પિસ્તા

પિસ્તા, પિસ્તાશીયા વેરાએ વનસ્પતિ શાસ્ત્ર અનુસાર એનાકાર્ડીઆસેશી કુળનું વૃક્ષ છે. તેના વૃક્ષો નાનાં હોય છે. તેમનું ઉદ્ભવ સ્થાન બૃહદ ઈરાન ક્ષેત્ર માનવામાં આવે છે. [૧][૨]) હાલના સમયમાં સિરિયા, લેબેનોન, તુર્કસ્તાન (ટર્કી), ગ્રીસ, ટ્યુનિશીયા, કિરગીઝસ્તાન, તાજીકિસ્તાન, તુર્કમેનિસ્તાન, ભારત, પાકિસ્તાન, ઇજિપ્ત, ઈટાલી, સીસલી, ઉઝબેકિસ્તાન, અફઘાનીસ્તાન અને અમેરિકા (કેલિફોર્નિયા)માં પણ તેનું વાવેતર કરવામાં આવે છે. આ વૃક્ષના બીજ (કે શિંગ)નો રસોઈમાં અને ખાધ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

પિસ્તા
પિસ્તાશીયા વેરા (Pistacia vera) (કેરમન પ્રજાતિ)ના પાકતા ફળો
શેકેલા પિસ્તા, આવરણ સહિત
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom:Plantae
(unranked):Angiosperms
(unranked):Eudicots
(unranked):Rosids
Order:Sapindales
Family:Anacardiaceae
Genus:'Pistacia'
Species:''P. vera''
દ્વિનામી નામ
Pistacia vera
L.

પિસ્તાચીઓ વેરાને ઘણી વખત પિસ્તાશિયાની અન્ય પ્રજાતિ સમજીને લોકો થાપ ખાઈ જાય છે. આ ફરકને તેમના વાવેતરના સ્થાન અને તેમની શિંગ (બી)ને આધારે જુદા તારવી શકાય છે. તેમની શિંગ નાની હોય છે અને તેમાં ટર્પેન્ટાઈનની તીવ્ર ગંધ હોય છે વળી તેમના આવરણ સખત હોતા નથી.

ઇતિહાસ

ઇરાકના જામરોમાં પુરાતત્વવિદોએ કરેલા ખોદકામમાં પિસ્તાના અવશેષો મળી આવ્યા છે. [૧]આથી જણાયું છે કે ઈ. પૂ. ૬૭૫૦ વરસ પહેલાં પિસ્તા ખવાતા હતા.[૧]ઈ.પૂ. ૭૦૦ ના સમયના રાજા મેરોદક-બલદાનના બેબીલોનના હેંગીંગ ગાર્ડનમાં પિસ્તાના વૃક્ષો હોવાનો પુરાવો મળ્યો છે.[૧] અરવાચીન કાળમાં ખવાતા પિસ્તા સૌ પ્રથમ પશ્ચિમ એશિયામાં ઉગાડવામાં આવ્યા હતાં. તે કાળથી મોટેભાગે તેને ઈરાન અને ઈરાકના ઠંડા ક્ષેત્રોમાં ઊગાડાય છે. આનું વાવેતર સિરિયા માર્ગે થઈને ભોમધ્ય સમુદ્રના પ્રદેશ સુધી ફેલાયું.

ઈઝરાયેલની હુલા વેલી ક્ષેત્રમાં ૭૮૦૦૦૦ વર્ષ પહેલા પુરાતત્વ શાસ્ત્રીઓને પિસ્તા તેની બીજ તેને ફોલવાના સાધનો આદિ મળી આવ્યાં છે. [૩]

પ્લિની પોતાના "નેચરલ હિસ્ટરી" નામના પુસ્તકમાં જણાવે છે કે હાલમાં પ્રચલિત પિસ્તાશિયા એ સિરિયાનું ખાસ વૃક્ષ છે. સિરિયામાંના રોમન રાજદૂત "લ્યુસીસ વીટેલસ ધ એલ્ડર" (ઈ.સ. ૩૫) તેને ઈટલી લાવ્યાં હતાં અને તેજ કાળ દર્મ્યાન ફ્લૅકસ પોમ્પીયસ તેને હીસ્પેનીયામાંલાવ્યાં હતાં.[૪] ૬ઠ્ઠી સદીના અન્થી મસ દ્વારા લખાયેલા એક પુસ્તક "ધી ઓબ્સર્વેસાને સીબોરમ" (ખોરાકનું અવલોકન)માં પિસ્તાનો ઉલ્લેખ મળે છે. અનાપરથી જાણી શકાય છે પ્રાચીન કાળથી યુરોપમાં પિસ્તા ખવાતા હતાં. બાઈબલમાં પણ પિસ્તાનો ઉલ્લેખ છે. જો કે અમુક સ્થળે તેનો અખરોટ અને બદામ તરીકે ઉલ્લેખ છે

હાલના કાળમાં અંગ્રેજી બોલનારા ક્ષેત્રો જેમકે ઓષ્ટ્રેલિયા અને ન્યુ મેક્સિકો[૫] અને કેલિફોર્નિયામાં પણ પિસ્તાના વાવેતરો શરૂ થયા છે. કેલિફોર્નિયામાં આનું વાવેતર ૧૮૫૪માં ઉદ્યાન વૃક્ષ તરીકે થયું હતું. [૬] ૧૯૦૪ અને ૧૯૦૫ દરમ્યાન યુનાયટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેંટ ઓફ એગ્રીકલ્ચરના ડૅવિડ ફરચાઈલ્ડએ પિસ્તાની ચીનમાં ઉગતી થોષી સખત પ્રજાતિને કેલિફોર્નિયામાં વાવી અને ૧૯૨૯માં તેનું ધંધાદારી ઉત્પાદન શરૂ થયું. [૫][૭] ૧૯૧૭ સુધેના કાળમાં પિસ્તાની સિરિયામાં ઊગતી પ્રજતિનું ઉત્પાદન અમેરિકામાં શરૂ થઈ ગયું હતું. .[૮]

"પિસ્તા" આ નામનો સૌથી ર્પથમ ઉલ્લેખ લગભગ વર્ષ ૧૪૦૦ની આસપાસ થયેલો જોવા મળે છે જ્યાં તેનો "પિસ્તેસ' કે "પિસ્તાશિયા" એવો ઉલ્લેખ થયો છે. એમ મનાય છે કે આ શબ્દ મધ્ય પર્શિયન ભાષાનો છે, જો કે તેની પુસ્ટિ થઈ નથી. મધ્ય પર્શિયન ભાષા થકીએ તે ગ્રીક (પીસ્તાકિયોન, પિસ્તાક), તેમાંથી પ્રાચીન લેટિન (પિસ્તાશિયમ) અને ત્યાંથી તે ઈટલીયન ભાષાના પિસ્તાચિયો તરીકે ફેલાયો. વખત જતાં પર્શિયન ભાષામાં આ શબ્દ ટૂંકાવીને "પિસ્તા" એટલો રહ્યો. પસ્છિમ એશિયામાંથી આ વૃક્ષ યુરોપમાં ફેલાયો.[૯]

વનસ્પતિશાસ્ત્ર

નિવસન

પિસ્તાનું વૃક્ષ એ રણની વનસ્પ્તિ છે. આ વૃક્ષ ક્ષારીય જમીન પ્રત્યે ઘણું સહિષ્ણુ હોય છે. એમ જણાવાયું છે કે ૩૦૦૦-૪૦૦૦ ppm (પાર્ટ્સ પર મિલિયન, ભાગ પ્રતિ દસલાખ)જેટલા ક્ષારીય પાણીથી પણ પિસ્તાની ખેતી થઈ શકે છે. [૫] પિસ્તાના વૃખો મહદ અંશે સખત હોય ચે અને તેઓ શિયાળાના -૧૦ °સે (૧૪ °ફૅ) થી લઈને ઉનાળાના ૪૭ °સે (૧૧૮ °ફૅ ) સુધીના ઉષ્ણતામાનને સહન કરી શકે છે. આ વૃક્ષને સુકું ઉષ્નતામાન અને સારો નિતાર ધરાવતી જમીન માફ્ક આવે છે. વધુ ભેજ ધરાવતાવાતાવરણમામ્ પિસ્તાના વૃક્ષો સારો વિકાસ પામતા નથી. જો માટી યોગ્ય નિતાર વાળી ન હોય તો શિયાળામાં મૂળ કોહવાઈ જવાનો ભય રહે છે. આના ફળોને પાકવા માટે લાંબા ઉષ્ણ ઉનાળાની જરૂર રહે છે.

કિરિગઝસ્તાનના જલાલાબાદ રાજ્યના નૂકેન જિલ્લામાં જિલગીન્ડી આરક્ષિત જંગલને પિસ્તાશિયા વેરા ની જન્મ ભૂમિ તરીકે આરક્ષીત રખાયું છે.

વિશિષ્ટતાઓ

આવરણમાં પિસ્તા

પિસ્તાનો છોડ ૧૦ મીટર સુધી ઊંચો ઉગે છે. તે પાનખરના ૧૦-૨૦ સેમી લાંબા પાંદડા ધરાવે છે. આના વૃક્ષો ભિન્ન લિંગી હોય છે નર અને માદા વૃક્ષો અલગ અલગ હોય છે. આના પુષ્પો પાંદડી ધરાવે છે અને તેઓ એક લિંગી હોય છે એને ગુચ્છામાં ઊગે છે.

આનું ફાળ એક પોલા ઠળિયા સ્વરૂપે હોય છે જેના આવરણની અંદર બીજ હોય છે. આ બીજ ખાવાના ઉપયોગમાં લેવાય છે. આના બીજ ને શિંગ સમજવામાં છે પણ વનસ્પ્તિ શાસ્ત્રની દ્રષ્ટિએ તે શિંગ નથી. તે બાહ્ય સખત આઅવરણ ધરાવતું ફળ છે. આના બીજની છાલ રાખોડી જાંબુડીયા રંગની હોય છે અને તેનો ગર લીલાશ પડત રંગનો હોય છે. તેના બીજ એક ખાસ ષોડમ અને સ્વાદ ધરાવે છે. આના ફળ પાકતા બાહરનું આવરણ લીલામાંથી હલકા કથૈ રંગનો બની જાય છે. તેને ફોડતા, સ્રળતાથી બે ભાગમાં તે તૂટે છે (ફોટો જુઓ). આને ડેહાઈસીન કહે છે અને તે થતાં સાંભળી શકાઅ તેવો અવાજ આવે છે. આના ફાટવાને એક ગુણધર્મ તરીકે સ્વીકારાયો છે. [૧૦] તેમના ફાટવાની ક્ષમતાને આધારે તેમના ધંધાદારી ધોરણે વર્ગી કરાય છે.

પિસ્તાનું વૃક્ષ દર બે વર્ષે લગભગ ૫૦ કિલો કે ૫૦૦૦૦ જેટલા પિસ્તા આપે છે. [૧૧]

પિસ્તાનું આવરણ પ્રાકૃતિક રીતે બેગી રંગ (હલકો કથૈ) ધરાવે છે પણ ક્યારેક ધંધાદારી ધોરણે તેને લીલા કે રાતા રંગે રંગવામાં આવે છે. શરૂઆતના સમયમાં હાથ વડે ચુંટાયેલા પિસ્તાના આવરણ પરના ડાઘને છુપાડવા માટે તેના પર રંગ લગાડવામાં આવતો હતો. હાલના સમયમઆં મોટે ભાગે પિસ્તાને યંત્ર દ્વારા ચુંટવામાં આવે છે અને તેમના પર ડાઘ લાગતા નથી. આને કારણે હાલમાં વપરાશ કર્તાની માગણી સિવાય તેના આવરણને રંગ લગાડવામાં આવતો નથી. શેકેલા પિસ્તાને જો સ્ટ્રોબેરી અને મીઠાના દ્રાવણમાં ભેળવવામાં આવે તો તે રાતો રંગ ધારણ કરે છે. ક્યારેક તેને મીઠા અને અમુક ખટાશ ધરાવતા ક્ષારોમાં પલાળીને શેકવામાં આવે છે.

એનાકાર્ડીએલી કુળના વૃક્ષો (જેમ કે પોઈઝન એવી, આંબો, કાજુ) ના વૃક્ષોની માફક પિસ્તામાં પણ ઉરિશિઓલ હોય છે જે અલેર્જીકારક પ્રતિક્રિયા નિર્માણ કરે છે.[૧૨]

વાવેતર

ધંધાદારી રીતે ઉછેરેલા પિસ્તા તેની છોતરામાં

ઈરાન, યુનાયટેડ સ્ટેટ્સ અને તુર્કસ્તાન એ પિસ્તાના પ્રમુખ ઉત્પાદકો છે.[૨]આના વૃક્ષોને વાડીઓમાં ઉગાડવામાં આવે છે. પિસ્તાના વૃક્ષને પુખ્તવયનું થવા અને પૂર્ણ ઉત્પાદન ક્ષમતા મેળવવા આપવા માટે ૭ થી ૧૦ વર્ષ જેટલો સમય લાગે છે. આનું ઉત્પાદન દ્વીવર્ષી હોય છે, અર્થાત્ વૃક્ષ પર દર બીજે વર્ષે મબલખ પાક ઉતરે છે. લગભગ ૨૦ વર્ષે મહત્તમ પાક ઉતરે છે. આના વૃક્ષની કાપણી કરીને પાક ઉતારવા સરળતા રહે તેટલો જ વધવા દેવામાં આવે છે. એક નર વૃક્ષ આઠથી દસ માદા વૃક્ષને પૂરી પડે તેટલા પરાગરજનું નિર્માણ કરે છે. યુનાયટેડ સ્ટેટ્સ અને ગ્રીસમાં યંત્રની મદદથી વૃક્ષોને ધ્રુજાવીને પિસ્તાની લણણી કરાય છે. પિસ્તાને સફાઈ અને સુકવણી કર્યા પછી તેનું ખુલ્લા મોઢા વાળા અને બમ્ધ મોમ્વાલા પિસ્તામાં વર્ગીકરણ કરવામાં આવે છે. સૂર્ય પ્રકાશમાં થતી સુકવણી આદર્શ ગણવામાં આવે છે.[૧૩] પછી તેને ખાસ યંત્રોદ્વારા શેકીવામાં આવે છે.

છોતરામાં અને બહાર પિસ્તાનું બી

પિસ્તાના વૃક્ષો ઘણાં રોગનો ભોગ બને છે. બોટ્રોસ્ફારીયા નામનું ફૂગ સંક્રમણ મુખ્ય છે. તેમાં ફૂલ અને કળીઓનો નાશ થાય છે. આ રોગ આખી વાડીઓ પર લાગુ પડી શકે છે.

કેલિફોર્નિયામાં સર્વ માદા પિસ્તા વૃક્ષ કેરમન પ્રજાતિના હોય છે. પુખ્તવયના માદા વૃક્ષની ને એકવર્ષના નર પિસ્તા વૃક્ષના મૂળ ઉપર ગ્રાફ્ટિંગ કરાય છે. આ નર પિસ્તાનું વૃક્ષ અન્ય જાતિનું હોઈ શકે છે.

ગ્રીસમાં ઉગતા પિસ્તા જુદી પ્રજાતિના હોય છે. તેનું છોતરું લગભગ સફેદ રંગનું હોય છે. તેનો સ્વાદ મીઠો હોય છે અને તેની છાલ લાલ-લીલા રંગની હોય છે. કરમન પ્રજાતિ કરતાં આના બી છોતરાં ઓછાં ખુલેલા હોય છે. ગ્રીસનું મોટાભાગનું ઉત્પાદન એજીના ટાપુ અને થેસલી ક્ષેત્રમાં થાય છે.

પિસ્તામાં તેલની વધુ માત્રા અને અલ્પ પાણીના માત્રાને કારણે તેના મોટા નિકાસ જથ્થાઓને આગ લાગવાનું જોખમ રહેલું હોય છે. [૧૪]

૨૦૧૦ના વર્ષના પિસ્તાના મુખ્ય ૧૦ ઉત્પાદકો"Top Production - Pistachios, 2010". FAO. 2011.</ref>
દેશProduction
(મેટ્રીક ટન)
પેદાશ
(ટન/હેક્ટર)
 ઈરાન446,6471.78
 અમેરિકા236,7754.27
 તુર્કી128,0003.03
 સીરિયા57,5001.53
 ચીન48,7002.48
 ઈટલી9,1702.6
 ગ્રીસ9,0001.76
 અફઘાનિસ્તાન3,0001.43
 ટ્યુનિશિયા2,6000.06
 કિર્ગિસ્તાન8001.33
વિશ્વમાં કુલ944,3472.03

વપરાશ

પિસ્તાના બી કે દાણા પ્રાય: સીધી ખાવામાં આવે છે. તેને મીઠા સાથે શેકીને ખારા પિસ્તા પણ લોકપ્રિય છે. આ સિવાય તેનો ઉપયોગ મિઠાઈ અને આઈસક્રીમ ને શણગારવા માટે થાય છે. પિસ્તામાંથી પિસ્તા માખણ, [૧૫][૧૬] પિસ્તાની પેસ્ટ[૧૭] અને અન્ય મિઠાઈ જેમકે બકલાવા અને પિસ્તા ચોકલેટ [૧૮] પિસ્તા હલવો,[૧૯] પિસ્તા લોકુમ કે બિસ્કોટી અને સીત કાપ જેવાકે મોર્ટાડેલા પણ બને છે. યુનાયટેડ સ્ટેટ્સમાં તાજા પિસ્તા વાપરી પિસ્તા સલાડ, પિસ્તા પુડીંગ, વ્હીપડ ક્રીમ બને છે અને કેનમાં નાખીને તેને સચવાય પણ છે [૨૦]

જુલાઈ ૨૦૦૩માં અમેરિકાના ફુડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશને કેટલાક સૌ પ્રથમ તે દાવાની પુષ્ટી કરી હતી જેમાં જણાવાયું જતું કે વૈજ્ઞાનિક પુરાવા જણાવે છે કે પિસ્તા ને અન્ય શિંગ તેમાં રહેલા કોલેસ્ટ્રોલ અને સંતૃપ્ત ચરબીને કારણે ના ૪૨.૫ ગ્રામ સુધી લેતાં તે હૃદય વિકારના ભયને ઘટાડે છે"[૨૧]

વિશ્વમાં ચીની લોકો પિસ્તાનું સૌથી વધુ સેવન કરે છે. ચીને લોકો વાર્ષિક ૮૦,૦૦૦ ટન અને એમેરિના લોકો ૪૫૦૦૦ ટન, રશિયાના લોકો ૧૫૦૦૦ ટન અને ભારતીય લોકો વાર્ષિક ૧૦૦૦૦ ટન પિસ્તા વાપરે છે. [૨૨]

સ્વાસ્થ્ય સંબંધે ફાયદા

Pistachio nuts, dry roasted, w/o salt
આહારનું પોષણ મુલ્ય પ્રતિ 100 g (3.5 oz)
શક્તિ2,391 kJ (571 kcal)
કાર્બોદિત પદાર્થો
27.65 g
શર્કરા7.81 g
રેષા10.3 g
45.97 g
નત્રલ (પ્રોટીન)
21.35 g
વિટામિનો
વિટામિન એ
lutein zeaxanthin
1205 μg
થાયામીન (બી)
(73%)
0.84 mg
રીબોફ્લેવીન (બી)
(13%)
0.158 mg
નાયેસીન (બી)
(10%)
1.425 mg
પેન્ટોથેનિક એસિડ (બી)
(10%)
0.513 mg
વિટામિન બી
(98%)
1.274 mg
ફૉલેટ (બી)
(13%)
50 μg
વિટામિન સી
(3%)
2.3 mg
મિનરલ
કેલ્શિયમ
(11%)
110 mg
લોહતત્વ
(32%)
4.2 mg
મેગ્નેશિયમ
(34%)
120 mg
મેંગેનીઝ
(61%)
1.275 mg
ફોસ્ફરસ
(69%)
485 mg
પોટેશિયમ
(22%)
1042 mg
જસત
(24%)
2.3 mg
  • એકમો
  • μg = માઇક્રોગ્રામ • mg = મિલિગ્રામ
  • IU = આંતરરાષ્ટ્રિય એકમો
ટકાવારી અમેરિકા‍ ‍(USA)ના સંદર્ભમાં પુખ્ત વયના વ્યક્તિ માટે ભલામણ પર આધારિત છે.
સ્ત્રોત: USDA Nutrient Database

પેન્સીલવાનીયા રાજ્ય વિશ્વવિદ્યાલયમાં કરાયેલા સંશોધનમાં જણાઇ આવ્યું છે કે પિસ્તાના સેવનથી સ્વયંસેવકોના રક્તમાં ઓછી સાંદ્રતા ધરાવતા પીપો પ્રોટીન (એલ ડી એલ- કોલેસ્ટ્રોલ) ઘટે છે અને રક્તમાં એન્ટીઓક્સિડન્ટની માત્રા વધે છે. [૨૩][૨૪][૨૫][૨૬] ઉંદરો પર થયેલા પરીક્ષણોમાં જણાયું છે કે રોજની જરૂરી ખાદ્ય કેલેરીના ૨૦% ભાગ પીસ્તામાંથી મેળવાય તો એચ. ડી. એલ કોલેસ્ટ્રોલના ફાયદા વધી એલ.ડી.એલ. નું પ્રમાણ ઘટ્યા વગર એલડી એલ નું ઓક્સિડેશન ઓછું કરે છે.[૨૭]

મીઠા વગરના શેકેલા પિસ્તા ખાતાં શરીમાં બીજ જરૂરી ચરબી અને મીઠાનો જમાવ અટકે છે જે હ્રદય વિકાર માટે જવાબદાર છે અને હાયપર ટેન્શન જેવી વ્યાધિઓ નોતરે છે.

માનવ પર થયેલા સંશોધનોમાં જણાયું છે કે રોજ ૩૨-૬૩ ગ્રામ પીસ્તાનું સેવન કરવાથી શરીરમં લ્યુટેઈન ના પ્લાસમા સ્તરમાં, આલ્ફા કેરોટીન, બીટા કેરોટીન અને ગામા ટોકોફેરોલમાં વધારો થાય છે.[૨૬]

વિષાબાધા અને સલામતી

અન શિંગ કે સૂકામેવાના દાણા સમાન નબલી રીતે વાવેતર કરાયેલ પિસ્તામાં એફ્લાટોક્સિઓનનું સ્તર વધુ હોય છે. એફ્લા ટોક્સિન એ એક કેન્સરકારક રસાયણ હોય છે. પિસ્તાના વૃક્ષ પર એસ્પેરજીલિયસ ફ્લેવસ અને એસ્પેરજીલિયસ સપેરેસિટીકસ જેવી ફૂગ (મોલ્ડ) ના સંક્રમણથી આ રસાયણો ઉત્પન્ન થાય છે. આ સંક્રમણ માટી, અયોગ્ય સાચવણી કે પ્રાણીઓ દ્વારા થઈ શકે છે. આવી ફુગનું વધુ પ્રમાણ રાખોડી કે કાળા રંગની કવક સ્વરૂપે જોઈ શકાય છે. આવા સંક્રમીત વ્રક્ષની બદામ ખાવું જોખમી છે.[૨૮] ગરમ અને ભેજવાળા વાતાવરણમાં એફ્લાટોક્સિન સંક્રમણ ની શક્યતા વધુ હોય છે. એફ્લાટોક્સિન સંક્રમિત ખોરાક ખાવાથી વિશ્વમાં ઘણી તીવ્ર બિમારી થયેલ હોવાનું જણાયું છે.કેન્યા જેવા દેશોમાં તો આને કરણે મૃત્યુ થયેલ પણ નોંધાયેલ છે.[૨૯]

કાપણી પહેલાં પિસ્તાના છોતરાં આપોઆપ બે ભાગમાં ફાટે જાય છે. જ્યારે પિસ્તાની છાલ એમની એમ જ રહે છે. આ છાલ પિસ્તાના ગર પર થતા ફૂગ અને કીટકોના હમલાને રોકે છે. પણ આ છાલનું રક્ષણ નબળાં વાડી વ્યવસ્થાપન, પક્ષીઓ આદિને કારને જોખમાય છે. અમુક પિસ્તાના છોતરામ્ વહેલાં ફાટી જાય છે. તેમાં પિસ્તાનું છોતરું અને છાલ બંને સાથે ફાટી પડે છે. આને કારણે એફ્લાટોક્સિન સંક્રમણ પ્રત્યે તે ઉઘાડા પડે છે. [૩૦] અમુક એફ્લાટોક્સિનને લણણીના પ્રક્રિયકો દ્વારા નિયંત્રીત કરી શકાય છે અને અમુક સમયે આખો બેચ રદ્દ કરવો પડે છે. સપ્ટેમ્બર ૧૯૯૭માં યુરોપીયન યુનિયને ઈરાનના પિસ્તામાં વધુ એફ્લાટોક્સિન હોવાને કારણે તેના પર પ્રતિબંધ મુક્યો હતો. જે ડિસેમ્બર ૧૯૯૭માં ઈરાને પરીક્ષણના ઉચ્ચ ધારાદોરન અપનાવ્યા પછી દૂર કરાયો. [૨૮]

છોતરાનો પુનર્વપરાશ

પિસ્તાના ખાલી છોતરાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખારા પિસ્તાના છોતરાને વપરાશ પહેલાં ધોઈને સાફ કરવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રાથમિક ઇંધણ તરીકે થાય છે. આગ શરૂ કરવા માટે તેને કાગળના ડૂચા સાથે વાપરવામાં આવે છે. આ સિવાય ઘરમાં ઉગાડવામાં આવતા છોડવાઓના કૂંડામાં સૌથી નીચે તેનેઓ થર કરવામાં આવે છે. આને કારણે પાણી નીતરી જાય છે અને માટી ટકી રહે છે. જે છોડને અમ્લીય મૃદા જોઈએ તેમાં મલ્ચ તરીકે. તેને લાકડા જેવા પદાર્થમાંથી કંપોસ્ટ બનાવવાની વિધીમાં ઉમરવામાં આવે છે. ખારાપિસ્તાના છોતરા ધોઆયા વગર વાપરીને તેન્ કુંડામાં નીચે રાખી શકાય છે આમ કરતાં ગોકળગાય અને સ્લગ જેવા જંતુઓ કુંડાથી દૂર રહે છે. અમુક કલાકૃતિઓ જેમકે હોલીડે ઓર્નામેંટ આદિમાં પિસ્તાના છોતરા વપરાય છે.[૩૧] સંશોધકો માને છે કે પિસ્તાના છોતરાં પારાના પ્રદુષણની સફાઈ કરવા ઉપયોગી થઈ શકે છે.[૩૨]

સંદર્ભ

🔥 Top keywords: