અમેરિસીયમ

અણુક્રમાંક ૯૫ ધરાવતું તત્વ

અમેરિસીયમએ એક કૃત્રીમ તત્વ છે જેની સંજ્ઞા Am અને અણુ ક્રમાંક ૯૫ છે. આ એક એક્ટિનાઈડ શ્રેણીનું ટ્રાંસ-યુરેનિક તત્વ છે આ તત્વ આવર્તન કોઠામાં યુરોપીયમની નીચે આવેલ હોવાથી આનું નામ એક અન્ય ખંડ અમિરેકા પરથી પડાયું.[૧]

આનું સૌ પ્રથમ ઉત્પાદન ૧૯૪૪ માં ગ્લેન ટી સીબોર્ગ દ્વારા કેલિફોર્નિયા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું. આ ટ્રાંસ યુરેનિક તત્વોની શ્રેણીમાં ત્રીજું તત્વ છે પણ આની શોધ ચોથા તત્વ ક્યૂરીયમ પછી થઈ હતી. આની શોધ ગુપ્ત રખાઈ હતી અને તેની ઘોષણા નવેંબર ૧૯૪૫માં કરવામાં આવી. મોટાભાગનું અમેરેસીયમ યુરેનિયમ અને પ્લુટોનિયમ પર ઈલેક્ટ્રોનનો મારો કરીને મેળવવામાં આવે છે. એક ટન જિરણોત્સારી ઈંધણને વાપરતા ૧૦૦ ગ્રામ અમેરિસીયમ મળે છે. આનો ઉપયોગ આયનીકરણ પેટી , ધુમ્ર પારખ (સ્મોક ડીટેક્ટર) અને ઔદ્યોગિક માપકો બનાવવા માટે થાય છે. આનો ઉપયોગ આણ્વીક બેટરી કે અવકાશયાનમાં આ વપરાય છે.


આ એક મૃદુ કિરણોત્સારી સફેદ-ચળકતી ધાતુ છે. આનો સૌથી સામાન્ય સમસ્થાનિક છે 241Am અને 243Am. રાસાયણિક સંયોજનોમાં તે +૩ નું ઓક્સિકરણ સ્થિતી ધરાવે છે ખાસ કરીને દ્રાવણોમાં. તે સિવાય +૨ થી +૭ ઓક્સિડેશન સ્થિતી પણ હોય છે.


સંદર્ભો

 



🔥 Top keywords: