જુલાઇ ૬

તારીખ

૬ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૮૭મો (લિપ વર્ષ દરમ્યાન ૧૮૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૩૭ – આર.જી. ભંડારકર, ભારતીય પ્રાચ્યવાદી અને વિદ્વાન (અ. ૧૯૨૫)
  • ૧૯૦૧ – શ્યામાપ્રસાદ મુખરજી, ભારતીય રાજકારણી, બેરિસ્ટર અને શિક્ષણવિદ્‌, વડા પ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં ઉદ્યોગ અને પુરવઠા મંત્રી
  • ૧૯૦૫ – જીવરામ જોષી, ગુજરાતી બાળસાહિત્યકાર (અ. ૨૦૦૪)
  • ૧૯૦૬ – દૌલતસિંહ કોઠારી, ભારતીય વૈજ્ઞાનિક અને કેળવણીકાર (અ. ૧૯૯૩)
  • ૧૯૨૪ – મહિમ બોરા, ભારતીય લેખક અને શિક્ષણવિદ્‌ (અ. ૨૦૧૬)
  • ૧૯૩૫ – તેનજીન ગ્યાત્સો, ૧૪મા દલાઈ લામા
  • ૧૯૪૩ – મનોજ ખંડેરિયા, ગુજરાતી ગઝલકાર અને કવિ (અ. ૨૦૦૩)
  • ૧૯૪૬ – સિલ્વેસ્ટર સ્ટેલોન, અમેરિકન અભિનેતા, ફિલ્મ નિર્માતા, પટકથા લેખક, ફિલ્મ નિર્દેશક
  • ૧૯૮૫ – રણવીર સિંહ, ભારતીય ફિલ્મ અભિનેતા

અવસાન

  • ૧૯૮૬ – જગજીવન રામ, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૪થા નાયબ વડા પ્રધાન (જ. ૧૯૦૮)
  • ૧૯૯૧ – અનવર મહમદભાઈ આગેવાન, ગુજરાતી લેખક (જ. ૧૯૩૬)
  • ૧૯૯૭ – ચેતન આનંદ, ભારતીય દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (જ. ૧૯૨૧)
  • ૨૦૦૨ – ધીરુભાઈ અંબાણી, ભારતીય ઉદ્યોગપતિ (જ. ૧૯૩૨)
  • ૨૦૧૮ – અમૃતલાલ વેગડ, ગુજરાતી અને હિંદી ભાષાના લેખક અને ચિત્રકાર (જ. ૧૯૨૮)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: