બર્મિંગહામ

બર્મિંગહામ એક શહેર છે અને ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ્સ કાઉન્ટીમાં મેટ્રોપોલિટન બરો છે. તે (2008ના અંદાજ મુજ) 1,016,800ની વસતી સાથે લંડન બહારનું બ્રિટનનું સૌથી વધુ ગીચ વસતી ધરાવતું શહેર છે અને તે 2,284,093ની વસ્તી (2001ની વસતી ગણતરી) સાથેનો બ્રિટનનો બીજા ક્રમે સૌથી વધુ વસતી ધરાવતો શહેરી વિસ્તાર છે અને તે વેસ્ટ મિડલેન્ડના શહેરી વિસ્તારની મધ્યમાં આવેલું છે.[૨] 3,683,000ની વસતી સાથે બર્મિંગહામનો મેટ્રોપોલિટન વિસ્તાર, કે જેમાં પરિવહન સેવાથી જોડાયેલા આજુબાજુના શહેરોનો સમાવેશ થાય છે તે બ્રિટનનો બીજા ક્રમનો સૌથી વધુ ગીચ વિસ્તાર છે.[૩]

Birmingham
City and Metropolitan borough
Birmingham's skyline with the Holloway Circus Tower, the Rotunda and the Selfridges Building visible.
Birmingham's skyline with the Holloway Circus Tower, the Rotunda and the Selfridges Building visible.
Official logo of Birmingham
Coat of Arms of the City Council
અન્ય નામો: 
"Brum", "Brummagem", "Second City", "City of a thousand trades", "Workshop of the World"
સૂત્ર: 
Forward
Birmingham shown within England and the West Midlands
Birmingham shown within England and the West Midlands
Sovereign stateયુનાઇટેડ કિંગડમ United Kingdom
Constituent countryઇંગ્લેન્ડ England
RegionWest Midlands
Ceremonial countyWest Midlands
Admin HQThe Council House
Founded7th century
Municipal borough1838
City1889
સરકાર
 • પ્રકારMetropolitan borough
 • માળખુંBirmingham City Council
 • Lord MayorMichael Wilkes
 • Deputy Lord MayorChauhdry Abdul Rashid
 • Council LeaderMike Whitby (C)
 • Council ControlConservative / Liberal Democrat Progressive Partnership
વિસ્તાર
 • કુલ૨૬૭.૭૭ km2 (૧૦૩.૩૯ sq mi)
ઊંચાઇ
૧૪૦ m (૪૬૦ ft)
વસ્તી
 (2008 est.)
 • કુલઢાંચો:EnglishDistrictPopulation ([[List of English districts by population|Ranked ઢાંચો:EnglishDistrictRank]])
 • ગીચતા૩,૭૩૯/km2 (૯૬૮૦/sq mi)
 • Conurbation
૨૨,૮૪,૦૯૩
 • Ethnicity
(2007 estimates[૧])
૬૬.૭% White (૬૨.૧% White British)
૨૧.૦% South Asian
૬.૭% Black
૩.૨% Mixed Race
૧.૨% Chinese
૧.૨% Other
સમય વિસ્તારUTC+0 (Greenwich Mean Time)
 • ઉનાળુ બચત સમય (DST)UTC+1 (British Summer Time)
Postcode
B
ટેલિફોન વિસ્તાર ક્રમ0121
ISO 3166 ક્રમGB-BIR
ONS code00CN
OS grid referenceSP066868
NUTS 3UKG31
વેબસાઇટbirmingham.gov.uk

બર્મિંગહામ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિનું ઊર્જાસ્ત્રોત હતું, જેનાથી તે ‘‘વર્કશોપ ઓફ ધ વર્લ્ડ” અથવા ‘‘સિટી ઓફ એ થાઉઝન્ડ ટ્રેડ”ના નામે ઓળખાતું થયું હતું.[૪] બર્મિંગહામના ઔદ્યોગિક મહત્ત્વમાં ઘટાડો થયો છે, પરંતુ તે નેશનલ કોમર્શિયલ સેન્ટર તરીકે વિકાસ પામ્યું છે અને તેનો બિઝનેસ કરવા માટે બ્રિટનમાં બીજા ક્રમના શ્રેષ્ઠ સ્થળ તરીકે સમાવેશ થયો છે.[૫] બર્મિંગહામ હાઇ ટેક, રિસર્ચ અને ડેવલપમેન્ટ ક્ષેત્ર સાથે કોન્ફરન્સ, રિટેલ અને વિવિધ કાર્યક્રમો માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર છે અને તેને ત્રણ યુનિવર્સિટીનો સહયોગ છે. તે સૌથી વધુ વિદેશી મુલાકાતીઓ દ્વારા મુલાકાત લેવામાં આવતું બ્રિટનનું ચોથા ક્રમનું શહેર છે,[૬] તે બ્રિટનનું બીજા ક્રમનું સૌથી મોટું શહેરી અર્થતંત્ર છે[૭] અને ઘણીવાર તેનો સેકન્ડ સિટી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે.

જીવનના વૈશ્વિક ધોરણો અંગેના મર્સર ઇન્ડેક્સમાં 2010માં બર્મિંગહામને વિશ્વમાં રહેવા લાયક શ્રેષ્ઠ શહેરોમાં 55મો ક્રમ આપવામાં આવ્યો હતો.[૮] બર્મિંગહામને 20 વર્ષમાં વિશ્વના 20 રહેવાલાયક ટોચના શહેરોમાં સામેલ કરવાના હેતુ સાથે શહેરનો પુનઃવિકાસ કરવા માટેનો બિગ સિટી પ્લાન નામનો એક મોટો કાર્યક્રમ શહેરની મધ્યમાં હાલમાં ચાલી રહ્યો છે.[૯] બર્મિંગહામના લોકો ‘‘બ્રુમિઝ” તરીકે ઓળખાય છે, જે શબ્દ શહેરના ઉપનામ ‘‘બ્રુમ”માંથી ઉતરી આવ્યો છે. આ શબ્દ શહેરની લોકબોલીના શબ્દ બ્રુમેગેમમાંથી ઉતરી આવ્યો હોવાની પણ ધારણા છે,[૧૦] જ્યારે બ્રુમેગેમ શબ્દ આ શહેરના જુના નામ ‘‘બ્રોમવિચેમ’’માંથી આવ્યો હોવાની ધારણા છે.[૧૧] બ્રુમી લોકબોલી અને તેના લઢણ અલગ અલગ છે, જે બંને બાજુના બ્લેક કન્ટ્રીથી અલગ પડે છે.

ઇતિહાસ

બર્મિંગહામની સૌ પ્રથમ વસાહતના પુરાવા હસ્તકલાની વસ્તુઓ છે, જે સિટી સેન્ટરની કર્ઝન સ્ટ્રીટ નજીકથી આશરે 10,400 વર્ષ પૂર્વે મળી આવ્યા હતા.[૧૨]

7મી સદીની શરુઆતમાં[૧૩] બર્મિંગહામ રી નદીના કિનારા પરનું એન્ગો-સેક્સન ખેતી ધરાવતું ગામડું હતું.[૧૪] એવું માનવામાં આવે છે કે ‘‘બર્મિંગહામ” શબ્દ ‘‘બીઓર્મા ઇન્ગા હેમ’’ શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ બીઓર્માના પુત્રો (અથવા વંશજો)ની ખેતીવાડી એવો થાય છે.[૧૪] લેખિત દસ્તાવેજમાં બર્મિંગહામનો પ્રથમ ઉલ્લેખ 1086ની ડોમ્સડે બુકમાં માત્ર 20 શિલિંગના મૂલ્યના એક નાનકડા ગામડા તરીકે કરવામાં આવ્યો હતો.[૧૪] આ નામ અંગે ઘણી ભિન્નતા છે. બર્મિગહામ એક બીજુ વર્ઝન છે.

વિલિયમ વેસ્લીના બર્મિંગહામનો 1731નો નકશોનકશાની ટોચ પશ્ચિમ તરફ પૂર્વાભિમુખીકરણ છે.

1166માં બર્મિંગહામના ઉમરાવ પીટર ડી બર્મિંગહામને તેમના કિલ્લામાં બજારનું આયોજન કરવા માટે રાજવી પરિવાર તરફથી મંજૂરી આપવામાં આવી હતી,[૧૨][૧૫] જે બજાર તે સમયે બુલ રિંગ તરીકે જાણીતું બન્યું હતું અને બર્મિંગહામ એક નાનકડા ગામડામાંથી બજારનું શહેર બન્યું હતું. જોહન ડુડલીએ એડવર્ડ ડી બર્મિંગહામની લોર્ડશિપને છેતરપિંડીપૂર્વક છીનવી લીધી ત્યાં સુધી 1530ના દાયકા સુધી ડી બર્મિંગહામ કુટુંબ લોર્ડ ઓફ બર્મિંગહામ તરીકેનો હોદ્દો ભોગવતું હતું.[૧૬]

16મી સદીની શરૂઆતમાં બર્મિંગહામને આયર્ન ઓર અને કોલસાનો પુરવઠો મળવા લાગ્યો હતો અને તેનાથી શહેરમાં ધાતુ પર કામ કરતા ઉદ્યોગોની સ્થાપના થઈ હતી.[૧૭]17મી સદીમાં ઇંગ્લેન્ડમાં ગૃહ યુદ્ધના સમય સુધી બર્મિંગહામ નાના શસ્ત્રોના ઉત્પાદન માટેની નામના સાથે એક મહત્ત્વનું ઉત્પાદન શહેર બન્યું હતું. બર્મિંગહામના શસ્ત્ર ઉત્પાદકો મુખ્ય વેપારી બન્યા હતા અને આ કારોબાર ગન ક્વાર્ટર તરીકે જાણીતા વિસ્તારમાં કેન્દ્રિત થયો હતો. ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન (મધ્ય 18મી સદીથી શરૂ થઈને) બર્મિંગહામ ઝડપથી મુખ્ય ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકાસ પામ્યું હતું અને શહેરમાં સમૃદ્ધિ આવી હતી. બર્મિંગહામની વસતી 17મી સદીના અંત ભાગમાં 15,000 હતી, જે એક સદી પછી 70,000 થઈ હતી.[૧૮] 18મી સદીમાં બર્મિંગહામ સ્થાનિક વિચારકો અને ઉદ્યોગપતિઓના મહત્ત્વના સંગઠન લુનાર સોસાયટીનું વતન બન્યું હતું.

બર્મિંગહામે 19મી સદીની શરુઆતમાં રાજકીય સુધારા માટેની ઝુંબેશમાં રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનું સ્થાન મેળવ્યું હતું, કારણ કે થોમસ એટવૂડની બર્મિંગહામ પોલિટિકલ યુનિયનને દેશને આંતરવિગ્રહની નજીક લાવી દીધો હતો અને તે પછી ડેઝ ઓફ મે દરિમયાન 1832માં ગ્રેટ રિફોર્મ એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.[૧૯] 1831 અને 1832માં ન્યૂહોલ હીલ ખાતે આ યુનિયનની બેઠકો બ્રિટને ક્યારેય ન જોઈ હોય તેટલો મોટો રાજકીય મેળાવડો હતો..[૨૦] આ ધારાનો મુસદ્દો ઘડનારા લોર્ડ ડરહામએ લખ્યું હતું કે ‘‘સુધારા માટે આ દેશ બર્મિંગહામનો ઋણી છે અને તેને ક્રાંતિમાંથી મુક્તિ અપાવી છે.’’[૨૧]

1820ના દાયકા સુધીમાં વિશાળ નહેર માળખાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેનાથી ઉદ્યોગો માટે કુદરતી સંસાધનોના પુરવઠામાં વધારો થયો હતો. બર્મિંગહામમાં 1837માં ગ્રાન્ડ જંક્શન રેલવેના આગમન સાથે રેલવે વ્યવહાર ચાલુ થયો હતો અને એક વર્ષ પછી લંડન અને બર્મિંગહામ રેલવે સેવા ચાલુ થઈ હતી. વિક્ટોરિયન યુગ દરમિયાન બર્મિંગહામની વસતીમાં ખૂબ જ ઝડપથી વધારો થયો હતો અને તેની વસતી 5 લાખના આંકને વટાવી ગઈ હતી[૨૨] તેમજ બર્મિંગહામ ઇંગ્લેન્ડમાં બીજા ક્રમે સૌથી વધુ વસતી ધરાવતું સેન્ટર બન્યું હતું. બર્મિંગહામને મહારાણી વિક્ટોરિયાએ 1889માં શહેરનો દરજ્જો આપ્યો હતો.[૨૩] આ શહેરે 1900માં તેની પોતાની યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.[૨૪]

1886નું બર્મિંગહામ

બીજા વિશ્વયુદ્ધના ‘‘બર્મિંગહામ બ્લિટ્ઝ’’ દરમિયાન બર્મિંગહામ ભારે બોંબમારાનો શિકાર બન્યું હતું અને શહેરને 1950 અને 1960ના દાયકામાં વ્યાપક પ્રમાણમાં પુનઃવિકસિત કરાયું હતું.[૨૫] જેમાં કેસલ વેલ જેવા વિશાળ ટાવર બ્લોક એસ્ટેટના બાંધકામનો સમાવેશ થાય છે. બુલ રિંગનું ફરી બાંધકામ કરાયું હતું અને ન્યૂ સ્ટ્રીટ સ્ટેશનનો ફરી વિકાસ કરાયો હતો. તાજેતરના વર્ષોમાં બર્મિંગહામમાં સેન્ટિનરી સ્ક્વેર અને મિલેનિયમ સ્ક્વેર જેવા નવા સ્ક્વેરના બાંધકામ સાથે મોટું પરિવર્તન આવ્યું છે. જુની શેરીઓ, ઇમારતો અને કેનાલને જાળવી રાખવામાં આવી હતી, લોકો માટેના સબવેઝને દૂર કરવામાં આવ્યા હતા અને બુલ રિંગ શોપિંગ સેન્ટરનું[૨૬] સંપૂર્ણપણે પુનઃનિર્માણ કરાયું હતું. બર્મિંગહામના પુનઃવિકાસ માટેની બર્મિંગહામ સિટી કાઉન્સિલની મહત્ત્વકાંક્ષી યોજનાનું આ પ્રથમ પગલું હતું, જે બિગ સિટી પ્લાન તરીકે જાણીતો બન્યો છે.[૨૭]

બીજા વિશ્વ યુદ્ધ પછીના કેટલાંક દાયકામાં બર્મિંગહામના વંશીય માળખામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું હતું, કારણ તેમાં કોમનવેલ્થ ઓફ નેશન અને બીજા દેશોના લોકો મોટા પાયે સ્થળાંતર કરીને આવ્યા હતા.[૨૮] શહેરની વસતી 1951માં 1,113,000 લોકોની ટોચની સપાટીએ પહોંચી હતી.[૨૨]

વહીવટ

કાઉન્સિલ હાઉસ, જે બર્મિંગહામ સિટી કાઉન્સિલની બેઠક છે

બર્મિંગહામ સિટી કાઉન્સિલ 40 વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા 120 કાઉન્સિલર સાથે બ્રિટનની સૌથી મોટી સ્થાનિક ઓથોરિટી અને યુરોપની સૌથી મોટી કાઉન્સિલ છે.[૨૯][૩૦] તેનું મુખ્યમથક વિક્ટોરિયા સ્ક્વેરમાં કાઉન્સિલ હાઉસ ખાતે આવેલું છે. કોઇ એક પક્ષની એકંદરે બહુમતી નથી અને કાઉન્સિલમાં કન્વર્ઝેવેટિવ/લિબરલ ડેમોક્રેટ ગઠબંધન વહીવટ કરે છે.

આ શહેર ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તાર માટે પ્રાદેશિક સરકારનું પણ કેન્દ્ર છે, કારણ કે તેમાં આ વિસ્તારની ગવર્નમેન્ટ ઓફિસ,[૩૧] પ્રાદેશિક વિકાસ એજન્સી એડવાન્ટેજ વેસ્ટ મિડલેન્ડ[૩૨] અને વેસ્ટ મિડલેન્ડ રિનજલ એસેમ્બલી આવેલી છે.[૩૩]

બર્મિંગહામમાં 10 સંસદીય મતક્ષેત્રો છે, જે હાઉસ ઓફ કોમન્સમાં આ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં એક બેઠક કન્ઝર્વેટિવ પાસે એક લિબરલ ડેમોક્રેટ પાસે અને આઠ લેબર પાર્ટીના સાંસદ છે. યુરોપિયન સંસદમાં આ શહેર વેસ્ટ મિડલેન્ડ યુરોપીયન સંસદ મતક્ષેત્રનો એક ભાગ છે, જે છ યુરોપીય સંસદ સભ્યોને ચૂંટે છે.[૩૨]

બર્મિંગહામ મૂળમાં વોરવિક્સશાયરનો એક ભાગ હતું, પરંતુ 19મી સદીના અંત ભાગમાં અને 20મી સદીની શરુઆતમાં વિસ્તરણ થયું હતું અને દક્ષિણમાં વોરસ્ટરશાયર કેટલાંક ભાગ તેમજ ઉત્તર અને પશ્ચિમમાં સ્ટેફોર્ડશાયરના કેટલાંક ભાગનો તેમાં સમાવેશ થયો હતો.1974માં સટોન કોલ્ડફિલ્ડનો આ શહેરના વિસ્તારમાં સમાવેશ થાય હતો અને તે નવી વેસ્ટ મિડલેન્ડ કાઉન્ટીનું મેટ્રોપોલિયન શહેર બન્યું હતું. 1986 સુધીમાં વેસ્ટ મિડલેન્ડ કાઉન્ટી કાઉન્સિલ બર્મિંગહામ સિટી સેન્ટરમાં બેસતી હતી.

બર્મિંગહામમાં કાયદાનું અમલીકરણ કરવાની કામગીરી વેસ્ટ મિડલેન્ડ પોલીસ કરે છે, આગ અને બચાવની કામગીરી વેસ્ટ મિડલેન્ડ ફાયર સર્વિસ કરે છે, જ્યારે ઇમર્જન્સી મેડિકલ સેવા વેસ્ટ મિડલેન્ડ એમ્બ્યુલેન્સ સર્વિસ પૂરી પાડે છે.

ભૂગોળ

બર્મિંગહામ દરિયાની સપાટીથી ઉપર આશરે 500થી 1,000 ફીટ (150થી 300 મીટર) ઊંચાઇ આવેલા બર્મિંગહામ ઉચ્ચપ્રદેશ પર ઇંગ્લેન્ડના વેસ્ટ મિડલેન્ડ વિસ્તારના કેન્દ્રમાં આવેલું છે અને તે સેવર્ન અને ટ્રેન્ટ નદીઓના તટપ્રદેશ વચ્ચેના બ્રિટનના મુખ્ય ઉત્તર-દક્ષિણ જલવિભાજકથી અલગ પડે છે. શહેરના દક્ષિણ અને પશ્ચિમમાં લીકી હિલ્સ,[૩૪] ક્લેન્ટ હિલ્સ અને વોલ્ટન હિલ આવેલા છે, જે 1,033 feet (315 m) સુધી પહોંચે છે અને તેના પરથી શહેરનું એકંદર દ્રશ્ય મેળવી શકાય છે.

સિટી ઓફ બર્મિંગહામ દક્ષિણપૂર્વમાં સોલિહુલ મ્યુનિસિપાલિટી તેમજ ઉત્તરપશ્ચિમમાં વોલ્વરહેમ્પ્ટન અને ઔદ્યોગિક શહેર બ્લેક કન્ટ્રી સાથે એક શહેરી વિસ્તારની રચના કરે છે. આ તમામ વિસ્તાર વેસ્ટ મિડલેન્ડ અર્બન એરિયા તરીકે ઓળખાય છે, જે 2,284,093 (2001ની વસતીગણતરી મુજબ) વસતી ધરાવતા 59,972 ha (600 km2; 232 sq mi) વિસ્તારને આવરી લે છે.[૨]

સિટીમાં હાલમાં આવરી લેવામાં આવેલો મોટાભાગનો વિસ્તાર મૂળમાં પ્રાચી આર્ડનના જંગલોના ઉત્તરીય વિસ્તાર છે, જેની હાજરીને હજુ પણ શહેરના ઓક વૃક્ષોના ગાઢ કવચ તેમજ મોસેલી, સોલ્ટલી, યાર્ડલી, સ્ટીર્ચલી અને હોકલી કે જેમના નામોના અંતે ‘‘લી’’ શબ્દ આવે છે જેવા સંખ્યાબંધ મોટા જિલ્લાઓમાં હજુ પણ અનુભવી શકાય છે. જૂની અંગ્રેજીમાં -lēah શબ્દનો અર્થ ‘‘વુડલેન્ડ ક્લિયરિંગ’’ (જંગલોનો નાશ) એવો થાય છે કે જોકે સ્ટીર્ચલીના કિસ્સામાં આ નામ હકીકતમાં ‘‘સ્ટ્રીટલી’’ શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જે નામથી આ જિલ્લો આશરે 200 પહેલા સુધી ઓળખાતો હતો.[૩૫]

લિકી હિલ્સથી લીધેલું શહેરનું પરિદ્રશ્ય, લોન્ગબ્રિજ અગ્રસ્થાને છે

ભૂસ્તરશાસ્ત્ર

ભૌગોલિક રીતે બર્મિગહામ હાલમાં બર્મિંગહામ ફોલ્ટ થી ઘેરાયેલું છે, જે દક્ષિણ પશ્ચિમમાં લિકી હિલ્સથી શહેરમાંથી કર્ણરેખામાં પસાર થઈને ઉત્તરપૂર્વમાં એડબેસ્ટન, ધ બુલ રિંગથી એર્ડિંગ્ટન અને સુટોન કોલ્ડફિલ્ડને જોડે છે.[૩૬] આ ફોલ્ટના દક્ષિણ અને પૂર્વમાં નરમ જમીન મર્સિય મડસ્ટોન ગ્રૂપ (અગાઉનું નામ કેપેર માર્લ) છે, જેમાં બન્ટર પેબલ (પથ્થરો) ખાણો આવેલી છે અને તેમાંથી ટેમ, રી અને કોલ જેવી નદીઓ તેમની ઉપનદીઓ સાથે વહે છે.[૩૭] આમાંથી મોટાભાગના વિસ્તારનું નિર્માણ પર્મિયન અને ટ્રીએસિક યુગો દરિમયાન થયું હતું.[૩૬] આ ફોલ્ડના ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર આજુબાજુના વિસ્તારો કરતા 150થી 600 ફીટ (45થી 180 મીટર) ઊંચાઈએ આવેલો છે અને તે શહેરનો મધ્ય ભાગ છે, જે કેપેર રેતીના ખડકોની લાંબી ગિરિમાળામાં પથરાયેલો છે.[૩૮][૩૯]

આબોહવા

બર્મિંગહામની આબોહવાને ટેમ્પરેટ મેરિટાઇમ ક્લાઇમેટ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે, જે ઉનાળા (જુલાઇ)માં સરેરાશ મહત્તમ તાપમાન આશરે 20 °C (68 °F) અને શિયાળા (જાન્યુઆરી)માં આશરે 4.5 °C (40.1 °F) સાથે બ્રિટિશ આસ્લે સાથે મળતું આવે છે. અહીં અત્યંત ખરાબ વાતાવરણ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ શહેર તેના ટોર્નેડો માટે જાણીતું છે- તાજેતરમાં જુલાઈ 2005માં શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા ટોર્નેડોને કારણે આ વિસ્તારના મકાન અને કારોબારને નુકસાન થયું છે.[૪૦]

જુલાઈ 2006માં અનુભવાયેલા હિટવેવ જેવા ઉનાળામાં કોઇકવાર આવતા હીટવેવ તાજેતરના વર્ષોમાં હવે વધુ સામાન્ય બન્યા છે અને બરફવર્ષામાં ઘટાડાને સાથે શિયાળો 1990ના દાયકા પછીથી વધુ હળવો બન્યો છે. બીજા મોટાભાગના મોટા શહેરની જેમ બર્મિંગહામમાં નોંધપાત્ર ‘‘શહેરી ગરમ દ્વીપ’’ની અસર જોવા મળે છે.[૪૧] ઉદાહરણ તરીકે બર્મિગહામમાં નોંધાયેલી સૌથી વધુ ઠંડી રાત્રી (14 જાન્યુઆરી, 1982) દરમિયાન શહેરના પૂર્વ વિસ્તારના છેડે આવેલા બર્મિંગહામ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે તાપમાન −20.8 °C (−5.4 °F) થી ઘટીને −12.9 °C (8.8 °F) થયું હતું, પરંતુ શહેરના મધ્યમાં આવેલા એજબેસ્ટન ખાતે તાપમાન માત્ર હતું.[૪૨] બ્રિટનના બીજા મોટા નગરજૂથોની સરખામણીમાં બર્મિંગહામ તેના ટાપુ પરના સ્થળ અને તુલનાત્મક રીતે ઊંચાપ્રદેશને કારણે હિમવર્ષાનું શહેર છે.[૪૨] ઉત્તરપશ્ચિમ હવાના પ્રવાહ પરના કેશાયર ગેપ મારફત શહેરમાં ઘણીવાર હિમવર્ષા થાય છે, પરંતુ તે ઉત્તર પૂર્વીય હવાના પ્રવાહમાંથી નોર્થ સીમાં ઘણીવાર શમી પણ જાય છે.[૪૨]

હવામાન માહિતી Birmingham
મહિનોજાનફેબમાર્ચએપ્રિલમેજૂનજુલાઇઓગસપ્ટેઓક્ટનવેડિસેવર્ષ
સ્ત્રોત: United Nations World Meteorological Organization[૪૩]

નજીકના સ્થળો

  • આથર્સ્ટોન
  • બેડવર્થ
  • બ્રોમ્સગ્રોવ
  • કેનોક
  • કોલ્સહિલ
  • કોવેન્ટ્રી
  • ડ્રોઇટવીચ
  • ડુડલી
  • હેલ્સોવેન
  • હિન્કલી
  • કેનિલવર્થ
  • કિડરમિનસ્ટર
  • લીચફિલ્ડ
  • ન્યૂનીટોન
  • ઓલ્ડબરી
  • રેડડીચ
  • રોયલ લિમિંગ્ટન સ્પા
  • રગ્બી
  • સોલિહલ
  • સ્ટેફોર્ડ
  • સ્ટુઅરબ્રિજ
  • સ્ટેફોર્ડ-અપોન-એવોન
  • ટેમવર્થ
  • ટેલફોર્ડ
  • વોરવિક
  • વોલસોલ
  • વેસ્ટ બ્રોમવિચ
  • વોલ્વરહેમ્પ્ટન
  • વોરસેસ્ટર

વસ્તી વિષયક માહિતી

ધર્મટકાવારી
વસતી
બૌદ્ધ0.3%
ખ્રિસ્તી59%
હિન્દુ2%
જેવીશ0.2%
મુસ્લિમ14.3%
શીખ2.9%
કોઇ ધર્મ નહીં12.4%
અનુત્તર\8.4%

ઓએનએસ (ONS)ના અંદાજ મુજબ 2007માં વસતીમાં 66.7 ટકા લોકો શ્વેત, (2.4 આઇરીશ અને 2.2 અન્ય શ્વેત લોકો સહિત), 21 ટકા એશિયન, 6.7 ટકા અશ્વેત, 1.2 ટકા ચાઇનીઝ, 3.2 મિશ્ર જાતિ અને 1.2 ટકા અન્ય વંશીય[૪૪] વારસાના હતા. પ્રાયમરી સ્કૂલના 57 ટકા અને સેકન્ડરી સ્કૂલના 52 ટકા વિદ્યાર્થી અશ્વેત બ્રિટિશ પરિવારના છે.[૪૫] 16.5 ટકા લોકો બ્રિટનની બહાર જન્મેલા છે.

બર્મિંગહામ સિટી સેન્ટરના કેનલસાઇડ એપાર્ટમેન્ટ

વસતીની ગીચતા ચોરસ માઇલ (3,649/km²) દીઠ 9,451 લોકોની છે, જ્યારે ઇંગ્લેન્ડમાં આ પ્રમાણ ચોરસ માઇલ (377.2/km²) દીઠ 976.9 લોકોની છે. વસતીમાં સ્રીઓનું પ્રમાણ 51.6 ટકા છે, જ્યારે પુરુષોનું પ્રમાણ 48.4 ટકા છે. વધુ મહિલાઓ 70 કે તેથી વધુ ઉંમરની છે.[૪૬] 60.4 ટકા વસતી 16થી 74ના વયજૂથમાં આવે છે, જ્યારે સમગ્ર ઇંગ્લેન્ડમાં આ પ્રમાણ 66.7 ટકા છે.[૪૭]

60.3 ટકા કુટુંબો પોતાની માલિકનું મકાન ધરાવે છે અને 27.7 ટકા કુટુંબો સિટી કાઉન્સિલ, હાઉસિંગ એસોસિએશન કે અન્ય રજિસ્ટ્રર્ડ સામાજિક મકાનમાલિકોના ભાડાના મકાનમાં રહે છે. બાકીના 11.8 ટકા કુટુંબો ખાનગી ઘરોમાં ભાડે રહે છે અને ભાડું ચુકવ્યા વગર રહે છે.[૪૭]

સ્થાનિક સરકારી જિલ્લાના પ્રમાણમાં કાર્યરત શહેર-પ્રદેશનું માપ કાઢતા યુરોસ્ટેટ એટલે કે બર્મિગહામ લાર્જર અર્બન ઝોનમાં 2004માં 2,357,100ની વસતી હતી. બર્મિંગહામ ઉપરાંત એલયુઝેડમાં ડુડલી સેન્ડવેલ, સોલિહુલ અને વોલસોલ મેટ્રોપોલિટન બરો તેમજ લીચફિલ્ડ, ટેમવર્થ, નોર્થ વોરવિકશાયર અને બ્રોમ્સગ્રોવ જિલ્લાઓનો સમાવેશ થાય છે.[૪૮]

રસપ્રદ સ્થળો

બાર્બર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટસ

બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી બર્મિંગહામની મુખ્ય આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ છે. તેમાં પ્રિ-રેફેલાઇટ બ્રધરહૂડના જાણીતા આર્ટ કલેક્શન અને એડવર્ડ બર્ન-જોન્સના વિશ્વના સૌથી મોટા આર્ટ કલેક્શન સહિત જાણીતી કલાકૃતિનું કલેક્શન છે. શહેરના એસ્ટોન હોલ, બ્લેકસ્લે હોલ, મ્યુઝિયમ ઓફ ધ જ્વેલરી ક્વાર્ટર, સોહો હાઉસ અને જે.આર.આર ટોલ્કીનના ચાહકો માટેનું લોકપ્રિય આકર્ષણ સેરહોલ મિલ જેવા શહેરના બીજા મ્યુઝિયમની માલિકી પણ કાઉન્સિલ પાસે છે. ઇસ્ટસાઇડમાં આવેલું થિન્કટેન્ક શહેરનું એક નવું મ્યુઝિયમ છે, જે ન્યૂહોલ સ્ટ્રીટમાં અગાઉના સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મ્યુઝિયમનું સ્થાન લે છે. બર્મિગહામ બેક ટુ બેક્સ શહેરના બેક-ટુ બેક હાઉસની હજુ પણ અસ્તિત્વ ધરાવતી છેલ્લી કોર્ટ છે.[૪૯]

બ્રિન્ડલેપ્લેસ ખાતે બર્મિંગહામ કેનલ નેવિગેશનની બીસીએ મેઇન લાઇન કેનાલ

બાર્બર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટસ આર્ટ ગેલરી અને કોન્સર્ટ હોલ એમ બંને છે. તેમાં વિશ્વનું સિક્કાનું સૌથી મોટું કલેક્શન પણ છે.[૫૦] કેડબરી વર્લ્ડ એક મ્યુઝિયમ છે, જે ચોકલેટના ઉત્પાદનના તબક્કા તેમજ ચોકલેટનો ઇતિહાસ અને કંપનીનો ઇતિહાસ મુલાકાતીઓને દર્શાવે છે.

બર્મિંગહામમાં 8,000 acres (3,237 ha)પાર્કલેન્ડ ખુલ્લી જગ્યાઓ (ઓપન સ્પેસ) આવેલી છે.[૫૧] સૌથી મોટો પાર્ક સટન પાર્ક છે, જે 2,400 acres (971 ha) વિસ્તારને આવરે છે અને તેનાથી તે યુરોપનો સૌથી મોટો અર્બન નેચર રિઝર્વ બન્યો છે.[૫૨] બર્મિંગહામ બોટનિકલ ગાર્ડન કલા-સંગીત મંદિર અને બેન્ડસ્ટેન્ડ સાથે સિટી સેન્ટર નજીક આવેલો ગાર્ડન છે, જેનું વિક્ટોરિયન યુગમાં નિર્માણ થયું હતું. યુનિવર્સિટી ઓફ બર્મિગહામ દ્વારા સંચાલિત વિન્ટરબોર્ન બોટનિક ગાર્ડન પણ સિટી સેન્ટરની નજીક આવેલો છે. વૂડગેટ વેલી કન્ટ્રી પાર્ક બાર્ટલી ગ્રીન અને ક્વિનટોનમાં છે.

સિટી સેન્ટરમાં સેન્ટિનરી સ્ક્વેર, ચેમ્બરલીન સ્ક્વેર અને વિક્ટોરિયન સ્ક્વેર સહિતના સંખ્યાબંધ જાહેર ચોકઠા આવેલા છે. ઐતિહાસિક ઓલ્ડ સ્ક્વેર કોપોર્રેશન સ્ટ્રીટમાં આવેલો છે. રોટુન્ડા સ્ક્વેર અને સેન્ટ માર્ટિન્સ સ્ક્વેર બર્મિંગહામના બે સૌથી નવા સ્ક્વેર છે અને તે બુલરિંગ શોપિંગ સેન્ટરમાં આવેલા છે. બ્રાન્ડલીપ્લેસમાં પણ ત્રણ સ્ક્વેર અને નેશનલ સી લાઇફ સેન્ટર આવેલું છે.

પ્રાર્થના સ્થળો

બર્મિંગહામ સેન્ટ્રલ મસ્જિદ
સેન્ટ ફિલિપ્સ કેથેડ્રલ

બર્મિંગહામમાં વસતીની વિવિધતાને કારણે શહેરમાં વિવિધ ધાર્મિક સંકુલો આવેલા છે. સેન્ટ ફિલિપ્સને 1905માં ચર્ચમાંથી કેથેડ્રલ (દેવળ) બનાવવામાં આવ્યું હતું. બીજા બે કેથેડ્રલમાં સેન્ટ ચેડઝ અને સેન્ટ એન્ડ્રીનો સમાવેશ થાય છે, જેમાં સેન્ટ ચેડ્ઝ બર્મિંગહામના રોમન કેથોલિક પ્રોવિસન્સ અને ગ્રીક રૂઢિચુસ્ત મધર ઓફ ગોડ અને સેન્ટ એન્ડ્રૂ ડોર્મિશનનું સ્થાનક છે. કોપ્ટિક ઓર્થોડોક્સ ડાયોસિસ ઓફ ધ મિડલેન્ડ્સ (બિશપની દેખરેખનો પ્રદેશ) પણ બર્મિંગહામ (દેવળનું બાંધકામ ચાલુ છે)માં આવેલું છે. પાદરીની સત્તા હેઠળના પ્રદેશમાં આવતુ બર્મિંગહામનું મૂળ ચર્ચ સેન્ટ માર્ટિન બુલ રિંગમાં આવેલું છે અને તે ગ્રેડ II* તરીકે નોંધાયેલું છે. ફાઇવ વેઝથી થોડે દૂર આવેલું બર્મિંગહામ ઓરેટરીને કાર્ડિનલ ન્યૂમેન્સના મૂળ સ્થાનકની જગ્યા પર 1910માં બાંધવામાં આવ્યું હતું.

બોર્નવિલામાં સેન્ટ લઝારનું સર્બિયન ઓર્થોડોક્સ ચર્ચ

બર્મિંગહામનું સૌથી જુનું યહુદી દેવળ 1825 ગ્રીક રિવાઇવલ સેવર્ન સ્ટ્રીટ સિનગોગ છે, હવે તેને ફ્રીમેસન્સ લોજ હોલમાં તબદિલ કરવામાં આવ્યું છે. તેને 1856માં ગ્રેડ II* લિસ્ટેડ સિંગર્સ હિલ સિનેગોગ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યું હતું. યુરોપની સૌથી મોટી મસ્જિદમાં સ્થાન ધરાવતી બર્મિંગહામ સેન્ટ્રલ મસ્જિદને 1960ના દાયકામાં બાંધવામાં આવી હતી.[૫૩] જોકે 1999ના દાયકાના પછીના ભાગમાં ઘમકોલ શેરિફ મસ્જિદને સ્મોલ હીથમાં બાંધવામાં આવી હતી અને તે પશ્ચિમ યરોપની સૌથી મોટી મસ્જિદોમાં સ્થાન ધરાવતી હોવાનો દાવો કરવામાં આવે છે.[સંદર્ભ આપો]તાજેતરમાં અહમદિયા મુસ્લિમ સમુદાયે બોર્ડસ્લી ગ્રીન એરિયામાં દારુલ બરાકાત મસ્જિદનું નિર્માણ કર્યું હતું. [૫૪] ગુરુ નાનક નિષ્કામ સેવક જાથા શીખ ગુરુદ્વારાને 1970ના દાયકાના અંત ભાગમાં હેન્ડ્ઝવર્થમાં સોહો રોડ વિસ્તારમાં અને એજબેસ્ટન રિઝર્વોઇર નજીક બૌધ ધમ્મટલાકા પીસ પેગોડાનું 1990ના દાયકામાં નિર્માણ કરવામાં આવ્યું હતું.

અર્થતંત્ર

બર્મિંગહામ બિઝનેસ ડિસ્ટ્રીકમાં કોલમોર રો

બર્મિંગહામે ઉત્પાદન અને ઇજનેરી કેન્દ્ર તરીકે નામના મેળવી છે, પરંતુ તેના અર્થતંત્રમાં સેવા ક્ષેત્રનું પ્રભુત્વ છે, જેને 2003માં શહેરના આર્થિક ઉત્પાદનમાં 78 ટકા અને તેની આર્થિક વૃદ્ધિમાં 97 ટકા હિસ્સો આપ્યો હતો.[૫૫]

બ્રિટનની સૌથી મોટી બે બેન્કોની બર્મિંગહામમાં સ્થાપના થઈ હતી, જેમાં લોઇડ્સ બેન્ક (હવે લોઇડ્સ બેન્કિંગ ગ્રૂપ)ની સ્થાપના 1765[૫૬] અને મિડલેન્ડ બેન્ક (હવે એચએસબીસી બેન્ક)ની સ્થાપના 1836માં કરવામાં આવી હતી[૫૭] અને 2007માં શહેરના બેન્કિંગ ફાઇનાન્સ અને વીમા ક્ષેત્રમાં 108,300 લોકો રોજગારી મેળવતા હતા.[૫૮] 2009માં કુશમેન એન્ડ વેકફિલ્ડે જણાવ્યું હતું કે બર્મિંગહામ બિઝનેસની સ્થાપના કરવા માટેનું બ્રિટનનું બીજા ક્રમનું અને યુરોપનું 14માં ક્રમનું શ્રેષ્ઠ સ્થળ છે.[૫]

સ્થાનિક અર્થતંત્રમાં પ્રવાસન ક્ષેત્રના મહત્ત્વમાં પણ વધારો થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને નેશનલ એક્ઝિબિશન સેન્ટર જેવી મુખ્ય સુવિધાઓ સાથે બર્મિંગહામ વિસ્તાર બ્રિટનના કોન્ફરન્સ અને એક્ઝિબિઝન વેપારમાં 42 ટકા હિસ્સો આપે છે.[૫૯] શહેરના સ્પોર્ટસ અને સાંસ્કૃતિક સ્થળો મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષે છે.

શહેરની ત્રણ યુનિવર્સિટીઓ (એસ્ટોન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ અને બર્મિંગહામ સિટી યુનિવર્સિટી) અને બે યુનિવર્સિટી કોલેજમાં 65,000 કરતા વિદ્યાર્થી અને આશરે 15,000 કર્મચારીઓ છે, જે શહેરના અર્થતંત્ર તેમજ તેના સંશોધન અને વિકાસ પાયામાં નોંધપાત્ર પ્રદાન આપે છે.

કેસલ બ્રોમવિચ એસેમ્બલી યુનિટ ખાતે જગુઆર કાર્સે બનાવેલી જગુઆર એક્સએફ

2.43 અબજ પાઉન્ડના વાર્ષિક ટર્નઓવર સાથે બર્મિંગહામ સિટી સેન્ટર બ્રિટનનું સૌથી મોટું રિટેલ સેન્ટર છે[૬૦] અને તેમાં દેશના સૌથી વ્યસ્ત શોપિંગ સેન્ટર –બુલરિંગ[૬૧]- અને લંડન બહારનો કોર્પોરેશન સ્ટ્રીટ પરનો સૌથી મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર હાઉસ ઓફ ફ્રેઝર આવેલા છે.[૬૨] શહેરમાં ચાર સેલ્ફફ્રિજ ડિપાર્ટમેન્ટ સ્ટોર અને ડેબેનહામની બીજા ક્રમની સૌથી મોટી બ્રાન્ચ આવેલી છે.[૬૧] 2004માં શહેરને ખરીદી કરવા માટેનું બ્રિટનનું ત્રીજા ક્રમના શ્રેષ્ઠ શહેર તરીકે સ્થાન આપીને તેને ‘‘વર્લ્ડ ક્લાસ શોપિંગ’’ ગણવામાં આવ્યું હતું, તે આ યાદીમાં લંડનના વેસ્ટ એન્ડ અને ગ્લેસગો પછીના ક્રમે આવ્યું હતું. [૬૩]

શહેરમાં મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો થયો હોવા છતાં કેટલાંક મહત્ત્વના ઔદ્યોગિક પ્લાન્ટ હજુ કાર્યરત છે, જેમાં કેસલ બ્રોમવિચમાં જગુઆર કાર્સ અને બોર્નવિલેમાં કેડબરી ટ્રોબર બેસેટનો સમાવેશ થાય છે.

શહેરનો આર્થિક વૃદ્ધિદર 21મી સદીમાં રાષ્ટ્રીય સરેરાશ કરતા વધુ રહ્યો છે,[૬૪] પરંતુ તેના લાભ સ્થાનિક લોકોને ઓછા મળ્યા છે, આજુબાજુના વિસ્તારના પરપ્રાંતીયોને કુશળતાની જરુરી હોય તેવી વધારે નોકરીઓ મળી છે. બ્રિટનમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર ધરાવતા બે સંસદીય મતક્ષેત્રો લેડીવૂડ એન્ડ સ્પાર્કબ્રુક અને સ્મોલ હીથ બર્મિંગહામમાં આવેલા છે.[૬૫] વૃદ્ધિને કારણે શહેરની પરિવહન વ્યવસ્થા પર પણ બોજ પડ્યો છે. ઘણા મુખ્ય રોડ અને સેન્ટ્રલ ન્યૂ સ્ટ્રીટ રેલવે સ્ટેશનનો પીક ટાઇમ દરમિયાન તેમની ક્ષમતા કરતા વધુ ઉપયોગ કરવામાં આવે છે.

પરિવહન

બર્મિંગહામ ઇન્ટરનેશનલ એરપોર્ટ
ન્યૂ સ્ટ્રીટ રેલવે સ્ટેશન ખાતે બર્મિંગહામ-બિલ્ટ પેન્ડોલિનો

આંતરિક રીતે કેન્દ્રવર્તી સ્થાનને કારણે બર્મિંગહામ મોટરવે, રેલવે અને કેનાલ નેટવર્ક માટેનું મુખ્ય પરિવહન હબ બન્યું છે.[૬૬] શહેરમાં સંખ્યાબંધ જાણીતા મોટરવેઝ આવેલા છે, સંભવત બ્રિટનનું સૌથી વધુ જાણીતું મોટરવે જંક્શન સ્પેગેટી જંક્શન છે.[૬૭] નેશનલ એક્સપ્રેસનું બ્રિટનનું હેડક્વાર્ટર્સ બર્મિંગહામના ઇસ્ટસાઇડ વિસ્તારમાં આવેલું છે અને તેની બાજુમાં નવવિકસિત બર્મિંગહામ કોચ સ્ટેશન છે, જે કંપનીના કોચ નેટવર્ક માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર છે. સૌથી નજીકનું એરપોર્ટ શહેરના પૂર્વમાં આવેલા સોલિહુલ બરો આવેલું બર્મિંગહામ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. 2009ના આંકડા મુજબ આ એરપોર્ટ બ્રિટનમાં હવાઇ મુસાફરીના સંદર્ભમાં છઠ્ઠા ક્રમનું સૌથી વ્યસ્ત એરપોર્ટ છે.

સ્થાનિક જાહેર પરિવહન માટે બસ, સ્થાનિક ટ્રેન અને ટ્રામનો ઉપયોગ થાય છે. 11એ અને 11 સી નંબર (શહેરમાં પ્રવાસની દિશાના સંદર્ભમાં એ- એટલે એન્ટી ક્લોકવાઇઝ અને સી એટલે ક્લોકવાઇઝ)નો આઉટર સર્કલ બસ રૂટ યુરોપનો સૌથી લાંબો બસ રુટ છે, જે 272 બસ સ્ટોપ સાથે 26 miles (42 km) લાંબો[૬૮] છે.[૬૯] બસ રુટનું ખાસ કરીને નેશનલ એક્સપ્રેસ વેસ્ટ મિડલેન્ડ સંચાલન કરે છે, જે બર્મિંગહામમાં તમામ બસ મુસાફરોમાં 80 ટકા લોકોને સેવા પૂરી પાડે છે, જોકે બીજી 50 નાની રજિસ્ટ્રર્ડ બસ કંપનીઓ છે.[૭૦] વ્યાપક બસ નેટવર્કને કારણે લોકો શહેરના વિવિધ પ્રદેશોમાં સરળતાથી આવજાવ કરી છે, જ્યારે લાંબા બસ રુટ મુસાફરો વોલ્વરહેમ્પ્ટન, ડુડલી, વોલસોલ, વેસ્ટ બ્રોમવિચ, હેલ્સોવેન, સ્ટોબ્રિજ અને મેરી હિલ શોપિંગ સેન્ટર જેવા દૂરના વિસ્તાર સુધી લઈ જાય છે. વેસ્ટ મિડલેન્ડ નગરજૂથના બર્મિંગહામ સાથે જાહેર પરિવહન વ્યવસ્થાથી જોડાયેલા નથી તેવા શહેરોમાં સેડલી, કિંગ્સવિનફોર્ડ, વેડન્ઝફિલ્ડ અને વિલેનહોલનો સમાવેશ થાય છે.

શહેરનું મુખ્ય રેલવે સ્ટેશન બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ નેશનલ રેલવે નેટવર્કના સેન્ટ્રમાં આવેલું છે. સિટી સેન્ટરનું બીજુ મુખ્ય રેલવે સ્ટેશન બર્મિંગહામ સ્નો હિલ સ્ટેશન પણ મિડલેન્ડ મેટ્રોનું ટર્મિનસ છે, આ સ્ટેશન અને વોલ્વરહેમ્પ્ટન વચ્ચેની દોડતી મિડલેન્ડ મેટ્રો બિલસ્ટોન, વેડન્ઝબરી અને વેસ્ટ બ્રોમવિચ જેવા નજીકના શહેરોને પરિવહન સેવા પૂરી પાડે છે.[૭૧] મિડલેન્ડ મેટ્રોને બર્મિંગહામ સિટી સેન્ટર સુધી લંબાવવાની યોજના છે.[૭૨] બર્મિંગહામમાં વિશાળ રેલ બેસ્ડ પાર્ક અને રાઇડ નેટવર્ક છે, જે સિટી સેન્ટરની જરૂરિયાત પૂરી કરે છે. જુઓ બર્મિંગહોમ રેલ સ્ટેશન.

બર્મિંગહામ તેની વિશાળ કેનાલ સિસ્ટમ માટે પણ જાણીતું છે અને શહેરનો ઘણીવાર વેનિસ કરતા વધુ કેનાલ રૂટ હોવા તરીકે પણ ઉલ્લેખ થાય છે. આ કેનાલે ઔદ્યોગિક ક્રાંતિક દરમિયાન શહેરોના ઉદ્યોગોની જરૂરિયાત કરી હતી. બ્રિન્ડલીપ્લેસ જેવી કેનાલસાઇડ રિજનરેશન સ્કીમ્સથી કેનાલ નેટવર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

શિક્ષણ

યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ

સિટી કાઉન્સિલ ઇંગ્લેન્ડની સૌથી મોટી સ્થાનિક શિક્ષણ ઓથોરિટી છે, જે સીધી કે આડકતરી રીતે 25 નર્સરી સ્કૂલ્સ, 328 પ્રાથમિક શાળા, 77 માધ્યમિક શાળા, અને 29 સ્પેશિયલ સ્કૂલ્સનો વહીવટ કરે છે.[૭૩] તે ગ્રંથાલય સેવા પણ ચલાવે છે, જેનો વર્ષે 40 લાખ લોકો લાભ લે છે અને વર્ષ દરમિયાન આશરે 3,500 પૌઢ શિક્ષણ કોર્સ ઓફર કરે છે.[૭૪] મુખ્ય ગ્રંથાલય સેન્ટ્રલ લાઇબ્રેરી છે અને બર્મિંગહામમાં બીજા 41 સ્થાનિક ગ્રંથાલયો છે, જે ઉપરાંત એક રેગ્યુલર મોબાઇલ લાયબ્રેરી સર્વિસ પણ છે.[૭૫]

બર્મિંગહામની મોટા ભાગની સરકારી શાળાઓ ખાસ કરીને કોમ્યુનિટી સ્કૂલ્સ છે, જેનો બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા એક સ્થાનિક શિક્ષણ ઓથોરિટી (એલઈએ) (LEA) તરીકેની ભૂમિકા હેઠળ સીધો વહીવટ કરવામાં આવે છે. જોકે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા હેઠળ મોટી સંખ્યામાં સ્વૈચ્છિક અનુદાન સંચાલિત શાળાઓ પણ છે. કિંગ એડવર્ડઝ સ્કૂલ કદાચ શહેરની સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્વતંત્ર શાળા છે. કિંગ એડવર્ડ-6 ફાઉન્ડેશનની સાત શાળા શિક્ષણના ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીયસ્તરે જાણીતી છે અને તમામ સ્કૂલો નેશનલ લીગ યાદીમાં સતત ટોચના સ્થાન હાંસલ કરે છે.[૭૬]

બર્મિંગહામ સેન્ટ્રલ લાયબ્રેરી

બર્મિંગહામમાં ત્રણ યુનિવર્સિટી આવેલી છે, જેમાં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ, એસ્ટોન યુનિવર્સિટી, બર્મિંગહામ સિટી યુનિવર્સિટીનો સમાવેશ થાય છે તેમજ ન્યૂમેન યુનિવર્સિટી કોલેજ[૭૭] અને યુનિવર્સિટી કોલેજ બર્મિંગહામ એમ બે યુનિવર્સિટી કોલેજ છે.[૭૮] બર્મિંગહામ હાલમાં બર્મિંગહામ સિટી યુનિવર્સિટીનો એક ભાગ બનેલી બર્મિંગહામ કન્ઝર્વેટોર (સંગીતની પાઠશાળા) અને બર્મિંગહામ સ્કૂલ ઓફ એક્ટિંગ કલાના ચોક્કસ વિષયમાં ઉચ્ચ ગુણવત્તાનું શિક્ષણ પૂરું પાડે છે. શ્રેણીબદ્ધ યુનિવર્સિટી અને કોલેજને કારણે બર્મિંગહામમાં 65,000 કરતા વધુ હાયર એજ્યુકેશન વિદ્યાર્થી છે અને તે લંડન પછીનું બ્રિટિનનું બીજા ક્રમે સૌથી વધુ વિદ્યાર્થી ધરાવતું શહેર છે. જોસેફ ચેમ્બરલીન મેમોરિયલ ક્લોક ટાવર યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની ચાન્સેલર્સ કોર્ટમાં આવેલું ટાવર હાઉસ છે. તે વિશ્વનો સૌથી ઊંચો ફ્રી સ્ટેન્ડિંગ ક્લોક ટાવર છે.

શ્રેણીબદ્ધ નાની કોલેજના વિલિનિકરણ દ્વારા રચવામાં આવેલી બર્મિંગહામ મેટ્રોપોલિટન કોલેજ[૭૯] દેશની ઉચ્ચ શિક્ષણની સૌથી મોટી કોલેજ છે. જોસેફ ચેમ્બરલીન કોલેજ બર્મિંગહામ સોલિહુલની એવી છઠ્ઠા સ્વરૂપની કોલેજ છે, કે જેને બીકન સ્ટેટસ અને ઓવરઓવલ ઓએફએસટીઈડી (OFSTED) ગ્રેડ1 (આઉટસ્ટેન્ડિંગ) આપવામાં આવેલો છે.[૮૦]

1970ના દાયકા પછી બર્મિંગહામની મોટાભાગની સેકન્ડરી સ્કૂલ્સ 11-16/18 સિસ્ટમની સર્વગ્રાહી સ્કૂલ્સ છે, જ્યારે પોસ્ટ જીસીએસઈ (GCSE) વિદ્યાર્થીને સ્કૂલ્સના છઠ્ઠા સ્વરૂપમાં અથવા અથવા ફર્થર એજ્યુકેશન કોલેજમાં તેમનો અભ્યાસ ચાલુ રાખવાનો વિકલ્પ મળે છે. બર્મિંગહામે હંમેશા 5-7 વર્ષના બાળકો માટે પ્રાયમરી સ્કૂલ સિસ્ટમ અને 7-11 વર્ષના બાળકો માટે જુનિયર સ્કૂલ સિસ્ટમને અમલી બનાવેલી છે.

રમત-ગમત

વિલા પાર્ક ખાતે સેકન્ડ સિટી ડરબીમાં એસ્ટોન વિલા વિ. બર્મિંગહામની મેચ

બર્મિંગહામે રમતગમતના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વની પ્રથમ લીગ ફૂટબોલ સ્પર્ધા સ્થાન ધરાવતી ધ ફૂટબોલ લીગની બર્મિંગહામના નિવાસી અને એસ્ટોન વિલાના ડિરેક્ટર વિલિયમ મેકગ્રેગરે સ્થાપના કરી હતી, તેમણે 1888માં ક્લબના સહ ડિરેક્ટર્સને પત્ર લખીને દરખાસ્ત કરી હતી કે ‘‘ઇંગ્લેન્ડની સૌથી વધુ મહત્ત્વની 10 અથવા 12 ક્લબનું જોડાણ કરીને દરેક સિઝન માટે શહેરમાં એક ટુર્નામેન્ટનું આયોજન કરી શકાય.’’[૮૧] ટેનિસની આધુનિક રમતનો વિકાસ હેરી જેમ અને તેમના મિત્ર ઓગોરિયા પરેરાએ એજબેસ્ટનમાં પરેરાના મકાનમાં 1859 અને 1865ની વચ્ચે કર્યો હતો,[૮૨] જ્યારે એજબેસ્ટોન આર્ચરી અને લોન ટેનિસ સોસાયટી વિશ્વની સૌથી જુની ટેનિસ ક્લબ છે.[૮૩] બર્મિંગહામ એન્ડ ડિસ્ટ્રિસ્ટ ક્રિકેટ લીગ વિશ્વની સૌથી જુની ક્રિકેટ લીગ છે[૮૪] અને બર્મિંગહામ 1973માં વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનું સૌ પ્રથમ યજમાન બન્યું હતું.[૮૫] બર્મિંગહામ એવું પ્રથમ શહેર છે કે જેને સ્પોર્ટસ કાઉન્સિલે નેશનલ સિટી સ્પોર્ટસ તરીકે જાહેર કર્યું છે.[૮૬]. બર્મિંગહામે 1992માં સમર ઓલિમ્પિક માટે નિષ્ફળ બિડ કરી હતી.

એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ મેચ

હાલમાં આ શહેરમાં દેશની સૌથી જુની પ્રોફેશનલ ફૂટબોલ ટીમ આવેલી છે, જેમાં એસ્ટોન વિલા બર્મિંગહામ સિટીનો સમાવેશ થાય છે, આમાંથી એસ્ટોન વિલાની સ્થાપના 1874માં થઈ હતી અને તે વિલા પાર્કમાં મેચ રમે છે, જ્યારે બર્મિંગહામ સિટીની સ્થાપના 1875માં થઈ હતી અને તે સેન્ટ એન્ડ્રૂઝ ખાતે મેચ રમે છે. વિવિધ ક્લબ વચ્ચેની સ્પર્ધા ઘણી જ તીવ્ર હોય છે અને બે ક્લબ વચ્ચેની ટુર્નામેન્ટ સેકન્ડ સિટી ડરબી તરીકે ઓળખાય છે.[૮૭] એસ્ટોન વિલાએ 50 વખત ટુર્નામેન્ટ જીતી છે, જ્યારે બર્મિંગહામ સિટી 38 વખત વિજેતા બની છે. બંને ટીમોએ ટ્રોફી જીતી છે, વિલા સાત વખત લીગ ચેમ્પિયન્સ અને 1982માં યુરોપિયન ચેમ્પિયન્સ બની છે.

છ વખત કાઉન્ટી ચેમ્પિયનશિપ વિજેતા વોરવિકશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ એજબેસ્ટન ક્રિકેટ ગાઉન્ડમાં મેચનું આયોજન કરે છે, જેમાં ટેસ્ટ ક્રિકેટ અને વન ડે ઇન્ટરનેશનલનું આયોજન પણ કરવામાં આવે છે. બ્રાયન લારાએ 1994માં વોરવિકશાયર તરફી રમતા 501 રન ફટકાર્યા ત્યારે આ ગ્રાઉન્ડ ફર્સ્ટ કલાસ ક્રિકેટમાં કોઈ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રનનો રેકોર્ડનું સાક્ષી બન્યું છે.[૮૮]

નેશનલ ઇન્ડોર એરેના

ઇન્ટરનેશનલ ટ્રેક એન્ડ ફિલ્ડ મિટીંગ એલેકઝાન્ડર સ્ટેડિયમમાં યોજાય છે, જે ઘણા આંતરરાષ્ટ્રીય એથ્લિટ ધરાવતા બર્ચફિલ્ડ હેરિયર્સનું હોમ ગ્રાઉન્ડ છે. એલેકઝાન્ડર સ્ટેડિયમની બાજુમાં જીએમએસી (GMAC) જિમ્નેસ્ટિક્સ એન્ડ માર્શલ આર્ટસ સેન્ટરને 2008માં ખુલ્લું મુકવામાં આવ્યું હતું અને તેમાં ઐકીડો ફેલોશિપ ઓફ ગ્રેટ બ્રિટન સંગ્રહિત ૨૦૧૦-૧૧-૨૨ ના રોજ વેબેક મશિનના હેડક્વાર્ટર્સ સહિત આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબના જિમ્નેસ્ટિક્સ હોલ અને ત્રણ માર્શલ ડોજા આર્ટ આવેલા છે.1991માં ખુલ્લુ મૂકાયેલું નેશનલ ઇન્ડોર એરેના (એનઆઇએ) (NIA) [૮૯] અગ્રણી ઇન્ડોર એથ્લિટિક્સ વેન્યૂ છે, જેમાં 2007માં યુરોપિયન એથ્લિટિક્સ ઇન્ડોર ચેમ્પિયનશિપ્સ અને 2003માં આઈએએએફ (IAAF) વર્લ્ડ ઇન્ડોર ચેમ્પિયનશિપ્સ તેમજ ઘણી ડબલ્યુડબલ્યુએઇ (WWE) રેસલિંગ સ્પર્ધાનું આયોજન થયેલું છે.

એટીપી (ATP) ઇન્ટરનેશનલ ટેનિસ હજુ પણ એજબેસ્ટન્સ પ્રાયરી ક્લબમાં રમાય છે.[૯૦] બર્મિંગહામ બિલેસ્લી કોમનના મેદાનનો ઉપયોગ કરતા પ્રોફેશનલ રગબી યુનિયન મોસલે આરએફસી તેમજ પ્રોફેશન બોક્સિંગ, હોકી, સ્કેટબોર્ડિંગ, સ્ટોક-કાર રેસિંગ, ગ્રેહાઉન્ડ રેસિંગ અને સ્પીડવે જેવી રમતો પણ રમાય છે.

ખોરાક અને પીણા

બર્મિંગહામ હોલસેલ માર્કેટનો ફળ અને શાકભાજી વિભાગ

બર્મિંગહામનો વેપારના શહેર તરીકેનો વિકાસ થવાનું મૂળ કારણ 1166માં રોયલ ચાર્ટર દ્વારા કૃષિ પેદાશો માટે સ્થાપવામાં આવેલું બજાર છે. પછીની સદીઓમાં વ્યાપક ઔદ્યોગિકરણ થયું હોવા છતાં આ ભૂમિકા જળવાઈ રહી છે અને બર્મિંગહામ હોલસેલ માર્કેટે દેશના સૌથી મોટા સંયુક્ત હોલસેલ ફૂડ માર્કેટ તરીકેનું સ્થાન જાળવી રાખ્યું છે,[૯૧] જે માંસ, માછલી, ફળ, શાકભાજી અને ફુલોનું વેચાણ કરે છે તેમજ 100 માઇલ દૂર સુધી રેસ્ટોરા અને સ્વતંત્ર રિટેલર્સને તાજી પેદાશો પૂરી પાડે છે.[૯૨]

બર્મિંગહામ લંડન પછી એવું એકમાત્ર શહેર છે કે જેમાં મિશેલિન સ્ટાર ધરાવતી ત્રણ રેસ્ટોરા છે, જેમાં એજબેસ્ટનની સિમ્પ્સન્સ , હારબોર્ન ખાતેની ટર્નર્સ અને સિટી સેન્ટર ખાતેની પુર્નેલ્સ નો સમાવેશ થાય છે.[૯૩]

બર્મિંગહામ સ્થિત બ્રુઅરિઝમાં એન્સેલ્સ, ડેવનપોર્ટ અને મિટસેલ એન્ડ બટલરનો સમાવેશ થાય છે.[૯૪] એસ્ટોન મેનોર બ્રુઅરી હાલમાં નોંધપાત્ર કદની એકમાત્ર બ્રુઅરી છે. ઘણા ફાઇન વિક્ટોરિયન પબ અને બાર શહેરમાં હજુ પણ જોવા મળે છે. બર્મિંગહામની સૌથી જુની ઇન ઓલ્ડ ક્રાઉન છે, જે ડેરિટેન્ડ (સિરકા 150[સંદર્ભ આપો])માં આવેલી છે. શહેરમાં નાઇટક્લબ અને બારની ભરમાર છે, જેમાં સૌથી સૌથી જાણીતી બ્રોડ સ્ટ્રીટ છે.[૯૫]

વિન્ગ યીપ ફૂડ સામ્રાજ્યની સૌ પ્રથમ શરુઆત આ શહેરમાં થઈ હતી અને તે નેશેલ્સમાં હેડક્વાર્ટર ધરાવે છે.[૯૬] કરીના એક પ્રકાર બાલ્ટીની શોધ આ શહેરમાં થઈ હતી, જેને ‘બાલ્ટી બેલ્ટ’ અથવા ‘બાલ્ટી ટ્રાયેંગલ’ માટે ઘણી પ્રસિદ્ધિ મેળવી છે.[૯૭] બર્મિંગહામથી શરુ થયેલી જાણીતી ફૂડ બ્રાન્ડ્સમાં ટાઇફૂ ટી, બર્ડઝ કસ્ટાર્ડ, કેડબરી ચોકલેટ અને એચપી સોસનો સમાવેશ થાય છે.

કલા

હેવી મેટલ મ્યુઝિકના સૌ પ્રથમ બેન્ડ બ્લેક સબાથની સ્થાપના બર્મિંગહામમાં થઈ હતી.

બર્મિંગહામ છેલ્લી સદીથી ધમબકતા અને વૈવિધ્યપૂર્ણ સંગીતનો ઇતિહાસ ધરાવે છે. બર્મિંગહામ બેન્ડ્સે બ્રિટનની સંગીત સંસ્કૃતિમાં મોટું પ્રદાન આપ્યું છે અને ઘણા સમકાલિન મ્યુઝિક બેન્ડ બર્મિંગહામ બેન્ડ્સના તેમના પરના મોટા પ્રભાવનો સ્વીકાર કરે છે. 1960ના દાયકાના ‘બ્રુમ બીટ’ યુગમાં મૂડી બ્લૂ જેવા બ્લૂ અને પ્રારંભિક પ્રોગ્રેસિવ રોક બેન્ડ પ્રસિદ્ધ બન્યા હતા. આ શહેરનો હેવી મેટલ મ્યુઝિકના જન્મસ્થળ તરીકે ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવે છે,[૯૮] કારણ કે જુડાસ પ્રિસ્ટ, બ્લેક સબાથ, મેગ્નમ અને લેડ ઝેપબિલનના બે સભ્યો સ્થાનિક રહેવાસી હતા. આ પછી 80ના દાયકામાં નેપામ ડેથ જેવા બેન્ડ બર્મિંગહામ હેવી મેટલમાં જોડાયા હતા.

1870ના દાયકામાં ધ મૂવ અને આઇડલ રેસના સભ્યોએ ઇલેક્ટ્રિક લાઇટ ઓર્કેસ્ટ્રા અને વિઝાર્ડની રચના કરી હતી. 1970ના દાયકામાં સ્ટીલ પલ્સ, યુબી40 (UB40), મ્યુઝિકલ યુથ અને ધ બીક જેવા બેન્ડ્સ સાથે આ શહેરમાં રેગે અને સ્કાનો ઉદભવ થયો હતો, આ બેન્ડ્સે સંગીતમાં વંશીય એકતા દર્શાવી હતી અને ડાબેરી વિચારસરણી ધરાવતા ગીતો અને બહુવંશીય ગીતો રજૂ કરીને બર્મિંગહામનના પ્રવર્તમાન સામાજિક પ્રવાહોનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. 1980ના દાયકાના પોપ બેન્ડ ડુરાન ડુરાન પણ બર્મિંગહામની દેન છે.

બર્મિંગહામ ટાઉન હોલમાં એક્સ કેથેડ્રાનું પર્ફોર્મન્સ

શહેરમાં જાઝ સંગીત પણ લોકપ્રિય છે અને બર્મિંગહામ ઇન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ બ્રિટનમાં તેના પ્રકારનો સૌથી મોટો ફેસ્ટિવલ છે.[૯૯] આ ફેસ્ટિવલનું સ્થાન બર્મિંગહામની બહાર સોલિહુલમાં આવેલું છે. તેનું પ્રથમ આયોજન 1984માં કરવામાં આવ્યું હતું.[૧૦૦]

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત સિટી ઓફ બર્મિંગહામ સિમ્ફની ઓરકેસ્ટ્રાનું મૂળ વતન સિમ્ફની હોલ છે. સિટી ઓર્ગેનિસ્ટની પણ પ્રથા છે, જેમાં 1843 પછી માત્ર સાત વ્યક્તિને આ દરજ્જો આપવામાં આવ્યો છે. હાલમાં સિટી ઓર્ગેનિસ્ટનો દરજ્જો ધરાવતા થોમસ ટ્રોટર 1983થી આ હોદ્દા પર છે.[૧૦૧] બર્મિંગહામ ટાઉન હોલમાં સંગીત વાદ્યોને ખુલ્લા મૂકવામાં આવ્યા પછીથી સાપ્તાહિક સંગીત કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે,[૧૦૨] પરંતુ હવે જીણોર્ધારને પગલે ઓક્ટોબર 2007માં બર્મિંગહામ હોલને ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યાં સુધી આ કાર્યક્રમનું આયોજન સેન્ટ ફિલિપ્સ કેથેડ્રલમાં કરવામાં આવ્યું હતું. બર્મિંગહામ રોયલ બેલે[૧૦૩] તેમજ વિશ્વની સૌથી જુની વોકેશનલ ડાન્સ સ્કૂલ એલ્મહર્સ્ટ સ્કૂલ ફોર ડાન્સ આ શહેરમાં આવેલી છે.[૧૦૪]

બર્મિંગહામમાં ત્રિવાર્ષિક મ્યુઝિક ફેસ્ટિવલનું 1784થી 1912 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. મેન્ડલસોહન, ગાઉનોડ, સુલિવાન, ડીવોરેક, બેન્ટોક અને એડવર્ડ એલ્ગર દ્વારા સંગીતની વિશેષ રચના કરીને તેનું પર્ફોર્મન્સ આપવામાં આવે છે.એડવર્ડ એલ્ગરે તેમના સૌથી વધુ પ્રખ્યાત ચાર સમુહગીતો બર્મિંગહામ માટે લખ્યા છે. એલ્ગરના ડ્રીમ ઓફ ગેરોન્ટીયસ ને સૌથી પ્રથમ 1900માં અહીં રજૂ કરવામાં આવ્યું હતું. સિટીમાં જન્મેલા ગીતકારોમાં આલ્બર્ટ વિલિયમ કેટેલબે અને એન્ડ્રુ ગ્લોવરનો સમાવેશ થાય છે.

બર્મિંગહામ રિપેર્ટરી થીયેટર

બર્મિંગહામના બીજા શહેર કેન્દ્રિત સંગીત સ્થળોમાં 1991માં ખુલ્લા મૂકવામાં આવેલા નેશનલ ઇન્ડોર એરેના, ડેલ એન્ડમાં 02 એકેડેમીનું સ્થાન લેવા સપ્ટેમ્બર 2009માં બ્રિટલ સ્ટ્રીટ ખાતે ખુલ્લી મૂકવામાં આવેલી 02 એકેડમી, 1997માં ખુલ્લું મૂકવામાં આવેલું સીબીએસઓ (CBSO) સેન્ટર, ડિગબેથ ખાતેના બારફ્લાય અને એડ્રીયન બોલ્ટ હોલનો સમાવેશ થાય છે, જે બર્મિંગહામ કન્ઝવેટર ખાતે પેરેડાઇઝ ફોરમ અને બર્મિંગહામ સેન્ટ્રલ લાયબ્રેરીની સાથે બાંધવામાં આવ્યો હતો.

બર્મિંગહામના ઘણા થીયેટરોમાં સૌથી મોટું થીયેટર એલેક્ઝાન્ડરા (‘ધ એલેક્સ’) ધ રેપ, ધ હિપોડ્રોમ અને ઓલ્ડ રેપ છે. ધ ક્રેસેન્ટ થીયેટર અને ઓલ્ડ જોઇન્ટ સ્ટોક થીયેટર સિટી સેન્ટરના બીજા થીયેટરો છે. સિટી સેન્ટરની બહારના થીયેટરોમાં ડ્રમ આર્ટસ સેન્ટર (અગાઉના એસ્ટોન હિપોડ્રોમની નજીક) અને મેક નો સમાવેશ થાય છે.[૧૦૫] ધ ફીયર્સ! ધ રેપના સહયોગમાં યોજવામાં આવતા ફીયર્સ નામના ફેસ્ટિવલમાં સ્થાનિક અને રાષ્ટ્રીય કંપનીઓના વાર્ષિક પર્ફોર્મન્સને રજૂ કરવામાં આવે છે.

બર્મિંગહામ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી

બર્મિંગહામ સાથે સંકળાયેલી સાહિત્યની હસ્તીઓમાં સેમ્યુઅલ જોહનસનનો સમાવેશ થાય છે, જેઓ ટૂંકાગાળા માટે બર્મિંગહામમાં રહ્યા હતા અને નજીકના લીચફિલ્ડમાં તેમનો જન્મ થયો હતો. બર્મિંગહામ સેન્ટ્રલ લાયબ્રેરીમાં તેમના આશરે બે હજાર પુસ્તકો છે. આર્થર કોનન ડોયલે બર્મિંગહામના અસ્ટન એરિયામાં કામ કર્યું હતું, જ્યારે કવિ લૂઈસ મેકનીસ છ વર્ષ માટે બર્મિંગહામમાં રહ્યા હતા. અમેરિકાના લેખક વોશિંગ્ટન ઇરવિંગે બર્મિંગહામમાં તેમના નિવાસ દરમિયાન એસ્ટોન હોલ આધારિત કૃતિ બ્રેસબ્રિજ હોલ અને ધ હ્યુમરિસ્ટ્, એ મેડલી જેવી તેમની સૌ વધુ પ્રખ્યાત સાહિત્યકૃતિની રચના કરી હતી. બર્મિંગહામમાં જન્મેલા અથવા આ શહેરમાં રહેલા બીજા સાહિત્યકારોમાં ડેવિડ લોજ, જોનાથન કો અને જે.આર.આર ટોલ્કીયનનો સમાવેશ થાય છે, જેમને આ શહેરના વિસ્તારો અને ઇમારતોમાંથી પ્રેરણા મળી હોવાનું માનવામાં આવે છે. બર્મિંગહામ સાથે સંકળાયેલા જાણીતા કવિઓમાં શહેરના છઠ્ઠા પોયેટ લોરિયેટ રોઈ ક્વાબેના[૧૦૬] અને શહેરમાં જન્મેલા બેન્ઝામિન ઝેપફાનિયાહનો સમાવેશ થાય છે.

બ્રિટનના સૌથી મોટા સ્થાપિત સ્થાનિક સાયન્સ ફિક્શન ગ્રૂપની 1971માં બર્મિંગહામ સ્થાપના થઈ હતી (જોકે 1940 અને 1960ના દાયકામાં અગાઉના સ્વરુપો હતો) અને તે એન્યૂઅલ એસએફ ઇવેન્ટ નોવાકોનનું આયોજન કરે છે.

બર્મિંગહામ મ્યુઝિયમ અને આર્ટ ગેલરીમાં વિશ્વમાં પ્રિ-રેફેલાઇટ કલાના સૌથી મોટા કલેક્શન આવેલા છે. એડવર્ડ બર્ની-જોન્સ બર્મિંગહામમાં જન્મ્યા હતા અને પ્રથમ 20 વર્ષ શહેરમાં વિતાવ્યા હતા અને પછીથી રોયલ બર્મિંગહામ સોસાયટી ઓફ આર્ટિસ્ટના પ્રેસિડન્ટ બન્યા હતા. 2004 ગૂડ બ્રિટન ગાઇડ દ્વારા બાર્બર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાઇન આર્ટસને ‘ગેલરી ઓફ ધ યર’ જાહેર કરવામાં આવી હતી.[૧૦૭] આઇકોન ગેલરીમાં સમકાલિન કલાકૃતિઓ અને ઇસ્ટસાઇડ પ્રોજેક્ટ્સનું પ્રદર્શન છે. જાણીતા સ્થાનિક આર્ટિસ્ટમાં ડેવિડ કોક્સ, ડેવિડ બોમબર્ગ, પોગસ સીઝર, કીથ પાઇપર અને ડોનાલ્ડ રોડનીનો સમાવેશ થાય છે. જૂના ફોટોગ્રાફના ભંડાર ઓઓએમ (OOM) ગેલરીએ ફેઝેલી સ્ટુડિયોઝ, થ્રી વ્હાઇટ વોલ્સ અને કાઇનેટિક એઆઇયુ (AIU) જેવા સંગઠનો સાથે સહયોગ કર્યો છે.

મેન્યુફેક્ચરિંગ અને પ્રિન્ટિંગના સેન્ટર તરીકે બર્મિંગહામની ભૂમિકાને ગ્રાફિક ડિઝાઇન અને પ્રોડકટ ડિઝાઇનની મજબૂત સ્થાનિક પરંપરાથી ટેકો મળ્યો છે. બર્મિંગહામ ડિઝાઇનર્સના જાણીતા વર્કમાં બાસ્કરવિલે ફોન્ટ,[૧૦૮] રસ્કીન પોટરી,[૧૦૯] એકમે થન્ડરર વ્હિસલ,[૧૧૦] ધ આર્ટ ડેકો બ્રાન્ડિંગ ઓફ ઓડિયોન સિનેમાસ[૧૧૧] અને મિનીનો સમાવેશ થાય છે.[૧૧૨]

ઉત્સવો અને કાર્યક્રમો

બર્મિગહામમાં સેન્ટ જ્યોર્જ ડે પાર્ટી સહિતના ઘણા રાષ્ટ્રીય, ધાર્મિક અને આધ્યાત્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. બર્મિંગહામ ટેટૂ નેશનલ ઇન્ડોર એરિયા સાથે દર વર્ષે લાંબા ગાળાથી યોજવામાં આવતો મિલિટરી શો છે. કેરિબિયન શૈલીના બર્મિંગહામ ઇન્ટરનેશનલ કાર્નિવલનું ઘણા વર્ષોથી આયોજન કરવામાં આવે છે. બર્મિંગહામ પ્રાઇડનું ગે વિલેજમાં આયોજન કરવામાં આવે છે અને તેમાં દર વર્ષે 100,000 લોકો આવે છે. 1997થી શહેરમાં વાર્ષિક કલા ઉત્સવ આર્ટસફેસ્ટ નું આયોજન કરવામાં આવે છે, જે બ્રિટનનું સૌથી મોટો ફ્રી આર્ટસ ફેસ્ટિવલ છે. ડિસેમ્બર 2006માં સિટી કાઉન્સિલે જાહેરાત કરી હતી, તે હવેથી આર્ટફેસ્ટનું આયોજન કરશે નહીં.[૧૧૩] શહેરની સૌથી મોટી સિંગલ ડે ઇવેન્ટ સેન્ટ પેટ્રીક્સ ડે પરેડ (યુરોપમાં ડબ્લીન પછીની સૌથી મોટી ઇવેન્ટ) છે.[૧૧૪] વિવિધ સંસ્કૃતિના બીજા કાર્યક્રમોમાં બંગલા મેલા અને વૈશાખી મેલાનો સમાવેશ થાય છે. બર્મિંગહામ હેરિટેજ ફેસ્ટિવલ ઓગસ્ટમાં યોજવામાં આવતો માર્ડી ગ્રાસ સ્ટાઇલનો કાર્યક્રમ છે. પ્રવાસી ગાયકો દ્વારા કેરિબિયન અને આફ્રિકાની સંસ્કૃતિની પણ પરેડ અને બસ્કર્સ દ્વારા શેરીના કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે.

શહેરના બીજા ઉત્સવોમાં મોસલી પ્રાઇવેટ પાર્ક ખાતે આયોજન કરવામાં આવતા અને નવા અને જુના લોકઉત્સવનું મિશ્રણ કરતા મોસલી ફોક ફેસ્ટિવલ (2006થી) બર્મિંગહામ ઇન્ટરનેશનલ જાઝ ફેસ્ટિવલ, પીટર કે જેવા કાર્યક્રમોથી હેડલાઇનમાં રહેતા બર્મિંગહામ કોમેડી ફેસ્ટિવલ (2001થી), ફાસ્ટ શો, જિમી કાર, લી ઇવેન્સ અને લેની હેનરી, 2009માં શરુ થયેલા ઓફ ધ કફ ફેસ્ટિવલનો સમાવેશ થાય છે.શહેરના જાહેર ઉત્સવો અને કાર્યક્રમોમાં સુધારો કરવાના હેતુ ધરાવતા બી બર્મિંગહામ (બર્મિંગહામની સ્થાનિક વ્યૂહાત્મક ભાગીદારી) દ્વારા પ્રકાશિત બર્મિંગહામ 2026 વિઝનમાં આ ઉત્સવો, કાર્યક્રમો અને પ્રવૃત્તિઓને એક હિસ્સો બનાવવામાં આવ્યો છે.[સંદર્ભ આપો]. બર્મિંગહામની 2013માં સિટી ઓફ કલ્ચરનો દરજ્જો મેળવવાના પ્રયાસોને[૧૧૫] ક્રિસ અકાબુસી, ડેનિસ લૂઈસ અને જેમ્સ ફેલ્પ્સ એન્ડ ઓલિવર ફેલ્પ્સ (હેરી પોટરના વીઝલે ટ્વીન્સ) જેવી હસ્તીઓએ ટેકો આપ્યો હતો. બર્મિંગહામમાં 2008માં શરુ થયેલા બાયએન્યુઅલ ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલનું ડાન્સ એક્સ્ચેન્જ દ્વારા આયોજન કરવામાં આવે છે અને તેમાં શહેરના ઇન્ડોર અને આઉટડોર વેન્યૂને આવરી લેવામાં આવે છે.

પ્રસાર માધ્યમો

બીસીસી બર્મિંગહામનું હેડક્વાર્ટર ધ મેઇલબોક્સ

બર્મિંગહામમાં કેટલાંક અગ્રણી સ્થાનિક વર્તમાનપત્રો છે, જેમાં દૈનિક અખબાર બર્મિંગહામ મેઇલ , બર્મિંગહામ પોસ્ટ અને સાપ્તાહિક સન્ડે મર્ક્યુરી નો સમાવેશ છે, આ તમામની માલિકી ટ્રિનિટી મિરર પાસે છે, જે છેલ્લા 30 વર્ષથી પ્રકાશિત થતા વોટઝ ઓન મેગેઝિન નામના પખવાડિક મેગેઝિનનું માલિક છે. ફોરવર્ડ (અગાઉનું નામ બર્મિંગહામ વોઇસ) બર્મિંગહામ સિટી કાઉન્સિલ દ્વારા પ્રકાશિત કરવામાં આવતું ફ્રીશીટ છે, જેનું શહેરના ઘરોમાં વિતરણ કરવામાં આવે છે. બર્મિંગહામમાં વિવિધ રાષ્ટ્રીય વંશીય પ્રસાર માધ્યમનું પણ કેન્દ્ર છે અને બે રિજનલ મેટ્રો એડિશન (ઇસ્ટ અને વેસ્ટ મિડલેન્ડ્સ)નું બેઝ છે.બર્મિંગહામ સિનેમાનો લાંબા ઇતિહાસ ધરાવે છે.

સ્ટ્રેશન સ્ટ્રીટ પરનું ઇલેક્ટ્રિક સિનેમા બ્રિટનનું સૌથી જુનું કાર્યરત સિનેમા છે[૧૧૬] અને ઓસ્કાર ડ્યૂઇશે 1920ના દાયકા દરમિયાન પેરી બારે તેમના પ્રથમ ઓડિયન સિનેમાને ખુલ્લુ મૂક્યું હતું. બર્મિંગહામમાં જન્મેલા આર્કિટેક્ટ હેરી વીડોને દેશમાં 300થી વધુ સિનેમાના ડિઝાઇનિંગ માટે ઓસ્કાર ડ્યૂઇશ સાથે જોડાણ કર્યું હતું, તેમાંથી મોટા ભાગના અલગ પ્રકારની આર્ટ ડેકો સ્ટાઇલના છે.[૧૧૭] સ્ટાર સિટી યુરોપનું સૌથી મોટું આનંદપ્રમોદ અને સિનેમા સંકુલ કહેવાય છે.ઢાંચો:Weasel-inline આઇમેક્સ (IMAX) સિનેમાં ઇસ્ટસાઇડમાં મિલિનિયમ પોઇન્ટ પર આવેલું છું.[૧૧૮] બર્મિંગહામ 1999ની ફિલ્મ ફેલિસિયાઝ જર્ની સહિતની ફિલ્મોનું લોકેશન છે. આ ફિલ્મમાં 1973ની ફિલ્મ ટેક મી હાઇ માં ઉપયોગ કરવામાં આવેલા બર્મિંગહામના લોકેશનનો ઉપયોગ કરીને શહેરમાં આવેલા પરિવર્તન દર્શાવવામાં આવ્યા છે.[૧૧૯]

ઇલેકટ્રિક સિનેમા

બર્મિંગહામ ટીવી પ્રોગ્રામના શુટીંગ માટેનું પણ જાણીતું સ્થળ છે અને ટેલિવિઝન પ્રસારણ માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર છે. બીબીસી (BBC) આ શહેરમાં બે ઓફિસ ધરાવે છે. સિટી સેન્ટરમાં આવેલું ધ મેઇલબોક્સ બીબીસી (BBC) ઇંગ્લીશ રિજન્સનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર છે,[૧૨૦] જે બીબીસી (BBC) વેસ્ટ મિડલેન્ડ અને બીબીસી (BBC) બર્મિંગહામ નેટવર્ક પ્રોડક્શન સેન્ટરનું પણ હેડક્વાર્ટર્સ છે, જે અગાઉ એજબેસ્ટનમાં પેબલ મિલ સ્ટુડિયો ખાતે આવેલું હતું. સેલી ઓક ખાતે આવેલું બીબીસી ડ્રામા વિલેજ ટેલિવિઝન ડ્રામા અને બ્રિટનના નવી કૌટુંબિક ધારાવાહિકમાં સ્પેશ્યલાઇઝેશન ધરાવતું પ્રોડક્શન હાઉસ છે, જેમાં વેસ્ટ મિડલેન્ડ વિસ્તારમા એકમાત્ર ટેલિવિઝન સોપ ઓપેરા ડોક્ટર્સનું નિર્માણ કરાયું હતું અને તે બ્રિટનની એકમાત્ર ડેટાઇમ ધારાવાહિક છે.[૧૨૧] ઓક્ટોબર 2007માં જાહેરાત કરવામાં આવી હતી કે બીબીસી બર્મિંગહામમાં રાષ્ટ્રીયવ્યાપી 2,500માંથી 43 લોકો નોકરી ગુમાવશે.

બર્મિંગહામનો સેન્ટ્રલ/એટીવી (ATV) સ્ટુડિયો બંધ થયો ત્યાં સુધી ટિસવાન અને ક્રોસરોડ સહિતના આઇટીવી (ITV) માટેના ઘણા પ્રોગ્રામના રેકોર્ડિંગનું સ્થળ હતું.[૧૨૨] સેન્ટ્રલ ટીવીએ તેના હાલના ગેસ સ્ટ્રીટ સ્ટુડિયામાં સ્થળાંતર કર્યું ત્યારે તે સીઆઇટીવી (CITV) માટેનું મુખ્ય કેન્દ્ર હતું. જોકે પછીથી સીઆઇટીવી (ITV)એ 2004માં માન્ચેસ્ટરમાં તેની ફેસિલિટી ખસેડી હતી. બર્મિંગહામમાંથી આઇટીવી સેન્ટ્રલના પ્રોડક્શન હાલમાં રિજનલ ન્યૂઝ પ્રોગ્રામ સેન્ટ્રલ ટુનાઇટ ની વેસ્ટ અને ઇસ્ટ એડિશનનો સમાવેશ થાય છે.

આ શહેરમાં ઘણા રાષ્ટ્રીય અને પ્રાદેશિક રેડિયો સ્ટેશનો તેમજ સ્થાનિક રેડિયો સ્ટેશનો પણ કાર્યરત છે. જેમાં 96.4 બીઆરએમબી (BRMB), ગેલેક્સી, હાર્ટ એફએમ, કેરેન્ગ! 105.2, ન્યૂ સ્ટાઇલ રેડિયો 98.7 એફએમ, સ્મૂથ રેડિયો 105.7 એફએમ, બીબીસી ડબલ્યુએમ.[૧૨૩] ધ આર્ચર્સ નો સમાવેશ થાય છે. વિશ્વના સૌથી લાંબા રેડિયો પ્રોગ્રામ આર્ચરનું બીસીસી (BBC) રેડિયો 4 માટે બર્મિંગહામમાં રેકોર્ડિંગ થયું છે.[૧૨૪]

આનંદપ્રમોદ

ચિત્ર:Vtp200.jpg
સૂચિત વીટીપી 2000 (VTP200)

બે મુખ્ય વિકાસ યોજનાથી તાજેતરના વર્ષોમાં શહેરના બે ભાગને નવજીવન મળ્યું છે. નેશનલ સી લાઇફ સેન્ટર સાથે રેસ્ટોરા અને ઓફિસ બિલ્ડિંગ સાથે બ્રિન્ડલેપ્લેસ એક મોટું કેનલસાઇડ ડેવલપમેન્ટ છે. બીજું ડેવલપમેન્ટ બુલરિંગ શોપિંગ સેન્ટર છે, જેનો અગાઉના શોપિંગ સેન્ટરની જગ્યાએ વિકાસ કરાયો છે. કેનલસાઇડ ડેવલપમેન્ટ ધ મેઇલબોક્સમાં ડિઝાઇનર સ્ટોર તેમજ ઓફિસ અને એપાર્ટમેન્ટ આવેલા છે. મેક આર્કિટેક્ટ દ્વારા ડિઝાઇન કરાયેલું ધ ક્યુબ 17 માળનું બહુવિધ ઉપયોગનું બિલ્ડિંગ છે, જેનું હાલમાં મેઇલબોક્સ માસ્ટરપ્લાન હેઠળ બાંધકામ ચાલી રહ્યું છે. નેશનલ ઇન્ડોર એરેનાનો યુરોપના સૌથી મોટા સ્પોર્ટસ અને મનોરંજન સ્થળોમાં સમાવેશ થાય છે. સિટી સેન્ટરની બહાર નેશેલ્સ પાવર સ્ટેશનની અગાઉની જગ્યા પર સ્ટાર સિટી એન્ટરટેઇનમેન્ટ કોમ્પ્લેક્સ આવેલું છે.[૧૨૫]

બર્મિંગહામની નાઇટલાઇફ ખાસ કરીને બ્રોડ સ્ટ્રીટ અને બ્રિન્ડલેપ્લેસમાં કેન્દ્રિત થયેલી છે. જોકે તાજેતરના વર્ષોમાં સ્ટાઇલિશ ક્લબ અને બારનો બ્રોડ સ્ટ્રીટ એરિયાની બહાર વિકાસ થઈ છે. કસ્ટર્ડ ફેક્ટરીમાં મેડિસિન બાર, ધ સેન્ચ્યુરી રેઇનબો પબ એન્ડ એર ડિગબેથમાં આવેલી મોટી ક્લબ અને બાર છે. ડિગબેથની નજીક આર્કેડિયન અને હર્સ્ટ સ્ટ્રીટ ગે વિલેજ જેવા વિસ્તારોમાં ચાઇનીઝ ક્વાર્ટરના બાર્સ અને નાઇટ્સ ક્લબ આવેલી છે. સમર રો, ધ મેઇલબોક્સ અને સેન્ટ ફિલિપ્સ/કોલમોર રોમાં બર્મિંગહામમાં રહેલા પોલેન્ડના નિવાસીઓ માટે મહિનામાં એક વાર નાઇટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે અને જ્વેલરી ક્વાર્ટરમાં પણ ક્લબ આવેલી છે. આઇરિશ ક્વાર્ટરમાં સંખ્યાબંધ લેટ નાઇટ પબ્સ આવેલા છે.[૧૨૬]

એનઆઇ (NIA)એ નજીક આવેલા લેડીવૂડમાં પચાસ મીટરના ઓલિમ્પિક કદના સ્વિમિંગ પૂલનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે. ‘બર્મિંગહામ એક્વેટીક્સ એન્ડ લીઝર સેન્ટર ’ અથવા ‘બીએએલસી ’ (BALC)નો ખર્ચ 5.8 કરોડ પાઉન્ડ છે અને તેને લંડનમાં 2012માં ઓલિમ્પિક ગેમ્સ માટે સમયસર પૂરું કરવાની મૂળ યોજના હતી, જેથી ચીનની સ્વિમિંગ ટીમ પ્રેક્ટિસ માટે તેનો ઉપયોગ કરી શકે, જોકે નાણાના અવરોધને કારણે તેનું સમયસર નિર્માણ થઈ શકશે નહીં. જોકે પ્લાનિંગ મંજૂરી આપવામાં આવી હોવા છતાં બાંધકામ કામગીરી નજીકના સમયમાં ચાલુ થવાની શક્યતા લાગતી નથી. આ પુલ સ્થાનિક લોકો માટે ગરમાગરમ ચર્ચાનો વિષય બન્યો છે, કારણ કે બીજા મોટા સ્પોર્ટસ વેન્યૂની નજીક આવેલો છે.[૧૨૭]

સ્થાપત્ય

વિક્ટોરિયન યુગની લાલ ઇંટ અને ટેરોકોટાથી નિર્મિત બર્મિંગહામની 17 અને 10 ન્યૂહોલ સ્ટ્રીટ

બર્મિંગહામ ખાસ કરીને 18મી, 19મી અને 20મી સદીનું ફરજંદ છે, તેના વિકાસની શરુઆત ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન થઈ હતી. આ પછીથી તુલનાત્મક રીતે અગાઉના ઇતિહાસની ઘણી જ ઓછી ઇમારતો હાલમાં અસ્તિત્વ ધરાવે છે અને બચેલી ઇમારતો પણ સંરક્ષિત જાહેર થયેલી છે. બર્મિંગહામમાં 1,946 લિસ્ટેડ બિલ્ડિંગ છે અને પ્રાચીન સ્મારકો છે.[૧૨૮] બર્મિંગહામ સિટી કાઉન્સિલે કાનૂની રીતે નોંધણીના દરજ્જા માટે તમામ માપદંડ પૂરી ન કરતી હોય તેવી બિલ્ડિંગ માટે સ્થાનિક નોંધણી યોજના શરુ કરી છે.

મધ્યકાલિન બર્મિંગહામના ચિન્હો ખાસ કરીને અસલ પેરિસ ચર્ચ અને બુલ રિંગમાં આવેલા સેન્ટ માર્ટિન જેવા જુના ચર્ચમાં જોવા મળે છે. મધ્યકાલિન અને ટ્યુડર યુગની બીજી બચી ગયેલી ઇમારતોમાં લેડ ઇન ધ લેન [૧૨૯] અને 15મી સદીના સેરેકેન્સ હેડ પબ્લિક હાઉસ ધ ઓલ્ડ ક્રાઉન , [૧૩૦]કિંગ્સ નોર્ટનમાં ઓલ્ડ ગ્રામર સ્કૂલ અને બ્લેકસ્લે હોલનો સમાવેશ થાય છે.

આર્કિટેક્ટ ફ્યુચર સિસ્ટમે બનાવેલું સેલફ્રીજ

જ્યોર્જિયન યુગના સંખ્યાબંધ બિલ્ડિંગ પણ હજુ જોવા મળે છે, જેમાં સેન્ટ ફિલિપ્સ કેથેડ્રલ, સોહો હાઉસ, પેરોટ્સ ફોલી, ધ ટાઉન હોલ અને સેન્ટ પોલ્સ સ્ક્વેરનો સમાવેશ થાય છે. વિક્ટોરિયન યુગમાં શહેરમાં મોટા પ્રમાણમાં ઇમારતોનું નિર્માણ થયું હતું. વિક્ટોરિયન લો કોર્ટ (લાલ રંગની ઇંટો અને ટેરાકોટાની લાક્ષણિકતામાં), કાઉન્સિલ હાઉસ, મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલરી જેવા મોટા સિવિલ બિલ્ડિંગનું નિર્માણ થયું છે.[૧૩૧] સેન્ટ ચેડ્ઝ કેથેડ્રલ સુધારા પછી બ્રિટનમાં બાંધવામાં આવેલું પ્રથમ રોમન કેથોલિક કેથેડ્રલ છે.[૧૩૨] શહેરમાં ઔદ્યોગિક કામદારોને સમાવવા માટેની જરૂરિયાતને કારણે સમાન હારમાં સંખ્યાબંધ મકાનો બાંધવા પડ્યા હતા અને ઘણા હારબંધ મકાનો પછીથી શહેરમાં આંતરિક ઝુંપડપટ્ટી બન્યા હતા.[૧૩૩]

યુદ્ધ પછીના પુનઃવિકાસ અને વિક્ટોરિયનવાદ વિરુદ્ધની ઝુંબેશને કારણે બર્મિંગહામ ન્યૂ સ્ટ્રીટ સ્ટેશન અને ઓલ્ડ સેન્ટ્રલ લાયબ્રેરી જેવી આશરે એક ડઝન વિક્ટોરિયન ઇમારતોનો નાશ થયો હતો.[૧૩૪] ઇનર સિટી વિસ્તારમાં પણ મોટાભાગના વિક્ટોરિયન મકાનોનો પુનઃવિકાસ કરાયો હતો. પ્રવર્તમાન સમુદાયોને કેસલ વેલ જેવા ટાવર બ્લોક એસ્ટેટમાં ખસેડવામાં આવ્યા હતા.

બર્મિંગહામ સિટી કાઉન્સિલ હવે ટાવર બ્લોક ડેમોલિશન એન્ડ રિનોવેશન પ્રોગ્રામ નામનો મોટો પ્રોગ્રામ ચલાવે છે. તાજેતરના વર્ષોમાં સિટી સેન્ટરમાં ઘણું બાંધકામ થયું છે, જેમાં બુલરિંગ શોપિંગ સેન્ટરમાં બાંધવામાં આવેલા એવોર્ડ વિજેતા ફ્યુચર સિસ્ટમ્સ સેલફ્રિજ, બ્રિન્ડલેપ્લેસ રિજનરેશન પ્રોજેક્ટ અને મિલેનિયમ પોઇન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેન્ટરનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા પ્રોજેક્ટ્સ માટેનું ભંડોળ યુરોપિયન યુનિયન તરફથી મળ્યું છે, ઉદાહરણ તરીકે ટાઉન હોલ માટે યુરોપિયન રિજનલ ડેવલપમેન્ટ ફંડમાંથી 30 લાખ પાઉન્ડની સહાય મળી હતી.[૧૩૫]

બહુમાળી ઇમારતોનું નિર્માણ 1970ના દાયકા પછીથી અને ખાસ કરીને તાજેતરના વર્ષોમાં ધીમું પડ્યું છે, કારણ કે ઊંચી ઇમારતોને કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ (ઉદાહરણ તરીકે બીથમ ટાવર)ના વિમાનને અસર થવાની શક્યતા હોવાથી સિવિલ એવિયેશન ઓથોરિટીએ બિલ્ડિંગની ઊંચાઈ પર નિયંત્રણો મૂક્યા છે.[૧૩૬]

પર્યાવરણ

બર્મિંગહામમાં વન્યજીવો માટે ઘણા કોરિડોર આવેલા છે, જેમાં પ્રોજેક્ટ કિંગફિશર અને વૂડગેટ વેલી કન્ટ્રી પાર્ક જેવા અનૌપચારિક કેન્દ્રો તેમજ હેન્ડ્ઝવર્થ પાર્ક અને સ્મોલ હીથ પાર્ક જેવા પાર્કનો સમાવેશ થાય છે. કિંગ્સ હિથ પાર્ક ખાતેના શહેરના બાગાયતી તાલિમ કેન્દ્રને પેરશોર કોલેજ સાથે જોડી દેવામાં આવ્યું છે.પરંપરાગત પર્યાવરણને જાળવી રાખવા માટે વોલન્ટિયર પ્રેસર ગ્રૂપ બર્મિંગહામ ફ્રેન્ડ્ઝ ઓફ ધ અર્થ દ્વારા વારંવાર પર્યાવરણના મુદ્દા ઉઠાવવામાં આવે છે. આ ગ્રૂપ સ્થાનિક રેલની જાળવણી, વોકિંગ, સાઇકલિંગ, ઊર્જાની માગમાં ઘટાડો, બગાડમાં ઘટાડો અને શહેરમાં પર્યાવરણીય ટેકનોલોજીના વિકાસ જેવા મુદ્દાની હિમાયત કરે છે. બર્મિંગહામના દક્ષિણમાં કોફ્ટન પાર્ક, લિકી હિલ અને વેસ્લી હિલ્સ આવેલા છે, જે સિટી સેન્ટરની શોભામાં વધારો કરે છે તેમજ રાત્રી દરમિયાન શહેર માટે અનોખું કુદરતી દ્રશ્ય ખડું કરે છે.

ગુનાખોરી અને પોલીસ

ડિગબેથ પોલીસ સ્ટેશન

વેસ્ટ મિડલેન્ડ પોલીસ બર્મિંગહામ અને વેસ્ટ મિડલેન્ડ કાઉન્ટીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની ફરજ બજાવે છે. હેડક્વાર્ટર્સ બર્મિંગહામના સિટી સેન્ટરના લોઇડ હાઉસ ખાતે આવેલું છે. બર્મિંગહામ ઘણી હાઇ પ્રોફાઇલ ઘટનાઓનું સ્થળ બન્યું છે, જેમાં 31 જાન્યુઆરીએ બર્મિંગહામ હુમલો, ન્યૂ યર મર્ડર્સ, 2005ના બર્મિગહામ વંશીય તોફાનો અને 1974ના બર્મિંગહામ પબ બોંબ વિસ્ફોટનો સમાવેશ થાય છે.

2008/2009 માટેના ગુનાના આંકડા (નીચે દર્શાવ્યા છે) દર્શાવે છે કે બર્મિંગહામમાં બ્રિટનમાં સરેરાશ ગુના કરતા વધુ ગુના થાય છે પરંતુ તમામ મોરચે આ સ્થિતિ નથી. ઇંગ્લેન્ડના ‘મુખ્ય શહેરો’ (બર્મિંગહામ, બ્રિસ્ટલ, લીડ્સ, લિવરપૂલ, માન્ચેસ્ટર, ન્યૂકેસલ, નોટિંગહામ અને શેફીલ્ડ)ની સરખામણીમાં બર્મિંગહામમાં ગુનાનો સૌથી નીચો દર છે.[૧૩૭]

શહેરમાં ગુનાના પ્રમાણમાં ઘટાડો કરવાના પ્રયાસના ભાગરુપે ક્રાઇમ એન્ડ ડિસઓર્ડર પાર્ટનરશિપની શહેરમાં સ્થાપના કરવામાં આવી છે, જે દેશની તેના પ્રકારની સૌથી મોટી છે.[૧૩૮] આ પાર્ટનરશિપ બર્મિંગહામમાં નેબરહૂડ આધારિત પાંચ કમ્યુનિટી સેફ્ટી પ્રોજેક્ટ માટે કામ કરે છે અને આ પ્રોજેક્ટને ત્યારે પ્રસિદ્ધિ (રિકન્ગાઇઝ્ડ) મળી હતી, જ્યારે ડિસેમ્બર 2004માં તેને યુરોપિયન કમ્યુનિટી સેફ્ટી એવોર્ડ ખાતે પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું. [૧૩૮] એસ્ટોન, હેન્ડ્સવર્થ, સ્મોલ હીથ અને બોર્ડસલે ગ્રીન જેવા સ્થળોમાં ગુનાખોરીનો દર ઊંચો છે.[૧૩૮]

બર્મિંગહામમાં 2008/2009 માટેના ગુનાના આંકડા
[૧૩૯][૧૪૦]
ગુનાકીય પ્રવૃત્તિબર્મિંગહામ સરેરાશ
(1,000ની વસતી દીઠ)
અંગ્રેજી સરેરાશ
(1,000ની વસતી દીઠ)
કુલ નોંધાયેલા ગુના94.9286
વ્યક્તિ સામેની હિંસા21.5516
જાતિય અપરાધ1.241
લૂંટફાટના ગુના3.882
ઘરફોડ ચોરી12.1911
વાહનો અંગેના ગુના14.3411
ચોરીના અન્ય ગુના15.2420
આપરાધિક નુકસાન15.917
નશીલા પદાર્થના ગુના5.224

શહેરની જાણીતી હસ્તીઓ

જોસેબ ચેમ્બરલીન

બર્મિંગહામમાં વિવિધ ક્ષેત્રોના ઘણા નામી વ્યક્તિઓ સ્થળ છે. એક સમયના બર્મિંગહામના મેયર અને પછી સાંસદ બનેલા જોસેફ ચેમ્બરલીન અને તેમના પુત્ર નેવિલ ચેમ્બરલીન કે જેઓ બર્મિંગહામના લોર્ડ મેયર અને પછી બ્રિટનના વડાપ્રધાન બન્યા હોય તેઓ બર્મિંગહામની સૌથી વધુ જાણીતી રાજકીય હસ્તીઓ છે. રાજકીય નેતા ઇનોચ પોવેલ પણ બર્મિંગહામમાં જન્મ્યા હતા અને તેમણે કિંગ એડવર્ડ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જાણીતા લેખક જે.આર.આર ટોલ્કીયનનો બર્મિંગહામમાં ઉછેર થયો હતો તેમજ મોસેલી બોગ, સેરહોલ મિલ અને પેરોટ્સ ફોલી જેવા શહેરના ઘણા સ્થળો લોર્ડ ઓફ ધ રિંગ્સના વિવિધ દ્રશ્યો માટે પ્રેરણાનો સ્રોત બન્યા હોવાનું માનવામાં આવે છે.

લેખક ડબલ્યુ. એચ. ઓડેન શહેરના હાર્બોર્ન એરિયામાં ઉછર્યા હતા. અમેરિકાના લેખક વોશિંગ્ટન ઇરવિંગ 1820ના દાયકામાં બર્મિંગહામમાં રહ્યા હતા અને શહેરમાં નિવાસ દરમિયાન તેમણે રિપ વાન વિન્કલ અને ધ લિજન્ડ ઓફ સ્લીપી હોલોનું સર્જન કર્યું હતું. બર્મિંગહામમાં જન્મેલા અથવા થોડા સમય માટે રહેલા મનોરંજન ક્ષેત્રની જાણીતા વ્યક્તિઓમાં કોમેડિયન સીડ ફિલ્ડ, ટોની હેનકોક અને જાસ્પેર કેરેટનો અને અભિનેતા ટ્રેવર ઇવ, એન્ડ્રીય લેસ્ટર, જુલી વોલ્ટર્સ અને માર્ટિન શોનો સમાવેશ થાય છે.

બર્મિંગહામે સંખ્યાબંધ મ્યુઝિક બેન્ડ અને સંગીતકારો પણ આપ્યા છે, જેમાં લેડ ઝેપેલિન, ઇલેક્ટ્રીક લાઇટ ઓરકેસ્ટ્રા, યુબી40, ડુરાન ડુરાન, સ્ટીલ પલ્સ, ઓશિન કલર સીન, મૂડી બ્લૂ, ધ મૂવ, જુડાસ પ્રિસ્ટ, બ્લેક સબાથ, નેપામ ડેથ, બેનેડિક્શન, મ્યુઝિકલ યુથ અને ધ સ્ટ્રીટ્સનો સમાવેશ થાય છે. સંગીતકારો જેફ લીન, ઓઝી ઓસ્બોર્ની, કાર્લ પાલ્મર, જોહન લોજ, રોય વૂડ, જોન આર્મટ્રેડિંગ, રબી ટર્નર, ટોયહ વિલકોક્સ, ડેની લેન અને સ્ટીવ વિનવૂડ શહેરમાં મોટા થયા હતા. બીજા જાણીતા વ્યક્તિઓમાં એન્જિનિયર જેમ્સ વોટ, એવોર્ડ વિજેતા રાજકીય નાટ્યલેખક ડેવિડ એડગર અને બુકર પ્રાઇસ વિજેતા નવલકથાકાર ડેવિડ લોજનો સમાવેશ થાય છે.

બર્મિંગહામના જાણીતા વ્યક્તિઓનું સન્માન કરવા માટે જુલાઈ 2007માં બ્રોડ સ્ટ્રીટમાં ‘વોક ઓફ સ્ટાર્સ’ને ખુલ્લૂ મૂકવામાં આવ્યું હતું.[૧૪૧]

વિજ્ઞાન અને શોધ

મેથ્યુ બોલ્ટન

બર્મિંગહામ કેટલીક મહત્ત્વની શોધ અને વૈજ્ઞાનિક સફળતાનું સ્થળ છે. સ્થાનિક શોધ અને પ્રથમ પહેલોમાં ગેસ લાઇટિંગ, કસ્ટાર્ડ પાવડર, બ્રાઇલક્રીમ, મેગ્નેટ્રોન, ઓપરેશનમાં રેડિયોથેરાપીનો સૌ પ્રથમ ઉપયોગ,[૧૪૨] લૂઇસ પોલ અને જોહન યાટનું પ્રથમ કોટન રોલર સ્પિનિંગ મશીન અને બર્મિંગહામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં હોલ ઇન ધ હાર્ટ બ્રિટનના પ્રથમ ઓપરેશનનો સમાવેશ થાય છે.[૧૪૩]

શહેરના જાણીતા વિજ્ઞાનીઓ અને સંશોધકોમાં સોહો એન્જિનિયરિંગ વર્કસના માલિક મેથ્યુ બોલ્ટન, સુપ્રજાજનન થીયરીના જનક અને આંકડાશાસ્ત્રમાં મહત્ત્વની ટેકનિક વિકસાવનારા સર ફ્રાન્સિસ ગેલ્ટન, કેમિસ્ટ જોસેફ પ્રિસ્ટલી અને સ્ટીમ એન્જિન સાથે સંકળાયેલા એન્જિનિયર અને સંશોધક જેમ્સ વોટનો સમાવેશ થાય છે. આમાંથી ઘણા વિજ્ઞાનીઓ શહેરમાં આવેલી લુનાર સોસાયટીનો સભ્ય છે.[૧૪૪]

પડોશના શહેરો

બર્મિંગહામ છ પડોશના શહેરો ધરાવે છે, જેનો બર્મિંગહામ સિટી કાઉન્સિલ ‘ઇન્ટરનેશનલ પાર્ટનર સિટીઝ’ તરીકે ઉલ્લેખ કરે છે.[૧૪૫] તે નીચે મુજબ છે:

valign="top"
  • શિકાગો, ઇલિનોઇસ, અમેરિકા
  • ફ્રેન્કફર્ટ એમ મેન, જર્મની,[૧૪૬]
  • જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા
  • લીપઝિગ, જર્મની[૧૪૭]
  • લીયોન, ફ્રાન્સ[૧૪૮]
  • મિલાન, ઇટલી[૧૪૯]

બર્મિંગહામ અને ચીનના ગુયાન્ગઝાઓ વચ્ચે[૧૪૫][૧૫૦] તેમજ બર્મિંગહામ અને આઝાદ કાશ્મીરના મિરપુર વચ્ચે મિત્રતાની સંધિ છે, જે બર્મિંગહામના આશરે 90,000 નાગરિકોનું મૂળ સ્થાન છે.[૧૫૧] બિર્મિંગહામ, આલાબામા, યુએસએનું નામ આ શહેર પરથી પાડવામાં આવ્યું છે અને બંને વચ્ચે ઔદ્યોગિક સામ્યતા છે.[૧૫૨]


સંદર્ભો

ગ્રંથસુચિ

  • An History of Birmingham (1783) by William Hutton at Project Gutenberg
  • Gordon E. Cherry (1994). Birmingham A Study in Geography, History and Planning. ISBN 0-471-94900-0.
  • Canon Doctor Terry Slater (1981). A History of Warwickshire. ISBN 0-85033-416-0. CS1 maint: discouraged parameter (link)
  • Johnathan Berg (1994). Positively Birmingham. ISBN 0-9523179-0-7.
  • A. J. Gerard (1996). Managing a Conurbation: Birmingham and its Region. ISBN 1-85858-083-8. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ)

નોંધ

બાહ્ય લિંક્સ

Wikivoyage
વિકિયાત્રા (Wikivoyage) પર આ વિષયક વધુ માહિતી ઉપલબ્ધ છે:
🔥 Top keywords: