ઓગસ્ટ ૫

તારીખ

૫ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૭મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૪૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૭૪ – જાપાને તેની પોસ્ટ બચત યોજના શરૂ કરી.
  • ૧૮૮૪ – સ્ટેચ્યુ ઓફ લિબર્ટી માટેનો પાયો ન્યૂયોર્ક હાર્બરમાં બેડલોના ટાપુ (વર્તમાન લિબર્ટી ટાપુ) પર મૂકવામાં આવ્યો.
  • ૧૯૦૧ – પીટર ઓ’કોનોરે લાંબી કૂદમાં ૭.૬૧૩૭ મીટર (૨૪ ફૂટ ૧૧.૭૫) નો વિશ્વ કિર્તીમાન બનાવ્યો, જે ૨૦ વર્ષ સુધી અણનમ રહ્યો.
  • ૧૯૬૨ – રંગભેદનીતિ: નેલ્સન મંડેલાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા. (તેમને ૨૭ વર્ષ જેલમાં ગાળ્યા અને ૧૯૯૦માં મુક્ત કરવામાં આવ્યા.)
  • ૧૯૬૨ – અમેરિકન અભિનેત્રી મેરિલિન મનરો માદક દ્રવ્યોના વધુ પડતા સેવનથી તેના ઘરે મૃત હાલતમાં મળી આવી.
  • ૧૯૬૫ – પાકિસ્તાની સૈનિકોએ સ્થાનિક લોકોના વેશમાં નિયંત્રણ રેખા પાર કરતાં ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું.
  • ૨૦૧૯ – જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, ૨૦૧૯ અંતર્ગત જમ્મુ-કાશ્મીર (રાજ્ય)ના વિશેષ દરજ્જાને રદ કરીને રાજ્યને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું.
  • ૨૦૨૦ – અયોધ્યાની વિવાદિત ભૂમિ પર મંદિર બનાવવાની તરફેણમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના ચુકાદા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ સમારોહમાં યોજાયો.

જન્મ

  • ૧૯૨૩ – શિવદાસ ઘોષ, ભારતીય સામ્યવાદી રાજકારણી (અ. ૧૯૭૬)
  • ૧૯૩૦ – નીલ આર્મસ્ટ્રૉંગ, અમેરિકન અવકાશયાત્રી અને એરોનોટિકલ એન્જિનિયર, ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ (અ. ૨૦૧૨)
  • ૧૯૩૮ – હરિકૃષ્ણ પાઠક, ગુજરાતી ભાષાના કવિ, ટૂંકી વાર્તા લેખક, સંપાદક અને બાળ વાર્તા લેખક
  • ૧૯૬૯ – વેંકટેશ પ્રસાદ, ભારતીય ક્રિકેટર
  • ૧૯૭૫ – કાજોલ (કાજોલ મુખરજી), ભારતીય અભિનેત્રી
  • ૧૯૮૭ – જેનિલિયા ડિસોઝા (Genelia D'Souza), ભારતીય અભિનેત્રી

અવસાન

  • ૧૯૭૬ – શિવદાસ ઘોષ, ભારતીય સામ્યવાદી રાજકારણી (જ. ૧૯૨૩)
  • ૨૦૦૦ – લાલા અમરનાથ, ભારત તરફથી પ્રથમ ટેસ્ટ સદી ફટકારનાર ક્રિકેટર (જ. ૧૯૧૧)

તહેવારો અને ઉજવણીઓ

  • શીખ ધર્મ: ભગત પૂરણસિંઘની વરસી (અવસાન તિથિ)

બાહ્ય કડીઓ


🔥 Top keywords: