પદ્મા બંદોપાધ્યાય

ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા એર માર્શલ

એર માર્શલ પદ્મા બંદોપાધ્યાય (જ. ૪ નવેમ્બર ૧૯૪૪) એ ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ ફ્લાઇટ સર્જન છે. તેઓ ભારતીય વાયુસેનામાં એર માર્શલના પદ પર બઢતી મેળવનાર પ્રથમ મહિલા હતા. સર્જન વાઇસ એડમિરલ પુનિતા અરોરા પછી, તેઓ ભારતીય સશસ્ત્ર દળોના દ્વિતીય મહિલા હતા, જેમને થ્રી-સ્ટાર રેન્કમાં બઢતી આપવામાં આવી હતી.

એર માર્શલ
પદ્માવતી બંદોપાધ્યાય
PVSM, AVSM, VSM, PHS
૨૦૧૨માં પદ્માવતી બંદોપાધ્યાય
જન્મ નામપદ્માવતી સ્વામીનાથન
હુલામણું નામપદ્મા
જન્મ (1944-11-04) 4 November 1944 (ઉંમર 79)
તિરૂપતિ (શહેર), મદ્રાસ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન આંધ્ર પ્રદેશ)
દેશ/જોડાણભારત
સેવા/શાખાભારતીય વાયુ સેના
સેવાના વર્ષો૧૯૬૮ – ૨૦૦૫
હોદ્દો એર માર્શલ
સેવા ક્રમાંક11528 MED (MR-2246)
Commands heldDGMS(Air)
પુરસ્કારોપરમ વિશિષ્ટ સેવા ચંદ્રક, અતિ વિશિષ્ટ સેવા ચંદ્રક, વિશિષ્ટ સેવા ચંદ્રક, પદ્મશ્રી
પત્નિવિંગ કમાન્ડર સતી નાથ બંદોપાધ્યાય (m. 1968–2015; his death)

પ્રારંભિક જીવન

તેમનો જન્મ ૪ નવેમ્બર ૧૯૪૪ના રોજ આંધ્ર પ્રદેશના તિરુપતિ ખાતે તમિલ ભાષી ઐયર પરિવારમાં પદ્માવતી સ્વામીનાથન તરીકે થયો હતો. તેઓ જ્યારે ચાર-પાંચ વર્ષના હતા ત્યારે તેમની માતાને ક્ષય રોગ થયો હતો અને તે પથારીવશ થઈ ગયા હતા. તેથી, તેઓ ખૂબ જ નાના હતા ત્યારથી જ તેમના મગજમાં તબીબી સમસ્યાઓ ઘર કરી ગઈ હતી, અને પ્રમાણમાં નાની ઉંમરે તેઓ તેમની માતાની પ્રાથમિક સંભાળ લેનાર પણ બની ગયા હતા. સંયોગથી નવી દિલ્હીના ગોલ માર્કેટના તેમના પાડોશમાં ડો. એસ. આઈ. પદ્માવતી રહેરા હતા, જેઓ લેડી હાર્ડિંગ મેડિકલ કૉલેજના મેડિસિનના પ્રોફેસર હતા. પદ્મા બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે તેમની માતાની માંદગી અને સફદરજંગ હોસ્પિટલમાં તેમને દાખલ કરવાનો તેમનો અનુભવ, તથા તેમના જેવા જ નામની પડોશી મહિલા ડોક્ટરને કારણે તેમને ડૉક્ટર બનવાની શરૂઆતની પ્રેરણા મળી હતી.[૧]

શિક્ષણ

તેણીએ માનવવિદ્યાના વિષયોમાં દિલ્હીની તમિલ એજ્યુકેશન એસોસિએશન સિનિયર સેકન્ડરી સ્કૂલ્સમાં અભ્યાસ કર્યો હતો. શાળામાંથી સ્નાતક થયા પછી, તેણીએ માનવવિદ્યાના વિષયોને બદલે દિલ્હી યુનિવર્સિટીના વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવ્યો હતો. તેમણે કિરોડી મલ કોલેજમાં પ્રિ-મેડિકલનો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ૧૯૬૩માં પુણેની આર્મ્ડ ફોર્સિસ મેડિકલ કોલેજ (શસસ્ત્ર દળ વૈધકીય મહાવિદ્યાલય)માં પ્રવેશ મેળવ્યો હતો.

કારકિર્દી

તેઓ ૧૯૬૮ માં ભારતીય વાયુસેનામાં જોડાયા હતા. તેમણે વાયુસેનાના સાથી અધિકારી વિંગ કમાન્ડર એસ. એન. બંદોપાધ્યાય સાથે લગ્ન કર્યા હતા.[૨] ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમના અસાધારણ પ્રદાન બદલ તેમને વિશિષ્ટ સેવા મેડલ (વીએસએમ)[૩] એનાયત કરવામાં આવ્યો હતો. સતી નાથ અને પદ્મા એ એક જ પુરસ્કાર અલંકરણ પરેડમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવનાર પ્રથમ વાયુસેના (આઈએએફ) દંપતી હતા.[૪] તેઓ એરોસ્પેસ મેડિકલ સોસાયટી ઓફ ઇન્ડિયાના ફેલો બનનાર પ્રથમ મહિલા હતા અને ઉત્તર ધ્રુવ પર વૈજ્ઞાનિક સંશોધન કરનાર પ્રથમ ભારતીય મહિલા હતા.[૫] તેણી ૧૯૭૮ માં ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજનો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર પ્રથમ મહિલા સશસ્ત્ર દળ અધિકારી પણ છે.[૬] તેઓ હવાઈમથકમાં ડાયરેક્ટર જનરલ મેડિકલ સર્વિસીસ (એર) પણ રહ્યા હતા.[૭] ૨૦૦૨માં તેઓ એર વાઇસ માર્શલ (ટુ-સ્ટાર રેન્ક)માં બઢતી મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા. ત્યારબાદ તેઓ ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા એર માર્શલ બન્યા હતા. બંદોપાધ્યાય એક ઉડ્ડયન દવા નિષ્ણાત અને ન્યુ યોર્ક એકેડેમી ઓફ સાયન્સિસના સભ્ય પણ છે.[૮]

પુરસ્કાર અને ચંદ્રક

અતિ વિશિષ્ટ સેવા ચંદ્રકવિશિષ્ટ સેવા ચંદ્રકપશ્ચિમી તારક
સંગ્રામ ચંદ્રકઓપરેશન વિજય ચંદ્રકઊચ્ચ ઊંચાઈ સેવા ચંદ્રક૫૦મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક
૨૫મી સ્વતંત્રતા વર્ષગાંઠ ચંદ્રક૩૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક૨૦ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક૯ વર્ષીય દીર્ઘકાલીન સેવા ચંદ્રક

સંદર્ભ