મૅરી ક્યુરી

પોલિશ-ફ્રેન્ચ ભૌતિક અને રસાયણવિજ્ઞાની

મૅરી સાલોમીઆ સ્ક્લોડોસ્કા – ક્યુરી (૭ નવેમ્બર ૧૮૬૭ – ૪ જુલાઈ ૧૯૩૪) પોલિશ અને ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી, રસાયણશાસ્ત્રી અને નારીવાદી હતી . તેણે કિરણોત્સર્ગ પર સંશોધન કર્યું. તે નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા પણ હતી.[૧] તે પેરિસ યુનિવર્સિટીની પ્રથમ મહિલા પ્રોફેસર હતી. તે બે વખત નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ હતી. અનિયંત્રિત કિરણોત્સર્ગ પરના સંશોધન માટે તેને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મળ્યો, જે હેન્રી બેકરેલ દ્વારા શોધી કાઢવામાં આવી.[૨]

મૅરી ક્યુરી (૧૯૨૦માં)

પ્રારંભિક જીવન

ક્યુરી વોર્સો, પોલેન્ડ માં ૭ નવેમ્બર ૧૮૬૭ના દિવસે થયો હતો. તે ૨૨ વર્ષની હતી ત્યાં સુધી તે પોલેન્ડમાં રહેતી હતી. દસ વર્ષની ઉંમરે તેની બહેન જોફિયાનું અવસાન થયું હતું, તેની માતાનું બે વર્ષ પછી અવસાન થયું. મૅરી ક્યુરી તેના પરિવારનો પાંચમું બાળક હતી. તેનું અસલી નામ મારિયા હતું. તેના પિતા ગણિતના શિક્ષક હતા. તે ૧૧ વર્ષની હતી ત્યારે તેમનું મોત નીપજ્યું હતું. એક યુવાન છોકરી તરીકે તેને ભૌતિકશાસ્ત્રમાં રસ હતો.

તે ૧૫ વર્ષની ઉંમરમાં સ્નાતક થયા. મેરી એક શિક્ષક બની હતી જેથી તે ફ્રાન્સના પેરિસમાં શાળાએ જવા માટે પૈસા કમાઈ શકે. તે પોલેન્ડની બિન માન્યતા પ્રાપ્ત કૉલેજમાં પણ ગઈ હતી. આખરે, તે પોલેન્ડથી નીકળી ગઈ અને “મેરી” નામથી ફ્રાન્સ ગઈ. તેણે પેરિસમાં ઉચ્ચ ડિગ્રી મેળવી અને તેનું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક કાર્ય કર્યું.

તેણીએ પેરિસ અને વોર્સોમાં ક્યુરી ઇન્સ્ટિટ્યુટની સ્થાપના કરી.

ભૌતિકશાસ્ત્રી તરીકે કારકિર્દી

તેણી અને તેના પતિએ કિરણોત્સર્ગીતાનો સિદ્ધાંત બનાવ્યો (તે શબ્દ તેના અને તેના પતિ પિયર ક્યુરી દ્વારા બનાવવામાં આવ્યો). તેમને કિરણોત્સર્ગી આઇસોટોપ્સને અલગ પાડવા માટે વિવિધ રીતો મળી અને બે નવા તત્વો શોધી કાઢ્યાં: રેડિયમ અને પોલોનીયમ.

કેન્સરની નવી સારવાર વિકસાવવા તેણીએ રેડિયોએક્ટિવિટીના પોતાના અભ્યાસનો ઉપયોગ કર્યો. આ ઉપચારમાં કિરણોત્સર્ગી આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા હતી. તે બે વાર નોબેલ પુરસ્કાર જીતનાર પ્રથમ વ્યક્તિ હતી.

રેડીયમની શોધ

ક્યુરીએ રેડિયમ શોધી કાઢ્યું. ૧૮૯૮માં આ શોધ તેણે પિયર ક્યુરી અને ગુસ્તાવે બેમોન્ટ સાથે કરી હતી. [૩] [૪]

મૃત્યુ

૪ જુલાઈ ૧૯૩૪ના રોજ મૅરી ક્યુરીનું મૂત્યુ થયું હતું. રેડિયોએક્ટિવ વિકિરણથી થયેલ એનીમિયાના કારણે તેનું મૃત્યુ થયું હતું.

સંદર્ભો

બાહ્ય કડીઓ

🔥 Top keywords: