પૂર્ણ વિરામ

૧. વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણવિરામ આવે છે, કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. જેમકે,[૧]

.
પૂર્ણ વિરામ
વિરામચિહ્નો
પૂર્ણ વિરામ( . )
અલ્પ વિરામ( , )
પ્રશ્નચિહ્ન( ? )
ઉદ્‌ગારચિહ્ન( ! )
અર્ધ વિરામ( ; )
ગુરુ કે મહાવિરામ( : )
વિગ્રહરેખા( )
ગુરુ કે મહારેખા( )
અવતરણ ચિહ્ન( ‘ ’, “ ”, ' ', " " )
કૌંસ( (), [], {} )
લોપકચિહ્ન( )
પ્રકૃતિ અને માનવકૃતિનું અહીં સુંદર મિશ્રણ હતું. અનેક પર્વતોની હારમાળા પથરાયેલી હતી જ.

૨. સંક્ષિપ્ત વચનો બતાવનાર અક્ષરો પછી પૂર્ણવિરામ આવે છે. જેમકે,

સ્વ. (સ્વર્ગસ્થ), તા. (તારીખ), શ્રી. (શ્રીયુત)

૩. નિયમોની સંખ્યા બતાવનાર આંકડાઓ કે અક્ષરો પછી તેમને બીજા શબ્દોથી જુદા પાડવા માટે પૂર્ણવિરામ મુકવામાં આવે છે. જેમકે,

૧. નામ ૨. સર્વનામ કે અ. નામ બ. સર્વનામ વગેરે

અન્ય

અંગ્રેજી ભાષામાં પૂર્ણવિરામ ’ફુલ સ્ટોપ’ (full stop) થી ઓળખાય છે. જો કે અમેરિકન અને કેનેડીયન અંગ્રેજીમાં તેને ’પિરિયડ’ (period) થી ઓળખવામાં આવે છે.[૨] અંગ્રેજીમાં, અને ગુજરાતીમાં પણ, "પૂર્ણ વિરામ"નો શાબ્દીક અર્થ "જે તે બાબતનો અંત" એવો પણ થાય છે. જેમકે, ‘હવે એ વાત પર પૂર્ણ વિરામ મુકો’ કે ‘We are calling a full stop to discussions on this subject’. દેવનાગરી લીપીમાં આ વિરામચિહ્નને બદલે વાક્યનાં અંતે ઊભી રેખા ("।" U+0964)નો વપરાશ થાય છે. જો કે એ જ લીપી વાપરતી ગુજરાતી, મરાઠી જેવી ભાષાઓ પૂર્ણવિરામ ચિહ્નનો ઉપયોગ કરે છે.

આ વિરામચિહ્ન પછી નવું વાક્ય શરૂ કરતાં અગાઉ કેટલી જગ્યા છોડવી એ વિશે વિવિધ ભાષાઓ અને ફોન્ટ પ્રમાણે વિવિધ મત છે, પણ ગુજરાતીમાં સામાન્ય રીતે આ ચિહ્ન પછી એક જગ્યા છોડવામાં આવે છે. જો કે એ વિશે કોઈ ચોક્કસ નિયમ હોવાનું જણાતું નથી.[સંદર્ભ આપો]

ઇતિહાસ

આ ચિહ્ન વિરામચિહ્નોની પ્રથાનાં આવિસ્કારક એરિસ્ટોફેન્સ ઓફ બાઈઝેન્ટિયમ (Aristophanes of Byzantium) પાસેથી આવ્યું છે જેમાં ટપકાંની ઊંચાઈ પણ અર્થપૂર્ણ ગણાય છે. જેમકે, લીટીના ઉપરના છેડાનું ટપકું (˙) પેરિયોડોસ (periodos) કહેવાય છે જે વાક્ય કે વિચારની પૂર્ણતા દર્શાવે છે, મધ્યનું ટપકું (·) કોલોન (kolon) કહેવાય છે જે સંપૂર્ણ વિચારનો ભાગ દર્શાવે છે, જ્યારે નીચેનું ટપકું (.) ટેલિયા (telia) (ગ્રીક τέλος "telos: end: અંત") કહેવાય છે જે પણ સંપૂર્ણ વિચારનો ભાગ દર્શાવે છે.[૩]

ગણિત

ગણિતમાં આ ચિહ્નનો ઉપયોગ દશાંશ ચિહ્ન તરીકે થાય છે. દા.ત. ૧૨૫.૨૫ વગેરે.

કમ્પ્યુટીંગ

કમ્પ્યુટીંગ વિષયે આ ચિહ્ન સીમાંકનકારક (delimiter) તરીકે વપરાય છે જેને સામાન્ય રીતે "ડોટ" કહેવામાં આવે છે. ફાઇલનાં નામ, વેબ કે આઈ.પી. કે ડી.એન.એસ સરનામાં વગેરેમાં એ વપરાય છે. ઉ.દા.

www.wikipedia.org
document.txt
192.168.0.1

પ્રોગ્રામ ભાષાઓમાં અને ડોસ કમાન્ડમાં પણ આ ચિહ્નનાં વિવિધ ઉપયોગો છે. જેમકે, ડોસ કમાન્ડમાં બે ટપકાં (..) એટલે પિતૃ ડિરેક્ટરી (parent directory) પર જવાનો આદેશ.

સંદર્ભો

🔥 Top keywords: