સપ્ટેમ્બર ૩

તારીખ

૩ સપ્ટેમ્બરનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૪૬મો (લિપ વર્ષ દરમ્યાન ૨૪૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૧૯ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૭૫ – બ્રિટિશ રેન્ચર્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ પોલોની પ્રથમ સત્તાવાર રમત આર્જેન્ટિનામાં રમાઈ.
  • ૧૯૩૩ – યેવગેની અબાલાકોવ સોવિયેત યુનિયનના સૌથી ઊંચા શિખર (વર્તમાન તાજિકિસ્તાનમાં સ્થિત ઇસ્મોઇલ સોમોની પીક) (૭૪૯૫ મીટર) પર પહોંચનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૨૦૧૭ – ઉત્તર કોરિયા એ તેનું છઠ્ઠું અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ કર્યું.

જન્મ

  • ૧૮૬૯ – નરસિંહરાવ દિવેટિયા, ગુજરાતી કવિ, વિવેચક અને ભાષાશાસ્ત્રી (અ. ૧૯૩૭)
  • ૧૯૨૩ – કિશન મહારાજ, (Kishan Maharaj) હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના બનારસ ઘરાનાના ભારતીય તબલા વાદક (અ. ૨૦૦૮)
  • ૧૯૨૬ – ઉત્તમ કુમાર, ભારતીય બંગાળી અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, ગાયક અને સંગીતકાર (અ. ૧૯૮૦)
  • ૧૯૭૧ – કિરણ દેસાઈ, ભારતીય-અમેરિકન લેખક
  • ૧૯૯૦ – મોહમ્મદ શમી. ભારતીય ક્રિકેટર

અવસાન

  • ૨૦૧૪ – એ. પી. વેંકટેશ્વરન, (A. P. Venkateswaran) ભારતીય સૈનિક અને રાજકારણી, ભારતના ૧૪મા વિદેશ સચિવ (જ. ૧૯૩૦)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


🔥 Top keywords: