ઑરેગોન

અમેરિકાનું એક રાજ્ય

ઑરેગોન અમેરિકાનું એક રાજ્ય છે. તેની રાજધાની સાલેમ છે (જ્યાં મોટાભાગની રાજ્યની સરકારી કચેરીઓ આવેલી છે) અને પોર્ટલેન્ડ સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. અમેરિકાના સંયુક્ત રાજ્યોમાં જોડાનાર ઑરેગોન ૧૮૫૯માં ૩૩મું રાજ્ય હતું.

ભૂગોળ

ઑરેગોનની ઉત્તરે વોશિંગ્ટન રાજ્ય આવેલું છે અને દક્ષિણમાં કેલિફોર્નિયા અને નેવાડા રાજ્યો આવેલા છે. પૂર્વમાં ઇડાહો અને પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર આવેલો છે.

વોશિંગ્ટનની સાથેની મોટાભાગની સરહદ પર કોલંબિયા નદી વહે છે જ્યારે ઇડાહો સાથેની મોટાભાગની સરહદ પર સ્નેક નદી વહે છે. માઉન્ટ હૂડ (૧૧,૨૩૭ ફીટ અથવા ૩,૪૨૫ મીટર ઉંચો) રાજ્યનો સૌથી ઉંચો પર્વત છે જે કેસકાડે પર્વતમાળાનો ભાગ છે. કેસકાડે પર્વતમાળાનો બીજો એક પર્વત માઉન્ટ માઝામા છે જે ક્રેટર લેક તરીકે વધુ ઓળખાય છે.

ઇતિહાસ

૧૮૩૦ અને ૧૮૪૦ ના દાયકામાં ઑરેગોન મિસિસિપિ નદીની પૂર્વે આવેલું હોવાથી ત્યાં જવાનું અમેરિકાના અન્ય પ્રદેશો માટે મુશ્કેલ હતું. ત્યાં જવા માટે રહેવાસીઓએ ગ્રેટ પ્લેન્સ (મેદાનો) ઓળંગવા પડતા હતાં એ જે અમુક કિલ્લા અને સ્થાનિક અમેરિકન્સ સિવાય લગભગ ખાલી હતાં. મોટાભાગનાં લોકો એવું માનતા હતાં કે ઑરેગોનમાં ખેતી કરવી અશક્ય છે. તેઓ તેને ગ્રેટ અમેરિકન ડેઝર્ટ (રણ) કહેતા હતાં કારણ કે ત્યાં જવું મુશ્કેલ હતું. તેમ છતાં હજારો લોકો અહીં સ્થાયી થયાં.[૧]

૧૮૪૦ સુધીમાં શરૂઆતી રહેવાસીઓની સખ્ત મહેનતને કારણે ઑરેગોનમાં હજારો લોકો સ્થાયી થયા. શહેરો અને ખેતરો બનાવવામાં આવ્યા. બ્રિટિશ લોકો અહીં અત્યંત ઓછા હોવાને કારણે અમેરિકન લોકોએ આખો પ્રદેશ પોતાના કબ્જા હેઠળ લઇ લીધો.[૧]

શિક્ષણ

ઑરેગોનમાં ઘણી કોલેજ અને યુનિવર્સિટીઓ આવેલી છે. રાજ્યમાં પોર્ટલેન્ડ સ્ટેટ યુનિવર્સિટી, ઑરેગોન સ્ટેટ યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ ઑરેગોન એ સૌથી વધુ સ્નાતક વિદ્યાર્થીઓ ધરાવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

🔥 Top keywords: