જમૈકા
જમૈકા કેરેબીયન સાગરમા આવેલ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે અને તેની રાજધાની કિંગ્સ્ટન છે.
જમૈકા Jumieka (Jamaican Patois) | |
---|---|
સૂત્ર: "Out of Many, One People" | |
રાષ્ટ્રગીત: "Jamaica, Land We Love" | |
રાજધાની | કિંગસ્ટન 17°58′17″N 76°47′35″W / 17.97139°N 76.79306°W |
સૌથી મોટું શહેર | capital |
અધિકૃત ભાષાઓ | અંગ્રેજી |
National language | Jamaican Patois (de facto) |
વંશીય જૂથો (2011[૩]) | |
ધર્મ |
|
લોકોની ઓળખ | જમૈકન |
સરકાર | Unitary parliamentary constitutional monarchy |
• Monarch | Elizabeth II |
• Governor-General | Patrick Allen |
• Prime Minister | Andrew Holness |
• House Speaker | Marisa Dalrymple-Philibert |
• Senate President | Tom Tavares-Finson |
• Chief Justice | Bryan Sykes |
• Opposition Leader | Mark Golding |
સંસદ | Parliament |
• ઉપલું ગૃહ | Senate |
• નીચલું ગૃહ | House of Representatives |
Independence from the United Kingdom | |
• Granted | 6 August 1962 |
વિસ્તાર | |
• કુલ | 10,991 km2 (4,244 sq mi) (160th) |
• જળ (%) | 1.5 |
વસ્તી | |
• 2018 અંદાજીત | 2,726,667[૫] (141st) |
• 2011 વસ્તી ગણતરી | 2,697,983[૬] |
• ગીચતા | 266[૭]/km2 (688.9/sq mi) |
GDP (PPP) | 2018 અંદાજીત |
• કુલ | $26.981 billion[૮] (134th) |
• Per capita | $9,434[૮] (109th) |
GDP (nominal) | 2018 અંદાજીત |
• કુલ | $15.424 billion[૮] (119th) |
• Per capita | $5,393[૮] (95th) |
જીની (2016) | 35[૯] medium |
માનવ વિકાસ દર (HDI) (2019) | 0.734[૧૦] high · 101st |
ચલણ | જમૈકન ડોલર (JMD) |
સમય વિસ્તાર | UTC-5 |
વાહન દિશા | ડાબે |
ટેલિફોન કોડ | +1-876 +1-658 (Overlay of 876; active in November 2018) |
ISO 3166 કોડ | JM |
ઇન્ટરનેટ ડોમેઇન (TLD) | .jm |
ઇતિહાસ
ટાઇનો જાતીના મૂળ વસાહતીઓ કોલમ્બસનાં આગમન પહેલા અહીં વસતા હતા. ઈ.સ. ૧૪૯૪માં સ્પેનિસ લોકોના આગમન બાદ મોટાભાગના મૂળ લોકો યુરોપથી આવેલા ચેપી રોગોની કે જેની તેમની પાસે કોઇ રોગપ્રતીકારકતા હતી નહી તેથી નાશ પામી હતી ત્યારબાદ સ્પેનિશ લોકો દ્વારા શેરડીના ખેતરોમાં કામ કરવા માટે મોટી સંખ્યામાં આફ્રિકીવંશીય લોકોને વસાવવામા આવ્યા. ઈ.સ. ૧૬૫૫માં બ્રિટને સ્પેનિશલોકો પાસેથી આ ટાપુ જીતી લઈને તેને પોતાનુ સંસ્થાન બનાવીને જમૈકા નામ આપ્યુ હતું. ૬ઓગસ્ટ ૧૯૬૨ના રોજ જમૈકાએ બ્રિટિશ આધિપત્યમાંથી મુક્ત થઈને પુર્ણ સ્વાતંત્ર મેળવ્યુ હતું. સ્વતંત્રતા બાદ જમૈકામાં સંસદીય પ્રકારની લોક્શાહી અને બધાંરણીય રાજાશાહી પધ્ધતીથી રાજ્ય ચાલે છે. બ્રિટનના રાણીએ દેશના બંધારણીય વડા છે.
ભૂગોળ
જમૈકાનો કુલ વિસ્તાર ૧૦૯૯૦ ચોરસ કિ.મી જેટલો છે.ભૌગોલીક રીતે જમિકાનુ સ્થાન ક્યુબાની દક્ષિણે, હિસ્પેનોલીયાની( હાઇટી અને ડોમિનિકન રિપબ્લિકવાળો ટાપુ) પશ્ચિમે અને કેયમેન ટાપુની દક્ષિણ-પુર્વમા આવેલ છે. જમૈકા કેરેબિયન સાગરમા આવેલ ત્રીજો સૌથી મોટો ટાપુ છે.કિંગ્સટન અને મોન્ટેગો બે દેશના સૌથી મોટા બે શહેરો છે.જમૈકાની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની ગરમ અને ભેજવાળી છે.
ઉદ્યોગો
જમૈકાના મુખ્ય પાકોમાં મકાઈ,શેરડી,કેળા,પ્લેન્ટૈન( કેળા જેવુ એક પ્રકારનુ ફળ),અનાનસ,નાળીયેર અને ખાટા ફળો છે આ ઉપરાંત જમૈકામા બોક્સાઇટ,જિપ્સમ( ચીરોડી) અને શીસુ જેવા ખનીજો મળે છે. શેરડીમાથી ખાંડ અને રમ ,સીમેન્ટ,ખાતર અને સોફ્ટવેર સેવાઓના ઉધ્યોગો પણ વીક્સેલ છે. પ્રવાસન ઉદ્યોગ દેશનો સૌથી મોટો ઉદ્યોગ છે અને મોન્ટેગો બે તેનુ બહુ જાણીતુ પ્રવાસન કેન્દ્ર છે.
વસ્તીવિષયક
જમૈકાની મોટાભાગની વસ્તી આફ્રિકન મૂળના લોકોની છે તે ઉપરાંત યુરોપીય,ભારતીય અને મિશ્ર મૂળના લોકો વસે છે. જમૈકન છાંટ વાળી અંગ્રેજી અને અંગ્રેજી મિશ્રીત ક્રીયોલ જે જમૈકન પેરવાના નામે જાણીતી છે તે મુખ્ય ભાષાઓ છે. દેશની મોટાભાગની પ્રજા પ્રોટેસ્ટંટ અને કેથોલીક ખ્રિસ્તીઓની છે ઉપરાંત અન્ય ધર્મના લોકો પણ વસે છે.