રાણકપુર જૈન મંદિર

રાજસ્થાનમાં આવેલું જૈન મંદિર

રાણકપુર જૈન મંદિર અથવા ચતુર્મુખ ધરણાવિહારરાજસ્થાનમાં આવેલું તીર્થંકર ઋષભ દેવને સમર્પિત જૈન મંદિર છે.

રાણકપુર જૈન મંદિર
રાણકપુર જૈન મંદિર
ધર્મ
જોડાણજૈન
દેવી-દેવતાઋષભ દેવ
તહેવારોમહાવીર જયંતી
સ્થાન
સ્થાનરાણકપુર, રાજસ્થાન
રાણકપુર જૈન મંદિર is located in રાજસ્થાન
રાણકપુર જૈન મંદિર
રાજસ્થાનમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ25°6′56.68″N 73°28′22.19″E / 25.1157444°N 73.4728306°E / 25.1157444; 73.4728306
સ્થાપત્ય
નિર્માણકારધરણા શાહ
સ્થાપના તારીખઇ.સ. ૧૪૩૭
મંદિરો
વેબસાઈટ
http://www.ranakpurtemple.com

સ્થાનિક વેપારી ધરણા શાહે ૧૫મી શતાબ્દીમાં એક દિવ્ય દ્રષ્ટિ સાથે મંદિરના બાંધકામની શુરુઆત કરી હતી. રાણકપુર શહેર અને મંદિરનું નામ મેવાડના સ્થાનિક રાજા કુંભાના નામ પર થી રાખવામાં આવ્યું છે. રાણકપુર જૈન સંપ્રદાયનું એક અગત્ય અને મહત્વનું મંદિર છે. આ મંદિરના બાંધકામમાં ચૌમુખ મંદિર, સૂર્યમંદિર, પાર્શ્વનાથ મંદિર અને અંબા મંદિરનો સમાવેશ થાય છે.[૧]

સ્થાપત્ય

આ ભવ્ય મંદિરના બાંધકામ માટે પ્રકાશ રંગીન આરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે આશરે ૬૦ x ૬૨ મીટરનો વિસ્તાર ધરાવે છે. મંદિર, તેના વિશિષ્ટ ગુંબજ, શિખરો અને કપાઓ સાથે એક ટેકરીની ઢાળ પરથી ભવ્ય રીતે ઉગે છે. ૧૪૪૪ આરસપહાણના થાંભલા કે જેઓ ઉત્કૃષ્ટ વિગતવાર કોતરાયેલ છે અને મંદિરને ટેકો આપે છે.[૨]

મંદિર ચૌમુખી-ચારે બાજુ થી પ્રવેશદ્વાર રીતે બંધાયેલ છે. મંદિરનું બાંધકામ જૈન કોસ્મોલોજી ને અનુરૂપ છે અને રાજસ્થાન ના પૌરાણિક મીરપુરના જૈન મંદિરની સાથે સામ્યતા ધરાવે છે. મંદિર ના બાંધકામ ની શૈલી મરુ-ગુર્જર શૈલી છે.

ઇતિહાસ

સંસ્કૃત ગ્રંથ સોમ સૌભાગ્ય કાવ્ય અનુસાર, મંદિરના લેખ અને તાંબાની પટ્ટી અનુસાર ૧૪૩૭ના વર્ષ માં મંદિર ની સ્થાપના થઇ હતી. પોરવાલ જૈન વણિક ધરણા શાહે પોતાને આવેલા સ્વપ્ન અનુસાર અને સ્થાનિક રાજા કુંભાના રક્ષાછત્ર નીચે મંદિર નાં બાંધકામની શરૂઆત કરી હતી.[૩]

અન્ય સંદર્ભ મુજબ આ કાર્ય ૧૪૪૬થી ૫૦ વર્ષ ચાલ્યું હતું અને ૧૪૯૬માં પૂર્ણ થયું હતું.[૪]

છબીઓ

સંદર્ભ