બુધ (ગ્રહ)

બુધ સૂર્યમંડળ ના આઠ ગ્રહો માં સૂર્યની સૌથી નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. તેનો આવર્તકાળ ૮૮ દિવસ(પૃથ્વી ના) જેટલો છે એટલે કે તે સૂર્ય ની ફરતે ૮૮ દિવસ માં એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. પૃથ્વી પરથી જોતા, પોતાની કક્ષા ની આસપાસ લગભગ ૧૧૬ દિવસ જેટલો સમય લાગે છે,જે બીજા કોઈ પણ ગ્રહ કરતા ઘણો વધારે ઝડપી છે. આ અતિ ઝડપી ગતિ ના લીધે, ખુબ ઝડપ થી ઉડતા દેવતાઓ ના સંદેશવાહક રોમન દેવતા બુધ ના નામ પરથી આ ગ્રહ નું નામ બુધ રાખવામાં આવ્યું. ગરમી પ્રતીધારિત(જાળવી) રાખવા માટે બુધ ગ્રહ પર વાતાવરણ ન હોવાથી, બુધ ગ્રહ ની સપાટી તાપમાન નો ખુબ જ મોટો ફેરફાર અનુભવે છે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં રાત્રે તાપમાન ૧୦୦ કેલ્વીન (-૧૭૩° સેલ્સિયસ । -૨૮୦° ફેરનહીટ) થી લઈને દિવસે ૭୦୦ કેલ્વીન ( ૪૨૭° સેલ્સિયસ । ૮୦୦° ફેરનહીટ) સુધી હોય છે. ધ્રુવો નું તાપમાન સતત ૧૮୦ કેલ્વીન ( -૯૩° સેલ્સિયસ । -૧૩૬° ફેરનહીટ) કરતા નીચું હોય છે. બુધ ની અક્ષો નો ઝુકાવ માત્ર એક અંશ ના ૩୦ માં ભાગ જેટલો(૧/૩୦ અંશ) છે જે સૂર્ય મંડળ ના કોઈ પણ ગ્રહ કરતા સૌથી નાનો ઝુકાવ છે, પણ તેની ભ્રમણ કક્ષા ની ઉત્કેન્દ્રતા સૌથી મોટી છે. પોતાની કક્ષા ના ઉચ્ચબિંદુ ( કક્ષા માં સૂર્ય થી સૌથી દુરનું અંતર) પાસે તે કક્ષા માં સૂર્ય પાસેના ન્યુનતમ અંતર કરતા ૧.૫ ઘણો વધારે દુર હોય છે.બુધ ની સપાટી ખુબ જ ખાડાઓ વાળી છે અને દેખાવે ચંદ્ર ને મળતી આવે છે, જે સૂચવે છે કે તે ભૌગોલિક રીતે અબજો વર્ષો થી નિષ્ક્રિય છે.

બુધ ☿
Mercury
MESSENGER image of Mercury with three visible colors mapped to 1000 nm, 700 nm, and 430 nm wavelengths
Designations
Pronunciation/ˈmɜːrkjəri/ (audio speaker iconlisten)
AdjectivesMercurian, Mercurial[૧]
Orbital characteristics[૪]
Epoch J2000
Aphelion
  • 69,816,900 km
  • 0.466 697 AU
Perihelion
  • 46,001,200 km
  • 0.307 499 AU
Semi-major axis
  • 57,909,100 km
  • 0.387 098 AU
Eccentricity0.205 630[૨]
Orbital period (sidereal)
  • 87.969 1 d
  • (0.240 846 a)
  • 0.5 Mercury solar day
Orbital period (synodic)
115.88 d[૨]
Average orbital speed
47.87 km/s[૨]
Mean anomaly
174.796°
Inclination
  • 7.005° to Ecliptic
  • 3.38° to Sun’s equator
  • 6.34° to Invariable plane[૩]
Longitude of ascending node
48.331°
Argument of perihelion
29.124°
Known satellitesNone
Physical characteristics
Mean radius
Flattening0[૬]
Surface area
  • 7.48×107 km2[૫]
  • 0.147 Earths
Volume
  • 6.083×1010 km3[૫]
  • 0.056 Earths
Mass
  • 3.3022×1023 kg[૫]
  • 0.055 Earths
Mean density
5.427 g/cm3[૫]
Surface gravity
Escape velocity
4.25 km/s[૫]
Sidereal rotation period
  • 58.646 day
  • 1407.5 h[૫]
Equatorial rotation velocity
10.892 km/h (3.026 m/s)
Axial tilt
2.11′ ± 0.1′[૭]
North pole right ascension
  • 18 h 44 min 2 s
  • 281.01°[૨]
North pole declination
61.45°[૨]
Albedo
Surface temp.minmeanmax
0°N, 0°W [૯]100 K340 K700 K
85°N, 0°W[૯]80 K200 K380 K
Apparent magnitude
−2.6[૧૦] to 5.7[૨][૧૧]
Angular diameter
4.5" – 13"[૨]
Atmosphere[૨]
Surface pressure
trace
Composition by volume
  • 42% Molecular oxygen
  • 29.0% sodium
  • 22.0% hydrogen
  • 6.0% helium
  • 0.5% potassium
  • Trace amounts of argon, nitrogen, carbon dioxide, water vapor, xenon, krypton and neon


નાસાના મરીનર યાન દ્વારા લેવાયેલ બુધ ની તસ્વીર

ભારતીય પુરાણોમાં બુધ

બુધ અથવા સોમ તરીકે ઓળખાતો બુધગ્રહ વેપારવાણીજ્યનો સ્વામી અને તેનો રક્ષક ગણવામાં આવે છે. પુરાણોના મતે બુધ ચંદ્ર અને બૃહસ્પતિની પત્ની તારાનો પુત્ર છે. બુધની પત્નીનું નામ ઇલા છે. બુધના પુત્રનું નામ પુરૂરવા છે.

બુધનો દેખાવ કોમળ, છટાદાર અને થોડો લીલાશ પડતો છે. તામિલનાડુ ખાતેનાં શ્વેતારણ્યેશ્વર મંદિરમાં આવેલી બુધની પ્રતિમાના હાથમાં તલવાર, ગદા અને ઢાલ છે, તથા તેઓ પાંખોવાળાઅ સિંહ પર સવારી કરતા દર્શાવામાં આવ્યાં છે. અન્ય આકૃતિઓમાં તેઓ રાજદંડ અને કમળ પકડેલાં અને જાજમ પર બેઠેલા અથવા ગરૂડ અથવા સિંહોથી ખેંચાતા રથ પર સવારી કરતાં દર્શાવામાં આવ્યાં છે.

બુધને બુધવારના સ્વામી પણ ગણવામાં આવે છે.

બુધનો જન્મ

બુધનો જન્મ તારાના કુખે થાય છે. ચંદ્રદેવે બુધના પિતા હોવાનો દાવો કર્યો હતો, પણ તારાએ મૌન જાળવ્યું. આ વિષય પર બુધ પોતે અત્યંત ગુસ્સે થયા અને તારાને સત્ય કેહેવા જણાવ્યું. ત્યારે તારા કહે છે કે, ચંદ્રના પિતા બુધ છે.

સંદર્ભો

🔥 Top keywords: