એપ્રિલ ૩૦

તારીખ

૩૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૨૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૨૧મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૦૦૬ – સુપરનોવા (Supernova) એસ.એન.૧૦૦૬ (SN 1006), ઇતિહાસનો સૌથી ચમકદાર સુપરનોવા દેખાયો.
  • ૧૮૩૮ – નિકારાગુઆએ સેન્ટ્રલ અમેરિકન ફેડરેશનથી સ્વતંત્રતાની ઘોષણા કરી.
  • ૧૮૯૭ – કેવેન્ડિશ લેબોરેટરીના જે. જે. થોમસને લંડનની રોયલ ઇન્સ્ટિટ્યૂશનમાં એક વ્યાખ્યાનમાં પ્રોટોન (પરમાણુ ન્યુક્લિયસમાં) કરતા ૧,૮૦૦ ગણા નાના પેટા પરમાણુ કણ તરીકે ઈલેક્ટ્રોનની શોધની જાહેરાત કરી.
  • ૧૯૦૫ – આલ્બર્ટ આઇન્સ્ટાઇને ઝુરિચ યુનિવર્સિટીમાં પોતાનો શોધનિબંધ રજૂ કર્યો.
  • ૧૯૯૩ – સી.ઇ.આર.એન. (CERN) દ્વારા "વર્લ્ડ વાઇડ વેબ" (www)(World Wide Web) પ્રોટોકોલને મુક્ત જાહેર કરાયો.
  • ૨૦૦૨ – પાકિસ્તાનમાં જનમત દ્વારા,પરવેઝ મુશરફને વધુ પાંચ વર્ષ માટે પ્રમુખપદ સોપાયું.
  • ૨૦૧૦ – ભારતીય ચલચિત્ર જગતના સદાબહાર અભિનેતા દેવ આનંદને મુંબઈ ખાતે દાદાસાહેબ ફાળકે પુરસ્કાર વડે સન્માનીત કરવામાં આવ્યા. આ સાથે ચરિત્ર અભિનેતા પ્રાણને પણ ફાળકે આઇકોન તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

જન્મ

  • ૧૮૭૦ – દાદાસાહેબ ફાળકે, ભારતીય સિનેમાના પિતા તરીકે જાણીતા ચલચિત્ર નિર્માતા-દિગ્દર્શક-પટકથા લેખક. (અ. ૧૯૪૪)
  • ૧૯૨૬ – શ્રીનિવાસ ખલે, પદ્મભુષણ પુરસ્કાર વિજેતા ભારતીય સંગીતકાર/સંગીત નિર્દેશક. (અ. ૨૦૧૧)
  • ૧૯૪૪ – સોનલ માનસિંહ, ભારતીય શાસ્ત્રીય નૃત્યાંગના અને ભરતનાટ્યમ તથા ઓડિસી નૃત્યશૈલીના નાટ્યગુરુ
  • ૧૯૮૭ – રોહિત શર્મા, ભારતીય ક્રિકેટર.

અવસાન

  • ૧૦૩૦ – મોહમ્મદ ગઝનવી, ગઝનવી વંશનો પ્રથમ સ્વતંત્ર શાસક. (જ. ૯૭૧)
  • ૧૯૪૫ – ઇવા બ્રાઉન, એડોલ્ફ હિટલરની પત્નિ. (જ. ૧૯૧૨)
  • ૧૯૪૫ – એડોલ્ફ હિટલર, જર્મનીનો તાનાશાહ (જ. ૧૮૮૯)
  • ૨૦૨૦ – ઋષિ કપૂર.
  • ૨૦૨૦ – કુન્દનિકા કાપડિયા, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર અને નિબંધકાર. (જ. ૧૯૨૭)
  • ૨૦૨૧ – સોલી સોરાબજી, ભારતના પૂર્વ એટર્ની જનરલ અને ન્યાયશાસ્ત્રી. (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: