ ભાગોમાં દોડે છે.આ સ્ટેશન લંડન બહાર ઇંગ્લેન્ડમાં સૌથી વ્યસ્ત સ્ટેશનો પૈકી એક છે જ્યાં દરરોજ 900 ટ્રેનો અને 50,000 પ્રવાસીઓ અવરજવર કરે છે.[૯૦] તે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણ ઉપરાંત સ્થાનિક અને પ્રાદેશિક સ્થળઓ માટે સેવા પૂરી પાડે છે. સ્ટેશનમાં 17 પ્લેટફોર્મ છે જેનાથી લંડન બહાર ઇંગ્લેન્ડમાં સૌથી મોટું સ્ટેશન છે.[૯૧]

લીડ્ઝ બ્રાડફર્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ શહેરના મધ્યથી ઉત્તર-પશ્ચિમમાં આશરે 10 miles (16 km) દૂર યેડન ખાતે આવેલું છે અને યુરોપમાં તથા ઇજિપ્ત, પાકિસ્તાન અને તૂર્કીની ચાર્ટર તથા શેડ્યુલ્ડ ફ્લાઇટ્સનું સંચાલન કરે છે. લંડન ગેટવિક એરપોર્ટ, પેરિસ ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટ અને એમ્સ્ટર્ડમ સ્કિફોલ એરપોર્ટ મારફતે વિશ્વના બાકીના ભાગો સાથે જોડાણ ઉપલબ્ધ છે.લીડ્ઝથી માન્ચેસ્ટર એરપોર્ટની સીધી રેલ સેવા છે. રોબિન હૂડ એરપોર્ટ ડોન્કેસ્ટર શેફિલ્ડ લીડ્ઝના 40 miles (64 km) દક્ષિણ પૂર્વમાં આવેલ છે. લીડ્ઝ તેનાથી માત્ર એક કલાકના અંતરે આવેલ હલ સાથે રોડ, રેલ અને કોચ જોડાણ ધરાવે છે જ્યાંથી પી એન્ડ ઓ (P&O) ફેરી દ્વારા સંચાલિત ફેરી સેવા મારફતે રોટરડેમ અને ઝીબ્રગનો પ્રવાસ કરવાનું શક્ય છે.

ચાલવું

લીડ્ઝ કન્ટર્ી વે વેમાર્ક

લીડ્ઝ કાઉન્ટી વે એ શહેરના ગ્રામ્ય બાહ્ય વિસ્તારમાં થઇને પસાર થતો 62 miles (100 km) લાંબો ચાલવાનો માર્ગઅંકિત ચક્રીય રસ્તો છે, જે સિટી સ્ક્વેરથી ક્યારેય 7 miles (11 km) દૂર નથી. મીનવૂડ વેલી ટ્રેઇલ વૂડહાઉસ મૂરથી મીનવૂડ બેક દ્વારા ગોલ્ડન એકર પાર્ક સુધી પહોંચે છે. ડેલ્સ વેનું લીડ્ઝ વિસ્તરણ મીનવૂડ વેલી ટ્રેઇલની પાછળ જાય છે અને ત્યાર બાદ ઇલ્કલી અને વિન્ડરમિયરની શાખા અલગ પડે છે. પદયાત્રીઓ અને સાઇકલસવારો માટેના ટ્રાન્સ પેનિન ટ્રેઇલથી લીડ્ઝ ઉત્તરના વિભાગમાં છે અને લીડ્ઝ અને લીવરપૂલ કેનાલનો માર્ગ પદયાત્રા માટે અન્ય એક લોકપ્રિય રૂટ છે. આ ઉપરાંત લીડ્ઝના શહેરી અને ગ્રામ્ય ભાગોમાં ઘણા ઉદ્યાનો અને જાહેર ફુટપાથ છે, અને રેમ્બલર્સ એસોસિયેશન, વાયએચએ (YHA) અને અન્ય પદયાત્રી સંગઠનો સામાજિક વોકિંગનું આયોજન કરે છે. રેમ્બલર્સ એસોસિયેશન લીડ્ઝની આસપાસ ચાલવા અંગે કેટલીક પુસ્તિકાનું પ્રકાશન કરે છે.[૯૨]

શિક્ષણ

શાળાઓ

લીડ્ઝ મેટ્રોપોલિટન યુનિવર્સિટી

2001ની વસતી ગણતરી વખતે લીડ્ઝમાં 0-19 વયના 183,000 યુવા લોકો હતા જેમાંથી 110,000 સ્થાનિક સત્તાવાળાઓની શાળાઓમાં ભણતા હતા.[૯૩] 2008માં લીડ્ઝ સિટી કાઉન્સિલની માલિકીની બિન-નફાલક્ષી કંપની એજ્યુકેશન લીડ્ઝ 220 પ્રાથમિક શાળાઓ, 39 માધ્યમિક શાળાઓ અને 6 વિશેષ સમગ્રલક્ષી શિક્ષણ કેન્દ્રો ચલાવતી હતી.[૯૪] સરકારની બિલ્ડિંગ સ્કૂલ્સ ફોર ધ ફ્યુચર પહેલ હેઠળ લીડ્ઝે 13 માધ્યમિક શાળાઓને ઉચ્ચ સિદ્ધિ ધરાવતી, ઇ-કોન્ફિડન્ટ, સમગ્રલક્ષી શાળાઓમાં રૂપાંતરિત કરવા માટે 260 મિલિયન પાઉન્ડ મેળવ્યા હતા. આ શાળાઓ પૈકી એલરટન હાઇ સ્કૂલ, પડ્સી ગ્રેન્જફિલ્ડ સ્કૂલ અને રોડિલિયન સ્કૂલની ત્રણ શાળાઓ સપ્ટેમ્બર 2008માં ખોલવામાં આવી હતી.[૯૫] લીડ્ઝમાં જન્મદર ઘટી રહ્યો હોવાથી કાઉન્સિલ પર શાળાઓના સ્થળ ઘટાડવા માટે તાજેતરના વર્ષોમાં દબાણ છે તેથી કેટલીક શાળાઓ ભળી ગઇ છે અથવા બંધ થઈ છે. લીડ્ઝ ખાતે ધ ગ્રામર સ્કૂલ એ શહેરની સૌથી જૂની અને સૌથી મોટી શાળા છે, જે 1552માં સ્થપાયેલી લીડ્ઝ ગ્રામર સ્કૂલ અને 1857માં સ્થપાયેલી લીડ્ઝ ગર્લ્સ હાઇ સ્કૂલના મર્જર પછી કાનૂની રીતે પુનઃસર્જીત કરવામાં આવી હતી. લીડ્ઝમાં અન્ય સ્વતંત્ર શાળાઓમાં યહુદી[૯૬] અને મુસ્લિમ[૯૭] સમુદાય માટે ધર્મ આધારિત શાળાઓ સામેલ છે.

વધુ અને ઉચ્ચ શિક્ષણ

ઢાંચો:Merge from

પાર્કિન્સન બિલ્ડિંગ, યુનિવર્સિટી ઓફ લીડ્ઝ

વધારાનું શિક્ષણ લીડ્ઝ સિટી કોલેજ (2009માં વિલિનીકરણથી રચાયેલ અને 60,000થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી), લીડ્ઝ કોલેજ ઓફ બિલ્ડિંગ, મોર્લી ખાતે જોસેફ પ્રિસ્ટલી કોલેજ અને નોટ્રે ડેમ કેથોલિક સિક્સ્થ ફોર્મ કોલેજ દ્વારા પૂરું પાડવામાં આવે છે. શહેરમાં બે યુનિવર્સિટીઓઃ ધ યુનિવર્સિટી ઓફ લીડ્ઝે 1874માં સ્થપાયેલી યોર્કશાયર કોલેજમાંથી વિકસિત થયા બાદ 1904માંં તેનું ચાર્ટર મેળવ્યું હતું, અને 1831ની લીડ્ઝ સ્કૂલ ઓફ મેડિસિન, તથા લીડ્ઝ મેટ્રોપોલિટન યુનિવર્સિટી 1992માં યુનિવર્સિટી બની હતી, પરંતુ તેના મૂળ 1824ની મિકેનિક્સ ઇન્સ્ટિટ્યૂટમાં રહેલા છે. યુનિવર્સિટી ઓફ લીડ્ઝમાં કુલ 31,000 વિદ્યાર્થીઓ છે જેમાંથી 21,500 ફુલ ટાઇમ અથવા સેન્ડવિચ અંડરગ્રેજ્યુએટ ડીગ્રી વિદ્યાર્થીઓ છે.[૯૮] લીડ્ઝ મેટ્રોપોલિટન યુનિવર્સિટીમાં કુલ 52,000 વિદ્યાર્થીઓ છે જેમાંથી 12,000 ફુલ ટાઇમ અથવા સેન્ડવિચ અંડરગ્રેજ્યુએટ ડિગ્રી વિદ્યાર્થીઓ અને 2,100 ફુલ ટાઇમ અથવા સેન્ડવિચ એચએનડી (HND) વિદ્યાર્થીઓ છે.[૯૯] ઉચ્ચ શિક્ષણની અન્ય સંસ્થાઓમાં લીડ્ઝ ટ્રિનિટી યુનિવર્સિટી કોલેજ જેમાં 3,000થી થોડા ઓછા વિદ્યાર્થી છે,[૧૦૦] લીડ્ઝ કોલેજ ઓફ આર્ટ, લીડ્ઝ કોલેજ ઓફ મ્યુઝિક અને નધર્ન સ્કૂલ ઓફ કન્ટેમ્પરરી ડાન્સનો સમાવેશ થાય છે. ધ ઇન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા કરાયેલા અભ્યાસમાં શહેરને શ્રેષ્ઠ યુકે યુનિવર્સિટી ડેસ્ટિનેશન (સ્થળ) જાહેર કરવામાં આવ્યું હતું.[૧૦૧] આ શહેરમાં 250,000થી વધારે વિદ્યાર્થીઓ હોવાથી વિદ્યાર્થીઓની કુલ સંખ્યાના કારણે તે દેશમાં સૌથી વધુ વિદ્યાર્થીઓની વસતી ધરાવતું શહેર છે.[૧૦૨]

સંસ્કૃતિ

પ્રસાર માધ્યમો

બીબીસી (BBC) યોર્કશાયર સ્ટુડીયોઝ

જ્હોન્સ્ટન પ્રેસ પીએલસી (plc)ની માલિકીનું યોર્કશાયર પોસ્ટ ન્યુઝપેપર્સ લિમિટેડ શહેરમાં સ્થિત છે અને સવારનું દૈનિક ધ યોર્કશાયર પોસ્ટ તથા સાંજનું અખબાર ધ યોર્કશાયર ઇવનિંગ પોસ્ટ (વાયઇપી) (YEP) પ્રકાશિત કરે છે. વાયઇપી (YEP) એક વેબસાઇટ ધરાવે છે જેમાં કેટલાક સામુદાયિક પાનાં છે જે શહેરના ચોક્કસ ક્ષેત્રો પર કેન્દ્રીત હોય છે.[૧૦૩]વેધરબાય ન્યૂઝ મુખ્યત્વે જિલ્લાના ઉત્તર પૂર્વ સેક્ટરના મુખ્ય વિસ્તારોને આવરે છે અને ઇલ્કલીમાં પ્રકાશિત વેરફેડલ એન્ડ એરેડેલ ઓબ્જર્વર ઉત્તર પશ્ચિમને આવરી લે છે, બંને સાપ્તાહિક છે. બંને યુનિવર્સિટીના વિદ્યાર્થી અખબારો છે જેમાં યુનિવર્સિટી ઓફ લીડ્ઝનું સાપ્તાહિક લીડ્ઝ સ્ટુડન્ટ અને લીડ્ઝ મેટ્રોપોલિટન યુનિવર્સિટીનું માસિક ધ મેટ છે. ધ લીડ્ઝ ગાઇડ એ 1997માં સ્થપાયેલું પખવાડિયે લિસ્ટીંગ ધરાવતું અખબાર છે. નિઃશૂલ્ક પ્રકાશનોમાં યોર્કશાયર પોસ્ટ ન્યુઝપેપર્સ દ્વારા ચાર ભૌગોલિક આવૃત્તિમાં પ્રકાશિત ધ લીડ્ઝ વિકલી ન્યૂઝ , શહેરના મુખ્ય શહેરી વિસ્તારમાં ઘરોમાં વિતરણ કરવામાં આવે છે[૧૦૪] અને મેટ્રો નું પ્રાદેશિક વર્ઝન બસ અને રેલવે સ્ટેશનો પર વિતરિત કરવામાં આવે છે.

પ્રાદેશિક ટેલિવિઝન અને રેડિયો સ્ટેશનો શહેરમાં થાણાં ધરાવે છે, બીબીસી (BBC) ટેલિવિઝન, અને આઇટીવી (ITV) બંને લીડ્ઝમાં પ્રાદેશિક સ્ટુડિયો અને પ્રસારણ કેન્દ્રો ધરાવે છે. આઇટીવી (ITV) યોર્કશાયર, અગાઉનું યોર્કશાયર ટેલિવિઝન, કિર્કસ્ટોલ રોડ ખાતે ધ લીડ્ઝ સ્ટુડિયોમાંથી પ્રસારિત થાય છે. અહીં મોટી સંખ્યામાં સ્વતંત્ર ફિલ્મ નિર્માણ કંપનીઓ છે જેમાં 1978માં સ્થપાયેલ બિન નફાલક્ષી કોઓપરેટિવ લીડ્ઝ એનિમેશન વર્કશોપ, કોમ્યુનિટિ વિડિયો નિર્માતાઓ વેરા મિડિયા અને કેટલાક નાના કમર્શિયલ પ્રોડક્શન કંપનીઓ સામેલ છે. બીબીસી (BBC) રેડીયો લીડ્ઝ, રેડીયો એર, મેજિક 828, ગેલેક્સી યોર્કશાયર, રિયલ રેડીયો અને યોર્કશાયર રેડીયો શહેરમાંથી પ્રસારિત થાય છે. એલએસઆરએફએમ.કોમ (LSRfm.com) લીડ્ઝ યુનિવર્સિટી યુનિયનમાં આવેલ છે અને નિયમિત રીતે શહેરની આસપાસના પ્રસારણકર્તાઓને હોસ્ટ કરે છે. લીડ્ઝમાં ઘણા સમુદાયો હવે પોતાના રેડિયો સ્ટેશનો ધરાવે છે જેમ કે ઇસ્ટ લીડ્ઝ એફએમ (FM) અને વેધરબાય અને આસપાસના વિસ્તારો માટે ટેમ્પો એફએમ (FM). લીડ્ઝનું પોતાનું ખાનગી માલિકીનું ટીવી સ્ટેશન, લીડ્ઝ ટેલિવિઝન સંગ્રહિત ૨૦૧૧-૦૨-૦૨ ના રોજ વેબેક મશિન છે જે સ્વૈચ્છિક લોકો દ્વારા સંચાલિત છે અને તેને મિડિયા ઉદ્યોગના વ્યવસાયિકો દ્વારા ટેકો મળે છે.[સંદર્ભ આપો]

મ્યુઝિયમ

લીડ્ઝ સિટી મ્યુઝિયમ
ઠાકરે મ્યુઝિયમ

મિલેનિયમ સ્કવેર ખાતે 2008માં[૧૦૫] નવું લીડ્ઝ સિટી મ્યુઝિયમ ખુલ્યું હતું. એબી હાઉસ મ્યુઝિયમ કિર્કસ્ટોલ એબીના ભૂતપૂર્વ ગેટહાઉસમાં આવેલું છે જેમાં વોક-થ્રુ વિક્ટોરિયન ગલીઓ અને ગેલેરીઓ છે જે એબીનો ઇતિહાસ, બાળપણ અને વિક્ટોરિયન લીડ્ઝનું વર્ણન કરે છે. આર્મલી મિલ્સ ઔદ્યોગિક મ્યુઝિયમ એક સમયની વિશ્વની સૌથી મોટી ઊનની મિલમાં આવેલું છે[૧૦૬] અને તેમાં ઔદ્યોગિક મશીનરી અને રેલવે એન્જિનોનો સમાવેશ થાય છે. આ મ્યુઝિયમ વિશ્વના પ્રથમ જાણીતા ગતિશીલ ચિત્રો પણ રજૂ કરે છે જે 1888માં લુઇસ લી પ્રિન્સ દ્વારા શહેરમાં લેવાયા હતા જેમાં રાઉન્ડહે ગાર્ડન સીન અને લીડ્ઝ બ્રિજ નો સમાવેશ થાય છે. થ્વેઇટ મિલ્સ વોટરમિલ મ્યુઝિયમ એ શહેરના કેન્દ્રથી પૂર્વમાં એર નદી પર 1820માં સંપૂર્ણ પુનઃસ્થાપિત કરાયેલી જળ સંચાલિત મિલ છે. ઠાકરે મ્યુઝિયમ એ તબીબી ઇતિહાસ રજૂ કરતું મ્યુઝિયમ છે જેમાં વિક્ટોરિયન જાહેર આરોગ્ય, પ્રિ-એનેસ્થિસિયા સર્જરી અને નવજાત શિશુઓમાં સુરક્ષા જેવા વિષયોનું નિરૂપણ થાય છે. તે સેન્ટ જેમ્સ હોસ્પિટલની નજીક ભૂતપૂર્વ વર્કહાઉસમાં આવેલું છે. 1996માં ખુલ્લું મૂકાયેલું રોયલ આર્મોરીયમ મ્યુઝિયમ એક નાટ્યાત્મક આધુનિક ઇમારત છે જ્યારે રાષ્ટ્રીય સંગ્રહનો આ ભાગ ટાવર ઓફ લંડનમાંથી હટાવવામાં આવ્યો હતો. લીડ્ઝ આર્ટ ગેલેરીને 2007માં મોટા પાયે પુનઃસર્જનની કામગીરી બાદ ફરી ખોલવામાં આવી હતી અને તેમાં પરંપરાગત અને સમકાલિન બ્રિટિશ કળાના મહત્ત્વના સંગ્રહનો સમાવેશ થાય છે. લીડ્ઝ ખાતે નાના મ્યુઝિયમોમાં ઓટલી મ્યુઝિયમ, હોર્સફોર્થ વિલેજ મ્યુઝિયમ[૧૦૭] અને યુનિવર્સિટી ઓફ લીડ્ઝ ટેક્સટાઇલ આર્કાઇવ (યુલિટા (ULITA))[૧૦૮] અને ફલનેક મોરેવિયન સેટલમેન્ટ ખાતેના મ્યુઝિયમનો સમાવેશ થાય છે.

સંગીત, મંચ અને નૃત્ય

લીડ્ઝમાં ગ્રાન્ડ થિયેટર છે ત્યાં ઓપેરા નોર્થ આવેલું છે, સિટી વેરાઇટીઝ મ્યુઝિક હોલ ખાતે ચાર્લી ચેપ્લિન અને હેનરી હોડીનિએ તેમની કળાનું પ્રદર્શન કરેલું છે. તે બીબીસી (BBC)નો ટેલિવિઝન કાર્યક્રમ ધ ગુડ ઓલ્ડ ડેઝ અને વેસ્ટ યોર્કશાયર પ્લેહાઉસનું સ્થળ હતું.[૧૦૯][૧૧૦][૧૧૧]

લીડ્ઝમાં એ 1981માં શહેરના હેરહિલ્સ વિસ્તારમાં સ્થાપવામાં આવેલા ફિનિક્સ ડાન્સ થિયેટર, અને નધર્ન બેલે થિયેટરનું ઘર છે.[૧૧૨] 2010ની પાનખરમાં બે કંપનીઓ હેતુ આધારિત ડાન્સ સેન્ટરમાં જશે જે લંડન બહાર નૃત્ય માટે સૌથી મોટી જગ્યા હશે. તે નૃત્ય માટેની એવી એકમાત્ર જગ્યા હશે જ્યાં રાષ્ટ્રીય શાસ્ત્રીય અને રાષ્ટ્રીય સમકાલિન નૃત્ય કંપની એક બીજાની સાથે કામ કરતી હશે.[૧૧૩]

લીડ્ઝમાં લોકપ્રિય સંગીત પ્રદર્શનમાં ધ વેડિંગ પ્રેઝન્ટ, સોફ્ટ સેલ, ધ સનસાઇન અંડરગ્રાઉન્ડ, ધ સિસ્ટર્સ ઓફ મર્સી, હેડોકેન, કેઝર ચીફ્સ, ગેન્ગ ઓફ ફોર, ધ રિધમ સિસ્ટર્સ અને ધ સ્પાઇસ ગર્લ્સના ધ મેલેઇન બીનો સમાવેશ થાય છે.[૧૧૪][૧૧૫][૧૧૬][૧૧૭][૧૧૮][૧૧૯]

કાર્નિવલો અને ઉત્સવો

લીડ્ઝ કાર્નિવલ સરઘસ

લીડ્ઝ કાર્નિવલ એ પશ્ચિમ યુરોપનો સૌથી જૂનો વેસ્ટ ઇન્ડિયન કાર્નિવલ છે અને નોટિંગ હિલ કાર્નિવલ પછી યુકે (UK)નો બીજા ક્રમનું સૌથી મોટો કાર્નિવલ છે.[૧૨૦][૧૨૧] તેમાં ચેપલટાઉન અને હેરહિલ્સની શેરીઓમાં 3 દિવસ માટે આશરે 100,000 લોકો ભાગ લે છે. તેમાં વિશાળ સરઘસ કાઢવામાં આવે છે જે પોટરન્યૂટન પાર્ક ખાતે સમાપ્ત થાય છે જ્યાં સ્ટોલ્સ, મનોરંજન અને ભોજન-પીણાં રાખવામાં આવે છે. રોક અને ઇન્ડી મ્યુઝિકના કેટલાક ખ્યાતનામ લોકોને ચમકાવતું લીડ્ઝ ફેસ્ટિવલ દર વર્ષે બ્રેમહામ પાર્કમાં યોજાય છે. અગાઉ લીડ્ઝ મેલા તરીકે ઓળખાતો ધ લીડ્ઝ એશિયન ફેસ્ટીવલ રાઉન્ડહે પાર્કમાં યોજાય છે.[૧૨૨] ધ ઓટલી ફોક ફેસ્ટિવલ (પેટ્રનઃ નિક જોન્સ),[૧૨૩] વોકિંગ ફેસ્ટિવલ,[૧૨૪] કાર્નિવલ[૧૨૫] અને વિક્ટોરિયન ક્રિસમસ ફેરી[૧૨૬] વાર્ષિક કાર્યક્રમો છે. લાઇટ નાઇટ લીડ્ઝ દર ઓક્ટોબરમાં યોજાય છે[૧૨૭] અને શહેરના ઘણા સ્થળો સપ્ટેમ્બરમાં હેરિટેજ ઓપન ડેઝ માટે જાહેર જનતા માટે ખુલ્લા રહે છે.[૧૨૮] ફેની વોટરમેન અને મેરિયોન સ્ટેઇન દ્વારા 1963માં સ્થાપિત લીડ્ઝ ઇન્ટરનેશનલ પિયાનોફોર્ટ કોમ્પિટિશન 1963થી શહેરમાં દર ત્રણ વર્ષે યોજાય છે અને તેણે ઘણા મુખ્ય સમારોહના પિયાનિસ્ટોની કારકિર્દી શરૂ કરાવી છે. લીડ્ઝ ઇન્ટરનેશનલ કોન્સર્ટ સિઝન, જેમાં લીડ્ઝ ટાઉન હોલ ખાતે ઓર્કેસ્ટ્રલ અને કોરલ સમારોહનો સમાવેશ થાય છે, યુકે (UK)માં સૌથી મોટો સ્થાનિક સત્તાવાળાઓનો સંગીત સમારોહ છે.[૧૨૯]

લીડ્ઝ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ લંડન બહાર ઇંગ્લેન્ડમાં સૌથી મોટો ફિલ્મ સમારોહ છે[૧૩૦] જેમાં વિશ્વભરની ફિલ્મો રજૂ થાય છે. તેમાં અત્યંત સફળ લીડ્ઝ યંગ પીપલ્સ ફિલ્મ ફેસ્ટિવલ પણ સામેલ છે જેમાં બાળકો અને યુવાનો દ્વારા અને તેમના માટે બનેલી રોમાંચક અને નાવિન્યતાસભર ફિલ્મો રજુ થાય છે.[૧૩૧] ગેરફોર્થ ખાતે પખવાડિયું ચાલતું ગેરફોર્થ આર્ટ્સ ફેસ્ટિવલ યોજાય છે જે 2005થી એક વાર્ષિક ઘટના છે. લીડ્ઝ ફેસ્ટિવલ ફ્રિન્જ એ લીડ્ઝ ફેસ્ટિવલથી એક સપ્તાહ અગાઉ શરૂ થતો અને એક સપ્તાહ સુધી ચાલતો સંગીત ઉત્સવ છે જે 2010માં સ્થાનિક પ્રતિભાઓને રજૂ કરવા માટે શરૂ કરાયો હતો.

રાત્રીજીવન

ક્લારેન્સ ડોકમાં ઘણા નવા રેસ્ટોરાં અને બાર છે.

લીડ્ઝમાં વિદ્યાર્થીઓની વસતી ઘણી મોટી છે, જેના કારણે મોટી સંખ્યામાં પબ, બાર, નાઇટક્લબ્સ અને રેસ્ટોરાં તથા જીવંત સંગીતના અનેકવિધ સ્થળો આવેલા છે. લીડ્ઝ માટે સંગીતના સ્વાદની આખી શ્રેણી પીરસવામાં આવે છે. તેમાં બેક 2 બેઝિક્સ અને સ્પીડક્વિન ક્લબ નાઇટ્સનું અસલ ઘર આવેલું છે.[૧૩૨] મોર્લી ખાતે ટેકનો ક્લબ ધ ઓર્બિટ આવેલ છે.[૧૩૩] લીડ્ઝમાં સંખ્યાબંધ મોટી 'સુપર ક્લબ્સ' આવેલી છે અને તેમાં વ્યક્તિગત ક્લબ્સની પસંદગી છે.

લીડ્ઝમાં સુવ્યવસ્થિત ગે નાઇટલાઇફ રહેલી છે. કોલ લેન પર આવેલ બ્રિજ ઇન અને ધ ન્યૂ પેની લાંબા સમયથી સજાતિય સંબંધો ધરાવતા લોકો રાત્રીનું સ્થળ બન્યું છે.[૧૩૪]

મિલેનિયમ સ્કવેર અને સિવિક અથવા નધર્ન ક્વાર્ટર તરફ મનોરંજનના વિસ્તારો વધી રહ્યા છે જે વિદ્યાર્થીઓ અને સપ્તાહાંતમાં આવતા મુલાકાતીઓનું મનોરંજન કરે છે. આ ચોકમાં ઘણા બાર અને રેસ્ટોરાં તથા સિવિક થિયેટરની બહાર લગાવેલ જંગી આઉટડોર સ્ક્રીન આવેલ છે. મિલેનિયમ સ્કવેર જંગી સિઝન આધારિત કાર્યક્રમો જેમ કે ક્રિસમર્સ માર્કેટ, કાર્યક્રમો અને સમારોહો, શહેરવ્યાપી પાર્ટીઓ અને રિધમ્સ ઓફ ધી સિટી ફેસ્ટિવલનું સ્થળ છે. તે મંડેલા ગાર્ડનની બાજુમાં આવેલું છે જે 2001માં નેલ્સન મંડેલા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. શહેરના કેન્દ્રની ઉત્તેજના વચ્ચે સંખ્યાબંધ પબ્લિક આર્ટ ફિચર્સ, ફુવારા, એક કેનાલ અને હરિયાળી જોવા મળે છે.

રમતગમત

એલેન્ડ રોડ સ્ટેડિયમ

આ શહેરમાં દરેક મોટી રાષ્ટ્રીય રમતોનું પ્રતિનિધિત્વ કરતી ટીમો છે. લીડ્ઝ યુનાઇટેડ એ.એફ.સી. (A.F.C.) એ શહેરની મુખ્ય ફૂટબોલ ક્લબ છે. લીડ્ઝ રીનોઝ (રગ્બી લીગ), લીડ્ઝ કાર્નેગી (રગ્બી યુનિયન) અને યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ પણ શહેરમાં સ્થિત છે. લીડ્ઝ યુનાઇટેડ 1919માં રચાઇ હતી અને બીસ્ટન ખાતે 40,000ની ક્ષમતા ધરાવતા એલેન્ડ રોડમાં રમે છે. આ ટીમ ધ ચેમ્પિયનશિપમાં રમે છે જે ઇંગ્લિશ ફૂટબોલનું બીજું સ્તર છે.

હેડિંગ્લી સ્ટેડિયમ (રગ્બી) ખાતે નવું કાર્નેગી સ્ટેન્ડ

લીડ્ઝ રિનોઝ એ લીડ્ઝમાં સૌથી સફળ રગ્બી લીગ ટીમ છે. 2009માં સતત ત્રણ સિઝન સુધી સુપર લીગ ચેમ્પિયન બનનારી પ્રથમ ટીમ બની હતી જેમાં તેને ચોથું સુપર લીગ ટાઇટલ મળ્યું હતું.[૧૩૫] તેઓ હેડિંગ્લી કાર્નેગી સ્ટેડિયમ ખાતે ઘરઆંગણાની મેચો રમે છે. જ્હોન ચાર્લ્સ સેન્ટર ફોર સ્પોર્ટ્સ સ્થિત હન્સલેટ હોક્સ કો-ઓપરેટિવ ચેમ્પિયનશિપ વનમાં રમે છે. બ્રેમલી બફેલોઝ અને લીડ્ઝ એકિઝ રગ્બી લીગ કોન્ફરન્સના સભ્યો છે. અગાઉ લીડ્ઝ ટાઇક્સ તરીકે ઓળખાતું લીડ્ઝ કાર્નેગી લીડ્ઝમાં અગ્રણી રગ્બી યુનિયન ટીમ છે અને તેઓ હેડિંગ્લી કાર્નેગી સ્ટેડિયમમાં રમે છે. તેઓ ગિનેસ ચેમ્પિયનશીપમાં રમે છે જે ઇંગ્લેન્ડમાં સ્થાનિક રગ્બી યુનિયનનું ટોચનું સ્તર છે. ઓટલી આર.યુ.એફ.સી (R.U.F.C.) શહેરના ઉત્તરમાં સ્થિત એક રગ્બી યુનિયન ક્લબ છે અને નેશનલ ડિવિઝન વનમાં પણ ભાગ લે છે, જ્યારે મોર્લીમાં સ્થિત મોર્લી આર.એફ.સી. (R.F.C.) નેશનલ ડિવિઝન થ્રી નોર્થમાં રમે છે. લીડ્ઝ કાર્નેગી એલ.એફ.સી. (L.F.C.) લીડ્ઝની શ્રેષ્ઠ ગણાતી મહિલા ફૂટબોલ ટીમ છે જે ઇંગ્લેન્ડમાં ઉચ્ચતમ સ્તર, એફએ (FA) વિમેન્સ પ્રીમિયર લીગ નેશનલ ડિવિઝનમાં રમે છે.

લીડ્ઝ સિટી એથલેટિક્સ ક્લબ બ્રિટિશ એથલેટિક્સ લીગ અને યુકે (UK)ની વિમેન્સ લીગમાં તથા નધર્ન એથલેટિક્સ લીગમાં રમે છે. સિટીમાં રમતગમતની ભરપૂર સુવિધાઓ છે જેમાં 1996માં યુરોપિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ જ્યાં યોજાઇ હતી તે ઇલેન્ડ રોડ ફૂટબોલ સ્ટેડિયમ, નજીકમાં આવેલું ક્રિકેટ અને રગ્બી લીગ માટે વિશ્વ પ્રસિદ્ધ હેડિંગ્લી કાર્નેગી સ્ટેડિયમ્સ અને પોતાના એક્વેટિક્સ સેન્ટરમાં ઓલિમ્પિક કદનું પુલ ધરાવતું જ્હોન ચાર્લ્સ સેન્ટર ફોર સ્પોર્ટ્સ[૧૩૬] અને બહુઉપયોગી સ્ટેડિયમ સામેલ છે. અન્ય સુવિધાઓમાં સામેલ છે લીડ્ઝ વોલ (ક્લાઇમ્બિંગ) અને યેડોન ટાર્ન સેઇલિંગ સેન્ટર. 1929માં બ્રિટિશ જમીન પર પ્રથમ વાર રમાઇ રહેલો રાઇડર કપ ઓફ ગોલ્ફ લીડ્ઝમાં મુરટાઉન ગોલ્ફ ક્લબમાં પૂર્ણ થયું હતું અને વેધરબાયમાં નેશનલ હન્ટ રેસકોર્સ છે.[૧૩૭] 1928થી 1939 વચ્ચેના ગાળામાં લીડ્ઝમાં ઇલેન્ડ રોડ ખાતે ગ્રેહાઉન્ડ સ્ટેડિયમમાં એક ટ્રેક પર સ્પીડવે રેસિંગ યોજાયું હતું. આ ટ્રેકે 1931 નધર્ન લીગમાં એક ટીમને પ્રવેશ અપાવ્યો હતો.

નોંધપાત્ર લીડ્ઝ ટીમ

ક્લબલીગસ્થળસ્થાનસ્થાપનાટોપ ફ્લાઇટ ચેમ્પિયનશિપ
લીડ્ઝ યુનાઇટેડ એએફસી (AFC)ફૂટબોલ લીગ ચેમ્પિયનશિપ ફૂટબોલએલેન્ડ રોડ સ્ટેડિયમબીસ્ટન, લીડ્ઝ19193
લીડ્ઝ રીનોઝસુપર લીગ રગ્બી લીગહેડિંગ્લી સ્ટેડિયમહેડિંગ્લી, લીડ્ઝ18707
લીડ્ઝ કાર્નેગીઅવિવા પ્રિમીયરશિપ રગ્બી યુનિયનહેડિંગ્લી સ્ટેડિયમહેડિંગ્લી, લીડ્ઝ19910
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટકાઉન્ટી ચેમ્પિયનશિપ ક્રિકેટહેડિંગ્લી સ્ટેડિયમહેડિંગ્લી, લીડ્ઝ186331

ધર્મ

સેન્ટ એનીસ કેથેડ્રલ (રોમન કેથોલિક), લીડ્ઝ

લીડ્ઝમાં બહુમતી લોકો પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે છે.[૫૯] લીડ્ઝ એ એંગ્લિકન ડાયોસિઝ ઓફ રિપન એન્ડ લીડ્ઝનો ભાગ છે અને આ ડાયોસિઝનું કેથેડ્રલ રિપોનમાં હોવાથી લીડ્ઝમાં ચર્ચ ઓફ ઇંગ્લેન્ડનું કેથેડ્રલ નથી. બિશપનું રહેણાક 2008થી લીડ્ઝમાં જ છે. લીડ્ઝ પારિશ ચર્ચ એ સૌથી મહત્વનું એંગ્લિકન ચર્ચ છે. લીડ્ઝમાં એક રોમન કેથોલિક કેથેડ્રલ, રોમન કેથોલિક ડાયોસિઝ ઓફ લીડ્ઝની એપિસ્કોપલ સીટ છે. અન્ય ઘણા ખ્રિસ્તી પંથો અને નવી ધાર્મિક ચળવળો લીડ્ઝમાં સ્થપાયેલી છે જેમાં એસેમ્બલી ઓફ ગોડ, બાપ્ટિસ્ટ, ક્રિશ્ચિયન સાયન્ટિસ્ટ, ચર્ચ ઓફ જિસસ ક્રાઇસ્ટ ઓફ લેટરડે સેઇન્ટ્સ (એલડીએસ (LDS ) ચર્ચ, મોર્મન પણ જુઓ), કોમ્યુનિટી ઓફ ક્રાઇસ્ટ, ગ્રીક ઓર્થોડોક્સ, જેહોવાહ્સ વિટનેસિસ, જીસસ આર્મી, લ્યુથરેન, મેથડિસ્ટ, નઝારેન, ન્યુફ્રન્ટિયર્સ નેટવર્ક, પેન્ટેકોસ્ટલ, સાલ્વેશન આર્મી, સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ, સોસાયટી ઓફ ફ્રેન્ડ્સ (“ક્વેકર્સ”), યુનિટેરિયન, યુનાઇટેડ રિફોર્મ્ડ, વાઇનયાર્ડ, વેસ્લીયાન ચર્ચ, એક એક્યુમેનિકલ (વૈશ્વિક) ચાઇનીઝ ચર્ચ અને કેટલાક સ્વતંત્ર ચર્ચનો સમાવેશ થાય છે.[૧૩૮][૧૩૯]

શીખ મંદિર, ચેપલટાઉન રોડ
લીડ્ઝ જામીયા મસ્જિદ

લીડ્ઝમાં મુસ્લિમોનું પ્રમાણ રાષ્ટ્રીય સરેરાશ પ્રમાણે છે.[૫૯] શહેરભરમાં મસ્જિદો જોવા મળે છે જે ચેપલટાઉન, હેરહિલ્સ, હાઇડ પાર્ક અને બીસ્ટનના કેટલાક ભાગોમાં મુસ્લિમ સમુદાયને સેવા આપે છે. હાઇડ પાર્કમાં લીડ્ઝ ગ્રાન્ડ મોસ્ક એ સૌથી મોટી મસ્જિદ છે. શહેરભરમાં આવેલા ગુરુદ્વારા (મંદિરો) દ્વારા શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ થાય છે જેમાં ચેપલટાઉનમાં સૌથી મોટું ગુરુદ્વારા છે. 13-14 એપ્રિલ આસપાસ શીખોનું નવું વર્ષ બૈશાખી અને ધર્મનો જન્મ ઉજવવા માટે શહેરના કેન્દ્રમાં મિલેનિયમ સ્કવેર ખાતે નગર કિર્તન તરીકે ઓળખાતું રંગપૂર્ણ ધાર્મિક વાર્ષિક સરઘસ કાઢવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે લીડ્ઝમાં આશરે 3,000 શીખો આ વાર્ષિક સમારોહમાં ભાગ લે છે.

લંડન અને માન્ચેસ્ટર પછી લીડ્ઝમાં યુનાઇટેડ કિંગ્ડમમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો યહુદી સમુદાય વસે છે. એલવૂડલી અને મૂરટાઉન વિસ્તારમાં નોંધપાત્ર યહુદી વસતી છે.[૬૦] લીડ્ઝમાં આઠ સક્રિય યહુદી ધર્મસ્થાનો છે.[૧૪૦] લીડ્ઝમાં નાનકડો હિંદુ સમુદાય હાઇડ પાર્ક ખાતે એક મંદિર ધરાવે છે.[૧૪૧] આ મંદિરમાં તમામ અગ્રણી હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે અને તે જૈનોના ભગવાન મહાવીરને સમર્પિત છે.[૧૪૨] લીડ્ઝમાં વિવિધ બૌદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ થાય છે[૧૪૩] જેમાં સોકા ગક્કી, થેરાવાડા, તિબેટિયન, ત્રિરત્ન બુદ્ધિસ્ટ સમુદાય અને ઝેન સામેલ છે. બૌદ્ધ સમુદાય (સંઘ) મે મહિનામાં સાથે મળીને વેસાકના મોટા તહેવારની ઉજવણી કરે છે. લીડ્ઝમાં બહાઇ સંપ્રદાય માટે પણ એક સમુદાય છે.[૧૪૪]

જાહેર સેવા

લીડ્ઝમાં પાણી પૂરવઠો અને ગટર વ્યવસ્થા કેલ્ડા જૂથના ભાગ યોર્કશાયર વોટર દ્વારા પૂરી પાડવામાં આવે છે. 1973 અગાઉ તે લીડ્ઝ કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. લીડ્ઝ સિટી કાઉન્સિલ 2010 સુધીમાં ઓનશોર વિન્ડ દ્વારા 11 મેગાવોટ રિન્યુએબલ ઉર્જા પેદા કરવાનો અને 2020 સુધીમાં 75 મેગાવોટ ઉત્પાદનનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક ધરાવે છે. લીડ્ઝમાં હાલમાં કોઇ વિન્ડ ફાર્મ સક્રિય નથી. [૧૪૫]

West Yorkshire Archive Service, Leeds site

આ વિસ્તારમાં પોલીસ સેવાનું કામ વેસ્ટ યોર્કશાયર પોલીસ કરે છે. આ દળમાં આઠ ડિવિઝનો છે જેમાંથી ત્રણ લીડ્ઝને કવર કરે છેઃ એએ (AA) “નોર્થ વેસ્ટ લીડ્ઝ ડિવિઝન” ઉત્તર અને પશ્ચિમ લીડ્ઝને આવરી લે છે જેનું સ્ટેશન વીટવૂડ ખાતે છે, બીએ (BA) “નોર્થ ઇસ્ટ લીડ્ઝ ડિવિઝન” પૂર્વ લીડ્ઝને આવરી લે છે અને ચેપલ એલર્ટન અને કિલિંગબેક ખાતે સ્ટેઇનબેકમાં તેનું સ્ટેશન છે. સીએ (CA) “સિટી એન્ડ હોલ્બેક ડિવિઝન”, મધ્ય અને દક્ષિણ લીડ્ઝને આવરી લે છે અને મિલિગર્થ (સિટી સેન્ટર) અને હોલ્બેક ખાતે સ્ટેશનો છે. અગ્નિશમન અને બચાવ સેવા વેસ્ટ યોર્કશાયર ફાયર અને રેસ્ક્યુ સર્વિસ દ્વારા પૂરી પાડવામાં આવે છે. લીડ્ઝમાં આવેલા ફાયર સ્ટેશનોઃ કુકરિજ, ગિપ્ટન, હન્સલેટ, વિનમોર, લીડ્ઝ (કિર્કસ્ટોલ રોડ પર શહેરના કેન્દ્ર નજીક) અને મૂરટાઉન.

લીડ્ઝ ટીચિંગ હોસ્પિટલ્સ એનએચએસ (NHS) ટ્રસ્ટ, લીડ્ઝ પ્રાઇમરી કેર ટ્રસ્ટ[૧૪૬] અને માનસિક આરોગ્યની સુવિધા પૂરી પાડતા લીડ્ઝ પાર્ટનરશિપ એનએચએસ (NHS) ફાઉન્ડેશન ટ્રસ્ટ[૧૪૭] દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. લીડ્ઝ જનરલ ઇન્ફર્મરી (“એલજીઆઇ” (LGI)) વધુ તાજેતરના ઉમેરા સાથે એક લિસ્ટેડ ઇમારત છે. તે શહેરના કેન્દ્રમાં આવેલી છે. સેન્ટ જેમ્સ યુનિવર્સિટી હોસ્પિટલ, લીડ્ઝ, જેને સ્થાનિક સ્તરે જીમી’સ તરીકે ઓળખાય છે. [૧૪૮][૧૪૯] તે શહેરના ઉત્તર પૂર્વમાં આવેલ છે અને યુરોપની સૌથી મોટી શિક્ષણ આપતી હોસ્પિટલો પૈકી એક છે. અન્ય એનએચએસ (NHS) હોસ્પિટલોમાં ચેપલ એલર્ટન હોસ્પિટલ, સીક્રોફ્ટ હોસ્પિટલ, ઓટલી ખાતે વ્હેરફિડેલ હોસ્પિટલ અને લીડ્ઝ ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ સામેલ છે. નવી એનએચએસ (NHS) લીડ્ઝની વેબસાઇટ પર લીડ્ઝમાં એનએચએસ (NHS) સેવાઓ વિશે માહિતી પૂરી પાડવામાં આવી છે.[૧૫૦]

વેસ્ટ યોર્કશાયર જોઇન્ટ સર્વિસિસ લીડ્ઝ અને પશ્ચિમ યોર્કશાયરના ચાર અન્ય જિલ્લાઓમાં વિશ્લેષણાત્મક, પુરાતત્ત્વીય, આર્કાઇવ્ઝ, ઇકોલજી, મટિરિયલ ટેસ્ટીંગ અને ટ્રેડિંગ ધોરણોની સેવા પૂરી પાડે છે. 1986માં કન્ટ્રી કાઉન્સિલની નાબુદી પછી તેની રચના થઈ હતી અને 1997માં વિસ્તરણ કરાયું હતું તથા પાંચ જિલ્લા પરિષદો દ્વારા તેમની વસતીના પ્રમાણમાં તેના માટે ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આર્કાઇવ્ઝ સેવામાં લીડ્ઝનું સ્થળ શીપસ્કાર, લીડ્ઝ ખાતે ભૂતપૂર્વ પબ્લિક લાઇબ્રેરીમાં છે.[૧૫૧]

લીડ્ઝ સિટી કાઉન્સિલ સમગ્ર શહેરમાં 5 મોબાઇલ લાઇબ્રેરીઓ સહિત લગભગ 50થી વધુ જાહેર લાઇબ્રેરીઓ માટે જવાબદાર છે. મુખ્ય મધ્યસ્થ લાઇબ્રેરી શહેરના કેન્દ્રમાં હોડરો ખાતે આવેલી છે.

જોડિયા શહેરો

શહેર કેટલાક જોડીયા અથવા ભાગીદારી વ્યવસ્થા ધરાવે છે.

valign="top"valign="top"

શહેર હાલ ચારી રહેલી પરિયોજનાઓના ઉદેશ માટે નીચે દર્શાવેલા શહેરો સાથે "મજબૂત સંપર્કો" ધરાવે છે:[૧૫૪]

valign="top"
  • બ્રાસોવ, રોમાનિયા
  • સેન્ટ મેરી, જમૈકા
valign="top"
  • સ્ટોકહોમ, સ્વીડન

સંદર્ભ અને નોંધો

ગ્રંથસૂચિ
  • Burt and Grady (1994). The Illustrated History of Leeds. Breedon Books. ISBN 1 873626 35 5. Unknown parameter |isbn-status= ignored (મદદ)CS1 maint: ref=harv (link)
  • Fraser, Derek (1982). A History of Modern Leeds. Manchester University Press. ISBN 9780719007811.CS1 maint: ref=harv (link)
  • Unsworth and Stillwell (2004). Twenty-First Century Leeds: Geographies of a Regional City. Leeds: Leeds University Press. ISBN 0853162425.CS1 maint: ref=harv (link)

બાહ્ય લિંક્સ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
🔥 Top keywords: