દમણ અને દીવ

ભારતનો ભૂતપૂર્વ કેન્દ્ર શાસિત પ્રદેશ

દમણ અને દીવ (/dəˈmɑːn ... ˈd/) ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. 112 km2 (43 sq mi) વિસ્તાર સાથે તે ભારતની મુખ્યભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો, જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી જુદા પડતા હતા.

દમણ અને દીવ
ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ
૧૯૮૭–૨૦૨૦
સેંટ પોલ ચર્ચ, દીવ કિલ્લો, દીવનો દરવાજો

દમણ અને દીવનો નકશો
રાજધાનીદમણ
વિસ્તાર 
• 
112 km2 (43 sq mi)
વસ્તી 
• 
242911
સરકાર
સંચાલક 
• ૧૯૮૭ (પ્રથમ)
ગોપાલ સિંઘ
• ૨૦૧૯ (છેલ્લા)
પ્રફૂલ ખોડા પટેલ
ઇતિહાસ 
• સ્થાપના
૩૦ મે ૧૯૮૭
• દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની રચના
૨૬ જાન્યુઆરી ૨૦૨૦
રાજકીય ઉપવિભાગો૨ જિલ્લાઓ
પહેલાં
પછી
ગોઆ, દમણ અને દીવ
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

ઇતિહાસ

આશરે ૪૫૦ વર્ષ પહેલાં ગોઆ, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયાકિનારે આવેલાં હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર-વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો. ભારતને આઝાદી મળી, ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા. ડિસેમ્બર ૧૯, ૧૯૬૧ના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા.

૨૦૧૯માં દમણ અને દીવને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશમાં ભેળવી દેવાનો ખરડો પસાર થયો હતો, જે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦થી અમલમાં મૂકાયો હતો.[૧]

જિલ્લાઓ

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: