લોસ એન્જેલસ

લોસ એન્જેલસ (જે L.A. તરીકે પણ ઓળખાય છે) અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલું શહેર છે. શહેરની વસ્તી ૩૮,૪૭,૪૦૦ અને લોસ એન્જેલસ વિસ્તારની વસ્તી ૧.૮ કરોડથી વધુ છે. શહેરનો વિસ્તાર ૧૨૦૦ ચોરસ કિમી છે. લોસ એન્જેલસ એ ન્યૂ યોર્ક શહેર પછી વસ્તીની દ્રષ્ટિએ બીજાં ક્રમનું શહેર છે. તે કેલિફોર્નિયાનું સૌથી મોટું શહેર છે.

ઇતિહાસ

લોસ એન્જેલસનું નામ સ્પેનિશ ભાષામાંથી આવ્યું છે, એનો અર્થ "દેવદૂત" થાય છે. લોસ એન્જેલસ એ "El Pueblo de Nuestra Señora la Reina de los Ángeles de Porciúncula" (અંગ્રેજી માં, "town of our lady the Queen of Angels of the little Portion") નું ટૂંકુ નામ છે. શહેરની સ્થાપના ૧૭૮૧માં થઇ હતી. જ્યારે કેલિફોર્નિયા વિસ્તાર સ્પેન પાસે હતો ત્યારે, આ વિસ્તાર બે પાદરીઓ જુનિપેરો સેરા અને જુઆન સ્ક્રેસ્પિ દ્વારા શોધાયો હતો. ૪ એપ્રિલ, ૧૮૫૦ ના રોજ કેલિફોર્નિયા અમેરિકાનું રાજ્ય બન્યું. ૧૮૭૦થી ૧૯૩૦ સુધીમાં રેલ્વેનો વિકાસ થવાથી લોસ એન્જેલસનો વિકાસ ઝડપી બન્યો. લોસ એન્જેલસમાં ૧૯૩૨ અને ૧૯૮૪માં એમ બે વખત ઓલ્મપિક રમતોનું આયોજન થયું છે. લોકો અને પોલિસ વચ્ચે સંઘર્ષ થવાથી ૧૯૬૫ અને ૧૯૯૨માં શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. ૧૯૯૪માં, ધરતીકંપને કારણે ૭૨ લોકોના મૃત્યુ થયા હતાં અને કેટલીય સંપત્તિને નુકશાન પહોંચ્યું હતું.

ભૂગોળ

લોસ એન્જેલસએ બહુ મોટું શહેર છે, શહેરનો મધ્ય ભાગ તેનાં છેડાંઓથી બહુ દૂર છે, જેમાં દરિયાકિનારાઓ અને પર્વતોનો સમાવેશ થાય છે. સાન્તા મોનિકા પર્વતો શહેરની મધ્યમાંથી પસાર થાય છે, જે સાન ફેર્નાન્ડો ખીણને ઉત્તરમાં અને લોસ એન્જેલસ ભાગને દક્ષિણમાં જુદા પાડે છે. શહેરમાંથી ૫૧ માઇલ (૮૨ કિમી) જેટલા અંતરે લોસ એન્જેલસ નદી પસાર થાય છે. લોસ અેન્જેલસ શહેર દર વર્ષે લગભગ ૬.૩ મિમિ જેટલું અંતર પૂર્વ તરફ ખસે છે.[૧] સાન એન્ડ્રિઆસ ભંગાણની નજીક આ શહેર આવેલું હોવાને કારણે આમ થાય છે. આ કારણે લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો દર વર્ષે ૨.૫ ઈંચ જેટલા નજીક આવે છે.

વાતાવરણ

હોલીવુડ

લોસ એન્જેલસનું વાતાવરણ ભૂમધ્ય છે. વાતાવરણ સામાન્ય રીતે ઉનાળામાં ગરમ અને સૂકું શહેર છે, અને શિયાળામાં ઠંડુ અને વરસાદી રહે છે. વાતાવરણ તમે સમુદ્રથી કેટલા દૂર છો તેનાં પર અવલંબે છે. તાપમાન શૂન્ય નીચે ભાગ્યે જ જાય છે. શહેરમાં લગભગ ૧૫ ઈંચ (૩૮૫ મિમિ) વરસાદ પડે છે, જોકે દર વર્ષે આ આંકડામાં ભારે ફરક જોવા મળે છે.

પર્યટન

લોસ એન્જેલસ ઘણી લોકપ્રિય જગ્યાઓ ધરાવે છે. અહીં ઘણાં લાંબા દરિયા કિનારાઓ જેવાં કે વેનિસ બીચ આવેલા છે. મોટાભાગનાં પર્યટકો હોલીવુડ, હોલીવુડ વોક ઓફ ફેમ, ચાઇનિઝ થિએટર જોવા જાય છે. શહેરમા ઘણાં સંગ્રહાલયો આવેલા છે, જેમાં લોસ એન્જેલસ કંટ્રી મ્યુઝિયમ ઓફ આર્ટ અને ગેટ્ટી મ્યુઝિયમનો સમાવેશ થાય છે. લોસ એન્જેલસ શહેર પ્રાણી સંગ્રહાલય પણ લોકપ્રિય છે. લોસ એન્જેલસ એ વિશ્વમાં જંગલી માઉન્ટેન લાયન ધરાવતું એક માત્ર શહેર છે.[૧] સરેરાશ ત્રણ માણસોનું દર વર્ષે માઉન્ટેન લાયન દ્વારા મૃત્યુ થાય છે.[૧]

ઉદ્યોગો

લોસ એન્જેલસ ફિલ્મ અને ટેલિવિઝન ઉદ્યોગ માટે જાણીતું છે. મોટાભાગનાં હોલીવુડ ખાતે છે. કેટલાંક સૈન્ય હવાઇ જહાજો પણ અહીં બનાવાય છે. સંગીત ઉદ્યોગ આ વિસ્તારમાં કેન્દ્રિત છે. શહેર નાણાંકીય ઉદ્યોગો માટેનું પણ કેન્દ્ર છે. સાન પેદ્રો એ એક વ્યસ્ત બંદર છે.

પડોશી પ્રદેશો

લોસ એન્જેલસ શહેર સભાગૃહ

લોસ એન્જેલસની આજુ-બાજુ અનેક પડોશી વિસ્તારો આવેલાં છે, જેમાં:

  • હોલીવુડ, ઘણાં જાણીતાં ફિલ્મ સ્ટુડિઓની જગ્યા.
  • એલિશિયન પાર્ક
  • વેનિસ બીચ (દરિયા કિનારો).
  • બ્રેન્ટવુડ, પશ્ચિમ લોસ એન્જેલસનો અંત્યંત સમૃદ્ધ વિસ્તાર.
  • વેસ્ટવુડ, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, લોસ એન્જેલસ.
  • બોયલ હાઇટ્સ, જ્યાં મેક્સિકન અમેરિકીઓ રહે છે.
  • દક્ષિણ-મધ્ય લોસ એન્જેલસ, આફ્રિકન-અમેરિકન જાઝનું કેન્દ્ર.
  • એક્પોઝિસન પાર્ક, જ્યાં USC, ધ કોલિઝમ અને કેલિફોર્નિયા સાયન્સ સેન્ટર આવેલું છે.
  • સાન ફર્નાન્ડો ખીણ, મોટો પરાં વિસ્તાર.
  • સાન પેદ્રો, શહેરમાં આવેલું બંદર.

રાજકારણ

શહેરનાં હાલનાં મેયર એરિક ગાર્સેટ્ટી છે.

સંદર્ભ

🔥 Top keywords: