બાઇબલ

નવો કરાર
  • માથ્થીની લખેલી સુવાર્તા
  • માર્કની લખેલી સુવાર્તા
  • લૂકની લખેલી સુવાર્તા
  • યોહાનની લખેલી સુવાર્તા
  • પ્રેરિતોનાં કૃત્યો
  • રોમનોને પત્ર
  • કરિંથીઓને પહેલો પત્ર
  • કરિંથીઓને બીજો પત્ર
  • ગલાતીઓને પત્ર
  • એફેસીઓને પત્ર
  • ફિલિપ્પીઓને પત્ર
  • કલોસ્સીઓને પત્ર
  • થેસ્સલોનિકીઓને પહેલો પત્ર
  • થેસ્સલોનિકીઓને બીજો પત્ર
  • તિમોથીને પહેલો પત્ર
  • તિમોથીને બીજો પત્ર
  • તિતસને પત્ર
  • ફિલેમોનને પત્ર
  • હિબ્રૂઓને પત્ર
  • યાકૂબનો પત્ર
  • પિતરનો પહેલો પત્ર
  • પિતરનો બીજો પત્ર
  • યોહાનનો પહેલો પત્ર
  • યોહાનનો બીજો પત્ર
  • યોહાનનો ત્રીજો પત્ર
  • યહૂદાનો પત્ર
  • પ્રકટીકરણ


બાઇબલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે જે વાસ્તવિક રીતે અનેક પુસ્તકોનો સંગ્રહ કરેલું એક પુસ્તક છે. આ પુસ્તકોનું લેખન વિવિધ સામાજીક સ્તરમાંથી આવતા અનેક લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તેઓ જુદા જુદા સમયોમાં વિવિધ જગ્યાઓએ વસનારા લોકો હતા. બાઇબલમાં અનેક પ્રકારનાં પુસ્તકો છે. તેમા ખુબજ મહત્વના પ્રસંગોની નોંધ કરવા માટે કેટલાક પુસ્તકોનું લેખન થયું હતું. કેટલાક પુસ્તકો કેવળ પત્રો તરીકે આલેખવામાં આવ્યાં છે, વળી બીજા કેટલાક ગીતો અને કાવ્યોનો સંગ્રહ છે. આ પુસ્તકોના સંગ્રહને એકત્રિત કરવામાં આવ્યો અને તેને બાઇબલ તરીકે ઓળખવામાં આવ્યું. ખ્રિસ્તી અને યહૂદી ધર્મનાં અનુયાયીઓ માને છે કે તેમાં ઇશ્વરનો સંદેશો છે.

બાઇબલ

મોટાભાગના ખ્રિસ્તીઓ દ્વારા અધિકૃત માનવામાં આવતું બાઇબલ બે ખંડમાં વહેંચાયેલું છે, જુનો કરાર અને નવો કરાર. બાઇબલનું લેખન કાર્ય પૂરું કરતા ઘણો લાંબો સમય થયો હતો. ઇસુ ઇઝરાયેલ દેશમાં લગભગ ૨૦૦૦ વર્ષ પુર્વે જીવન જીવ્યા હતાં. તે સમયે કેટલાંક પુસ્તકોના સંગ્રહને ખુબજ પવિત્ર ગણવામાં આવતો હતો. આ પુસ્તકો ઇશ્વર અને તેના પ્રેમ વિશેની સમજણ મેળવવામાં લોકોને સહાયરુપ છે તેવું ધાર્મિક આગેવાનો જાણતા હતા. આ કારણે અન્ય પુસ્તકો કરતા આ પુસ્તકો ઘણાં મહત્વના બન્યાં હતા. આ પુસ્તકોનાં પ્રથમ સંગ્રહને પવિત્ર બાઇબલના જુના કરાર તરીકે ઓળખવામાં આવે છે. નવા કરારના પુસ્તકોનું લેખન કરવામાં આવે તેના ઘણા વર્ષો અગાઉ જુના કરારનાં પુસ્તકોને એકસાથે મુકવામાં આવ્યા હતા. જે પૈકી જુના કરારમાં કુલ ૩૯ અધ્યાય છે (મૂળ હિબ્રુ ભાષા લખાયેલા) અને નવા કરારમાં ૨૯ અધ્યાય (મૂળ ગ્રીક ભાષામાં લખાયેલા) છે. ખાસ કરીને જુના કરારના પુસ્તકો કુરાનને ઘણા મળતા આવે છે અને તેમા ઇસુના જન્મ પહેલાનો ઇતીહાસ મળે છે. જ્યારે નવા કરારમાં ઇસુના જન્મ બાદનું વર્ણન છે. વર્ષ ૨૦૦૩ સુધીમાં વિશ્વની ૨૩૦૦ ભાષાઓ કે બોલીઓમાં તેનું સંપૂર્ણ કે આંશિક ભાષાંતર થઈ ચુક્યું છે. જુના કરારના પહેલા અધ્યાયમાં દુનીયાની ઉત્પત્તિથી શરુ કરીને નવા કરારના પ્રક્ટીકરણમાં દુનીયાના અત સુધીની તમામ બાબતોનો સમાવેશ થઈ જાય છે. બાઇબલ એ દુનીયામાં સૌથી વધુ વેચાતું, સૌથી વધુ ભાષાંતર પામેલું અને લગભગ વિશ્વના દરેકે દરેક દેશમાં ઉપલબ્ધ પુસ્તક છે.

બાઇબલ ના પ્રસીધ્ધ પાત્રો

બાઇબલ ના પ્રસીધ્ધ સ્થળો

  • નાઝરેથ
  • કલવરી પર્વત
  • સીનાઇ પર્વત
  • યરુસાલેમ
  • સીયોન નગર
  • સદોમ અને ગમોરા નગર
  • નીન્વે નગર

ગુજરાતી ભાષામાં અનુવાદ

🔥 Top keywords: