અલ જઝીરા

અલ જઝીરા અન્ય જાણીતા નામે જઝીરા સેટેલાઈટ ચૅનલ[૧] એ કતાર દેશની સરકારી નિવેષ અંતર્ગતની એક સમાચાર સંસ્થા છે, જેનું મુખ્યમથક દોહા શહેરમાં આવેલું છે,[૨][૩][૪] આ ચેનલનું સંચાલન અલ જઝીરા મિડિયા નેટવર્ક નામની સંસ્થા કરે છે. આ ચેનલ શરુઆતમાં અરબી ભાષામાં સમાચાર અને સમસામાયિક ઘટનાઓ દર્શાવતી ચેનલ તરીકે કરાયો હતો, આ ચેનલનું પ્રસારણ ૧ નવેમ્બર ૧૯૯૬ રોજ શરુ કરાયું હતું. ૨૦૦૬થી આ ચેનલનું અંગ્રેજી સંસ્કરણ પણ શરુ કરાયું છે. આંતકવાદી સંગઠન અલ કાયદાના સમાચારો પ્રસારિત કરવા બદલ આ ચેનલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે, છતાં પણ આજે આ ચેનલ વિશ્વમાં સૌથી વધુ જોવાતી સમાચાર ચેનલોમાંની એક બની છે. ભારતમાં પણ ડિશ ટીવી નેટવર્ક દ્વારા આ ચેનલ પ્રસારિત કરાય છે.


અલ જઝીરા(الجزيرة‎) એ અરબી ભાષાનો એક શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ ટાપુ, દ્વિપ કે ભુમી એવો થાય છે.

સંદર્ભ

🔥 Top keywords: