મેઘધનુષ્ય ધ્વજ (એલજીબીટી)

 

મેઘધનુષ્ય ધ્વજ એ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્વિયર ( LGBT ) ગૌરવ (પ્રાઈડ) અને ૧૯૭૦ ના દાયકાથી ઉપયોગમાં લેવાતી LGBT સામાજિક ચળવળનું પ્રતીક છે.

મેઘધનુષ ધ્વજ લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ( LGBT ) અને ક્વીયરના ગૌરવને દર્શાવતું અને LGBT સામાજિક ચળાવળનું પ્રતીક છે. આ ધ્વજ ગે પ્રાઇડ ફ્લેગ અથવા LGBT પ્રાઇડ ફ્લેગ તરીકે પણ ઓળખાય છે, આ રંગો LGBT સમુદાયની વિવિધતા અને માનવ જાતિની કામવૃત્તિ અને લૈંગીકતાના વિસ્તારને પ્રતિબિંબિત કરે છે. ગે પ્રાઈડના પ્રતીક તરીકે મેઘધનુષ્ય ધ્વજનો ઉપયોગ સાન ફ્રાન્સિસ્કોમાં શરૂ થયો હતો, અને આખરે વિશ્વભરમાં LGBT અધિકારોના આયોજનોમાં સર્વ સામાન્ય બની ગયો હતો.

આ ધ્વજ સૌ પ્રથમ કલાકાર ગિલ્બર્ટ બેકર, લિન સેગરબ્લોમ, જેમ્સ મેકનામારા અને અન્ય કાર્યકરો દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો, [૧] [૨] [૩] [૪] ૧૯૭૮માં તેની સૌ પ્રથમ શરૂઆત પછી તેની રચનામાં ઘણા ફેરફારો થયા હતા, અને વિવિધતાની પ્રેરણાથી તેમાં ફેરફારો ચાલુ છે. બેકરના મૂળ મેઘધનુષ ધ્વજમાં આઠ રંગો હતા, [૫] [૬] ૧૯૭૯ થી અત્યાર સુધીના સૌથી સામાન્ય પ્રકારમાં છ પટ્ટાઓનો સમાવેશ થાય છે: લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી અને જાંબુડી. ધ્વજ સામાન્ય રીતે આડી રીતે પ્રદર્શિત થાય છે, ટોચ પર લાલ પટ્ટી હોય છે, કારણ કે તે કુદરતી મેઘધનુષ્યમાં પન ટોચ પર હોય છે.

એલજીબીટી લોકો અને સાથીઓ હાલમાં તેમની ઓળખ અથવા સમર્થનના બાહ્ય પ્રતીક તરીકે મેઘધનુષ્ય ધ્વજ અને ઘણી મેઘધનુષ-થીમ આધારિત વસ્તુઓ અને રંગ યોજનાઓનો ઉપયોગ કરે છે. મેઘધનુષ્ય ઉપરાંત, અન્ય ઘણા ધ્વજ અને પ્રતીકોનો ઉપયોગ એલજીબીટી સમુદાયમાં ચોક્કસ ઓળખનો સંચાર કરવા માટે થાય છે.

ઇતિહાસ

૧૯૭૮ માં ગિલ્બર્ટ બેકર દ્વારા રચાયેલી મૂળ આઠ-પટ્ટાવાળી આવૃત્તિ
કાપડની અનુપલબ્ધતાને કારણે ગુલાબી રંગને હટાવી બનાવાયેલું સાત-રંગનું સંસ્કરણ
</br> (૧૯૭૮-૭૯)
૧૯૭૯ થી છ રંગની આવૃત્તિ લોકપ્રિય છે, જેમાં પીરોજી અને ઈન્ડિગો બંનેને બદલે રોયલ બ્લ્યુ પટ્ટો વપરાયો હતો.

સંદર્ભ

🔥 Top keywords: