નીલગિરી

નીલગિરી (pronounced /ˌjuːkəˈlɪptəs/ (deprecated template)[૨]) મર્ટલ કુળ મર્ટસિયાપ્રજાતિના પુષ્પિતવૃક્ષો(અને કેટલીક ઝાડીઓ)ની એક અલગ જાતિછે. આ જાતિના સદસ્ય ઓસ્ટ્રેલિયાના પુષ્પિત વૃક્ષોમાં મુખ્ય છે. નીલગિરી ની 700થી વધુ પ્રજાતિઓમાંથી મોટા ભાગની ઓસ્ટ્રેલિયન મૂળની છે,અને એમાંથી બહુ જ નાની સંખ્યામા ન્યૂ ગિની અને ઇંડોનેશિયાની આસપાસના ક્ષેત્રોઅને સુદૂર ઉત્તરમાં ફિલિપાઇન દ્વીપસમૂહોમાં જોવા મળે છે.[[]] ફક્ત 15 પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયાની બહાર જોવા મળે છે ,અને ફક્ત 9 ઓસ્ટ્રેલિયામાં નથી હોતી. નીલગિરી ની પ્રજાતિઓ અમેરિકા,યુરોપ,આફ્રિકા,ભૂમધ્યસાગરીય બેસિન,મધ્ય-પૂર્વ,ચીન અને ભારતીય ઉપમહાદ્વીપ સહિત સમગ્ર ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં ઉગાડવામાં આવે છે.

નીલગિરી
Buds, capsules and foliage of E. terticornis
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Plantae
(unranked):Angiosperms
(unranked):Eudicots
(unranked):Rosids
Order:Myrtales
Family:Myrtaceae
Subfamily:Myrtoideae
Tribe:Eucalypteae
Genus:''Eucalyptus''
L'Hér.
Species

About 700; see the List of Eucalyptus species

Natural range
સમાનાર્થી (વૈજ્ઞાનિક વર્ગીકરણ)/અન્ય નામ

Aromadendron Andrews ex Steud.
Eucalypton St.-Lag.
Eudesmia R.Br.
Symphyomyrtus Schauer[૧]

નીલગિરી ત્રણ સમાન જાતિઓમાંથી એક છે,જેને સામાન્ય રીતે "યુકેલિપ્ટસ" કહે છે,બીજા છે કોરિંબિયા અને એંગોફોરા . આમાંની કેટલીક પ્રજાતિ,પણ બધી નહીં,ગુંદરના વૃક્ષ તરીકે પણ ઓળખાય છે,કેમકે ઘણી બધી પ્રજાતિઓમાં છાલ ક્યાંકથી તૂટી જતા તેમાંથી પુષ્કળ રાળ(જેમ કે અપરિષ્કૃત ગુંદર) નીકળે છે. તેનુ જાતિગત નામ ગ્રીક શબ્દ ευ(યુ ) પરથી આવ્યું છે,જેનો અર્થ "સારુ" અને καλυπτος(કેલિપ્ટસ ),જેનો અર્થ "આચ્છાદિત" બાહ્યદલપુંજનું ઓપર્ક્યુલમ(ઉપરી સ્તર) થાય છે જે પુષ્પને શરૂઆતમાં ઢાંકે છે[૩].

નીલગિરી એ વૈશ્વિક વિકાસ સંશોધકો અને પર્યાવરણવિદોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. તે લાકડાનો ત્વરિત વિકાસ પામતો સ્રોત છે,તેના તેલનો ઉપયોગ સફાઇ માટે અને કુદરતી કીટનાશક તરીકે થાય છે,અને ક્યારેક એનો ઉપયોગ કળણોના નિકાલ માટે અને તેનાથી મેલેરિયાના જોખમને ઓછું કરવા થા્ય છે. તેની પ્રાકૃતિક સીમાઓની બહાર,નીલગિરી તેના ગરીબો[૪][૫]:22 પર લાભદાયક આર્થિક પ્રભાવ માટે વખણાય છે અને તેનુ આક્રમક જલશોષક હોવુ આ બંને[૬],તેના કુલ પ્રભાવ પરના વિવાદ તરફ દોરી જાય છે[૭].

વર્ણન

નીલગિરી રેગ્નાંસ, શિખર વિસ્તાર દર્શાવે છે,એક વન વૃક્ષ, તાસ્માનિયા, ઓસ્ટ્રેલિયા
નીલગિરી કેમલડ્યુલેન્સીસ, અપરિપક્વ વન્ય વૃક્ષો,સામૂહિક શિખર આવાસ દર્શાવે છે, મુરે નદી, ટોક્યુમવલ, ન્યૂ સાઉથવેલ્સ, ઓસ્ટ્રેલિયા
નીલગિરી ક્રીટાટા, તરુણ,નીચી શાખાઓ દર્શાવે છે ‘મલ્લી’ સ્વરૂપ, મેલબોર્ન, વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા
નીલગિરી એન્ગુસ્ટીસીમા,ઝાડવા સ્વરૂપ દર્શાવે છે , મેલબોર્ન, વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા
નીલગિરી પ્લેટિપસ, ‘મેર્લોક’ સ્વરૂપ દર્શાવે છે, મેલબોર્ન

કદ અને નિવાસ

એક પરિપક્વ નીલગિરી એક નીચી ઝાડીનું કે ખૂબ વિશાળ વૃક્ષનુ રૂપ લઇ શકે છે. તેની પ્રજાતિઓના ત્રણ મુખ્ય આવાસ અને ચાર કદના વર્ગોમાં ભાગ પાડી શકાય છે.

'વન વૃક્ષ" તરીકે સાદુ રૂપ આપીએ તો તે એક થડવાળુ છે,અને સમગ્ર વૃક્ષની ઊંચાઇના ગૌણ પ્રમાણ ધરાવતુ શિખર ધરાવે છે. "વનના વૃક્ષો" એક જ થડવાળા હોવા છતા ભૂમિ સ્તરની ઉપર નજીકના અંતરે તેની શાખાઓ હોઇ શકે છે.

"મલ્લી" ભૂસ્તરમાં ઘણા થડ ધરાવે છે,સામાન્ય રીતે ઊંચાઇમાં 10 m (33 ft)થી ઓછા,ઘણી વાર ડાળીઓના છેડે મુખ્યત્વે એના શીર્ષ હોય છે અને અલગ છોડ એક ખુલ્લી કે બંધ સંરચના બનાવવા સંગઠિત થઇ શકે છે. ઘણા મલ્લી વૃક્ષો એટલા અલ્પવિકસિત હોય છે કે તેમને ઝાડી કહી શકાય

પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બે અન્ય વૃક્ષ સ્વરૂપો નોંધપાત્ર છે અને તેને દેશી નામો "મેલ્લેટ" અને "માર્લોક"ના ઉપયોગથી વર્ણવવામાં આવે છે. "મેલ્લેટ" એક નાનાથી મધ્યમ કદનું વૃક્ષ છે જે લિગ્નોટ્યૂબર ઉત્પન્ન નથી કરતું અને પ્રમાણમાં લાંબું થડ ધરાવે છે,જેની ડાળીઓ નીચે તરફ ઝુકેલ હોય છે અને ઘણી વાર એનુ સીમાંત શિખર સ્પષ્ટત: ઘટાદાર હોય છે. આ નીલગીરિ ઈ.ઓક્સિડેન્ટલિસ ,ઈ. એસ્ટ્રિન્જેન્સ ,ઈ.સ્પેથુલેટા ,ઈ.ગાર્ડનરી ,ઈ.ડિએલસી ,ઈ. ફોરેસ્ટિઆના ,ઈ.સેલુબ્રીસ ,ઈ.ક્લીવીકોલા અને ઈ.ઓર્નાટા ના પરિપક્વ,સ્વસ્થ નમૂનાની સામાન્ય આદત છે. મેલ્લેટની લીસી છાલમાં ઘણી વાર એક સાટિન જેવી ચમક હોય છે અને જે શ્વેત,પીળાશ પડતી સહેદ,રાખોડી,લીલી કે તામ્ર હોઇ શકે છે.

મેર્લોક શબ્દનો ઉપયોગ વિવિધ રીતે કરાય છે;ઓસ્ટ્રેલિયાના વન્ય વૃક્ષો માં તેનું વર્ણન લિગ્નોટ્યૂબર વગરના એક ટૂંકા વૃક્ષ તરીકે કરાયું છે,જેનું થડ નાનું હોય છે,મેલ્લેટની સરખામણીએ શાખાઓ નમેલી હોય છે. તેઓ સામાન્ય રીતે થોડા કે વધુ શુદ્ધ સ્થાનોમાં વિકસે છે. સ્પષ્ટત:ઓળખી શકાય એવા ઉદાહરણ ઇ. પ્લેટિપસ ,ઇ. વેસિક્યુલોસા અને અસંગત ઇ. સ્ટોટેઇ .

"મોરેલ"ની ઉત્પત્તિ થોડી અસ્પષ્ટ છે અને પશ્ચિમી ઓસ્ટ્રેલિયન વ્હીટબેલ્ટ અને ગોલ્ડફિલ્ડ્સના વૃક્ષો જેનું થડ લાંબુ,સીધું અને છાલ સાવ ખરબચડી હોય છે. હાલ તેનો ઉપયોગ મુખ્યતઃ ઇ. લોંગીકોર્નીસ (લાલ મોરેલ) અને ઇ. મેલનોક્સિલોન (કાળા મોરેલ) માટે થાય છે.

વૃક્ષના કદની પ્રણાલી નીચે મુજબ છે:

  • નાના — ઊંચાઇમાં 10 m (33 ft) સુધી
  • મધ્યમ કદના — 10–30 m (33–98 ft)
  • ઊંચા — 30–60 m (98–197 ft)
  • ખૂબ ઊંચા — 60 m (200 ft)થી વધુ

પર્ણો

લગભગ બધા નીલગિરી સદાબહાર હોય છે પણ કેટલીક ઉષ્ણકટિબંધીય પ્રજાતિઓના પર્ણો શુષ્ક ઋતુમાં ખરી જાય છે. મર્ટલ કુળના અન્ય સભ્યોની જેમ,નીલગિરી ના પર્ણો તૈલીય ગ્રંથિઓથી આવરિત હોય છે. પુષ્કળ તેલ ઉત્પન્ન કરવું એ આ જાતિની અગત્યની લાક્ષણિકતા છે. જોકે પરિપક્વ નીલગિરી વૃક્ષો સામાન્ય રીતે ઊંચા અને પર્ણોથી આચ્છાદિત હોય છે,તેમનો રંગ ખાસ ચમકદાર હોય છે કેમકે પર્ણો સામાન્ય રીતે નીચેની તરફ નમેલા હોય છે.

પર્ણ અને પુષ્પકલિકા સમૂહ નીલગિરી એન્જોફોરોસાઇડ્સ
નીલગિરી ટેટ્રાગોના,ચળકતા લીલા પર્ણો અને દંડો દર્શાવે છે

પરિપક્વ નીલગિરી છોડ પરના પર્ણો સામાન્ય રીતે ભાલાની અણી જેવા, પાંદડાના ડીંટા જેવા,સ્પષ્ટતઃ વૈકલ્પિક અને મીણયુક્ત કે ચળકતા લીલા હોય છે. એથી ઉલ્ટું,અંકુરિત બીજના પર્ણો ઘણી વાર સામસામે, અવૃન્ત અને આછા લીલા રંગના હોય છે. પણ આ સ્વરૂપમાં ઘણા અપવાદો છે. ઘણી પ્રજાતિઓ જેવી કે ઇ. મેલાનોફોબિયા અને ઇ. સેટોસા છોડ પ્રાજનનિક પરિપક્વ થયા બાદ પણ પર્ણનું તરુણ સ્વરૂપ જાળવી રાખે છે. અમુક પ્રજાતિઓ, જેવી કે ઇ. મેક્રોકાર્પા , ઇ.રોડેન્થા અને ઇ. ક્રુસિસ , આજીવન તરુણ પર્ણ સ્વરૂપ ધરાવતા હોઇ તેનો સુશોભનમાં ઉપયયોગ થાય છે. કેટલીક પ્રજાતિઓ, જેવી કે ઇ. પેટ્રાઇઆ , ઇ. ડુંડાસી અને ઇ. લેન્સડાઉનીઆના ના પર્ણો,સમગ્ર જીવન ચક્ર દરમ્યાન ચળકતા લીલા રહે છે. ઇ.કેસીયા મોટા ભાગની નીલગિરી ના પર્ણ વિકાસથી વિપરિત પર્ણ વિકાસ સ્વરૂપ દર્શાવે છે,બીજાંકુરણ તબક્કામાં ચળકતા લીલા પર્ણો અને પરિપક્વ શિખરોમાં ઝાંખા લીલા પર્ણો. તરુણ અને પુખ્ત પર્ણ તબક્કાઓ વચ્ચેની અસમાનતા ક્ષેત્ર ઓળખ માટે મૂલ્યવાન છે.

નીલગિરી છોડના વિકાસનાં ચાર પર્ણ તબક્કાઓ જોવા મળ્યા છે: ‘બીજાંકુરણ’, ‘તરુણ’, ‘મધ્યવર્તી’ અને ‘પુખ્ત' તબક્કાઓ. જોકે તબક્કાઓ વચ્ચે કોઇ નિયત સંક્રમણકાલીન બિંદુ નથી હોતું. મધ્યવર્તી તબક્કો,જયારે પર્ણો સૌથી મોટા બને છે,તરુણ અને પુખ્ત તબક્કાઓને સાંકળે છે.[૮]

અમુક સિવાય બધી પ્રજાતિઓમાં,પર્ણો દંડની વિરુદ્ધ દિશામાં જોડીઓમાં બને છે, ક્રમિક જોડીઓ એકબીજાના સમકોણે(છેદતા) હોય છે. અમુક સાંકડ-પર્ણોવાળી પ્રજાતિઓ ઉદાહરણ તરીકે,ઇ.ઓલીઓસા ,બીજી પર્ણ જોડી પછી બીજાંકુરણ પર્ણો ઘણી વાર પાંચ તરફથી નીકળેલ દંડ પાસેથી સ્પષ્ટ રીતે સર્પિલ ગોઠવણીમાં ગુચ્છો બનાવે છે. સર્પિલ તબક્કા પછી,જેમાં થોડાથી લઇ ઘણી ગાંઠ રહી જાય છે,આ ગોઠવણી દંડમાંથી નીકળેલ અમુક પર્ણ દ્વારા સમાવિષ્ટ થવાથી ઉલ્ટાઈને-ચતુષ્ક થઇ જાય છે. એ પ્રજાતિઓમાં પુખ્ત પર્ણ જોડીઓથી ઉલ્ટું,જે દંડના શીર્ષથી વિપરીત બને છે,સ્પષ્ટ વૈકલ્પિક પુખ્ત પર્ણો રચવા દંડની અસમાન વૃદ્ધિને લીધે આધારથી અલગ થઇ જાય છે .

નીલગિરી લ્યૂકોકસી વાર. ‘રોઝીયા’ઓપર્ક્યુલમની હાજરી સાથે પુષ્પો અને કળીઓ દર્શાવે છે
નીલગિરી મેલ્લીઓડોરા, પુષ્પો અને ફળ શીંગો દર્શાવે છે

પુષ્પ

પુષ્પ કળીઓ અને ઓપરક્યુલા of ઇ. એરીથ્રોકોરીસ

નીલગિરી પ્રજાતિઓને સૌથી સરળતાથી ઓળખવા માટેની લાક્ષણિકતાઓ વિવિધ પુષ્પો અને ફળ (બીજકોષો કે "શીંગો") છે. પુષ્પોને અસંખ્ય રુંવાટીવાળા પુંકેસર હોય છે જે સફેદ,પીળાશ પડતો સફેદ એક ગુલાબી હોઈ શકે છે.પુંકેસર ઓપર્ક્યુલમ નામક એક બાહ્ય આવરણથી ઢંકાયેલ હોય છે,આ આવરણ પુષ્પદલ કે વજ્રદલનું બનેલ હોય છે. આ પુષ્પોને પાંખડી નથી હોતી,પરંતુ ઘણા સુંદર પુંકેસરોથી પોતાને સજાવે છે. પુંકેસરના વિસ્તરણ સાથે,ઓપરક્યુલમ ખુલતું જાય છે,ફૂલના સ્વરૂપના આધારે તે વિભાજિત થઇ જાય છે;તે એક વિશેષતા છે જે જાતિને એક રાખે છે. જેમ યુકેલીપ્ટસ નામ,ગ્રીક શબ્દો યુ- ,સારી રીતે, અને કેલિપ્ટસ, અર્થાત આવરણ, અર્થાત "સુરક્ષિત-આવરણ", ઓપર્ક્યુલમને વર્ણવે છે. કાષ્ઠ ફળો કે બીજો ઘણા ખરા શંકુ આકારના હોય છે અને જેના અંતે વાલ્વ હોય છે જેને ખોલીને બીજ કાઢવામાં આવે છે. અધિકાંશ પ્રજાતિઓમાં પુખ્ત પર્ણો આવતા શરૂ થયા પહેલા ફૂલ નથી ખીલતા; યુકેલીપ્ટસ સિનેરિયા અને યુકેલીપ્ટસ પેરિનિઆના નોંધપાત્ર અપવાદો છે.

ઘેરી, ચીરાયેલ નીલગિરીની ‘લોહછાલ’.સાઇડરોક્સિલોન

છાલ

છાલની વિગતો, નીલગિરી એન્જોફોરોસાઇડ્સ, એપ્પલ બોક્સ

નીલગિરી ની છાલના દેખાવમાં છોડની વય,છાલના રેશાની લંબાઈ,છાલના ફેલાવાની ઢબ,જાડાઈ,સખ્તતા અને રંગ સાથે ભિન્નતા જોવા મળે છે. બધા પરિપક્વ નીલગિરી છાલનું વાર્ષિક સ્તર બનાવે છે,જે થડના ઘેરાવામાં ફાળો આપે છે. અમુક પ્રજાતિઓમાં,બાહ્ય સત્ર મારી જાય છે અને દર વર્ષે ખરી જાય છે,કાં તો લાંબી પટ્ટીઓમાં(નીલગિરી શીથીઆના ની જેમ) કાં તો વિવિધ કદના ટુકડાઓમાં (ઇ. ડાઇવર્સીકલર ,ઇ. કોસ્મોફાયલા કે ઇ. ક્લેડોકેલિક્સ ). આ ગુંદર કે લીસી-છાલવાળી પ્રજાતિઓ છે. ગુંદ છાલ ઝાંખી,ચળકતી કે રેશમી(ઇ.ઓર્નાટા ની જેમ) કે મેટ્ટ(ઇ. કોસ્મોફાઇલા ) હોઈ શકે છે. ઘણી પ્રજાતિઓમાં,મૃત છાલ જાળવી રખાય છે. થડની અનિવાર્ય એવી ખરબચડી છાલની પ્રકૃતિમાં કોઈ ફેરફાર કર્યા વગર તેનું બાહ્યતમ સ્તર મોસમ અને સમય સાથે વિખંડિત થાય છે-ઉદાહરણ તરીકે ઇ. મેરિગ્નેટા , ઇ. જેકસોની , ઇ. ઓબ્લીકા અને ઇ. પોરોસા .

દક્ષિણ પૂર્વ એશિયાના વતની,નીલગિરી ડૅગલુપ્તાની અસામાન્ય રીતે રંગીન છાલ

ઘણી પ્રજાતિઓ ‘અર્ધ-છાલ’ કે ‘બ્લેકબટ્સ’ હોય છે જેમાં મૃત છાલ થડના નીચલા હિસ્સામાં જળવાઈ રહે છે— ઉદાહરણ તરીકે, ઇ. બ્રેકીકેલીક્સ , ઇ. ઓક્રોફ્લોઇઆ અને ઇ. ઓક્સિડેન્ટલિસ —અથવા સૌથી નીચલા હિસ્સામાં જળ કાળા સંચય તરીકે, ઇ. ક્લીલેન્ડબીજા ની જેમ. આ શ્રેણીની અમુક પ્રજાતિઓ, ઉદાહરણ તરીકે ઇ. યંગીયાના અને ઇ. વિમીનાલીસ ,ખરબચડી આધારભૂત છાલ ખૂબ રેસેદાર હોય છે,જેનાથી ઉપરના થડને નિર્વિઘ્ન રસ્તો મળે છે. અર્ધ-છાલની ઉપરની લીસી છાલ અને સંપૂર્ણ લીસી-છાલવાળા વૃક્ષો અને મલ્લીસ નોંધપાત્ર રંગ અને રસ ઉત્પન્ન કરી શકે છે, ઉદાહરણ તરીકે ઇ. ડેગલુપ્ત.[૮]

નીલગિરી ક્વાડ્રેન્ગ્યુલેટાની બોક્સ છાલ,કે સફેદ બોક્સ

છાલની લાક્ષણિકતાઓ

  • રેશેદાર છાલ —લાંબા તંતુઓની બનેલ અને લાંબા ટુકડાઓ ખેંચી શકાય. તે સામાન્ય રીતે નરમ સંરચના સાથે જાડા હોય છે.
  • લોહછાલ — કઠણ,ખરબચડી અને કરચલીવાળી. તે શુષ્ક કીનો(વૃક્ષ દ્વારા ઉત્સર્જિત જીવરસ)થી ભરપૂર હોય છે,જે તેને ઘેરો લાલ કે કાળો રંગ આપે છે.
  • નાના ચોરસની બનેલી-છાલ ઘણા અલગ ટુકડાઓમાં તૂટી જાય છે. તે બૂચ જેવી હોય છે અને તૂટી શકે છે.
  • બોક્સ —નાના તંતુઓ ધરાવે છે. અમુક ચોરસ પણ દેખાય છે.
  • પટ્ટી —તે લાંબા-પાતળા ટુકડાઓમાં નીકળે છે,પણ છતાં કેટલીક જગ્યાએ ઢીલી જોડાયેલ રહે છે. તે લાંબી પટ્ટીઓ ,મજબૂત ધારીઓ કે અમળાયેલ ગૂંચળું હોઈ શકે..

પ્રજાતિઓ અને સંકરણ

નીલગિરી ની 700થી વધુ પ્રજાતિઓ છે; પ્રજાતિઓની વ્યાપક સૂચિ માટે નીલગિરી પ્રજાતિઓની સૂચિ જુઓ. અમુક જાતિઓ તેમની જાતિની મુખ્ય ધારાથી આનુવાંશિક રીતે એ હદે ભિન્નતા પામી છે કે તેમને અમુક અપેક્ષાકૃત અચળ અલાક્ષણિકતાઓથી જ ઓળખી શકાય છે. જોકે,અધિકાંશને સંબંધિત પ્રજાતિઓના નાના કે મોટા સમૂહોના સદસ્ય તરીકે લઇ શકાય,જે ઘણી વાર એકબીજા સાથે ભૌગોલિક સંપર્કમાં આવે છે અને જેની વચ્ચે હજી પણ જનીનનું આદાનપ્રદાન થાય છે. આ સ્થિતિમાં ઘણી પ્રજાતિઓ એકબીજાની શ્રેણીમાં આવતા દેખાય છે,અને મધ્યવર્તી સ્વરૂપ સામાન્ય છે. બીજા શબ્દોમાં,અમુક પ્રજાતિઓ તેમના આકારશાસ્ત્રને લીધે અપેક્ષાકૃત અનુવાંશિક રીતે નિશ્ચિત હોય છે,જયારે બીજા તેમના નજદીકી સંબંધીઓથી સાવ ભિન્ન નથી હોતા.

સંકર પ્રજાતિને હંમેશા પહેલી વારમાં ઓળખી નથી શકાતી અને અમુકને નવી પ્રજાતિ તરીકે નામ અપાય છે, જેવી કે ઇ. ક્રીસાન્થા (ઇ. પ્રેઇસીઆના × ઇ. સેપુક્રેલીસ ) અને ઇ. "રુવાલીસ" (ઇ. મેરિગ્નેટા × ઇ. મેગાકાર્પા ). સંકર સંયોજન આ ક્ષેત્રમાં ખાસ સામાન્ય નથી,પરંતુ અમુક અન્ય પ્રકાશિત પ્રજાતિઓ ઓસ્ટ્રેલિયામાં ઘણી વાર સંકર પ્રજાતિ હોવાનું સૂચવાતું હોવાનું જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે, ઇ. એરીથ્રેન્ડ્રાને ઇ. એન્ગુલોસા × ઇ. ટેરાપ્ટેરા મનાય છે.અને કેમકે પુસ્તકોમાં ઘણી વાર તેના વ્યાપક વિતરણનો ઘણી વાર ઉલ્લેખ કરવામાં આવે છે.[૮]

સંબંધિત જાતિ

સમાન વૃક્ષોની નાની જાતિ,એંગોફોરા , પણ 18મી સદીથી જાણીતી છે. 1995માં નવા,મુખ્યત: અનુવાંશિક પુરાવાએ દર્શાવ્યું કે અમુક મુખ્ય નીલગિરી પ્રજાતિઓ અન્ય નીલગિરી કરતા એન્ગોફોરા ની વધુ નજીકની સંબંધી છે;અને તે વિભાજિત થઈને નવી જાતિકોરીબીયા માં વિભાજીત થઇ ગઈ. જોકે અલગ થવા છતાં ત્રણે સમૂહ જોડાયેલ છે અને આ ત્રણે જાતિ એન્ગોફોરા ,કોરીંબીયા અને નીલગિરી "નીલગિરી" તરીકે સ્વીકાર્ય છે.

નીલગિરી રેગ્નાંસ 80 મીટરથી વધારે,એક વ્યાપક વૃક્ષ કાપવાનો વિસ્તાર,તાસ્માનિયા

ઊંચા ઇમારતી લાકડા

ઘણા નીલગિરી વિશ્વના સૌથી ઊંચા વૃક્ષોમાંના એક છે. નીલગિરી રેગ્નાંસ ,ઓસ્ટ્રેલિયન પર્વતીય એશ,સૌથી ઊંચા પુષ્પિત છોડો(આવૃત્તબીજી)છે; આજે, સૌથી ઊંચો માપેલ નમૂનો કે જેનું નામ સેન્ચ્યુરિયન છે તે 99.6 m (327 ft) ઊંચો છે.[૯] ફક્ત કોસ્ટ રેડવૂડ તેનાથી વધુ ઊંચા છે અને કોસ્ટ ડગ્લાસ-ફરલગભગ સમાન હોય છે;તેઓ શંકુફલિત (જીમ્નોસ્પર્મ) છે. છ અન્ય યુકેલિપ્ટ પ્રજાતિઓ ઊંચાઇમાં 80 મીટરથી વધુ છે: નીલગિરી ઓબ્લીકયુઆ , નીલગિરી ડેલીગેટેન્સીસ , નીલગિરી ડાઇવર્સીકલર , નીલગિરી નીટેન્સ , નીલગિરી ગ્લોબ્યુલસ અને નીલગિરી વિમીનાલીસ .

સહિષ્ણુતા

અધિકાંશ નીલગિરી ઠંડી પ્રત્યે સહનશીલ નથી,અથવા ફક્ત –3 °સે થી –5 °સે સુધીની હલકી ઠંડી સહન કરી શકે છે;કહેવાતા હિમ ગુંદર સૌથી વધુ સહિષ્ણુ હોય છે, જેમકે નીલગિરી પોસીફ્લોરા જે –20 °સે ઠંડી અને ઝાકળ સહન કરવા સમર્થ છે. બે ઉપપ્રજાતિઓ, ઇ. પોસીફ્લોરા સબસ્પિ. નીફોફિલા અને ઇ. પોસીફ્લોરા સબસ્પિ ડેબ્યુઝેવીલેઇ તેનાથી પણ વધુ સહિષ્ણુ હોય છે,જે આનાથી પણ વધુ કઠોર શિયાળો સહી શકે છે. ઘણી અન્ય પ્રજાતિઓ,ખાસ કરીને ઊંચા ઉચ્ચપ્રદેશ અને મધ્ય તાસ્માનિયાનાં પર્વતોની જેવી કે નીલગિરી કોસીફેરા , નીલગિરી સબક્રેન્યૂલેટા , અને નીલગિરી ગુંની ,અતિ શીત-સહિષ્ણુ અને આનુવાંશિક રીતે ખૂબ મજબૂત નસલના આ બીજોને વિશ્વના શીત પ્રદેશોમાં શણગાર માટે કરાય છે.

પશુ સંબંધો

ફેસ્કોલાર્કટોસ સીનેરિયસ નીલગિરી પર્ણો ખાતું કોઆલા
નીલગિરી પર્ણો પર જીવતા સોફ્લાય લાર્વા

નીલગિરી ના પર્ણોમાંથી નીકળતું તીવ્ર ગંધવાળું તેલ શક્તિશાળી કુદરતી કીટનાશકો છે અને તેની વધુ માત્રા ઝેરી હોઈ શકે છે. કેટલાય પાલક-કોથળીવાળા શાકાહારીઓ, ખાસ કરીને કોઆલા અને અમુક પોસમ,પ્રમાણમાં તેના પ્રત્યે સહનશીલ છે. આ તેલો સાથે અન્ય વધુ શક્તિશાળી ઝેરી પદાર્થોનો ફોર્મીલેટેડ ફ્લોરોગ્લુસીનોલ જેવા ઝેરી સંયોજનોનો ઘનિષ્ઠ સહસંબંધ કોઆલા અને અન્ય પાલક-કોથળીવાળી સસ્તન પ્રજાતિઓ પર્ણોની ગંધને આધારે પાતાનું ભોજન પસંદ કરવા દે છે. કોઆલા માટે,આ સંયોજનો પર્ણ પસંદગીમાં સૌથી અગત્યનું પરિબળ છે.

નીલગિરી પુષ્પો વિપુલ માત્રામાં રસ ઉત્પન્ન કરે છે,જે જંતુઓ, પંખીઓ, [[ચામાચીડિયાં{/1 અને {1}પોસમ]] સહિત ઘણા પરાગવાહકોને ભોજન પૂરું પાડે છે. જોકે,નીલગિરી વૃક્ષોમાં તેલ અને ફીનોલીક સંયોજનોને લીધે શાકાહારી જીવોથી રક્ષણમાં સક્ષમ જણાય છે,તેમાં કીટકોને મારનારા વિષ હોય છે. એમાં નીલગિરીના લોંગહોર્ન બોરર ફોરાસેંથા સેમીપંક્ટેટા અને "બેલ લર્પ્સ તરીકે જાણીતા એફિડ-સમ સાઇલિડનો સમાવેશ થાય છે,"વિશ્વભરમાં જ્યાં પણ નીલગિરીની ખેતી થાય છે,ત્યાં બન્ને કીટનાશક તરીકે સ્થાપિત છે.

આગ

ઓસ્ટ્રેલિયન ધરતી પર ગરમીના દિવસોમાં નીલગિરી નું તેલ બાષ્પીભવન પામી ઝાડી પર ચડી વિચિત્ર વાદળી ધુમ્મસની રચના કરે છે. નીલગિરી તેલ અત્યંત જ્વલનશીલ હોય છે(આ વૃક્ષ વિસ્ફોટ માટે જાણીતા છે[૭][૧૦]) અને ઝાડીની આગ સરળતાથી તેલ-યુક્ત હવાના માધ્યમથી વૃક્ષના શિખરો સુધી પહોંચી જાય છે. મૃત છાલ અને ખરી પડેલી શાખાઓ પણ જ્વલનશીલ હોય છે. નીલગિરી છાલ હેઠળના લિગ્નોટ્યૂબર્સ અને એપીકોર્મીક શૂટ દ્વારા નિયત-કાલિક આગથી સારી રીતે અનુકૂલિત છે.

નીલગિરી વન પુનર્જીવનની સ્થિતિમાં
ઓક્ટોબર 2007 કેલીફોર્નિયા વન્ય અગ્નિની ગરમીને લીધે અને ભારે પવનોને લીધે વળી ગયેલ નીલગિરી વૃક્ષો.તેઓ સેન ડીયેગો કાઉન્ટીના સાન ડીએગ્યુએટો રીવર પાર્કમાં સ્થિત છે અને પશ્ચિમ તરફ ઝુકેલ છે.

નીલગિરી વચ્ચે 3.5 થી 5 કરોડ વર્ષો પહેલા,ઓસ્ટ્રેલિયા-ન્યુ ગિની ગોન્ડવાનાથી અલગ થયાના બહુ સમય બાદ નહી,તેમનો ઉદય અશ્મિઓના કોલસા જમા થવા સાથે(જે આગ ત્યારે પણ એક પરિબળ હોવાનુ સૂચવે છે.),પરંતુ તેઓ લગભગ 2 કરોડ વર્ષો પહેલા સુધી તૃતીય વર્ષા-જંગલના એક નાના ભાગ તરીકે રહ્યા,જ્યારે ખંડની ક્રમિક શુષ્કતા અને ભૂમિના પોષક તત્વો ઘટી જતા વધુ ખુલ્લા વન પ્રકાર ,મુખ્યત્વે કેસુઆરિના અને એકાસીયા પ્રજાતિઓનો વિકાસ થયો. 50 હજાર વર્ષો પહેલા મનુષ્યના પ્રથમ આગમન સાથે,આગ અવારનવાર લાગવા લાગી અને અગ્નિ-પ્રેમી નીલગિરીએ ઝડપથી આશરે 70% ઓસ્ટ્રેલિયન વનને આવરી લીધું.

મૂલ્યવાન ઇમારતી લાકડાના વૃક્ષો, એલ્પાઇન એશઇ. ડેલીગટેનસીસ અને ઓસ્ટ્રેલિયન પર્વતીય એશ ઇ. રેગ્નાંસ ,આગ દ્વારા મરણ પામ્યા અને બીજમાંથી પુન: ઉત્પન્ન થયા. 2003માં એવી જ રીતે ઝાડીમાં લાગેલ આગની કેનબેરાની આસપાસ આવેલ જંગલોમાં થોડી અસર થઇ,જેના પરિણામે હજારો હેક્ટર ભૂમિ પર મૃત એશ વનોનો વિકાસ થયો. જોકે,થોડા એશ બચી ગયા અને નવા એશ વૃક્ષો પણ વિકસ્યાં. આ એક ચર્ચાનો મુદ્દો છે કે તેમને એમ જ રખાય કે ક્ષતિગ્રસ્ત લાકડાને કાપવાનો પ્રયાસ કરવામાં આવે,જેને એક હાનિકારક કામ તરીકે ઓળખાય છે.

ખેતી,ઉપયોગો,પર્યાવરણ સંબંધી અસરો

નામદગી રાષ્ટ્રીય પાર્કમાં નીલગિરી નીફોફાયલા


નીલગિરીના ઘણા ઉપયોગો છે જેણે તેમને આર્થિક રીતે અગત્યના વૃક્ષો બનાવી દીધા છે,,ગરીબ વિસ્તારો જેવા કે ટિંબક-ટૂ, આફ્રિકા[૫]:22 અને the પેરુવિયન એન્ડ્સમાં તે રોકડિયો પાક બની ગયો છે,[૪] તે સત્ય છતાં પણ કે દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં વૃક્ષો આક્રમક છે.[૬] અધિકમ જાણીતી જાતિઓ કેરી અને યલ્લો બોક્સ. તેમના ઝડપી વિકાસને કારણે આ વૃક્ષોમાં સૌથી વધુ લાભદાયી તેનું લાકડું છે. તેમને જડમૂળમાંથી કાપી શકાય છે પુન: ઉગી શકે છે.તેઓ ઇચ્છનીય ઉપયોગ માટેની ઘણી લાક્ષણિકતાઓ જેવી કે અલંકારો, ઇમારતી લાકડા, બળતણ માટે લાકડા અને પોચા લાકડા તરીકે ઉપયોગી છે. નીલગિરી અત્યાધિક માત્રામાં રેસા હોવાથી વિશ્વની સૌથી ઉત્તમ માવાદાર પ્રજાતિ મનાય છે. તે પણ ઘણા બધા ઉદ્યોગો અને વાડ લગાવવા અને કોલસાથી લઈને સેલ્યુલોઝ નિષ્કર્ષણ જૈવબળતણમાં તેનો ઉપયોગ થાય છે. ત્વરિત વિકાસ નીલગિરીને વાયુઅવરોધક તરીકે અને ક્ષારણ ઘટાડવા યોગ્ય બનાવે છે.

નીલગિરી ભૂમિમાંથી બાષ્પોત્સર્જન વડે વિપુલ માત્રામાં પાણી ખેંચી શકે છે. ક્યાંક ક્યાંક જલસ્તર અને માટીમાં મીઠાની માત્રા ઓછી કરવા તેમને વાવવામાં(ફરી ફરી વાવવામાં)આવે છે. નીલગિરીનો ઉપયોગ અલ્જિરીયા,લેબેનોન,સિસીલી[૧૧],યુરોપ, અને કેલીફોર્નિયામાં ક્યાંક-ક્યાંક જમીનના ધોવાણ દ્વારા મલેરિયાનું પ્રમાણ ઓછુ કરવા માટે પણ કરવામાં આવે છે.[૧૨] ધોવાણ કળણને હટાવે છે જે મચ્છરોના લાર્વાને રહેઠાણ પૂરું પાડે છે,પરંતુ તે પરિસ્થિતિકીય રીતે ફળદ્રુપ ક્ષેત્રોનો પણ નાશ કરે છે. આ ધોવાણ ફક્ત જમીનના સમતલ સુધી મર્યાદિત છે,નીલગિરીના મૂળો 2.5 m (8.2 ft) સુધીની લંબાઈના હોવાથી,અધોભૌમ ક્ષેત્ર સુધી નથી પહોંચતા;આમ વરસાદ કે સિચાઈ જમીનને ફરીથી ભીની કરી શકે છે.

નીલગિરીનું તેલ પાણીમાંથી સરળતાથી{0 } બાષ્પ નિસ્યંદન પામે છે અને તેનો ઉપયોગ સફાઇ,દુર્ગંધનાશક,અને ખૂબ જ ઓછી માત્રામાં આહાર પૂરકોમાં,ખાસ કરીને મીઠાઇઓ, ખાંસીની દવા અને શરદીમાં શ્વસન ઉપકરણ તરીકે કરી શકાય છે. તેમાં કીટ પ્રતિકારક ગુણ પણ હોય છે (જાન 1991 એ, બી; 1992),અને અમુક વેપારી મચ્છરો પ્રત્યાકર્ષકોમાં સક્રિય ઘટક હોય છે.(ફ્રેડીન અને ડે 2002).[૧૩]

અમુક નીલગિરીનો રસ ઉચ્ચ કોટિના એકપુષ્પીય મધનું ઉત્પાદન કરે છે. નીલગિરીનું લાકડું સામાન્ય રીતે ડીગેરીડૂ,એક પારંપરિક ઓસ્ટ્રેલિયન અબોરીજીનલ સુષિર વાદ્ય બનાવવા પણ વપરાય છે. વૃક્ષના થડને ઉધઈઓ દ્વારા પોલું કરી નખવામાં આવે છે,અને ત્યાર બાદ જો પોલો નળાકાર યોગ્ય કદ અને આકારનો હોય તો કાપી લેવાય છે.

નીલગિરી ના બધા અંગોનો ઉપયોગ જે પ્રોટીન રેસા જેમકે (રેશમ અને ઊંન)નું મૂળ હોય છે,છોડના ફક્ત પાણી સાથેના સંસ્કરણ દ્વારા રંગ બનાવવા માટે થાય છે. પ્રાપ્ય રંગો પીળા અને કેસરીથી લઈને લીલા,રાતા,ચોકલેટી અને ઘેરા બદામી લાલ સુધીના શ્રેણીના હોય છે,[૧૪] પ્રક્રિયા બાદ શેષ પદાર્થનો ઉપયોગ સુરક્ષિત રીતે લીલા ઘાસ કે ખાતર તરીકે કરી શકાય છે.[સંદર્ભ આપો]

ખેતી અને પરિસ્થિતિકીય સમસ્યાઓ

1770માં વનસ્પતિશાસ્ત્રી,સર જોસેફ બેંક્સ, દ્વારા કૂક અભિયાનમાં બાકીના વિશ્વનો ઓસ્ટ્રેલિયાની નીલગિરી સાથે પરિચય થયો. પછી વિશ્વના ઘણા ભાગો,ખાસ કરીને કેલીફોર્નિયા, બ્રાઝિલ, ઇક્વાડોર, કોલંબિયા, ઇથોપિયા, મોરોક્કો , પોર્ટુગલ, દક્ષિણ આફ્રિકા, યુગાંડા, ઇઝરાયલ, ગેલીસીયા અને ચીલીમાં તેનો પરિચય કરાવવામાં આવ્યો. સ્પેનમાં,નીલગિરી ની ખેતી માવાદાર લાકડાના બાગાયતમાં થવા લાગી. નીલગિરી કરવત,માવા,લાકડાના કોલસા અને અન્ય જેવા ઘણા ઉદ્યોગોનો આધાર છે. ઘણી પ્રજાતિઓ આક્રમક બની ગઈ છે અને,મુખ્યત્વે વન્યજીવન કોરીડોર્સ અને આવર્તન પ્રબંધનના અભાવે સ્થાનિક પારિસ્થિતિક તંત્ર માટે ગંભીર સમસ્યાઓ ઊભી થઇ છે,

સમાન અનુકૂળ આબોહવા પરિસ્થિતિ માટે ઘણી વાર, ઓંકના વનોની જગ્યાએ ,નીલગિરી ની ખેતી કરાય છે. ઉદાહરણ તરીકે કેલીફોર્નિયા અને પોર્ટુગલમાં. એકલ-ખેતીએ કારણે થતી જૈવ વિવિધતાની હાનિએ ચિંતામાં વધારો કર્યો છે,ઓકના ફળની ખોટને લીધે કે જેના પર સસ્તનો અને પક્ષીઓને જીવે છે,તેના પોલાણોની ગેરહાજરીમાં પશુ-પક્ષીઓને આવાસ નથી મળતો અને મધમાખીઓને મધપૂડા માટે સ્થાન નથી મળતું,વ્યવસ્થિત વનમાં નાના વૃક્ષોની વાવણીનો પણ અભાવ હોય છે.

મોસમી શુષ્ક આબોહવામાં ખાસ કરીને ખુલ્લા ઘાસના મેદાનોમાં ઓક વૃક્ષો હંમેશા અગ્નિરોધકનું કામ કરે છે,કેમકે ઘાસની આગ છૂટા છવાયા ઝાડને આગ લગાડવા અપૂરતી હોય છે. એથી ઉલ્ટું,નીલગિરી વન આગ ફેલાવાનું કામ કરે છે,કેમકે તેના પર્ણો વિસ્ફોટક અને અતિ દહનશીલ તેલ ઉત્પન્ન કરે છે.અધિક માત્રામાં ફેનોલીક એવા કચરાનું પણ ઉત્પાદન કરે છે,જે ફૂગથી થતા વિક્ષેપને રોકી અને એ જ રીતે મોટા પ્રમાણમાં શુષ્ક અને દહનશીલ બળતણ જમા કરી લે છે.[૧૫] પરિણામે,નીલગિરીના ઘટાદાર વન વિનાશકારી આગના તોફાન નું કારણ બની શકે છે. એપિકોર્મિક અંકુરો અને લિગ્નોટ્યૂબર્સમાંથી પુનર્જીવિત થવાની યોગ્યતાથી,[૧૫] અથવા સેરોટીનસ ફળોના ઉત્પાદન દ્વારા નીલગિરી લાંબા સમય સુધી આગમાં ટકી રહેવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે.

ઉત્તર અમેરિકા

કેલિફોર્નિયા 1850ના દશકમાં,ઓસ્ટ્રેલિયનો દ્વારા નીલગિરી વૃક્ષોનો પરિચય કેલીફોર્નિયા ગોલ્ડ રશ દરમ્યાન કેલીફોર્નિયાને કરાવવામાં આવ્યો. અધિકાંશ કેલીફોર્નિયા ઓસ્ટ્રેલિયાના હિસ્સાઓ જેવી આબોહવા ધરાવે છે. 1900ની શરૂઆતમાં,રાજ્ય સરકારના પ્રોત્સાહન સાથે હજારો એકરમાં નીલગિરી વાવવામાં આવ્યા. એવી આશા હતી કે નિર્માણ,રાચરચીલા અને રેલમાર્ગ ટાઈ ઇમારતી લાકડાનો તે પુન:પ્રાપ્ય સ્રોત સાબિત થશે. જલ્દી જ એ ધ્યાનમાં આવ્યું કે છેલ્લા ઉદ્દેશ્ય માટે નીલગીરીના લાકડા યોગ્ય છે,કેમકે નીલગીરીના લાકડાના બનેલ રેલમાર્ગ ટાઈ સૂકાઈ જતા વળી જતી હતી,અને સૂકી ટાઈ એટલી કડક થઇ જતી હતી કે તેમાં રેલની ખીલીઓ ઠોકવી લગભગ અશક્ય હતી.

"તેમણે નોંધ્યું કે કેલીફોર્નિયામાં નીલગિરીની આશા ઓસ્ટ્રેલિયાના જૂના પ્રાકૃતિક વનો પર આધારિત હતા. આ એક ભૂલ હતી કેમકે ઓસ્ટ્રેલિયાનાં સદીઓ જૂના નીલગિરીના લાકડા સાથે કેલીફોર્નિયાના નવા-નવા વૃક્ષોની તુલના ન કરી શકાય. તેની કાપણી સમયે તેની પ્રતિક્રિયા અલગ હતી.જૂના વૃક્ષોમાં તિરાડ નથી પડતી કે તેઓ વળતા નથી,જયારે કેલીફોર્નિયાના બાળ-ફાલમાં એવું થતું. બન્ને વચ્ચે વિશાળ અંતર હતું,અને એ લીધે ,કેલીફોર્નિયા નીલગિરી ઉદ્યોગ બંધ થઇ ગયો."[૧૬]

એક રીતે જેમાં નીલગિરી,મુખ્યત્વે નીલા ગુંદર ઇ. ગ્લોબ્યુલસ ,કેલીફોર્નિયામાં રાજમાર્ગો,સંતરાના બગીચાઓ,અને અન્ય ખેતરોમાં રાજ્યના અધિકાંશ વૃક્ષહીન મધ્ય ભાગને વાયુરોધી બનાવવા મહત્વના સાબિત થયા. ઘણા શહેરોમાં અને બાગોમાં છાંયા અને સજાવટી વૃક્ષો તરીકે પણ તેઓ વખણાયા.

સ્થાનિક વનસ્પતિઓ સાથે સ્પર્ધા અને સ્થાનિક પશુઓને પોષતા ન હોવાના કારણે કેલીફોર્નિયામાં નીલગિરી વનોની ટીકા થઇ છે. આગ પણ એક સમસ્યા છે. 1991મા ઓંકલેન્ડ હિલ્સ આગમાં જેમાં લગભગ 3,000 ઘર સળગી ગયા અને 25 લોકો મરણ પામ્યા,તે ઘરો પાસેના નીલગિરીઓએ તેને આંશિક રીતે પોષી હતી.[૧૭]

કેલીફોર્નિયાના અમુક ભાગમાં,નીલગીરી ના વનોને દૂર કરી અને સ્થાનિક વૃક્ષો અને છોડોને પુન:સ્થાપિત કરી રહ્યા છે. કેટલાક વ્યક્તિઓ પણ ગેરકાયદે અમુક વૃક્ષોનો નાશ કરી રહ્યા છે અને શંકા છે કે ઓસ્ટ્રેલિયાથી એવા કીટકો લાવવામાં આવે છે જે વૃક્ષો પર આક્રમણ કરે છે.[૧૮]

નીલગિરી વૃક્ષો અપવાદરૂપે પ્રશાંત ઉત્તર-પશ્ચિમમાં સારી રીતે કાર્ય કરી રહ્યા છે : વોશિંગ્ટન,ઓરેગોન અને બ્રિટીશ કોલંબિયાના ભાગોમાં.

દક્ષિણ અમેરિકા

ઉરુગ્વે . એંટોનીઓ લ્યુસીકે લગભગ 1896માંઉરુગ્વેમાં,નીલગિરી ની શરૂઆત કરી ત્યારથી અત્યાર સુધી તે માલ્ડોનાડો વિભાગ છે,અને દક્ષિણ-પૂર્વીય અને પૂર્વીય તટ બધી જગ્યાએ ફેલાઇ ગયેલ છે. આ ક્ષેત્રમાં કોઈ વૃક્ષો નથી,કેમકે સૂકી રેતીના ઢૂંવા અને પથ્થરોથી બનેલ છે. (લ્યુસીકે પણ ઘણા અન્ય વૃક્ષો શરૂ કર્યા,ખાસ કરીને એકાસીયા અને ચીડ, પરંતુ તેઓ મોટા પાયા પર ફેલાતા નથી.)

બ્રાઝિલ બ્રાઝિલમાં 1910માં,ઇમારતી લાકડાના અવેજીકરણ અને કોલસા ઉદ્યોગ માટે નીલગિરી ની શરૂઆત થઇ. તે સ્થાનિક વાતારણમાં સુવિકસિત થયેલ છે, અને આજે ત્યાં 50 લખ હેક્ટર ભૂમિ પર તેની ખેતી છે. કાષ્ઠ કોલસા અને માવા ઉદ્યોગો દ્વારા તેના લાકડાની અત્યાધિક પ્રસંશા કરવામાં આવી છે. નાના ક્રમાવર્તનથી લાકડાનું પુષ્કળ ઉત્પાદન થાય છે,અને અન્ય ઘણી પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ માટે લાકડા પણ પૂરા પડે છે,જેનાથી સ્થાનિક વનોની રક્ષામાં મદદ મળે છે. જયારે યોગ્ય રીતે પ્રબંધિત કરાય,તો છોડ ટકાઉ હોય છે અને અનંત પુન:રોપણ ચાલુ રાખી શકે છે. નીલગિરીનાં બગીચા વાયુરોધક તરીકે પણ વપરાય છે. બ્રાઝિલના વાવેતરની વૃદ્ધિ દર એક વિશ્વ-વિક્રમ છે.સામાન્ય રીતે દર વર્ષે 40 ઘન મીટર પ્રતિ હેક્ટર ને ,[૧૯]અને આર્થિક લણણી 5 વર્ષ પછી કરાય છે. સતત વિકાસ અને સરકારના આર્થિક ભંડોળને લીધે કારણે,વર્ષે-વર્ષે વિકાસ સતત રીતે વધતો જાય છે. નીલગિરી 100 ઘન મીટર પ્રતિ હેક્ટર પ્રતિ વર્ષ સુધી ઉત્પાદન કરી શકે. નીલગિરી ના માવા અને લાકડાની નિકાસ અને ઉત્પાદનમાં બ્રાઝિલ શિખર પર છે.અને દેશના આ ક્ષેત્રમાં[સ્પષ્ટતા જરુરી]પ્રતિબદ્ધ સંશોધન દ્વારા બ્રાઝિલ ઓસ્ટ્રિલિયન બજારના વિકાસમાં એક અગત્યની ભૂમિકા ભજવી રહ્યું છે. સ્થાનિક લોહ ઉત્પાદક કાષ્ઠ-કોલસા માટે બ્રાઝિલ દીર્ઘસ્થાયી વિકસિત નીલગિરી પર આધાર રાખે છે; આને લીધે હાલના વર્ષોમાં કાષ્ઠ કોલસાની કિંમતમાં ઘણો વધારો થયો છે. થોમ્સન ફોરેસ્ટ્રી જેવી ટીંબર એસ્સેટ કંપનીઓ કે એરાક્રૂઝ સેલ્યુલોઝ અને સ્ટોરા એન્સો જેવા સેલ્યુલોઝ ઉત્પાદકો સામાન્ય રીતે આ બગીચાઓની માલિકી ધરાવે છે અને તે જ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગોને સંચાલિત કરે છે. 1990ના દસકામાં,બ્રાઝિલે આશરે $1 અબજની નિકાસ કરી હતી,અને 2005 સુધીમાં, $3.5 અબજની.[સ્પષ્ટતા જરુરી] આ વેપાર અધિશેષે કૃષિ ક્ષેત્રમા વિપુલ પ્રમાણમાં વિદેશી નિવેશને આકર્ષ્યો. યુરોપિયન નિવેશ બેંક અને વિશ્વ બેંકે બ્રાઝિલના માવા અને કાગળ ઉદ્યોગ અને સેલ્યુલોઝ પ્રક્રિયક યંત્ર માટે વિદેશી નિવેશને સંપૂર્ણ સાર્વજનિક સહયોગ આપ્યો. 1933થી બ્રાઝિલના ખાનગી ઉદ્યોગે અત્યાર સુધીમાં માવા અને કાગળમાં $12 અબજ રોક્યા છે અને હાલમાં આ ક્ષેત્રમાં પછીના દસકામાં વધુ $14 અબજનું રોકાણ કરવાનો વાયદો કરવામાં આવ્યો છે.[ક્યારે?]વન્ય પેદાશ ઉદ્યોગના ખાતામાં સમગ્ર વૈશ્વિક વેપારના 3% $200 અબજ યુએસડોલર પ્રતિ વર્ષથી વધુ છે.અનેક વિદેશી ટીમો(ટીંબરલેન્ડ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન)ની હાલમાં હાજરી વન્ય પ્રવૃત્તિની આર્થિક ક્ષમતાનું એક આશ્ચાસન છે. વિશ્વભરમાં ટીમોની મિલકત $52 મિલિયન છે,જેમાંથી 2012 પહેલા બ્રાઝિલના વિકાસમાં $8 અબજનું રોકાણ થશે.

કુલ મળીને,દક્ષિણ અમેરિકા 2010 સુધીમાં વિશ્વના 55% નીલગિરી ગોલ-કાષ્ઠ નું ઉત્પાદન કરવા અપેક્ષિત છે.

આફ્રિકા

ઈથોપિયા ઇથોપિયાને નીલગિરી સાથે 1894 કે 1895માં ,સમ્રાટ મેનેલીક બીજાના ફ્રેંચ સલાહકાર મોન્ડોન-વીડાઇલહેટ કે અંગ્રેજ કપ્તાન ઓ'બ્રાયન દ્વારા પરિચિત કરાવાયું. બળતણ માટે લાકડાનાં કારણે શહેરની આસપાસ વ્યાપક વનવિનાશને કારણે મેનેલીક બીજાએ તેનાં નવા રાજધાની શહેર એડ્ડીસ અબાબાને આસપાસ વનીકરણની પુષ્ટિ કરી. રિચાર્ડ આર.કે. પંકહર્સ્ટ મુજબ, "નીલગિરીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે ઝડપથી વિકસિત થાય છે,ઓછી દેખભાળની જરૂર છે અને જયારે કાપી લેવામાં આવે ત્યારે મૂળમાંથી ફરી વિકસે છે;દર દસ વર્ષે તેની લણણી કરી શકાય છે. વૃક્ષ જોરદાર શરૂઆતથી સફળ સાબિત થયું".[૨૦] નીલગિરીના બગીચા પાટનગરથી ડેબ્રે માર્કોસ જેવા અન્ય શહેરી કેન્દ્રો સુધી ફેલાયાં. પંકહર્સ્ટ નિવેદન કરે છે કે મધ્ય-1960માં એડ્ડીસ અબાબામાં ઇ. ગ્લોબ્યુંલસ મળી આવેલ સૌથી સામાન્ય પ્રજાતિ હતી,જોકે તેમને ઇ. મેલ્લીઓડોરા અને ઇ. રોસ્ટ્રાટા પણ મોટી સંખ્યામાં મળી આવ્યા. મધ્ય 1940ના દશકામાં મધ્ય ઇથોપિયાનાં લેખમાં ડેવિડ બકસ્ટનને,એવુ લાગ્યુ કે નીલગિરીના વૃક્ષો "એક અભિન્ન અંગ -- અને શોઆનના ભૂવિસ્તારમાં એક આનંદદાયક -- તત્વ બની ગયા છે જેથી મંદ-વિકાસશીશીલ સ્થાનિક "સીડર જુનિપેરસ પ્રોસેરા "ની જગ્યાએ મોટા પાયે રોપાયાં)."[૨૧]

એવી સામાન્ય માન્યતા હતી કે નીલગિરી ની તૃષા "નદીઓ અને કૂવાઓને સૂકવી નાખે છે.", જેને પ્રજાતિઓ સામે એવો વિરોધ ઉભો કર્યો કે 1913માં બધા પ્રસ્થાપિત વૃક્ષોનો નાશ કરવાનો અને તેના સ્થાને શેતૂરી વૃક્ષો વાવવાનો આદેશ આપતી ઘોષણા કરવામાં આવી. પંકહર્સ્ટ નિવેદન કરે છે કે, "એ ઘોષણા જોકે મૃત પત્ર બની રહ્યો;નીલગિરીના નિર્મૂલનના કોઈ પુરાવા નથી,છતાં શેતૂરી વૃક્ષો રોપવામાં આવ્યા."[૨૨] નીલગિરી એડ્ડીસ અબાબાની વ્યાખ્યાકર્તા લાક્ષણિકતા બની રહી.

માડાગાસ્કર નીલગિરી એ માડાગાસ્કરના મોટા ભાગના મૂળ દેશી વનોની જગ્યા લીધી,જેથી એન્ડાસીબે-મેન્ટાડીઆ રાષ્ટ્રીય પાર્ક જેવા શેષ પ્રાકૃતિક ક્ષેત્રોને અલગ પાડી દેતા જૈવવિવિધતા પર ખતરો ઊભો થયો.

દક્ષિણ આફ્રિકા મુખ્યત્વે ઇમારતી લાકડા અને બળતણ માટેના લાકડા માટે જ નહિ પણ પરંતુ પણ સુશોભન હેતુઓ માટે પણ અસંખ્ય નીલગિરી પ્રજાતિઓ દક્ષિણ આફ્રિકામાં શરૂ કરાઇ. તેઓ મધમાખી-પાલકોમાં તેઓ જે મધ પૂરુ પાડે છે તે માટે જાણીતા છે.[૨૩] જોકે,તેમની જળ-શોષક ક્ષમતા સાથે જળ-પુરવઠા માટે ખતરનાક હોઇ,દક્ષિણ આફ્રિકામાં તેઓને આક્રમક મનાય છે. તેઓ આસપાસની જમીનમાં રસાયણ પણ છોડે છે જે તેના સ્થાનિક હરીફોને મારી નાખે છે.[૬]

નીલગિરી ના બીજાંકુરણોસામાન્ય રીતે સ્થાનિક ઘાસ સાથે સ્પર્ધા કરવા અસમર્થ હોય છે,પરંતુ આગ પછી જ્યારે ઘાસનુ આવરણ હટી જાય ત્યારે બીજના ક્યારાનું નિર્માણ થઇ શકે છે. નીચેની નીલગિરી પ્રજાતિઓ દક્ષિણ આફ્રિકામાં અનુકૂલિત થવા સમર્થ છે: ઇ. કેમલ્ડ્યુલેન્સિસ , ઇ. ક્લેડોકેલિક્સ , ઇ. ડાઇવર્સીકલર , ઇ. ગ્રેન્ડીસ અને ઇ. લેહમન .[૨૩]

ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકાની જેમ, ઘણી નીલગિરી પ્રજાતિઓ ઝિમ્બાબ્વેમાં પરિચિત કરવામા આવી છે, મુખ્યત્વે ઇમારતી લાકડા માટે અને બળતણ માટે લાકડા, અને ઇ. રોબસ્ટા અને ઇ. ટેરેટીકોર્નીસ ત્યાં અનુકૂલિત બનતા જોવા મળ્યાનું નોંધાયેલ છે.[૨૩]

યુરોપ

વન્યજીવન પર ગંભીર અસરો સાથે,ખંડીય પોર્ટુગલ,એઝોર્સ અને ગેલીસીયાના અસંખ્ય ઓક વનોનું સ્થાન નીલગિરીએ લઇ લીધું,જેની ખેતી માવાદાર લાકડા માટે થાય છે.

ઇટાલીમાં,નીલગિરીનુ આગમન જ 19મી સદીને અંતે થયુ અને 20મી સદીની શરૂઆતમાં તેના મોટા પાયે વાવેતરની શરૂઆત થઇ,જેનો હેતુ કળણવાળી જમીનને સૂકવી નાખવાનો હતો. આમ,ઇટાલિયન આબોહવામાં તેમના ઝડપી વિકાસ અને વાયુરોધક તરીકે શ્રેષ્ઠ કાર્યે તેમનુ દેશના મધ્ય અને દક્ષિણ ક્ષેત્રોમાં તેમનું દેખાવું સામાન્ય બનાવી દીધું છે,જેમાં સાર્ડીનિયા અને સીસીલીના ટાપુઓનો સમાવેશ થાય છે. લાક્ષણિક ગંધ અને તેમનામાંથી ઉત્પન્ન થતા સ્વાદિષ્ટ મધ માટે પણ તેમને મહત્વ અપાય છે. ઇટાલીમાં સૌથી સામાન્ય રીતે જોવા મળતો નીલગિરીનો પ્રકાર નીલગિરી કેમલડ્યુલેન્સિસ છે.[૨૪]

ઇતિહાસ

યુરોપના શોધકો અને સંગ્રહકોએ નીલગિરી બહુ પહેલા જોઈ લીધી હોવી જોઇએ,પણ 1770 સુધી એના કોઈ વાનસ્પતિક સંગ્રહો હોવાનુ જાણમાં નથી,જ્યાં સુધી જોસેફ બેંક્સ અને ડેનિયલ સોલેન્ડર બોટની ખાડીએ કપ્તાન જેમ્સ કૂક સાથે આવ્યાં. ત્યાં તેઓએ ઇ. ગમીફેરા અને બાદમાં, ઉત્તરીય ક્વીન્સલેન્ડ માં એન્ડેવર નદી પાસે, ઇ.પ્લેટીફાયલા ના નમૂના એકઠા કર્યાં;તેમાંની કોઇ પણ પ્રજાતિનું નામકરણ તે સમયે નહોતું કરવામાં આવ્યું.

1777માં,કૂકના ત્રીજા અભિયાન પર, ડેવિડ નેલ્સને દક્ષિણી તાસ્માનિયામાં બ્રુની દ્વીપ પર નીલગિરીનો એક નમૂનો સંગ્રહિત કર્યો. આ નમૂનો લંડનમાં બ્રિટીશ સંગ્રહાલય લઇ જવાયો,અને તેનું નામ ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી એલ'હેરીટીઅર દ્વારા નીલગિરી ઓબ્લીકવા રખાયું ,જેઓ તે સમયે લંડનમા કાર્ય કરતા હતા. તેમણે જાતિનું નામ ગ્રીક મૂળ યુ અને કેલિપ્ટસ પરથી બનાવ્યું,જેનો અર્થ "સારી રીતે" અને "આવરિત" પુષ્પની પુષ્પકલિકાના ઓપર્ક્યુલમના સંદર્ભમાં જે વિકસતા પુષ્પના અંગોની રક્ષા કરે છે અને જે પુષ્પ-રચના વખતે વિકસતા પુંકેસરોના દબાણથી ખુલી જાય છે. તે લગભગ એક અકસ્માત જેવુ જ હતું કે એલ'હર્ટીયરે એ લાક્ષણિકતા પસંદ કરી કે જે બધા યુકેલિપ્ટ્સ(નીલગિરી) માટે સમાન હતી.

ઓબ્લીકા નામ લેટિન ઓબ્લિક્યુસ ,અર્થાત "ત્રાંસુ",જે એવા પર્ણને વર્ણવતો વાનસ્પતિક શબ્દ છે જે પર્ણની ધારની બંને બાજુ અસમાન લંબાઇની હોય અને ડીંટા પાસે એક જ સ્થાને એકબીજાને મળતી ન હોય.

ઇ. ઓબ્લીકા માં 1788-89 પ્રકાશિત થયેલ હતી,જે સંયોગથી તે જ સમયે ઓસ્ટ્રેલિયાના પ્રથમ આધિકારિક યુરોપિયન વસાહત સ્થાપિત થઈ. તે ગાળામાં અને 19મી સદીના અંતે,નીલગિરી ની બીજી ઘણી પ્રજાતિઓનું નામકરણ કરાયું અને પ્રકાશિત કરાઇ. તેમાંના મોટા ભાગના અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી જેમ્સ એડવર્ડ સ્મિથ દ્વારા હતા અને,જેમ અપેક્ષા કરી શકાતી હતી તેમ,મોટા ભાગના વૃક્ષો સિડની વિસ્તારના હતા. આમાં આર્થિક રીતે મૂલ્યવાન ઇ. પીલ્યુલેરિસ , ઇ. સેલિગ્ના અને ઇ. ટેરેટીકોર્નિસ નો સમાવેશ થાય છે.

ફ્રેન્ચ વનસ્પતિશાસ્ત્રી જેક્યુઇસ લેબિલેર્ડીયર દ્વારા પ્રથમ સંગ્રહિત અને પછી નામ અપાયેલ પ્રથમ પ્રાદેશિક પશ્ચિમી ઓસ્ટ્રેલિયન નીલગિરી યેટ (ઇ. કોર્નુટા ) હતી ,1792માં જેણે તે જ્યાંથી સંગ્રહિત કરી તે હવે એસ્પેરન્સ ક્ષેત્રો તરીકે ઓળખાય છે.[૮]

ઘણા મહાન ઓસ્ટ્રેલિયન વનસ્પતિશાસ્ત્રીઓ 19મી સદી દરમ્યાન કાર્યશીલ હતા,ખાસ કરીને ફર્ડીનેન્ડ વોન મ્યુલર,જેના નીલગિરી પરના કાર્યનું 1867માં જ્યોર્જ બેન્થમના ફ્લોરા ઓસ્ટ્રેલિએન્સિસ જાતિના પ્રથમ વ્યાપક સરવૈયામાં મોટું યોગદાન છે, જે આજે શેષ એકમાત્ર ઓસ્ટ્રેલિયન ફ્લોરા છે. આ સરવૈયામાં જાતિ વિષે સૌથી અગત્યનું પ્રારંભિક વ્યવસ્થિત વર્ણન છે. બેન્થમે તેને પુંકેસરની લાક્ષણિકતાઓમાં ભેદને આધારે,ખાસ કરીને પરાગકોષમાં પાંચ શ્રેણીઓમા વિભાજીત કર્યાં,(મ્યુલર, 1879-84),આ કાર્યને જોસેફ હેન્રી મેઇડને(1903-33) વિસ્તૃત કર્યું અને વિલીયમ ફારીસ બ્લેકલીએ(1934) હજી આગળ વધાર્યું. પરાગકોષ પ્રણાલી કાર્ય કરવા માટે બહુ જટિલ બની અને વધુ અર્વાચીન વ્યવસ્થિત કાર્યમાં કળીઓ, ફળો, પર્ણો અને છાલની લાક્ષણિકતાઓ પર એકાગ્રતા રખાઈ છે.

આ પણ જુઓ

  • યુકેલિપ્ટોલ
  • નીલગિરી તેલ
  • નીલગિરી પ્રજાતિઓની યાદી

ફોટો ગેલેરી

નોંધ

સંદર્ભો

  • Boland, D.J. (2006). Forest Trees of Australia. Collingwood, Victoria: CSIRO Publishing. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ) 5મી આવૃત્તિ. આઇએસબીએન 0-7106-0896-9.
  • Brooker, M.I.H. (2006). Field Guide to Eucalyptus. Melbourne: Bloomings. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)ત્રીજી આવૃત્તિ. આઇએસબીએન 1-876473-52-5 વોલ. 1. દક્ષિણ-પૂર્વીય ઓસ્ટ્રેલિયા.
  • Pankhurst, Richard (1968). Economic History of Ethiopia. Addis Ababa: Haile Selassie I University.

બાહ્ય લિંક્સ

નીલગિરી વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી

ઔષધીય સ્રોતો, નીલગિરીનું તીવ્ર ગંધયુક્ત તેલ

🔥 Top keywords: