મદ્યપાન

મદ્યપાન, દારૂ પરની પરાધીનતા તરીકે પણ ઓળખાય છે,[૧][૨] તે અસમર્થ કરતી વ્યસની વિકૃતિ છે. તે મદ્યપાન કરતી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સામાજિક આધાર પર નકારાત્મક અસર કરતી હોવા છતાં દારૂનું અનિવાર્ય અને અસંયમી સેવન જેવા લક્ષણો ધરાવે છે. અન્ય કેફી પદાર્થોના વ્યસનની સરખામણીમાં, મદ્યપાન સેવનને તબીબી વિજ્ઞાને સારવાર યોગ્ય રોગ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે.[૩] ‘મદ્યપાન સેવન’ પરિભાષા વિશાળ રીતે ઉપયોગમાં લેવાતી પરિભાષા છે, સૌપ્રથમ, 1849 માં મેગ્નસ હસ દ્વારા ઉપયોગમાં લેવાઇ હતી, પરંતુ 1980 ડિએસએમ III (DSM III) માં તબીબી વિજ્ઞાનમાં ‘દારૂ ગેરઉપયોગ’ અને ‘દારૂ પરાધીનતા’ તરીકે બદલાવવામાં આવી હતી.[૪] સમાન રીતે, 1979 માં નિષ્ણાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation) કમિટિએ “દારૂ પરાધીનતા લક્ષણસમૂહ” ના વર્ગને પસંદ કરી, ‘મદ્યપાન’ ના ઉપયોગને નૈદાનિક વાસ્તવિકતા તરીકે નાપસંદ કર્યો.[૫] 19મી સદીમાં અને 20મી સદીની શરૂઆતમાં, મદ્યપાન નામ અપાયું તે પહેલાં મદ્યપાન પરાધીનતાને ડિપ્સોમેનીયા (dipsomania) કહેવાતી હતી.[૬]

મદ્યપાન
ખાસિયતPsychiatry, medical toxicology, મનોવિજ્ઞાન, vocational rehabilitation, narcology Edit this on Wikidata

મદ્યપાન સેવનના જૈવિક તાંત્રિક આધારો સંદિગ્ધ છે, જોકે, જોખમી કારણોમાં સામાજિક વાતાવરણ, મનોભાર,[૭] માનસિક સ્વાસ્થ્ય, જનીન તત્વોની પરિસ્થિતિ, વય, વંશીય સમૂહ અને જાતિનો સમાવેશ થાય છે.[૮][૯] લાંબા-ગાળાનું મદ્યપાન મગજમાં સહનશીલતા અને શારીરિક પરાધીનતા જેવા શરીરવૈજ્ઞાનિક પરીવર્તનો સર્જે છે. આ પ્રકારના મસ્તિષ્ક રસાયણિક પરિવર્તનો મદ્યપાન કરનારની સેવન બંધ કરવાની અનિવાર્ય અણઆવડતને જાળવી રાખે છે અને દારૂ સેવનની અસાતત્યતા પરદારૂ છોડવાના લક્ષણસમૂહમાં પરિણમે છે.[૧૦] અતિશય દારૂના ગેરઉપયોગની એકત્રિત ઝેરી અસરોના કારણે દારૂ મગજ સહિત શરીરના લગભગ તમામ અવયવોને નુકસાન કરે છે, મદ્યપાનના જોખમોમાંથી વિસ્તૃત તબીબી અને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ ઉદ્દભવે છે.[૧૧] મદ્યપાન કરનાર અને તેમના જીવનના લોકો માટે મદ્યપાન સેવન સઘન સામાજિક પરિણામો ધરાવે છે.[૧૨][૧૩]

મદ્યપાન સેવન એ સહનશીલતા, પીછેહઠ અને અતિશય દારૂના ઉપયોગની સતત હાજરી છે; વ્યકિતના સ્વાસ્થ્યને નુકશાનકારક હોવાની સંભાવના હોવા છતાં, દારૂ પીનાર વ્યક્તિના આ પ્રકારના અનિવાર્ય સેવન પર નિયંત્રણની નબળાઇ તે મદ્યપાન કરનાર વ્યક્તિ બનશે તેની શક્યતા સૂચવે છે.[૧૪] પ્રશ્નાવલિ-આધારીત પરીક્ષણ એ મદ્યપાન સહિત નુકસાનકારક પીવાની રીતો શોધવાની પદ્ધતિ છે.[૧૫] મદ્યપાન બિનઝેરીકરણ સેવન કરતી વ્યક્તિને દારૂ પીવાથી દૂર કરવા સામાન્ય રીતે દારૂ છોડવાના લક્ષણ સમૂહને સંચાલિત કરવા વિપરીત-સહનશીલતા માદક પદાર્થો જેવાં કે બેન્ઝોડિયાઝેપાઇન્સ આપવામાં આવે છે.[૧૬] પૂર્વ-તબીબી કાળજી, જેવી કે સમૂહ ઉપચાર, અથવા સ્વ-સહાય સમૂહો, સામાન્ય રીતે મદ્યપાન ત્યાગને જાળવી રાખવા માટે આવશ્યક છે.[૧૭][૧૮] ઘણીવાર, મદ્યપાન કરનાર લોકો બેન્ઝોડીયાઝેપાઇન્સ જેવી અન્ય દવાઓના વ્યસની હોય છે, જેના માટે વધારાની તબીબી સારવાર જરૂર છે.[૧૯] પુરૂષની સરખામણીમાં, મદ્યપાન કરનારી સ્ત્રી દારૂની નુકશાનકારક શારીરિક, મસ્તિષ્કીય અને માનસિક અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને સ્ત્રી માટે મદ્યપાન કરવાથી સામાજિક કલંક વધે છે.[૨૦][૨૧] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation) ના અંદાઝ પ્રમાણે વિશ્વભરમાં 140 મિલીયન લોકો મદ્યપાન કરે છે.[૨૨][૨૩]

વર્ગીકરણ અને પરિભાષા

દુરૂપયોગ, સમસ્યારૂપ ઉપયોગ અને વધુ પડતો ઉપયોગ દારૂના અયોગ્ય ઉપયોગનું સૂચન કરે છે જે દારૂડિયાના શારીરિક, સામાજિક અથવા નૈતિક નુકશાનનું કારણ બની શકે છે.[૨૪] મધ્યમ ઉપયોગને ધી ડાયેટરી ગાઇડલાઇન્સ ફોર અમેરિકન્સ (The Dietary Guidelines for Americans) દ્વારા પુરૂષો માટે પ્રતિ દિવસ બે મદ્યપીણાંથી વધુ નહીં અને સ્ત્રીઓ માટે એક મદ્યપીણાંથી વધુ નહીં એ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યાં છે.[૨૫]

“મદ્યપાન” શબ્દ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે પરંતુ અપર્યાપ્ત રીતે વ્યાખ્યાયિત થયો છે. ડબલ્યુએચઓ (WHO) મદ્યપાન શબ્દને “લાંબા-ગાળાનો ઉપયોગ અને ચલાયમાન અર્થની પરિભાષા” તરીકે વ્યખ્યાયિત કરે છે અને 1979ની ડબલ્યુએચઓ (WHO) નિષ્ણાંત કમિટિ દ્વારા ઉપયોગની પરિભાષાને નાપસંદ કરવામાં આવી હતી. ધી બિગ બુક (The Big Book) (મદ્યપાન સેવનના વિરોધીઓ દ્વારા) દર્શાવે છે કે વ્યક્તિ જો એક વખત દારૂની વ્યસની બને, પછી તે હંમેશા દારૂની વ્યસની રહે છે, પરંતુ આ સંદર્ભમાં “મદ્યપાન સેવન” પરિભાષા દ્વારા શું અર્થ થાય છે તે સમજાવવામાં આવ્યું નથી. 1960 માં, બિલ ડબલ્યુ. એ કહ્યું:

આપણે મદ્યપાનને ક્યારેયરોગ કહ્યો નથી કારણ કે, ટેકનીકલી રીતે કહીએ તો, તે કોઇ રોગ હકિકત નથી. ઉદાહરણ તરીકે, હ્રદય રોગ જેવી કોઇ બાબત નથી. તેના બદલે ઘણી અલગ અલગ હ્રદયની માંદગી અથવા તેમના સંયોજનો છે. મદ્યપાન સાથે આવું જ કંઇક છે. આથી મદ્યપાનને હકિકત કહી તબીબી વ્યવસાયમાં ખોટી વસ્તુને પ્રવેશ આપવાની આપણે ઇચ્છા રાખી નથી. આથી આપણે હંમેશા તેને બિમારી કહીએ અથવા માંદગી – ઉપયોગ માટે આપણા માટે ખૂબ સુરક્ષિત શબ્દ છે.[૨૬]

વ્યવસાયિક અને સંશોધનના સંદર્ભમાં, “મદ્યપાન” પરિભાષા ક્યારેક દારૂનો દુરૂપયોગ અને દારૂની પરાધીનતા બંનેનો વિસ્તૃત રીતે સમાવેશ કરે છે. <refઢાંચો:DorlandsDict</ref> અને ક્યારેક દારૂની પરાધીનતાની સાથે સમકક્ષ માનવામાં આવે છે. મનોવિજ્ઞાન અને મનોચિકિત્સામાં, DSM ખુબ સામાન્ય વૈશ્વિક ધોરણ છે, જ્યારે તબીબી વિજ્ઞાનમાં ICD ધોરણ છે. તેઓ જે પરિભાષા સૂચવે છે તે સમાન હોય છે પરંતુ એક જ હોતી નથી:

WHOનું ICD-10“દારૂનો નુકશાનકારક ઉપયોગ” અને “દારૂ પરાધીનતા લક્ષણસમૂહ”DSM-IV ની વ્યાખ્યાઓ સમાન વ્યાખ્યાઓ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation) મદ્યપાન કરતાં દારૂ પરાધીનતા લક્ષણસમૂહ પરિભાષાનો ઉપયોગ કરે છે.[૫] પરાધીનતાની ગેરહાજરીમાં નુકશાનની નોંધણી ઘટાડવા માટે 1992 ના ICD-10 માં “નુકશાનકારક ઉપયોગ” (“ગેરઉપયોગ” થી વિપરીત) નો વિચાર રજુ કરવામાં આવ્યો.[૪] ICD-8/ICDA-8 અને ICD-9 વચ્ચે ICD માંથી “મદ્યપાન” પરિભાષા દૂર કરવામાં આવી.[૩૦]

પરિભાષામાં અચોક્કસ અંતર્ગત હોવા છતાં, ધ્યાનમાં લેવાય ત્યારે “મદ્યપાન” શબ્દ કેવી રીતે અર્થઘટન થવો જોઇએ તેના પ્રયાસો કરવામાં આવ્યાં છે. 1992 માં, NCADD અને ASAM દ્વારા આ મુજબ વ્યાખ્યા કરવામાં આવી હતી “ પ્રાથમિક, લાંબા સમયથી ચાલતો રોગ જે પીવાના નિયંત્રણ પર ક્ષતિગ્રસ્તની નબળાઇ, કેફી પદાર્થો સાથેનું પૂર્વજોડાણ, વિપરીત પરિણામો છતાં દારૂનો ઉપયોગ, અને વિચારોમાં ગૂંચવણ.” [૩૧] MeSH 1999 થી “મદ્યપાન” માટે પ્રવેશ ધરાવે છે, અને 1992 વ્યાખ્યાના સંદર્ભો આપે છે.[૩૨]

વ્યુત્પત્તિશાસ્ત્ર

મદ્યપાનને રોગ તરીકે વર્ણવતી 1904 જાહેરાત.

મદ્યપાન શબ્દ બદલવામાં આવ્યો તે પહેલાં ઐતિહાસિક દ્રષ્ટિએ 1819 માં જર્મન ફિઝીશ્યન ડો. સી. ડબલ્યુ. હફલેન્ડ દ્વારા ડિપ્સોમેનીયા નામ આપવામાં આવ્યું. [૩૩][૩૪] દારૂની વિપરીત અસરો વ્યવસ્થિત રીતે સમજાવવા માટે 1849 માં સ્વીડીશ ફિઝીશ્યન મેગ્નસ હસ દ્વારા સૌપ્રથમ “મદ્યપાન” શબ્દ વાપરવામાં આવ્યો હતો.[૩૫]

એએ (AA) મદ્યપાનને શારીરિક એલર્જી [૩૬]:p.28અને માનસિક સમસ્યા ધરાવતી બિમારી તરીકે સમજાવે છે.[૩૬]:p.23[૩૭] ધ્યાન રાખો કે “એલર્જી” ની જે વ્યાખ્યા આ સંદર્ભમાં ઉપયોગમાં લેવામાં આવી છે તે આધુનિક તબીબી વિજ્ઞાન જેવી નથી.[૩૮] ડોકટર અને વ્યસન નિષ્ણાત ડો. વિલીયમ ડિ. સિલ્કવર્થ એમ.ડી. એએ (AA) વતી લખે છે કે “મદ્યપાન કરના વ્યક્તિ માનસિક નિયંત્રણની મર્યાદા બહાર (શારીરિક) તીવ્ર ઇચ્છાથી પીડાય છે.” [૩૬]:XXVI

ઇ. મોર્ટન જેલિનેક દ્વારા 1960 નો અભ્યાસ મદ્યપાનના આધુનિક રોગના સિદ્ધાંતોના પાયાની વિચારણા કરે છે.[૩૯] જેઓ ચોક્કસ સ્વાભાવિક ઇતિહાસ દર્શાવી રહ્યાં છે તેમના માટે જેલિનેકની વ્યાખ્યાએ “મદ્યપાન” શબ્દના ઉપયોગને નિયંત્રિત કર્યો. મદ્યપાનની આધુનિક તબીબીવિજ્ઞાનની વ્યાખ્યા ત્યારબાદ ઘણીવાર બદલવામાં આવી છે. અમેરિકન મેડિકલ એસોસિએશને હમણાં જ મદ્યપાન શબ્દને ચોક્કસ લાંબા સમયના પ્રાથમિક રોગ તરીકે ઉપયોગ કરે છે.[૪૦]

આ ક્ષેત્ર માટેના લઘુમતિ અભિપ્રાય મુજબ, હર્બર્ટ ફિંગરેટ અને સ્ટેન્ટન પીલે દ્વારા નોંધનીય રીતે તરફદારી કરી, રોગ તરીકે મદ્યપાનના અસ્તિત્વ સામે દલીલ કરી. રોગ નમૂનાના વિવેચકો જ્યારે મદ્યપાન ઉપયોગની નકારાત્મક અસરોની ચર્ચા કરતા “અસાધારણ પીણું” પરિભાષાનો ઉપયોગ કરવાનું વલણ ધરાવે છે.

નિશાનીઓ અને લક્ષણો

દારૂ દુરૂપયોગના લાંબા ગાળાના લક્ષણો

ઇથાનોલની કેટલી સંભવિત લાંબા-ગાળાની અસરો વ્યક્તિને થાય છે.વિશેષ, ગર્ભવતી સ્ત્રીઓમાં, દારૂ જીવલેણ લક્ષણો ઉત્પન્ન કરી શકે છે.

મદ્યપાન વધતી સહનશીલતા અને દારૂ પર શારીરિક પરાધીનતા, દારૂના ઉપયોગના કાળજીપૂર્વકના નિયંત્રણની વ્યક્તિની આવડતને અસર કરવાના લક્ષણો ધરાવે છે. આ લક્ષણો વિશે મદ્યપાન કરનારની પીવાનું છોડવાની ક્ષમતામાં અવરોધ ઊભો કરવામાં ભાગ ભજવે છે.[૧૦] મદ્યપાનની માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકશાનકારક અસરો હોઇ શકે છે, જે મનોચિકિત્સક વિકૃતિઓ થવા માટે અને આત્મહત્યાના વધતા જોખમો માટેકારણભૂત બની શકે છે.[૪૧][૪૨]

શારીરિક લક્ષણો

લાંબા સમયનો દારૂનો દુરૂપયોગ યકૃતની બિમારી, સ્વાદુપિંડનો સોજો, વાય, ચેતાવિકૃતિ, મદ્યજનિત વિસ્મૃતિ, હ્રદયરોગ, પોષણની ખામીઓ અને જાતિય નબળાઇ અને છેવટે જીવલેણ બની શકે છે. અન્ય શારીરિક અસરોમાં હ્રદય રક્તવાહિનીનો રોગ, કુશોષણ, મદ્યજનિત યકૃત રોગ અને કેન્સર ઉત્પન્ન કરતા વિશેષ જોખમોનો સમાવેશ થાય છે. અવિરત દારૂ સેવનથી કેન્દ્રીય ચેતાતંત્ર અને ગૌણ ચેતાતંત્રમાં નુકશાન થઇ શકે છે.[૪૩][૪૪]

પુરૂષની સરખામણીએ સ્ત્રીમાં મદ્ય પરાધીનતા દીર્ધકાલીન જટિલતાઓનો ઝડપથી વિકાસ થાય છે. વધુમાં, મદ્યપાનને લીધે પુરૂષો કરતાં સ્ત્રી ઊંચો મૃત્યુ આંક ધરાવે છે.[૨૦] મગજ, હ્રદય અને યકૃત નુકશાન [૨૧]અને સ્તન કેન્સરનું વિશેષ જોખમ સહિત દીર્ઘકાલીન મુશ્કેલીઓનો ઉદાહરણોમાં સમાવેશ થાય છે. વધુમાં, લાંબા સમયના વધુ પડતા મદ્યપાનથી સ્ત્રીઓમાં પ્રજનનક્ષમતા પર નકારાત્મક અસર જોવા મળે છે. તેના પરિણામે પ્રજનનક્ષમતા વિકૃતિ જેમ કે અંડવિમોચનમાં નિષ્ફળતા, અંડપિંડની સંખ્યામાં ઘટાડો, માસિક ક્રમની સમસ્યા અથવા અનિયમિતતા, અને વહેલી રજોનિવૃત્તિ જોવા મળે છે.[૨૦]

મનોવિકૃતિક લક્ષણો

દીર્ધકાલીન દારુના દુરૂપયોગથી વિસ્તૃત માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ થઇ શકે છે. ગંભીર જ્ઞાનાત્મક સમસ્યાઓ અસામાન્ય નથી; વિસ્મૃતિના કેસોમાંથી અંદાજે 10 ટકા કિસ્સા મદ્યપાન ઉપયોગ સાથે સંલગ્ન છે, જે તેના વિસ્મૃતિનું બીજું અગત્યનું કારણ બનાવે છે.[૪૫] વધારે પડતો મદ્ય ઉપયોગ મસ્તિષ્ક કાર્યમાં નુકશાન પહોંચાડે છે, અને લાંબા સમયે માનસિક સ્વાસ્થ્યને વધતા પ્રમાણમાં અસર થઇ શકે છે.[૪૬] મદ્યપાન કરનારાંઓમાં માનસિક સમસ્યાઓ સામાન્ય છે, જેમાં 25 ટકા જેટલા લોકો ગંભીર માનસિક વિક્ષેપતાથી પીડાય રહ્યાં છે. ચિંતા અને હતાશા વિકૃતિઓ ખૂબ પ્રચલિત મનોવિકૃતિ લક્ષણો છે. સામાન્ય રીતે મનોવિકૃતિના લક્ષણો દારૂ છોડવા દરમિયાન શરૂઆતમાં વધુ ખરાબ બને છે, પરંતુ અવિરત ત્યાગથી તેમાં પ્રાથમિક સુધારો અથવા અદ્રશ્ય થઇ જાય છે.[૪૭] મનોવિકૃતિ, વિટંબણા, અને આવયવિક મસ્તિષ્ક લક્ષણસમૂહ દારૂના દુરૂપયોગથી ઉદ્દભવી શકે જે માનસિક બિમારી જેવા ખોટા નિદાન તરફ દોરી જઇ શકે છે.[૪૮] દીર્ઘકાલીન દારૂ દુરૂપયોગના પ્રત્યક્ષ પરિણામ તરીકે ભય વિકૃતિ ઉત્પન્ન અથવા વધુ ખરાબ કરી શકે છે.[૪૯][૫૦]

ગંભીર હતાશાજનક સમસ્યા અને મદ્યપાનની સહ-ઘટના સારી રીતે નોંધવામાં આવી છે.[૫૧][૫૨][૫૩] આ સહ ઘટનાઓ વચ્ચે, હતાશાજનક ઘટનાઓ વચ્ચે સામાન્ય ભેદ છે જે દારૂના ત્યાગ (“પદાર્થ-પ્રલોભન”) સાથે ઘટી જાય છે, અને જે હતાશાજનક ઘટનાઓ પ્રાથમિક છે અને ત્યાગ સાથે ઘટતી નથી (“સ્વતંત્ર” તબક્કાઓ).[૫૪][૫૫][૫૬] અન્ય કેફી પદાર્થોનો વિશેષ ઉપયોગ હતાશાના જોખમમાં વધારો કરે છે.[૫૭]

માનસિક વિકૃતિઓ જાતિ આધારીત અલગ હોય છે. મદ્ય-ઉપયોગની વિકૃતિ ધરાવતી સ્ત્રીઓ ઘણીવાર તીવ્ર હતાશા, ચિંતા, ભય વિકૃતિ, ખાઉધરાપણું, આઘાત-પૂર્વેની મનોભાર વિકૃતિ (PSTD), અથવા તીવ્ર વ્યક્તિત્વ વિકૃતિ જેવા મનોવિકૃત નિદાન એકસાથે ધરાવે છે. મદ્ય-ઉપયોગની વિકૃતિ ધરાવતા પુરૂષો મોટાભાગે અહંપ્રેમી અથવા અસામાજિક વ્યક્તિત્વ વિકૃતિ, દ્વિધ્રુવી વિકૃતિ, માનસિક બિમારી, આવેગ વિકૃતિ અથવા ધ્યાનની ખામી/અતિપ્રવૃત્તિ વિકૃતિની સહ-ઘટનાનું નિદાન ધરાવતા હોય છે.[૫૮]સામાન્ય વસતિમાં માનસિક વિકૃતિઓના અધિક ઉદાહરણો અને દારૂ પર વધુ પરાધીનતા તરફ દોરી જઇ શકે છે તેની સરખામણીમાં મદ્યપાન કરનારી સ્ત્રીઓ વધુ પ્રમાણમાં શારીરિક અથવા જાતિય હુમલો, શોષણ અને ઘરેલુ હિંસાનો ઇતિહાસ ધરાવતી હોય છે.[૫૮]

સામાજિક અસરો

મદ્યપાન દ્વારા ઉદ્દભવતી સામાજિક સમસ્યાઓ ગંભીર છે, તે મગજમાં થતા રોગવિજ્ઞાનલક્ષી ફેરફારો અને દારૂની ઝેરી અસરોથી ઉત્પન્ન થાય છે.[૪૫][૫૯] મદ્યપાનનું વ્યસન બાળ અપરાધ, ઘરેલુ હિંસા, બળાત્કાર, ઘરફોડ ચોરી અને હુમલા સહિતના ગુનાહિત અપરાધો કરવાના વિશેષ જોખમ સાથે સંલગ્ન છે.[૬૦] મદ્યપાન રોજગાર ગુમાવવા સાથે સંલગ્ન છે,[૬૧] જે આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી જઇ શકે છે. અયોગ્ય સમયે દારૂ પીવો, અને નબળી નિર્ણયશક્તિ દ્વારા થતી વર્તણૂક, દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું અથવા જાહેર સમસ્યા[૧૩], અથવા હાનિકારક વર્તણૂક માટે જાહેર દંડ જેવા કાનુની પરિણામો તરફ દોરી જઇ શકે છે, અને આપરાધી સજા તરફ દોરી જાય છે. દારૂ પીતા સમયે વ્યક્તિની વર્તણૂક અને માનસિક ક્ષતિ, તેમની આસપાસના લોકો પર ગંભીર અસર કરી શકે છે અને કુટુંબ અને મિત્રોને તેનાથી દૂર કરી શકે છે. આ અલગતા લગ્ન સમસ્યા અને છૂટાછેડા તરફ દોરી જઇ શકે છે, અથવા ઘરેલુ હિંસામાં પરિણમી શકે છે. મદ્યપાન બાળક પ્રત્યેની ઉપેક્ષા તરફ પણ દોરી જઇ શકે છે, જે મદ્યપાન કરનારના બાળકોના લાગણીમય વિકાસને કાયમી નુકશાન કરે છે.[૧૨]

દારૂ ત્યાગ

મૂર્છા-શામક કાર્યપદ્ધતિ ધરાવતા સમાન પદાર્થોની જેમ, બાર્બીટ્યુરેટ્સ અને બેન્ઝોડિયાઝેપાઇન્સ, જો યોગ્ય રીતે ન આપવામાં આવે તો મદ્યપાન પરાધીનતામાંથી ત્યાગ જીવલેણ બની શકે છે.[૫૯][૬૨] દારૂની પ્રાથમિક અસર કેન્દ્રીય ચેતા તંત્રની હતાશા વધારો કરી, [[GABAA સંવેદક]]ના ઉદ્વીપનની વૃદ્ધિ છે. દારૂના વધારે પડતા વારંવારના ઉપયોગથી, આ સંવેદકો મોટી સંખ્યામાં અસંવેદનશીલ અને ધીમા પડતા જાય છે, જે સહનશીલતા અને શારીરિક પરાધીનતામાં પરિણમે છે. દારૂનો ઉપયોગ અચાનક બંધ કરવામાં આવે ત્યારે, વ્યક્તિનું ચેતાતંત્ર અનિયંત્રિત ચેતાપ્રવાહના મારાથી પીડાય છે. આ ચિંતા, જીવલેણ હુમલા, ચિતભ્રમ હુમલા, આભાસ, ધ્રુજારી અને સંભવિત હ્રદય નિષ્ફળતા લક્ષણોમાં પરિણમી શકે છે.[૬૩][૬૪] અન્ય ચેતાવાહક વ્યવસ્થાઓ પણ સંકળાયેલ છે, ખાસ કરીને ડોપામાઇન અને NMDA.[૧૦][૬૫]

ગંભીર ત્યાગના લક્ષણો એકથી ત્રણ અઠવાડિયાં પછી શમવાનું વલણ ધરાવે છે. એક અથવા વધુ વર્ષ માટે દારૂ ત્યાગ સાથે ક્રમશ: સુધરવાથી ઓછા ગંભીર લક્ષણો (જેમ કે, અનિદ્રા અને ચિંતા, સંવેદનશૂન્યતા) ત્યાગ પશ્ચાત એક લક્ષણસમૂહના ભાગ તરીકે ચાલુ રહે છે.[૬૬][૬૭][૬૮] શરીર અને કેન્દ્રીય ચેતાતંત્ર દારૂની સહનશીલતા અને GABA કાર્યપદ્ધતિ પ્રત્યે સામાન્ય થવા લાગે ત્યારે મદ્યપાન ત્યાગના લક્ષણો શમવાની શરૂઆત થાય છે.[૬૯][૭૦]

કારણો

આનુવંશિક અને વાતાવરણના કારણોનું જટિલ મિશ્રણ મદ્યપાનના વિકાસના જોખમને અસર કરે છે.[૭૧] દારૂની ચયાપચયની ક્રિયાને અસર કરતા જનીનો મદ્યપાનના જોખમને પણ અસર કરે છે, અને મદ્યપાનના પારિવારીક ઇતિહાસ દ્વારા તેનું સૂચન થઇ શકે છે.[૭૨] એક પ્રકાશિત લેખમાં જાણવા મળ્યું છે કે નાની વયે દારૂનો ઉપયોગ જનીનતત્વોની અભિવ્યક્તિને પ્રભાવિત કરે છે જે દારૂ પરાધીનતાના જોમખમાં વૃદ્ધિ કરે છે.[૭૩] મદ્યપાનની આનુવંશિક પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ સરેરાશ કરતાં નાની વયે દારૂ પીવાનું શરૂ કરે છે.[૭૪] દારૂ પીવાની શરૂઆતની ઉંમર મદ્યપાનના વિકાસના વધતા જોખમ સાથે સંલગ્ન છે,[૭૪] અને મદ્યપાન કરનારાં લોકોમાંથી આશરે 40 ટકા લોકો તેમની કિશોરાવસ્થા અંતથી અતિશય પ્રમાણમાં દારૂ પીએ છે. બાલ્યાવસ્થાનો માનસિક આઘાત કેફી પદાર્થો પરની પરાધીનતામાં સામાન્ય વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.[૭૧] મિત્રો અને કુટુંબના સાથનો અભાવ મદ્યપાન વિકાસના વધતા જોખમ સાથે સંકળાયેલ છે.[૭૧]

આનુવંશિક તફાવત

વિવિધ જાતિ સમૂહો વચ્ચે આનુવંશિક તફાવતો રહેલા છે જે મદ્યપાન પરાધીનતાના વિકાસના જોખમને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, આફ્રિકન, પૂર્વ એશિયન અને ઇન્ડો-જાતિય સમૂહોમાં દારૂની પાચનક્રિયામાં તફાવતો છે. આ આનુવંશિક કારણો, આંશિક રીતે, જાતિ સમૂહો વચ્ચે દારૂ પરાધીનતાના વિવિધ પ્રમાણોની સ્પષ્ટતા કરે છે.[૭૫][૭૬] દારૂનું ડિહાડ્રોજનેઝ ADH1 B*3 જનીન વધુ ઝડપથી દારૂને પચાવે છે. ADH1 B*3 જનીન ફક્ત આફ્રિકન કુળ અને ચોક્કસ મૂળ અમેરિકન આદિવાસી જાતિઓમાં જોવા મળ્યું છે. આ જનીન સાથેના આફ્રિકન અને મૂળ અમેરિકન લોકો મદ્યપાનના વિકાસનું ઓછું જોખમ ધરાવે છે.[૭૭] જોકે મૂળ અમેરિકનો, સરેરાશ કરતાં મદ્યપાનનો વધુ ગંભીર દર ધરાવે છે; જે એક અસ્પષ્ટ પ્રશ્ન છે.[૭૮] અન્ય જોખમી ઘટકો જેવા કે સાંસ્કૃતિક વાતાવરણ અસરો જેમ કે માનસિક આઘાત કૌકેસીયનમાં મદ્યપાનના પ્રમાણોની સરખામણીમાં મૂળ અમેરિકનોમાં મદ્યપાનનું પ્રમાણ વધુ ઊંચુ હોવાની સ્પષ્ટતા કરે છે.[૭૯][૮૦]

પેથોફિઝિયોલોજી

દારૂની પ્રાથમિક અસર કેન્દ્રીય ચેતા તંત્રની હતાશા વધારો કરી, [[GABAA સંવેદક]]ના ઉદ્વીપનની વૃદ્ધિ છે. દારૂના વધારે પડતા વારંવારના ઉપયોગથી, આ સંવેદકો મોટી સંખ્યામાં અસંવેદનશીલ અને ધીમા પડતા જાય છે, જે સહનશીલતા અને શારીરિક પરાધીનતામાં પરિણમે છે.[૬૩] દારૂની માત્રા જૈવિક રીતે ક્રિયાશીલ બની શકે છે અને તેની અસર જાતિઓમાં જુદી જુદી હોય છે. સ્ત્રીએ અને પુરુષો દ્વારા સરખાં પ્રમાણમાં દારૂનો ડોઝનું સેવન કરવાથી સામાન્ય રીતે સ્ત્રીઓના લોહીમાં ઊંચુ દારૂનું પ્રમાણ (BACs) એકત્ર થયેલું જોવા મળે છે.[૫૮] આ લક્ષણ માટે ઘણાં કારણો જવાબદાર છે, જેમાં મુખ્ય એ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં ઓછું પાણી હોય છે. આથી આપવામાં આવેલ દારૂની માત્રા, સ્ત્રીના શરીરમાં ઊંચા પ્રમાણમાં એકત્ર થાય છે. આપવામાં આવેલ દારૂની માત્રા પુરૂષની સરખામણીમાં છૂટાં થતા વિવિધ સ્ત્રાવોના કારણે સ્ત્રીઓમાં વધુ વિષ ઉત્પન્ન કરે છે.[૨૧]

નિદાન

સામાજિક અવરોધો

વલણો અને સામાજિક પ્રથાઓ દારૂના દુરૂપયોગની સારવાર અને તપાસ માટેના અવરોધ ઊભાં કરી શકે છે. પુરૂષો કરતાં સ્ત્રીઓ માટે આ વધુ અવરોધરૂપ છે. લાંછન લાગવાનો ભય સ્ત્રીને પોતાની તબીબી શારીરિક પરિસ્થિતિથી પીડાઇ રહી છે તેનો ઇન્કાર, છૂપાઇને દારૂ પીવો, એકાંતમાં દારૂ પીવા તરફ દોરી જાય છે. આ રીત, બાદમાં, તેના કુટુંબ, તબીબો અને અન્યને એ જાણકારીથી દૂર લઇ જાય છે કે તેઓ જે સ્ત્રીને ઓળખે છે તે મદ્યપાન કરે છે.[૨૦] તેનાથી વિપરીત, લાંછન લાગવાનો ઓછો ભય પુરૂષને તબીબી સ્થિતિથી પીડાય છે તે કબૂલ કરવું, જાહેરમાં પોતાની પીવાની આદત પ્રદર્શિત કરવી, અને સમૂહમાં પીવા તરફ દોરી જાય છે. આ રીત, બાદમાં, તેના કુટુંબ, તબીબો અને અન્યને એ જાણકારી આપવા તરફ લઇ જાય છે કે તેઓ જે પુરૂષને ઓળખે છે તે મદ્યપાન કરે છે.[૫૮]

સ્ક્રિનિંગ

દારૂના ઉપયોગના નિયંત્રણની નબળાઇ શોધવા માટે કેટલાંક સાધનોનો ઉપયોગ કરી શકાય છે. આ સાધનો મુખ્યત્વે પ્રશ્નાવલિના સ્વરૂપમાં સ્વ-અહેવાલો હોય છે. અન્ય સામાન્ય પદ્ધતિ ગુણ મેળવવા કે મેળવેલ ગુણ સાથે સરખામણી કરવી જે દારૂના ઉપયોગની સામાન્ય અભિપ્રાય આપે છે.[૧૫]

ચાર પ્રશ્નોનું નામ ધરાવતી, સીએજીઇ (CAGE) પ્રશ્નાવલિ, એક એવું ઉદાહરણ છે જેનો ડોકટરની ઓફિસમાં ઝડપથી દર્દીના પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે છે.

Two "yes" responses indicate that the respondent should be investigated further.

The questionnaire asks the following questions:

  1. Have you ever felt you needed to Cut down on your drinking?
  2. Have people Annoyed you by criticizing your drinking?
  3. Have you ever felt Guilty about drinking?
  4. Have you ever felt you needed a drink first thing in the morning (Eye-opener) to steady your nerves or to get rid of a hangover?[૮૧][૮૨]
સીએજીઇ (CAGE) પ્રશ્નાવલિએ દારૂ સંબંધિત સમસ્યાઓ શોધવામાં ઊંચી અસરકારકતા સાબિત કરી છે; જોકે સફેદ સ્ત્રીઓ અને કોલેજ વિદ્યાર્થીઓ જેવા લોકો માટેની ઓછી ગંભીર દારૂ સંબંધિત સમસ્યાઓમાં તેની મર્યાદા રહેલી છે.[૮૩]

અન્ય પરીક્ષણો દારૂ પરની પરાધીનતાને તપાસવા માટે કેટલીકવાર ઉપયોગમા; લેવામાં આવે છે, જેમ કે આલ્કોહોલ ડિપેન્ડન્સ ડેટા ક્વેશ્ચનેર (Alcohol Dependence Data Questionnaire), જે સીએજીઇ (CAGE) પ્રશ્નાવલિ કરતાં વધુ સંવેદનશીલ નિદાનાત્મક કસોટી છે. તે ભારે દારૂ ઉપયોગથી દારૂ પરાધીનતાના નિદાન વચ્ચેનો ભેદ પારખવા ઉપયોગી છે.[૮૪] મિશીગન આલ્કોહોલ સ્ક્રીનીંગ ટેસ્ટ (MAST) દારૂ સંબંધિત અપરાધો,[૮૫] જેમાં ખૂબ સામાન્ય રીતે તેની અસર નીચે વાહન ચલાવતા લોકોને ગુનેગાર સાબિત કરવા માટેની યોગ્ય સજાના નિર્ણય કરવા માટે અદાલત દ્વારા મદ્યપાન માટેના પરીક્ષણ સાધન તરીકે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) દ્વારા વિકસાવવામાં આવેલ પરીક્ષણ પ્રશ્નાવલિ દારૂ ઉપયોગ વિકૃતિઓ ઓળખ તપાસ (AUDIT) છે, જેને છ દેશોમાં અદ્વિતિય તરીકે પ્રમાણિત કરવામાં આવી છે અને આંતરરાષ્ટ્રિય ધોરણે ઉપયોગમાં લેવાય છે. CAGE પ્રશ્નાવલિની જેમ, આ કસોટી સરળ પ્રશ્નોના સેટનો ઉપયોગ કરે છે – વધુ ગુણ ઊંડું સંશોધન મેળવે છે.[૮૬] પેડીંગ્ટન આલ્કોહોલ ટેસ્ટ (PAT - Paddington Alcohol Test) અકસ્માત અને તત્કાલીન વિભાગોને ધ્યાને લેતી દારૂ સંબંધી સમસ્યાઓના પરીક્ષણ માટે તૈયાર કરવામાં આવી છે. તે AUDIT પ્રશ્નાવલિ સાથે સારું સાતત્ય ધરાવે છે પરંતુ પાંચ વખત ઉપયોગમાં લેવામાં આવે છે.[૮૭]

આનુવંશિક પૂર્વવલણ પરીક્ષણ

મનોચિકિત્સા જનીનશાસ્ત્રી જ્હોન આઇ. નર્નબર્જર, જુનિ. અને લૌરા જીન બૈરત સૂચવે છે કે મદ્યપાન એક કારણ –આનુવંશિકતા સહિત- ધરાવતું નથી પરંતુ જનીનતત્વો “ શરીર અને મગજમાં અસર કરતી પ્રક્રિયાઓને અસર કરી સંરક્ષણ અને ગ્રહણક્ષમતા પેદા કરવા માટેના વ્યક્તિના જીવન અનુભવો સાથે અને એકબીજા સાથે આંતરક્રિયા કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.” તેમણે એક ડઝનથી ઓછા મદ્યપાન-સંલગ્ન જનીનોની પણ ઓળખ કરી છે, પરંતુ વધુ સંશોધન માટે રાહ જોવાય છે.[૮૮]

મદ્યપાન અને અફીણ આદત સાથે સહસંબંધ ધરાવતા એક જનીન તત્વ માટે કમસે કમ એક આનુવંશિક પરીક્ષણ હયાત છે.[૮૯] DRD2 Taql પોલીમોર્ફિઝમ મુજબ માનવીય ડોપામાઇન સંવેદક જનીનો પરીક્ષણયુક્ત તફાવત ધરાવે છે. આ પોલીમોર્ફિઝમના A1 જનીન તત્વ (તફાવત) ધરાવતા લોકો કેફી પદાર્થો અને એન્ડોર્ફીન – મદ્યપાન જેવી ત્યાગ દવાઓ પ્રત્યે નોંધપાત્ર વલણ ધરાવે છે.[૯૦] જોકે જનીન તત્વ મદ્યપાન કરના અને કેફી પદાર્થોના વ્યસનીમાં જરાક વધુ સામાન્ય છે, તે સ્વયં મદ્યપાનનું પર્યાપ્ત આગાહીસૂચક નથી, અને અમુંક સંશોધકો દલીલ કરે છે છે DRD2નો પુરાવો વિરોધાભાસી છે.[૮૮]

ડીએસએમ (DSM) નિદાન

દારૂ પરાધીનતાના ડીએસએમ-IV (DSM-IV) નિદાનો મદ્યપાનની વ્યાખ્યા માટેનો એક ઉપાય દર્શાવે છે. તેના ભાગરૂપે આ સંશોધનના મૂળભૂત સિદ્ધાંતોના વિકાસમાં મદદ કરે છે જેમાં પરિણામોની એકબીજા સાથે સરખામણી કરી શકાય છે. ડીએસએમ-IV (DSM-IV) મુજબ, દારૂ પરાધીનતા નિદાન આ મુજબ છેઃ[૧૪]

... maladaptive alcohol use with clinically significant impairment as manifested by at least three of the following within any one-year period: tolerance; withdrawal; taken in greater amounts or over longer time course than intended; desire or unsuccessful attempts to cut down or control use; great deal of time spent obtaining, using, or recovering from use; social, occupational, or recreational activities given up or reduced; continued use despite knowledge of physical or psychological sequelae.

પેશાબ અને લોહી પરીક્ષણો

દારૂના વાસ્તવિક ઉપયોગ માટેના વિશ્વસનીય પરીક્ષણોના એક સામાન્ય પરીક્ષણ લોહીમાં દારૂનું પ્રમાણ (BAC) છે.[૯૧] આ પરીક્ષણો મદ્યપાન નહીં કરનારને મદ્યપાન કરનારને અલગ કરતા નથી; જોકે, દીર્ઘ-કાલીન ભારે મદ્યપાનની શરીર પર કેટલીક નોંધનીય અસરો આ મુજબ છે:[૯૨]

  • મેક્રોસાઇટોસીસ (પહોળાં MCV)
  • અધિક જીજીટી (GGT)
  • AST અને ALT ની મધ્યમ વૃદ્ધિ અને એક AST: 2:1 નું ALT દર
  • અધિક કાર્બોહાઇડ્રેટ અપર્યાપ્ત ટ્રાન્સ્ફેરીન (CDT)

જોકે જૈવિક ચિહ્નો માટેના આ લોહીના પરીક્ષણોમાંથી એકપણ તપાસ પ્રશ્નાવલિઓ જેટલા સંવેદનશીલ નથી.

નિવારણ

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization), યુરોપિયન યુનિયન (European Union) અને પ્રાદેશિક સંગઠનો, રાષ્ટ્રિય સરકારો અને સંસદોએ મદ્યપાન નુકશાનને ઘટાડવાના હેતુથી દારૂની નીતિ ઘડી છે.[૯૩][૯૪] કિશોરો અને યુવાન પુખ્તોને ધ્યાનમાં રાખી દારૂની લતના નુકશાનને ઘટાડવાના મહત્વના પગલાં તરીકે માન્ય રાખવામાં આવ્યા છે. દારૂ જેવા વ્યસનના કાયદેસર પદાર્થો ખરીદી શકાય તે ઉંમર વધારી, દારૂની મનાઇ ફરમાવતી જાહેરાતો દારૂની પરાધીનતા અને લતના નુકશાનને ઘટાડવાના વિશેષ ઉપાય તરીકે સૂચવવામાં આવ્યા છે. સ્વીકાર્ય, મદ્યપાનના પરિણામો વિશે દૂર સંચારના સાધનોમાં પુરાવા આધારીત શૈક્ષણિક કાર્યક્રમો સૂચવવામાં આવે છે. કિશોરોમાં મદ્યપાનનો દુરૂપયોગ અટકાવવા માટે વાલીઓ માટે માર્ગદર્શન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે યુવાન લોકોની મદદ કરવા માટે પણ સૂચવવામાં આવ્યું છે.[૯૫]

સંચાલન

સારવારમાં ભિન્નતા છે કારણ કે મદ્યપાનના બહુવિધ દ્રષ્ટિકોણો છે. ઉદાહરણ તરીકે, જે લોકો મદ્યપાનને તબીબી પરિસ્થિતિ કે રોગ તરીકે જુએ છે તેઓ મદ્યપાનને સામાજિક પસંદગી તરીકે જોતા લોકો કરતાં જુદી સારવાર સૂચવે છે. ઘણી સારવારો લોકોના મદ્યપાન સેવન બંધ કરવા માટે ઉપયોગમાં લેવાય છે, લોકોને મદ્યપાન ઉપયોગ તરફ વળતા રોકવા મદદ કરવાના હેતુથી સામાજિક આધાર અને/અથવા જીવનની તાલીમને અનુસરવામાં આવે છે. મદ્યપાન વ્યક્તિને દારૂ પીવાનું ચાલુ રાખવા પ્રોત્સાહિત કરતા ઘણાં ઘટકો ધરાવતુ હોવાથી, વ્યકિતને ફરી તે આદત તરફ જતા સફળતાપૂર્વક અટકાવવાના હેતુથી તે દરેકને સંબોધન ફરજિયાત કરવું જોઇએ. આ પ્રકારની સારવારનું ઉદાહરણ ઝેરી અસર દૂર કરવાની પદ્ધતિ સહાયક સારવાર, સ્વ-મદદ સમૂહો ખાતે હાજરી અને કાબેલિયત પદ્ધતિના આગામી વિકાસના સંયોજન દ્વારા અનુસરણ કરવામાં આવે છે. મદ્યપાન માટેની સારવાર પૂરી પાડતુ જૂથ ચોક્કસ રીતે ત્યાગ આધારીત શુન્ય-સહનશીલતા માર્ગને સહાય કરે છે, જોકે, કેટલાંક સારી રીતે નુકશાન-ઘટાડા માર્ગને પ્રોત્સાહન આપે છે.[૯૬]

બિનઝેરીકરણ

દારૂ બિનઝેરીકરણ અથવા 'ડિટોક્સ'ની ઝેરી અસર દૂર કરવાની પદ્ધતિ એ દારૂ પીવાની ટેવને માદક પદાર્થોની બદલી સાથે જોડી અચાનક રોકવાનું છે જેમ કે, બેન્ઝોડિયાપાઇન્સ, જે મદ્યપાન અટકાવવાની સમાન અસરો ધરાવે છે. ઓછાથી મધ્યમ ત્યાગના લક્ષણોનું જોખમ ધરાવતા લોકોની હોસ્પીટલ બહારના દર્દી તરીકે સારવાર થઇ શકે છે. ગંભીર ત્યાગના લક્ષણોનું જોખમ ધરાવતા લોકો તેમજ નોંધપાત્ર અથવા તીવ્ર મદ્યપાનની પરિસ્થિતિઓ ધરાવે છે તેઓને સામાન્ય રીતે હોસ્પીટલમાં સારવાર આપવામાં આવે છે. ઝેર દૂર કરવાની પદ્ધતિ ખરેખર મદ્યપાનનો ઇલાજ નથી, અને વારંવારનું જોખમ ઘટાડવા માટે દારૂની પરાધીનતા અથવા દુરૂપયોગ માટે ઝેરી અસર દૂર કરવાની પદ્ધતિ સાથેની ચોક્કસ સારવારના કાર્યક્રમનું પાલન કરવું આવશ્યક છે.[૧૬]

સમૂહ ઉપચાર અને મનોઉપચાર

છૂપા મદ્યપાન કરનારાં માટે પ્રાદેશિક સેવા કેન્દ્ર.

દારૂનું વ્યસન તેમજ હુમલા પ્રતિરોધની તાલીમો પૂરાં પાડવી સાથે સંલગ્ન માનસિક બાબતો સાથે કામ લેવા માટે સમૂહ ઉપચાર અથવા મનોઉપચારની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે. પરસ્પર-મદદ સમૂહ-સલાહ મદ્યપાન કરનારને સ્વસ્થ ચિત્ત જાળવી રાખવા માટેના ખૂબ સામાન્ય ઉપાયોમાંથી એક માર્ગ છે.[૧૭][૧૮] આલ્કોહોલીક્સ એનોનીમસ (Alcoholics Anonymous) સંગઠનોમાંનું એક એવું પ્રથમ સંગઠન છે જેની રચના પરસ્પરને બિનવ્યવસાયિક સલાહ પૂરી પાડવા માટે કરવામાં આવી છે, અને તે હજુ પણ તે સૌથી વિશાળ છે.અન્યમાં લાઇફરીંગ સિક્યુલર રીકવરી (LifeRing Secular Recovery), સ્માર્ટ રીકવરી (SMART Recovery), અને વિમેન ફોર સોબ્રાયટી (Women For Sobriety) નો સમાવેશ થાય છે.

બુદ્ધિગમ્ય અને સંયમન

બુદ્ધિગમ્ય અને સંયમન કાર્યક્રમો જેવા કે મોડરેશન મેનેજમેન્ટ (Moderation Management) અને ડ્રિન્કવાઇઝ (DrinkWise) સંપૂર્ણ ત્યાગ માટે ફરજ પાડતા નથી. જ્યારે મોટાભાગના મદ્યપાન કરનારાં આ માર્ગે તેમની પીવાની આદતને મર્યાદિત કરવા અક્ષમ હોય છે, અમૂક પીવાની મધ્યમ આદત તરફ પાછાં ફરે છે. નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલીઝમ (National Institute on Alcohol Abuse and Alcoholism) (NIAAA)ના 2002 ના યુ.એસ. અભ્યાસે દર્શાવ્યું કે દારૂ પરાધીનતાનું નિદાન થયેલ વ્યક્તિઓના 17.7 ટકા એકથી વધુ વર્ષના સમય પહેલાં ઓછાં-જોખમી પીણાં તરફ પાછાં ફર્યાં છે. આ સમૂહે, જોકે, પરાધીનતા થોડાં શરૂઆતના લક્ષણો દર્શાવ્યાં છે.[૯૭] આ જ દર્દીઓનો ઉપયોગ કરી, 2001-2002 માં એક તકેદારી અભ્યાસમાં નિર્ણય કરવામાં આવ્યો, 2004-2005 માં સમસ્યાયુકત મદ્યપાન તરફ પાછાં ફરવાના દરોની તપાસ કરવામાં આવી. અભ્યાસમાં જણાયું કે દારૂનો ત્યાગ મદ્યપાન કરનારને સુધરવા માટેનો ખૂબ સ્થિર પ્રકાર છે.[૯૮] મદ્યપાન કરનાર પુરૂષોના બે જૂથોનો તકેદારી અભ્યાસ લાંબા-ગાળાનો (60 વર્ષ) તકેદારી-અભ્યાસે નિર્ણય દર્શાવ્યો કે “ત્યાગમાં હુમલા અથવા ઉદ્દભવ વિના દસકા કરતાં ઘણા વધુ સમય માટે નિયંત્રિત મદ્યપાન તરફ પાછાં ફરવાની પદ્ધતિ ભાગ્યે જ ચાલુ રહે છે.”[૯૯]

દવાઓ

મદ્યપાનની સારવારના ભાગરૂપે વિવિધ ઔષધોપચારોનું સૂચન કરી શકાય છે.

હાલમાં ઉપયોગમાં લેવાતી દવાઓ

  • એન્ટાબ્યુઝ (Antabuse) (ડિસલફિરામ) ઇથાનોલ છૂટું થાય છે ત્યારે શરીર એસેટેલડિહાઇડ નામનું રસાયણ તૈયાર થાય છે તેને બહાર નિકળતું અટકાવે છે. એસેટલડિહાઇડ સ્વયં મદ્યપાનથી થતા માથાના દુઃખાવાના ઘણા લક્ષણોમાંનું એક કારણ છે. દારૂ પીવાથી થતી સરેરાશ અસર ગંભીર અસ્વસ્થતા છે: આત્યંતિક અને લાંબા-સમય સુધી ચાલતો અગવડભર્યો માથાનો દુઃખાવો છે. જ્યારે તેઓ દવા લે છે ત્યારે આ દુઃખાવો તેને નોંધપાત્ર પ્રમાણમાં દારૂ પીવાની ટેવથી હતાશ કરે છે. તાજેતરના એક 9 વર્ષના અભ્યાસમાં જોવા મળ્યું કે સઘન સારવારમાં દેખરેખ કરવામાં આવેલ ડિસલફિરામનું અને સંયુક્ત કાર્બીમાઇડ સંબંધિત સંયોજન 50 ટકાથી વધુ દારૂ ત્યાગમાં પરિણમે છે.[૧૦૦]
  • ટેમ્પોસીલ (Temposil) (કેલ્શીયમ કાર્બીમાઇડ) એન્ટેબ્યુઝ (Antabuse) જેમ જ કાર્ય કરે છે; ડિસલફિરામની પ્રસંગોપાત વિપરીત અસરોમાં ફાયદાકારક છે, હેપાટોટોક્સીસીટી (hepatotoxicity) અને મૂર્છા કેલ્સીયમ કાર્બીમાઇડ સાથે જોવા મળતી નથી.[૧૦૦][૧૦૧]
  • નાલટ્રેક્સોન (Naltrexone) એ અફિણ સંવેદકો માટે સક્રિય વિરોધી છે, એન્ડોરફિન્સ અને અફિણની અસરોને અસરકારક રીતે પ્રતિરોધે છે. દારૂની ભારે તલપને ઘટાડવા માટે અને ત્યાગને પ્રોત્સાહન આપવા માટે નાલટ્રેક્સોન (Naltrexone)નો ઉપયોગ કરવામાં આવે છે. દારૂ શરીરમાં એન્ડોરફિન્સ મુક્ત કરે છે, જે બાદમાં ડોપામાઇન મુક્ત કરે છે અને માર્ગોને સક્રિય કરે છે; આથી નાલટ્રેક્સોન શરીરમાં હોય ત્યારે દારૂ ઉપયોગની આનંદદાયક અસરોમાં ઘટાડો થાય છે.[૧૦૨] સિન્કલૈર મેથડ (Sinclair Method) નામની મદ્યપાન સારવાર રીતમાં પણ નાલટ્રેક્સોન (Naltrexone) નો ઉપયોગ થાય છે, જે દર્દીઓની અવિરત મદ્યપાનની સારવાર નાલટ્રેક્સોન (Naltrexone) દ્વારા કરે છે.[૧૦૩]
  • ત્યાગ-પૂર્વેના તબક્કામાં અતિસક્રિય હોય તેવુ; ચેતાસંવેદક, ગ્લુટેમેટની ક્રિયાઓનો વિરોધ કરી મદ્યપાન પરાધીનતાના કારણે બદલાય છે તે મગજ રસાયણને કેમપ્રાલ (Campral) (એકેમપ્રોસ્ટેટ) સ્થિર કરે છે.[૧૦૪]

પ્રાયોગિક ઔષધોપચાર

  • ટોપામેક્ષ (Topamax) (ટોપીરામેટ), કુદરતી ઉત્પન્ન થતા સુગર મોનોસેકેરાઇડ ડી-ફ્રુક્ટોઝ (sugar monosaccharide D-fructose) નું કૃત્રિમ સ્વરૂપ છે, જે મદ્યપાન કરનારની દારૂ પીવાની માત્રામાં કાપ અથવા ત્યાગમાં મદદ કરે છે તેવું જોવામાં આવ્યું છે. પુરાવાઓ સૂચવે છે કે ટોપીરામેટ ઉત્તેજિત થયેલ ગ્લુટામેટ સંવેદકોનો વિરોધ કરે છે, ડોપામાઇન મુક્તિને પ્રતિરોધે છે, અને ગામા-એમિનોબ્યુટાયરીક એસિડ (gamma-aminobutyric acid ) કાર્યમાં વૃદ્ધિ કરે છે. ટોપીરામેટની અસરકારકતાની 2008 ની સમીક્ષાએ નિર્ણય કર્યો છે કે પ્રકાશિત અજમાયેશોના પરિણામો આશાસ્પદ છે, જોકે 2008 મુજબ, પરંતુ મદ્યપાન પરાધીનતા માટે પ્રથમ-પંક્તિના સુત્રધાર તરીકે થોડા અઠવાડિયાંની સલાહ સાથેના સંયોજનમાં ઉપયોગમાં લેવાયેલ ટોપીરામેટના આધારની માહિતી અપૂરતી હતી.[૧૦૫] 2010ની એક સમીક્ષામાં જોવા મળ્યું કે ટોપીરામેટ મદ્યપાનની ઔષધોપચારિક દવા તરીકેના વિકલ્પોમાં સૌથી શ્રેષ્ઠ નિવડી શકે છે. ટોપીરામેટ અસરકારક રીતે દારૂની તલપ ઘટાડે છે અને દારૂ મુક્તિની ગંભીરતા તેમજ જીવન-ગુણવત્તા-પ્રમાણમાં સુધારો કરે છે.[૧૦૬]

પરિણામ દૂષિત કરનાર

  • બેન્ઝોડિયાઝેપાઇન્સ, તીવ્ર મદ્યપાન મુક્તિના સંચાલનમાં ઉપયોગી છે, જો લાંબા-સમય સુધી ઉપયોગમાં લેવામાં આવે તો મદ્યપાનમાં પરિણામોને દૂષિત કરે છે. બેન્ઝોડિયાઝેપાઇન્સ ન લેતા મદ્યપાન કરનાર કરતાં લાંબા સમય સુધી બેન્ઝોડિયાઝેપાઇન્સનો ઉપયોગ કરે છે તેને મદ્યપાનથી છૂટકારો મેળવવાનું પ્રમાણ ઓછું છે. દવાઓનો આ વર્ગ સામાન્ય રીતે અનિદ્રા અથવા ચિંતા સ્થાપન માટે મદ્યપાન કરનારે લી આપવામાં આવે છે.[૧૦૭] બેન્ઝોડિયાઝેપાઇન્સ અથવા સંમોહન-શામક દવાઓની શરૂઆતની યાદીમાં લોકોમાં સુધારો હુમલાનું પ્રમાણ ઊંચું ધરાવે છે, એક લેખકની નોંધ પ્રમાણે સંમોહન-શામક દવાઓ લખીને આપ્યા પછી ચોથા ભાગ કરતાં વધુ લોકોને હુમલો આવે છે. બેન્ઝોડિયાઝેપાઇન્સ લેવાનું ચાલુ રાખવા છતાં તેઓ સ્વસ્થ છે એવું દર્દીઓ ઘણીવાર ભૂલથી વિચારે છે. મદ્યપાન દુરૂપયોગમાં હુમલા માટેના જાણીતા જોખમી પરીબળો તીવ્ર ચિંતા અને ગભરાટ થતો હોવાથી, લાંબા-સમય સુધી બેન્ઝોડિયાઝેપાઇન્સનો ઉપયોગ કરનારે ઝડપથી ત્યાગ કરવો જોઇએ નહીં. 6 -12 મહિનાઓની ઘટાડવાની રીત નિયમો દારૂ પીવાની ઘટતી તીવ્રતા સાથે ખૂબ સફળ થયેલ જોવા મળી છે.[૧૦૮][૧૦૯]

બેવડા વ્યસનો

મદ્યપાન કરનારને અન્ય માનસિક અસર કરતા માદક પદાર્થોના વ્યસન માટે પણ માનસિક સારવારની જરૂર હોઇ શકે છે. દારૂ પરાધીનતામાં ખૂબ જ સામાન્ય બેવડું વ્યસન બેન્ઝોડિયાઝેપાઇન્સ પરની પરાધીનતા છે, અભ્યાસો દર્શાવે છે કે મદ્યપાન-પરાધીન વ્યક્તિઓના 10-20 ટકા લોકો બેન્ઝોડિયાઝેપાઇન્સ પરાધીનતાની સમસ્યા અને/અથવા દુરૂપયોગની સમસ્યાઓ ધરાવતા હતા. બેન્ઝોડિયાઝેપાઇન્સ દારૂ માટેની તલપ અને સમસ્યારૂપ મદ્યપાન કરનાર વ્યક્તિઓ દ્વારા મદ્યપાનની માત્રામાં વૃદ્ધિ કરે છે.[૧૧૦] બેન્ઝોડિયાઝેપાઇન્સ છોડવાના લક્ષણો અને અન્ય સ્વાસ્થ્ય પરિણામો ટાળવા માટે બેન્ઝોડિયાઝેપાઇન્સ પરની પરાધીનતામાં થોડા પ્રમાણમાં કાળજીપૂર્વકનો ઘટાડો જરૂરી છે.

ઝોલ્પીડેમ (zolpidem) અને ઝોપીક્લોન (zopiclone) તેમજ અફિણયુક્ત દવા અને ગેરકાયદેસર કેફી પદાર્થો જેવી અન્ય સંમોહન શામક પરની પરાધીનતા મદ્યપાન કરનારાંઓમાં સામાન્ય છે. દારૂ સ્વયં એક સંમોહન-શામક પીણું છે અને બાર્બીટ્યુરેટ્સ, બેન્ઝોડિયાઝેપાઇન્સ અને નોનબેન્ઝોડિયાઝેપાઇન્સ જેવા અન્ય સંમોહન-શામકો સાથે વિપરીત-સહનશીલ છે. સંમોહન શામકોમાંથી મુક્તિ અને તેની પરાધીનતા તબીબી દ્રષ્ટિએ ગંભીર બની શકે છે, મદ્યપાન મુક્તિની જેમ, જો યોગ્ય રીતે સંચાલન કરવામાં ન આવે તો મનોવિકૃતિ અથવા હુમલાનું જોખમ રહેલું છે.[૧૯]

રોગશાસ્ત્ર

2002 માં દર 100,000 પ્રતિ રહેવાસી દારૂના વપરાશની વિકૃતિઓ માટે ખોડખાંપણ-યુક્ત જીવન વર્ષ.[251][252][253][254][255][256][257][258][259][260][261][262][263]
શુદ્ધ દારૂના લીટરમાં, કુલ નોંધાયેલ દારૂનો વાર્ષિક માથાદિઠ વપરાશ (15+)[૧૧૧]

પદાર્થ ઉપયોગ સમસ્યાઓ એક ગંભીર જાહેર સ્વાસ્થ્ય સમસ્યા છે જેનો સામનો ઘણા દેશો કરી રહ્યાં છે. “સારવાર માટે હાજર દર્દીઓમાં દુરૂપયોગ/પરાધીનતાનો ખૂબ સામાન્ય પદાર્થ મદ્યપાન છે.”[૯૬] યુનાઇટેડ કિંગ્ડમમાં, ‘પરાધીન પીનારાં’ ની સંખ્યા 2001 માં 2.8 મિલીયનથી વધુ હતી.[૧૧૨] અમેરિકન પુખ્તોના આશરે 12% લોકો તેમના જીવનમાં ક્યારેક મદ્યપાન પરાધીનતા સમસ્યા ધરાવતા હતા.[૧૧૩] વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) ના અંદાઝ મુજબ આશરે 140 મિલીયન લોકો સમગ્ર વિશ્વમાં મદ્યપાન પરાધીનતાથી પીડાય છે.[૨૨][૨૩] યુનાઇટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ યુરોપમાં પુરૂષોના 10 થી 20 ટકા અને સ્ત્રીઓના 5 થી 10 ટકા લોકો તેમના જીવનમાં ક્યારેક દારૂ પરાધીનતાના ધોરણનો પૂર્તિ કરશે.[૧૧૪]

તબીબી અને વૈજ્ઞાનિક સમુદાયોમાં, મદ્યપાનને એક રોગની સ્થિતિ તરીકે માનવા વિશે બહોળી સહમતિ છે. ઉદાહરણ તરીકે, અમેરિકન મેડિકલ એસોસિએશન (American Medical Association) દારૂને માદક પદાર્થ માને છે અને જણાવે છે કે “વારંવાર ગંભીર પરિણામો છતાં માદક પદાર્થ વ્યસન એક લાંબા ગાળાનો, ફરજિયાત માદક પદાર્થની તલપ અને ઉપયોગ દ્વારા હુમલાકારક મગજ રોગનું સૂચન કરે છે. જૈવિક નુકશાની, વાતાવરણલક્ષી પ્રદર્શન, અને વિકાસલક્ષી કારણો (જેમ કે, મગજ પરિપક્વતાનો તબક્કો) ની જટિલ આંતરક્રિયામાંથી તે પરિણમે છે.”[૪૦]

પુરૂષોમાં મદ્યપાન ઊંચા પ્રમાણમાં ફેલાયેલ છે, જોકે તાજેતરના દાયકાઓમાં, મદ્યપાન કરનાર મહિલાઓનું પ્રમાણ વધ્યું છે.[૨૧] હાલનો પુરાવો સૂચવે છે કે પુરૂષો અને સ્ત્રીઓ બંનેમાં, 50-60 ટકા મદ્યપાન આનુવંશિક રીતે, બાકીના 40-50 ટકા માટે વાતાવરણીયો પ્રભાવો દ્વારા ઉદ્દભવેલ હોય છે.[૧૧૫] મોટા ભાગના મદ્યપાન કરનારાંમાં મદ્યપાનની આદત કિશોરવસ્થા અથવા યુવાન પુખ્તવયે વિકાસ પામે છે.[૭૧]

રોગના વલણનું પૂર્વાનુમાન

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલીઝમ (National Institute on Alcohol Abuse and Alcoholism) દ્વારા 2002 ના એક અભ્યાસે દારૂ પરાધીનતા માટેના માપદંડ પૂર્ણ કરતા 4,222 પુખ્તોના સમૂહનું આવલોકન કર્યું અને જોવા મળ્યું કે એક વર્ષ બાદ, કેટલાંકે ઓછાં જોખમી પીણાં માટેના લેખકના માપદંડની પૂર્તિ કરી, તેમ છતાં, સમૂહના ફક્ત 25.5 ટકા લોકોએ કટકે કટકે આ મુજબની કોઇ સારવાર મેળવી: 25 ટકા હજુ પણ પરાધીન જોવા મળ્યાં હતા, 27.3 ટકા આંશિક રીતે ઓછા થયા હતા (કેટલાંક લક્ષણો હાજર), 11.8 ટકા લક્ષણવિહીન પીનારા (મદ્યપદાર્થનો ઉપયોગ હુમલાની તકોમાં વૃદ્ધિ કરે છે) અને 35.9 ટકા સંપૂર્ણ સાજાં થયા – જેમાં 17.7 ટકા ઓછાં જોખબી પીણાં લેતા હતા અને 18.2 ટકાએ મદ્યપાન ત્યાગ કર્યો હતો.[૧૧૬]

વિપરીત, જોકે હાવર્ડ મેડિકલ સ્કુલ (Harvard Medical School) ખાતે જ્યોર્જ વેઇલન્ટ દ્વારા મદ્યપાન કરનાર પુરૂષોના બે જૂથોના લાંબા-ગાળાનો (60 વર્ષ) તકેદારી-અભ્યાસે સૂચન કર્યું કે “ત્યાગમાં હુમલા અથવા ઉદ્દભવ વિના દસકા કરતાં ઘણા વધુ સમય માટે નિયંત્રિત મદ્યપાન તરફ પાછાં ફરવાની પદ્ધતિ ભાગ્યે જ ચાલુ રહે છે.”[૧૧૭] વેઇલન્ટે એ પણ નોંધ્યું કે “ટૂંકા-ગાળાના અભ્યાસોમાં દર્શાવ્યા મુજબ, નિયંત્રિત મદ્યપાન તરફ પાછા વળવું એ ઘણીવાર એક દ્રષ્ટિભ્રમ છે.”

મદ્યપાન કરનારના મૃત્યુનું ખૂબ સામાન્ય કારણ હ્રદય રક્તવાહિની જટિલતાઓમાંથી ઉદ્દભવે છે.[૧૧૮] લાંબા સમયથી મદ્યપાન કરનારાંઓ આત્મહત્યાનું પ્રમાણ ખૂબ ઊંચું જોવા મળે છે, જેમાં વ્યક્તિની લાંબા સમયથી દારૂ પીવાની ટેવથી વૃદ્ધિ થાય છે. આ બાબત એ માનવા પ્રેરે છે કે દારૂના કારણે મસ્તિષ્ક રસાયણિક શારીરિક, તકલીફો તેમજ સામાજિક અલગતા ઉત્પન્ન કરે છે. મદ્યપાન દુરૂપયોગ સાથે જોડાયેલ કિશોરોમાં આત્મહત્યાના 25 ટકા સાથે, મદ્યપાન દુરૂપયોગ કરનારાં કિશોરોમાં પણ આત્મહત્યા ખૂબ સામાન્ય છે.[૧૧૯] મદ્યપાન કરનારાંના આશરે 18 ટકા આત્મહત્યા કરે છે,[૪૨] અને સંશોધનમાં જોવા મળ્યું છે કે તમામ આત્મહત્યાઓના 50 ટકાથી વધુ મદ્યપાન અને માદક પદાર્થની પરાધીનતા સાથે સંલગ્ન છે. કિશોરો માટે સંખ્યા વધુ છે, 70 ટકાથી વધુ આત્મહત્યાઓમાં મદ્યપાન અથવા માદક પદાર્થનો દુરૂપયોગ ભાગ ભજવે છે.[૧૨૦]

ઇતિહાસ

નોંધાયેલ સમગ્ર માનવ ઇતિહાસમાં મદ્યપાન ઉપયોગ અને દુરૂપયોગનો લાંબો ઇતિહાસ ધરાવે છે. બાઇબ્લીકલ, ઇજીપ્શીયન અને બાબલોનીયન સ્ત્રોતો મદ્ય પરાધીનતા અને દુરૂપયોગના ઇતિહાસની નોંધ કરે છે. કેટલીક પ્રાચીન સંસ્કૃતિઓમાં દારૂને પૂજવામાં આવતો હતો અને અન્યમાં તેના દુરૂપયોગની નિંદા કરવામાં આવતી હતી. અતિશય દારૂનો દુરૂપયોગ અને પીવાની આદતને હજારો વર્ષોથી સમસ્યાઓના કારણ તરીકે ઓળખવામાં આવી હતી. જોકે, આદતરૂપ મદ્યપાનની વ્યાખ્યા તે જ રીતે કરવામાં આવી જેમ બાદમાં પ્રચલિત છે અને તેના વિપરીત પરિણામો 1700 સુધી યોગ્ય તબીબી રીતે સ્થાપવામાં આવ્યાં નહોતા. લાંબા સમય સુધી દારૂનો દુરૂપયોગ ચેત્તાતંત્ર અને શરીર માટે ઝેરી છે જે હુમલા, પક્ષઘાત અને આંતરિક રક્તસ્ત્રાવ જેવી વિસ્તૃત તબીબી સમસ્યામાં પરિણમે છે તેવું 1647 માં પ્રથમ નોંધનાર ગ્રીક સાધુ હતા. 1920 માં દારૂની આદત અને લાંબા ગાળાના મદ્યપાનની અસરોએ દારૂના નિષ્ફળ પ્રતિબંધ તરફ દોરી જાય છે તેવું માનવામાં આવ્યું અને અંતે અમેરિકામાં સંક્ષેપમાં અમલમાં મૂકવામાં આવ્યું. 2005 માં, દારૂ પરાધીનતા અને દુરૂપયોગ માટે પ્રતિ વર્ષ 200 બિલીયન ડોલર યુએસએ અર્થવ્યવસ્થાના 200 બિલીયન ડોલરના ખર્ચનો અંદાઝ કાઢવામાં આવ્યો, જે કેન્સર અને મેદસ્વીતા કરતાં ખૂબ વધુ છે.[૧૨૧]

સમાજ અને સંસ્કૃતિ

વિલીયમ હોગાર્થનું જીન લેન, 1751

લાંબા-સમયના દારૂના ઉપયોગ સાથે સંલગ્ન ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સમાન્ય રીતે સમાજને નુકશાનકર્તા જોવામાં આવે છે, ઉદાહરણ તરીકે, કામના કલાકો વેડફવાથી નાણાં ગુમાવવા, તબીબી ખર્ચા, અને આનુષંગિક સારવાર ખર્ચા. માથાની ઇજાઓ, મોટર વાહન અકસ્માતો, અને હુમલાઓ માટે દારૂનો ઉપયોગ એ મુખ્ય ભાગ ભજવતુ ઘટક છે. નાણાં ઉપરાંત, મદ્યપાન કરનાર અને તેમના કુટુંબીઓ તેમજ મિત્રો બંનેને મહત્વના સામાજિક મૂલ્યો પણ હોય છે.[૫૯] ઉદાહરણ તરીકે, ગર્ભવતી સ્ત્રી દ્વારા દારૂનો ઉપયોગ જીવલેણ દારૂના લક્ષણો, [૧૨૨] લાઇલાજ અને નુકશાનકારક પરિસ્થિતિ તરફ દોરી શકે છે.[૧૨૩]

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organization) દ્વારા એકઠા કરવામાં આવેલ, દારૂની આદતની આર્થિક કિંમતના અંદાજો દેશના જીડીપી (GDP) ના એકથી છ ટકા સુધી જુદા પડે છે.[૧૨૪] એક ઓસ્ટ્રેલિયન અંદાજે તમામ માદક પદાર્થોના ઉપયોગની કિંમતોના 24 ટકા જેટલી દારૂની સામાજિક કિંમત નક્કી કરી છે; સમાન રીતે કેનેડીયન અભ્યાસે 41 ટકા ભાગ નોંધ્યો હતો.[૧૨૫] યુકેના એક અભ્યાસે 2001 માં તમામ પ્રકારના દારૂના દુરૂપયોગની અંદાઝિત કિંમત £18.5–20 બિલીયન છે.[૧૧૨][૧૨૬]

મદ્યપાન કરનારની પરંપરાગત રીતો ઘણીવાર કાલ્પનિક અને જાણીતી સંસ્કૃતિમાં જોવા મળે છે. ‘ટાઉન ડ્રન્ક’ એ પશ્ચિમી પ્રચલિત સંસ્કૃતિમાં મુખ્ય લક્ષણ છે. દારૂની આદતની પરંપરાગત રીતો વંશીય સંબંધિત અથવા અન્ય દેશના લોકોનો અકારણ ભય, જેમ કે આઇરીશ માનવીની આકૃતિમાં અતિશય મદ્યપાન કરનાર જેવી હોઇ શકે છે.[૧૨૭] સ્ટીવર્સ અને ગ્રીલી નામના સામાજિક મનોવૈજ્ઞાનિકોના અભ્યાસોએ અમેરિકામાં આઇરીશ લોકોના હાલના મેળવેલા મદ્યપાન સેવનને નોંધવાનો પ્રયાસ કરે છે.[૧૨૮]

આ પણ જુઓ

  • કૌટુંબિક વ્યવસ્થામાં મદ્યપાન
  • દારૂ-સંલગ્ન વાહન અકસ્માતો
  • અતિશય દારૂ સેવન
  • દારૂ ઉપયોગ આધારે દેશની સૂચિ

સંદર્ભો

વધુ વાંચન

  • Galanter, Marc (2005). Alcohol Problems in Adolescents and Young Adults: Epidemiology, Neurobiology, Prevention, Treatment. New York, NY: Kluwer Academic/Plenum. ISBN 0-306-48625-3. OCLC 133155628 56653179 57724687 71290784 Check |oclc= value (મદદ).
  • Hedblom, Jack H. (2007). Last Call: Alcoholism and Recovery. Baltimore, MD: Johns Hopkins University Press. ISBN 978-0-8018-8677-5. OCLC 237901552 77708730 Check |oclc= value (મદદ).
  • મદ્યપાન અને મદ્ય દુરૂપયોગ પર નેશનલ ઇન્સ્ટીટ્યુટ (National Institute). "ઇટીયોલોજી અને મદ્યપાનનો કુદરતી ઇતિહાસ સંગ્રહિત ૨૦૧૮-૧૨-૧૧ ના રોજ વેબેક મશિન".
  • O'Farrell, Timothy J. and William Fals-Stewart (2006). Behavioral Couples Therapy for Alcoholism and Drug Abuse. New York, NY: Guilford Press. ISBN 1-59385-324-6. OCLC 64336035.
  • પેન્સ, ગ્રેગરી, “કેન્ટ ઓન વેધર આલ્કોહોલીઝમ ઇઝ એ ડિઝીસ(Kant on Whether Alcoholism is a Disease),” પ્રક. 2, ધી એલીમેન્ટ્સ ઓફ બાયોએથિક્સ (The Elements of Bioethics) , મેક્ગ્રો-હિલ બુક્સ (McGraw-Hill Books), 2007 ISBN 0-07-313277-2.
  • Plant, Martin A. and Moira Plant (2006). Binge Britain: Alcohol and the National Response. Oxford, UK; New York, NY: Oxford University Press. ISBN 0-19-929940-4. OCLC 238809013 64554668 Check |oclc= value (મદદ). Cite has empty unknown parameter: |chapterurl= (મદદ)
  • Smart, Lesley (2007). Alcohol and Human Health. Oxford, UK: Oxford University Press. ISBN 978-0-19-923735-7. OCLC 163616466.
  • Sutton, Philip M. (2007). "Alcoholism and Drug Abuse". માં Michael L. Coulter, Stephen M. Krason, Richard S. Myers, and Joseph A. Varacalli (સંપાદક). Encyclopedia of Catholic Social Thought, Social Science, and Social Policy. Lanham, MD; Toronto, Canada; Plymouth, UK: Scarecrow Press. પૃષ્ઠ 22–24. ISBN 978-0-8108-5906-7. Cite has empty unknown parameter: |chapterurl= (મદદ)CS1 maint: multiple names: editors list (link)
  • થોમસન, વોરેન, એમડી, FACP. "મદ્યપાન." Emedicine.com, જુન 6, 2007. 2007-09-02 ના રોજ પ્રાપ્ત થયેલ.

બાહ્ય લિંક્સ

મદ્યપાન વિષય પર વધુ જાણવા માટે જુઓ:
શબ્દકોશ
પુસ્તકો
અવતરણો
વિકિસ્રોત
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો
સમાચાર
અભ્યાસ સામગ્રી
🔥 Top keywords: