રેઇનર વાઇસ

અમેરિકી ભૌતિકશાસ્ત્રી

રેઇનર વાઇસ (અંગ્રેજી: Rainer Weiss; જન્મ: ૨૯ સપ્ટેમ્બર 1932) અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે જેઓ મુખ્યત્વે તેમના ગુરૂત્વાકર્ષણ ભૌતિકી અને ખગોળશાસ્ત્રના પ્રદાન માટે જાણીતા છે. તેઓ મેસૅચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરિકે ફરજ બજાવે છે. તેઓ 'લેસર ઇન્ટરફેરોમીટર પ્રયુક્તિ' વિકસાવવા બદલ જાણીતા છે જે 'લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશનલ વેવ ઓબ્ઝર્વેટરી' (LIGO) ખાતે થયેલ પ્રયોગ માટે આધારસ્તંભ હતી.[૧][૨][૩]

રેઇનર વાઇસ
જન્મની વિગત (1932-09-29) 29 September 1932 (ઉંમર 91)
બર્લિન, જર્મની
નાગરિકતાઅમેરિકન
પુરસ્કારો
વૈજ્ઞાનિક કારકિર્દી
ક્ષેત્રભૌતિકશાસ્ત્ર, લેસર ભૌતિકી
શોધનિબંધસ્ટાર્ક અસર અને હાઈડ્રૉજન ફ્લૉરાઇડની અતિસૂક્ષ્મ સંરચના (૧૯૬૨)
ડોક્ટરલ સલાહકારજેરાલ્ડ આર. ઝકારિયા

ગુરૂત્વાકર્ષણ તરંગોની શોધ બદલ, ૨૦૧૭ માં તેમને અન્ય બે ભૌતિકશાસ્ત્રી બેરી સી. બેરીસ અને કિપ એસ. થ્રોન સાથે ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. આ તરંગો વિશેની સૈદ્ધાંતિક ભૂમિકા આઇન્સ્ટાઇન દ્વારા ૧૯૧૩માં આપવામાં આવી હતી.[૪]

સંદર્ભો

🔥 Top keywords: