કેલિફોર્નિયા

કેલિફોર્નિયા સંયુક્ત રાજ્ય અમેરિકામાં પશ્ચિમ બાજુએ આવેલું રાજ્ય છે. તે અમેરિકાનું સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાંનું એક છે,[૨] અમેરિકાના આઠમાંથી ૧ માણસ અહીં રહે છે અને કુલ વસ્તી ૩.૮ કરોડ લોકોની છે. વિસ્તારની રીતે, અલાસ્કા અને ટેક્સાસ પછી તે ત્રીજું સૌથી મોટું રાજ્ય છે. કેલિફોર્નિયાની ઉત્તરે ઓરેગોન, પૂર્વે નેવાડા, દક્ષિણ-પૂર્વે એરિઝોના અને દક્ષિણે મેક્સિકોનું સ્ટેટ ઓફ બાજા કેલિફોર્નિયા આવેલું છે. તે દેશના બીજાં અને પાંચમાં સૌથી ગીચ વસ્તી ધરાવતા પ્રદેશો (ગ્રેટર લોસ એન્જેલસ અને સાન ફ્રાન્સિસ્કો અખાત વિસ્તાર) ધરાવે છે. તેમજ દેશનાં સૌથી વધુ વસ્તી ધરાવતાં ૫૦ શહેરોમાં આઠ (લોસ એન્જેલસ, સાન ડિએગો, સાન હોઝે, સાન ફ્રાન્સિસ્કો, ફ્રેસ્નો, સાક્રામાન્ટો, લોંગ બીચ અને ઓકલેન્ડ) ધરાવે છે.[૩] સાક્રામાન્ટો ૧૮૫૪થી રાજ્યનું પાટનગર છે.

કેલિફોર્નિયા state symbols
Flag of કેલિફોર્નિયા
Living insignia
Amphibianકેલિફોર્નિયા લાલ પગવાળું દેડકું
Birdકેલિફોર્નિયા ક્વાઇલ
Fishગોલ્ડન ટ્રાઉટ
Flowerકેલિફોર્નિયા પોપી
Grassજાંબલી સોયાકાર ઘાસ
Insectકેલિફોર્નિયા ડોગફેસ પતંગિયું
Mammalગ્રીઝ્લી રીંછ (રાષ્ટ્રીય પ્રાણી)
Reptileરણનો કાચબો
Treeકેલિફોર્નિયા રેડવુડ
Inanimate insignia
Colorsવાદળી અને સોનેરી [૧]
Danceવેસ્ટ કોસ્ટ સ્વિંગ
Folk danceસ્કેવર નૃત્ય
Fossilસેબર ટૂથ બિલાડી
Gemstoneબેનીટોઈટ
Mineralસોનું
Mottoયુરેકા
Nicknameધ ગોલ્ડન સ્ટેટ
Rockસર્પેન્ટાઇન
Soilસાન જોઆક્વિન
Song"આઇ લવ યુ, કેલિફોર્નિયા"
Tartanકેલિફોર્નિયા સ્ટેટ ટાર્ટન
State route marker
કેલિફોર્નિયા state route marker
State quarter
કેલિફોર્નિયા quarter dollar coin
Released in ૨૦૦૫
Lists of United States state symbols

જોવા લાયક સ્થળો

કેલિફોર્નિયામાં આવેલ જોવા લાયક સ્થળોમાં યુનિવર્સલ સ્ટુડિયો હોલિવુડ - લોસ એન્જલસ, ડિઝની લેન્ડ - એનાહેઇમ, સી વર્લ્ડ - સેન ડિએગો, ગોલ્ડન ગેટ - સાન ફ્રાન્સિસકો, પામ સ્પ્રિંગ્સ, સાન્ટા બાર્બરા, યોસેમિતી નેશનલ પાર્ક, સીકોયા નેશનલ પાર્ક, માલીબુ, ફ્રેસનો, બિગબેર લેક, ન્યૂપોર્ટ બીચ, નાપા વેલી, બેવેર્લિ હિલ વગેરે આવેલ છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: